અમૃતાને પહેલા લગ્નથી બે સંતાનો હતાં. દીકરો નવરોજ અને દીકરી કંદલા. નવરોજની ઉંમર તેર વર્ષની હતી. બધા એવી વાતો કરતા હતા કે નવરોજ અમૃતાના પતિનો નહીં પણ સાહિરનો દીકરો છે. એક દિવસ ખુદ નવરોજે અમૃતાને પૂછીને ચોંકાવી દીધી. નવરોજે કહ્યું કે, "મમ્મા, એક વાત પૂછું? સાચેસાચું કહીશ?" અમૃતાએ હા પાડી. નવરોજે પૂછયુંં, "શું હું સાહિર અંકલનો દીકરો છું?" અમૃતાએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, ના. નવરોજે કહ્યું કે, "પણ જો હોઉં તો કહી દો. મને સાહિર અંકલ ગમે છે." અમૃતાએ કહ્યું કે, "હા દીકરા, મને પણ ગમે છે, પણ જો એ સાચું હોત તો મેં તને જરૂર કહી દીધું હોત." અમૃતા લખે છે, સત્યનું એક બળ હોય છે, એટલે મારા દીકરાને વિશ્વાસ બેઠો. વિચાર આવે છે કે કલ્પનાનું સત્ય નાનું નહોતું, પરંતુ તે ફક્ત મારા માટે હતું. તે સત્ય સાહિર માટે પણ નહોતું.
|
No comments:
Post a Comment