ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.
મને પૂછ્યા વગર લઇ જાય બાઈક મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
પ્રથમ તો ફોસલાવી મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયા ને જણાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
કદી મારા ઘરે મેહમાન થઇ આવે પછી હું મુકવા જઉં અને,
મને ખુદ ને એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
કરે હેરાન હરપળ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય પણ,
રડું તો આંખોને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.
- અનિલ ચાવડા
|
Monday, 4 August 2014
ખારી કૉફી ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
પરદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા હતા. એ બધામાં સાવ સામાન્ય દેખાવવાળો અને સાદાં કપડાંવાળો એક યુવાન પણ સામેલ થયો હતો. એ બિચારો એક ખૂણામાં આવેલા ટેબલ પાસે બેઠો બેઠો બધાને જોઈ રહ્યો હતો. કદાચ મનથી થોડીક લઘુતાગ્રંથિ અનુભવી રહ્યો હોય એવું પણ લાગતું હતું.
એ આખી જ પાર્ટીનું મુખ્ય આકર્ષણ એક યુવતી હતી. એ સૌથી રૂપાળી અને ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. પાર્ટીમાં હાજર ઘણા લોકો એની સાથે વાત કરવા તેમ જ હાથ મિલાવવા તલપાપડ હતા. એવું કહેવાય કે લોકો એની આગળપાછળ જ ફરતા હતા. એવું લાગતું હતું કે જાણે એ એક યુવતીના કારણે જ પાર્ટીમાં રોનક છવાયેલી હતી. પેલા છોકરાને પણ એની સાથે વાત કરવાનું મન થયું, પરંતુ પોતાના સામાન્ય કપડાં તેમ જ સીધાસાદા દેખાવનો વિચાર આવતા જ એ ખંચાયો. એકાદ-બે ક્ષણ એમ જ વિચાર કરતો એ બેસી રહ્યો. પછી ગમે તે હોય, અચાનક જ એ પોતાના સંકોચને ખંખેરીને પેલી યુવતી પાસે ગયો. એની સાથે હાથ મિલાવી, એની આંખોમાં આંખો પરોવીને અત્યંત આત્મવિશ્વાસથી એણે વાતો કરી. એટલું જ નહીં, બીજા દિવસે શહેરના સારામાં સારા ગણાતા કૉફીશોપમાં કૉફી પીવા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. એ છોકરાની આંખોમાં ઝળકતા આત્મવિશ્વાસને લીધે હોય કે એની વાતોના કારણે હોય, પરંતુ પેલી યુવતીએ એ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો.
બીજા દિવસે બંને જણ નક્કી કરેલ કૉફીશોપમાં ભેગાં થયાં. આગલા દિવસે ભેગી કરેલી હિંમત જાણે દગો દઈ ગઈ હોય એમ એ યુવક સાવ નર્વસ થઈ ગયો હતો. શું બોલવું, કઈ વાત ઉખેળવી, કઈ રીતે બંને વચ્ચેના મૌનને તોડવું એની કાંઈ જ ખબર ન પડવાથી એ ચૂપચાપ બેઠો હતો. પેલી યુવતીને પણ ખૂબ અકળામણ થતી હતી. એને તો મનમાં થતું હતું કે આના કરતાં તો પોતે આવી જ ન હોત તો સારું હતું. એ ઊભી થવા જ જતી હતી એ જ વખતે વેઈટર કૉફી લઈને આવ્યો. પેલા યુવકે આજુબાજુના ટેબલવાળા સાંભળે એટલા ઊંચા અવાજે વેઈટરને કહ્યું : ‘વેઈટર ! પ્લીઝ, મને કૉફીમાં નાખવા માટે સૉલ્ટ (મીઠું) આપશો ?’ સાંભળીને પેલી યુવતી સહિત બધાને નવાઈ લાગી કે કૉફીમાં મીઠું ? બધાએ આશ્ચર્યના ભાવો સાથે એની સામે જોયું. વેઈટરે પણ મોં પર એવા જ ભાવો સાથે એને મીઠાની ડબ્બી આપી. પોતાથી જરા વધારે પડતા મોટા અવાજે બોલાઈ ગયું છે એ વાતનું ભાન થતાં એ યુવાનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, છતાં નીચું જોઈને એણે પોતાની કૉફીમાં મીઠું નાખી એને ખારી બનાવીને ચૂસ્કી લીધી.
‘આ તો મારા માટે ખરેખર નવાઈ કહેવાય. એમ કહોને કે મેં તો આવું ક્યારેય જોયું જ નથી ! તું નાનપણથી જ આવી ખારી કૉફી પીએ છે ?’ પેલી યુવતી આશ્ચર્યથી બોલી ઊઠી.
‘હા !’ એ યુવાને જવાબ આપ્યો, ‘હું નાનો હતો ત્યારે અમે દરિયાકિનારાના એક ગામમાં બરાબર દરિયાને અડીને જ રહેતા હતા. મારો ઘણો ખરો સમય દરિયાકાંઠે જ વીતતો. મને મારી દરેક વસ્તુઓમાં… અરે, મારી ચામડી પર સુદ્ધાં દરિયાનો સ્વાદ આવતો. મને એ ખૂબ જ ગમતું. એ સ્વાદ બરાબર આ ખારી કૉફી જેવો જ લાગતો. હવે જ્યારે જ્યારે હું સૉલ્ટી (ખારી) કૉફી પીઉં છું ત્યારે ત્યારે મને મારું બાળપણ, મારું ગામ, મારાં મા-બાપ, મારો એ દરિયો અને એનો સ્વાદ એમ બધું જ યાદ આવે છે. હું એમાં પાછો ખોવાઈ જાઉં છું. આજે પણ મારાં ઘરડાં મા-બાપ ત્યાં જ રહે છે.’ આટલું બોલતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આગળ કાંઈ પણ બોલી શક્યો નહીં. પોતાના બાળપણના સ્થળ અને એની યાદો બાબતે કોઈ આટલું ભાવુક હોઈ શકે એ પેલી યુવતીને માન્યામાં જ નહોતું આવતું. આવા અત્યંત પ્રેમાળ યુવકને જોઈ પેલી યુવતીને એના માટે ખૂબ જ આદર અને લાગણી બંને થઈ આવ્યાં. એ જ ક્ષણે એને થયું કે, ‘બસ, આવો યુવાન જ એને પોતાના જીવનસાથી તરીકે જોઈએ છે !’ પોતાના વતન કે માતાપિતાને યાદ કરતી વખતે પણ જેનું હૃદય ભરાઈ આવતું હોય એને પોતાનું ઘર વહાલું જ હોય ! અને એ પછી તો એ પણ ખૂલી ગઈ. એણે પણ પેલા યુવાન સાથે દિલ ખોલીને વાતો કરી.
એ વાતને પછી તો દિવસો વીતી ગયા. બંને જણ મળતાં રહ્યાં અને એક દિવસ પરણી પણ ગયાં. પેલી યુવતી પોતાને ઘણી નસીબદાર માનતી હતી, કારણ કે એ યુવાન તો એની ધારણા કરતા પણ ઘણો વધારે પ્રેમાળ, લાગણીશીલ અને વફાદાર નીકળ્યો હતો. પોતાના નસીબ માટે એ કાયમ ભગવાનનો આભાર માનતી અને સાથોસાથ પોતાના પતિની કૉફીમાં મીઠું નાખવાનું ક્યારેય ભૂલતી નહીં. હા, ક્યારેક વળી એ કૉફી બનાવતી વેળા થોડીક ચાખી લેતી અને એને મનમાં થતું પણ ખરું કે એના પતિને આવો ભંગાર સ્વાદ કઈ રીતે ભાવતો હશે ? તેમ છતાં એ સૉલ્ટી (ખારી) કૉફી બનાવવાનું ક્યારેય ભૂલતી નહીં. એમ જ આનંદ અને સ્નેહથી ભર્યાં ભર્યાં 40 વર્ષ પસાર થઈ ગયાં. એ એવાં સરસ વર્ષો હતાં કે બંનેમાંથી એકેયને એકબીજા અંગે ફરિયાદનો એક મોકો પણ નહોતો મળ્યો. એ પછી જાણે કે કુદરતને એમના સુખની ઈર્ષ્યા આવી ન હોય એમ પેલાને કૅન્સર થયું. મરણ પથારી પરથી એણે પોતાની પત્નીને એક કવર આપ્યું અને પોતે મૃત્યુ પામે એ પછી જ ખોલવું એવી ખાસ તાકીદ પણ કરી. એ પછીના થોડા દિવસોમાં જ પતિ મૃત્યુ પામ્યો.
પેલી યુવતી, જે પોતે પણ હવે 60 વર્ષ વટી ગઈ હતી. એણે એક દિવસ બપોરે પોતાના પતિએ આપેલું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, ‘વહાલી ! તારી માફી માગવા જ આ પત્ર હું લખી રહ્યો છું. તારી સામે આખી જિંદગી મેં એક જુઠાણું ચલાવ્યું છે અને એ એક જૂઠને તારે હવે માફ કરવું જ રહ્યું !’ પેલીને નવાઈ લાગી. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું, ‘તને યાદ છે આપણી પહેલી મુલાકાત ? આપણા શહેરની મશહૂર કૉફીશોપમાં આપણે પ્રથમ વખત મળ્યાં હતાં એ તને યાદ જ હશે. હકીકતે એ દિવસે હું ખૂબ જ નર્વસ થઈ ગયેલો. મને બીક હતી કે મારો સામાન્ય દેખાવ તેમ જ સાવ સામાન્ય વ્યવહારને કારણે તું મને છોડીને જતી રહીશ એટલે એ ગભરાટમાં જ મેં વેઈટરને ખાંડને બદલે મીઠું લાવવાનું કહી દીધું હતું. વળી એ વખતે એ એટલું જોરથી બોલાઈ ગયેલું કે ત્યાર પછી મારું બોલેલું સુધારવાનો પણ કોઈ અવકાશ જ નહોતો એટલે પછી મેં કૉફીમાં મીઠું (સૉલ્ટ) નાખીને જ ચલાવી લીધું. આપણા લગ્નજીવન દરમિયાન ઘણી બધી વાર આ વાત તને કહી દેવાનું મેં નક્કી કરી નાખેલું, પરંતુ કદાચ તું નારાજ થઈ જઈશ તો ? એ બીકને લીધે હું અટકી જતો, પરંતુ હવે મને કોઈ જાતની બીક નથી, એટલે લખું છું કે મને ખારી કૉફી બિલકુલ ભાવતી નથી ! હે ભગવાન ! કેટલો બધો ભયંકર અને ખરાબ સ્વાદ હોય છે એનો ! પરંતુ તારા માટે મને એ બધું જ કબૂલ હતું અને સંજોગો તો જો ! જેનો સ્વાદ મને બિલકુલ પસંદ નથી એ જ ખારી કૉફી મારે જિંદગીભર પીવી પડી ! પરંતુ ડિયર ! મને એનો લેશમાત્ર પણ રંજ નથી, કારણ કે એ ખારી કૉફીએ જ મને તારો આખી જિંદગીનો મીઠો સાથ અપાવ્યો હતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જો એ બીજી વખત જીવન આપતો હોય અને એ જીવનમાં તું જ મારી પત્ની બનવાની હો, તો એ વખતે પણ હું જિંદગીભર ખારી કૉફી પીવા તૈયાર છું, કારણ કે મને તું ખૂબ જ ગમે છે. I really love you dear !’
આંખમાં વરસતાં આંસુઓએ પતિના પત્રને ક્યારે ભીનો કરી દીધો એની પણ એ સ્ત્રીને ખબર ન રહી. એ પછી તો એણે પણ ખારી-સૉલ્ટી કૉફી પીવાની શરૂઆત કરી દીધી. કોઈ એને ક્યારેક પૂછતું કે, ‘સૉલ્ટી કૉફી કેવી લાગે ?’ તો એ હંમેશાં હસીને જવાબ આપતી કે, ‘સ્વીટ ! ખૂબ જ મીઠી !’ અને એ પછી એની આંખોમાં આછાં ઝળઝળિયાં આવી જતાં !

બાજી લગાવી જાનની – ડૉ. કુમારપાળ દેસાઈ--- ( સત્ય ઘટના)
સાત જુવાનોને સપનું આવ્યું ! સપનું કેવું ? કદી સાકાર ન થાય તેવું ! સાતેય વીસ વર્ષના ફૂટડા જુવાન, સહુનાં હૈયામાં હિંમત ભારે. એમના મનમાં થયું કે એવું કામ કરીએ, કે કદી કોઈએ કરવાની હામ ભીડી ન હોય. આવું થાય તો નામ થાય. યુવાનીનું સાચું કામ થાય. સાતે યુવાનોને થયું કે આપણે પર્વત પર ચડીએ : એના ઊંચા શિખરે ચડીએ ! મારવો તો મીર, અને હણવો તો હાથી !
નાના નાના પર્વત તો ઘણા ચડે. કુશળ પર્વતખેડુ રમતવાતમાં એને આંબી જાય. યુવાનોને તો સાહસ કરવું હતું, અઘરો પડકાર ઝીલવો હતો, આપત્તિની મોજ માણવી હતી ! યુવાનોએ વિચાર કર્યો કે પર્વત પર ચડવું જ છે, તો આપણે આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત કીલીમાંજારો પર જ આરોહણ કેમ ન કરવું ? કીલીમાંજારો પર્વત એટલો ઊંચો હતો કે બધા તેને ‘ભગવાનનું સિંહાસન’ કહે. ભગવાનનું સિંહાસન તો સહુથી ઊંચું જ હોય ને ! એની સહુ ભક્તિભાવથી પૂજા કરે. આ કીલીમાંજારોની ઊંચાઈ પૂરી 19,340 ફૂટની. એના સૌથી ઊંચા શિખર પર તો બારે માસ બરફ રહે. એના પર ઠંડી એટલી કે ન પૂછો બાત !
સાત જુવાનોએ સાહસનો વિચાર તો કર્યો, પણ અગાઉ આમાંથી એકે જુવાન નાનોસરખો પર્વત પણ ચડી આવ્યો ન હતો. એમણે પહેલે જ ધડાકે આવી કપરી કામગીરી ઉપાડી. આથીય વધુ આશ્ચર્યની બાબત એ હતી કે સાતેય જુવાન તદ્દન અંધ હતા. એમને સપાટ જમીન પર ચાલતાં બીજાનો સહારો લેવો પડે, લાકડીના ટેકે ટેકે સંભાળીને ડગ ભરવાં પડે. આમાંય વારંવાર ઠોકરો ખાવી પડે. ખાડા-ટેકરાનીય ખબર ન પડે. એ વળી પર્વત ચડી શકે કેવી રીતે ? તેય વળી કીલીમાંજારો ! કીલીમાંજારોનો અર્થ છે ‘પ્રકાશિત પર્વત.’ એને વળી આ અંધ કેવી રીતે પાર કરી શકે ? સહુએ અંધ જુવાનોની વાત હસી કાઢી.
કોઈ કહે : ‘અરે જુવાનો ! આ તમે તુક્કો લડાવો છો. જ્યાં ચાલવાનાં ફાંફાં છે, ત્યાં પર્વત ચડવાની વાત કેવી ? એય વળી દેખાતો માનવી હારી ખાય એવા કીલીમાંજારો પર.’
બીજા કોઈએ આ જુવાનોને મીઠી ચેતવણી આપતાં કહ્યું : ‘ભાઈઓ ! ભલા થઈને આવું જોખમ ઉઠાવવું રહેવા દો ! જમીન પર ચાલતાં પડી જશો તો કોઈ હાથ પકડીને ઉઠાડનાર મળશે, પણ પર્વત પરથી ગબડ્યા તો ખીણમાં જતાં કોઈ બચાવનાર નહીં મળે.’
કોઈ અનુભવીએ એવું સૂચન કર્યું, ‘તમે લાકડીના સહારે લડખડતા ચાલી શકો છો ખરા. અરે ! રસ્તો બતાવે દોડી પણ શકો. તમે તરી પણ શકો. હમણાં જ ઈંગ્લૅન્ડના ચાર અંધ જુવાનોએ ફ્રાંસથી ઈંગ્લૅન્ડ સુધીની ઈંગ્લૅન્ડની ખાડી સાડા ચૌદ કલાકમાં તરીને પાર કરી. તમે બધા એવું કોઈ તરવાનું સાહસ હાથ ધરો ને ? પણ આ પર્વત ચડવાનું જોખમ રહેવા દો. આવી ઘણી બધી સલાહ-શિખામણ મળી. કોઈએ ડર કે ભય પણ બતાવ્યો. સાતે આફ્રિકી જુવાન તો મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે ગમે તે થાય, પણ પાછા હઠવું નથી. આફત આવે તો પણ ડગવું નથી. મુશ્કેલીથી કદી નમવું નથી. કોઈ અંધજને મેળવી ન હોય તેવી કામયાબી મેળવવી છે. એથીય વધુ માત્ર દેખતો માનવી જ કરી શકે એમ મનાતું હોય તેવી બાબતમાં સિદ્ધિ મેળવવી છે.
સાતે જુવાનો સખત મહેનત કરવા લાગ્યા. લોકો ગમે તે કહે, એની પરવા ન કરે. કોઈ મજાક કરે. કોઈ મશ્કરી કરે. કોઈ એમને શેખચલ્લીની જમાત કહે. પણ આવી વાતોથી બીએ એ બીજા ! એમણે તો પર્વત ચડવાની તાલીમ લેવા માંડી. મનમાં એક જ નિરધાર કે કીલીમાંજારો પર ચડવું છે ! એને આંબવો છે ! પછી જ જંપવું છે. સાત જુવાન જુદા જુદા દેશના. જહૉન ઓપિયો, તોફીરી કીબુકા અને લોરેન્સ સેરવામ્બાલા. એ ત્રણ ફૂટડા જુવાન હતા યુગાન્ડા દેશના. મોસેસ મુતી અને લારમાસેન ઍડેકેતી હતા કેનિયા દેશના. બાકીના બે નિઓલ પલોર અને મેથિયાસ ગૈલાંગા હતા તાંઝાનિયા દેશના. પર્વત ચડવામાં પરસ્પર સમજણથી ચડવું પડે. એકબીજાના સહકાર વિના સહેજે ન ચાલે. સાત અંધ જુવાનોએ બે વર્ષ સુધી સતત મહેનત કરી. બરાબર તૈયાર થઈ ગયા. પર્વતના નીચા ઢોળાવો પર દસ દિવસ સુધી તાલીમ લીધી. પર્વતના વાતાવરણનો અનુભવ કર્યો. આવનારી મુશ્કેલીઓનો અંદાજ મેળવ્યો.
1969ના ફેબ્રુઆરી મહિનામાં સાતે અંધ જુવાનોના જીવનની સોનેરી ઘડી આવી. કીલીમાંજારો પરના આરોહણની શરૂઆત થઈ. કેનિયાન અંધજન માટેના મંડળના એક સક્રિય સભ્ય એલેક્સ મકાયે યુવાનોના જિગરને બિરદાવતાં કહ્યું : ‘અંધ જુવાનોનું આ સાહસ કોઈ તુક્કો કે મજાક નથી. અંધ માનવીઓ શાંબા (ઝૂંપડી)ની છાયામાં નવરા બેસીને પરવશ જીવન જીવવાનું નથી. આ સાહસ કરીને બતાવવું છે કે અંધજન એ દેશ માટે બોજારૂપ નાગરિક નથી, એ તો દેખતા માનવી જેટલા જ દેશને મદદરૂપ બની શકે છે.’ સાહસિકોની સફર આગળ ચાલી. દરેક અંધ જુવાને ખોરાક, સૂવાનું બેડિંગ, કપડાં અને પાણી સઘળું સાથમાં લીધું. દરેકે પોતાની પીઠ પર ચાળીસ રતલ વજન ઊંચકીને આરોહણ શરૂ કર્યું. પીઠ પર આટલો બોજ. આગળ કશું દેખાય નહીં. લાકડીના ટેકે જ આગળ વધવાનું. ચાર દેખાતા માનવીઓને ભોમિયા તરીકે સાથમાં રાખ્યા. આમ તો દરેક પર્વતખેડુએ એક સામાન ઊંચકનાર હોય. અહીં તો સાત જણ વચ્ચે માત્ર બે જ સામાન ઊંચકનાર હતા. બાકીનો સામાન જુવાનોએ પોતાની પીઠ પર લઈ લીધો. દરેક પર્વતખેડુને એક બ્રેઈલ ઘડિયાળ આપી હતી. એના પર લખ્યું હતું : ‘કીલીમાંજારો પર ચઢાઈ, 1969.’
પર્વત ચઢનારને ઋતુ પર ઘણો આધાર રાખવો પડે. ઋતુ વણસે તો થોભી જવું પડે. આ સાહસવીરોને ઋતુએ સતત સાથ આપ્યો. હિંમતે મર્દા તો મદદે ખુદા. ત્રણ દિવસ સુધી કેનિયાના રેડિયો મથક પરથી આ આરોહકો માટે ઋતુ અંગેનો ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આફત આવતી હતી. આરોહણ આગળ વધતું હતું. ખરબચડી ધરતી પર પગ ગબડી પડે. પીઠ પર ભાર એટલે વાગેય ઘણું, પણ જુવાનો તો કપડાં ખંખેરી ઊભા થઈ જાય. એમનાં હૈયાં થનગનતાં હતાં. આવાં થનગનતાં હૈયા આગળ ગમે તેવી આફત મીણની માફક ઓગળી જતી.
એક દિવસ પસાર કર્યો. રાત્રે વળી આરામ કર્યો. ફરી આગળ ચાલવાનું શરૂ કર્યું. બીજા દિવસે અને ત્રીજા દિવસે આરોહણ ચાલુ જ રહ્યું. બરાબર સાડાત્રણ દિવસની મહેનતને પરિણામે આ સાહસવીરો 18,635 ફૂટ ઊંચે આવેલા ‘ગિલમેન પૉઈન્ટ’ નામના સ્થળે પહોંચ્યા. બસ, શિખર સુધી આવી ગયા. હવે આખરી ચઢાણ ! અંધ જુવાનો સાથે રહેલા ભોમિયાએ સંદેશો મોકલ્યો : ‘ભવ્ય ઘડી આવી ચૂકી છે ! અમે બધા શિખર પર આવી પહોંચ્યા છીએ !’ આખા આફ્રિકા ખંડમાં સમાચાર ફરી વળ્યા. બધે આનંદ આનંદ થઈ ગયો. અંધ સાહસવીરોની સિદ્ધિને બિરદાવવા ‘ઈસ્ટ આફ્રિકન ઍરવેઝ’ નામની વિમાની કંપનીએ કીલીમાંજારોના હિમાચ્છાદિત શિખરની આસપાસ વિમાન ઉડાડ્યાં. શિખરની નજીક આવીને, હવામાં પાંખ વીંઝીને ગર્જના કરતાં સલામી આપી. શાંત વાતાવરણમાં આખરી આરોહણ કરતા એકલા અંધ સાહસવીરોના હૃદયમાં વિમાનના એ ગગનભેદી અવાજોએ અનેરો ઉત્સાહ રેડ્યો.
જેમ જેમ શિખરની નજીક આવતા હતા તેમ તેમ ઠંડી વધતી હતી. પારો શૂન્ય ડિગ્રી સેન્ટિગ્રેડથી પણ નીચે ગયો હતો. ભોમિયાએ આસપાસની રમણીય સૃષ્ટિનું બયાન કર્યું. ભોમિયાનું વર્ણન સાંભળીને સાતે અંધ જુવાન રોમાંચ અનુભવવા લાગ્યા. જાણે પોતે જ આ દશ્ય નિહાળી રહ્યા ન હોય ! કીલીમાંજારો પર્વતના સુષુપ્ત જ્વાળામુખી સમા કીબો શિખરની ટોચ પર પહોંચવા માટે ઘણું ફરીને જેવું પડે. જાણે બરફના ઘુમ્મટની પ્રદક્ષિણા કરવાની ના હોય ! આ માટે ત્રણ હજાર ફૂટનું અંતર કાપવાનું હતું. અઘરું ચઢાણ. ચોતરફ બરફ. એમાંય ખાંચા બનાવીને આગળ ધપવાનું. આ ત્રણ હજાર ફૂટનું અંતર પાર કરતાં લગભગ નવ કલાક લાગ્યા. આમાં ચાર કલાક જેટલો સમય તો પગથિયાં ખોદવામાં ગયો. બરફ તોડીને એક પગથિયું તૈયાર કરે, પગથિયું તૈયાર કરીને જ એક-એક ડગલું આગળ મૂકવું પડે !
ઈ.સ. 1969ના ફેબ્રુઆરીની બાવીસમી તારીખ. આ દિવસે અંધ સાહસિકોએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કીલોમાંજારોના સર્વોચ્ચ શિખર કીબો પર પગ મૂક્યો. 19,340 ફૂટના આરોહણ પછી દુનિયાને અજાયબ કરનારી સિદ્ધિ મેળવી. સાહસિકોના વિજયનો સંદેશો ધરતી પર પહોંચ્યો. એમને સાથ આપનારા જેફ્રે સેલિસબરીએ ખબર આપી. ‘મુશ્કેલી ઘણી આવી. એને પુરુષાર્થથી હટાવી દીધી. જુવાન સાહસવીરો સાચે જ અદ્દભુત ખમીર ધરાવનારા આદમી નીકળ્યા !’ ઈંગ્લૅન્ડની રાણી એલિઝાબેથે અભિનંદન પાઠવ્યાં. 1953માં એવરેસ્ટ શિખર પર આરોહણ કરનારી ટુકડીના નાયક લૉર્ડ હન્ટે વધાઈ આપી.અંધ જુવાનોએ દેખતાઓનેય દોહ્યલું એવું સાહસ કરી બતાવ્યું !

અંદરની ચેતના જાગશે તો ભય મુઢ્ઢી વાળીને ભાગશે
Kanti Bhatt
(તસવીર પ્રતિકાત્મક)
- લાઇફ ઇઝ બ્યૂટીફૂલ : મરવું તો સાવ સહેલું છે પણ જીવવું જ કપરું છે, એટલે જે બહાદુર માનવ હોય તે કપરું કામ પસંદ કરે છે
મે ૧૯૪૪માં મહુવા હતા ત્યારે મહુવા જૈનો માટે પવિત્ર ધામ હતું. બાજુમાં જ મોરારિબાપુનું ગામ તલગાજરડા હતું. તે ગામેથી અને બીજા ગામેથી ઘણા સંતો સંથારો કરવા પવિત્ર ધામે જતા. જૈનો અને અમુક સાધુઓ ‘‘સંથારો’’ કહે છે. સંથારો એટલે મરણપયઁત અન્ન પાણી છોડી દેવા, આશા, તૃષ્ણા, માયા, મમતા સાથે ખાનપાન છોડવા તેને સંથારો કહેતા આજે તેને રૂપકંડ અંગ્રેજી નામ અપાય છે તેને યુથેનેમિયા કહે છે. ઘણા રામાનંદી સાધુ તેને ‘‘જીવતે મરણિયું’’ કહેતા. પણ ‘યુથેનેમિયા કોઈ ધાર્મિક લાગણીથી નહીં પણ જિંદગીથી કંટાળીને પિસ્તોલથી ગળે ફાંસો ખાઈને કે બળીમરીને જીવનનો અંત આણે છે.
તેના ઉપર ડઝનબંધ પુસ્તકો લખાયાં છે. ડૉ. કિશ્વિયન બર્નાડ તો ‘‘ગુડ લાઈફ-ગુડ ડેથ’’ નામના પુસ્તકમાં શાંતિથી આપઘાત કરવાની રીતો બતાવી છે. ૨૦૦૧ની સાલમાં કુલ્લે જગતભરમાં ફકત ૧૦૦૦ લોકોએ આપઘાત કરેલા. આજે વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે દરવર્ષે જગતભરમાં ૮૦૦૦૦થી ૧ લાખ સ્ત્રી-પુરુષ આપઘાત કરે છે એટલે કે ૧૦૦૦ ગણા આપઘાત થાય છે. મોનસાન્ટો નામની અમેરિકન-બિયારણ કંપનીના બિયાં ફેઈલ ગયા તેથી દક્ષિણ ભારતના અઢી લાખ ખેડૂતોએ આપઘાત કરેલા. તેવો આંકડો ન્યુયોર્કટાઈમ્સ આપેલો!
આપઘાતે ભલભલાને છોડયા નથી. ગુરુદત્ત નામના મશહૂર ફિલ્મ સ્ટારે ગાયિકા ગીતા દત્ત સાથે લગ્ન કરેલાં, પણ વહીદા રહેમાન સાથે ઈશ્ક લડાવવા માડયા તેથી ગીતા દત્ત માથું ખાવા લાગી. જિંદગીથી કંટાળીને ગુરુ દત્તે ઊંઘની ટીકડી લઈ આપઘાત કરેલો. જગતભરમાંથી એક જ તારણ મળે છે કે વૃદ્ધાવસ્થાથી કંટાળીને આપઘાત કરનારા કરતા જુવાનીમાં મળેલી પ્રેમની કે ધંધાની નિષ્ફળતા આપઘાત કરવા વધુ પ્રેરે છે. આપઘાત કરવાનો વિચાર કરનારને ઉદેશીને મહાન લેખિકા-કવિયત્રી ડોરોધી પાર્કરે સરસ પ્રેરણાત્મક કાવ્ય લખેલું. અરે લગભગ કટાક્ષ કરે છે.
‘‘એલા ભાઈ તારે મરવું છે? તો તું જરા જો. છરો કે પેટમાં ભરાવવાથી પીડા થશે એના કરતાં અત્યારની જીવનની પીડા સારી છે. નદીમાં કે દરિયા ડૂબવું છે. પણ તે સહેલું નથી. જીવ જશે તેવી ખાતરી નથી. એસિડ પીડા તો તે ખૂબ જલદ હોય છે. ઊંઘની ટીકડી ૯૦ ટકા ફેઈલ જાય છે. ગેસથી ગૂંગળાઈને મરવું દુષ્કર છે. તો પછી એમ જ કરને અત્યારે જે જીવન છે તે આ બધા મરવાના રસ્તા કરતાં ઓછું પીડાદાયી છે! એટલે જીવ! જીવ્યે જા. જરૂર જીવવાનું અઘરું તો છે જ, પણ મરવા જેટલું તો નહીં જપ્ત’! હું માનું છે કે આપઘાતનો વિચાર રિપીટ કર્યા કરો તો જરૂર આપઘાત કરશો જ. પશ્ચિમના દેશોમાં તો આજકાલ ઈચ્છામૃત્યુ કે સ્વિત્ઝરલેન્ડ અગર બીજા યુરોપના દેશોમાં જયા મોટી સંસ્થાઓ આપઘાત કરાવી આપે છે (યુથેનેશિયા) તેના કરતાં જિંદગીને ટકાવી રાખવા ભારતીય પુરાણોમાં મહામૃત્યુંજય મંત્ર આપ્યો છે. તેનો તરણોપાય તરીકે રટણ કરો.
ઓમ ત્રયંબકમ્ યજા મહે, સુગંધીમ્ પુષ્ટિ વર્ધનમાન
ઉર્વારૂકમીવ બંધનાત્, મૃત્યોમોક્ષ્યમામૃતાત
આ મહામૃત્યુંજય મંત્રનો અર્થ આવો છે:-
‘‘હે ત્રણ ભુવનના નાથ, ભગવાન શંકર! અમે તારી શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ. તારા ઉપર સુગંધની વર્ષા કરીને અમેય સુગંધિત થઈએ છીએ. અમે તને પ્રાર્થના કરીએ છીએ કે આ શરીરરૂપી બંધનમાંથી અમને મુક્તિ આપ. અમે કદી જ મૃત્યુના ભયથી ડરીએ નહીં, તેવા હિંમતવાન બનાવ!’’ ખરેખર તો આ મંત્રનો ભાવાર્થ સમજવાનો છે. મૃત્યુથી ડરવું નહીં. માણસોની ક્રૂરતા સામે ડરવું નહીં.
અપમાન, અવહેલના, કે આપણી પ્રગતિની કોઈ રૂકાવટ કરે તેનો હિંમતથી સામનો કરવો. સ્વામિ શિવાનંદના એક વડા શિષ્ય સ્વામિ વિષ્ણુ દેવાનંદ સરસ્વતીનો કેરળમાં આશ્રમ છે. તેમણે મેડિટેશન અને મંત્રજાપ ઉપર પુસ્તક લખ્યું છે. તેમને હું મળવા ગયેલો. તેમણે મને કહેલું કે ‘‘વારંવાર કોઈ પણ મંત્ર રટવાથી એ મંત્રના શબ્દોને તમે જ બળ આપો છો. આપણે જ આપણી અંદર જે ચેતના છે- દિવ્યતત્વ છે તેને જગાડવાનું છે. મનુભાઈ ગઢવી મરણ પહેલાં મને મારે ઘેર મળવા આવેલા. તેમણે સરસ વાત કરેલી કે ‘‘શરીરમાં જ્યાં જ્યાં ચેતના અટકે છે કે જ્યાં જ્યાં પ્રાણવાયુ કે રક્તાભિસરણ અટકે છે ત્યાં રોગ થાય છે. એટલે માણસે સતત પોતાની ચેતના જગાડતા રહેવું જોઈએ. નહીંતર જે જે અંગમાં ચેતના અટકે ત્યાં રોગ થાય છે.
મને સ્વામિ સિચ્ચદાનંદે મહામૃત્યુંજયનો મંત્ર કહ્યો ત્યારે મેં મારી રીતે તેનો અર્થ લીધો હતો. ‘‘મૃત્યુ એ ડરવા જેવી ચીજ નથી. વળી કોઈ પણ જાતના ભયથી ડરવાને બદલે આપણી પોતાની દુષ્ટ વૃત્તિઓ જ ડરવા જેવું છે. ભય ખરાબ ચીજ છે. ભયને કાઢી નાંખો, તમે પોતે જ તમારી ચેતનાને (કોન્સીયસ) જગાડૉ. ચેતના ક્યારે જાગે? સર્વજનો પ્રત્યે પ્રેમ દર્શાવો અને તમારી પોતાની ચેતના જગાડૉ.
આ ચેતના વળી શું નવતર ચીજ છે? ચેતના એટલે બીજું કાંઈ નહીં પણ જ્યારે આપણને સંપૂર્ણ ખાતરી થાય કે આપણે પોતે બધી રીતે સાિત્વક બન્યા છીએ અને કોઈ પ્રત્યે દ્વેષ નથી કે કશી જ ચીજથી ડરતા નથી. ત્યારે આપણી ચેતના જાગી ગણાય. હું તેને છઢ્ઢી ઈિન્દ્રય જાગી એમ કહું છું. આજે માણસ શરીર કરતાં મનથી વધુ બીમાર છે. ભય, ઇર્ષ્યા, સ્પર્ધા, ચિંતા, ધનનો લોભ, કીતિgનો મોહ એ બધી જ ઊંધે લઈ જનારી વૃત્તિઓ છે અને ચેતનાને મારનારી છે. મૃત્યુ તરફ આપણને ધકેલવાની આપણી પોતાની જ જાણે સાજીશ છે - કાવતરું છે. રશિયન કવિ ડૉ. સર્જી યસેનીને બહુ કડવું સત્ય કહેલું કે ‘‘ઈન ધીસ લાઈફ ઈઝ નોટ ડિફિકલ્ટ ટુ ડાઈ, ઈટ ઈઝ મોર ડિફિકલ્ટ યુ લીવ.’’
ઘણું ખરું સત્ય છે. જો તું હાથે કરીને મરવા વિચાર કરે તો તું બાયલો છે. મરવામાં બહાદુરી નથી. મરવું તો સાવ સહેલું છે. જીવવું જ કપરું છે. એટલે જે બહાદુર માનવ હોય તે કપરું કામ પસંદ કરે છે. છેલ્લે હમણાં જ રાષ્ટ્રસંઘ તરફથી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી વિચિત્ર તારણ આવ્યું છે કે સ્ત્રીઓ કરતાં આજકાલ પુરુષો વધુ આપઘાત કરે છે!
છેલ્લે મને જે વાત કંપાવે છે અને હલબલાવે છે તે એ વાત છે કે જીવન વ્યવહારમાં આપણે બે નંબરિયા બની ગયા છીએ. કોઈને શુદ્ધ-નિર્મળ પ્રેમ કરી શકતા નથી. પ્રેમ કરો ત્યાં પરણી શકતા નથી. રડવું હોય ત્યારે મનમૂકી રડતા નથી. હસવું હોય ત્યારે મુકતમને હસતા નથી. આપઘાત બાબતમાં હા, તમે આપઘાતને પાપ સમજો છો અથવા તો આપઘાત કરવાની હિંમત નથી તો ફરીથી છેલ્લે તારણ રિપીટ કરું છું તો પછી જિંદગીને મોજથી જીવ્યે જાઓને?

અકાળે સફેદ થતા વાળને કાળા કરવા અજમાવો કારગર ઉપાય!
(તસવીરોઃ પ્રતિકાત્મક)
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અમુક ઉંમર બાદ વાળા સફેદ થવા તે કુદરતી પ્રક્રિયા છે, પણ અત્યારે નાની ઉંમરમાં યુવાનવયે છોકરા છોકરીઓના વાળ સફેદ થઈ જાય છે. તેની પાછળ જવાબદાર છે ખાનપાનની ખોટી આદતો. નાની ઉંમરમાં સફેદ વાળને કારણે ઘણી વખતે શરમમાં પણ મુકાઓ તેવુ બને છે. જો કે વાળ અકાળે સફેદ થઈ જવા પાછળ અનેક કારણો જવાબદાર છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવો હોય તો અજમાવી લો અહીં આપેવા ઘરેલુ અને સસ્તા ઉપાયો. આ ઉપાયો તમારા અકાળે સફેદ થતા વાળને અટકાવશે. જે વાળ સફેદ થઈ ગયા છે તેને પણ કાળા બનાવી દેશે.
- તાજા આમળાના રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.
- મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.
- ભૃંગરાજ અને અશ્વગંધાના મૂળીયા વાળ માટે વરદાન સ્વરૂપ માનવામાં આવે છે. આનું પેસ્ટ નારિયેળના તેલમાં મિક્ષ કરી વાળમાં લગાવવું અને એક કલાક બાદ નવશેકા પાણીથી વાળને ધોઈ નાખવા. આનાથી વાળને પોષણ મળશે, વાળમાં કંડિશનિંગ થશે અને વાળ કાળા બનશે.
- ત્રિફલા, નીલ અને લોખંડના ચુરાને 1-1 ચમચી લઈને ભૃંગરાજના છોડના રસમાં મિક્ષ કરી રાતે લોખંડના વાસણમાં પલાળી દેવું. સવારે તેને વાળમાં લગાવી લેવું અને વાળ સુખાઈ જાય ત્યારબાદ પાણીથી તેને ધોઈ લેવું. આ ઉપાય કરવાથી સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જશે અને વાળ હેલ્ધી થશે.
- સરસિયાના તેલમાં મીઠા લીમડાના પાનને સારી રીતે ઉકાળીને તે તેલ ઠંડું થયા પછી વાળમાં લગાવવાથી વાળ સફેદ થશે નહીં. આ સિવાય તલ ખાવો અને તલના તેલથી વાળમાં માલીશ કરો. તલનો પ્રયોગ વાળને કાળા કરવામાં વધારે મદદ કરે છે.
- ચણાના લોટ અને દહીંના મિશ્રણથી વાળ ધૂઓ. સફેદ વાળ કાળા થવા લાગશે. વાળમાં ઘીથી માલિશ કરવાથી પણ વાળ સફેદ થતાં અટકે છે અને વાળ લાંબા તથા કાળા થવા લાગે છે. આ સિવાય શીશમનું તેલ અને ઓલિવ ઓઈલને દૂધીના જ્યૂસમાં મેળવી લો, તેને વાળના મૂળમાં લગાવો, લગભગ એક કલાક પછી વાળ ધુઓ. આ પ્રયોગ વાળને સફેદ થવાથી અટકાવે છે.
- સફેદ વાળને ક્યારેય પણ ખેંચી ન કાઢો, એમ કરવાથી સફેદ વાળની સંખ્યા વધી જાય છે. સફેદ વાળ કાઢવા હોય તો કાતરથી કાપી લો કે તેને કાળા કરવાનો ઉપાય કરો. વાળ ધોતા પહેલા માથામાં ડુંગળીનું પેસ્ટ લગાવો જેથી આ ઉપાયથી સફેદવાળ કાળા થવા લાગશે.
- તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલ મિશ્રણમાં એટલુ નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ કરવાથી વાળ કાળા રહે છે.
- જાસૂદના ફૂલ અને આમળા, એકી સાથે કૂટી-પીસીને લૂગદી બનાવો, તેમાં એટલું જ લોખંડનું ચૂર્ણ મેળવીને પીસી લો. તેને વાળમાં લગાવી સૂકાયા પછી ધોઈ નાંખો. આવું કરવાથી વાળ સફેદમાંથી કાળ અને સુંવાળા થવા લાગશે.
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

– અનિલ ચાવડા
Osho- Move once a year for a few days to the hills, to the desert,
where there is nobody, only you,
and see yourself
as you are.
Osho- Is jeevan ko antim nahin maan lena. Ise eak avsar, eak mauka bana lo, taki tum aur gahere jeevan ko, param jeevan ko pane ki disha me kadam rakh sako.
Osho - Zarathustra says, "As long as men have existed, man has enjoyed himself too little: that alone, is our original sin !" you have such an infinite capacity to enjoy the whole rainbow of pleasures, Happinesses, joys and blessings.
But all the religions have been telling you: RENOUNCE pleasures, RENOUNCE life, live as minimally as possible. Dont live, just survive.
So even though man has enjoyed a little, there was fear; it was always half hearted, he was never TOTAL in it, he never got lost into it. And whenever you enjoyed knowing perfectly well that you are committing a sin and you are paving a path towards hell.
And remember that a man who has not enjoyed at the maximum, at the optimum, will not know what is virtue, will not know the significance and the beauty of existence. He will remain ignorant, he will remain psychologically sick - bcoz your whole nature is demanding pleasure and your mind, contaminated by the priests, is holding you back.
Osho-Ham atit ko, murdon ko uthakar
firte rahte hain.
Ham parampara ko, shashtron ko chhati se lagakar baith jate hain. Ab to jago, iske pahle ki der ho jaye.

