Monday, 8 September 2014

જડમાં જડ ચામડીના રોગોને કાયમ માટે કરશે દૂર, આ દેશી નુસખા!


પ્રાચીન સમયથી કોઇપણ રોગને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચારનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજની 21મી સદીમાં પણ આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે. 
ત્વચાના રોગો એવા છે જે ઘણીવાર એલોપથી દવાથી કાયમી દૂર નથી કરી શકાતા, પણ જો આયુર્વેદ અને ઘરેલૂ દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો જડમાં જડ રોગોથી પણ કાયમી છૂટકારો મેળવી શકાય છે. ખાસ કરીને ચોમાસામાં ત્વચાને લગતા રોગો વધારે જોવા મળતા હોય છે. ખસ, ખરજવું, ખીલ, દાદર આ બધા રોગ શુષ્ક ત્વચા અને ખંજવાળના કારણે થાય છે. જો તમે પણ ચામડીના રોગોથી પરેશાન હોવ તો અહીં આપવામાં આવેલા કેટલાંક ઘરેલૂ નુસખાઓ અજમાવો અને રોગમુક્ત ત્વચા મેળવો.

- ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.

- ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

- કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

- તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.

- કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

- બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.

- ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી, લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.

- પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું અને ખસ મટે છે.

- જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.

- તુવેરનાં પાન બાળી દહીંમાં વાટીને ચોપડવાથી ખસ મટે છે.

- આખા શરીરે ખૂજલી આવતી હોય તો સરસિયાના તેલથી માલિશ કરવાથી ખૂજલી મટે છે.

- કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે.

- કોપરું ખાવાથી અને કોપરું બારીક વાટી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.

- ટામેટાંના રસમાંથી તેનાથી બમણું કોપરેલ મેળવીને શરીર પર માલિશ કરી, અડધા કલાક પછી સ્‍નાન કરવાથી ખૂજલી મટે છે.

- રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.

- કોપરેલ અને લીંબુનો રસ મેળવી શરીર ઉપર માલિશ કરવાથી ખૂજલી, દાદર મટે છે.

- તુલસીના પાનનો રસ શરીર ઉપર ઘસવાથી ખૂજલી મટે છે.

- ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.

No comments:

Post a Comment