SANKLAN
DINESH GOGARI'S BLOG
Friday, 15 August 2014
વાત બે વિરલ વ્યક્તિઓના અદ્રિતીય જીવનની
Kanti Bhatt
- વાત બે વિરલ વ્યક્તિઓના અદ્રિતીય જીવનની
- સાહસ અને સંઘર્ષગાથા જીવરાજ મહેતાને પરણવા બદલ
હંસાબહેનને નાગર જ્ઞાતિમાંથી કાઢી મુકાયેલાં
‘નામ રહેતા ઠકરા, કિર્તી કેરા કોટડા, પાડ્યા નહીં પડેત’ દીર્ધકાળ સુધી સૌરાષ્ટ્રની કિર્તીવાળાની કિર્તી ઝાંખી થતી નથી. એટલી હદ સુધી કે ડૉ. મેકેય નામના ફિલોસોફરે ડૉ. જીવરાજ મહેતા માટે એક સરસ કવિતા લખી હતી. અમરેલીમાં ગરીબ કપોળ મા-બાપને ત્યાં જન્મેલા તે ખૂબ સંઘર્ષ કરીને ઊંચા આવેલા. તેના માટે ડૉ. મેકેય ખાસ કવિતા લખેલી. તે ડૉ. જીવરાજ મહેતા માટે હતી. ‘તમે લખીલો કે તમે જીંદગીમાં કે બાળપણમાં સાવ નાના પુરુષાર્થ કરો તો. મા-બાપ જ નહીં પણ સમાજને માટે તમે એક દરીયા જેવું દીલ બનાવી નાખો છો.
દરીયાકાંઠે દરેક મોજું ઊછળે, ભરતી થાય અને પછી ઓટ થાય પણ તમારી ભરતી જ યાદ રહેશે. દરેક વરસાદનું ટીપું નદીમાં પૂર લાવે છે. બગીચો ખીલવે છે. અને છેલ્લે ‘ઈચ સ્ટ્રગલ લેસન્સ હ્યુમન્સ ટ્રબલ્સ.’ તમારો દરેક સંઘર્ષ બીજા માનવોની તકલીફો ઓછી કરે છે. જીવરાજ મહેતાની જીંદગી આવી વીરગાથા હતી. સંઘર્ષ કોને માટે? તેના સૌરાષ્ટ્રના જ લોક માટે નહીં આખા હિન્દુસ્તાન માટે.
બધી રીતે એ કમનસીબ પણ એક સદનસીબ એ હતા કે તેને જીવનસાથી તરીકે તેનાથી ૧૦ વર્ષ નાના હંસાબહેન પત્ની તરીકે મળ્યા. હંસાબહેન પ્રથમ દીકરી હતી તે બરાબર ૧૯૧૩ વર્ષ પહેલાં મેટ્રીકની પ્રથમવાર તેણે પરીક્ષા આપી. હું ભાગ્યશાળી હતો કે ૧૯૫૦ના જુલાઈ મહિનામાં ડૉ. હંસા મહેતા અમારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા ત્યારે હોસ્ટેલનું કંપાઉન્ડ અમને સાફ રાખવા કહેતા.
મારી હોસ્ટલમાં હું જમતો હતો ત્યારે મારા માથે હંસાબહેને હાથ મૂક્યો કહ્યું ‘ધીમે ધીમે ખા.’ પછી પોતે ય વાઈસ ચાન્સેલર તરીકે હોસ્ટેલની હોસ્ટેલોમાં શું ઘરમાં પણ આપણે સાદી રસોઈ જમતા નથી. ઈગ્લેંડના ડૉ. સર વોલ્ટર મોરલી ફલેચર મુંબઈની કે. ઈ.એમ. હોસ્પિટલમા ગયા અને સૌ પ્રથમ ડૉ. જીવરાજ મહેતાએ હોસ્પિટલના રસોડાની સાિત્વક રસોઈ બનાવરાવી હતી તે ડૉ. વોલ્ટર મોરલી ફલેચરને જમાડી!
આજે સૌરાષ્ટ્ર, ગુજરાત કે હિન્દુસ્તાનમાં ડૉ. જીવરાજ મહેતાની હેડીનો એક પણ માણસ નથી. હેડી એટલે બરોબરીને માણસ તેને પરણી શકે એવી એક જ બળવાખોર નારી સુરતમાં નાગર- ગૃહસ્થ- કુટુંબમા જન્મેલી. ફરીથી લખુ છું કે હું ૧૯૪૯થી ૧૯૫૨ સુધી વડોદરા કોમર્સ કોલેજમા ભણ્યો અને છેલ્લા બે વરસ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમા ભણ્યો ત્યારે ડૉ. જીવરાજ મહેતાને બળવો કરીને પરણેલા તેનાથી ૧૦ વર્ષના ડૉ. હંસાબહેનને પરણ્યા.
તે જમાનામા એક્સો વર્ષ પહેલાં આવી રીતે વણિક કુટુંબને નાગર દીકરી પરણે તો તેને ‘પ્રતિલોમ-લગ્ન’ કહેવાતું. એટલે કે ડૉ. હંસાબહેન હલકા કુટુંબના કપોળને પરણીને વટલાઈ ગઈ! હંસાબહેનને નાગર જ્ઞાતિમાંથી કાઢી મુકવામાં આવ્યા. પરંતુ તેના પિતા વડોદરા રાજ્યના દીવાન થયા. આ દીવાનની દીકરી એક ગરીબ-સ્કોલરશીપ લઈને ભણતા કાઠીયાવાડી જીવરાજ મહેતાને પરણી. ‘પ્રતિલોમ લગ્ન’ એટલે ‘હલકી’ જ્ઞાતિમાં કે ઉપલી જાતિના મુરતિયા કે કન્યાને પરણવું.
ડૉ. હંસાબહેન અને જીવરાજ મહેતાની ઉપલબ્ધીઓમાથી ૧ ટકા જેટલી ઉપલબ્ધી આજે નરેન્દ્ર મોદીથી માંડીને સોનિયા ગાંધીના જીવનમા નથી. હંસાબહેન મહેતાના દાદા નંદશંકર તુલજાશંકર મહેતાએ ગુજરાતના પ્રથમ નવલકથાકાર હતા.જીવરાજ મહેતા અને હંસાબહેન બન્ને સ્વાતંત્રય લડત લડ્યા હતા. જીવરાજ મહેતા તો જેલમાં ગયાછે. અરે! ગાંધીજી જેલમાં બીમાર પડતા ત્યારે તેના ડોક્ટર જીવરાજ મહેતા હતા. ભારત સ્વતંત્ર થયું ત્યારે ૪-૯-૧૯૪૮ના વડોદરા સ્ટેટના તે પ્રથમ દિવાન નીમાયા. કેન્દ્રીય સરકારમા સ્વતંત્રતા પછી મીનીસ્ટર નીમાયા ત્યારે દારૂબંધી દાખલ કરેલી.
મને એક સૌરાષ્ટ્રનો દુહો કહેવા દો. જીવરાજ મહેતાના ગુણો, લાયકાત કે બરોબરનો આજે ભારતમા એક પણ નેતા નથી. આજે શું છે?
ડુંગર પર ભઢ્ઢી જલે બળબળ જલે ઈંગાલ
સબકી હેડી હલ ગઈ સબકા બુરા હાલ
જીવરાજ મહેતાની હેડીનો કોઈને ઘસરકોય લાગ્યો નથી. આજે જેની તેની હેડી હલી જાય છે. જીવરાજ મહેતાએ સૌરાષ્ટ્રની ધરતીના અને નદીઓનો નીર પીધા છે. તેના પિતા નારાયણ મહેતા તો અમરેલીમાં એક નાની હાટડીમા ગોળા-ટિકડી, અનાજ વેચતા. માંડ માંડ પૂરું કરતા. પણ ગરીબીએ તેને બહાદુર બનાવ્યા. મારા કોલેજકાળમાં ૧૯૪૯થી ૧૯૫૨ સુધી અમારી કોમર્સ કોલેજમા ૯૯ ટકા મહારાષ્ટ્રીયન પ્રોફેસરો હતા. જીવરાજ મહેતા તેની દાદી પાસેથી રસોઈથી માંડીને બધુ જ શીખેલા.
તેના સ્કુલ ટીચર આપ્ટે સાહેબ હતા. આપ્ટે સાહેબ તેને જ્ઞાનમા મદદ કરી શક્યા પણ અમરેલીની શેરીની લાઈટમા સડક ઉપર વાંચતા ઉગાર્યા નહીં. જીવરાજ મહેતાને આઈસીએસ થવુ હતુ પણ અમરેલીના સીવીલ સર્જન ડૉ. એદલજીનાં દીકરા રૂસ્તમજીના સંપર્કમા આવ્યા. રૂસ્તમજીને જીવરાજ મહેતા ટÛુશન આપતા. રૂસ્મતજીએ તેના પિતાને કહીને જીવરાજ મહેતાને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જે. જે. હોસ્પિટલમા ભણવાની પ્રેરણા આપી. પરંતુ જીવરાજ મહેતા પાસે કોલેજની ટÛુશન ફીનો દોકડો નહોતો.
તેને શેઠ વી. એમ. કપોળ બોર્ડીગમાં દાખલ કર્યા. જીવરાજ મહેતા શું કરતા? મજુરી કરતા કે ‘ટ્યુશન કરીને ફી ભરતા અને તેને કપોળની સ્કોલરશીપ મળતી તે મા-બાપને મોકલી દેતા! પણ તેણે ઉજાગરા કરીને મેડિકલ ડિગ્રી મેળવી. એ દરમિયાન તેણે કપોળ શેઠીયાને કહ્યુ કે ‘હવે હું કમાતો થયો છું. હું સ્કોલરશીપ નહીં લઉં! કપોળ બોર્ડીગમા પૈસા ભરીને ભણીશ!’ બોલો આજે ૨૦૧૪મા આવી હિંમત કોઈ કરશે?
પણ તેને ભણવાથી ધરવ જ નહોતો થતો. તેણે પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી માટે તાતા એજ્યુ.ની સ્કોલરશીપ માગી અને લંડન ગયા. લંડનમાં તેમણે પ્રતિષ્ઠિત લંડન હોસ્પિટલ-મેડિકલ- કોલેજમા પ્રવેશ મળ્યો. ભારતીય વિદ્યાર્થી પ્રત્યે બ્રિટિશરો ઓરમાયું વર્તન રાખતા. એટલે તેણે ઈન્ડિયન ગીલ્ડ ઓફ ટેક્નોલોજી અને સાયન્સની સંસ્થા સ્થાપી. આ બધી ક્રાંતિકારી ચળવળ, પિતા માટે કમાવું, માતાની ખબર કાઢવી એ બધા સાથે તેમણે એમ. ડી.ની પરીક્ષામાં ઈગ્લેંડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. ઈગ્લેંડમા એક બાજુ રતન તાતાની બીમારી સારી કરી અને તેણે પોષણવાળો ખોરાક કે દૂધ ખાધા નહોતા તેથી તેમને તે કાળમાં ક્ષય રોગ થયો!
ગાંસડા ભરાય તેટલું જીવરાજભાઈ માટે લખવાનું છે પણ છેલ્લે જ્યારે એ લંડન હતા ત્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને તેને મહારાજાએ વડોદરાના ચીફ મેડિકલ ઓફિસર બનાવ્યા અને પછી? હંસાબહેન મહેતા તેના પત્ની અમારા સયાજીરાવ યુનિ.ના વાઈસ ચાન્સેલર બન્યા! વાત હજી થોડીક બાકી છે. પણ આજે તમે કલ્પના કરી શકો છો કે કોઈ મુખ્ય પ્રધાનને પોષણને અભાવે ક્ષય રોગ થાય?
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment