Monday, 8 September 2014

માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
--- કિશોર બારોટ

જુદા જુદા ધરમ મળે જુદા ખયાલ મળે,
નવાઈ છે કે સૌનું લોહી તો ય લાલ મળે.
--- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

સર્વસ્વ કૈં ગુમાવ્યાની લાગણી છે, મિત્રો !
પંક્તિ સરસ મળેલી પાછી ભુલાઈ ગઈ છે
--- નયન દેસાઈ

પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !

તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
--- સુરેશ દલાલ

ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.
--- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment