Tuesday, 29 July 2014

અજાણ્યા માટે અઢળક છોડી દેવાની ઉદારતા

આપણે હંમેશાં આપણા ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જશ આપીએ છીએ, પણ પરમ ભૌતિક અને સ્વકેન્દ્રી ગણાતા દેશોમાં પણ ગિવિંગ ક્લ્ચર ધબકી રહ્યું છે, વિકસી રહ્યું છે તે હકીકત આજના હિંસા અને ત્રાસવાદગ્રસ્ત જગતની એક જુદી જ તાસીરનો પરિચય કરાવે છે

નિજ-નગરિયા - તરુ કજારિયા

એક સમાચાર વાંચ્યા! દાન અને ડિવોર્સને કંઇ સંબંધ હોઇ શકે? હા, આ સમાચાર વાંચો તો સમજાઈ જશે. લંડનના એક હાઇ પ્રોફાઇલ ઇન્વેસ્ટર ક્રિસ્ટોફર હોહ્ન અને તેની પત્ની કૂપરનો ડિવોર્સ કેસ લંડનની કોર્ટમાં ચાલે છે. પોતાની ટેલેન્ટ અને આવડતથી અબજો ડોલર્સની સંપત્તિ સર્જનારા ક્રિસ્ટોફરની સંપત્તિમાંથી તેમની પત્ની કૂપરે પચાસ ટકા હિસ્સો માગ્યો છે જ્યારે ક્રિસ્ટોફર પચીસ ટકા દેવા તૈયાર છે.

આ ડિવોર્સ ઉપર દુનિયાની નજર ખાસ તો એટલે ખેંચાઈ છે કે ક્રિસ્ટોફર એક મોટા દાનવીર પણ છે. તેમનું ‘ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ફાઉન્ડેશન’ આફ્રિકા તેમ જ ભારતનાં બાળકો માટે ઘણાં અનુદાનો આપે છે. એટલે જ એક્ટિવિસ્ટ ઇન્વેસ્ટર તરીકે ઓળખાતા ક્રિસ્ટોફરના દાંપત્યજીવનના વિખવાદની અસર તેમની ઉદાત દાન-પ્રવૃત્તિ ઉપર તો નહીં થાય ને! આવી ભીતિ જાગે છે. સમજાયું ને કઈ રીતે ડિવોર્સ દાન ઉપર પ્રભાવ પાડી શકે!

બીજા એક સમાચાર ઘર-આંગણેના છે. તેમાં પણ સંપત્તિનો જ વિવાદ છે. દેશના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી વિભૂષિત શાસ્ત્રીય સંગીતના મહાન કલાકાર સ્વ. ભીમસેન જોષી અંગેના એ સમાચાર છે. જોકે તેમની બેનમૂન ગાયકીની ચિરંજીવ સ્મૃતિ આ સમાચારોનું નિમિત્ત નથી, પરંતુ તેમની કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ સંપત્તિ અને તેમના કલાવારસાના કૉપીરાઇટ્સ અંગે તેમના વારસદારો વચ્ચે જામેલા અદાલતીજંગને કારણે તેમનું નામ અખબારો અને મીડિયામાં ગાજી રહ્યું છે. ભીમસેન જોષીને બે પત્નીઓ હતી. તેમનાં પ્રથમ લગ્ન ૧૯૪૪માં સુનંદા કટ્ટી સાથે થયેલાં. તેમનાં ચાર સંતાનો છે. બીજા લગ્ન ૧૯૫૧માં વત્સલા મુધોલકર સાથે થયેલા જેનાથી તેમને ત્રણ સંતાનો છે.

જોષીજીએ સુનંદાને ડિવોર્સ આપ્યા વગર જ વત્સલા સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, પણ બીજા લગ્ન પછી શરૂઆતનો થોડો સમય સુનંદા, વત્સલા અને બાળકો બધાં જોશીજી સાથે જ રહ્યાં હતાં! પછી તેમનાં સુનંદા અલગ રહેવાં ગયેલાં. ભીમસેન જોષીનું ૨૦૧૧માં મૃત્યુ થયું. તે પહેલાં તેમણે ૨૦૦૮માં કરેલા વિલ મુજબ પોતે પૂનામાં રહેતા હતા એ બંગલો તથા બે ફ્લૅટ્સમાંનો પોતાનો હિસ્સો તેમ જ તેમને મળવાપાત્ર બધી જ રોયલ્ટીની રકમ વત્સલાના સંતાનોને ફાળવવામાં આવી હતી. પરંતુ તેમના અને સુનંદાના મોટા પુત્ર રાઘવેન્દ્રે પોતાના ત્રણ ભાઇ-બહેન વતી એ વિલને પુણે સિવિલ કોર્ટમાં પડકાર્યું હતું અને પિતાના વારસામાં સમાન હક્ક માગ્યો હતો.

પુણે સિવિલ કોર્ટે ૨૦૧૩માં આ સંદર્ભે ભીમસેન જોષી અને વત્સલાના સંતાનોને જોષીજીના બંગલા કે ફ્લૅટ્સમાં કોઇ થર્ડ પાર્ટી રાઇટ્સ ઊભા કરવા સબબ પાબંદી ફરમાવી હતી. હવે એ ઓર્ડરને વત્સલાના સંતાનોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે!

