Thursday, 11 September 2014

ડાયાબિટીસના પેશન્ટને ડોક્ટરની સલાહ, ભૂલથી પણ ન કરતા આવું કામ

Dr. Sharad Thakar
ડાયાબિટીસના પેશન્ટને ડોક્ટરની સલાહ, ભૂલથી પણ ન કરતા આવું  કામ

- તબીબોને કહી દો કે માથું ન મારે દરદ સાથે સીધો પરિચય છે મારો, હકીકતમાં હું એવો રોગી છું, જેને બહુ સારી પેઠે દવા ઓળખે છે
- દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું.

ડો.ધીમંત ત્રિવેદી, સુરેન્દ્રનગરની મ્યુનિસિપલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે 'જોબ' કરે. એમબીબીએસ ડોક્ટર એટલે સબ બંદર કા વેપારી. દર્દીઓની ભીડ જામે. કામની બાબતમાં પૂરેપૂરા સંનિષ્ઠ. દરેક દર્દીને ધ્યાનપૂર્વક સાંભળે અને યોગ્ય સારવાર આપે. દિવસના ઘણા બધા કલાકો આમાં જ વપરાઈ જાય. પગાર વસૂલ થઈ જાય.
અચાનક ત્રેપનમા વરસે ડો. ત્રિવેદીને એક દિવસ સહેજ ચક્કર આવી ગયાં. માથું અને છાતી ભારે ભારે લાગવા માંડયાં. જાતે જ નર્સની મદદથી બી.પી. ઇન્સ્ટમેન્ટનો પટ્ટો બાવડા ઉપર વીંટાળીને એમણે પોતે જ પોતાનું બ્લડપ્રેશર માપ્યું.

'ના હોય સિસ્ટર, મારું બી.પી. આટલું વધારે ન હોય' એમના મુખેથી આશ્ચર્યોદ્ગાર સરી પડયા.
'બી.પી. કેટલું છે, સર?' નર્સે જિજ્ઞાસા દર્શાવી.
'ઉપરનું એટલે કે સિસ્ટોલિક એકસો સાઠ મિ.મિ. છે અને નીચેનું ડાયસ્ટોલિક પ્રેશર એકસો વીસ મિ.મિ. છે.'
'ત્યારે તો તમારે ટેબ્લેટ્સ શરૂ કરી દેવી જોઈએ.' નર્સ પણ ચિંતામાં સરી પડી.
'યુ આર રાઇટ, પણ મારી સારવાર હું નક્કી નહીં કરું, કોઈ ફિઝિશિયનની સલાહ લઈને પછી જ ટ્રીટમેન્ટ ચાલુ કરીશ.'
'કેમ, એવું કરશો, સર?' નર્સે પૂછયું : 'તમારી ઓ.પી.ડી.માં આવતા કેટલાય દર્દી‍ઓનાં બી.પી. તો તમે 'ટ્રીપ' કરી જ આપો છો, તો પછી તમારી ટ્રીટમેન્ટ કેમ નહીં કરો?'
'મારી ફી કોણ આપશે, સિસ્ટર? જરા સમજો ને' આવું કહીને ડો. ત્રિવેદી ખડખડાટ કરતા હસી પડયા. ઓ.પી.ડી.માં હાજર નર્સ અને પટાવાળો પણ ખખડી પડયાં.
ડો. ત્રિવેદીને સારું લાગવા માંડયું. હાસ્ય એ સચોટ ઔષધ છે.

ભલે એ રોગને સાવ નિમૂર્‍ળ ન કરી શકે, પણ તેમાં રાહત તો અવશ્ય આપી શકે છે.
ડો. ત્રિવેદી ખુશમિજાજ માણસ હતા. જિંદગીને હળવાશથી લેતા આવ્યા હતા. આ તો અચાનક 'હાઈપર ટેન્શન'ના ગંભીર ચકરાવામાં ફસાઈ ગયા.
સુરેન્દ્રનગરના લગભગ તમામ ડોક્ટરો એમને ઓળખતા હતા. એક ફિઝિશિયન મિત્રે એમને તપાસ્યા. જરૂરી ટેસ્ટ્સ કરાવ્યાં. પછી દવાઓ લખી આપી. મિત્ર હતા માટે એકવચનમાં કહ્યું : 'ત્રિવેદી, તું તો જાણે છે કે હાઈપરટેન્શન અને ડાયાબિટીસ આ બંને બીમારીઓ માણસની જિંદગીમાં સૌથી વફાદાર બીમારીઓ છે. માનવીના છેલ્લા શ્વાસ સુધી એ સાથ નિભાવે છે. માટે આ બે રોગોની સારવાર ક્યારેય બંધ કરવામાં નથી આવતી. તું પણ આ ટેબ્લેટ્સ લેવાનું ચાલુ રાખજે. તું ખુદ ડોક્ટર છે, એટલે તને મારે વધુ કંઈ કહેવાનું હોય નહીં.'
ડો. ત્રિવેદીએ સારવાર ચાલુ કરી દીધી. બે દિવસમાં જ એમનું બ્લડપ્રેશર કાબૂમાં આવી ગયું. ઉપરનું એકસો ચોવીસ અને નીચેનું છયાસી મિ.મિ. રહેવા માંડયું.

દવાઓ સતત લેવાની હતી. જીવનભર લેવાની હતી. ડો. ત્રિવેદી લેતા રહ્યા. પાંચ વર્ષ પસાર થઈ ગયાં. બધું બરાબર ચાલતું હતું, ત્યાં અચાનક ડો. ત્રિવેદીને શું સૂઝ્યું તે એમણે ટેબ્લેટ્સ લેવાનું બંધ કરી દીધું. કોઈ પણ ક્વોલિફાઇડ ડોક્ટર ક્યારેય આવી ભૂલ કરે જ નહીં, પણ ડો. ત્રિવેદી કરી બેઠા. એના મૂળમાં પેલો આનંદી સ્વભાવ. જિંદગીને હળવાશથી લેવાની આદત. એમણે કદાચ આવું વિચાર્યું હશે : 'પાંચ વર્ષથી મારું બ્લડપ્રેશર માપતો આવું છું ક્યારેય વધ્યું નથી. પરિસ્થિતિ સાવ જ કાબૂ હેઠળ છે. લાવ ને, દવાઓ બંધ કરી દઉં જોઉં તો ખરો કે શું થાય છે જો બી.પી. આટલું ને આટલું જ રહે તો દવાઓ લેવામાંથી છુટકારો પણ મળી જાય.'

દવાઓ બંધ થયા પછી થોડાક દિવસો સુધી તો બધું સરસ રીતે ચાલ્યું, પછી અચાનક એમનું બ્લડપ્રેશર વધી ગયું. એમને ખબર પણ ન પડી. એમનું કામ કરતા હતા ત્યારે જેટ વિમાન 'ટેક ઓફફ' કરે એવી સ્પીડે એમને બી.પી. શૂટ અપ થયું. મગજની રક્તવાહિ‌ની ફાડી નાખી. ડો. ત્રિવેદી બેભાન બનીને ઢળી પડયા. હાહાકાર મચી ગયો. એમનો પુત્ર માધવ ડોક્ટર બની ગયો હતો. તેને જાણ કરવામાં આવી. ડો. માધવે આવીને પિતાનું બી.પી. તપાસ્યું. બસો ચાલીસ બાય એકસો સિત્તેર મિ.મિ. જેટલું હતું. એ સમજી ગયો કે આનાથી વધુ ગંભીર સ્થિતિ બીજી કોઈ હોઈ ન શકે. કંઈક તાકીદની ઝડપે કરવું પડશે.

ફિઝિશિયને બનતી બધી જ સપોર્ટિ‌વ સારવાર શરૂ કરી દીધી. એ દરમિયાન ડો. માધવે એમ્બ્યુલન્સ બોલાવી લીધી. અમદાવાદની એક જાણીતી ર્કોપોરેટ હોસ્પિટલમાં ફોન કરી દીધો. સુરેન્દ્રનગરથી મૃતપ્રાય અવસ્થામાં ડો. ત્રિવેદીને લઈને સૌ અમદાવાદ પહોંચ્યા, ત્યારે ન્યૂરોસજ્ર્યન એમની ટીમ સાથે હાજર હતા. એમણે દરદી પર જરૂરી પરીક્ષણો પતાવ્યાં. એમ.આર.આઇ. કર્યું. નિદાન સાચું હતું. ડો. ત્રિવેદીના મગજની નસ ફાટી ગઈ હતી. લોહી જામીને ગઠ્ઠો થઈ ગયું હતું. એનું દબાણ મગજના કોષો ઉપર થઈ રહ્યું હતું.
ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. લગભગ લાશ જેવા બની ગયેલા દરદીને ઓપરેશન માટે એનેસ્થેટાઇઝ કરવામાં આવ્યા. એમની ખોપરીમાં 'ડ્રીલ' વડે કાણું પાડવામાં આવ્યું. પછી જે ભાગમાં લોહી બાઝી ગયું હતું ત્યાં પાંત્રીસ સો રૂપિયાનું મોંઘું ઇન્જેક્શન રેડીને બાઝેલા ગઠ્ઠાને પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. પછી સક્શન મશીનની મદદથી એ લોહીને ખેંચી કાઢવામાં આવ્યું. બીજાં જરૂરી 'સ્ટેપ્સ' પછી ઓપરેશન પૂરું થઈ ગયું.

બીજા દિવસથી જ ડો. ત્રિવેદીની હાલતમાં સુધારો નોંધાવા લાગ્યો. એમણે આંખો ખોલી, એમના શ્વાસની ગતિ 'ર્નોમલ' થઈ ગઈ, બ્લડપ્રેશરની દવાઓને કારણે લોહીનું દબાણ ફરી પાછું કાબૂમાં આવી ગયું. રિકવરી બહુ ઝડપથી થવા માંડી.
ડો. ત્રિવેદી સાવ સાજા-સારા થઈને પાછા ઘરે ગયા. આજે આ વાતને પણ પાંચ-છ વર્ષ થઈ ગયાં છે. ડો. ત્રિવેદી નોકરીમાંથી નિવૃત્ત થઈને હવે ખાનગી જનરલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. દર્દીઓની ભીડ જામે છે. દિવસનો મોટો ભાગ એમાં જ ખર્ચાઈ જાય છે, પણ એમની હવે કોઈ જ ફરિયાદ નથી.

આટલું સારું થઈ જવાનું કારણ ડો. ત્રિવેદીના મતે આવું છે. 'મેં ગરીબ દર્દીઓને નોકરી દરમિયાન જે રીતે પ્રેમપૂર્વક સારવાર આપી હતી એનો જ આ બદલો મને મળ્યો છે. નહીંતર બ્રેઇન હેમરેજ થયા પછી ન્યૂરોસજ્ર્યનની સુવિધાથી માઈલો દૂર કોઈ બચી શકે ખરું?'
ડો. ત્રિવેદી બચી ગયા તે બદલ આપણાં તરફથી લાખ લાખ અભિનંદન પણ આ આખી ઘટનામાંથી જો વાચકોને મારે એક જ મેસેજ આપવાનો હોય તો તે આ છે 'બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સારવાર ક્યારેય બંધ કરી દેવી નહીં. નહીંતર તમે પોતે જ 'બંધ' થઈ જશો.

'drsharadthaker@yahoo.com 
(ર્શીષક પંક્તિ: શૂન્ય પાલનપુરી)



alt
टोक्यो: प्रधानमंत्री नरेंद्र मोदी आज तोक्यो स्थित एक प्राथमिक विद्यालय गए और वहां बच्चों से घुल मिल गए तथा उन्हें भगवान कृष्ण की कहानी सुनायी। मोदी यह देखना चाहते थे कि जापानी शिक्षा प्रणाली कैसे काम करती है। मोदी को इस संबंध में उनकी जापान यात्रा के तीसरे दिन ताईमेई प्राथमिक विद्यालय में एक प्रस्तुति दी गई। इसके बाद मोदी एक संगीत कक्षा में गए जहां सात से आठ वर्ष की आयु के बच्चों ने उनके लिए एक गीत प्रस्तुत किया। जब वह उनके बीच थे तब बच्चों ने संगीत भी बजाया। मोदी ने जब कुछ बच्चों को बांसुरी बजाते हुए देखा तो उन्हें बताया कि इस वाद्ययंत्र में पशुओं को भी आकर्षित करने की क्षमता है। इस पर बच्चों द्वारा आश्चर्य व्यक्त करने पर प्रधानमंत्री ने उन्हें भगवान कृष्ण की कहानी सुनायी।
उन्होंने कहा, ‘‘भारत के पौराणिक कथाओं में भगवान कृष्ण का उल्लेख हैं। वह गायों को आकर्षित करने के लिए बांसुरी बजाया करते थे।’’ मोदी ने इसके बाद बच्चों के लिए बांसुरी भी बजायी। ताईमेई प्राथमिक विद्यालय में पढ़ाई का काम आम दिनों की तरह ही चल रहा था तथा प्रधानमंत्री मोदी के दौरे के बावजूद इससे वहां कोई बाधा उत्पन्न नहीं हुई। उनकी यात्रा के चलते वहां सुरक्षा के कड़े इंतजाम जरूर किये गए थे। बाद में दिन में मोदी ने जापानी प्रधानमंत्री शिंजो आबे के साथ ही चाय पर चर्चा की। मोदी को इस दौरान जापानी चाय पेश की गई जो आबे की ओर से विशेष भाव था।
__._,_.___
બીજાઓની ખામીમાં રસ લેવો એ આપણી ખામી છે --- સન્ડે મોર્નિં ગ - સૌરભ શાહ

‘જેને કોઈ અપનાવી ન શકે એ આદર્શ નથી અને
જેને સૌ કોઈ અપનાવી શકે એ પણ આદર્શ નથી.’

આવું જબરજસ્ત મૌલિક વિધાન કરનારા સંત અમિતાભના વિચારો માત્ર જૈન ધર્મની ફિલસૂફીનું વિશ્ર્લેષણ કરવા પૂરતા સીમિત નથી. એમના વિચારો કોઈ એક વિચારધારામાં બંધાયેલા નથી. એ કહે છે: ‘અંતિમ સત્ય બોલતું નથી હોતું. કોઈ પણ માણસ એવું કંઈ રીતે કહી શકે કે હું અંતિમ સત્ય જાણું છું. માણસ બહુ બહુ તો એટલું કહી શકે કે: અત્યાર સુધી હું જેટલું સત્ય સમજી શકયો છું એ હું રજુ કરું છું.’

આટલું કહીને આ સંત નાનકડા ગદ્યખંડો દ્વારા જીવન તથા અધ્યાત્મ વિષયક ખૂબ મોટી મોટી વાતો કરે છે. ‘અધ્યાત્મ નવનીત’ પુસ્તકમાં તેઓ કહે છે કે કોઈપણ પરિસ્થિતિ ન તો અનુકૂળ હોય છે, ન પ્રતિકૂળ. પરિસ્થિતિઓ માત્ર પરિસ્થિતિ જ હોય છે. અશાંત મન કોઈક સંજોગોને અનુકૂળ માની લે છે તો કોઈકને પ્રતિકૂળ. શાંત મન કોઈપણ પરિસ્થિતિને અનુકૂળ કે પ્રતિકૂળ ગણતું નથી. પરિસ્થિતિના પ્રભાવમાં તણાઈ ન જઈએ તો જ જીવનની સંપૂર્ણતાનો અનુભવ થાય.

જીવનમાં આપણે કોઈનાથી નાના નથી કે કોઈનાથી મોટા પણ નથી એવું સંત અમિતાભ કહે છે. આનો અર્થ સમજીએ. ઘણા લોકો પોતાનાથી વધુ શ્રીમંત, વધુ વગદાર કે વધુ પ્રસિદ્ધ વ્યક્તિ આગળ પોતાને ખૂબ નીચા મહેસૂસ કરે છે. તેઓ લઘુતાગ્રંથિ અનુભવતા થઈ જાય છે. આને કારણે એક બાજુ એમનામાં કૃત્રિમ વિવેક જન્મે છે જે વેવલાઈમાં પરિણમે છે. અને બીજી બાજુ ભય પ્રગટે છે જે અસલામતીમાં પરિણમે છે. માણસ જેવું વિચારે છે એવું અનુભવે છે. પોતાની જાત વિશે જેને આદર નથી એના વર્તનમાં ક્યારેય કોઈનેય માન આપવા જેવું લક્ષણ નહીં દેખાય.

કોઈનાથી મોટા હોવાનું ગુમાન રાખવું પણ નકામું. આવું ગુમાન ઘણા પ્રકારનું હોઈ શકે. એને ત્યાં ૪૨ ઈંચનું ટીવી લીધું, માટે ત્યાં તો ઑલરેડી ૬૫ ઈંચનું છેથી માંડીને એણે અધ્યાત્મ વિશે કંઈ જાણ્યું જ નથી, હું તો સાધકની કક્ષાએ પહોંચી ગયો છું - સુધીની મોટાઈઓ હોઈ શકે. જિંદગીમાં ખૂબ મોટા થયા પછી પણ યાદ રહેવું જોઈએ કે તમારાથી મોટું પણ કોઈક છે.

સંત અમિતાભનાં વાક્યોનું અર્થઘટન આપણે આપણા સંદર્ભમાં કરી શકીએ છીએ: ‘જે પોતાનું છે તે ક્યારેય ખોવાતું નથી - મેળવાતું નથી, જે ખોવાઈ જાય કે જડી જાય એવું હોય તે આપણું નથી હોતું. જે આપણું છે તે આપણી પાસે જ હતું, આપણી પાસે જ છે અને આપણી પાસે જ રહેશે. એને ખોવું કેવી રીતે અને મેળવવું શી રીતે?’

વ્યક્તિઓ અને ભૌતિક પદાર્થોથી માંડીને અલૌકિક એવી અનુભૂતિઓ સુધીની વાતોના સંદર્ભમાં ઉપરોકત વિધાનને જોઈ શકીએ. ડર અને અસલામતી વિશેનું સંત અમિતાભનું ચિંતન જિદ્દુુ કૃષ્ણમૂર્તિના વિચારોની સમાંતરે ચાલે છે. સંત કહે છે: ‘કોઈ કોઈનું અહિત કરી શકતું નથી. જે થવાનું છે તે થઈને જ રહે છે. પછી કોઈનાથી ડરવાનું શું કામ કે કોઈને ડરાવવા પણ શા માટે?’ ભયને કારણે સર્જાતી મનોદશા વિશે તમામ ફિલસૂફો અને વિચારકોએ કહેલી વાતો ભેગી કરીને એક સ્વતંત્ર ગ્રંથનું સંકલન કોઈકે કરવું જોઈએ. આજના યુગમાં જીવતા માણસ માટે એ પુસ્તક ફૅમિલી સાયકીએટ્રિસ્ટ કે કાઉન્સેલર જેવા પ્રિય દોસ્તની ગરજ સારે.

અનેકવાર તમે અનુભવ્યું હશે કે મન ખૂબ બધા વિચારોમાં ખોવાઈ જાય છે. સંત અમિતાભ કહે છે કે વિચારોની ભીડમાં જેવી ગૂંગળામણ થાય છે એવી ગૂંગળામણ લોકોની ભીડમાં નથી થતી. લોકોની ભીડથી બચવા તો ક્યાંય એકાંત પણ મળી જશે, વિચારોની ગિરદીથી બચવા ક્યાં જઈશું? મન શાંત ર્ક્યા વિના આ ભીડથી નહીં બચાય. એના માટે સંત બનવું પડે. અને આ સંત બનવું એટલે સંસાર છોડીને સંન્યાસી થઈ જવું એવું નહીં. આસપાસ જે કંઈ બને છે અને સહજતાથી સ્વીકારી લેનાર સંત છે. સંત પ્રાકૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય - શાંત. જેના રાગ અને દ્વેષ શાંત હોય એ સંત છે. જેના લાખો-કરોડો અનુયાયી હોય એ મહાન સંત નથી, મહાન સંત એ છે જે પૂર્ણરૂપે શાંત છે, પછી ભલે એનો એક પણ અનુયાયી ન હોય. સંત અમિતાભ ભારપૂર્વક કહે છે કે કોટિ કોટિ જનતાને પ્રભાવિત કરવાવાળા પ્રવચનકાર સંત નથી હોતા. અને જેઓ પ્રવચન નથી કરતા તેઓ અસંત નથી હોતા. શાંત મન સંત અને અશાંત મન અસંત હોય છે. સંત એ નથી જે સંપ્રદાયમાં રહે છે, સંત એ છે જે પોતાનામાં રહે છે.

