Wednesday, 13 August 2014

દીક્ષાન્ત પ્રવચન – નારાયણ મૂર્તિ

મેં આજે થોડા વિચાર બાદ નક્કી કર્યું છે કે મારે મારા થોડા અનુભવો અને હું તેમાંથી જે થોડા પાઠ શીખ્યો છું, તે તમારી સાથે વહેંચવા. મારા જીવનમાં ઘટેલી કેટલીક અણચિંતવી ઘટનાઓએ અને મારી કારકિર્દી દરમિયાન ઉદ્દભવેલા કેટલાક સંઘર્ષોએ મારા ચારિત્ર્યને જે ઘાટ આપ્યો છે અને મારું તથા મારી કંપનીનું ભવિષ્ય ઘડ્યું છે, તે વિષે આજે હું તમારી સાથે વાત કરીશ.
પહેલી ઘટના છે આઈ. આઈ.ટી. કાનપુરના મારા કૉલેજ કાળની. એક સવારે, 1968માં અચાનક જ અમારી મુલાકાત અમેરિકાની એક ખ્યાતનામ યુનિવર્સિટીના વિદ્વાન કોમ્પ્યુટર વિજ્ઞાની સાથે ગોઠવાઈ. કોમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી અવનવી શોધો અને કેવી રીતે તે આપણા ભવિષ્યને બદલી નાખશે તે વિશે તે બહુ જ સ્પષ્ટતાથી અને ઉત્કટતાથી વાત કરી રહ્યા હતા. વાર્તાલાપથી અત્યંત પ્રભાવિત હું તરત જ લાઈબ્રેરીમાં ગયો, એમણે સૂચવેલાં ચારપાંચ રિસર્ચ પેપર વાંચ્યાં અને કોમ્પ્યુટર વિજ્ઞાનનો જ સઘન અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો. આ નિશ્ચય જ મને ભવિષ્યમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ઝંપલાવવા તરફ દોરી જવાનો હતો.
બીજી એક બાબત જેણે મારા પર બહુ ઘેરી અસર છોડી, તે 1974માં બન્યો. પેરિસથી મારા વતન મૈસુર પાછા ફરવા હું હીચહાઈકીંગ કરતો નીકળ્યો હતો. એક રાત્રે યુગોસ્લોવિયા (અત્યારનું સર્બીઆ)ના નિસ સ્ટેશનથી હું થોડા સમય પછી ગાડીમાં ચડ્યો. ડબ્બામાં એક છોકરી અને એક છોકરા સિવાય કોઈ નહોતું. હું છોકરી સાથે ફ્રેંચમાં વાતે વળગ્યો. ગાડી તે વખતે બલ્ગેરિયામાંથી પસાર થતી હતી. અને તે ત્યાંના સામ્યવાદના લોખંડી પડદા નીચે રહેવું એટલે શું તેનું દુઃખદ વર્ણન કરતી હતી. પરંતુ બન્યું એવું કે અમારી સાથેના પેલા છોકરાને લાગ્યું કે અમે બલ્ગેરિયાની સામ્યવાદી સરકારની વિરુદ્ધ કંઈ કાવતરું કરી રહ્યા છીએ, અને એણે તો ફોન દ્વારા પોલીસને ખબર આપી દીધી. પરિણામ ? પોલીસે મને ત્રણ દિવસ માટે આઠ બાય આઠની એક નાનકડી ઓરડીમાં ધકેલી દીધો, એમ કહીને કે આ તો તમે અમારા મિત્ર દેશ – ભારતના છો એટલે, નહીં તો તમને આથી વધુ કડક સજા મળત ! આ અનુભવે મને સામ્યવાદ વિષે ગંભીરતાથી વિચારતો કરી મૂક્યો. મને લાગ્યું કે ઉદ્યોગ સાહસો દ્વારા મોટેપાયે નોકરીની તકો ઉભી કરવી એ જ ગરીબી દૂર કરવા માટેનું એક માત્ર અસરકારક સાધન હોઈ શકે. એ બલ્ગેરીયન પોલીસને કારણે હું એક મુંઝાયેલા સામ્યવાદીમાંથી દઢ પણ અનુકંપાશીલ મૂડીવાદી બની ગયો !
ઉપરના બે અણચિંતવ્યા બનાવોએ જે તે બાબતે મારા વિચારને દઢ બનાવ્યા, તો હું હવે તમને કહું છું તે મારી કંપની ઈન્ફોસીસની સાહસિક મજલ દરમિયાન અગત્યના વળાંકો છે, જેણે મારી કંપનીના વિકાસને દિશા આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો. 1990માં અમારે ઈન્ફોસીસ બાબત એક અગત્યનો નિર્ણય લેવો પડે તેમ હતું. બેંગલોરની અમારી નાની ઓફિસમાં અમે ઈન્ફોસીસના સાતમાંથી પાંચ સ્થાપકો મળ્યા, એ નક્કી કરવા માટે કે બીજી એક મોટી કંપની દ્વારા અમારી કંપનીને 10 લાખ ડૉલરમાં ખરીદી લેવા માટે આવેલી લલચામણી ઓફર અમારે સ્વીકારવી કે નહીં ! નવ વર્ષની મહેનત અમને આટલા બધા પૈસા રળી આપતી હતી, એથી અમે આનંદિત તો હતા.
પણ મેં મારા યુવાન સાથીઓને પહેલાં બોલવા દીધા. બધાએ ચાર કલાક સુધી અત્યાર સુધીની યાત્રાના સંઘર્ષ અને ભવિષ્યના પડકારો વિષે પોતપોતાના અભિપ્રાયો આપ્યા. એમનો સામુહિક અભિપ્રાય ઓફર સ્વીકારી લેવા તરફ ઢળતો હતો એ મેં જોયું. છેવટે મેં બોલવાનું શરૂ કર્યું. 1981માં મુંબઈના એક નાના એપાર્ટમેન્ટમાં શરૂ કરેલું અમારું સાહસ કેટલા સંઘર્ષ પછી અહીં સુધી પહોંચવામાં સફળ થયું હતું તે વર્ણવ્યું. એ વખતે આવા ધંધાકીય સાહસો માટે અમારા ભારતમાં વાતાવરણ ખાસ્સું પ્રતિકૂળ હતું, ભવિષ્યના પડકારો ચોક્કસ ગંભીર હતા, પણ મેં મિત્રોને કહ્યું કે હું આ સમયને પ્રભાતના આગમન પહેલાની રાત્રિની જેમ જોઉં છું અને એમના દિલોદિમાગને ધક્કો આપતાં જાહેર કર્યું કે જો એ બધા કંપનીમાંથી પોતાનો ભાગ વેચી દેવા માંગતા હોય તો હું તે બધાના ભાગ એકલો ખરીદી લઈશ અને કંપની ચાલુ રાખીશ. જો કે મારી પાસે તે સમયે ખીસામાં એક સેન્ટ પણ ન હતો ! મારા મિત્રો શરૂઆતમાં મારી મૂર્ખતા પર આશ્ચર્ય બતાવતા રહ્યા, પણ આખરે એકાદ કલાકની મારી દલીલો પછી બધા મારા એ અભિપ્રાય સાથે સહમત થયા કે જો આપણે ખરેખર એક મહાન કંપની બનાવવી હોય તો આપણે વિશ્વાસપૂર્વક આશાવાદી બનવું જ રહ્યું. મને કહેતાં આનંદ થાય છે કે ઈન્ફોસીસે આજે 70000થી વધુ સારી નોકરીઓ ઊભી કરી છે, 2000થી વધુ ડૉલર કરોડપતિઓ અને 20000થી વધુ રૂપિયા-કરોડપતિઓ બનાવ્યા છે.
છેલ્લે, 1995નો એક રોમાંચક અનુભવ. મારા એક બહુ જ આકરા પણ બહુ મોટા ગ્રાહક સાથેની દિલધડક વ્યાપારી મંત્રણાઓનો. એમની પાસેથી અમને કમાણીનો 25% જેટલો મોટો હિસ્સો મળતો હતો, પણ કરારના રીન્યુઅલ વખતે એમણે ઘણી સખ્તાઈથી એવા નીચા ભાવો અમારી પાસેથી માગ્યા, અને તે પણ અમારા પ્રતિસ્પર્ધીઓને અમારી સમક્ષ એવી રીતે રૂબરૂ ખડા કરીને કે અમારે માટે આ કે તે નિર્ણય લેવો અત્યંત મુશ્કેલ બની જાય. સમયમર્યાદાના અંતિમ કલાકે અમારે હા કે ના માં જવાબ આપવાનો હતો. ત્યારે બધી જ આંખો મારા પર તકાયેલી હતી. મેં આંખો બંધ કરી, અમારી અત્યાર સુધીની યાત્રા ઉપર ક્ષણવાર વિચાર કર્યો. આ પહેલાં આવેલી આવી જ મુશ્કેલ પળોમાં કંપનીના લાંબાગાળાના હિત સિવાય મેં કશું જ ધ્યાનમાં લીધું ન હતું, તે ફરીથી મનમાં દઢ કર્યું અને વિનયપૂર્વક એમની ઓફર નકારી.
પણ મારે જે મુખ્ય વાત કરવી છે તે તો છે આ બધા બનાવોએ મને જીવનના જે અતિઅગત્યના પાઠ ભણાવ્યા તેની. 
પહેલું, અનુભવમાંથી શીખવા હંમેશાં તૈયાર રહેવું. તમે ક્યાંથી શરૂ કરો છો તે ઓછું અગત્યનું છે. તમે કેટલું અને કેવી રીતે શીખો છો તે, તમારા વિકાસના ગ્રાફને ઝડપથી ઊંચે ચડાવે છે. તમે ધારી ન હોય તેવી ઊંચાઈએ તમે પહોંચી શકો છો. જો કે બે શબ્દ ચેતવણીના.નિષ્ફળતા કરતાં સફળતામાંથી શીખવું કદાચ વધુ અઘરું છે, કારણ કે નિષ્ફળતા તો આપણને કારણો શોધવા પ્રેરે, પણ સફળતાથી તો આપણાં ભૂતકાળનાં બધાં પગલાં જાણેઅજાણે વ્યાજબી જ ઠરી જાય ! 
બીજી વાત અણચિંતવ્યા બનાવોની શક્તિની છે. આવા ન ધારેલા વળાંકો કે ઘટનાઓ વખતે તમે કેવી રીતે એ પરિસ્થિતિ સાથે સાવધાનીથી વિચારપૂર્વક પેશ આવો છો એ બહુ અગત્યનું છે. તમારા પોતાનાં વિચારપૂર્વકનાં તારણો કાઢો, તો આવી અણધારી પરિસ્થિતિઓ તમને વિકલ્પોની યોગ્ય પસંદગી દ્વારા નવાં શિખરો સર કરવામાં મદદ કરે છે. અલબત્ત, તમે કેવી માનસિકતા સાથે કામ કરો છો તે પણ એટલું જ અગત્યનું છે. 
મનોવિજ્ઞાની કેરોલ વેકે હમણાં જ એક શોધનિબંધમાં બતાવ્યું છે કે તમારી શક્તિઓ દૈવાધીન છે કે તેને વિકસાવી શકાય એ બાબતની તમારી પોતાની માનસિકતા કે માન્યતા બહુ મોટો ભાગ ભજવે છે. દૈવાધીન શક્તિની માન્યતા તમારામાં પડકારોથી દૂર રહેવાનું, નકારાત્મક બાબતોમાંથી શીખવા તરફ બેદરકાર રહેવાનું વલણ પેદા કરે છે, અને આવી વ્યક્તિ સામાન્ય જ બની રહે છે, ક્યારેય પોતાની પૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકતી નથી. સામે પક્ષે પોતાની ક્ષમતા વિકસાવી શકાય છે એમ માનનાર માટે સફળતાની શક્યતા ઘણી વધતી જાય છે.
છેલ્લે, જે આધાર પર અમારી ભારતીય આધ્યાત્મિક પરંપરા ઊભી છે, તેની હું વાત કરીશ. તે છે સતત જાગૃતિ અને આત્મપરીક્ષણ, જે વ્યક્તિને ખામીઓ તરફ આંગળી ચીંધે છે, આત્મવિશ્વાસ અને આધાર આપે છે, એનામાં દઢતા સાથે નમ્રતાના ગુણો ખીલવે છે, જેની સફળતામાં પણ વ્યક્તિ સૌજન્યશીલ બની રહે છે.
મિત્રો, હું આશા રાખું છું કે તમને તમારું ભવિષ્ય ઘડવાની તમારી પોતાની ક્ષમતા ઉપર વિશ્વાસ છે. હું માનું છું કે તમારા રાહમાં આવતા દરેક મોડ ઉપર તમે તમારી દિશા જાતે નક્કી કરવા જેટલા સક્ષમ બનશો, તમારી નિષ્ફળતાઓમાંથી શીખશો, અને સફળતાને ગૌરવપૂર્વક અને નમ્રતાપૂર્વક જીરવી શકશો. સાથે જ, એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખશો કે આપણે બધા આપણે પેદા કરેલી સંપત્તિના ટ્રસ્ટીઓ છીએ, માલિક નથી – કારણ કે મેં અને તમે બધાએ એવાં વૃક્ષોનાં ફળ ખાધાં છે, જે આપણે વાવ્યાં ન હતાં. એટલે, આપણી સંપત્તિનો ઉત્તમ ઉપયોગ એને આપણા ઓછા નસીબવંતા ભાઈબહેનો સાથે વહેંચવા સિવાય બીજો કોઈ નથી.
અમને નાખો જિંદગીની આગમાં ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
(સત્ય ઘટના)
પ્રચંડ અવાજે અમારા હેડમાસ્ટર શ્રી ભોથાભાઈ ગુરુજી અમને સૌને પ્રાર્થનાસભામાં કહી રહ્યા હતા, ‘યાદ રાખજો, જિંદગી આસાન નથી હોતી. એને આસાન બનાવતા આવડવું જોઈએ ! સંજોગો હંમેશાં અનુકૂળ ન પણ હોય, એને અનુકૂળ બનાવવા પડે. એ માટે ઝૂઝવું પડે તો ઝૂઝવાની તૈયારી પણ રાખજો, પરંતુ ક્યારેય નાસીપાસ ન થતા. પેલી કવિતાની પંક્તિઓ હંમેશાં યાદ રાખજો કે :
અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં !
દરેક વિદ્યાર્થીને મારી વિનંતી છે કે આ વાક્યો પોતાના મનમાં કોતરી રાખે…..’ એમની અસ્ખલિત વાણી અમારા મનમાં ઊંડેઊંડે હિંમતના છોડવાઓનાં અદશ્ય બીજ રોપી રહી હતી. અમે સૌ જિંદગીના સામટા ઝંઝાવાતો સામે ઝૂકી ન જઈએ એ માટે ભોથાભાઈ ગુરુજી જાણે કે અત્યારથી જ અમારી હિંમતના પાયામાં પ્રેરણાના શબ્દોનું પોલાદ ભરીને એક નક્કર માળખું ઊભું કરી રહ્યા હતા. અને સાચ્ચે જ ! એવું જ બન્યું બધું. મારા કિસ્સામાં તો એમ જ થયું. જિંદગીએ અવનવા ખેલ તો પહેલેથી જ દેખાડ્યા હતા, પરંતુ મારા બારમા ધોરણથી તો એણે મુસીબતોનો પટારો જ જાણે કે ખોલી નાખ્યો હતો. એમ.બી.બી.એસ.નાં વરસોમાં એણે મને કરી શકાય એટલો હેરાન કરવાની ભરપૂર કોશિશ કરી હતી, પરંતુ ગળથૂથીમાં જ મુસીબતો પીને મોટા થયેલા અમને એ બધું હેરાન જરૂર કરતું, હલબલાવી નાખતું, પરંતુ અમને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનું એમનાથી શક્ય નહોતું બન્યું.
1983ના ફેબ્રુઆરીની પહેલી તારીખથી મારી ઈન્ટર્નશિપ શરૂ થઈ. પ્રથમ ટર્મના ત્રણ મહિના મેં મારા જ ગામમાં આવેલી અમરગઢ ટી.બી. હૉસ્પિટલમાં ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું હતું. જે ગામની ધૂળમાં રગદોળાઈને હું મોટો થયો હતો એ જ ગામમાં ડૉક્ટર થઈને આવવાનો એક અનેરો આનંદ મારા મનમાં થતો હતો. ઘરનું, બહારનું વાતાવરણ એ જ હતું. પરંતુ દિવસો સરસ રીતે પસાર થતા હતા.
માર્ચ મહિનાની આખર તારીખો ચાલતી હતી. એક સાંજે અમે સૌ વાળુ કરીને બેઠા હતા. અલકમલકની વાતો ચાલી રહી હતી ત્યાં જ મારાં બા બોલ્યાં :
‘ભાઈ, ઓતરાદી (ઉત્તર તરફની) ભીંત હવે બહારની તરફ નમતી જાય છે. ઉપરનાં પતરાં પણ સડી ગયાં છે. લાગે છે કે આ વખતે ઈ વરસાદની ઝીંક નહીં ઝીલે. આવતું ચોમાસું હવે આ ઘરમાં નહીં નીકળે !’ અમારી વાતોમાં સોપો પડી ગયો. હું જમીન પર આવી ગયો. ડૉક્ટર બની જવાના આનંદમાં એ તો ભુલાઈ જ ગયું હતું કે હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. ઘર તો હજુ એ જ ઝૂંપડી છે. ફક્ત લાઈટ આવી ગઈ હતી, એટલું જ ! પરંતુ એને ટેકો આપતી દીવાલો કાચી માટીની જ હતી હજુ તો.
‘તો શું કરશું, બા ?’ મેં સવાલ કર્યો.
‘બીજું કાંઈ નહીં તો ઓતરાદી ભીંત તો પાડીને ફરીથી ચણવી જ પડશે. એમ કર્યા વિના છૂટકો જ નથી.’ બાએ કહ્યું.
એ પછી ઘરમાં વરસોથી અમે સૌ જેને બરાબર ઓળખતા હતા એ શાંતિ છવાઈ ગઈ. દરેક જણ જાણતું હતું કે ઓતરાદી ભીંત ફરીથી ચણવી જ પડશે અને દરેક જણ એ પણ સમજતું હતું કે એ કઈ રીતે ચણવી ? પૈસા તો હતા નહીં. મારું સ્ટાઈપેન્ડ મહિને ફક્ત 525 રૂપિયા હતું. એમાંથી વધી વધીને દોઢ હજાર ઈંટ આવી શકે. એનાથી વિશેષ કંઈ નહીં. પછી ચૂનો, સિમેન્ટ તેમ જ રેતી વગેરેના પૈસા ક્યાંથી કાઢવા ? એ પ્રશ્ને બધાને ચૂપ કરી દીધા હતા. એ શાંતિ ખાસ્સો વખત એમ જ જળવાઈ રહી. ઘણો વખત એમ જ વિચાર્યા પછી મારા મગજમાં ઝબકારો થયો. વડોદરામાં મારા એક ખૂબ નજીકના મિત્ર હતા. એમ કહી શકાય કે વડોદરામાં અમારા સુખદુઃખના સાથી હતા એ. જે સમયે ઘરમાં એક સ્કૂટર હોવું એ જાહોજલાલી ગણાતી હતી એ સમયે એમના ઘરે એક કાર અને બબ્બે સ્કૂટર હતાં. મોટો વૈભવશાળી બંગલો, આધુનિક ફર્નિચર, નોકરચાકર બધું જ એમને ત્યાં હતું. એમના માટે મને 2000 (બે હજાર) રૂપિયા આપવા એ ડાબા હાથનો ખેલ હતો. હું એમને મારા દિલથી એટલો નજીક ગણતો હતો કે એમની પાસે પૈસા માગતો કાગળ લખવામાં જરાય સંકોચ નહોતો થયો. અમારા માટે હોટલમાં સો-દોઢસો રમતમાં ખરચી નાખતા એ મિત્રને મેં મારી જરૂરિયાત અંગે અંતર્દેશિય પત્ર લખ્યો.
અમારા ગામમાં એ વખતે એક કૉન્ટ્રાક્ટર ભાઈ વીસ હજાર રૂપિયામાં બે રૂમ, ઓસરી અને રસોડાવાળું પાકું મકાન બનાવી આપતા હતા, પરંતુ એમને બે હજાર રૂપિયા ઍડવાન્સ આપવા પડતા હતા. બાકીના પૈસા હપતેહપતે ચૂકવી આપો તો ચાલે. અમે એમની પાસે જ નાનકડું ઘર બનાવી લેવાનો વિચાર કરતા હતા એટલે મારા મિત્રને મેં કાગળ લખ્યો એ પછીના અઠવાડિયા બાદ અમે વળતા કાગળ કે મનીઑર્ડરની રાહ જોવા માંડ્યા. રોજ બપોરે ટપાલીભાઈને જોતાં જ મારા ધબકારા વધી જતા. એ મનીઑર્ડર મળ્યા પછી જ અમે ઘરનું કામ શરૂ કરી શકીએ એમ હતા, એટલે અમારા બધાની હાલત એકસરખી જ હતી. દસમા દિવસ પછી તો સવારથી જ બધા વડોદરાની ટપાલની રાહ જોવા માંડતા. અગિયારમા દિવસે મેં લખેલો હતો એવો જ અંતર્દેશિય પત્ર આવી પહોંચ્યો. અમે હોંશેહોંશે એ પત્ર ખોલ્યો, પરંતુ મુશ્કેલીમાં પડેલા માણસનું ભાગ્ય હંમેશાં બે ડગલાં આગળ જ હોય એમ લાંબા અને પૂરેપૂરા લખેલા એ કાગળનો સાર હતો : હાલ પૈસાની વ્યવસ્થા થઈ શકે તેમ નથી !
દુકાળિયાને આખો અષાઢ કોરો જતો રહે અને જેવો શેરડો પડે, એવો જ શેરડો અમારા કાળજે પડી ગયો. ‘મોટા માણસોને મોટા ખરચા આવતા હશે’ એવું માનીને અમે તરત જ સ્વસ્થ થઈ ગયા. આમેય અમારી મિત્રતામાં શ્રીકૃષ્ણ ભગવાને સુદામાને આપેલું એવું કોઈ વચન તો મારા મિત્રે મને આપ્યું નહોતું ! પછી એમને દોષ દેવાનું કોઈ કારણ જ નહોતું. મેં મારા મનમાં લાગેલા આઘાતને પણ ખંખેરી નાખ્યો, પરંતુ એ સાથે જ ફરીથી પેલો યક્ષપ્રશ્ન અમારી સામે આવીને ઊભો રહી ગયો કે, ‘હવે ?’ યુધિષ્ઠિર સિવાયના પાંડવોની જે દશા યક્ષે કરેલી એના જેવી જ દશા અમારી પણ આ પ્રશ્ને કરી નાખી હતી. થોડા દિવસ અમને કોઈને હવે શું કરવું એ ન સૂઝ્યું. હું ડૉક્ટર બની ગયો હતો, પરંતુ હજુ ઈન્ટર્ની હતો. મને મળતાં 525 રૂપિયાના ભથ્થાથી એક પૈસો પણ વધારે કમાઈ શકું એમ નહોતો. ઈન્ટર્નશિપ પૂરી કરીને નોકરીએ લાગુ એ પછી ઘણા પૈસા મળી શકવાની શક્યતાઓ હતી, પરંતુ ઘરની ભીંત ત્યાં સુધી રાહ જોઈ શકે તેમ નહોતી. બીજા ત્રણથી ચાર દિવસ એમ જ નીકળી ગયા.
એ પછીની એક રાત્રે અમે બધાં બેઠાં હતાં ત્યારે અચાનક મેં કહ્યું, ‘આપણે સૌ જાતે જ આપણું ઘર ચણીને ઊભું કરીએ તો કેવું ? કૉન્ટ્રાક્ટર વગર પણ એ કામ થઈ શકે જ ! આપણા હાથે જ આપણે ચણીએ તો આ બધી માથાકૂટ તો નહીં. પૈસાની વ્યવસ્થા થઈ નહીં શકે એ તો આપણે જાણીએ જ છીએ. બોલો, છો તૈયાર ?’ બધાં થોડી વાર મારી સામે જોઈ રહ્યાં. પછી એકઅવાજે મારા સૂચનને સૌએ વધાવી લીધું. આમેય અમારામાંથી કોઈ રેશમી તળાઈઓમાં સૂવાવાળું તો હતું નહીં. બધાં જ ભોંય પથારીવાળા હતાં, એટલે તનતોડ મહેનત કરવાથી કોઈ ડરે કે પાછું પડે એવું તો હતું જ નહીં. એ રાત્રે જ અમે સાવ સાદા બે ઓરડા, ઓસરી અને રસોડાવાળા ગામઠી ઘરનો પ્લાન વિચારી લીધો. એનો વિસ્તાર પણ નક્કી કરી નાખ્યો. જૂના ઘરનાં પતરાં ઉતારી લીધાં. જૂના ઘરના રસોડા તરફનો ભાગ નવા ઘરની બધી દીવાલો ચણાઈ જાય એ પછી જ હટાવવો એવું નક્કી કર્યું, જેથી કરીને એ ધોમધખતા તડકામાં રસોઈ બહાર બેસીને ન બનાવવી પડે. ઓતરાદી દીવાલને તો ટેકો હટાવતા વેંત એ જમીનદોસ્ત બની ગઈ. બીજા દિવસે સોમવાર હતો. સોમવારની સવારથી પાયા ખોદવા એવું નક્કી કરી અમે સૌ સૂઈ ગયાં.
સવારે ઊઠીને હું મારી હૉસ્પિટલ ડ્યૂટી પર ગયો. બપોરે બાર વાગે દવાખાનેથી આવીને મેં જૂનાં કપડાં પહેરી લીધાં. 45 ડિગ્રી તડકામાં સૂર્યનારાયણના પ્રકોપથી બચવા માટે કપડું બાંધી લીધું. પછી ઉપરવાળાનું નામ લઈને ચૂનાથી ઘરના પાયા ચીતર્યા. લગભગ દોઢ વાગ્યાની આસપાસ મેં ત્રિકમ હાથમાં ઉપાડ્યું. હું અને અબુભાઈ નામના મારી બાના પિતરાઈ ભાઈ બંને ઝડપભેર ખોદવા માંડ્યા. પથરાળ જમીન હતી એટલે વધારે ઊંડું ખોદવાની જરૂર નહોતી અને આમેય ક્યાં અમારે બહુમાળી બિલ્ડિંગ ઊભી કરવી હતી કે ખૂબ ઊંડા પાયાની જરૂર પડે ! સાંજ સુધીમાં પાયા તૈયાર થઈ ગયા. રાતના વાળુ પછી, જમીનદોસ્ત થઈ ગયેલી જૂની દીવાલોમાંથી ઈંટો કાઢી, સાફ કરી એને જુદી ગોઠવવાનું કામ શરૂ કરી દીધું. એ કામ લગભગ રાતના બે વાગ્યા સુધી ચાલ્યું. એ પછી શરીરનો દુખાવો ન થાય એ માટેની ટીકડીઓ ખાઈને અમે સૂઈ ગયાં.
બસ, પછી તો એ જ રૂટિન બની ગયું. સવારે હું સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને ડૉક્ટર બની જાઉં અને બપોર પછી ગારો-માટી ખૂંદતો મજૂર ! ખાડા ખોદી માટી કઢાવી, એ માટીનું ગારિયું કરવું (માટી ચણવાના કામમાં આવી શકે એવી બનાવવી), ઈંટોને ધોવી અને પાણીથી સંતૃપ્ત કરવી વગેરે રોજનાં કામ બની ગયાં હતાં. થોડાઘણા પૈસાની ક્યાંકથી વ્યવસ્થા થાય તો અમે પાંચસો કે હજાર ઈંટ પણ ખરીદી લાવતા. શ્રી રાઘવભાઈ કરમશીભાઈ પટેલ કરીને એક ખેડૂતભાઈએ ઈંટો લાવવા માટે એમના ગાડાની સેવા વિનામૂલ્યે આપી હતી. એ ભાઈ એટલા તો ઉદારદિલ હતા કે ઈંટો પણ ઊંચકાવવા લાગતા. ઘરે આવી ગયા પછી ઊતરાવવામાં પણ મદદ કરતા. અમને આવું કંઈક નવું કરતા જોવાવાળા દરેકને અમારા જોમની અસર થાય એવું જ હતું. રાઘવભાઈ એમાંથી બાકાત રહી શકે તેમ નહોતા. આ બધા વચ્ચે મારા હાથ પણ ચણતર કામમાં ધીમેધીમે નિષ્ણાતનું સ્વરૂપ પકડતા જતા હતા. સવારે ટી.બી.ના દર્દીઓની છાતી ઠપકારીને તપાસ કરતા મારા હાથ, સાંજે ઈંટોને ઠપકારીને જોતા હતા. આઠમા દિવસે એક બીજી તકલીફ સામે આવીને ઊભી રહી ગઈ. ઈંટો ખૂટી ગઈ હતી. નવી ઈંટો લેવાના પૈસા નહોતા. જૂની દીવાલોમાંથી નીકળેલ ઈંટો અને થોડી ઘણી ખરીદેલી ઈંટો ખલાસ થઈ ગઈ હતી. એ સાંજથી અમે અવાવરુ જગ્યાઓએ પડેલ નધણિયાતી ઈંટો રખડીરખડીને એકઠી કરી. ગામના કુંભારના હૃદયે રામ વસી ગયા. ક્યારેય એકાદ રૂપિયાનું ઉધાર ન રાખતા ભાઈએ પૂરી એક હજાર ઈંટ અમને પૈસા પછી ચૂકવી દેવાના વાયદા સાથે આપી અને અમારું અભિયાન આગળ ચાલ્યું !
અને એમ કેટલાય ચડાવઉતાર પાર કરતા, જાત મહેનત ઝિંદાબાદ કરતા કરતા દસમા દિવસે ઘરનું ખોખું તૈયાર થઈ ગયું. મારા પ્લાન મુજબ, મારા હાથે ચણાયેલું, મારા ઓળિંભાની દોરીએ તૈયાર થયેલું એ માટી-ગારા-ઈંટનું ચણતર હવે ભીંતોનું સ્વરૂપ લઈને ઊભું રહી ગયું હતું. ઘરનું ખોખું તો તૈયાર થઈ ગયું, પરંતુ પેલો યક્ષપ્રશ્ન ફરીથી અમારી સામે આવીને ઊભો રહી ગયો કે ‘હવે ?’ ઘરના તૈયાર ખોખાને છાપરાથી ઢાંકવું તો પડે, પરંતુ જુના ઘરના વાંસડા, લાકડાં તેમ જ વળીઓ ઉપયોગમાં લીધા પછી પણ અડધા ઉપરાંતનું ઘર છાપરાં વગરનું રહી જતું હતું. નળિયાં પણ હજુ ખરીદવાનાં બાકી હતાં. આશરે દોઢથી બે હજાર રૂપિયાનો સામાન ખૂટતો હતો. અમે સૌ થોડાક હતાશ થઈ ગયા. ઘર બનાવવાનું શરૂ કર્યું એ પહેલા એક સાંધો અને તેર તૂટે એવો ઘાટ હતો. હવે લગભગ તેર સંધાઈ જવા આવ્યા હતા તો એક તૂટતું હતું.
એ સાંજે ફરીથી વાળુ પછી બધાં વિચાર કરતાં હતાં કે હવે શું કરવું. અચાનક મને વિચાર આવ્યો કે મારા એક મિત્રના પિતાજી જે પાલિતાણા ગામમાં વકીલ હતા એ મને મદદ કરી શકે. મેં વાત મૂકી, ‘હું પાલિતાણા જઈ આવું તો ? મારા મિત્રના પપ્પા ત્યાંના જાણીતા વકીલ છે અને ખૂબ જ સારા માણસ છે. એમની પાસે પૈસા માગી શકાય.’
‘આપશે ખરા ?’ બધાના મોઢામાંથી એકસાથે એક જ સવાલ નીકળી પડ્યો.
‘મારું મન કહે છે ના નહીં પાડે. એ ખૂબ જ સારા માણસ છે.’ આશાની દોરીએ લટકવાની મને ફાવટ આવી ગઈ હતી. બધાએ હા પાડી. જોકે એ સિવાય છૂટકો પણ નહોતો. બીજા દિવસે હું પાલિતાણા ગયો. મારા મિત્રના પિતાશ્રી એ વખતે પાલિતાણાના ખ્યાતનામ વકીલ હતા. એમણે મારી વાત સાંભળીને તરત જ એક હજાર રૂપિયા રોકડા કાઢી આપ્યા. મારા પરનો એમનો વિશ્વાસ જોઈને હું છક થઈ ગયો. એમની દરિયાદિલી પણ મને સ્પર્શી ગઈ હતી. સગા ભાઈઓને પણ સ્ટેમ્પપેપર પર લખ્યા વિના લોકો પૈસા નથી આપતા, તો આ તો મારા કોઈ જ સગા નહોતા થતા. એમની મદદથી હવે અમારું કામ નહીં અટકે, એવો વિશ્વાસ આવી ગયો. એમનો આભાર માની હું પાછો ફર્યો.
બીજા દિવસથી અમારું રગશિયું ગાડું પંથે પડ્યું. ઘરનાં છાપરાં માટે જરૂરી વાંસ, લાકડાં અને નળિયાં આવી ગયાં. ગામના મિસ્ત્રીની મદદથી છાપરું બની ગયું, પરંતુ હવે ઘરની ભોંયને ગાર-માટી વડે લીપવી કે લાદી નાખવી એ મૂંઝવણ ઊભી હતી. અંગ્રેજીમાં એક કહેવત છે ને કે : મુશ્કેલીમાં જે મદદ કરે એ જ સાચો મિત્ર ! (A friend in need, is a friend indeed !) આ વખતે મારા જ ગામનો મારો મિત્ર ઘનશ્યામ ભલાણી મારી વહારે આવ્યો. એના ઓળખીતાની ભાવનગર સ્થિત દુકાનમાંથી ખૂબ જ ઓછા ભાવે મોઝેઈક ટાઈલ્સ લેવડાવી આપી. વરસોથી ખરબચડી ગારમાં પડતા પગ હવે લાલ-લીલી મોઝેઈક ટાઈલ્સ પર પડવા લાગ્યા. એ પછી ગામડાની ખાસિયત પ્રમાણે દીવાલો પર આછો ભૂરો રંગ પણ લગાવાઈ ગયો. એ સાથે જ અમારું ઘર બની ગયું. અનિશ્ચિતતાના ઓથાર નીચે શરૂ થયેલું એ કાર્ય નક્કર સ્વરૂપ લઈને ઊભું રહી ગયું. મુશ્કેલીઓ એક પછી એક આવતી ગઈ, પરંતુ એના ઉપાયો પણ નીકળતા જ ગયા. કોઈક દરવાજો બંધ થતો લાગ્યો તો બીજો ખૂલતો ગયો. ઝીરો બૅલેન્સ સાથે શરૂ કરેલું એક મોટું કામ પૂરું થયું ત્યારે પણ બૅલેન્સ તો ઝીરો જ હતું !
એ પછીના દિવસે સાંજે ચારેક વાગે મારાં બા નવા ઘરના રસોડામાં માટીનો ચૂલો બનાવી રહ્યાં હતાં. અમે બધા નવી ચળકતી ટાઈલ્સ પર પાથર્યા વિના જ બેઠાબેઠા અમારા હાથમાં પડેલા ફરકોલા ગણી રહ્યા હતા.
‘એક ભીંતમાંથી આખું ઘર થઈ જાશે એવું નહોતું ધાર્યું હોં ! આટઆટલાં વિધન (વિઘ્નો) આવ્યાં તોય પાડ માનીએ ઉપરવાળાનો કે એણે આપણને પાર ઉતાર્યા ! અને ઘર બની ગયું.’ ચૂલો કોરતાં મારાં બા પાડોશમાંથી આવેલ બહેન જોડે વાત કરતાં હતાં.
‘અને તમે બધાય જબરા કહેવાવ, હાજુબહેન ! ખરી હિંમત કરી તમે બધાએ, નહીંતર આમ ઘર ન બને !’ અમારા ઘેર બેસવા આવેલ બાજુમાં રહેતાં પડોશી બહેન બોલ્યાં. એમની વાત સાંભળીને હું વિચારમાં પડી ગયો. એ જ સમયે મને પ્રચંડ અવાજે બોલતા અમારા હેડમાસ્તર શ્રી ભોથાભાઈ ગુરુજી યાદ આવી ગયા. જાણે અમને કહેતા ન હોય કે : ‘દરેક વિદ્યાર્થી હંમેશાં યાદ રાખજો કે….
અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં,
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં !’
(કાવ્ય પંક્તિના રચાયિતા : શ્રી શેખાદમ આબુવાલા)

 
 
 
 
હાલને તબક્કે મહિલાઓ એક છેડે પ્રોફેશનલ તરીકે કામ કરીને આત્મનિર્ભર બની છે તો બીજા છેડે ગૃહિણીને છાજે એમ પારિવારિક જવાબદારી પણ સુપેરે નિભાવે છે. પ્રોફેશનલ, તબીબ, કલાકાર, બિઝનેસમેન કે નોકરિયાત પુરુષ કામકાજ કરીને ઘરે આવે છે ત્યાર બાદ ઘરના કામકાજમાં જરા પણ મદદરૂપ થતો નથી. એની સરખામણીમાં સ્ત્રી, પ્રોફેશનલ હોય કે ગૃહિણી પરંતુ તેણે આબાલવૃદ્ધ સભ્યોની તમામ જરૂરત સંતોષવી પડે છે. આજે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લબ મેમ્બરશિપ, પેકેજ ટૂર વગેરેના રાફડા ફાટયા છે. તમામ પરિવારે સભ્યોની પસંદગી તથા બજેટને અનુરૂપ પાંચથી સાત દિવસનો બ્રેક લેવો અનિવાર્ય છે. 

પારિવારિક વૅકેશનનો સૌથી મોટો લાભ તમામ સભ્યોે શારીરિક અને માનસિક રીતે આનંદિત થાય એ છે. તાજેતરમાં ડૉ. અદિતિ શાહ, પ્રોફેશનલ પતિ મનોજ સાથે પૂજા અને વિરલ જૈન નામે અંગત મિત્રો સહિત તેમના સંતાનો કુદરતી સૌંદર્યયુક્ત કેરળ, મુનાર અને ટીકડીના પ્રવાસે ગયા હતા. મુનારસ્થિત ક્લબરિસોર્ટ પહોંચ્યા ત્યારે બાળકોએ હોલિડે એક્ટિવિટીઝની મજા માણવા સાથે ટેબલટેનિસ જેવી ઇન્ડોર ગેમનો પણ આનંદ માણ્યો. સાંજે કરાઉકે પર ગીત-સંગીતની મહેફિલ જમાવી. જેમાં ભૂલકાંઓથી લઇને વડીલવર્ગે પણ ઉત્સાહથી ભાગ લીધો. સાઇટસિઇંગના કાર્યક્રમ દરમિયાન પુન: મહિલાઓએ મુખ્ય ભૂમિકા ભજવી. નિયત સમયે નીકળવા પતિને ઉઠાડવા ઉપરાંત સંતાનોને તૈેયાર કરવાની સાથે કોલ્ડડ્રિંક અને નાસ્તાનું ભાથું સાથે લેવાની ફરજ મહિલાવર્ગે બજાવી. સાઇટસીઇંગ માટે તમામ લોકોએ ફરજિયાતપણે ચારેક કિ.મી. ચાલવું પડતું. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તેને લાભકર્તા લેખાય. બંને પરિવાર સ્વિમિંગ પુલયુક્ત સ્વતંત્ર વિલામાં રહેતા હોવાને કારણે સંતાનોને પ્રિન્સ અને પ્રિન્સેસ જેવી ફિલિંગ થઇ. 

પરિવાર માટે આ પ્રકારના બ્રેક જરૂરી છે. પર્યટન દરમિયાન બાળકો છૂટથી હરીફરી શકે અને મહિલાવર્ગને રોજિંદી પ્રવૃત્તિ કરવામાંથી મુક્તિ મળે એનું ધ્યાન રાખવું જરૂરી છે. જેને પરિણામે રિચાર્જ થઇને પુન: રોજિંદી પ્રવૃત્તિ કરી શકે. સામાન્યપણે સમાજમાં પુરુષ નિર્ણાયક વ્યક્તિની 
ભૂમિકા ભજવતો હોય છે. જેણે આવા બ્રેક દરમિયાન પત્ની અને સંતાનોને આનંદપ્રમોદ કરવા માટેની પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ. વધુમાં વૅકેશન દરમિયાન પરિવારના તમામ સભ્યોએ પોતાની નાનીમોટી જરૂરત માટે સ્ત્રીની મદદ લેવાનું ટાળવું જોઇએ. કારણ કે અન્યથા મહિલા માટે ઘર અને વૅકેશનમાં કંઇ તફાવત રહેતો નથી. 

પર્યટન સ્થળ દૂર હોય કે નજીક, કુદરતી સાંનિધ્યયુકત હોય કે વેરાન, ધાર્મિક સ્થળ હોય કે બીચ, પરંતુ ભારતીય મહિલા માટે વર્ષમાં ઓછામાં ઓછા બે બ્રેક લેવા જરૂરી છે. પરિણામે કુટુંબમાં પરસ્પર એકતા અને પ્રેમભાવ જળવાય છે અને એકમેકને માન-સન્માન આપે છે.




Your complaining attitude takes you away from your success. In fact it won't be wrong if I co-relate this with Newton's law that complaining and achieving success are equal in magnitude but opposite in direction. This means that the more you complain about your circumstances,the more you move away from your destination and vice-versa. 

On top of that, if you keep complaining, you will give birth to two more mental diseases which are 'blaming' and 'criticizing'. When you don't like your circumstances you start finding faults in people around you and then you start blaming and criticizing them for your failures. Hence all three diseases, complaining, blaming and criticizing strengthen their roots in your brain and eventually this negative attitude becomes your personality trait.
When you complain you waste your precious time. You build negative energy which piles up in your brain
 stealing your peace of mind leading to chronic psychological disorders hence it's a concrete physical, mental and emotional loss which is no way closer to any kind of benefit.




On the contrary, if you are a hard working soul, you believe in your skills instead of luck. You believe in the  power of Now. You believe in power of making things happen instead of waiting for things to happen. Your analytical skills give you the luxury to break down the bigger problem into smaller problems and then you start fixing each problem one by one, moving near to your ultimate goal slowly and steadily. 

So now is the time to decide whether you would like to live as a loser by complaining, blaming and criticizing OR live like a successful chap, the one who doesn't waste the time by looking in the past, the one who does not have a
 negative thought process, the one who is visionary and the one who once make a commitment then focuses on it all the way till the task is accomplished.


Complaining causes draining of energies and you are in position to lose your powers in this world of competition. 
યે જીના કોઇ જીના હૈ! (કેલિડોસ્કોપ)--- કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ

વૃ ક્ષની ડાળી ઉપરથી પાન ખરે એમ જિંદગીના દિવસો એક પછી એક ખરતા જાય છે. આપણે ક્યારેક આનંદથી વિભોર હોઈએ છીએ તો ક્યારેક દુઃખી હોઈએ છીએ, પણ ક્યારેક તો જાણે કશું જ હોતા નથી. ધમણ હવા લે છે છતાં એનામાં જીવન હોતું નથી એમ આપણે પણ શ્વાસ લેતા હોઈએ છીએ, પરંતુ જાણે કે આપણામાં જીવન જ હોતું નથી. એક ખાલી, પોકળ અવકાશમાં માત્ર શ્વાસ લેતા હોઈએ છીએ. સ્ટુઅર્ટ ચેઇઝ આવી અવસ્થાનો વિચાર કરીને એક પાયાનો પ્રશ્ન પૂછે છે, 'ખરેખર તમે જીવંત છો કે માત્ર શ્વાસના આધારે આ ધરતી પર ટકી રહ્યા છો?'
એક એવી રેખા છે, કદાચ અસ્પષ્ટ કે જેની ઉપર આપણે હોઈએ છીએ ત્યારે આપણે જીવંત હોઈએ એમ આપણને લાગે છે. એ રેખાની નીચે ડૂબેલા હોઈએ ત્યારે માત્ર શ્વાસના ટેકે આ નાશવંત શરીરને ટકાવી રાખતા હોઈએ એમ લાગે છે. ક્યારેક આપણે 'જીવીએ છીએ', ક્યારેક આપણે માત્ર 'હોઈએ છીએ'.
સ્ટુઅર્ટ ચેઇઝે કેટલીક અવસ્થાઓ બતાવી છે, જ્યારે માણસને પોતે 'જીવે છે' એવો અનુભવ થાય છે અને એવી બીજી કેટલીક અવસ્થાઓ બતાવી છે, જ્યારે એ માત્ર 'હોય છે.'
તમે 'જીવો છો' કે માત્ર 'છો'? એ અહીં આપેલા જમા અને ઉધાર પાસાંને જોઈને તમે નક્કી કરી શકો છો.
જ્યારે તમે કશું સર્જનાત્મક કામ કરો છો ત્યારે તમે તમારી જિંદગી જીવો છો. જ્યારે તમે લખો છો, ચિત્રકામ કરો છો, મકાન બનાવો છો અને એ કામને'તમે ચાહો છો' ત્યારે તમે જીવંત હો છો.
જ્યારે તમે પર્વત સામે ઊભા રહો છો અથવા પર્વત ઉપર ચડવાનો પ્રયત્ન કરો છો, સમુદ્ર સામે નજર કરો છો અને તારાઓ તમારા હૃદયના ધબકારા સાથે મળી જાય છે, કુદરત સાથે તમે ઓતપ્રોત થઈ જાઓ છો ત્યારે તમે જિંદગીને તમારામાં દોડતી અનુભવો છો.
જ્યારે તમે એકચિત્ત થઈને વાંચો છો, સંગીત સાંભળો છો, નૃત્ય જુઓ છો, કોઈ સુંદર મકાન કે પુલ જુઓ છો ત્યારે તમે તમારી જિંદગી સાથે એકરૂપ બની જાઓ છો.
પ્રેમ એ જીવ છે. જ્યારે તમે નિઃસ્વાર્થ પ્રેમ કરો છો ત્યારે તમે જિંદગી સાથે એકરૂપ બની જાઓ છો.
જ્યારે તમે નિઃસ્વાર્થ પ્રેમ કરો છો અને એ જ રીતે નિખાલસ પ્રેમ પામો છો ત્યારે તમે જીવનને પામી શકો છો.
જ્યારે તમે તન્મય થઈને વાત કરો છો અથવા કોઈ નવા કે જૂના વિચારની ચર્ચા કરો છો ત્યારે તમે જિંદગીની નજીક જવા પ્રયત્ન કરો છો.
જ્યારે તમને દુઃખનો ખટકો લાગે છે ત્યારે તમારા લોહીમાં જિંદગી ધબકવા લાગે છે. વેદના એ પણ જિંદગીનું એક રૂપ છે.
જ્યારે તમે ચાલવા નીકળો છો અને ચાલવામાં આનંદ અનુભવો છો ત્યારે તમે જીવંત હોવાનો અનુભવ કરો છો.
જ્યારે તમે બરફ ઉપર લસરો છો, પાણીમાં તરો છો, કારને દોડાવો છો અને એમાં આનંદનો અનુભવ કરો છો ત્યારે પણ ઘણી વાર જિંદગીનો આનંદ તમે લૂંટો છો.
જ્યારે તમને કકડીને ભૂખ લાગે છે અને પછી ખાવાનું શરૂ કરો છો અને તરસ લાગ્યા પછી તમારા હોઠને પાણીનો સ્પર્શ થાય છે ત્યારે તમે જિંદગીનો સ્વાદ માણી શકો છો.
દિવસ આખાના કામ પછી જ્યારે તમે ઊંઘમાં પડો છો ત્યારે તમે જિંદગીના ઝરામાં
ડૂબકી મારો છો. જે ઊંઘ તમને તાજગી આપે છે, એ ઊંઘ તમને જીવન આપે છે.
જ્યારે તમે દિલ ખોલીને હસો છો ત્યારે તમારા અણુએઅણુમાં જિંદગી હસી ઊઠે છે અને બીજી કેટલીક એવી અવસ્થાઓ છે જ્યારે તમે આ પૃથ્વી પર માત્ર ટકી રહો છો, પણ જીવંત હોવાનો અનુભવ કરી શકતા નથી.
જ્યારે તમે કામના બદલે ઢસરડો કરો છો ત્યારે તમે મૃત થઈ જાઓ છો. તમે ઓફિસમાં કારકુન હો અને જેની સાથે તમારે કશી જ નિસબત ન હોય એવા સરવાળા-બાદબાકી તમારે કરવાના હોય અથવા તો નિરર્થક વેઠ કરવાની હોય, દાઢી કરવાની હોય, કપડાં બદલવાનાં હોય, કશુંક સાવ એવું જે માત્ર તમારે કર્યા વિના ચાલે તેમ ન હોય માટે કરવાનું હોય અને એમાં તમને કોઈ રસ ન હોય, ત્યારે તમે મૃત થતા જાઓ છો.
ભૂખ વિના જમવાનું, તરસ વિના પીવાનું, આદતના જોરે ઊંઘવાનું માણસના પ્રાણને હરી લે છે.
કોઈ સામાજિક કાર્યક્રમમાં કશી ઊલટ વિના માત્ર ઔપચારિક હાજરી આપવાની હોય, મનથી નકામા લાગતા માણસો સાથે બેસવાનું હોય, નિરર્થક લાગતું ભાષણ આપવાનું હોય અને એવું જ સાંભળવાનું હોય ત્યારે તમે જીવનથી દૂર ખસતા જાઓ છો.
એકની એક વસ્તુઓ, ચહેરાઓ, શહેરો, દીવાલો, શેરીઓ માણસની સંવેદનાને બુઠ્ઠી કરી નાખે છે અને સંવેદના વિનાનું માણસનું જીવન એ જીવન નથી.
જ્યારે કોઈ ક્રોધ કરે, ઈર્ષા કરે, લોભ કરે ત્યારે એ અંધારી, નિષ્પ્રાણ ઊંડી ખાઈમાં પ્રવેશ કરે છે અને જીવન સાથેનો એનો સંપર્ક તૂટતો જાય છે.
આ બધી પરિસ્થિતિઓ માનવીના જીવનમાં આવે છે અને જાય છે. કોઈ વ્યક્તિ સતત એક જ સ્થિતિમાં રહી શકતી નથી. સંસારી મનુષ્ય હજારો પરિસ્થિતિઓથી ઘેરાયેલો રહે છે, પણ એણે સપાટીથી ઉપર તરતા રહેવાનો બને એટલો પ્રયત્ન કરવો જોઈએ. સ્ટુઅર્ટ ચેઇઝે બતાવેલી અવસ્થાઓ જેવી જ બીજી જીવંત અને મૃત અવસ્થાઓનો તમે અનુભવ કરી શકો અને તમારી પોતાની રીતે એનો ક્યાસ પણ કાઢી શકો છો. દિવસના અંતે, સપ્તાહના અંતે, મહિનાના અંતે, ક્યારેક એકલા બેસીને આપણે આપણા વીતેલા સમય પર અને વીતતા જતા સમય ઉપર નજર ફેરવી લેવી જોઈએ. આપણે એક જીવંત વ્યક્તિની જેમ જીવન વ્યતીત કરીએ છીએ કે નહીં એનો અંદાજ મેળવી લેવો જોઈએ. જો જિંદગીથી દૂર હડસેલાઈ રહ્યા હોઈએ, ડૂબતા જતા હોઈએ તો તરતા રહેવાની, જીવંત પરિસ્થિતિઓમાં પાછા ફરવાની કોશિશ કરવી જોઈએ. જે જીવનના અમૃત ઝરામાંથી અવારનવાર પાન કરે છે એ એની છેલ્લી પળ સુધી જીવનને જીવી શકે છે.