આ સમાચાર જોઇને થયું કે પોતાના મધુર સંગીતથી દેશ અને દુનિયામાં એક અજોડ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રતિભાને કલ્પ્ના હશે કે એક દિવસ માધ્યમોમાં આવા ક્ટુ કારણોસર પોતે ચમકતા હશે! એવો સવાલ ભીમસેન જોષીને થયો હશે કે નહીં એ ખબર નથી પણ પોતાના વારસો પોતાના સંતાનોનું કંઇ બહુ ભલું નહીં કરે એવી ખાતરી આ દુનિયાના કેટલાક અબજોપતિઓને હશે એવું ચોક્ક્સ લાગે છે.

આ અઠવાડિયે એક અંગ્રેજી અખબારમાંં ટેક્નોલોજીના ક્ષેત્રના કેટલાક ટોચના અબજોપતિઓ વિશે એક ન્યુઝફીચર પ્રગટ થયું હતું. તેમાં માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનું આ વાક્ય સ્પર્શી ગયું: ‘હું ચોક્ક્સપણે માનું છું કે બાળકો માટે અઢળક નાણાંનો વારસો મૂકી જઈને આપણે કંઇ તેમનું ભલું નથી કરતા.’ અને આ બિલભાઈ માત્ર બોલતા નથી, કરી પણ બતાવે છે. પોતાની સંપત્તિમાંથી ચેરિટીના કાર્યો કરવા તેમણે ૧૯૯૪માં ‘બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ સ્થાપ્યું છે જેની પાસે અત્યારે છત્રીસ અબજ ડૉલર્સની સંપત્તિ છે. દુનિયાભરમાં આ ફાઉન્ડેશન ગરીબી નિવારણ, શિક્ષણપ્રસાર અને હેલ્થકેર માટે મોટું કામ કરે છે. ભારતમાં પણ તેમના ફાઉન્ડેશનની મદદથી કેટલાક પ્રોજેક્ટ્સ ચાલે છે.

ભારતીય વિદ્યા ભવનમાં નજીવી ફીઝ લઈને અપાતી કમ્પ્યુટર ટ્રેનિંગ એ ફાઉન્ડેશનની જ દેન છે. એ ક્મ્પ્યુટર ક્લાસીસમાં શીખીને સારા પગારની નોકરી મેળવતા સાધારણ સ્થિતિના અનેક યુવાનોની જિંદગીને બદલાતાં જોઇ છે.

આઠ ઉદારદિલ અબજોપતિની એ યાદીમાં બિલ ગેટ્સ ઉપરાંત ગુગલ, ઇન્ટેલ, એ.ઓ.એલ., ઈ.બે. ઇત્યાદિ કંપનીના સી.ઈ.ઓ.નો સમાવેશ છે. એ સૌએ પોતાની સંપત્તિમાંથી મેજર હિસ્સો ચેરિટીમાં આપી દેવાની પોતાના વિલમાં જોગવાઈ કરી છે.

બીજા શબ્દોમાં કહું તો તેમણે પોતાની મહેનત અને પ્રતિભાથી ઊભા કરેલા વ્યાપારી સામ્રાજ્યના નફારૂપી ફળમાંથી તેમનાં સંતાનોને ભાગે નાનો એવો હિસ્સો જ આવશે, બાકી બધો ચેરિટીમાં જશે. આ જાંબાઝોની ઉંમર કંઈ વધુ નથી. વળી મોસ્ટલી પતિ-પત્ની બન્નેયે આ ઉદારતા દાખવી છે. ઈ.બે.નો અમેરિકન ઇરાનિયન સ્થાપક પિયરે ઓમિદ્યાર અને તેની પત્ની કહે છે કે અમે તો છેક ૨૦૦૧માં જાહેરમાં કહ્યું હતું કે અમારી હયાતીમાં જ અમારી સંપત્તિનો મોટો ભાગ આપી દેવાનો અમારો ઇરાદો છે. તેઓ કહે છે કે અમારો અભિગમ બહુ સરળ છે:અમારા પરિવારની જરૂરિયાત કરતાં અમારી પાસે ઘણું બધું છે. જ્યારે એ નાણાંનો વર્તમાનમાં બીજો ઉપયોગ થઈ શકે તેમ હોય ત્યારે તેને ગળે બાંધીને બેસવાનો કોઇ અર્થ નથી. અને તેમના આ શબ્દો બોદા નથી એની પ્રતીતિ તેઓ ઑલરેડી કરાવી ચૂક્યા છે.

આ દંપતી ૧૯૯૮માં તેમની કંપની ઈ.બે. પબ્લિક લિમિટેડ કંપની બની ત્યાર બાદ ૨૦૦૧થી દર વરસે ત્રીસ લાખથી એક કરોડ ડૉલર્સ સુધીની રકમની ચેરિટી કરે છે.

૨૦૦૯માં તેમણે ટફ્ટ યુનિવર્સિટીને એક અબજ ડોલર્સનું અનુદાન આપ્યું હતું. આજ સુધીના યુનિવર્સિટીના ઈતિહાસમાં એ સૌથી મોટું વ્યક્તિગત અનુદાન છે.

ઓમિદ્યાર નેટવર્ક નામની એક ખાસ ફિલૅન્થ્રોપિક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ તેમણે સ્થાપી છે જેને તેમણે ઈ.બે.ના શેર્સ દાનમાં આપ્યા છે.

આજના મટીરિયાલિસ્ટિક જગતમાં અમેરિકા જેવા મોસ્ટ મટીરિયાલિસ્ટિક દેશના ટેકનોલોજીના બેતાજ બાદશાહ જેવા આ યંગ અબજોપતિ આન્ત્રપ્રિન્યોર્સની આ ‘ગિવિંગ એટિટ્યુડ’ વિશે જાણીને સુખદ આશ્ર્ચર્ય થાય એ સહજ છે.

સૌથી વધુ આશ્ર્ચર્ય તો ‘અમારાં સંતાનો માટે પૂરતું છે’ એ અહેસાસનું છે! પોતાનું સુખ, પોતાની સંપત્તિ કે સત્તા ક્યારેય કોઇને ‘પૂરતાં’ લાગે છે!

જોગાનુજોગ ઉપર જેના વિશે લખ્યું છે તે ભીમસેન જોશીના વારસા વિશેના તેમનાં સંતાનો વચ્ચે જાગેલા વિખવાદના સમાચાર બીજે જ દિવસે વાંચવા મળેલા. એટલે મનોમન સહજ બે સ્થિતિ જક્સ્ટાપોઝ(સામસામે મુકાવી) થઈ ગઈ! એક તરફ પોતાના વારસદારો માટેની કાળજી છે તો બીજામાં અનેકોને પોતાના વારસદાર બનાવવાની કાળજી. પોતે સર્જેલું પોતાના માટે છોડી જનારા ઘણા હોય છે પણ પરાયા કે તદ્દન અજાણ્યા માટે અઢળક છોડી દેનારા જૂજ હોય. 

આપણા દેશમાં પણ આવા અનેક સખાવતીઓ થયા છે અને થાય છે. એ માટે તો આપણે હંમેશા આપણા ભારતીય કલ્ચર અને મૂલ્યોને જશ આપીએ છીએ. પણ પરમ ભૌતિક અને સ્વકેન્દ્રી ગણાતા દેશોમાં પણ એ ગિવિંગ ક્લ્ચર ધબકી રહ્યું છે, વિકસી રહ્યું છે તે હકીકત આજના હિંસા અને ત્રાસવાદગ્રસ્ત જગતની એક જૂદી જ તાસીરનો પરિચય નથી કરાવતી?

