Tuesday, 4 November 2014

દિવાળી આવી ને જતી રહી

ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે,
જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા,
થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની….
નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા,
બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો
એના જર્જરિત થઈ ગયેલા નાના
પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં
‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં

માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના
બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને….
હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,

તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી
ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં….
અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

Monday, 3 November 2014

નવા વર્ષનું ટાર્ગેટ : સાઇઝ ઝીરો

November 3, 2014
- હિમાંશુ કિકાણી
clip_image002_thumb.jpg
હેપ્પી ન્યૂ યર!
નવા વર્ષે કોઈ નવો મક્કમ નિર્ધાર કર્યો? થોડા દિવસોમાં ભૂલી જવા માટે?
નવી શરૂઆતના નિર્ધાર આપણી પાળી ન શકીએ એનાં દેખીતાં કારણો હોય છે. આપણે રોજ સવારે ચાલવા જવાનો નિર્ધાર કરીએ તો એલાર્મ ઓટોમેટિક વાગે, પણ એ પછીનું બધું આપણે કરવું પડે, ભારે પોપચાં ખોલવાં પડે, ગોદડું ખસેડવું પડે… ટૂંકમાં, નિર્ધાર એવા જ ટકે જેમાં બધું આપોઆપ થાય.
જો નવા વર્ષમાં તમે સાઇઝ ઝીરોનો નિર્ધાર કરો તો એ ટકવાના ચાન્સ છે. આપણું ફોકસ હંમેશા ઇન્ટરનેટ રહેવાનું એટલે અહીં સાઇઝ ઝીરોની વાત આપણા ઇનબોક્સને લાગુ પડે છે!
સૌ કોઈની જેમ તમે પણ ઈ-મેઇલના સરેરાશ યુઝર હશો તો તમારું ઈનબોક્સ મોટા ભાગે બિનજરૂરી મેઇલ્સથી ભરચક રહેતું હશે. આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ, જાણે-અજાણે આપણા ઈ-મેઇલ એડ્રેસની લ્હાણી કરતા હોઈએ છીએ એટલે અને એ સિવાય, આપણું એડ્રેસ યેનકેન પ્રકારેણ મેળવી લેતા લોકોના પ્રતાપે આપણે માટે જરૂરી ન હોય એવા ઈ-મેઇલ્સનો ખડકલો થતો જ રહે છે. પરિણામે, એ ગંજમાં આપણા માટે જરૂરી મેઇલ્સ દબાયેલા અને નજર બહાર રહી જાય એવું બની શકે છે. આમ તો જીમેઇલ હોય કે યાહૂ હોય કે ત્રીજી કોઈ કંપની, એમના એન્જિનીયર્સ આપણા ઈનબોક્સને ક્લિન રાખવા માટે યથાશક્તિ સતત પ્રયાસ કરે છે અને એમનાં ફિલ્ટર્સ ઘણાં કારગત પણ રહે છે. તેમ છતાં, સંખ્યાબંધ મેઇલ્સ આપણા ઈનબોક્સમાં ઘૂસી જવામાં સફળ પણ રહે છે.
આવું ન થાય, આપણા ઇનબોક્સની આપણા વતી કોઈ કડક ચોકી કરે અને માત્ર જરૂરી મેઈલ્સને જ અંદર પ્રવેશવા દે એવી પેઇડ અને ફ્રી એપ્લિકેશન્સ હોય છે, પણ મોટા ભાગે, સિક્યોરિટીનાં દેખીતાં કારણોસર લોકો પોતાના ઈ-મેઈલ સાથે એવી કોઈ થર્ડ પાર્ટી એપને કનેક્ટ કરવાનું પસંદ કરતા નથી.
ખરેખર એવી ખાસ જરૂર પણ હોતી નથી. નવા વર્ષનો ઉત્સાહ ઓસર્યો ન હોય ત્યાં સુધીમાં તાબડતોબ પગલાં લઈને તમે કેટલીક ઓટોમેટિક પ્રક્રિયાઓ સેટ કરી દો તો તમારું ઇનબોક્સ આખું વર્ષ નીયરલી સાઇઝ ઝીરો રહેવાની પૂરી શક્યતા છે. આ માટે, તમે જીમેઇલનો ઉપયોગ કરતા હશો એમ ધારીને, કંઈક આવાં પગલાં લઈ શકાય…
જીમેઇલમાં ઇનકમિંગ મેઇલ્સના ઓટોમેટિક પ્રાઇમરી સોર્ટિંગની વ્યવસ્થા તો છે જ. જીમેઇલ આપણા પર આવતા ઈમેઇલ્સને પોતાની રીતે ચેક કરીને પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ અને ફોરમ એમ પાંચ કેટેગરીમાં વહેંચી નાખે છે, જેમાંથી પ્રાઇમરી કેટેગરીમાં, સામાન્ય રીતે આપણા કામના ઈમેઇલ્સ જમા થતા હોય છે.
વાસ્તવમાં આપણે મેઇલ ઓપન કરીએ એ સાથે સૌથી પહેલાં આ પ્રાઇમરી ટેબમાંના મેઇલ્સ જ જોવા મળે છે એટલે તેમાં માત્ર સૌથી મહત્ત્વના મેઇલ્સ જ દેખાય તે જરૂરી છે.
એટલા માટે ઓટોમેટિક સોર્ટિંગ સુવિધાનો પૂરો લાભ લો. શરૂઆતમાં, પાંચેય કેટેગરીમાં આવતા મેઈલ્સ પર એક ઊડતી નજર નાખીને, કોઈ મેઈલને જીમેઇલે ખોટી કેટેગરીમાં નાખ્યો હોય તો તેને સુધારી શકાય છે. જેમ કે ફેસબુકનાં નોટિફિકેશન્સ આપણા પ્રાઇમરી ટેબમાં આવી પડતાં હોય તો આવા કોઈ એક મેઇલને ઓપન કરી, મેઇલ બોક્સના જમણા ઉપરના છેડે આપેલા ઓપ્શન્સના ડ્રોપડાઉન મેનુમાં જઈને ‘રીપોર્ટ મિસકેટેગરાઇઝેશન’ પર ક્લિક કરો. હવે જે બોક્સ ખૂલે તેમાં આ મેઇલ, તમારી દૃષ્ટિએ જે કેટેગરીમાં જવા જોઈએ (જેમ કે સોશિયલ) તે જણાવી દો. જોકે અહીં ગૂગલ કહે છે કે આ રીતે તમે ગૂગલના એન્જિનીયર્સને તમારો મેઇલ તપાસવાની મંજૂરી આપો છો, માટે તમને યોગ્ય લાગે તો જ આગળ વધશો.
બીજી વાત, જીમેઇલ ભલે એમ કહે કે તમને એટલી બધી સ્ટોરેજ કેપેસિટી મળે છે કે તમારે કોઈ મેઈલ ડિલીટ કરવાની જરૂર નથી, તમે ખચકાયા વિના મેઇલ ડિલીટ કરવાની ટેવ પાડો. એ માટે કીબોર્ડ શોર્ટકટ યાદ રાખી લેશો તો વાત વધુ સહેલી બનશે. કેટલાક સંજોગોમાં આ પ્રક્રિયા પણ ઓટોમેટ કરી શકાય છે.
તમારે માટે ચોક્કસ નકામા, કાયમ માટે નકામા મેઇલ્સ, તે ઈનબોક્સમાં દાખલ થાય તે પહેલાં જ ઓટોમેટિકલી ડિલીટ કરવા માટે ફરી ઓપ્શન્સમાં જાઓ અને ‘ફિલ્ટર મેસેજીસ લાઇક ધીસ’ પર ક્લિક કરી યોગ્ય સેટિંગ કરી દો.
ફિલ્ટર સુવિધા અને લેબલની સગવડનો વધુમાં વધુ લાભ લઈને પણ ઓટોમેટિકલી ઇનબોક્સને ક્લિન રાખી શકાય છે. જેમ કે તમારા પર દર મહિને મોબાઇલ કંપનીનું બિલ આવતું હોય અને તેનું પેમેન્ટ ઓટોમેટિકલી થાય એ માટે તમે ડાયરેક્ટ બેન્ક ખાતામાંથી પેમેન્ટની ગોઠવણ કરી હોય તો બિલને ઈનબોક્સમાં એન્ટ્રી આપવાની જરૂર જ નથી, આવા મેઇલ્સ માટે યોગ્ય લેબલ્સ સેટ કરીને તેને ફિલ્ટર કરી દેશો એટલે ઇનબોક્સ બાયપાસ કરીને તમારું બિલ યોગ્ય લેબલ સાથે આર્કાઇવ થઈ જશે. કોઈ ક્લાયન્ટ તરફથી આવતા મેઇલ્સને આપોઆપ ચોક્કસ લેબલ લાગે અને તેને સ્ટાર પણ લાગુ થઈ જાય એવું ફિલ્ટરિંગ પણ કરી શકાય છે.
લેબલિંગ અને ફિલ્ટરનો સ્માર્ટ ઉપયોગ કરો તો તમારા મહત્ત્વના ઈ-મેઇલ્સ હંમેશા યોગ્ય રીતે ફાઇલ થતા રહેશે અને ઇનબોક્સને ચોખ્ખુંચણાક રાખીને તમને ક્યારેય સ્ટ્રેસનો અનુભવ પણ નહીં થાય. ટ્રાય કરી જુઓ, પહેલા જ અઠવાડિયામાં!

શ્રી હિમાંશુ કીકાણીનાં સંપર્કસૂત્રઃ
· ઇ-પત્રવ્યવહાર : himanshu@cybersafar.com

સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
-- જલન માતરી

એ મુસીબત એટલી ઝિઁદાદિલી ને દાદ દે
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !
--- જમિયત પંડ્યા

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
--- મનોજ ખંડેરિયા

રૂબરૂ જે પળે હોય છે,
શ્વાસ ઉપરતળે હોય છે.
--- રશીદ મીર

સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
--- ગની દહીંવાલા

હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !
--- મનહરલાલ ચોક્સી

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
--- વિવેક ટેલર

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.
--- રમેશ પારેખ

એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
--- મુકુલ ચોકસી

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
--- વિવેક મનહર ટેલર

ભાઈ ખાલીપા ! હજીયે કોઈ પણ આવ્યું નહીં,
તું જ ઘરની બ્હાર જઈને બારણું ખખડાવને.
--- અનિલ ચાવડા
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
તમ સ્પર્શે હવા વહે છે શીળી
મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
પાંદડી સંબંધની પીળી;
સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
સમદરમાં એકલો તરાપો .
ઝાંખીપાંખી આ બધી બત્તી બુઝાવો
ને ઘરનું સંગીત કરો બંધ,
અંધારું ધોધ બની તાણી લઈ જાય મને
અંધારે ભાળું હું અંધ;
ઘરની આ માયા ને છાપરીની છાયાને
અધપળમાં આજ તો ઉથાપો !
બંધુ, ન લેશ આજ માઠું લાગે હો ભલા
બંધુ, આ પ્રીત નથી પોચી ,
આઘે કર્યા તે નથી અળગા જરાય
નથી ખાલીપે ગોઠડી ઓછી;
ઊંડે ઊંડે મને પામું, પામું ને બજે
સંગીના ઊંચે આલાપો,
બંધુ, તમે જરાક આઘા ખસો ને મને
મારું એકાંત ફરી આપો !
- મકરંદ દવે
સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!


સાવ સસ્તા ઘરેલૂ ઉપાયથી ભગાડો મચ્છર, બજારની પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે!



















ઋતુ બદલાવાની સાથે જ તેનાથી જોડાયેલા સારા અને ખરાબ બદલાવો પણ આવે છે. ઠંડીમાં જીણી મચ્છીઓ, મચ્છરો, કીડાઓ વગેરેનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરોના કરડવાથી ખતરનાક બીમારીઓ પણ થાય છે. મચ્છરોને દૂર કરવા માટે આપણે કેટલાય પ્રયત્નો કરતા રહીએ છીએ. બજારમાંથી નવા પ્રોડક્સ લાવવાથી માંડીને બીજું ઘણું જ આપણે ઉપયોગમાં લઇએ છીએ. પરંતુ મચ્છરોને દૂર કરવા માટેના કેટલાક સરળ ઉપાયો આપણી આજુ-બાજુ છે, જેનો આપણને ખ્યાલ નથી રહેતો. આપણી આસપાસ અને ઘરમાં જ એવા પ્રાકૃતિક ઉપાયો છે જેનો ઉપયોગ કરવાથી મચ્છરોનાં ત્રાસથી આપણને આઝાદી મળી શકે છે.
 
મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ, વાયરલ, પેરાસાઇડ વગેરે એક માણસથી બીજા માણસમાં ફેલાય છે, જે ખુબ જ ખતરનાક હોય છે. મચ્છરથી ફેલાતી મુખ્ય બીમારીઓ મલેરિયા- ડેંગૂ, ફિલેરીયા, કમળો, જપાનિઝ એન્સેફલાઇટિસ, ચિકનગુનિયા વગેરેનો સમાવેશ થાય છે.

ઘરમાં ઉગાડો મચ્છરોને દૂર કરતા છોડ
 
આપણે આપણા ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે કેટલાય કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ. આ કીટનાશક આપણાં શરીરમાં એલર્જી પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જો તમે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કોઇ પ્રાકૃતિક ઉપાય શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું મચ્છર ભગાડવાના 10 ઉપાયો. 
 
લીમડાનું તેલ-
 
લીમડાનું તેલ અને નારીયેળનાં તેલ 1:1 સપ્રમાણ મેળવીને તમારા શરીર પર લગાવવું. તેની ગંધથી એક પણ મચ્છર તમારી આસ-પાસ નહી ફરકે.  
 
નીલગીરી અને લીંબુનું તેલ-
 
નીલગીરી અને લીંબૂનાં તેલને એક સાથે મેળવીને શરીર પર લગાવવાથી મચ્છર પાસે નહી આવે. આ તેલ એન્ટીસેપ્ટિક પણ છે, અને મચ્છરોને ભગાડવામાં પણ કામ આવે છે.

કપૂર-
 
આ એક પ્રાકૃતિક વસ્તુ છે જે ખુબ જ અસરકારક હોય છે. કપુરને બાળીને તેને રૂમમાં રાખી રૂમના બધા જ બારી બારણા બંધ કરી દેવા. 20મિનિટ પછી તમે જોશો કે મચ્છર ભાગી ગયા હશે.
 
તુલસી-
 
તુલસી મચ્છરને દૂર ભગાડવા માટે ખુબ અસરકારક હોય છે. આયુર્વેદનાં આધારે જો તમે તમારી બારીની સામે તુલસીનો છોડ રાખશો, તો તે મચ્છરોને ભગાડવામાં અસરકારક બને છે. તુલસી મચ્છરોને તેની આસપાસ ફરકવાથી રોકે છે. 
 
લસણ- 
લસણની સુગંધ બહુ તેજ હોય છે, જેને સુંઘીને મચ્છર દૂર ભાગી જાય છે. થોડા લસણને પીસીને તેને પાણીમાં ઉકાળી લઇ તે પાણીને સ્પ્રે બોટલમાં ભરીને આખા ઘરમાં છિડકવું. આનાથી મચ્છરોનો ત્રાસ દૂર થશે.
 

ટી ટ્રી ઓઇલ-
 
આ પ્રાકૃતિક તેલ જીવાણુરોધી છે. જેને શરીર પર લગાવી મચ્છરોથી છુટકારો મેળવી શકાય છે. આ તેલની સુગંધ રૂમમાંથી મચ્છરોને દૂર ભગાડી શકે છે. 
 
ફુદીનો-
 
ફુદીનાની પાંદડીઓને જો તમે ઇચ્છો તો બારીની બહાર લગાવી શકો છો અથવા તો શરીર પર લગાવીને પણ મચ્છરને દૂર કરી શકો છો.
 
લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ)-
 
લવેન્ડરની સુગંધ ખુબ સારી માનવામાં આવે છે, પરંતુ તેની તેજ સુગંધ મચ્છરોને થોડી ઓછી પસંદ હોય છે. આના તેલને તમે રૂમ ફ્રેશનર અથવા તમારા શરીર પર લગાવીને કરી શકો છો. 

લેમનગ્રાસ-
 
લેમનગ્રાસનું તેલ પણ ખુબ જ પ્રભાવશાળી હોય છે, જેને લગાવવાથી મચ્છરોના કરડવાનાં નિશાન દૂર થાય છે. તેને બાળીને તેમાંથી ઉત્પન થતો ધુમાડાથી મચ્છર ભાગી જાય છે. આ એક ઘાસ છે જેમાં લીંબૂ જેવા સિટ્રસની સુગંધ આવે છે.
 
છોડ ઉગાવવાં-
 
જો તમને લાગે છે કે ઘરમાં છોડ ઉગાડવાથી મચ્છરનો ત્રાસ વધી જાય છે, તો તમે ખોટુ વિચારો છો. તમારે એવા છોડ ઉગાડવા જોઇએ જે મચ્છરોને ભગાડવામાં અસરકારક હોય છે. ધરમાં તુલસી, ફુદિનો, ગલગોટા, લવેન્ડર (એક સુગંધીદાર ફુલવાળો છોડ) અને લવિંગનો છોડ લગાવવો. 

Thursday, 18 September 2014



• Start your day with lemon juice. This is one of the best therapies to eliminate belly fat. Pinch some yellow juice into a glass of warm water and add some salt to it. Continue drinking this every morning to boost your metabolism and to get rid of that paunch. 

__._,_.___

Wednesday, 17 September 2014

- અશોક વૈષ્ણવ
શ્રી કીર્તિ જયંત ખત્રીએ તેમના ‘ક્ચ્છમિત્ર’ના કાર્યકાળ દરમિયાન લખેલા લેખોનો ૧+૮ પુસ્તકોનો સંપાદિત સંપુટ ‘કલમ કાંતે કચ્છ’ શ્રેણી હેઠળ તાજેતરમાં પ્રકાશિત થયો છે. આ સંપુટની છડી પોકારે છે,પહેલો ગ્રંથ “માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી’.સમગ્ર પણે જોઇએ તો, આખા સંપુટને શ્રી કીર્તિ ખત્રીની ‘કચ્છમિત્ર’ની ત્રણ દાયકા ઉપરાંતની સફરનું વિવરણ ગણી શકાય. એમની અભ્યાસુ અને દીર્ઘદૃષ્ટા કલમમાંથી નીકળેલા ૩૦૦૦થી વધારે લેખોમાંથી ચૂંટેલા ૬૩૯ લેખોને દસ્તાવેજીકૃત સાહિત્ય ગણી શકાય.
‘કલમ કાંતે કચ્છ’માં જે અન્ય આઠ ગ્રંથ પણ સમાંતરે જ પ્રકશિત થયા છે તેમનાં નામો પણ તે દરેક ગ્રંથના વિષયની પહેચાન છે:
    ગ્રંથ : ૨ – જોયું, જાણ્યું ને લખ્યું
    ગ્રંથ : ૩ – રણના રંગ બેરંગ
    ગ્રંથ : ૪ – દરિયાની આંખે આંસુ
    ગ્રંથ : ૫ – જળ મૃગજળ
    ગ્રંથ : ૬ – ધરતી તાંડવ
    ગ્રંથ : ૭ – પાંજી પીડા પાંજી ગાલ
    ગ્રંથ : ૮ – પાંજા પ્રશ્ન પાંજી ગાલ
    ગ્રંથ : ૯ – વાહ કચ્છીયતને
આ પુસ્તકો કચ્છની પીડા, પ્રશ્નો, ખૂબી અને ખાસિયતોની તવારીખ માત્ર નથી. તેમાં શ્રી કીર્તિ ખત્રીના વૈયક્તિક અને વ્યાવસાયિક વ્યક્તિત્વના નીખારની સાથે સાથે જાગૃત પત્રકારની નિષ્પક્ષ, નીડર અને વેધક દૃષ્ટિએ થયેલ કચ્છના પ્રશ્નોની છણાવટ પણ છે.
આ આઠ પુસ્તકોનો પરિચય આપણે આગળ ઉપર કરીશું. આજે વાત માંડીશું આ ગ્રંથમાળાના પહેલા પુસ્તક “માણસ વલો કચ્છીમાડુ : કીર્તિ ખત્રી”ની.
‘કલમ કાંતે કચ્છ’ના ઉપર નોંધેલાં આઠ પુસ્તકોમાં કીર્તિભાઇનો દૃષ્ટિકોણ છે, જ્યારે ‘માણસ વલો કચ્છીમાડુમાં, તેમની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમની સાથે સંપર્કમાં આવેલાં નામી અનામી લોકોના દૃષ્ટિકોણ છે. ૧૦૫ સ્વતંત્ર લેખો અને ‘પ્રસ્તાવના’ અને ‘આવકાર’ એમ મળીને કુલ ૧૦૭ પીંછીઓએ કરેલા લસરકાઓથી કીર્તિ જયંત ખત્રીનાં વ્યક્તિત્વનું અનેક આયામી ચિત્ર અહીં સાકાર થાય છે.
કીર્તિભાઇની ‘ક્ચ્છમિત્ર’ના તંત્રી, કચ્છના મંત્રી અને સરહદના તંત્રીની ત્રિગુણાકાર ભૂમિકાને ‘તંત્રી, મંત્રી અને સંત્રી: ત્રિગુણાકારમ્‘ શીર્ષસ્થ’પ્રસ્તાવના’માં ઉજાગર કરવાની સાથે સાથે, ‘જન્મભૂમિ’ અખબારજૂથના મૅનેજિંગ એડિટર કુન્દન વ્યાસ કીર્તિભાઇની ઓળખ ‘કચ્છના ઇતિહાસ અને જનજીવન તેમ જ કચ્છની ધરતીની અંદર ધરબાયેલ ખનીજ સંપત્તિની માહિતી’ના કુબેર તરીકે કરાવે છે..
સમયની સાથે સાથે વધતી ગયેલી વાણિજ્યિક હરીફાઈની દોડમાં ‘ક્ચ્છમિત્ર’નાં મૂલ્યોનાં ઊંડાં મૂળિયાંને દૂરનું જોનારા, વિચારશીલ કીર્તિભાઈની સંપૂર્ણ પરિપક્વતા તેમ જ ભારોભાર સામાજિક નિસ્બતના વિવેક અને વિનયની માવજત મળી. અને તેથી જ, ગ્રામીણ પત્રકારત્વ કે જિલ્લા કક્ષાના પત્રકારત્વ કે પ્રાદેશિક પત્રકારત્વનાં અલગ અલગ પરિમાણોનાં અલગ અલગ ખાનાંઓમાંથી ઊઠાવીને ‘કચ્છમિત્ર’ને રાષ્ટ્રીય કક્ષાના દૈનિકના મુકામે પહોંચાડવાનાં કીર્તિ ખત્રીનાં પ્રદાનની બહુ જ સ્પષ્ટ નોંધ ગુજરાતી પ્રત્રકારત્વ જગતના અગ્રણી એવા રમેશ તન્ના તેમના “આવકાર” લેખ, ‘જિલ્લા કક્ષાના અખબારના રાષ્ટ્રીય તંત્રી’માં લે છે.
‘મૈત્રી એજ કીર્તિ’ (રઘુવીર ચૌધરી), ‘લક્ષ્મણરેખાના માણસ’ (વીનેશ અંતાણી), ‘કચ્છીયતની સંસ્કાર પ્રતિમા’ (પ્રભાશંકર ફડકે), ‘ક્ચ્છીયતનું ઝનૂન અને પર્યાય'(કેશુભાઇ દેસાઇ), કીર્તિભાઈનો પ્રકૃતિ પ્રેમ’ (શાંતિલાલ એન વરૂ), ‘અમારા અને સૌના સ્વજન’ (રજનીકાંત સોની), ‘જીવદયાની પ્રવૃત્તિના પોષક’ (તારાચંદ છેડા), ‘આમ લોકના ખાસ જણ’ (ડૉ. દર્શના ધોળકિયા),’હસ્તકળાના હામી'(નિરંજન શાહ), ‘દ્રોણાચાર્ય સરીખો મિત્ર’ (જયકુમાર લક્ષ્મીચંદ શાહ),’એ લેખોની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે’ (ભાસ્કર અંતાણી) જેવા ૯૮ લેખોનાં શીર્ષકો અને લેખકોનાં નામ વાંચીએ તો પણ કીર્તિભાઇનાં અનેકવિધ પાસાંદાર વ્યક્તિત્વને કેટ કેટલાં વિવિધ ક્ષેત્રોનાં લોકોએ જોયું, જાણ્યું અને અનુભવ્યું છે તેનો ચિતાર તો આપણને આવી જ જાય.
આ દરેક ચિત્રણને વિગતે તો પુસ્તકના વાચન દ્વારા જ જાણી શકાય તેમ છે, પણ પુસ્તકના અંતમાં કીર્તિભાઇનાં પરિવારજનોએ જે કંઇ તેમના વિષે લખ્યું છે, તેનું અહીં વિહંગાવલોકન કરી લેવાનું આકર્ષણ રોકી નથી શકાતું :
લાગણીના તાણાવાણાથી ગૂંથાએલો પરિવાર‘ – જીતુભાઇ ખત્રી (મોટાભાઈ)
    પોતાના ‘સમજુ, લાગણીશીલ અને કર્તવ્યનિષ્ઠ’ નાનાભાઇને ‘ગુસ્સો કરતાં પણ આવડે છે’ તેની સાથે જ તેનામાં ‘ગુસ્સાને ફટાફટ ઓગાળવાની પણ ક્ષમતા’ પણ છે.
પારિવારિક ભાવનાના હિમાયતી‘ – મુક્તા જિતેન્દ્ર ખત્રી (‘કચ્છમિત્ર’ની ‘મહિલા જગત’ કટારનાં અગ્રલેખિકા અને કીર્તિભાઇનાં ભાભી)
