તું મળે તો પાત્રમાં પડશે કશું,
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
--- વિવેક મનહર ટેલર
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું.
--- સુંદરમ્
તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
--- વિવેક ટેલર
ટૂંકી ટચરક વાત, કબીરા, લાંબી પડશે રાત, કબીરા.
જીવ હજીએ ઝભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત, કબીરા.
--- ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
--- ચિનુ મોદી ‘ઈર્શાદ’
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
--- વિવેક મનહર ટેલર
બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
--- સૈફ પાલનપુરી
ઘેર લખ ચોરાસી બાકી યાચું છું.
--- વિવેક મનહર ટેલર
નમું તને, પથ્થરને? નહીં, નહીં,
શ્રદ્ધા તણા આસનને નમું નમું.
--- સુંદરમ્
તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
--- વિવેક ટેલર
ટૂંકી ટચરક વાત, કબીરા, લાંબી પડશે રાત, કબીરા.
જીવ હજીએ ઝભ્ભામાં છે, ફાટી ગઈ છે જાત, કબીરા.
--- ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
ક્યાં ફૂલો પધરાવશો ‘ઈર્શાદ’નાં ?
ઝાંઝવામાં કાંઈ પણ તરતું નથી.
--- ચિનુ મોદી ‘ઈર્શાદ’
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
--- વિવેક મનહર ટેલર
બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
--- સૈફ પાલનપુરી
No comments:
Post a Comment