Tuesday, 2 September 2014


9 Home Remedies That Treat Hypertension

Blood pressure
lemon water
watermelon seeds
femigreek seeds
__._,_.___

તમે ચમચીની જગ્યાએ હાથથી જમો છો? તો આટલું ચોક્કસથી વાંચો


અમદાવાદ, 23 ઓગસ્ટ

હાલના આધુનિક સમયમાં બહુ ઓછા લોકો હાથથી જમવાનું પસંદ કરે છે. જુના સમયના લોકો મોટા ભાગે હાથથી જ જમવાનો આગ્રહ રાખતા હતાં અને તેના ફાયદા પણ ઘણાં છે. પરંતુ આજના યંગસ્ટર્સ ચમચીથી જમવાનું વધારે પસંદ કરે છે. આપણાં દેશમાં પારંપરિક દેશી ખાવાનું લોકો હાથથી જમવાનું વધારે પસંદ કરે છે. આપણાં ત્યાં માનવામાં આવે છે કે હાથથી જમવાના કારણે વ્યક્તિને માનસિક શાંતી મળે છે.

હાથથી જમવાના કારણે ગેસ્ટ્રિક જ્યુસ બને છે
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આપણે જ્યારે ચમચીથી જમીએ છીએ ત્યારે આપણને ખ્યાલ નથી આવતો કે દાળ-શાક કાચા છે કે ચઢી ગયેલા છે. અથવા તે ઠંડા છે કે ગરમ. પરંતુ જ્યારે આપણે હાથથી જમવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણને જમવાનો અહેસાસ થાય છે અને આ કારણે મગજથી પેટ અને આંતરડાને ગેસ્ટ્રીક જ્યુસ બનાવવાના સંકેત મળે છે. આપણાં પાચનમાં ગેસ્ટ્રીક જ્યુસ સારી રીતે બને તો શરીરમાં પાચન ક્રિયા સારી રીતે થાય છે અને શરીરને પોષક તત્વો પણ મળે છે. જો શરીરમાં પાચન ક્રિયા બરાબર ના થાય તો ગેસ, કબજિયાત અને એસીડિટીની મુશ્કેલીઓ વધે છે.

હિન્દુ ધર્મની માન્યતા
આપણું શરીર વાયુ, અગ્નિ, જળ, આકાશ અને પૃથ્વીથી બન્યું છે. હાથોની આગંળીઓ આ તત્વોનું પ્રતીનીધિત્વ કરે છે. જ્યારે આ પાંચ તત્વોના માધ્યમથી ભોજન લેવામાં આવે છે ત્યારે તે આપણાં શરીરને નીરોગી બનાવે છે.

ચમચી પછી હાથથી જમવું
જ્યારે કોઈ વ્યક્તિ બહુલાંબા સમયથી ચમચીથી ખાય છે અને ત્યાર પછી અચાનક હાથથી જમવાનું શરૂ કરવામાં આવે તો તેને પેટ સંબંધી અથવા આંતરડામાં ઈન્ફેક્શન થવાની શક્યતા રહે છે. કારણકે આવી વ્યક્તિના શરીરમાં સામાન્ય ફ્લોરાનું સંતુલન બગડી જતું હોય છે.

સાવધાની જરૂરી
જમતા પહેલા હાથ સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે. જો તમારી હાથથી જમવાની ટેવ હોય તો તમારા નખ કાપેલા હોવા જોઈએ અને તમને સ્કીન આધારિત કોઈ પ્રોબ્લેમ પણ ના હોવો જોઈએ. જો તમને કોઈ સ્કીન આધારિત કોઈ એલર્જી હોય તો તમારે હાથથી ના જમવુ જોઈએ.

પીઠ તોડી નાખતો દુઃખાવો થશે કાયમ માટે દૂર, જાણો કઈ રીતે!

પીઠ તોડી નાખતો દુઃખાવો થશે કાયમ માટે દૂર, જાણો કઈ રીતે!
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પીઠના નીચલા ભાગમાં દર્દ ખૂબ જ પરેશાની આપતું હોય છે, પીઠના નીચેના ભાગમાં થતા દર્દનો ઇલાજ કરવા માટે અનેક સરળ અને સસ્તી રીતો છે. આ આર્ટિકલમાં અહીં એવા જ કેટલાંક ઉપાયો અંગે વાત કરવામાં આવી છે. આજકાલ પીઠ દર્દ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઇ છે. જો તમે પણ પીઠ દર્દથી કણસી રહ્યા હોવ તો દર મહિને ડોક્ટર પાસે જઇને પૈસાનો વ્યય અને દવાઓનું સેવન કરવાને બદલે અહીં આપેલા નિયમોનું પાલન કરો.

એકથી વધારે તકિયાનો ઉપયોગ 
 

જો તમે સૂતી વખતે એક જ તકિયાનો ઉપયોગ કરશો તો તે તમારી ગરદન અને માથાને જ આરામ આપશે. તેથી સૂતી વખતે બીજો તકિયો પીઠની નીચે લગાવવો જોઇએ. આનાથી શરીરના નીચેના હિસ્સાને પણ આરામ મળશે. જો તમને વારંવાર સાઇડ બદલવાની આદત હોય તો એક નિયમિત આકારના તકિયાને તમારાં બંને પગની વચ્ચે લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પેટના બળે સૂઇ જાવ છો તો એક નાનકડું તકિયું પીઠના નીચેના ભાગમાં લગાવીને સૂવાની આદત રાખો. 
 
ગરમ પટ્ટીનો ઉપયોગ 
 

ગરદન અને પીઠ ઉપર ગરમ પટ્ટીનો પ્રયોગ કરવાથી કસાયેલી માંસપેશીઓ ઢીલી થઇ જશે અને જકડનથી છૂટકારો મળશે. 

સિંધવ મીઠું  

આખો દિવસ કામ કર્યા બાદ ગરમ પાણીમાં એકથી બે કપ સિંધવ નમક મેળવીને સ્નાન કરવાથી તણાવ દૂર થાય છે અને શરીરની જકડન પણ દૂર થાય છે. 
 
તમારાં લેપટોપને ઉંચા સ્થાન પર રાખો 

પુસ્તકોને લેપટોપની નીચે રાખવાથી લેપટોપના લેવલને ગરદન અને માથાના ઉપર રાખવાથી મદદ મળશે. એકથી વધારે કલાક સુધી લેપટોપ પર બેસવાથી બોડીને યોગ્ય મુદ્રામાં બનાવી રાખવામાં મદદગાર થશે.

પીઠ તોડી નાખતો દુઃખાવો થશે કાયમ માટે દૂર, જાણો કઈ રીતે!
શરીરને યોગ્ય મુદ્રામાં બનાવો 

શરીરને યોગ્ય મુદ્રામાં જાળવી રાખવાથી પીઠ દર્દને ઘટાડવામાં મદદ મળે છે અને તે ભવિષ્યમાં થનારા પીઠ દર્દને પણ રોકે છે. આ સિવાય શરીરના યોગ્ય હાવભાવ અને મુદ્રા તમને કોન્ફિડન્ટ દેખવામાં મદદ પણ કરે છે. તમારાં હાવભાવનું ધ્યાન રાખવું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણની માફક છે જે તમારાં હાવભાવને યોગ્ય રાખે છે અને તમને સજાગ રાખે છે. 
 
નિયમિત વ્યાયામ અને યોગ 

શરીરને લચીલું અને યોગ્ય શારિરીક મુદ્રા બનાવી રાખવા માટે યોગ અને વ્યાયામ સૌથી શ્રેષ્ઠ રીતે છે. નિયમિત યોગ કરવાથી તણાવમાં ઘટાડો થાય છે અને પૂર્ણ રૂપથી શરીરના માનસિક અને શારિરીક સ્વાસ્થ્યને જાળવી રાખે છે. 

દર એક કલાકમાં બ્રેક લો 

જો તમારી ઓફિસમાં સતત કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરવું પડે છે તો જરૂરી છે કે તમે નિયમિત અંતરે બ્રેક લો અને તેનાથી શરીરના સતત બેસી રહેવાના પર બ્રેક લાગશે. આ સિવાય વારંવાર ફ્રેશ થાવ, ભોજન લીધા બાદ વોક પર જાવ અને ઓફિસમાં એક ચક્કર લગાવો.
આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.

આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.

આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.

આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હાર ને સ્વીકારવાની.

આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.

આવડત તો છે સૌ કોઇ માં જિંદગી ને જીવવાની
બસ નથી, તો માત્ર ધીરજ મોત ને મોડી મળવાની.

અંકિત વ્યાસ-- અમદાવાદ

તાવ છે? તો અપનાવો આ આયુર્વેદિક ઉપચારો


અમદાવાદ, 22 ઓગસ્ટ

તાવમાં સામાન્ય રીતે આપણે એલોપેથી દવા લઈને ઝડપથી તાવ ઉતારી દેવા માગતા હોઈએ છીએ. પરંતુ આ દવાઓની ઘણી આડઅસર પણ થતી હોય છે. તેથી તાવમાંથી બચવા ઘણા આયુર્વેદિક ઉપચારો પણ છે, જેનાથી ખૂબ ઝડપથી તાવ ઉતારી શકાય છે અને તેના કોઈ ગેરફાયદા પણ નથી હોતા.

તાવ મટાડવાના આર્યુવેદિક ઉપચારો
  • કોઈપણ જાતનો તાવ હોય તો ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે.
  • તાવ ઉતર્યા પછી બે દિવસ સુધી મીઠાં વાળું ગરમ પાણી પીવાથી તાવ પાછો આવતો નથી
  • કોઈપણ તાવ આવ્યો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતારી જાય છે.
  • સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચઢતી નથી.
  • તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી પણ બધી જાતના તાવ માટે છે.
  • તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂરણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ માટે છે.
  • લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને મીઠુ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
  • ગરમ કરેલા દૂધમાં હળદર મેળવીને પીવાથી તાઢિયો તાવ મટે છે.
  • મરીનું ચૂરણ તુલસીના રસ અને મધમાં પીવાથી ઠંડી ચઢીને આવેલો તાવ મટે છે.
  • ફુદીનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે

ગુમ થયેલી ખુદના ઘરની લાગણી, પારકા ઘરમાં જડે તો થાય શું? (જીવન-ઉત્સવ)


જીવન-ઉત્સવ : ખલીલ ધનતેજવી
આજકાલ ફેસબુકનો તીખો તમતમતો દોર ચાલી રહ્યો છે. વાતની વાત,મુલાકાતની મુલાકાત અને મનોરંજનનું મનોરંજન. આ બધામાં મનોરંજન અગત્યની બાબત છે. આજે મનોરંજન માટે લોકો ઝંખે છે, એટલું વલખે છે. ટેલિવિઝનના આગમન પૂર્વે ભારતમાં મનોરંજનનાં બે જ સાધનો હતાં- નાટક અને સિનેમા. છતાં મન ભરીને એ લોકો મનોરંજન માણી શકતા હતા. આજે ટેક્નોલોજીએ મનોરંજનના બેશુમાર દરવાજા ઉઘાડી આપ્યા છે, છતાં આજની પેઢી મનોરંજન માટે વલખાં મારે છે. ટીવી, મોબાઇલ, લેપટોપ, એસ.એમ.એસ. વોટ્સ એપ, ફેસબુક, યુ ટયૂબ, બ્લોગ, ટ્વિટર જેવાં નવોદિત ઉપકરણો ઉપરાંત નાટક સિનેમા જેવાં જૂનાં સાધનો પણ આધુનિક વાઘા સજીને પહેલાંના જેટલાં જ હાથવગાં હોવા છતાં મનોરંજનની બાબતમાં આજની પેઢીને ક્યાંક કશી ઊણપ વર્તાયા કરે છે અને એ ઊણપને પૂરવા માટે રેવપાર્ટી જેવી નાજાયઝ પ્રવૃત્તિનું આયોજન કરવાનું દુઃસાહસ પણ કરી બેસે છે. ઘરેથી બહાર જવા નીકળેલી દીકરી સહીસલામત ઘરે પાછી આવી જાય એ અંગે આજનાં મા-બાપ સતત ચિંતા કરતાં હોય છે. અગાઉના દીકરીનાં બા-બાપને આવી ચિંતા પજવતી નહોતી. અગાઉના જમાનામાં દીકરીઓ ઘરની બહાર જતી જ નહોતી એવી પગમાથા વગરની દલીલો સાર્થક નીવડે તેમ નથી, કારણ કે એ જમાનામાં પણ શાળા-કોલેજો ધમધોકાર ચાલતી હતી. આજના કરતાં એ જમાનાની શાળા-કોલેજો વધુ વ્યવસ્થિત ચાલતી હતી. દીકરીઓ ભણવા જતી હતી. એ જમાનાની દીકરીઓ પણ ભણીગણીને લેખિકા બની છે, વાર્તાકાર અને નવલકથાકાર બની છે, પ્રોફેસર બની છે, પ્રિન્સિપાલ બની છે, જુદાં જુદાં ક્ષેત્રમાં ઓફિસર પણ બની છે અને દેશની વડાપ્રધાન બનનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી પણ એ જૂના જમાનાની જ દીકરી હતાં. નહેરુજીને દીકરીની ચિંતા નહોતી. ફેસબુકની યુવાપેઢી મા-બાપને ચિંતા કરાવે છે.
સાવ એવું પણ નથી. ઘણા યુવક-યુવતીઓ સમજપૂર્વક ફેસબુકનો સદુપયોગ કરે છે. મનોરંજન ઉપરાંત જીવનમાં ખપ લાગે એવું પણ ઘણું બધું મેળવે છે. સમાજના દાધારંગીઓ ફેસબુક પર પહોંચી જાય, એમાં ફેસબુકનો વાંક શું? જેવું સમાજમાં છે એવું બધું જ ફેસબુક પર ઠલવાય છે. એવું જ બધું નવલકથાઓમાં અને ફિલ્મોમાં ઠલવાય છે, પણ આ બધામાં નહોતા એવા છેતરાવાના ચાન્સીસ ફેસબુકે અંકે કરી લીધા છે એ વાતનો ઇનકાર થઈ શકે તેમ નથી. આમતેમથી પીડાતા લોકો ફેસબુક પર આવીને જલસા કરે છે. આપણી પાસે એક જૂની કહેવત છે, 'ઘરનો દાઝ્યો વનમાં ગયો તે વનમાં લાગી આગ!'આજે ઘરના, સમાજના અને સામયિકના દાઝ્યા વનમાં જવાના બદલે ફેસબુક પર પહોંચી જાય છે. ત્યાં ગયા પછી જ જાણવા મળે છે કે અહીં પણ આગ છે. અહીં પણ દાઝવાનું છે. સાંત્વના મેળવવા ફેસબુક પર ગયા હોય ને ત્યાં જઈને દાઝ્યા હોય એવા ઘણા કિસ્સાઓ સતત પ્રસિદ્ધ થતા રહે છે અને સમાજને આંચકો અને અજંપો પ્રદાન કરતાં રહે છે.
આમ થવું એ સ્વાભાવિક છે. દાઝ અને સાંત્વના બંને સમાંતરે નિર્માયા છે અને સમાંતરે જ રહેવાના છે. એમાં યુગાંતરની કોઈ અસર ક્યારેય વર્તાઈ નથી. હાસ્ય બધે જ છે તેમ રુદન પણ બધે જ છે અને આ બધું યુગાંતરોથી ચાલતું આવ્યું છે. આનંદના પ્રસંગોના સમાંતરે દુઃખના પ્રસંગો યુગોથી યથાવત્ છે. ફેસબુક પર પણ આ બધું પહેલેથી મોજૂદ છે અથવા માણસ જ્યાં જાય છે ત્યાં આ બધું સાથે લઈને જ જાય છે. જ્યાં એક્શન હોય છે ત્યાં રિએક્શન હોય છે. ક્રિયા હોય ત્યાં પ્રતિક્રિયા હોવાની જ. જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં જ વિશ્વાસઘાત હોય છે. પ્રતિક્રિયા માટે ક્રિયાનું હોવું જેટલું જરૂરી છે એટલું જ વિશ્વાસઘાત માટે વિશ્વાસનું હોવું જરૂરી છે. એવું જ જ્યાં પ્રેમ છે ત્યાં નફરત પણ છે. જ્યાં મિલન છે ત્યાં જ વિયોગ પણ હોય છે. જ્યાં વફાદારી છે ત્યાં જ બેવફાઈ છે. નુક્કડ પર જે થતું હતું તે હવે ફેસબુક પર થઈ રહ્યું છે. ફેસબુક પણ ટેક્નોલોજિક નુક્કડ જ છે. નુક્કડ પર તો ચોરીછૂપીથી, ડરતાં ડરતાં મળવાનું થતું. એ ભયની અનુભૂતિ પણ આનંદ આપી જતી હતી. રૂબરૂ મળવાનું થતું. ક્ષણ બેક્ષણ માટેય એકબીજાને જોવાજાણવા તક મળતી હતી. ફેસબુક પર તો પેલા ફિલ્મી ગીતની માફક, 'દેખા ન હાય, સોચા ન હાય, રખ દી હથેલી પર જાન...' અગાઉ જીવ તાળવે ચોંટી જતો હતો, હવે હથેળી પર આવીને તરફડે છે.
ફેસબુક પર કેટલાંક ફાવી ગયા છે ને કેટલાંકને ન પુરાય એવું નુકસાન વેઠવું પડયું છે. કેટલાંક બ્લેક મેઇલિંગનો શિકાર બન્યા છે. સમજદાર યુવક-યુવતીઓએ ફેસબુકનો સદુપયોગ કરીને મનોરંજન ઉપરાંત બીજું ઘણું મેળવ્યું છે, એ કબૂલ પણ એ લોકોએય જે ગુમાવ્યું છે તે ક્યારેય પાછું મેળવી શકે તેમ નથી. પ્રેમપત્રથી વંચિત આ પેઢીએ હસ્તાક્ષરને ચુંબન કરવાનો લહાવો ગુમાવ્યો છે. સુહાગરાતની અંગેઅંગ ધ્રુજારી પ્રસારી દેતી દિલધડક ક્ષણે નવોઢાના ચહેેરા પરનો ઘૂંઘટ હટાવવા જતાં વધી જતાં દિલના ધબકારા અને ધ્રૂજતા હાથનો આહ્લાદક કંપ માણવાનું ગુમાવ્યું છે, "ઝટ જાઓ ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું રે!" એવું કહેવાની તક આજની યુવતી ગુમાવી બેઠી છે. ફેસબુક ઝિંદાબાદ!
ત્યાં ખબર પૂછનારુંય કોઈ નથી,
થઈ જશો નિરાધાર પાછા વળો.
વડોદરાનુ અક્ષર રસોડુ
 
