SANKLAN
DINESH GOGARI'S BLOG
Tuesday, 19 August 2014
એક ગ્લાસ હળદરવાળું દૂધ આપશે 15 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
(તસવીરોઃ પ્રતિકાત્મક)
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ
હળદર અને દૂધના પ્રાકૃતિક પ્રતિજૈવિક ગુણ હોય છે. આ બંને પ્રાકૃતિક અવયવોને તમારાં દૈનિક આહારમાં સામેલ કરીને તમે અનેક બિમારીઓ અને ઇન્ફેક્શનથી બચી શકો છો. હળદરને જ્યારે દૂધની સાથે મિશ્રિત કરવામાં આવે છે તો તે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. આ ખતરનાક પર્યાવરણીય ઝેરીલાં પદાર્થો અને નુકસાનકારક સુક્ષ્મજીવો સામે લડવામાં એક પ્રભાવશાળી ઉપાય છે.
ત્વચાનું લાલ થવું
ક્લિયોપાટ્રા કોમળ, લચીલી અને કાંતિમય ત્વચા માટે હળદરવાળા દૂધથી નહાતી હતી. આ પ્રકારે ક્રાંતિમય ત્વચા માટે હળદરવાળું દૂધ પીવો. રૂના ટૂકડાને હળદરવાળા દૂધમાં પલાળીને પ્રભાવિત ભાગ પર 15 મિનિટ સુધી લગાવી રાખો, આનાથી ત્વચા પર લાલી અને ચકામાં ઓછા થશે. ઉપરાંત તમારી ત્વચા પર નિખાર અને ચમક આવશે.
હળદરવાળું દૂધ એન્ટિબાયોટિક હોવાના કારણે જીવાણું અને વિષાણુંના ઇન્ફેક્શન પર હુમલો કરે છે. આનાથી શ્વાસ સંબંધી બિમારીઓના ઉપચારમાં લાભ મળે છે, કારણ કે આ મસાલો તમારાં શરીરમાં ગરમી પેદા કરે છે. ઉપરાંત ફેફસા અને સાઇનસમાં તરત આરામ મળે છે. આ સિવાય અસ્થમા અને બ્રાન્કાઇટિસના નિદાનનો પણ પ્રભાવશાળી ઉપચાર પણ છે.
કેન્સર
બળતરાં અને સોજાને ઓછા કરનારા ગુણોના કારણે આ પીણું સ્તન, ત્વચા, ફેફસાં, પ્રોસ્ટ્રેટ અને મોટાં આંતરડાંના કેન્સરને રોકે છે. આ કેન્સર કોશિકાઓથી ડીએનએને થતા નુકસાનને રોકે છે અને કીમોથેરાપીના દુષ્પ્રભાવોને ઘટાડે છે
ઉંઘ ન આવવી
હળદરવાળું ગરમ દૂધ ટ્રિપ્ટોફેન નામનું અમીનોઅમ્લ બનાવે છે, જે શાંતિપૂર્વક અને ઉંઘમાં સહાયક થાય છે.
શરદી અને ખાંસી
તેના એન્ટિબાયોટિક અને એન્ટિવાઇરસ ગુણોના કારણે હળદરવાળા દૂધને શરદી અને ખાંસીનો સર્વશ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. તેનાથી ગળામાં ઇન્ફેક્શન, શરદી અને ખાંસીથી તરત રાહત મળે છે.
આર્થ્રાઇટિસ
હળદરવાળા દૂધને સંધિવાના નિદાન તથા રિયૂમેટોઇડ સંધિવાના કારણે સોજાના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. આનાથી માંશપેશીઓ અને સાંધામાં લવચિકતા આવે છે જે દર્દ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
પીડા અને દર્દ
હળદરવાળા દૂધથી પીડા અને દર્દમાં સૌથી વધારે રાહત મળે છે. આ દૂધ કરોડરજ્જુ અને શરીરમાં સાંધાને મજબૂત બનાવે છે.
એન્ટિ ઓક્સિડન્ટ
હળદરવાળું દૂધ ફ્રિ રેડિકલ્સથી લડતા એન્ટિ ઓક્સિડેન્ટનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. આનાથી અનેક બિમારીઓ ઠીક થઇ જાય છે.
બ્લડ પ્યુરીફાયર તરીકે
આયુર્વેદિક પરંપરામાં હળદરવાળા દૂધને એક શ્રેષ્ઠ બ્લડ પ્યુરીફાયર તરીકે ગણવામાં આવ્યું છે. આનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ મજબૂત બને છે. તે લોહીને પાતળું બનાવનાર તથા લિમ્ફ તંત્ર અને રક્તવાહિનીઓમાંથી ગંદકી સાફ કરે છે.
યકૃતને જીવાણું મુક્ત કરે છે
હળદરવાળું દૂધ પ્રાકૃતિક રીતે યકૃતને વિષમુક્ત કરનાર અને રક્તને શુદ્ધ કરનાર ગણાય છે, જે યકૃતને મજબૂત બનાવે છે. આનાથી યકૃતને સહારો મળે છે અને લિમ્ફ તંત્ર સાફ રહે છે.
હાડકાંઓનું સ્વાસ્થ્ય
હળદરવાળું દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત ગણાય છે, જે હાડકાંઓને સ્વસ્થ અને મજબૂત રાખવા માટે જરૂરી હોય છે. હળદરવાળા દૂધથી હાડકામાં નુકસાન અને ઓસ્ટિયોપોરેસિસમાં ઘટાડો થાય છે.
પાચન સંબંધી સ્વાસ્થ્ય
આ એક શક્તિશાળી એન્ટિ-સેપ્ટિક છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટના અલ્સર અને કોલાઇટિસનો ઉપચાર કરે છે. આનાથી પાચન શ્રેષ્ઠ બને છે અને અલ્સર, ડાયરિયા અને અપચો નથી થતો.
માસિક સ્ત્રાવ સંબંધી સમસ્યા
હળદરવાળું દૂધ ચમત્કારીક રૂપથી કામ કરે છે, કારણ કે તેનાથી માસિક સંબંધી દર્દમાં રાહત મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ દૂધને સરળ પ્રસવ, પ્રસવ બાદ સ્વાસ્થ્યમાં સુધાર, દૂધ ઉત્પાદન અને અંડાશયના ઝડપી સંકોચન માટે
વજન ઘટાડવામાં સહાયક
હળદરવાળા દૂધથી પોષણ અને ચરબી નષ્ટ કરવામાં સહાયતા મળે છે. આનાથી વજન નિયંત્રિત કરવામાં પણ અસરકારક પરિણામ જોવા મળે છે.
એક્ઝિમા
એક્ઝિમાના ઉપચાર માટે રોજે રોજ એક ગ્લાસ હળદરવાળું દૂધ પીવો.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment