Friday, 8 August 2014

હૂંફાળા અવસર  – ડૉ. આઈ. કે. વીજળીવાળા


[1] પ્રેરણા
બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.
ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !’ પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
‘મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.
હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
‘અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.’ પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !’
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !
.
[2] સાધુ
વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.’
હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.
ભેજયુક્ત વાતાવરણમાં શરદી-ઉધરસ, તાવની સમસ્યા ભગાડવાનો રામબાણ ઈલાજ

ભેજયુક્ત વાતાવરણના કારણે એલર્જીક શરદી, ઉધરસ, તાવ જેવા રોગો તથા શ્વસનતંત્રને લગતી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. તેની સાથે જ વાત-પિત-કફની પ્રવૃત્તિ વધી જતાં ચામડીના વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થઈ શકે છે.રોગથી દૂર રહેવા શીખ આપતા તેઓ જણાવે છે કે આ સમયે વ્યક્તિએ પોતાના જઠરાગ્નિનો વિચાર કરી હળવો અને સારી રીતે પચે તેવો ખોરાક લેવો જોઈએ.
જંકફુડ, બહારનો ખોરાક, વાસી ખોરાક આરોગવા જોઈએ નહી.
બને ત્યાં સુધી પાણી ઉકાળીને પીવું જોઈએ.
ચીકણા અને ભારે પદાર્થો જેવા કે દહીં, કેળા, ચીકુ, શીખંડ, મેંદાની વસ્તુઓ, ઈડલી, ઢોકળા, ખમણ લેવા ન જોઈએ.

થોડી પણ પેટની તકલીફ થાય તો જ્યાં સુધી પાચન થઈ ગયું છે તેમ ન લાગે ત્યાં સુધી ભૂખ્યાં રહેવું પણ હિતાવહ હોવાનું જણાવતા ડો.પરમાર કહે છે કે આયુર્વેદમાં 'લંઘનમ પરમ ઔષધમ'ને શ્રેષ્ઠ ગણાવ્યું છે. મતલબ કે ઉપવાસ કરવાથી અડધો રોગ મટી જાય છે. તેમણે આ બધા ઉપાયોથી જઠરાગ્નિ પ્રદિપ્ત થતો હોવાનું અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થતો હોવાનું જણાવ્યું હતું.

ઉપરાંત આટલી બાબતોનું ધ્યાન રાખો
પેટની તકલીફ વખતે લીંબુ-આદુ-મધ શ્રેષ્ઠ
પેટની તકલીફનો ઉપાય જણાવતા ડો.પરમાર કહે છે કે જ્યારે જ્યારે પેટમાં અજીર્ણ જેવું લાગે ત્યારે ૧૦ ટીપા લીંબુનો રસ, ૧૦ ટીપા આદુનો રસ, ૫ ટીપા મધ મેળવીને જમ્યા પહેલાં ૧૫-૨૦ મિનિટ અગાઉ લેવાથી ખોરાક ખૂબ સારી રીતે પચે છે અને પેટના વ્યાધિ થતાં નથી.
બાળકોના રોગમાં અરડુસી-તુલસી-મધ રામબાણ ઈલાજ
આ ઋતુમાં બાળકોને શરદી, ઉધરસ અને તાવ જેવું લાગે તો અડધાથી એક ચમચી અરડુસી અને તુલસીનો રસ મધ સાથે આપવો. તેમજ બાળકોને સરસવનું તેલ ગરમ કરી છાતી અને વાંસામાં માલીશ કરી, શેક કરવાથી ખૂબ સારો ફાયદો થશે, તેમ ડો.પરમાર જણાવે છે.
પુખ્ત વ્યક્તિને શરદી-તાવમાં રાહત માટે અક્સીર ઉપાય
પુખ્ત વ્યક્તિને એલર્જીક શરદી કે તાવ જેવું લાગે તો અડધી ચમચી સુદર્શન, દસ તુલસીના પાન, બે મરીને ૨૦૦ એમ.એલ. પાણીમાં ઉકાળવા. ૨૦ એમ.એલ. પાણી બાકી રહે ત્યારે તેને નવશેકું સવાર સાંજ પીવાથી લાભ રહે છે. રોજ યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરવાથી પાચન ક્રિયા ખુબ જ સારી રહે છે.
ઘરમાં નિયમિત કરો ધૂપ
વાયરલ રોગો થવા કે ફેલાવાની ભીતિ હોય ત્યારે દરેક ઘરમાં રાય, મીઠું, લોબાન, નગોડના પાન, લીમડાના પાન, ગુગળનો સવાર-સાંજ ધૂપ કરવામાં આવે તો ઘરના તમામ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
SHER


હજી પુષ્પ-ઝાકળની કેલિ છે બાકી,
આ સૂરજને કહી દો કે ઊગે ન આજે.
--- વિવેક ટેલર

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
--- હરીન્દ્ર દવે

નદી પાર એણે બનાવ્યું છે ઘરને,
હલેસાં વગરની મને આપી હોડી.
--- અહમદ 'ગુલ'

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.
--- અંકિત ત્રિવેદી

લાગણી તારી ભલે શબ્દોથી પર હશે
તોય પણ મારી ટપાલી પર નજર હશે
--- સંદીપ ભાટિયા

જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.
--- નીતિન વડગામા


A number of legends are connected with tying of the ‘Rakhi’ ­ symbolising the bond of love and protection ­ but the most intriguing one is where the devtas (deities) are said to have lost their heavenly kingdom to the asuras (devils). Before he sets out for war to regain the lost sovereignty, Lord Indra’s (King of the Devtas) wife applies tilak of victory on his forehead and ties him a rakhi. In due time, the deities gain victory and return to heaven. How is this fable applicable to us? Is Rakshabandhan a festival that needs to be celebrated only once a year? Are only sisters or females in need of protection? Does fear arise from only external sources? Taking sacred vows to serve and protect a person from all evil and sorrow.... what kind of protection do we really require? Is protection possible if a brother is younger in age, disabled, or living far away? How does purity play a role in this? Can purity protect us? The legends of Rakshabandhan take us deep into the spiritual meaning, thus allowing us to appreciate its immense value.Wouldn’t God ­ our Beloved Supreme Parent, True Teacher, Sat Guru ­ be a more effective and loyal Protector than a human being? The Rakhi is undoubtedly the only bondage that truly frees us from all other bondages –all insecurities, fear, sorrow... And it is God alone who can share the wisdom behind tying the sacred Rakhi , i.e. taking a vow...

Having forgotten our true identity of being an infinitesimal point of divine energy – Soul, Atma, Ruha, Spirit – we got entangled in the bondage of ‘BODY­CONSCIOUSNESS’ and the web of the vices (lust, anger, greed,attachment and ego). These enemies overpowered us and influenced us to perform negative actions, which in turn caused sorrow. God comes at the fag end of Kaliyuga, to awaken and enlighten the inner being, and He teaches us how to regain our lost sovereignty. When the tilak of ‘SOUL­CONSCIOUSNESS’ is applied, and I ‘tie’ the sacred thread, i.e. take the pledge to stay in my original nature of peace,love, purity, wisdom, mercy... my every thought, word and action becomes elevated and divine. I see every other being as a child of God and part of my spiritual family. This unlimited vision of brotherhood breaks all barriers of caste, creed, age, gender, religion, socio­economic status, sanskars(personality traits).... I then can live by my TRUE SELF­RESPECT and help others to do the same.The more I purify my consciousness, the stronger is my connection with God. God is then bound to look after me; and my positive actions ensure that I receive His blessings and good wishes from all souls... my global family... and these then work as my protection and stay with me forever. ‘Pavitrata, Sukh­Shanti ki jananee hai’ (Purity is the Mother of Peace and Happiness) and so, let us bind ourselves in this Spiritual Bandhan. One small promise of love and purity on our side will bind God, The Almighty Authority, for eternity... Isn’t it time to see God work the magic of True Love...?


1.Don't educate ​ ​your children  to be rich.​ ​Educate them​ ​to be Happy.
So when ​ ​they grow up​ ​they will know​ ​the value of things  not the price.


2.​ ​Best awarded words  in London...
"Eat your food​ ​as your medicines.  Otherwise​ ​you have to​ ​eat medicines ​ ​as your food".


3. ​ ​The One​ ​who loves you ​ ​will never leave you​ ​because​ ​even if there are  100 reasons ​ ​to give up​ ​he will find  one reason​ ​to hold on.

4.​ ​There is​ ​a lot of difference  between ​ ​human being​ ​and being human.  A Few understand it.

5.​ ​You are loved ​ ​when you are born.  You will be loved​ ​when you die.  In between​ ​ You have to manage...!


મેદસ્વીતાનું સત્ય

ફિટનેસ કવિતા શાહ

પાતળી કમર, કમનીય કાયા આપ પણ ઇચ્છો છો, પણ શરીર પર જમા થયેલી ચરબીના થર પોતાની જગાએથી હલતાં જ નથી ને! જાણો, શું કહે છે મેદસ્વીતા સાથે જોડાયેલા તથ્યો અને અધ્યયન...

નજર ટી.વી. પર હાથ પ્લેટમાં
ટી.વી. જોતાં જોતાં ભોજન કરી રહ્યાં છો તો સાવધાન-કેમ કે ટી.વી. જોતાં જોતાં તમે વધુ ખાઈ શકો છો. સંશોધકોનું કહેવું છે કે, ખાતી વખતે ભોજનનો સ્વાદ, માત્રા અને સામગ્રી પર ધ્યાન આપવાથી તમે ઓછું અને સમજી-વિચારીને જમશો.

પાર્ટટાઈમ ડાયેટિંગ
બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે, દરરોજના ડાયેટિંગના બદલે સપ્તાહમાં બે દિવસ માત્ર ૬૫૦ કેલોરી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો. બાકીના પાંચ દિવસ જે ઇચ્છો એ ખાવ, પણ હેલ્ધી ફૂડ હોવું જોઈએ. સપ્તાહમાં બે દિવસ તાજાં ફળ, શાકભાજી અને દૂધ લો, પણ નોનવેજ અને બ્રેડ, પાસ્તા,બટાકાથી દૂર રહો.

યારી-દોસ્તી મેદસ્વીતા
અમેરિકાનું એક સંશોધન કહે છે કે, મિત્રો કે સખીઓ સાથે હરવા-ફરવાથી આપણે ખુશ રહીએ છીએ, જેથી શરીરમાં બ્રાઉન ફેટનું સ્તર વધે છે. જે એક્સ્ટ્રા ફેટને બાળે છે. હવે ખુલ્લા મને મિત્રો કે સખીઓ સાથે હરો-ફરો, દિલ ખુશ થશે અને સ્લિમ પણ બનશો.

સિક્સ્થ સેન્સ
વોશિંગ્ટન યુનિર્વિસટીના સંશોધનકારોએ ભોજનમાં રહેલા ફેટની ઓળખ કરનારી ઇન્દ્રિય શોધી છે, જે આપણી જીભમાં રહેલી છે. સીડી-૩૬ નામક આ અભિગ્રાહી ઇન્દ્રિય જે લોકોમાં વધુ સક્રિય હોય છે, તેઓ ખાવાનું જોઈને જ જાણી જાય છે કે, એમાં ફેટની માત્રા વધુ હશે અને એ રીતે મેદસ્વિતા વધારનારી વાનગીઓથી તેઓ દૂર રહે છે.

રેડ ઘટાડે વેટ
લાલ રંગ આપને મેદસ્વીતાના ભય સામે પણ બચાવી શકે છે. જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં થયેલા અભ્યાસમાં જણાયું કે, લાલ પ્લેટ અને લાલ કપમાં ખાવા-પીવાવાળા લોકોના ખાવામાં માત્ર આ બદલાવથી ૪૪ ટકા સુધી ઘટાડો થયો. એવું આ રંગને લઈને બનેલી માનસિકતાને કારણે બન્યું, જે ખતરા કે નિષેધ સાથે જોડાયેલી છે.
કર અને ઓલિવ ઓઈલ
રિફાઈન્ડની જગ્યાએ ઓલિવ ઓઈલના ઉપયોગથી તમે કમનીય કાયા મેળવી શકો છો. ડાયાબિટીસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ડાયાબિટીસ,ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશનના અભ્યાસ અનુસાર આ તેલ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે, જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારીને કમરનો ભાગ ઘટાડે છે.
કંટ્રોલ નથી થતો
આલ્બર્ટ યુનિર્વિસટીના એક સંશોધનથી એ વાત સામે આવી કે, લોકોને એ તો ખ્યાલ હોય છે જ કે, ફિટ કેવી રીતે રહી શકાય, પણ તેમનામાં સ્વયંને કંટ્રોલ કરવાની ઇચ્છાશક્તિની ઉણપ હોય છે. આ કારણસર તમે દર બીજા દિવસે કેલોરીયુક્ત કંઈક ખાઈ લો છો. અધ્યયનમાં એ પણ જણાયું કે, હાઈ બીએસઆરવાળા લોકો ડાયેટ બાબતે વધુ જાગૃત હોય છે, જરૃર છે દૃઢ ઇચ્છાશક્તિની.

જૂઠ પકડાયું
હું તો કંઈ પણ નથી ખાતી તો પણ જાડી થઈ રહી છું. મોટાભાગની મહિલાઓ ખાવા બાબતે આવું જૂઠું બોલતી માલૂમ પડે છે, પણ હવે વધારે જૂઠું બોલ્યા તો પકડાઈ જશો. રિસર્ચ કહે છે, સરેરાશ એક મહિલા એક સપ્તાહમાં લગભગ નવવાર જૂઠું બોલે છે. ભોજન પ્રત્યેની આ જ બેઇમાની એમને મેદસ્વી બનાવે છે.

મગજનો દુશ્મન
જો તમે દરરોજ હાઈફેટ ડાયેટ જેવાં કે ક્રીમ, ચીઝ, સમોસા ખાતાં હોવ તો સમજી લો કે એ મેદસ્વિતા સાથે મિત્રતા અને મસ્તક સાથે દુશ્મની કરો છો. ફેટ (ચરબી)ના આ સ્તર મસ્તકના એ ભાગ પર પ્રહાર કરે છે, જે બોડીને એ સિગ્નલ મોકલે છે કે, બસ હવે ખાવાનું બંધ કરો.

દિલ પે મત લે યાર
નવું અધ્યયન જણાવે છે કે, મેદસ્વિતાને કારણે હૃદયની માંસપેશીઓમાં સોજા આવી જાય છે, જેનાથી હૃદય પર એટેક, સ્ટ્રોક અને કંજેસ્ટિવ હાર્ટ ફેલિયરની આશંકા વધે છે. અધ્યયન એ પણ બતાવે છે કે, ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં જેટલા હૃદયરોગીઓ હશે તેમાંથી ૪૦ ટકા ભારતીય હશે.

વોક એન્ડ ટોક ફંડા
વજનને કાબૂમાં રાખશે વોક એન્ડ ટોક ફંડા. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિર્વિસટીના હાલના અધ્યયન મુજબ કામકાજ દરમિયાન મામૂલી ચહલપહલ અને હાથ-પગ હલાવતા રહેવું એટલું જ કારગર છે, જેટલું જિમમાં કલાકો સુધી પરસેવો વહાવવો. તમે ઘરની સાફસફાઈ કરો, બાગકામ કરો કે ફોન પર વાત કરતી વખતે ખુશમિજાજ રાખો, સારી એવી કેલોરી બળશે.

અર્લી ડિનર
લંડનની ર્મિશયા યુનિર્વિસટીના શોધકર્તાઓએ પોતાના અધ્યયનમાં જાણ્યું કે, જે લોકો બપોરનું ખાણું ૧૨થી ૩ની વચ્ચે જમી લે છે તેઓ મોડું ખાનારી વ્યક્તિઓ કરતાં પાતળા હોય છે. એ જ રીતે રાત્રીનું ભોજન જલદી ખાનાર પણ લેટ ડિનર કરનારાઓની તુલનામાં પાતળા હોય છે.

મેદસ્વીતાનો મિત્ર : મીઠું
જ્યારે કાંઈક ખાધા પછી આપણું પેટ ભરાઈ જાય છે, તો શરીરમાં રહેલું લેપ્ટિન નામક હોર્મોન મગજને સંકેત મોકલે છે, પણ જાડા લોકોમાં આ હોર્મોન બેઅસર રહેતું હોય છે. એનું કારણ ડાયેટમાં વધુ મીઠું હોવું છે. એટલા માટે પાતળા થવા ઇચ્છતા હોવ તો પહેલાં ડાયેટમાં મીઠું ઘટાડી દો.