વડોદરાનુ સૌથી મોટુ રસોડુ...જયાં રોજ બને છે લાખ રોટલીઓ 

એક લાખ બાળકો માટે તૈયાર થાય છે ભોજન

વાંચો મેગા કીચનની રસપ્રદ વિગતો..એક ક્લીક પર


કોઈ વિભક્ત પરિવારના ઘરના રસોડામાં દરરોજ એક સમયે ત્રણથી ચાર વ્યક્તિઓનું ભોજન બનતુ હશેસંયુક્ત કુટુંબમાં દસેક જણાંની રસોઈ બનતી હશેકોઈ પૈસાદાર વ્યક્તિના ઘરે માંગલિક પ્રસંગ હોય તો બે હજાર કેપાંચ હજાર લોકોનો જમણવાર થતો હશે અને કોઈ મંદિરનો ભંડારો હોય તો કદાચ વીસ હજારથી પચ્ચીસ હજાર લોકોની રસોઈ તૈયાર થતી હશે પરંતુતમને જાણીને આશ્ચર્ય થશે કેવડોદરામાં એક એવુ રસોડુ છે જ્યાં દરરોજ એક લાખ વિદ્યાર્થીઓ માટે રસોઈ બની રહી છે. શહેરના ગોત્રી રોડ પરની હરિનગર પાણીની ટાંકી પાસેની અક્ષય ફાઉન્ડેશન સંસ્થામાં વડોદરાનુ સૌથી મોટુ રસોડુ ધમધમી રહ્યુ છે.
 
600 સ્કૂલોનુ ભોજન તૈયાર થાય છે  
જ્યાં વડોદરા કોર્પોરેશનની તમામ સ્કૂલો તથા વડોદરા ગ્રામ્ય,વાઘોડિયા અને પાદરાની લગભગ ૬૦૦ સ્કૂલોનું મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે. એક લાખ વિદ્યાર્થીઓ માટે દરરોજ નિયમીત ભોજન તૈયાર કરતી આ મેગા ફુડ ફેક્ટરીના ઓપરેશન મેનેજર તુષાર ડાંગે કહે છે કેઅમારે ત્યાં રસોડાનો કારભાર સંભાળવા માટે કોર્પોરેટ સિસ્ટમનો અમલ થાય છે. અહીં પરચેઝ,પ્રોડક્શનસ્ટોરડિસ્ટ્રીબ્યુશનમેઈન્ટેનન્સએકાઉન્ટ્સ અને એચઆર જેવા વિભાગોમાં કુલ ૨૫૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેઓની દિવસ-રાતની મહેનતને પરિણામે અમે દરરોજ સરેરાશ એક લાખ જેટલા વિદ્યાર્થીઓને રિસેસના સમયેભાવતા ભોજન પિરસવામાં સફળતા હાંસલ કરી શક્યા છીએ.
રસોડામાં તૈયાર થતું મેન્યુ
એક લાખ બાળકોને સમયસર ભોજન પૂરૃ પાડતી મેગા ફુડફેક્ટરીના સંચાલનની આખેઆખી સિસ્ટમ ઈન્ટરેસ્ટિંગ છે. અહીં અઠવાડિયાના અલગ-અલગ વારે જુદુજુદુ મેન્યૂ તૈયાર કરવામાં આવે છે. જેમાં દાળ-ભાતરોટલી-શાકખીચડી અને દાળ-ઢોકળી સહિતના વ્યંજનોનો સમાવેશ થાય છે. ઉપરાંતસપ્તાહના એક દિવસે વિદ્યાર્થીઓને સ્વીટ તરીકે સુખડી પણ પિરસવામાં આવે છે.
 
એક લાખ વિદ્યાર્થી માટે દાળ-ભાત કેવી રીતે બનાવવા?
 