    ‘મારા દિયર, જેની સાથે ભાભી તરીકે મારો મજાક-મસ્તીનો સંબંધ છે એ મારી પાસેથી માના સ્નેહના હકદાર છે.’
    ‘એમના માટે ઓફિસના કર્મચારી હોય, કટાર લેખક હોય કે પરિવારનો સભ્ય હોય, બધા જ સરખા જ રહ્યા છે. એ વાત કુંટુંબના સભ્ય અને કટાર લેખિકા તરીકે મેં સારી રીતે જાણ્યું છે.’
હોદ્દાના ભાર વિનાના પપ્પા‘ – નેહા અમોલ ધોળકિયા (નાની દીકરી)
    ‘લોકો શું કહેશે એના કરતાં દ્દીકરી શું ઈચ્છે છે એવું વિચારીને પપ્પાએ અમને પિતાની પૂર્ણ હૂંફ આપી છે.’
    ‘ધરતીકંપ વચ્ચે પપ્પા ભુજની શાક માર્કેંટની વચ્ચોવચ્ચ ફસાયા હતા. વડીલોના અને એમના પોતાના પુણ્યે બાલબાલ બચી ગયા.’
    ‘તંત્રી જેવા હોદ્દા પર હોવા છતાં…અમારા એડમિશન લેવાની વાત હોય.. ત્યારે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહેવાનું પસંદ કરતા… સ્કૂટર કે મોટર પર ‘પ્રેસ’નું લેબલે ક્યારેય લગાડ્યું નથી.’
સફળ ‘બ્લાઈન્ડ’ ગેમ‘ – ભાનુ (ભાગ્યવતી) કે. ખત્રી (“અનેક તડકી છાંયડીમાં જેની ઓથે જીવન હર્યું ભર્યું છે”..”ત્રણ એક્કાવાળી ‘બ્લાઈન્ડ’ બાજી” સમાં સહધર્મચારિણી)
    ‘સગાઈ પૂર્વે અમે મળ્યા જ નહીં કે ન તો કોઈ વાતચીત કરી…અંધેરી સ્ટેશને અકસ્માતે એમને મોટા બેન અને કાકી સાથે જોયા હતા….પણ વડીલોના વિશ્વાસ સાથે (એમની) “બ્લાઈન્ડ”ની સામે “બ્લાઈન્ડ”..(એવો)_..અનેક તડકી-છાંયડીથી ભરેલો અમારો….ઘરસંસાર.. અત્યારે નિવૃત્તી પછી ઢળતી સંધ્યાના અવનવા રંગોનોય લહાવો’ (ભરી રહ્યો છે).
    એમનુ મનોબળ.. મક્કમ.. જે ધારે તે પૂરૂં કરે.’
    ‘ખૂબ ચીવટથી કામ કરવાના આગ્રહી..રાતે બે વાગે ઊઠી લખવા બેસી જાય અને આવું જ્યારે બને ત્યારે મને ખાતરી જ હોય કે કોઇ સુંદર પીસ લખાયો હશે એટલે સવારે ઊઠીને વાંચી લઉં….એકનું એક લખાણ જુદા જુદા એંગલથી લખે. કાગળ ફાડી નાખે અને ફરી લખે. આવું વર્તન કરે ત્યારે હું સમજી જાઉં એ કોઈ અસામાન્ય મુદ્દો છે. એટલે લખી લે કે તરત જ જાતે જઇને વાંચી લઉં. ….જેમ એમના પિતાજીની વાર્તાઓ સંધાડા ઉતાર કૃતિ લાગે એમ એમના કેટલાક લેખ પણ એવા જ લાગે છે.’
    ‘વ્યવસાય પ્રત્યે વફાદાર અને લોકોના હિતની ચિંતા કરનાર કોઇ પત્રકાર, ઉચ્ચ અધિકારી કે અન્ય એમના સંપર્કમાં એકવાર આવે તો કાયમી સંબંધ રાખતા થઇ જાય…. એમની યાદશક્તિ એટલી તીવ્ર કે એક વાર એમને મળેલી વ્યક્તિ બીજી વાર પાંચ વર્ષે મળે તોયે સ્થળ અને સમય એમને યાદ હોય.’
    ‘ન્યાય મેળવવા હંમેશાં ભોગ આપે અને અન્યાય સામે અડગ કદમે ઊભા રહે એવો એમનો સ્વભાવ.’
    ‘એમની એક આદત એ પણ ખરી કે ઓફિસની કોઇ પણ વાત એ ઘરમાં ક્યારેય ન કરે અને ઘેર શકય હોય ત્યાં સુધી કોઈનેય બોલાવેય નહી.. ઘરમાં આવે ત્યારે ચિંતા કે કામનો બોજ ક્યારેય ચહેરા પર લાવે નહીં.’
    ‘આર્થિક લાભ માટે ટૂંકો રસ્તો અપનાવવો કે પોતાના પદનો ગેરલાભ લેવો એવો તો વિચાર પણ ક્યારેય એમને સ્પર્શ્યો નથી.’
    ‘માનવીના તમામ સ્વરૂપની ચરમસીમાઓ જોયા પછી એમને એ કૂર વાસ્તવિકતા અને સત્ય હકીકત આધારિત નોવેલ’ લખવાની એમની ઇચ્છા છે, ‘પણ લખી શક્યા નથી. આ કામ હાથ ધરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.’
અને પુસ્તકનાં સમાપનમાં કીર્તીભાઇ ખત્રીએ, કોઈ નસીબવંતાને જ મળે એવો, પોતાની (વિશેષ) કેફીયત લખવાનો મોકો ઊઠાવી લીધો છે.લક્ષ્ય વિહોણા વેધ’એ ‘૬૮ વર્ષની ઉંમરે જીવનસંગ્રામ તેમજ વ્યાવસાયિક ક્ષેત્રની સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશા, શું શું કર્યું અને શું ન કરી શક્યો, કેટલું સાચું કર્યું અને કેટલું ખોટું, એનાં લેખાંજોખાની સાક્ષીભાવે’ થયેલી બહુ જ નિખાલસ રજૂઆત છે.
૧૯૭૦થી ૨૦૧૩, પત્રકાર તરીકે, ક્ષણવારમાં પસાર થયેલ જણાતાં,૪૩ વર્ષપૈકી ૧૯૭૦થી ૧૯૭૩ દરમ્યાન મુંબઈના ફ્રી પ્રેસ જર્નલનાં ગુજરાતી અખબાર’જનશક્તિના સબએડિટર, ૧૯૭૩થી ૧૯૮૦ દરમ્યાનઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘જનસત્તા’માં સબએડિટર અને, ૧૯૮૦થી ૨૦૧૩ના માર્ચ સુધી જન્મભૂમિ અખબાર જૂથના ભુજથી પ્રગટ થતા ‘કચમિત્ર’માં બે વર્ષ મદદનીશ તંત્રી, ૩૧ વર્ષ તંત્રી અને હાલમાં સલાહકાર તંત્રી તરીકેના ત્રણ તબક્કામાં વહેંચાયેલી કારકિર્દીના વળાંકો, અવઢવો, ખાટા મીઠા અનુભવો, અપેક્ષાઓની પૂર્તિઓ અને અધૂરાશોની તેમની દાસ્તાનને તો જાતે વાંચ્યે જ માણી શકાય તેમ છે.
સરવાળે મૂળ વાત એ કે વ્યાવસાયિક ક્ષેત્રે મેળવેલી સફળતાઓની સમીક્ષા-કદર જે તે વ્યક્તિની હયાતિમાં જ થાય તે એકથી વધુ રીતે ઇચ્છનીય અને ઉચિત છે. તે સાથે તે સમયની કચ્છની સમસ્યાઓ અને એના ઉકેલ અંગે અગ્રલેખોમાં કરેલી છણાવટનું દસ્તાવેજીકરણ ‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથ શ્રેણીમાં થયું છે.

