SANKLAN
DINESH GOGARI'S BLOG
Monday, 8 September 2014
તાવ છે? તો અપનાવો આ આયુર્વેદિક ઉપચારો
અમદાવાદ, 22 ઓગસ્ટ
તાવમાં સામાન્ય રીતે આપણે એલોપેથી દવા લઈને ઝડપથી તાવ ઉતારી દેવા માગતા હોઈએ છીએ. પરંતુ આ દવાઓની ઘણી આડઅસર પણ થતી હોય છે. તેથી તાવમાંથી બચવા ઘણા આયુર્વેદિક ઉપચારો પણ છે, જેનાથી ખૂબ ઝડપથી તાવ ઉતારી શકાય છે અને તેના કોઈ ગેરફાયદા પણ નથી હોતા.
તાવ મટાડવાના આર્યુવેદિક ઉપચારો
કોઈપણ જાતનો તાવ હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે.
તાવ ઉતર્યા પછી બે દિવસ સુધી મીઠાં વાળું ગરમ પાણી પીવાથી તાવ પાછો આવતો નથી
કોઈપણ તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતારી જાય છે.
સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચઢતી નથી.
તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી પણ બધી જાતના તાવ માટે છે.
તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂરણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ માટે છે.
લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને મીઠુ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
ગરમ કરેલા દૂધમાં હળદર મેળવીને પીવાથી તાઢિયો તાવ મટે છે.
મરીનું ચૂરણ તુલસીના રસ અને મધમાં પીવાથી ઠંડી ચઢીને આવેલો તાવ મટે છે.
ફુદીનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment