SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 4 August 2014

અંદરની ચેતના જાગશે તો ભય મુઢ્ઢી વાળીને ભાગશે

Kanti Bhatt
અંદરની ચેતના જાગશે તો ભય મુઢ્ઢી વાળીને ભાગશે
(તસવીર પ્રતિકાત્મક)
 
લાઇફ ઇઝ બ્યૂટીફૂલ મરવું તો સાવ સહેલું છે પણ જીવવું જ કપરું છેએટલે જે બહાદુર માનવ હોય તે કપરું કામ પસંદ કરે છે

મે ૧૯૪૪માં મહુવા હતા ત્યારે મહુવા જૈનો માટે પવિત્ર ધામ હતું. બાજુમાં જ મોરારિબાપુનું ગામ તલગાજરડા હતું. તે ગામેથી અને બીજા ગામેથી ઘણા સંતો સંથારો કરવા પવિત્ર ધામે જતા. જૈનો અને અમુક સાધુઓ ‘‘સંથારો’’ કહે છે. સંથારો એટલે મરણપયઁત અન્ન પાણી છોડી દેવા, આશા, તૃષ્ણા, માયા, મમતા સાથે ખાનપાન છોડવા તેને સંથારો કહેતા આજે તેને રૂપકંડ અંગ્રેજી નામ અપાય છે તેને યુથેનેમિયા કહે છે. ઘણા રામાનંદી સાધુ તેને ‘‘જીવતે મરણિયું’’ કહેતા. પણ ‘યુથેનેમિયા કોઈ ધાર્મિક લાગણીથી નહીં પણ જિંદગીથી કંટાળીને પિસ્તોલથી ગળે ફાંસો ખાઈને કે બળીમરીને જીવનનો અંત આણે છે.

તેના ઉપર ડઝનબંધ પુસ્તકો લખાયાં છે. ડૉ. કિશ્વિયન બર્નાડ તો ‘‘ગુડ લાઈફ-ગુડ ડેથ’’ નામના પુસ્તકમાં શાંતિથી આપઘાત કરવાની રીતો બતાવી છે. ૨૦૦૧ની સાલમાં કુલ્લે જગતભરમાં ફકત ૧૦૦૦ લોકોએ આપઘાત કરેલા. આજે વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે દરવર્ષે જગતભરમાં ૮૦૦૦૦થી ૧ લાખ સ્ત્રી-પુરુષ આપઘાત કરે છે એટલે કે ૧૦૦૦ ગણા આપઘાત થાય છે. મોનસાન્ટો નામની અમેરિકન-બિયારણ કંપનીના બિયાં ફેઈલ ગયા તેથી દક્ષિણ ભારતના અઢી લાખ ખેડૂતોએ આપઘાત કરેલા. તેવો આંકડો ન્યુયોર્કટાઈમ્સ આપેલો!

આપઘાતે ભલભલાને છોડયા નથી. ગુરુદત્ત નામના મશહૂર ફિલ્મ સ્ટારે ગાયિકા ગીતા દત્ત સાથે લગ્ન કરેલાં, પણ વહીદા રહેમાન સાથે ઈશ્ક લડાવવા માડયા તેથી ગીતા દત્ત માથું ખાવા લાગી. જિંદગીથી કંટાળીને ગુરુ દત્તે ઊંઘની ટીકડી લઈ આપઘાત કરેલો. જગતભરમાંથી એક જ તારણ મળે છે કે વૃદ્ધાવસ્થાથી કંટાળીને આપઘાત કરનારા કરતા જુવાનીમાં મળેલી પ્રેમની કે ધંધાની નિષ્ફળતા આપઘાત કરવા વધુ પ્રેરે છે. આપઘાત કરવાનો વિચાર કરનારને ઉદેશીને મહાન લેખિકા-કવિયત્રી ડોરોધી પાર્કરે સરસ પ્રેરણાત્મક કાવ્ય લખેલું. અરે લગભગ કટાક્ષ કરે છે.

‘‘એલા ભાઈ તારે મરવું છે? તો તું જરા જો. છરો કે  પેટમાં ભરાવવાથી પીડા થશે એના કરતાં અત્યારની જીવનની પીડા સારી છે. નદીમાં કે દરિયા ડૂબવું છે. પણ તે સહેલું નથી. જીવ જશે તેવી ખાતરી નથી. એસિડ પીડા તો તે ખૂબ જલદ હોય છે. ઊંઘની ટીકડી ૯૦ ટકા ફેઈલ જાય છે. ગેસથી ગૂંગળાઈને મરવું દુષ્કર છે. તો પછી એમ જ કરને અત્યારે જે જીવન છે તે આ બધા મરવાના રસ્તા કરતાં ઓછું પીડાદાયી છે! એટલે જીવ! જીવ્યે જા. જરૂર જીવવાનું અઘરું તો છે જ, પણ મરવા જેટલું તો નહીં જપ્ત’! હું માનું છે કે આપઘાતનો વિચાર રિપીટ કર્યા કરો તો જરૂર આપઘાત કરશો જ. પશ્ચિમના દેશોમાં તો આજકાલ ઈચ્છામૃત્યુ કે સ્વિત્ઝરલેન્ડ અગર બીજા યુરોપના દેશોમાં જયા મોટી સંસ્થાઓ આપઘાત કરાવી આપે છે (યુથેનેશિયા) તેના કરતાં જિંદગીને ટકાવી રાખવા ભારતીય પુરાણોમાં મહામૃત્યુંજય મંત્ર આપ્યો છે. તેનો તરણોપાય તરીકે રટણ કરો.
ઓમ ત્રયંબકમ્ યજા મહે, સુગંધીમ્ પુષ્ટિ વર્ધનમાન
ઉર્વારૂકમીવ બંધનાત્, મૃત્યોમોક્ષ્યમામૃતાત
આ મહામૃત્યુંજય મંત્રનો અર્થ આવો છે:-

‘‘હે ત્રણ ભુવનના નાથ, ભગવાન શંકર! અમે તારી શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ. તારા ઉપર સુગંધની વર્ષા કરીને અમેય સુગંધિત થઈએ છીએ. અમે તને પ્રાર્થના કરીએ છીએ કે આ શરીરરૂપી બંધનમાંથી અમને મુક્તિ આપ. અમે કદી જ મૃત્યુના ભયથી ડરીએ નહીં, તેવા હિંમતવાન બનાવ!’’ ખરેખર તો આ મંત્રનો ભાવાર્થ સમજવાનો છે. મૃત્યુથી ડરવું નહીં. માણસોની ક્રૂરતા સામે ડરવું નહીં.
 
અપમાન, અવહેલના, કે આપણી પ્રગતિની કોઈ રૂકાવટ કરે તેનો હિંમતથી સામનો કરવો. સ્વામિ શિવાનંદના એક વડા શિષ્ય સ્વામિ વિષ્ણુ દેવાનંદ સરસ્વતીનો કેરળમાં આશ્રમ છે. તેમણે મેડિટેશન અને મંત્રજાપ ઉપર પુસ્તક લખ્યું છે. તેમને હું મળવા ગયેલો. તેમણે મને કહેલું કે ‘‘વારંવાર કોઈ પણ મંત્ર રટવાથી એ મંત્રના શબ્દોને તમે જ બળ આપો છો. આપણે જ આપણી અંદર જે ચેતના છે- દિવ્યતત્વ છે તેને જગાડવાનું છે. મનુભાઈ ગઢવી મરણ પહેલાં મને મારે ઘેર મળવા આવેલા. તેમણે સરસ વાત કરેલી કે ‘‘શરીરમાં જ્યાં જ્યાં ચેતના અટકે છે કે જ્યાં જ્યાં પ્રાણવાયુ કે રક્તાભિસરણ અટકે છે ત્યાં રોગ થાય છે. એટલે માણસે સતત પોતાની ચેતના જગાડતા રહેવું જોઈએ. નહીંતર જે જે અંગમાં ચેતના અટકે ત્યાં રોગ થાય છે.

મને સ્વામિ સિચ્ચદાનંદે મહામૃત્યુંજયનો મંત્ર કહ્યો ત્યારે મેં મારી રીતે તેનો અર્થ લીધો હતો. ‘‘મૃત્યુ એ ડરવા જેવી ચીજ નથી. વળી કોઈ પણ જાતના ભયથી ડરવાને બદલે આપણી પોતાની દુષ્ટ વૃત્તિઓ જ ડરવા જેવું છે. ભય ખરાબ ચીજ છે. ભયને કાઢી નાંખો, તમે પોતે જ તમારી ચેતનાને (કોન્સીયસ) જગાડૉ. ચેતના ક્યારે જાગે? સર્વજનો પ્રત્યે પ્રેમ દર્શાવો અને તમારી પોતાની ચેતના જગાડૉ.
 
આ ચેતના વળી શું નવતર ચીજ છે? ચેતના એટલે બીજું કાંઈ નહીં પણ જ્યારે આપણને સંપૂર્ણ ખાતરી થાય કે આપણે પોતે બધી રીતે સાિત્વક બન્યા છીએ અને કોઈ પ્રત્યે દ્વેષ નથી કે કશી જ ચીજથી ડરતા નથી. ત્યારે આપણી ચેતના જાગી ગણાય. હું તેને છઢ્ઢી ઈિન્દ્રય જાગી એમ કહું છું. આજે માણસ શરીર કરતાં મનથી વધુ બીમાર છે. ભય, ઇર્ષ્યા, સ્પર્ધા, ચિંતા, ધનનો લોભ, કીતિgનો મોહ એ બધી જ ઊંધે લઈ જનારી વૃત્તિઓ છે અને ચેતનાને મારનારી છે. મૃત્યુ તરફ આપણને ધકેલવાની આપણી પોતાની જ જાણે સાજીશ છે - કાવતરું છે. રશિયન કવિ ડૉ. સર્જી યસેનીને બહુ કડવું સત્ય કહેલું કે ‘‘ઈન ધીસ લાઈફ ઈઝ નોટ ડિફિકલ્ટ ટુ ડાઈ, ઈટ ઈઝ મોર ડિફિકલ્ટ યુ લીવ.’’

ઘણું ખરું સત્ય છે. જો તું હાથે કરીને મરવા વિચાર કરે તો તું બાયલો છે. મરવામાં બહાદુરી નથી. મરવું તો સાવ સહેલું છે. જીવવું જ કપરું છે. એટલે જે બહાદુર માનવ હોય તે કપરું કામ પસંદ કરે છે. છેલ્લે હમણાં જ રાષ્ટ્રસંઘ તરફથી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી વિચિત્ર તારણ આવ્યું છે કે સ્ત્રીઓ કરતાં આજકાલ પુરુષો વધુ આપઘાત કરે છે!

છેલ્લે મને જે વાત કંપાવે છે અને હલબલાવે છે તે એ વાત છે કે જીવન વ્યવહારમાં આપણે બે નંબરિયા બની ગયા છીએ. કોઈને શુદ્ધ-નિર્મળ પ્રેમ કરી શકતા નથી. પ્રેમ કરો ત્યાં પરણી શકતા નથી. રડવું હોય ત્યારે મનમૂકી રડતા નથી. હસવું હોય ત્યારે મુકતમને હસતા નથી. આપઘાત બાબતમાં હા, તમે આપઘાતને પાપ સમજો છો અથવા તો આપઘાત કરવાની હિંમત નથી તો ફરીથી છેલ્લે તારણ રિપીટ કરું છું તો પછી જિંદગીને મોજથી જીવ્યે જાઓને?

No comments:

Post a Comment