Friday, 12 September 2014

સવાલો વગરની જિંદગીના જવાબો નથી હોતા!

 
 
 
 
જિંદગી છે તો સવાલો છે. સવાલો છે તો જવાબો છે. સવાલ વગર જવાબનું કોઈ મહત્ત્વ નથી. દુનિયામાં જે કંઈ છે એ કોઈના મનમાં ઉઠેલા સવાલોના જવાબો છે. જ્યાં સવાલ છે ત્યાં શક્યતા છે. આપણે કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે,આપણને બસ એ શોધતા આવડવું જોઈએ. ઉકેલની ત્યારે જ જરૂર પડે છે જ્યારે સમસ્યા કે સવાલ સર્જાય છે. એટલે જ સવાલોથી કે સમસ્યાઓથી ગભરાવા જેવું નથી. રસ્તો ન મળે ત્યારે જ માણસ રસ્તો શોધવાનો કે રસ્તો બનાવવાનો પ્રયાસ કરે છે. રસ્તો હોય તો પછી તેની શોધ કે તેના નિર્માણનો વિચાર જ નથી આવતો.
દરેક માણસમાં અજબ અને અઢળક શક્યતાઓ પડેલી હોય છે. સવાલ જ આ શક્યતાને સફળતામાં પલટાવે છે. જેને બધું તૈયાર મળી જાય છે એને નસીબદાર ગણવો કે બદ્નસીબ એ સૌથી મોટો સવાલ છે. જેની પાસે બધું જ છે એણે કંઈ કરવું પડતું નથી એટલે જ તેની બુદ્ધિનો વિકાસ થવો જોઈએ એટલો થતો નથી. 'દીવા પાછળ અંધારું' એ એમ ને એમ નહીં થતું હોય! તમને ખબર છે કે તમારામાં કેટલું બધું પડેલું છે? તમે એનો ઉપયોગ ક્યારે કરો છો? તમને જરૂર પડે ત્યારે! જરૂર ન પડે તો તમારામાં જે છે એ એમ ને એમ પડયું રહે છે. કાટ ખાઈ જાય છે. કોહવાઈ જાય છે. કાટ એને જ લાગે છે જેનો ઉપયોગ નથી થતો. ઉપયોગ થાય છે એ ચકચકિત જ હોય છે. મન, મગજ અને જિંદગીનું પણ એવું જ છે. તમે જેટલું એક્ટિવ રાખશો એટલું એક્ટિવ રહેશે.
એક ડાહ્યો માણસ હતો. ગામમાં કોઈને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો લોકો તેની પાસે જાય. એક વખત એક બાળકે તેમને પૂછયું, "દાદા તમારી પાસે દરેક મુશ્કેલીનો ઉકેલ કેમ મળે છે? તમારામાં આટલી સમજ ક્યાંથી આવી?" પેલા માણસે કહ્યું કે "દીકરા, મેં જિંદગીમાં બહુ ઠોકરો ખાધી છે. જિંદગીએ મને ઘણા બધા સવાલો આપ્યા હતા. હું એક પછી એક જવાબ મેળવતો ગયો અને મને ખબર જ ન પડી કે મારામાં આટલી સમજ કેવી રીતે આવી ગઈ!" જ્ઞાાની માણસ એટલે જેણે વધુમાં વધુ સવાલોના સાચા જવાબ મેળવ્યા છે. એ ડાહ્યા માણસે પછી બાળકને એક સલાહ આપી કે, "દીકરા નાના-નાના પથ્થરોનું ધ્યાન રાખજે. ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી, નાના પથ્થરથી જ ઠોકર વાગે છે. ઠોકર વાગે તોપણ ડરતો નહીં કારણ કે ઠોકર વાગશે તો જ તું તારા રસ્તે ચડેલા એ પથ્થરને ઉપાડીને બાજુમાં ફેંકી દઈશ. ઠોકરો તો આપણી જિંદગીનો રસ્તો સાફ કરતી હોય છે."
સમાજમાં દરેક પ્રકારના માણસો હોય છે. સારા કામ માટે પણ માણસો મળી જાય છે અને ખરાબ કામ માટે પણ માણસો અવેલેબલ હોય છે. યજ્ઞા કરવા માટે સજ્જનો પણ મળી જાય છે અને ખૂન કરવા કોન્ટ્રાક્ટ કિલર પણ મળી જાય છે. એક ગુનેગાર માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે "તમે કહો છો કે જિંદગીના તમામ સવાલો શોધો તો જવાબો મળી જાય છે, તો પછી હું કેમ ગુનેગાર થઈ ગયો?" સંતે જવાબ આપ્યો કે "જવાબ તો તેં પણ શોધ્યો છે પણ તેં ખોટો જવાબ પસંદ કર્યો છે. જવાબ મેળવ્યા પછી પણ એ ખરાઈ કરવાની હોય છે કે જવાબ સાચો છે કે ખોટો? ખોટા જવાબના માર્ક્સ નથી મળતા. જિંદગીના ખોટા જવાબોનો તો હિસાબ પણ ચૂકવવો પડતો હોય છે અને સજા પણ ભોગવવી પડતી હોય છે. તારો જવાબ સુધારી લે તને પણ પૂરા માર્ક્સ મળશે."