  
વડોદરાના સૌથી વિશાળ રસોડામાં એક લાખ વિદ્યાર્થીઓ માટેદાળ-ભાત બનાવવામાં ગણતરીના કલાકો જ લાગે છે. અહીં,કુલડ્રોન નામની મહાકાય કઢાઈઓ મૌજુદ છે. એક લાખવિદ્યાર્થીઓ માટે ભાત તૈયાર કરવા માટે સાતેક કઢાઈમાં ચોખા અને જરૃરિયાત મુજબ પાણી ભરવામાં આવે છે અને ત્યારપછી બોઈલરથી તેમાં સ્ટિમ આપીને ભાત તૈયાર કરવામાં આવે છે.તેવી જ રીતે ૨૪૦૦ કિલોગ્રામ૧૨૦૦ કિલોગ્રામ અને ૩૦૦કિલોગ્રામની કેપેસિટી વાળા દાળના કુલડ્રોન પણ છે. જેમાં દાળબનાવવમાં આવે છે. પરંતુતેમાં મસાલો મેન્યુઅલી જ કરાય છે.
રાત્રે અઢી વાગ્યાથી રસોઈ બનાવવાની કવાયત  
શાળામાં સવાર પાળીમાં સાડા નવ વાગ્યે અને બપોરની પાળીમાં દોઢ વાગ્યે રિસેસ પડે છે. જેથી વિદ્યાર્થીઓને રિસેસના સમયે ભોજન મળે તે માટે નિયમીતતા અત્યંત જરૃરી છે. જેથી રસોડામાં એક લાખ વિદ્યાર્થીઓ માટે સમયસર ભોજન પૂરૃ પાડવા માટે રાત્રેઅઢી વાગ્યાથી કવાયત શરૃ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,હાઈજેનિક ફુડ તૈયાર કરવા સાથે રસોડાની સ્વચ્છતા પણએટલી જ જરૃરી છે. રસોડાના સંચાલકો માટે ગર્વની વાત એ છે કે,રસોઈના પ્રોડક્શનથી માંડીને તેની સ્વચ્છતા સુધીના તમામપ્રોસેસમાં રખાયેલી ચોકસાઈને કારણે તેને આઈએસઓ ૨૨૦૦૦નુંસર્ટિફિકેટ મળ્યુ છે.
 રસોડાને આઈએસઓનું સર્ટીફિકેટ  
દિવસ દરમિયાન એક લાખ વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરતી આફુડ ફેક્ટરીમાં વાસણ ખખડવાનો એટલો અવાજ થતો હતો કેતેના લીધે જબરદસ્ત નોઈઝ પોલ્યુશન થતુ હતુ. જેને કંટ્રોલમાં રાખવા માટે અહીં નોઈઝ પ્રુફ શેડ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત,રસોડામાંથી નીકળતા ધૂમાડાને કારણે વાતાવરણમાં કાર્બનનુ પ્રમાણ વધતુ અટકાવવા માટે ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીંરસોઈ બનાવવા માટે આરઓથી પ્રોસેસ કરેલુ પાણી ઉપયોગમાં લેવાય છે. આરઓ સિસ્ટમમાંથી બિનઉપયોગી નીકળતા પાણીને ગાર્ડનમાં છાંટી દેવાય છે.
દરરોજ ૨ લાખ રોટલી બને છે
    કલ્પના કરો કેતમારે ગણતરી ના સમયમાં બે લાખ રોટલીબનાવવી હોય તો તમે શુ કરશો.. સવાલ વાંચીને તમે પહેલા તો માથુ ખંજવાળઅક્ષર શો અને ત્યારપછી વિચારોના ઘોડા દોડતામૂકશો. પરંતુમધ્યાહન ભોજન તૈયાર કરતી મેગા ફુડ ફેક્ટરીમાં રોજની બે લાખ રોટલી બનાવવી રમત વાત છે. અહીંરોટલીબનાવવા માટેની ઓટોમેટિક અને જાયન્ટ મશીનરી છે. જેના દ્વારા લોટ બાંધવાથી માંડીને રોટલી શેકવા સુધીના તમામ પ્રોસેસ એકસાથે થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કેઆ મશીન ઉપર એકકલાકની ૪૦ હજાર રોટલી તૈયાર થાય છે.