ખરી સમજદારી – ડૉ. આરતી જે. રાવલ
ગુજરાતનાં એક જાણીતા શહેરની ખુબજ પ્રખ્યાત સરકારી મેડીકલ કોલેજ સાથે સંલગ્ન જનરલ હૉસ્પિટલનાં દાંતનાં વિભાગ (ડેન્ટલ ઓ.પી.ડી.)નાં ઘડિયાળમાં સવારનાં દસ વાગ્યાનું ભાન કરાવતા કાંટાઓ દોડી રહ્યા હતા. ઓ.પી.ડી. દર્દીઓથી છલકાઈ રહી હતી. આજે ઓ.પી.ડી.માં દર્દીઓ તપાસવાનો વારો મારો હતો. મારી ક્ષમતા મુજબની સારવાર અંગેની માહિતી હું શક્ય તેટલી ધીરજથી દર્દીઓને પીરસી રહી હતી. એવામાં એક દંપતિ પોતાની પંદર વર્ષની દીકરીનાં દાંત અંગે મારી સાથે માથાકૂટ કરી રહ્યું હતું…
“મેડમ, કઈ પણ કરો, પરંતુ અમારી છોકરીનાં દાંત સીધા કરી આપો, પાંચ વર્ષ પછી તેના લગ્નનું ગોઠવવું હોય તો કેટલી તકલીફ પડે! આવા આડા-અવળા, વાંકા-ચૂકા દાંત સાથે તેનો દેખાવ કેટલો ખરાબ લાગે છે… હવે તો તાર (વાયર) બાંધીને દાંતને સીધા, એક લાઈનમાં કરી શકાય તેવી સારવાર બધે થાય છે ને?” લાચારીભરી આંખોને સાથ આપતી જીભે આ શબ્દો મારા કાનમાં રેડ્યા. હવે દંપતિને પોતાની દીકરીનાં લગ્નની ચિંતા સતાવી રહી હતી, અને વાત સાચી પણ હતી, ઉપરનાં જડબામાં આગળનાં દાંત એ હદે બહાર નીકળી ચૂક્યા હતા કે બે હોઠનું મિલન લગભગ અશક્ય હતું, જે ઘણું ખરાબ દેખાઈ રહ્યું હતું…
મેં મારાથી બની શકે તેટલી સરળ ભાષામાં સમજાવવું શરુ કર્યું,“જુઓ, મારી વાત સમજવાની કોશિશ કરો. તમારી દીકરીની સમસ્યાનો ઉકેલ કહો કે દાંતની સારવાર, ફક્ત એક જ પ્રકારનાં નિષ્ણાંત ડૅન્ટિસ્ટ (દાંતનાં ડૉક્ટર) કરી શકે અને તે છે – વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટ (નિષ્ણાંત) ડૅન્ટિસ્ટ. જેમને અંગ્રેજીમાં ઑર્થોડૉન્ટિસ્ટ (Orthodontist) કહેવાય. હું તો દાંતની આજુબાજુ આવેલા પેઢાનાં રોગોની નિષ્ણાંત (પાયોરિયા સ્પેશ્યાલિસ્ટ) છું. તેથી આ પ્રકારનાં દાંતની સારવાર મારાથી થઇ શકે નહિ. તદુપરાંત, આ એક મેડીકલ કોલેજ છે, ડેન્ટલ કોલેજ નથી. આથી, દાંતની સારવાર માટેનાં વિવિધ સ્પેશ્યાલિસ્ટ જેવાકે ચોકઠાં બનાવવાનાં સ્પેશ્યાલિસ્ટ, વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટ, નાનાં બાળકોના દાંતના સ્પેશ્યાલિસ્ટ વગેરે અહીં તમને મળશે નહિ. જો તમારે તમારી દીકરીની સારવાર કરાવવી હોય અને તે પણ નજીવા દરે, તો અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાંતની મોટી હૉસ્પિટલ છે. ત્યાં લઇ જાઓ. પરંતુ દાંત પર વાયર (બ્રેસીસ) બાંધવાની સારવાર લગભગ દોઢથી બે વર્ષ ચાલે છે, એક મહિનામાં એકથી બે વાર બતાવવા જવું પડે…”
દાંત પરનો મારો ટૂંકો નિબંધ પૂરો થયો, તે સાથે જ તે દંપતિની રજૂઆત ચાલુ થઇ, “પણ અમારાથી તો આટલી બધી વખત અમદાવાદનાં ધક્કા થાય નહિ, ને પોષાય પણ નહિ, મેડમ, તમે જ આવું કરશો, તો અમે ક્યાં જઈશું? ખાનગી દવાખાનામાં પૂછી આવ્યા, તેઓએ તો એટલી તગડી સારવારની ફી કહેલી કે સાંભળીને તમ્મર આવી જાય. કંઈક કરી આપો તમે… મહેરબાની કરો…” હવે મેં થોડી અલગ રીતે સમજાવવાનું શરૂ કર્યું,“તમે દરજી પાસે જઈને એવું પૂછો કે તમેં ચંપલ સાંધી આપો કે નહિ અથવા તો તમે આંખનાં ડૉક્ટર પાસે જઈને કહો કે તમારો કાન તપાસી આપે તો ખરેખર તે ડૉક્ટર એવું કરી શકે? ના કરી શકે. એવી જ રીતે આ પ્રકારની સારવાર અહીં શક્ય નથી…” હવે મારી ધીરજ ધીમે ધીમે ખૂટવા લાગી હતી…
“એ બધી વાત તમારી સાચી, પરંતુ અમે ક્યાં જઈએ? એ બતાવો…” સ્ત્રીહઠ, બાળહઠ અને રાજહઠ વિષે અત્યાર સુધી વાંચેલું, સાંભળેલું હતું પરંતુ “દર્દીહઠ” કોને કહેવાય એ ફક્ત જો તમે ડૉક્ટર હોવ તો જ અનુભવી શકો…!!! એવો જ અનુભવ મને અત્યારે થઇ રહ્યો હતો… એક તરફ આ દર્દી પ્રત્યે દયા તેમજ સહાનુભૂતિનો અહેસાસ થઇ રહ્યો હતો, તો બીજી તરફ ગુસ્સાની લાગણી ઊભરાઈ રહી હતી… આ દર્દીને મારી એક પણ વાત ગળે ઊતરી રહી હોય એમ લાગતું નહોતું અથવા તો તે જાણવા છતાં માનવા તૈયાર નહોતું.

દર્દીનાં કેસપેપરમાં બધી વિગતો ભરી દીધા બાદ છેલ્લે “રીફર ટૂ ઑર્થોડૉન્ટિસ્ટ (વાંકા-ચૂકા દાંતનાં સ્પેશ્યાલિસ્ટનો સંપર્ક સાધવો) એવું લખીને મેં વચલો રસ્તો બતાવ્યો,“તો પછી તમે કોઈ ટ્રસ્ટનાં દાંતનાં દવાખાનામાં જઈને તમારી દીકરીની સારવાર કરાવી શકો…” ‘તમે જ સરનામું લખી આપો ને!!! તમારા જાણીતા ડૉક્ટર પર ચિઠ્ઠી પણ લખી આપો… ભગવાન તમારું ભલું કરશે… આટલી મદદ હવે કરી જ આપો…’ આંગળી આપતાં વીંટી પકડે, એવો અનુભવ પણ મને આ ક્ષણે થઇ જ ગયો… મારી નજર ફરીથી તે છોકરીનાં બહાર ડોકાઈ રહેલા દાંત પર ગઈ અને મેં નિર્ણય લઇ જ લીધો…
સરકારી દવાખાનાનાં દાંતનાં વિભાગમાં મને મદદનીશ પ્રાધ્યાપક તરીકે નોકરી મળી, એ પહેલા આ જ શહેરમાં દાંતની કોલેજ અને તેની સાથે સંલગ્ન દાંતની હૉસ્પિટલમાં હું સીનીયર લેકચરર તરીકે નોકરી કરતી હતી, જ્યાં મારે ફક્ત મારા વિષયનાં દર્દીઓ (પાયોરિયાનાં દર્દીઓ) ની સારવાર કરવાની હતી તથા ડેન્ટલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવવાનું રહેતું, ત્યાં વાંકા-ચૂકા દાંત વિભાગનાં એક ડૉક્ટર મિત્ર સાથે સારું ફાવતું, તેઓની સારવાર પણ અત્યંત સારી હતી. આ દર્દી માટે મેં તેમને ફોન કર્યો અને કહ્યું કે આ દર્દીની સારવાર તેઓ ટ્રસ્ટી સાથે વાત કરી થોડા ઓછા પૈસામાં કરી આપે. હવે તે દંપતિ સુખરૂપ, પોતાની દીકરી સાથે ઓ.પી.ડી. માંથી વિદાય થયા.