શ્રી કીર્તિ ખત્રીનું ઇ-સરનામું : kirtikhatri@hotmail.com

‘કલમ કાંતે કચ્છ’ ગ્રંથ શ્રેણી : ગ્રંથ -૧: માણસ વલો કચ્છીમાડુ: કીર્તિ ખત્રી
સંપાદક : માણેકલાલ પટેલ || પ્રથમ આવૃત્તિ : જૂન ૨૦૧૪
પ્રકાશક :
ગોરધન પટેલ ‘કવિ;
વિવેકગ્રામ પ્રકાશન
શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ,
નાગલપુર રોડ, માંડવી (ક્ચ્છ), ગુજરાત
મુખ્ય વિક્રેતા :
રંગદ્વાર પ્રકાશન,
જી-૧૫ / યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે,
નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯
ઇ-મેલ સરનામું:rangdwar.prakashan@gmail.com

Tuesday, 16 September 2014

અપૂરતી ઊંઘનાં ખતરનાક પરિણામો...
 
 
 
પરિશ્રમ કરનારા શ્રમજીવીઓ પાતળી ગોદડી પર ઘસઘસાટ ઊંઘી જતાં હોય છે અને ડનલોપના ગાદલા પર કેટલાયે સમૃદ્ધ લોકો આખી રાત પડખા ઘસતાં હોય છે. સગવડોથી સુખ-શાંતિ ક્યારેય મળતા નથી અને મનની શાંતિ સિવાય પ્રગાઢ ઊંઘ આવતી નથી. સુખ-શાંતિ માટે અંત:કરણ નિર્મળ હોવું જરૂરી છે. ચિંતા, ઉદ્વેગ, મોહ, ક્રોધ વગેરે અંત:કરણને મલિન કરે છે.

નિદ્રા દેવી: આપણે જેને નિદ્રા દેવી કહીએ છીએ, તે સાચા અર્થમાં દેવી છે. જેમ શરીરને ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર છે, તેટલી જરૂરિયાત ઊંઘની પણ છે. તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ એવું સૂચવે છે કે રોગો અને જીવાણુઓ સામેના સતત યુદ્ધથી ક્ષીણ થઈ ગયેલું શરીરનું રોગપ્રતિકારક શક્તિનું તંત્ર પૂરતી ઊંઘ લેવાથી ફરીથી ચેતનવંતુ બને છે. અપૂરતી ઊંઘથી તમારી પ્રતિક્રિયા ધીમી પડે છે. ચપળતા ઘટે છે અને શરીરની આંતરિક પ્રક્રિયા ખોરવાય છે. શરીરને પોષણ આપતી ઊંઘ માટે જ ભૂતધાત્રી કહેવાય છે. વારંવાર ભૂલો કરતી ગૃહિણીઓએ એવું ના માની લેવું કે તેમની યાદશક્તિ ઘટી ગઈ છે. ઘણીવાર એમાં અપૂરતી ઊંઘ જવાબદાર હોય છે. ઓફિસના માણસો ઉપર વગર કારણે વારંવાર ચિડાઈ જતાં નંદુભાઈએ ત્રણ - ચાર વાર ડાયાબિટીસ વગેરે રિપોર્ટ કરાવ્યા. બધા રિપોર્ટ નોર્મલ. જ્યારે તેઓ સાયકોએનાલીસ્ટ પાસે ગયા ત્યારે તેમની વારંવાર ચીડનું કારણ અપૂરતી ઊંઘ નીકળી આવ્યું. રાતપાળીમાં કામ કરતાં કામદારો, ટી.વી. કે ફિલ્મ સાથે જોડાયેલા કસબીઓ, ૂવફતિંફાા, િૂંશિિંંયિ કે ઋઇ પર મોડી રાત સુધી ટોળ-ટપ્પા કરતાં યુવાનો - આ સહુનું પાચનતંત્ર એક યા બીજી રીતે ખોરવાયેલું રહે છે. ગૅસ, એસિડિટી, હાઈબ્લડપ્રેશર, આંખે ચશ્મા, નાની ઉંમરે સફેદ વાળ થવા વગેરેને નોતરું મળી જાય છે. આવા લોકો બીજા દિવસે સતત થાક અનુભવતા હોય છે. ઊંઘની ગોળીની આડઅસર: ઊંઘ પર રિસર્ચ કરતાં વૈજ્ઞાનિકો સ્પષ્ટપણે માને છે કે ઊંઘ લાવનારી ગોળીઓનું નિયમિત સેવન કરવાથી આ ગોળીઓ જ અનિદ્રાના વિષવૃક્ષનું કારણ બને છે અને પોષે છે.

અશ્ર્વગંધા ક્ષીરપાક: અશ્ર્વગંધામાં એક મુખ્ય ઘટક છે. સોમ્નીફેરમ જે ઊંઘ લાવનારું તત્ત્વ છે. એક કપ ગાયનાં દૂધમાં એક કપ પાણી + અડધી ચમચી અશ્ર્વગંધા ચૂર્ણ + એક ચમચી સાકર નાખીને, પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. ઠંડું થયે બે ચપટી ગંઠોડા નાખીને પીવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઈ આડઅસર નથી કે ટેવ પણ પડતી નથી. અશ્ર્વગંધા સારી ગુણવત્તાવાળું લેવું. નિષ્ણાત વૈદ્યરાજના માર્ગદર્શનમાં મુખ્ય કારણ શોધીને યોગ્ય સારવાર કરવાની.

દહીં + ડુંગળી: ડુંગળીના નાના નાના કકડા કરી દહીંમાં નાખીને મશક્ષક્ષયિ વખતે ખાવાથી પ્રગાઢ નિદ્રા આવે છે, તેવું અનુભવીઓનું માનવું છે.

ઝઈંઙજ: રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે ગાયના ઘીનું કે દિવેલથી માલિશ કરવું. 

Monday, 15 September 2014


છાતીનો દરેક દુખાવો હાર્ટ-અટૅક નથીહોતો

Chest Pain
અતુલકુમાર વૃજલાલ શાહ

દેશકાળ પ્રમાણે અને અત્યારની ઝડપી ટેન્શનયુક્ત વિરુદ્ધ આહાર-વિહારથી યુક્તલાઇફ-સ્ટાઇલને કારણે આજે હજારો લોકો હૃદયરોગના ભોગ બની રહ્યા છેહાઈ કે લોબ્લડ-પ્રેશરકૉલેસ્ટરોલસિરમ ટ્રાઇગ્લિસરાઇલ્ડ જેવા શબ્દો લોકજીભે ચડી ગયા છે.આધુનિક તબીબી વિજ્ઞાન  રોગને દૂર કરવા ખૂબ કોશિશ કરી રહ્યું છેપરંતુ ધાર્યુંપરિણામ મેળવી શકાયું નથીખૂબ  આડઅસર કરનારી મોંઘી દવાઓ જીવન પર્યંતલેવાનો આગ્રહ કરવામાં આવે છેદવાઓ લેવા છતાં દરદી હંમેશાં અટૅકના ભય વચ્ચેમરી-મરીને જીવતો રહે છે અને એને કારણે તેનું સામાજિક-માનસિક અને આર્થિકજીવન કષ્ટદાયક બની જાય છે.
આયુર્વેદ કહે છે કે રોગમુક્તિનો શ્રેષ્ઠ માર્ગ એટલે નિદાન પરિવર્જનમઅર્થાત્ રોગનીઉત્પત્તિ માટે મૂળ કારણ જે આહાર-વિહાર જવાબદાર છે  દૂર કરવુંહૃદયરોગનીસંપ્રાપ્તિમાં માધવાચાર્ય લખે છે, ‘ખૂબ  ગરમખૂબ  ભારે અથવા બહુ ખાટાતૂરા કેકડવા પદાથોર્નું સેવન કરવાથીખૂબ થાક લાગવાથીશરીર પર આઘાત લાગવાથી;અર્જીણમાં એટલે કે અગાઉનો ખાધેલો ખોરાક બરાબર પચ્યો  હોય અને એની ઉપરફરીથી ખોરાક લેવાથી તેમ  શરીરના આધારણીય વેગો એટલે કે ઝાડોપેશાબછીંક,ઓડકારબગાસાં જેવા ૧૩ પ્રકારના વેગો જે રોકવા  જોઈએ એને રોકવાથી હૃદયરોગથાય છે.’
માધવ-નિદાનમાં હૃદયરોગના પાંચ પ્રકાર જણાવવામાં આવ્યા છે જેનાંદોષાનુસાર લક્ષણો  મુજબ છે:

(
વાતજ હૃદયરોગ : વાતજ હૃદયરોગમાં હૃદયમાં ખેંચાણ લાગે છે અને કોઈ સોયમારતું હોય એવી પીડા થાય છે અથવા હૃદય અંદરથી વલોવાતું હોય એવી અનુભૂતિથાય છે અથવા અંદરથી ચિરાતું હોય એવું લાગે છે.

(
પિતજ હૃદયરોગ : પિતજ હૃદયરોગમાં દરદીને ખૂબ બળતરા થાય છે અને તરસલાગે છેહૃદય સુકાતું હોય એવું લાગેથાકેલું લાગેહૃદયમાંથી ગળા દ્વારા ધુમાડો નીકળેએવો ભાસ થાયદરદીને પરસેવો વળે તથા ચક્કર આવે.

(
કફજ હૃદયરોગ : કફપ્રકોપ થઈ જ્યારે હૃદય દૂષિત થાય ત્યારે હૃદયની અંદર ખૂબ ભાર લાગેહૃદય જકડાઈ ગયું હોય એવું લાગેઅન્ન માટે અરુચિ થાયમોંમાંથી કફનીકળેમોંમાં સ્વાદ ગળ્યો લાગે.

(
ત્રિદોષજન્ય હૃદયરોગ : ત્રિદોષજન્ય હૃદયરોગમાં ઉપરોક્ત ત્રણે દોષોનાં લક્ષણજોવા મળે છે.

