માત્ર વાચનથી નથી જિવાતું -- જિવાય છે અનુભવોથી, જિવાય છે વાચનના પાચનથી-- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ
કેટલાક ચિંતકો-ફિલસૂફો પૈસાને તુચ્છકારથી જુએ છે. તેઓ તે રીતે જોઈ શકે. એમને પાણી માગવાથી દૂધ મળતું હોય છે. આપણે ના તુચ્છકારી શકીએ પૈસાને. આપણે તો પાણીનાય પૈસા આપવા પડે છે.
જેમના પ્રત્યે આપણને આદર હોય, શ્રદ્ધા હોય, તે જે કંઈ કહે તે આપણે માની લેવાનું? સ્વીકારી લેવાનું?
જે. કૃષ્ણમૂર્તિ અને રજનીશથી માંડીને સંખ્યાબંધ ચિંતકો-વિચારકોની અનેક વાતો મનને સ્પર્શી જતી હોય છે. ક્યારેક એ વાતોનો અમલ કરવાનું મન થાય તો ક્યારેક એ વાતોનો અમલ બીજાઓ પાસે કરાવવાનું પણ મન થાય. આવો અમલ અઘરો કે અશક્ય બને ત્યારે ઓછું આવે, લાગે કે આપણી પાત્રતા જ નથી, આપણે તો પામર જીવ. લઘુતાગ્રંથિ પેદા થાય. માત્ર કૃષ્ણમૂર્તિ કે રજનીશની જ વાત નથી - બીજા કોઈ પણ સમસામયિક ચિંતક લો જેમના વિચારોથી તમે પ્રભાવિત થયા હો, પણ એ વિચારોને વાસ્તવના જીવનમાં અમલમાં ન મૂકી શક્યા હો ત્યારે હતાશ થયા હશો.
સમજવું જોઈએ કે કોઈ વિચારક-ચિંતક-ફિલસૂફ આપણને એમ કહે કે મગજ શાંત રાખવું જોઈએ ત્યારે એમની વાત ગમે એટલી સાચી હોય તોય વિચારવાનું કે એમણે તો ક્યારેય આઠ અઠ્ઠાવનની બડા ફાસ્ટમાં લટકીને કામધંધે જવું નથી પડતું તો એમનું મગજ શાંત કેમ ન રહે?
ઑફિસમાં દસ મિનિટ મોડા પહોંચવા બદલ બૉસનો ગુસ્સો સહન કરવાની નોબત આ ફિલસૂફોને આવી હોતી નથી. તેઓ સરસ મઝાના વિશાળ ફાર્મ હાઉસમાં રહે છે. રજનીશજીએ, કૃષ્ણમૂર્તિજીએ પ્રવચન કર્યા પછી રૅશનિંગની કતારમાં ઊભા રહેવાની જરૂર નહોતી પડી. પ્રવચન સાંભળનારાઓએ પાંચસો સાંસારિક જવાબદારીઓનો સામનો કરવાનો હોય છે, ડે ઈન ઍન્ડ ડે આઉટ. આ ઉપદેશકોને, ફિલસૂફોને ભાવતાં ભોજન વગર માગ્યે મળી જાય એવી વ્યવસ્થા ઊભી થયેલી હોય છે. એમણે પોતાના ભૌતિક અસ્તિત્વ માટેની જરૂરિયાતો, સગવડો તેમ જ લક્ઝરીઝ માટે જરા સરખો સંઘર્ષ કરવાનો નથી હોતો. આપણે કરવો પડે છે. એમની એવી લાઇફસ્ટાઈલ માટે કોઈ બળાપો નથી. ઈર્ષ્યા નથી કે તેઓએ આ રીતે રહેવું જોઈએ, ન રહેવું જોઈએ એવી કોઈ ચર્ચા ઉપાડવાનો પણ ઈરાદો નથી. ઈરાદો છે એમણે આપણને આપેલા ઉપદેશનો અમલ ન કરી શકીએ ત્યારે ભોંઠપ અનુભવવાની જરૂર નથી એવું કહેવાનો. સ્વાર્થ છોડો અને નિ:સ્વાર્થ બનીને સાત્ત્વિક જીવન જીવો એવું તેઓ કહેતા હોય છે ત્યારે એમને ટેન ટુ ફાઈવની ક્લેરિકલ જૉબ કરનારને પોતાની ઑફિસમાં થતા અન્યાયનો ખ્યાલ નથી હોતો. સરખી સિનિયોરિટી અને સરખી કાર્યક્ષમતા ધરાવતા બેમાંના એક નોકરિયાતને કોઈકની વગને લીધે બઢતી મળી જાય ત્યારે બીજો પેલાનું પ્રમોશન રોકાવવા જે કંઈ છટપટાહટ કરે તે વાજબી ઠરવાની છે. ઉપદેશ મુજબ સ્વાર્થ છોડી દેવાય તો પોતે જ પોતાના હિતની વિરુદ્ધનું આચરણ કરતો હોવાનું એને લાગશે.
કેટલાક ચિંતકો, ફિલસૂફો પૈસાને તુચ્છકારથી જુએ છે. તેઓ તે રીતે જોઈ શકે, કારણ કે એમને પાણી માગવાથી દૂધ મળતું હોય છે. આપણે ના તુચ્છકારી શકીએ પૈસાને. આપણે તો સોસાયટીની ટાંકી ખાલી હોય ને પાણીનું ટેન્કર બોલાવવું પડે ત્યારે પાણીનાય પૈસા આપવાના હોય છે, દૂધની તો વાત જ નહીં કરતા. જેમની પાસે બધું જ છે (અથવા તો ધારે ત્યારે મળી શકે એમ છે) એમના માટે કશા પર પણ માલિકીભાવ ન રાખવો સહેલું છે. આપણે એવું નથી કરી શકવાના. મંદિરમાં ગયા પછી બહાર ઉતારેલાં પગરખાં પર માલિકીભાવ રાખવો પડે છે, કારણ કે આપણી આર્થિક ચિંતા આપણને જ ખબર હોય છે. આવો માલિકીભાવ ન રાખ્યો હોય તો નેક્સ્ટ મહિનાના પગારના દિવસ સુધી વગર ચંપલે રખડવું પડે.
કોઈ જ્યારે કહે કે મેં ખૂબ વાંચ્યું છે, એરિસ્ટોટલ - થોરો - પ્લેટો - સ્પિનોઝા - ગુજર્યેફ - કૅન્ટ - શૉપનહૉઅરથી માંડીને કબીર-નાનક, ગીતા-ઉપનિષદો અને કૃષ્ણમૂર્તિ-રજનીશ સુધીનું બધું ચિંતન વાચી નાખ્યું છે, ત્યારે આવું કહેનારની તમારે દયા ખાવી જોઈએ. માત્ર વાંચવાથી કે માત્ર વિચારવાથી નથી પંડિત બનાતું કે નથી મહાત્મા થઈ શકાતું. બહુ વાંચ્યું હોય એને તમે બહુ બહુ તો સારો વાચક કહી શકો. માત્ર
વાંચવાથી જિવાતું નથી, જિવાય છે અનુભવોથી, જિવાય છે વાચનના પાચનથી.
શું આ તમામ ફિલસૂફીઓ ખોટી છે? બધા જ ઉમદા વિચારો નકામા છે? ના. જે વિચાર તમારી સામે આવે છે તેને આંખ મીંચીને કેપ્સ્યુલ ગળતા હોઈએ એમ ગળી જવાને બદલે આંખ સામે રાખીને ચારેબાજુથી તપાસીએ, એમાં સ્વીકારવા જેવું શું છે અને શું નથી સ્વીકારવા જેવું તે વિચારીને એના પર રફ હીરા પર પાડતા હોઈએ એમ પાસાં પાડીએ. કદાચ નવો પ્રકાશ મળે. આપણા જીવનમાં એ ક્યાં બંધ બેસે છે એ વિશે મંથન કરીએ. ફિટ ન બેસતો હોય તો લેથ પર જઈને એનો ઘાટ આપણને અનુકૂળ આવે એ રીતે ઘડીએ. ટૂંકમાં, યાદ રાખીએ કે દરેક સારો લાગતો નવો વિચાર એના પૂર્ણ સ્વરૂપે સ્વીકારવા જેવો જ હોય એ જરૂરી નથી. આ પણ.
---------------
કાગળ પરના દીવા--- કટાઈ જવા કરતાં ઘસાઈ જવું વધુ સારું. - રિચર્ડ કમ્બરલૅન્ડ

No comments:
Post a Comment