સંત અમિતાભની અનેક વાતો તમને સ્પર્શી જાય એવી છે. ઍય્ન રૅન્ડ નામનાં વિખ્યાત અમેરિકન વિદુષીને અડધા-પોણા સૈકા પહેલાં ‘વર્ચ્યુ ઑફ સેલ્ફિશનેસ’નો વિચાર આવ્યો. સ્વાર્થી બનવું એ એક સદ્ગુણ છે. ક્યા પ્રકારના સ્વાર્થની વાત છે એ પણ સમજવું જરૂરી છે. સંત અમિતાભ કહે છે કે સ્વ-કેન્દ્રિત બનવું એ જ જીવનનું લક્ષ્ય હોઈ શકે. કોણ કેવું છે એ વિશે વિચાર્યા કરવું પર-કેન્દ્રિતા છે. બીજાઓ પર ધ્યાન આપવું એ સ્વ-કેન્દ્રિતતા છે. સ્વ-કેન્દ્રિતને ન કોઈ સારું લાગે છે, ન કોઈ ખરાબ. બીજી એક સાદી પણ અત્યંત જરૂરી એવી વાત સંત અમિતાભ એ કહે છે કે બીજાઓની ખામીમાં રસ લેવો નહીં. બીજાઓની ખામીમાં રસ લેવો એ આપણી ખામી છે. બીજાઓની ખામી વિશે સાંભળવામાં કે સાંભળીને એ વાતને પ્રસરાવવામાં પણ રસ ન લેવો.

અને સંતની છેલ્લી વાત: જે માણસ દુનિયાને બદલવાની નહીં પણ પોતાને બદલવાની ફિકર કરે છે એ જીવનને વફાદાર છે. દુનિયાને બદલવી સંભવ નથી. સંભવ છે જાતને બદલવી.
Those favourite pair of jeans can give you UTI
 Santosh Andhale & Somita Pal
Wearing unwashed tight jeans for many days and lack of hygienic washrooms are becoming a leading cause of urinary tract infection (UTI) among young women, especially college goers, say city gynaecologists. Doctors say they are seeing a rise in this trend and awareness has become necessary as repeated UTI can lead to kidney failure in some cases.
What is UTI?
UTI is a bacterial infection that can affect any part of the urinary tract. When the bacteria get into the bladder or kidney and multiply in the urine, they cause UTI.
Dr Kiran Coelho, consulting gynaecologist, Lilavati Hospital, said, “We are definitely seeing a rise in UTI and vaginal infection in college-going girls. We see more of them during summer and when the humidity is high. In tight-fitting clothes, there is no ventilation.”
What can lead to UTI?
Dr Rajshree Katke, medical superintendent of Cama and Albless Hospital in Fort, said, “We are seeing a rise in the number of college-going girls suffering from UTI. Most of these girls prefer wearing tight jeans and wear them unwashed for days together. Wearing tight-fitting pants can trap in moisture and lead to repeated attack of UTI.”
Unclean toilets, lack of hygiene also cause the infection
NGOs in Mumbai are already conducting a campaign called ‘Right to Pee’ to ensure clean toilets for women in the city.
Dr Ashwini Bhalerao Gandhi, gynaecologist at PD Hinduja Hospital, said, “Most of them avoid drinking water because of the fear of using unclean toilets. Bacteria grows in stagnant urine. One shouldn’t hold urine for a long time or it becomes a vicious circle of UTI. Girls should also maintain hygiene during menstruation. Wearing tight-fitting jeans doesn’t allow the area to dry and lead to growth of bacteria and infection.”
Why is it more common in women?
Dr Coelho said because the urethra in women is shorter when compared to men, it makes it easier for bacteria to spread. Dr Jatin Kothari, nephrologist at PD Hinduja Hospital, said, “UTI is one of the reasons behind kidney ailments seen in women. If not treated on time, UTI can cause chronic kidney ailments.”