-ડૉ. સુબોધ નાણાવટી
આ લેખનો પહેલો ભાગ આપણે ૩૦ જુલાઇ,૨૦૧૪ના રોજ વાંચ્યો. હવે આગળ…..
૧૬. શાંતિ પણ એક ઉપચાર છે
ડેન્માર્કના વૈજ્ઞાનિકો કહે છે કે ટ્રાફિકના અવાજના દરેક ૧૦ ડેસિબલ સાથે તમારા સામે હાર્ટ ઍટેકનું જોખમ ૧૨ ટકા વધી જાય છે. એટલે, રાતે કાનમાં પૂમડાં ભરાવીને સૂઓ.
૧૭. પાળેલો કૂતરો બ્લડ પ્રેશરને ખાઈ જાય
ક્લીવલૅન્ડના કાર્ડિયોલૉજિસ્ટ રિચર્ડ ક્રાસુસ્કી કહે છે કે કૂતરો પાળનારાનું બ્લડ પ્રેશર ઓછું રહે છે. વિશ્વાસ નથી બેસતો? તો કોઈ પાડોશીના કૂતરાને ફરવા લઈ જાઓ, ખાતરી થઈ જશે !
૧૮. નાસ્તો હૃદયરોગને નાસતો કરે
હાલમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ કરેલા સંશોધન પ્રમાણે જે લોકો નાસ્તો નથી કરતા હોતા, એમની સામે હૃદયરોગનું જોખમ ૨૭ ટકા વધી જાય છે. કદાચ એનું કારણ એ કે એમના લોહીમાં ખાંડના પ્રમાણમાં બહુ મોટી વધઘટ થાય છે અને લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્ઝનું પ્રમાણ પણ વધી જાય છે.
૧૯. શક્તિવર્ધક ડ્રિંક્સ અશક્ત બનાવે
ઍનર્જી ડ્રિંક્સને શત્રુ ડ્રિંક્સ પણ કહી શકો. પૅસિફિક યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે એમાં કૅફિન હોય છે, એનાથી સાજાનરવા માણસનું પણ બ્લડ પ્રેશર વધી જાય છે, તો બીમારની તો વાત જ શી કરવી?
૨૦.દૂધ લો ને!
એક ફ્રેન્ચ અધ્યયન પ્રમાણે જે લોકો બહુ ઓછી ફૅટવાળું દૂધ લેતા હોય તેમના શરીરમાં LDL બનવાની શક્યતા બહુ ઓછી હોય છે.દૂધમાં જે કૅલ્શિયમ હોય છે, તે મળ દ્વારા ચરબીને પણ બહાર કાઢી નાખવામાં મદદ કરે છે, પરિણામે કૉલેસ્ટેરોલ ઓછું થાય છે.
૨૧. હાથપગને પૂરો વ્યાયામ કરાવો
તાકાત વધારવાના કોઈ પણ વ્યાયામથી HDL( સારું કૉલેસ્ટેરોલ) વધે છે, પણ હાથપગ હલાવવાની કસરતથી તો એનું પ્રમાણ બહુ જ વધે છે, કારણ એક એનાથી મોટા સ્નાયુઓ સક્રિય બને છે. ડૉ. સેન્ટોરા કહે છે કે આ કસરત પૂરી કરવી જોઇએ કારણ કે અડધીપડધી કસરતની સરખામણીએ પૂરી કસરત નાના સ્નાયુઓને પણ સક્રિય બનાવે છે.
૨૨. “ગાના આયે ન આયે. . .”
સ્વીડનમાં એક અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે કોરસમાં ગાવાના ફાયદા છે. એમના હૃદયના ધબકારાના દરમાં ફેરફાર થાય છે. બે ધબકારા વચ્ચેનો ગાળો પણ બદલાતો રહે છે. હૃદયના ધબકારાનો દર બદલાવાનું પ્રમાણ વધારે હોય તો હાર્ટ ઍટેક સામે ટકી જવાની શક્યતા વધી જાય છે.
૨૩. તજ વઘારમાં વાપરો.
Journal of the Academy of Nutrition and Dieteticsના જણાવ્યા પ્રમાણે તજ જોવામાં તો સારું ન લાગે પણ ભોજનમાં એ બે ચમચી લઈએ તો જમ્યા પછી બ્લડ પ્રેશર વધતું હોય છે તેના ઉપર એ દવા જેવી અસર કરે છે..
૨૪. વાંઢા વધારે દુઃખી
ફિનલૅન્ડના વૈજ્ઞાનિકો કહે છે કે પરણેલા કરતાં વાંઢાઓ સામે હાર્ટૅ ઍટેકનું જોખમ ૧૬૮ ટકા વધારે હોય છે. આથી વાંઢા હો તો, ડૉ. થિયોડૉરની સલાહ માનો અને કોઈ ગ્રુપમાં જોડાઓ, જ્યાં કોઈ મળે તો હૃદયને નુકસાન કરે એવો તણાવ ઓછો થશે.
૨૫. કાચા કચુંબરમાં ખાંડનું કામ શું?
કાચા કોબીજ વગેરેના કચુંબરમાં કે રાયતામાં બે ચમચી ખાંડ તો કોઈ પણ નાખી શકે, પણ તે સાથે જ લોહીમાં ખાંડ વધી જાય છે અને LDL કૉલેસ્ટેરોલ વધે છે. BLOOD PRESSURE
Downનાં લેખક says જૅનેટ બૉન્ડની સલાહ છે કે. કાચાં કચુંબર પર ઑલિવ ઑઇલ, વિનેગાર અને લીંબુનો રસ નાખો.
૨૬. આજે ભાજી બનાવો
હાર્વર્ડના સંશોધન પ્રમાણે જે લોકો દરરોજ દોઢ વાડકો લીલાં પાનવાળી ભાજીઓ ખાતા હોય તેમને અઠવાડિયામાં એક વાડકો ભાજી ખાનારા કરતાં હૃદયની બીમારી થવાની શક્યતા ૧૨ ટકા ઓછી હોય છે.
૨૭. ચિંતા હરિને સોંપો
જ્હોન હૉપકિન્સના સંશોધકો કહે છે કે આપણું માનસિક વલણ નકારાત્મક હોય તો હૃદયરોગની શક્યતા વધી જાય છે. હકારાત્મક વલણ એની શક્યતા અર્ધી કરી નાખે છે. આનું કારણ કદાચ એ છે કે હકારાત્મક વલણથી તણાવ દૂર ભાગે છે. એટલે ચિંતા હરિને સોંપો !
૨૮. રંગબેરંગી ભોજન લો
ફિનલૅન્ડના એક અભ્યાસ પ્રમાણે જેમના લોહીમાં બીટા-કેરોટીન ઓછું હોય તેમની ધમની રૂંધાવાની શક્યતા સારાએવા બીટા-કેરોટીનવાળા લોકો કરતાં ત્રણ ગણી હોય છે. એટલે સંતરું જુઓ તો ખાવા માંડો.
૨૯. સાઇકલ પૂરપાટ, પણ ખસ્યા એક ઈંચ નહીં !
એક જડાયેલી સાઇકલ પર બેસો. પાંચ મિનિટ હાથપગને તૈયાર કરો. તે પછે, ૧૫થી ૩૦ સેકંડ પૂરપાટ પૅડલ મારો, અને ધીમે ધીમે એની ગતિ ઘટાડતા જાઓ. આમ ૧૦ મિનિટ કરો,તે પછી ૪ મિનિટ આરામ કરો અને ફરી ચલાવો. કૅનેડામાં કરાયેલા એક અભ્યાસમાં જણાયું છે કે આમ કરવાથી લિપિડનો ગુણોત્તર સુધરશે.
૦-૦-૦-૦
તમારા હૃદયને બચાવો – જીવનભર દરરોજ ત્રણ નિયમનું પાલન કરો

No comments:
Post a Comment