(
કૃમિજન્ય હૃદયરોગ : કૃમિજન્ય હૃદયરોગમાં ત્રણે દોષોનાં લક્ષણો ઉપરાંત ખૂબ દુખાવો થાય છેખંજવાળ આવે છેઆંખે અંધારાં આવે છેબેચેની વર્તાય છેઆંખોકાળી પડી જાય છે અને સોજા ચડે છે.
ઉપરોક્ત પાંચ પ્રકારે હૃદયરોગ થઈ શકે છે અને શરીરમાં પ્રકોપ પામેલા દોષોઅનુસાર ચિકિત્સા કરવાથી હૃદયરોગમાંથી મુક્તિ મળે છેહાલમાં વિરુદ્ધ આહાર-વિહારઅને માનસિક ચિંતાગ્રસ્ત જીવનશૈલીથી હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધ્યું છેખાસ કરીનેનાનાં શહેરો અને ગામડામાં જ્યાં ખુલ્લું વાતાવરણ અને પશ્ચિમી દેશોનું આંધળુંઅનુકરણ નથી ત્યાં હૃદયરોગનું પ્રમાણ ઘણું ઓછું છેદરદીની તાસીર અનુસાર નિત્યએક ચમચી હરડે અને અડધી ચમચી સૂંઠનું સેવન કરવામાં આવે તો ૨૦૫ પ્રકારનારોગોમાંથી મુક્તિ મળી શકે છે.
મહાનગરોમાં જ્યાં શુદ્ધ હવા-પાણી તથા આહાર દુર્લભ છે અને ભાગદોડ કે ટેન્શનયુક્તજિંદગી છે ત્યાં હૃદયરોગ-ડાયાબિટીઝ જેવા રોગોએ પગપેસારો કર્યો છેભારત કરતાંપણ અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ  રોગ વધુ છેરોજિંદા જીવનકાર્યમાંઅચાનક છાતીમાં દુખાવોગભરામણ,  બેચેની જણાતાં દરદી ડૉક્ટર પાસે દોડી જાય છેઅને ત્યાર બાદ શરૂ થાય છે શારીરિક અને આર્થિક મુશ્કેલી સર્જનારી સારવાર પદ્ધતિ,કાર્ડિયોગ્રામઇકો-કાર્ડિયોગ્રામબ્લડ-ટેસ્ટઍન્જિયોગ્રાફીઍન્જિયોપ્લાસ્ટી અને છેલ્લેબાયપાસ સર્જરીછાતીનો દરેક દુખાવો હૃદયરોગ નથી હોતોયોગ્ય નિદાનના અભાવેદરદી ખર્ચના ખાડામાં ઊતરતો જાય છે.
એક અકાઉન્ટન્ટને મુંબઈની એક જાણીતી હૉસ્પિટલે બાયપાસની સલાહ આપી હતીતેનો વૈદ્યરાજ પ્રબોધ ગોસ્વામીએ સુંદર ઉપચાર કર્યો હતો અને તેને બાયપાસમાંથીબાયપાસ કરાવ્યો હતો  તેમના  શબ્દોમાં જોઈએ...

 
મારા આયુર્વેદ ક્લિનિકમાં એક દરદી નિદાન-સારવાર માટે આવ્યોદરદીનો હિસ્ટરી-રિપોર્ટ અને આયુર્વેદ પદ્ધતિથી નિદાન કરતાં ત્રિદોષજન્ય હૃદયરોગનું નિદાન થયું.સામ અવસ્થા હતીવજન ૮૪ કિલોમાનસિક સાંત્વન આપીને ઉપચાર શરૂ કર્યો જેવાચકો સમક્ષ રજૂ કરું છું.

(
પથ્યાદિ ક્વાથ ૧૫ ગ્રામ અને દશમૂળ ક્વાથ ૧૫ ગ્રામ આઠગણા પાણીમાં રાત્રેપલાળી સવારે ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળીને પીવુંવધેલા ભૂકામાં ફરીથીઆઠગણું પાણી ભેળવીને સાંજે જમ્યાના એક કલાક પહેલાં ફરીથી   વિધિથીઉકાળીને પીવું.

(
પ્રભાકરવટીની બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.

(
અજુર્ન રસાયન ટૅબ્લેટ બે-બે ગોળી સવાર-સાંજ ઉકાળા સાથે.
 અજુર્ન રસાયન ટૅબ્લેટ અમે  કૉમ્બિનેશનથી બનાવીએ છીએ.

(
ટૅબ્લેટમાં અજુર્નધન ૨૦૦ મિલીગ્રામશ્રૃંગભસ્મ ૫૦ મિલીગ્રામગોદંતી ભસ્મ ૫૦મિલીગ્રામપુષ્કરમૂલ ૧૦૦ મિલીગ્રામ અને અંશુમતી (સમેરવોધન ૧૦૦ મિલીગ્રામ.
 યોગમાં અજુર્ન ધનપુષ્કર મૂળ તથા અંશુમતી ધન હૃધ છે હૃદયની ગતિવ્યવસ્થિત કરે છેગંદું કૉલેસ્ટરોલસિરમ ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરે છે તથા શ્રૃંગ ભસ્મલોહીને પાતળું બનાવી હૃદયમાં શૂળ-ઍન્જાઇનાના પેઇનમાં ફાયદો કરે છે તથા ગોદંતીશૂળશામક તથા નૅચરલ કૅલ્શિયમ છે જે હૃદયને મજબૂત બનાવે છે.

(
અજમોદાદી ટૅબ્લેટની જમ્યા પછી બે-બે ગોળી દીપન-પાચન ઔષધ છે.

(
શિવા ટીકડી રાત્રે ત્રણ ગોળી ગરમ પાણી સાથે.
 ઔષધિ-પ્રયોગ સાથે શરીરને વિરામ કરે એવો સુપાચ્ય લઘુ આહાર આપવામાંઆવ્યોતળેલુંમીઠાઈભારે ઠંડા ખોરાક સદંતર બંધ કરાવ્યા ઔષધિ-પ્રયોગ મહિના સુધી ચાલુ રાખવામાં આવ્યોક્રમશશારીરિક તકલીફો દૂર થતી ગઈબ્લડ-પ્રેશર નૉર્મલ થઈ ગયુંમેદસ્વી શરીર ઓછું થઈને છથી સાત કિલો ચરબી ઓછી થઈ.ત્યારથી   દિવસ સુધી ફરી ક્યારેય