ઓડકાર અમૃતનો – ડૉ. આઈ. કે. વીજળીવાળા


1987ની 31મી ડિસેમ્બરે વડોદરાની મેડિકલ કૉલેજને રામરામ કર્યા. M.D. પછી સિનિયર રજિસ્ટ્રાર તરીકેની એક વરસની કારકિર્દી પણ પૂર્ણ થઈ. ટૂંકમાં ભણતર પૂરું થયું હતું. હવે ઠોસ જિંદગીની કઠણ કેડીઓ પર કદમ માંડવાનાં હતાં. ભાવનગરની એક ટ્રસ્ટ હૉસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત તરીકેની નિમણૂક મને મળી ગઈ હતી. હું ભાવનગર ત્રીજી જાન્યુઆરી, 1988ના રોજ પહોંચ્યો. ટ્રસ્ટ હૉસ્પિટલમાં પૂર્ણ સમયના બાળરોગ નિષ્ણાત તરીકે જોડાયો. પગાર અંગે મુખ્ય ટ્રસ્ટી સાથે બે-ચાર દિવસ પછી વાતચીત કરવાનું નક્કી થયું હતું.
સાત દિવસ પછી મુખ્ય ટ્રસ્ટી સાથે મિટિંગ થઈ. મને રૂપિયા 2,500 અને ઈન્ડોર ફીસમાંથી અમુક ટકા ઈન્સેન્ટિવ આપવાનું નક્કી કરાયું. મારો આગ્રહ મને પાંચ હજાર રૂપિયા વત્તા ઈન્સેન્ટિવ મળે તેવો હતો. મેં ટ્રસ્ટીશ્રીને મારો પગાર વધારવા માટે આગ્રહ કરી જોયો. પણ ટ્રસ્ટનો જ લાભ વિચારતા ટ્રસ્ટીશ્રી ટ્રસ્ટને જેનાથી લાભ થઈ શકે તેવા ડૉક્ટર્સને વધારે પૈસા આપવા તૈયાર ન લાગ્યા. અને એ વખતે મારા હાથમાં કલાસ વન ઑફિસરની બીજી 3-4 નોકરીના નિમણૂક પત્રો હતા. એટલે મને પણ આ નોકરી છોડવી પડે તો જરાય ચિંતા નહોતી. એ જ સમયગાળામાં મને મહુવાની એક હૉસ્પિટલમાં નોકરીનો પત્ર પણ મળ્યો હતો. એટલે હું છેલ્લા કેટલાક દિવસથી મહુવા જવાનો વિચાર કરતો હતો.
મન વારંવાર આ હૉસ્પિટલની નોકરી છોડી વધારે પૈસા મેળવવા માટે મહુવા જતા રહેવાની યોજના કરતું હતું. પણ નોકરી બદલવાની જફાઓનો વિચાર આવતાં જ પાછું પડતું હતું. અને નોકરી બદલવી એટલે ? – બધા લબાચા ફેરવવા, ઘરની ઘણી સામગ્રી નવેસરથી વસાવવી, નવા વાતાવરણમાં ગોઠવાવું, નવા પડોશીઓ સાથે સંબંધો બાંધવા, નવા સંબંધો વિકસાવવા, નવેસરથી તમારા કામનું પ્રમાણપત્ર આપવાનું વગેરે વગેરે અનેક માથાકૂટો ઊભી થઈ જાય. આ બધી ઉપાધિઓ મને અકળાવતી હતી. પરંતુ સામે ડબલ પગાર પણ દેખાતો હતો. આટલું ભણ્યા પછી વધારે પૈસા મળતા હોય તો એ શા માટે છોડવા જોઈએ ? આ બધા વિચારોના જાળામાં ગૂંચવાતો હું લોઢાવાળા હૉસ્પિટલની અગાસીની રૅલિંગ પકડીને ઊભો હતો. સાંજના પાંચ વાગી ગયા હતા.
‘અરે વીજળીવાળાસાહેબ ! ચાલો બહાર આંટો મારતા આવીએ.’ હૉસ્પિટલમાં મારી બાજુના કવાર્ટરમાં રહેતા ડૉ. મહાવીરસિંહ જાડેજાના અવાજે મને ચમકાવી દીધો, ‘કહું છું, કંઈ કામ તો બાકી નથી ને ? જો કોઈ દર્દી વેઈટિંગમાં ન હોય તો ચાલો ગામમાં આંટો મારતા આવીએ. અને શું ઊંડા વિચારમાં ખોવાયા છો ? કંઈ સિરિયસ મેટર તો નથી ને ?’ કાન, નાક, ગળાના નિષ્ણાત સર્જન ડૉ. મહાવીરસિંહ દિલના પણ એક ઉમદા વ્યક્તિ છે. મળતાવડા પણ ખૂબ જ. એમની સાથે વાત કરતા હોઈએ તો એવું જ લાગે કે જાણે દાયકાઓની આપણી કોઈ અતિપરિચિત વ્યક્તિને મળી રહ્યા છીએ. એમણે અમદાવાદથી એમ.એસ. કર્યું હતું. અને મેં વડોદરાથી એમ.ડી. બાકી અમારી બેચ એક જ. આ હૉસ્પિટલમાં પણ લગભગ એકસાથે જ અમે જોડાયા હતા. અમને હૉસ્પિટલમાં ઉપરના માળે રૂમ્સ ફાળવવામાં આવી હતી. ડૉ. જાડેજાસાહેબના અવાજથી હું તંદ્રામાંથી બહાર આવી ગયો.
‘ના ! ના ! કંઈ કામ બાકી નથી. આ તો વધારે પગારની નોકરી કરવા મહુવા જતા રહેવું કે પછી અહીંયા રહીને આ જ શહેરમાં કામ કરવું એ બે વિચારોની વચ્ચે અટવાતો હતો. ચાલો, હું પણ કંટાળ્યો છું. ક્યાં જવું છે ?’ મેં બહાર નીકળવાની તૈયારી બતાવતાં કહ્યું.
‘રૂપમ ટૉકીઝ (જે હાલ નથી) સુધી જતા આવીએ. મારે થોડીક ખરીદી પણ કરવી છે. બાકી તો નવું શહેર છે તે જોવાઈ પણ જશે.’
‘ચાલો ત્યારે ! હું તો તૈયાર જ ઊભો છું. મારે મારા બૂટને પૉલિશ કરાવવા છે.’ મેં એમની સાથે દાદરો ઊતરવાનું શરૂ કર્યું.
ભાવનગર શહેરમાં રાજાશાહી વખતનું ગંગાદેરી નામનું આરસનું એક સુંદર નાનકડું સ્થાપત્ય રૂપમ ટૉકીઝની પાછળના ભાગે આવેલું છે. અત્યારે તો રૂપમ ટૉકીઝની જગ્યાએ એક મોટું બહુમાળી મકાન બની રહ્યું છે. આ ગંગાદેરી સ્થાપત્યની આજુબાજુનો વિસ્તાર ગંગાજળિયા મહાદેવના નામ પરથી ગંગાજળિયા તળાવ તરીકે ઓળખાય છે. તળાવની બરાબર વચ્ચેથી મુખ્ય રસ્તો પસાર થાય છે. એ રસ્તાની બંને તરફ સરસ મજાની લાદીજડિત ફૂટપાથ છે. આ ફૂટપાથ પર મેં એક મોચીદાદાને બેઠેલા જોયા. હું બૂટપૉલિશ કરાવવા માટે જ નીકળ્યો હતો. આ દાદાને જોતાં જ હું તેમના તરફ વળ્યો. ડૉ. જાડેજાસાહેબ એમની થોડીક ખરીદી પતાવવા મુખ્ય માર્ગ તરફ ગયા.
મોચીદાદાની પાસે પહોંચીને હું બે મિનિટ એમની તરફ જોઈને ઊભો રહ્યો. એમને જોતાં જ એમનામાં રસ પડે તેવું અદ્દભુત વ્યક્તિત્વ લાગે. ખખડધજ શરીર, ક્યારે ઓળ્યા હશે તેનો અંદાજ ન લગાવી શકાય તેવા એકબીજા સાથે ચોંટી ગયેલા સફેદ વાળ, સેંકડો કરચલીઓથી લીંપાયેલો ચહેરો, ફૂટપાથની પાળીનો ટેકો લઈને બેઠેલું સાતેક દાયકા જૂનું એ શરીર વીતેલા સમયને હોકલી દ્વારા વારંવાર ધુમાડો બનાવીને બહાર ફેંકી રહ્યું હતું.
‘દાદા ! બૂટને પૉલિશ કરવાનું શું લેશો ?’ મેં પૂછ્યું.
એમણે મારી સામે જોયું. હોકલીનો એક ઊંડો કસ લઈને આંખો ઝીણી કરી. મોઢેથી ખેંચેલા ઊંડા શ્વાસની સાથે જાણે કે મને પણ આખેઆખો જ આંખો દ્વારા અંદર ઉતારી દીધો ! પછી કહ્યું, ‘આઠ આના ! આમ તો રૂપિયો લઉં છું. પણ આજે આઠ આના ! નવા લાગો છો આ શે’રમાં ?’
‘હા દાદા ! આ શહેરમાં નવો જ છું.’ એમની માણસ પારખી જવાની શક્તિને મનોમન દાદા દેતાં મેં જવાબ વાળ્યો, પણ જો રોજનો ભાવ એક રૂપિયો હોય તો આ અચાનક આઠ આનાનો મતલબ શો ? અહીંના ન હોય એ બધા પાસેથી ઓછા લો છો ?’
‘અરે ના સાહેબ ! એવું કાંઈ નથી. મોટા ભાગનું કમાવાનું તો બહારના લોકો પાસેથી જ હોય છે. પણ આ તો આજે મોજમાં છું ને એટલે !’
ઓત્તારી ! મોજમાં હોય એટલે ભાવઘટાડો ! એવી તો કેવી મોજ હશે આ દાદાની ? અરે ! કરોડપતિ વેપારીઓ પણ ભાવ પહેલાં ડબલ કરીને પછી ખોટો ભાવઘટાડો કરવાનું નાટક કરતા હોય છે. જ્યારે અહીંયાં તો તળિયાના ભાવમાં પણ અડધોઅડધ ઘટાડો કરવાની વાત હતી. મને આ દાદામાં ખૂબ જ રસ પડ્યો. વધારે તો એમની મોજ અંગે જાણવાની તાલાવેલી જાગી.
‘પણ દાદા ! એવી તો કેવી મોજમાં છો કે આ અડધોઅડધ ભાવઘટાડો કરી નાખ્યો છે ?’ મેં બૂટ કાઢી એમને આપ્યા અને બાજુની પાળી પર બેસતાં પૂછ્યું.
‘અરે બાપા ! એની તો વાત નો કરો !’ એમની આંખોમાં મોજ અને સુખની વાદળીઓ જાણે દોડાદોડી કરી રહી હતી ! જાણે કોઈ અદ્દભુત તાનમાં હોય તેમ એણે આગળ કહ્યું : ‘આજે તો સવારથી 25 રૂપિયાનો ધંધો થઈ ગયો છે. રોજ માંડ દસ રૂપિયા જ મળે છે. આજ તો બસ મારા નાથે રેલમછેલ કરી દીધી છે. આ તો તમે આવ્યા, નકર હું તો ઘરે જાવા ઊભો જ થતો હતો !’
લ્યો કરો વાત ! 25 રૂપિયા એટલે રેલમછેલ કહેવાય ?! ક્યાં હજારો રૂપિયા મળતા હોવા છતાં ઓછા પડતા હોવાનો અહેસાસ કરતો હું અને ક્યાં 25 રૂપિયાને રેલમછેલ ગણતા મોચીદાદા ! જિંદગીનું ગણિત કંઈ જુદી રીતથી પણ ગણી શકાય એવું મને હવે સમજાઈ રહ્યું હતું.
‘દાદા ! તમે ભાવનગર જ રહો છો ? મારો પૂછવાનો મતલબ છે કે ભાવનગરના જ રહેવાસી છો ?’ મેં પૂછ્યું.
‘ના બાપુ ! રહું છું તો બાજુના ગામડે. હું અને મારો દીકરો સવારે ઘરેથી બાપુગાડીમાં આવીએ (ત્યારે ભાવનગર અને મહુવા વચ્ચે નૅરોગેજ રેલવે ચાલતી. લોકો એને ‘બાપુગાડી’ તરીકે ઓળખતાં). ઈવડો ઈ દરબારગઢ બેંક પાસે બેસીને ધંધો કરે અને રેલવેસ્ટેશનથી હું અહીંયાં સુધી સાઈકલ લઈને આવું અને આહીં ફૂટપાથ પર બેસું. ભાતું લાવીએ એટલે પોતપોતાની મેળે નવરાશે ખાઈ લઈએ. સાંજે સાતની ગાડીમાં બાપ-દીકરો પાછા જાઈં.’ આટલું બોલીને એણે ચલમમાંથી ઊંડો દમ ખેંચવાની કોશિશ કરી. હોકલી ઠરી ગઈ હતી. દાદાએ જમીન પર ઠપકારીને હોકલી ખાલી કરી. નખથી બળેલી તમાકુ ખોતરીને કાઢી ફરીથી ભરવાનું શરૂ કર્યું.
‘દાદા ! તમે સ્ટેશન સુધી રોજ ચાલતા જાવ ?’ મેં પૂછ્યું.
‘ના બાપા ! હું આ સાઈકલ પર દરબારગઢ સુધી જાંવ. પછી દરબારગઢ બૅંકના દરવાજા પાંહે આ સાઈકલ મૂકી દઉં. ન્યાંથી અમે બાપદીકરો હાલતા ટેશન વયા જાઈં.’ મારી નજર દાદાની સાઈકલ પર પડી. ભરચક ચોકમાં તાળું માર્યા વગર મહિનાઓ રાખી મૂકીએ તોપણ કોઈ ન લઈ જાય તેવી ! સાવ ખખડધજ ! દાદાના પર્યાય જેવી. બંને પૈડાના પંખા તેમજ ચેનકવર ગાયબ હતાં. બ્રેક એક પણ નહોતી. સીટની જગ્યાએ સીટના આકારનું લાકડાનું પાટિયું લગાડેલું. અને કાટ તો એના અંગેઅંગનો જાણે શણગાર હતો.
‘તમારો દીકરો કેટલા રૂપિયા કમાય ?’ અટકી પડેલ વાતનો દોર મેં ફરીથી સાંધ્યો.
‘રોજ મારો દીકરોય દસ રૂપિયા કમાય. દસ હું કમાવ !’ એટલું કહી એમણે હોકલી ફરીથી પેટાવી. એક ઊંડો દમ ખેંચીને એણે મારી સામે ઝીણી આંખે જોઈને પૂછ્યું : ‘તમે તો આ શેરમાં નવા છો. તમે શું કરો છો ?’
‘નોકરી બદલવાનો વિચાર !’ એવા શબ્દો મારા હોઠ સુધી આવી ગયા છતાં કહ્યું કે બાળકોનો ડૉકટર છું.
‘હું…ઉં….ઉં….!’ એવો અવાજ મોઢેથી કાઢીને એમણે મારી સામે જોયું. મારી વાત કહ્યા વિના જ જાણી ગયા હોય તેમ ધીમે ધીમે ધુમાડો છોડીને એમણે મારા બૂટને પૉલિશ કરવાનું શરૂ રાખ્યું. પણ મારે તેમની સાથે વાતચીત શરૂ જ રાખવી હતી. એટલે મેં જ પૂછ્યું :
‘તો દાદા ! તમે દસ કમાવ, તમારો દીકરો દસ રૂપિયા કમાય. આ જમાનામાં વીસ રૂપિયામાં પૂરું થાય ખરું ?’
‘અરે વધી પડે !’ બૂટ પર બ્રશ ફેરવતાં એમણે કહ્યું. મને ખરેખર નવાઈ લાગતી હતી. મારાથી પુછાઈ ગયું, ‘શું વાત કરો છો દાદા ? તાણ ન પડે ? વીસ રૂપિયામાં તે કંઈ પૂરું થતું હશે ? પછી તકલીફ ન પડે ? કંઈક નવી ચીજવસ્તુ વસાવવી હોય તો ?’
‘કઈ ?’ દાદાનો આ જવાબી પ્રશ્ન ખૂબ વેધક લાગ્યો. ‘અરે મારા સાહેબ ! આ મારો દીકરો છે ને ? એના ઘરે પણ એક દીકરો છે. અમે ડોહો-ડોહી બે અને ઈ ત્રણ્ય એમ પાંચ જણાનું કુટુંબ છે. પરભુની દયાથી આવી સરસ લીલીવાડી છે અને ખાધેપીધે સુખી છું. પછી કઈ ચીજની જરૂર પડે ? અને માણહને બીજું જોયેય શું ?’ પોતાના હર્યા-ભર્યા કુટુંબના અતિસુખના સાગરને મનની આંખથી એ માણસ માણી રહ્યો હોય તેવું લાગતું હતું. દાદાના ‘માણહને બીજું જોયેય શું ?’ એ શબ્દો મને બૂટમાં ભરાયેલી કાંકરીની માફક ખૂંચતા લાગ્યા. મારે શું જોઈતું હતું એ પ્રશ્ન મારું મન મને પૂછવા લાગ્યું હતું. વાત કરતી વખતે એની ખોવાઈ જવાની આદત મને કોઈ યોગીની યાદ અપાવતી હતી.
‘લ્યો સાહેબ ! આજે તમારી હાર્યે વાતું કરવાની બઉ મજા આવી. મેં નો’તું કીધું કે આજ તો મોજ પડી ગઈ છે ? સાચે જ મારા નાથે આજે મોજ કરાવી દીધી.’ બૂટ અરીસાની માફક ચકચકિત કરી દીધા પછી એણે મારા હાથમાં મૂક્યા.
‘દાદા ! અત્યારે જઈને પછી શું કરશો ?’ મારાથી પુછાઈ ગયું.
‘એયને અટાણે ઘરે જઈને બાપદીકરો ચા-પાણી પીશું. એની બાએ ચા તૈયાર જ રાખી હશે. પછી હું ખાટલે બેઠો બેઠો હોકલી પીશ અને મારા દીકરાના દીકરાને રમાડીશ. અમે એક ગા (ગાય) રાખી છે. મારી ઘરવાળી એને દોઈ રેશે ન્યાં મારો દીકરો ગા સાટુ ચારો લઈ આવશે. દીકરાની વહુ રોટલા ઘડી નાખશે. પછી બધાં વાળુ-પાણી કરીને ઘડીક બેહશું. વાતું કરશું. અને એય મજાના સૂઈ જાહું ! હું તો ભગવાનને રોજ બે હાથ જોડીને કહું છું કે બહુ સુખ આપ્યું મારા નાથ. હવે મારે કાંઈ નથી જોતું. બસ આવી લીલી વાડી સાથે જ લઈ લેજે પરભુ !’ અમીનો ઓડકાર ખાઈ રહ્યો હોય તેમ આકાશ સામે જોઈ એણે છેલ્લું વાક્ય કહ્યું. પછી ઊભા થતાં કહ્યું કે, ‘લ્યો હાલો ! મારો દીકરો વાટ જોતો હશે.’ આટલું કહી એમણે પોતાનો સામાન ભરવા માંડ્યો.
હું અવાક થઈ ગયો હતો. બેચાર મિનિટ શું બોલવું એની સમજણ નહોતી પડતી. હમણાં થોડા વખત પહેલાં જ વાંચેલ એક જૈન મહારાજસાહેબની ચોપડી, જેનું શીર્ષક હતું – ફિનિશ લાઈન – યાદ આવી ગઈ. એમાં અમીરોને એમણે ખૂબ સુંદર સલાહ આપેલી છે કે ધંધામાં, પૈસાપ્રાપ્તિમાં કે ઈચ્છાઓમાં એક ફિનિશ લાઈન – અંતિમ રેખા જરૂરથી રાખવી. નહીંતર જિંદગી પૂરી થઈ જશે પણ એ માટેની દોડ પૂરી નહીં થાય. આવી ઊંચી વાત સમજવા માટે પણ ખૂબ તૈયારી કરવી પડતી હોય છે. જ્યારે અહીં તો મોચીદાદા જેવો આ અભણ, અંગૂઠાછાપ માણસ એ ચોપડીને વગર વાંચ્યે જ જાણે આખેઆખી પચાવી ગયો હતો !
મોચીદાદાએ સામાન સાઈકલ પર ખડકેલો જોઈ હું તરત વિચારોમાંથી બહાર આવી ગયો. મેં ખિસ્સામાંથી રૂપિયો કાઢીને એમના હાથમાં મૂકી દીધો.
‘દાદા ! આજે મને પણ તમારી સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી છે. તમે એક કામ કરો. આખો રૂપિયો રાખી જ લો !’ ફટ દઈને આઠ આના કાઢી મારા હાથમાં મૂકતાં એણે કહ્યું : ‘ના મારાસાહેબ ! ના ! વધારે લઉં તો અણહકનું કહેવાય. આઠ આના કીધા એટલે આઠ આના જ લેવાના. હવે રૂપિયો લઈ લઉં તો મારો રામ દુભાય !’ મને રામરામ કરી સાઈકલ દોરીને એમણે ચાલવા માંડ્યું. અમારા છેલ્લા સંવાદો ચાલતા હતા. તે વખતે ડૉ. જાડેજાસાહેબ પણ આવી ગયા હતા.
મોચીદાદા જતા રહ્યા. એમનું નામ પૂછવાનું પણ રહી ગયું. મારા મગજમાં તો એનું નામ હંમેશાં એક સુખી મોચી તરીકે કંડારાઈ ગયું હતું. એ તો ગયા પણ મારા મનમાં વિચારોનું એક વાવાઝોડું ઊભું કરતા ગયા હતા. રોજના ફક્ત 20 રૂપિયા કમાતો એ માણસ આખો દિવસ કાળા તડકામાં બેસીને કામ કરતો એ માણસ એમ કહેતો હતો કે…. બસ ભગવાન ! ખૂબ સુખ આપ્યું તેં, હવે બીજું કંઈ નથી જોતું મારા નાથ ! આનાથી વધારે એક માણહને જોઈએ પણ શું ?…… અને એની સામે એક હું હતો જે ઉનાળાનો તડકો જરાય ન સ્પર્શે એવી ઠંડી ચૅમ્બરમાં બેસીને હજારો રૂપિયા કમાવા છતાં થોડાક વધારે રૂપિયાની લાલચમાં ભાવનગર શહેર છોડીને મહુવા જવાની ભાંજગડમાં પડ્યો હતો. મારું મન મને પૂછતું હતું કે કદાચ થોડાક વધારે હજારો એ પછી લાખો પણ મળશે તોય આવી, આ મોચીદાદા જેવી ખુમારીથી હું કહી શકીશ ખરો કે…. બસ ભગવાન ! બહુ આપ્યું તેં ! હવે નહીં ખમાય મારા નાથ !…. મને એ અંગે મારા માટે પૂરી શંકા હતી. મારે તો હજુ બંગલો બનાવવો હતો, મોટર લેવી હતી, દુનિયા જોવી હતી, ટીવી, ફ્રીઝ, વૉશિંગમશીન વગેરે વિધવિધ સુવિધાઓના માલિક બનવું હતું. અરે ! એમ જ કહોને દુનિયાએ જેને સુખસાહ્યબી નામ આપ્યું છે તેવી દરેક વસ્તુ જોઈતી હતી. પણ આજે મારી જ અંદરથી ઊંડેથી કોઈ સવાલ કરતું હતું કે ….ધારો કે કાલે આ બધું જ મળી જાય તોપણ તું આવો, આ દાદા જેવો સુખનો અને અમૃતનો ઓડકાર ખાઈ શકીશ ખરો…..?
હું અને ડૉ. જાડેજાસાહેબ ચૂપચાપ સાંજની ભીડને વીંધતા અમારી હૉસ્પિટલ તરફ પાછા જઈ રહ્યા હતા. મારું મન રૅગિંગ કરતા કૉલેજના છોકરાઓની માફક વારંવાર મને સવાલ કરતું હતું કે બોલ ! આવો અમૃતનો ઓડકાર તું ખાઈ શકીશ ખરો ? અને વારંવાર અંદરથી કોઈ જવાબ આપતું હતું કે, ‘નહીં ! કદાચ ક્યારેય નહીં !’
Osho-

Tumhari lobh ki deewar tabhi tutegi,

jab tum dene ki kala sikh loge.

Aur tumhare andar prem ka janm hoga.

Bahot cum log is kala ko sikh pate hain.

                                                                                                                                                           
 Jeevan mandir nahin hay,

kewal mandir ka dwar hay.

Dwar se kabhi koi kaise trupt ho sakta hay?

Tumhe tumhare

bhitar utarna hoga.

                                                                                                                                                                                               
 When you don't know anything,

you are full of wonder and awe,

your mirror is clean,

and that clean mirror reflects the truth.
                                                                                                                                                                 

Truth is available only to the innocent consciousness-

a consciousness which is as innocent as a child,

a consciousness which knows nothing.





Meditation is an attempt to find the true self. It is this self which holds the identity of what I am, an identity which, when realized, gives fulfillment and direction to our life. This is what we call the consciousness of * I am, which emerges in meditation when there is concentration on the present and we focus on the now of * I am, rather than the past, or the future (* I was, or * I will be).

To remind us of this state, we use the word Om, which means 'I am a soul', the spiritual identity that acts as a key to human consciousness. As we find and realize the true self through meditation, we become aware of the false self and how deeply embedded it is in our lives, both in our way of thinking and being.

When we understand this illusory (false) self then we can begin the process of dissolving its negative effects on the original or true self.

In tomorrow's message, we shall examine the various forms of the illusory or false self and its negative effects on us.
Saying Yes Or Saying No?
In life many times we are presented with situations that ask something of us or offer us opportunities. They make us question what we are doing and suggest to us that perhaps we should change direction. To remain in flow with life is to remain bring about changes in the self that situations want from us, as long as it is in agreement with our conscience. But for that, we should be clear about what we say yes to, and what we say no to. When you put your heart into something and your mind is centered, the energy flows powerfully towards there. It is a question of listening to your heart, and daring to say yes or to say no. We have to say it keeping our conscience and action in line, in order to maintain honesty and integrity.

Personally, we all live through difficult and uncomfortable situations, but in your heart you need to know that you will definitely be there. The trust in yourself, and the confidence that everything will work out fine, knowing that there is some hidden lesson that you have to learn, helps you to say yes. It is what the situation asks of you, although you prefer to be in some other 'more comfortable' situation - a less risky or seemingly negative one. It is important to hear the voice of time, of the moment, of the situation and trust that it would strengthen you, with which it would bring you closer to greater personal development and to your destiny as a person, and also brings about global benefit since you are a part of society, a part of humanity. 

 
101 ગુજરાતી કહેવતો
તમને કેટલી કેહવત યાદ છે?

  1. બોલે તેના બોર વહેચાય
  2. ના બોલવામાં નવ ગુણ
  3. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
  4. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે
  5. સંપ ત્યાં જંપ
  6. બકરું કઢતા ઉંટ પેઠું
  7. રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
  8. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
  9. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો
  10. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે
  11. અધૂરો ઘડો છલકાય ઘણો
  12. ખાલી ચણો વાગે ઘણો
  13. પારકી મા જ કાન વિંધે
  14. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી
  15. ટીંપે ટીંપે સરોવર ભરાય
  16. દૂરથી ડુંગર રળિયામણાં
  17. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે
  18. શેરને માથે સવાશેર
  19. શેઠની શીખામણ જાંપા સુધી
  20. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો
  21. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં
  22. પાડાનાં વાંકે પખાલીને ડામ
  23. રામ રાખે તેને કોણ ચાખે
  24. ઊંટના અઢાર વાંકા
  25. ઝાઝા હાથ રળીયામણાં
  26. કીડીને કણ ને હાથીને મણ
  27. સંગર્યો સાપ પણ કામનો
  28. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
  29. નાચ ન જાને આંગન ટેઢા
  30. ઝાઝી કીડીઓ સાપને તાણે
  31. ચેતતા નર સદા સુખી
  32. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો
  33. વાડ થઈને ચીભડાં ગળે
  34. ઉતાવળે આંબા ન પાકે
  35. સાપ ગયા અને લીસોટા રહી ગયા
  36. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
  37. પાકા ઘડે કાંઠા ન ચડે
  38. કાશીમાં પણ કાગડા તો કાળા જ
  39. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ
  40. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં
  41. દુકાળમાં અધિક માસ
  42. એક સાંધતા તેર તૂટે
  43. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં
  44. મા તે મા, બીજા વગડાનાં વા
  45. ધીરજનાં ફળ મીઠાં
  46. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું
  47. કૂવામાં હોય તો હવાડામાં આવે
  48. સો સોનાર કી એક લૂહાર કી
  49. રાજા ને ગમે તે રાણી
  50. કાગનું બેસવુ અને ડાળનું પડવું
  51. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
  52. ગાંડાના ગામ ન હોય
  53. સુકા ભેગુ લીલુ બળે
  54. બાવાનાં બેવુ બગડે
  55. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય
  56. વાવો તેવું લણો
  57. શેતાનું નામ લીધુ શેતાન હાજર
  58. વખાણેલી ખીચડી દાઢે વળગી
  59. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
  60. સંગ તેવો રંગ
  61. બાંધી મુઠી લાખની
  62. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ
  63. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ
  64. લાલો લાભ વિના ન લૂટે
  65. હિમ્મતે મર્દા તો મદદે ખુદા
  66. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
  67. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી
  68. ધોબીનો કૂતરો ન ઘર નો, ન ઘાટનો
  69. ધરમની ગાયનાં દાંત ન જોવાય
  70. હાથી જીવતો લાખનો, મરે તો સવા લાખનો
  71. સીધુ જાય અને યજમાન રીસાય
  72. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
  73. હસે તેનું ઘર વસે
  74. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના
  75. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે
  76. ભેંસ આગળ ભાગવત
  77. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો
  78. રાત થોડી ને વેશ ઝાઝા
  79. ના મામા કરતાં કાણો મામો સારો
  80. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે
  81. મન હોય તો માંડવે જવાય
  82. અણી ચૂક્યો સો વર્ષ જીવે
  83. પારકી આશ સદા નીરાશ
  84. ઘરકી મૂર્ઘી દાલ બરાબર
  85. બાર વર્ષે બાવો બાલ્યો
  86. પહેલુ સુખ તે જાતે નર્યા
  87. ભાવતુ હતુ ને વૈદે કીધુ
  88. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે
  89. નામ મોટા દર્શન ખોટા
  90. લાતો ના ભૂત વાતોથી ન માને
  91. ગા વાળે તે ગોવાળ
  92. બાંધે એની તલવાર
  93. ઘેર ઘેર માટીનાં ચૂલા
  94. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
  95. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ
  96. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
  97. આંધળામાં કાણો રાજા
  98. ઈદ પછી રોજા
  99. ખાડો ખોદે તે પડે
  100. ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી
  101. નમે તે સૌને ગમે