આ બધી જ ભાજંગડ મારા સાથી ડૉક્ટર (ડૉ. મેધાવી) ક્યારનાયે જોઈ રહ્યા હતા. થોડી મૂંઝવણ સાથે તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ઓ.પી.ડી. “પતે!” અને ક્યારે તેઓને પ્રશ્ન પૂછવાનો મોકો મળે… તેમના મનમાં ક્યારનોયે એ પ્રશ્ન ફૂટી રહ્યો હતો કે, “આ દાંતની હૉસ્પિટલ એટલે પેલી તો નઈ?” આખરે ઘડિયાળનાં કાંટાઓ પણ દોડીને વિરામ પામ્યા હોય તેમ ધીમી ગતિએ સરકતા હતા અને બપોરનાં એક વાગ્યાનો આદેશ આપી રહ્યા હતા… ઓ.પી.ડી. “પતી” ગઈ હતી, દર્દીઓ જૂજ પ્રમાણમાં બાકી રહ્યા હતા, જેમને જૂનિયર ડૉક્ટર્સ સંભાળી શકે તેમ હતા… હવે હું ડૉ. મેધાવીનાં કપાળ પર સ્પષ્ટપણે વંચાઈ શકે તેવા પ્રશ્નાર્થ ચિહ્નનનો જવાબ આપવા સજ્જ હતી…
આજથી બરાબર બે વર્ષ પહેલાની ઘટના હતી. યાદ કરતા જ મનમાં કડવાશ ભરાઈ જાય તેવી ઘટના. ડૉ. મેધાવી આ ઘટના વિષે પૂરેપૂરા માહિતગાર હતા, એટલે જ તેઓને આ પ્રશ્ન અકળાવી રહ્યો હતો… મારું મન તે ઘટનાને યાદ કરતું ભૂતકાળમાં સરી પડ્યું…
“ડૉ. આકાન્ક્ષા, તમે રાજીનામું આપી દો…” શહેરની ખ્યાતનામ ડેન્ટલ કોલેજનાં ટ્રસ્ટી ડૉ. યુવરાજ જાડેજા મને ઉદેશીને એવી રીતે કહી રહ્યા હતા જાણે તે ફક્ત પગમાં ચંપલ પહેરવા જેટલી સીધી, સરળ બાબત હોય!!! થોડી વાર સુધી મારાથી કંઈ જ બોલી ના શકાયું. ફક્ત એટલો વિચાર આવતો રહ્યો કે, વિદ્યાર્થીઓને આટલી સારી રીતે ભણાવવા છતાં, દર્દીઓની સારવારમાં કંઈ પણ પ્રકારની ગેરવર્તણુકનો અભાવ છતાં આ શબ્દો મને કેમ સંભળાવવામાં આવી રહ્યા હતા?
“સર, એની ડિસએપોઇન્ટમેન્ટ ફ્રોમ માય સાઈડ? (મારા તરફથી કોઈ પ્રકારની ભૂલ?)” આનાથી વધારે કશું બોલી ના શકાયું.
“No, No Doctor, તમે તો જાણો જ છો કે અત્યારે કોલેજને કેટલો લોસ થઇ રહ્યો છે, ફાઈનાન્શિયલ ક્રાઈસીસ ચાલી રહી છે, ઘણા ડૉક્ટર્સને આવું કહેવાની ફરજ પડી રહી છે, અમારા તરફથી… બટ, યુ ડોન્ટ વરી… તમે માસ્ટર ડીગ્રી કરેલી છે, આટલો શૈક્ષણિક અનુભવ છે, યુ કેન ગેટ બેટર જોબ એટ અનધર પ્લેસ (તમને બીજી સારી નોકરી મળી શકે તેમ છે). વી કેન નોટ એફોર્ડ મોર સ્ટાફ (અમને વધારે સ્ટાફ પોસાય તેમ નથી). તમારો કોઈ વાંક નથી, તમારૂ ટીચિંગ, પેશન્ટ હેન્ડલિંગ બધું સારું છે, પરંતુ તમે તમારા વિભાગનાં જૂનિયર સ્ટાફ છો… That’s why I have to do this…” ડૉ.જાડેજા શક્ય તેટલી નમ્રતા સાથે એવું સાબિત કરી રહ્યા હતા કે હવે તેમની કોલેજને મારી સેવાની જરૂર નથી… બાકી, ખબર તો કોલેજનાં બધા સ્ટાફને હતી કે કોઈ પણ પ્રકારની આર્થિક મુશ્કેલીમાંથી કોલેજ પસાર થઇ રહી નથી!!! થોડા સ્ટાફથી કોલેજ ચલાવી શકાય તેમ હોય તો વધારે સ્ટાફ રાખીને, આટલા બધા સ્ટાફને પગાર શા માટે ચૂકવવો? આવી ગણતરી સાથેનો પ્રસ્તાવ (કે આદેશ?) મારી સામે મૂકાઈ ચૂક્યો હતો. આ સાથે જ અન્ય ડૉકટરમિત્રો સાથે પણ આવું કરવામાં આવ્યું.
“મને થોડો સમય મળી શકે?” મેં વિનંતી કરી…
“તમે રાજીનામું આપો અથવા અમારે ટર્મિનેશન લેટર આપવાની ફરજ પડશે. આથી વધારે સારું તો એ જ રહેશે કે તમે રીઝાઇન કરી દો…” ડૉ. જાડેજાએ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.સંમતિસૂચક માથું હલાવીને હું કેબિનમાંથી બહાર નીકળી ગઈ…

ડૉ. મેધાવીએ મને પ્રશ્ન પૂછીને વર્તમાનમાં પાછી ધકેલી, “ આ એ જ ડેન્ટલ કોલેજ છે ને, જ્યાંથી તમને રાજીનામું આપવા માટે તમને ફરજ પાડવામાં આવેલી?”
“હા” મેં ટૂંકમાં પતાવ્યું.
“તો પછી તે ડેન્ટલ કોલેજનાં ટ્રસ્ટીઓ રૂપિયા કમાય તે હેતુથી પેલા દર્દીને ત્યાં મોકલ્યા?” મુખ્ય પ્રશ્ન હવે પૂછાયો હતો, જેમાં પ્રશ્નાર્થ ઓછુ અને કટાક્ષ વધારે હતો…
“બિલકુલ નહિ…” મેં ટૂંકમાં પતાવવાની કોશિશ કરી, પરંતુ ડૉ. મેધાવી મને છોડે તેમ નહોતા.
“જો તમે દર્દીને ત્યાં ના મોકલ્યા તો તમારામાં અને તે ટ્રસ્ટીમાં શો ફર્ક પડ્યો હોત એવું સાબિત કરવા જ ને?” હવે ડૉ. મેધાવી મારા મગજને ખોતરી રહ્યા હતા.
“એવું સાબિત કરવા પણ નહિ. ફક્ત અને ફક્ત એવું જતાવવા કે, ઘણા-બધા ડૉક્ટર્સ ગણતરીબાજ હોય છે, પરંતુ બધા ડૉક્ટર્સ ધંધાદારી દિમાગ નથી ધરાવતા અને એટલે જ ડૉક્ટર્સનો વ્યવસાય સેવા ગણાય છે, ધંધો નહિ. અમુક ડૉક્ટર્સને લીધે દર્દીનાં દિમાગમાં ખોટી સમજ થવી જોઈએ નહિ.” ડૉ. મેધાવી પોતાનું ટીફીન લેવા અંદર જતા રહ્યા, કદાચ તેમને પોતાનો જવાબ મળી ગયો હતો… ડૉ. મેધાવી વિચારી રહ્યા કે ગણતર વિનાનું ભણતર હમેશા નકામું હોય છે…
(પૂર્ણ)

(સત્ય ઘટના: પાત્રોનાં નામ બદલ્યા છે… ડૉ. આકાન્ક્ષાનાં મનમાં જરા પણ કડવાશ નથી તે ડેન્ટલ કોલેજ પ્રત્યે… સાચું જ કહ્યું છે “અવેરે જ શમે વેર, ન શમે વેર વેરથી…”)