ર્કાિડયો એક્સરસાઈઝ
રિસર્ચ જણાવે છે કે, દરરોજ ત્રીસ મિનિટ સુધીના ર્કાિડયો સેશનથી આપના મગજ સુધી વધારાના રક્તની સાથે ઓક્સિજન અને પોષક તત્ત્વ પણ પહોંચે છે, જે મગજને પોતાની અધિકતમ ક્ષમતાઓ સુધી કામ કરવા માટે જરૃરી છે. એનાથી મગજમાં યાદદાસ્ત, પ્રોબ્લેમ સોલ્વિંગ અને નિર્ણય લેવાની ક્ષમતાઓ વધારનારા કેમિકલ્સ વધે છે. ર્કાિડયો નિયમિત કરવાથી આપના મસ્તકની સંરચનામાં સારો બદલાવ આવે છે, જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
ક્રશ કરો ક્રેવિંગને
ક્રેવિંગ અર્થાત્ અસ્વસ્થ ફેટી ચીજ ખાવાની ઇચ્છા પર જીત મેળવવાની રીત બતાવી છે જર્નલ ઓફ કંજ્યૂમર સ્ટડીમાં છપાયેલા એક રિસર્ચે. જ્યારે પણ કંઈ અસ્વસ્થ ચીજ સામે આવે તો એવું કહેવાને બદલે કે આ ખાવું મના છે, એવું કહો કે હું આ નથી ખાતી. આ સ્ટડીને સાચી માનો તો જે લોકોએ પોતાની વાતને કહેવાની રીતમાં બદલાવ કર્યો, તેઓ ક્રેવિંગ પર કાબૂ મેળવવામાં ૮૦ ટકા સુધી વધુ સફળ રહ્યા.
સ્લીપિંગ સ્વીમિંગ બ્યૂટી
નવો ડાયેટ મંત્ર છે-આરામથી ઊંઘો અને ઓછું ખાવ. મેયો કોલેજમાં થયેલા એક સ્ટડી અનુસાર ઊંઘ પૂરી ન થવાને વધુ ખાવા સાથે ગાઢ સંબંધ છે. એટલા માટે એ જાણવા માટે કે આપના શરીરને કેટલી ઊંઘની જરૃર છે, કેટલાક દિવસ એલાર્મ વગર બિન્દાસ સૂઈ જાવ અને પછી એના હિસાબે સૂવાના કલાકો નક્કી કરો.
હળવું લંચ-હળવી બોડી
બપોરના લંચમાં ૨૫૦ કેલોરી સુધી ઓછી લો અને વર્ષમાં ૨૬ પાઉન્ડ સુધી વજન ઘટાડો. એના માટે કોશિશ કરો કે ઘરેથી લંચ લઈને જ આવો. જો રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યાં હોવ તો બુફેને બદલે જે-તે ચીજ મગાવીને ખાવ. ખાસ કરીને બુફેમાં વ્યક્તિ ઓવરઈટિંગ કરી લે છે, જ્યારે ઓર્ડર કરીને મગાવવામાં આપની પાસે લો કેલોરી સૂપ, સલાડ વગેરે મગાવવાનું ઓપ્શન રહે છે.
મેદસ્વીતાની મોટી ભાષા
* લવ હેન્ડલ : કમરની બંને બાજુઓ પર લટકેલી ચરબી.
* ટાયર્સ : પેટ પર જમા થયેલી ચરબી.
* સાઈડ બેગ્સ : અંડર આર્મ્સની નીચે લટકતી ચરબી.
* પેડી બમ્સ : મોટા કૂલા.
* ફૂલેબી આર્મ્સ : મોટા ખભા.
* ડબલ ચિન : ચહેરા પર જમા થયેલી ચરબીને કારણે દાઢી પર માંસ ભરાઈ આવવું.
* થંડર થાઈજ : જે મહિલાઓની થાઈજ મોટી હોય છે, તેમના માટે આવું કહેવાય છે.
* ડંપલિંગ્સ : જાડી ગોળમટોળ મહિલા.
* સેગી બ્રેસ્ટ્સ : મેદસ્વિતાને કારણે બ્રેસ્ટનું ઢીલું થઈને લટકી પડવું.
* માફિન ટોપ : જે મહિલાઓના શરીરના ઉપરી ભાગ પર વધુ ચરબી જમા થાય છે, તેને માફિન ટોપ કહે છે.
* ફૂડ ઓર્ગેમ્સ : ખાવામાં સંતુષ્ટિ શોધવી.
મૂડ અને ફૂડ
મૂડ ખરાબ થવાને કારણે, બોર થવાથી, ખુશ થવાથી, ડિપ્રેશનમાં, સમારંભમાં, ખૂબ તેજ ભૂખ લાગવાથી આપણે જે ઉટપટાંગ જમીએ છીએ, તેને બિંજ ઇટિંગ કહે છે.
મોટાભાગની મહિલાઓ પતિ સાથે ઝઘડો થવાથી ખાવા પર તૂટી પડે છે અને બેડોળ બનતી જાય છે,જેથી પતિ તેના વખાણ કરવા બંધ કરી દે છે. પતિની ઉપેક્ષા તેને વધુ તનાવ અને એકલતા આપે છે. એને ઇમોશનલ ઇટિંગ કહે છે. ક્યારેક જ્યારે આપણને ખૂબ જ ભૂખ લાગી હોય તો એવે વખતે આપણે ખાતાં પૂર્વે એ નથી જોતાં કે આપણે શું ખાઈ રહ્યાં છીએ. એને સિચ્યુએશન ઇટિંગ કહે છે.
મિત્રોની સાથે બહાર ગયા હોઈએ કે કોઈને ત્યાં દાવતમાં ગયા હોઈએ, તો બીજાં આપણને જબરદસ્તી ખવડાવી દે છે. જે સોશિયલ ઇટિંગ છે.
ફિઝિયોલોજીકલ ઇટિંગ ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિ ડાયેટિંગ કે પછી બીમારી પછી હાઈ કેલોરી ફૂડ ખાતી હોય.
એ ડાયેટિશિયન ડોક્ટર તનાવગ્રસ્ત વ્યક્તિઓને મેડિટેશન કરવાની સલાહ આપે છે, જેથી વ્યક્તિ માનસિક રીતે દૃઢ બને. એ ઉપરાંત જિમમાં વર્કઆઉટ કરવાની સરખામણીએ ખુલ્લી હવામાં હરવું-ફરવું વધુ લાભદાયક છે. તાજી હવાથી મસ્તકને પૂરતો ઓક્સિજન મળે છે અને મન પ્રસન્નતા અનુભવે છે.
વધુ કેલોરીને ખાતાં અટકાવવા માટે તમારા ઘરમાં ચિપ્સ, નમકીન, ક્રીમ બિસ્કિટને બદલે શેકેલા ચણા-મમરા- તાજાં ફળ-શાકભાજી અને નટ્સનો પૂરતો સ્ટોક રાખો. ઓફિસમાં પણ આપની સાથે લંચબોક્સની સાથે કેલોરી અને રોસ્ટેડ સ્નેક્સ પણ રાખો. જો કે શરૃઆતમાં આ આદતને કંટ્રોલ કરવામાં થોડી મુશ્કેલી પડશે, પણ ધીમે ધીમે સફળતા મળશે જ.
બોર થાવ ત્યારે કાંઈ ખાતાં પૂર્વે તેના વિકલ્પ શોધો. જેવાં કે-
ઘરની બહાર બનેલા પાર્કમાં વોક કરો/ ટી.વી. જુઓ/ બાળકની સાથે રમો/ કોઈ પુસ્તક વાંચો/ કોઈ હોબી વિકસિત કરો/ આપનું ઘર વ્યવસ્થિત કરો/ કોઈ સખી સાથે ફોન પર ગપ્પાં મારો/ ડાયરી લખો/ પાર્લરમાં કે ઘરે કોઈ ફેસપેક લગાવો. સ્ટ્રેસ દૂર કરવા માટે બબલ બાથ પણ સારો વિકલ્પ છે.