જિંદગી ધીમી ચાલ, હજુ ઘણાં કામ બાકી છે!

 
 
 
 
લાઇફ ઘડિયાળના કાંટા સાથે સતત આગળ વધતી રહે છે. લાઇફમાં સ્પીડોમીટર છે પણ બ્રેક નથી. લાઇફમાં પૂર્ણવિરામ નથી, માત્ર અલ્પવિરામ છે. લાઇફમાં એક જ વખત ફુલસ્ટોપ આવે છે અને એ પરમેનન્ટ હોય છે. અલ્પવિરામને અંગ્રેજીમાં કોમા કહે છે. માણસ'કોમા'માં હોય ત્યારે પણ લાઇફ તો આગળ વધતી જ હોય છે. એક માણસને એક્સિડન્ટ થયો. થોડા સમય માટે તે બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ત્યારે તેને કહેવાયું કે, તમે 'કોમા'માં હતા. તેણે હસીને કહ્યું કે એક્સિડન્ટ થયો ત્યારે તો મને લાગ્યું હતું કે હવે ફુલસ્ટોપ છે, થેન્ક ગોડ કે કોમા હતું. આજે મને સમજાય છે કે જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય એ પહેલાં ઘણાં કામો પૂરાં કરવાનાં છે. હવે હું મારાં કોઈ કામ આગળ કોમા નહીં રાખું અને બધાં કામ આગળ પૂર્ણવિરામ મૂકીશ. સપનાં અધૂરાં રહી ન જાય એ માટે તેને જલદીથી પૂરાં કરવાનાં હોય છે. મારે જીવવું છે, મારા લોકો માટે અને મારા પોતાના માટે. આપણે આપણાં લોકો માટે જીવતાં હોઈએ છીએ ત્યારે આપણે આપણાં માટે પણ જીવતાં હોઈએ છીએ.
તમે ક્યારેય તમારી જાતને સવાલ પૂછયો છે કે હું જીવું છું ખરા? પૂછી જાજો. જે જવાબ મળે તેના ઉપર ઊંડો વિચાર કરજો. સવારથી રાત સુધીના બિઝી શિડયુલમાં જિંદગી ક્યાંક ખોવાઈ તો નથી ગઈને? મોટાભાગે તો લોકો રોજિંદું કામ જ કરતા હોય છે,જિંદગી તો વચ્ચે ટુકડે ટુકડે જિવાતી હોય છે. જિંદગીના આવા ટુકડાને ભેગા કરીને નિરખવાનો પણ સમય આપણી પાસે નથી હોતો! સમય મળે ત્યારે જિંદગીના આ ટુકડાઓ ભેગા કરીને જોજો કે જિંદગી કેવી જિવાય છે? તમને તમારી જિંદગીથી સંતોષ છે?
આખી દુનિયા જાણે છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. છતાં કેમ કોઈ માણસ આજે જિંદગીનો છેલ્લો દિવસ હોય એ રીતે જીવતો નથી? તમને ખબર પડે કે આજે જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમે કઈ રીતે જીવો? આમ તો માણસ કાલે મરી જવાના છીએ એ ભયમાં જીવી જ ન શકે! સારું છે માણસને મોતની ડેટ ખબર નથી હોતી, બાકી એ જીવી જ ન શક્ત! હિસાબ જ કર્યે રાખત કે હવે કેટલો સમય બચ્યો છે. આપણને ખબર નથી કે હવે કેટલો સમય છે, આપણે તો એમ જ માનીને જીવતાં હોઈએ છીએ જાણે આ જિંદગી ક્યારેય અટકવાની જ નથી એટલે જ આપણે જિંદગી જે રીતે સરકતી હોય છે એ રીતે સરકવા દઈએ છીએ!
બે મિત્રો હતા. સેટરડેની સાંજે બંને મળ્યા. સન્ડેના દિવસનું પ્લાનિંગ કર્યું. કાલે ખૂબ મજા કરીશું. મિત્રએ કહ્યું કે ચાલ હવે હું જાઉં છું. બીજા મિત્રએ કહ્યું કે થોડી વાર બેસને. ચા પીને જા. બંનેએ સાથે ચા પીધી. છૂટા પડયા. બીજો મિત્ર ઘરે જતો હતો ત્યાં એનો એક્સિડન્ટ થયો. એ ડેથ બેડ પર હતો. થોડા શ્વાસ જ બાકી હતા. મિત્ર તેની પાસે હતો. તેનો હાથ હાથમાં લીધો. ડેથ બેડ પર રહેલા મિત્રએ ભાંગ્યાતૂટયા અવાજમાં એટલું જ કહ્યું કે, સારું થયુંને કે કાલે તારી સાથે ચા પીવા થોડીક મિનિટ રોકાઈ ગયો! હાર્ટબીટ બતાવતા મશીનમાં ફિગર ડાઉન થતા જતા હતા. જિંદગીની છેલ્લી ક્ષણોનું આ કાઉન્ટડાઉન જાણે મેસેજ આપતું હતું કે ડોન્ટ પોસ્ટપોન ગૂડટાઇમ! જીવવા જેવી ક્ષણોને મુલતવી ન રાખો. ન જાને કિસ ઘડી જિંદગી કી શામ હો જાયે!
એક મિત્રએ વોટસ એપ પર કોઈ શાયરની એક રચના મોકલી. આહિસ્તા ચલ એ જિંદગી, અભી કુછ કર્જ ચુકાના બાકી હૈ, કુછ દર્દ મિટાના બાકી હૈ, કુછ ફર્જ નિભાના બાકી હૈ, કુછ હસરતેં અભી અધૂરી હૈ, કુછ કામ ભી ઔર જરૂરી હૈ, ખ્વાહિશે જો ઘુટ ગઈ ઇસ દિલ મેં, ઉનકો દફનાના અભી બાકી હૈ. રફતાર મેં તેરે ચલને સે, કુછ રુઠ ગયે કુછ છૂટ ગયે, રુઠોં કો મનાના બાકી હૈ, રોતોં કો હસાના બાકી હૈ... આ વાંચીને વિચાર આવ્યો કે શું આપણા કહેવાથી જિંદગી એની રફતાર ઘટાડી દેવાની છે? ના. જિંદગી પાસેથી રફતાર ઘટાડવાની અપેક્ષા ન રાખો, તમે તમારી રફતાર વધારી દો. રડતા હોય તેને હસાવવાની, નારાજ હોય તેને મનાવવાની, પ્રેમ ઝંખતા હોય તેને પ્રેમ કરવાની અને તમારી રાહ જોતાં હોય તેની પાસે પહોંચી જવાની રફતાર વધારી દો. જિંદગી તો એની રફતાર છોડવાની જ નથી. એ તો સરકતી રહેશે અને આપણે અફસોસ કરતા રહીશું. એક કપલનાં મેરેજને દસ વર્ષ થયાં. એ બંને એક સંત પાસે આશીર્વાદ લેવા ગયાં. બંનેએ કહ્યું કે, અમારાં લગ્નને દસ વર્ષ થયાં. સંતે કહ્યું કે, સરસ. સંતે પૂછયું, આ દસ વર્ષમાં તમે કેટલું સાથે જીવ્યાં? સાથે મતલબ આખો દિવસ સાથે રહેવું એવો નથી, તમે સાથે હોવ ત્યારે એકબીજા સાથે જ હોવ છો? જરૂર હોય ત્યારે સાથે હોવ છો? સાથે હોવું અને સાથે હોવાનો અહેસાસ થવો એમાં ઘણો ફર્ક છે.
એક પતિ-પત્નીની વાત છે. પતિને કામ સબબ બહારગામ જવાનું થયું. બાળકોના અભ્યાસ માટે પત્નીએ વતનમાં રહેવું પડે તેમ હતું. પતિએ એક દિવસ લખ્યું. કેટલા બધા લોકો આ શહેરમાં છે છતાં શહેર કેમ ખાલી લાગે છે? તું નથી તો જાણે કોઈ નથી. કામ પરથી સાંજે ઘરે આવું છું. ઘર ખોલવાવાળું કોઈ હોતું નથી તોપણ હું ઘરે પહોંચી ડોરબેલ વગાડું છું. રાહ જોતી તું ઝડપથી દોડીને ખોલવા આવે છે એવું ફીલ કરું છું. ઘરમાં દાખલ થાઉં છું. તને હગ કરું છું. એવી જ રીતે જેવી રીતે તારી પાસે ઘરે આવતો ત્યારે કરતો હતો. ફર્ક એટલો જ છે કે ત્યાં હતો અને આવું કરતો ત્યારે આંખમાં ચમક આવી જતી અને હવે આંખો ભીની થઈ જાય છે! આંખમાં આંસુનું એક પડ છલકાય છે અને કેટલાં બધાં દૃશ્યો ત્યાં ઊમટી આવે છે. ગમે તે કરું તોપણ એ અહેસાસ કલ્પનાઓથી નથી આવતો જે તારી હાજરીમાં મહેસૂસ થાય છે. જીવું છું એવી રીતે કે તું સાથે છે પણ હવામાં દૃશ્યો રચવાં પડે છે. ટેરવામાં દુકાળ ઊપસી આવે છે અને ટેરવાના ચાસ આંખોની ભીનાશથી પુરાતા નથી. તારા હોવાનો મતલબ તું નથી હોતી ત્યારે સૌથી વધુ સમજાય છે.
રાહ ન જુઓ. રાહ જોવામાં ઘણી વખત બહુ મોડું થઈ જતું હોય છે. જિંદગીની દરેક ક્ષણ એક સરપ્રાઇઝ છે અને દરેક સરપ્રાઇઝ પ્લેઝન્ટ નથી હોતી. સારું સરપ્રાઇઝ હોય એને આપણે વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ કહીએ છીએ, સારું ન હોય એ સરપ્રાઇઝ આઘાત બની જતી હોય છે. જિંદગી જીવવી છે? તો જિંદગી ઉપર ભરોસો ન કરો. જિંદગી જીવી લો. અત્યારે અને આ ક્ષણે જ. જિંદગી તમને છેતરે એ પહેલાં તમે એને છેતરતા રહો. ઘણા લોકો પાસે બધું જ હોય છે, બસ જિંદગી નથી હોતી. ઘરે જવાની ઉતાવળ ન હોય એવા માણસની વેદના ચીસો પાડતી હોય છે પણ કોઈ એ ચીસો સાંભળતું નથી. તમને રોજ ઘરે જવાની ઉતાવળ હોય છે? જો આવું થતું હોય તો તમે નસીબદાર છો. કોઈ પ્રોમિસને પેન્ડિંગ ન રાખો, કોઈ વાયદાને અધૂરો ન છોડો, કોઈ ઇચ્છાને દબાવી ન રાખો. સમય દગાખોર છે, એનો જરાયે ભરોસો ન કરો. એ ક્યારેય જરાયે ધીમો કે આપણે કહીએ એમ ચાલવાનો નથી. એ તો એની રફતારથી જ ક્યારેક સીધી તો ક્યારેક આડી-ટેડી ચાલ ચાલતો રહેવાનો છે. સમયને પડકારીને કહો કે તારે જે રીતે ચાલવું હોય એ રીતે ચાલ, મને ફર્ક પડતો નથી, કારણ કે મારે જે કરવાનું છે એ હું ક્યારેય મુલતવી રાખતો નથી!
 
આ સૃષ્ટિનાં રહસ્યોને ઉકેલવામાં સમય બરબાદ ન કરતા, બલકે તેને માણવામાં સમય પસાર કરજો. -અજ્ઞાાત
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2014. રવિવાર. 'ચિંતનની પળે' કોલમ)

7 Appliance Problems You Can Solve Yourself

alt
ice
clothes
washing machine
home appliances problems