ઘર પણ એક મુકામ છે અને જેલ પણ એક મુકામ જ છે. માણસ અંતે તો તેના મુકામ સુધી જ પહોંચતો હોય છે. બધી જ જેલ સરકારોએ બનાવેલી હોતી નથી. અમુક જેલ તો માણસ પોતે સર્જે છે. કેટલાં બધાં ઘર જેલ જેવાં હોય છે? જે ચાર દીવાલો વચ્ચે ગૂંગળામણ થાય એ જેલ જ હોય છે, ઘર તો માત્ર આપણે કહેતા હોઈએ છીએ! શહેરોમાં આવી 'જેલો'ની સંખ્યા વધતી જાય છે. આપણે આપણી માનસિકતાના બંધનમાં એવા જકડાઈ ગયા હોઈએ છીએ કે આપણને મુક્તિનો અહેસાસ જ થતો નથી. અમુક બંધનોથી તો આપણે એવા ટેવાઈ જઈએ છીએ કે આપણને ખબર પણ નથી હોતી કે આ બંધન છે.
જિંદગી એક નાનકડા કોચલામાં બંધાઈ જાય છે. આપણે કોચલાને જ સુરક્ષિત માની લઈએ છીએ. જિંદગીને સવાલ કરો અને જિંદગી પાસે જવાબ માગો કે હું કરું છું એ બરાબર છે? હું ડરતો તો નથી ને? હું મુક્ત તો છુંને? કયો ભય મને સતાવે છે? જિંદગી કેમ આટલી બધી અઘરી લાગે છે? આપણી મુક્તિનો માર્ગ આપણે જ શોધી શકીએ, કારણ કે આપણા બંધનની માત્ર આપણને જ ખબર હોય છે. દુનિયામાં સુખી દેખાતા કેટલાં લોકો ખરેખર સુખી હોય છે? ઘણાં લોકો આપણને પહેલી નજરે દુઃખી દેખાતા હોય છે પણ એ દુઃખી હોતા નથી.
એક અમીર માણસ હતો. દોમ દોમ સાહ્યબીમાં એ ઉછર્યો હતો. તેને ત્યાં મજૂરી, પટાવાળા અને ચોકીદારી કરતાં લોકોને જોઈને એને થતું કે આ બિચારા લોકોની જિંદગી કેટલી ખરાબ છે? કેટલા બધા અભાવમાં એ બધા જીવે છે. એક દિવસ તેણે પોતાના પટાવાળાને પૂછયું કે "તું સુખી છે?" પટાવાળો આખાબોલો હતો. તેણે ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું કે, "હું તમારા કરતાં વધુ સુખી અને ખુશ છું!" અમીર માણસે પૂછયું કે, "કેવી રીતે?" પટાવાળાએ કહ્યું કે, "હું સાજે ઘરે જાઉં પછી પરિવાર સાથે મજા જ કરું છું. અમારા ઘરની નજીક એક બગીચો છે. છોકરાંવને ત્યાં લઈ જાઉં છું. એ લોકો હીંચકા ખાય છે, લસરપટ્ટી રમે છે અને ખડખડાટ હસે છે, ત્યારે મને લાગે છે કે હું તમારાથી વધુ સુખી છું. તમારે તો ઘરમાં જ બગીચો છે. આ બગીચામાં કોઈ રમતું નથી. તમારી પાસે સમય જ ક્યાં છે? છોકરાંવ મોબાઇલ અને વીડિયો ગેઇમમાં પડયાં હોય છે અને તમે તમારા હિસાબકિતાબમાં. તમારા સંબંધો પણ દર તહેવારે કામ હોય એવા લોકોની યાદી બનાવી તેના ઘરે મીઠાઈ મોકલી દેવા પૂરતા મર્યાદિત છે. અમે ઘરે અમારી ત્રેવડ મુજબ મીઠાઈ બનાવીએ છીએ, ખાઈએ છીએ અને ખવડાવીએ છીએ. ઘરમાં કંઈ બને તો પાડોશમાં આપીએ છીએ અને પાડોશી પણ કોઈ વાનગી બનાવે તો આપી જાય છે. તમને તો બાજુમાં કોણ રહે છે એની પણ ખબર નથી!" આ વાત સાંભળીને અમીર માણસને સમજાયું કે પટાવાળા વિશેના સવાલોના જે જવાબો તેની પાસે હતા એ તો ખોટા હતા. સાચા જવાબો તો એ કહે છે એ જ છે. મને તો હવે એવું લાગે છે કે મેં પણ જે જવાબો મેળવ્યા છે એ સાચા છે કે કેમ?
જિંદગી જીવવાની મજા આવવી જોઈએ અને ન આવતી હોય તો માનજો કે તમારો કોઈ જવાબ ખોટો છે. સવાલો ક્યારેય ખોટા નથી હોતા, જવાબ જ સાચા કે ખોટા હોય છે. જિંદગીમાં જે છે એને ફીલ કરી શકતા હોય તો તમે સુખી છો. જિંદગીની સફરમાં નક્કી કરેલા માઇલસ્ટોન પર નજર નાખતાં રહેવું જોઈએ અને ચેક કરતાં રહેવું જોઈએ કે હું સુખ અને શાંતિના માર્ગે જ છુંને? આ સવાલનો સાચો જવાબ મેળવી લેજો અને ખોટો હોય તો જવાબ સુધારી લેજો.
 

 
 
 
નામ : સીમા રઘુવંશી

સ્થળ : જેલ નં. ૬, તિહાડ,

દિલ્હી - ૧૧૦૦૬૪

ઉંમર : ર૬ વર્ષ

સમય : ર૦૧૪
 
મારું સરનામું બધાને ખબર છે, પણ આ સરનામા પર કોઈ પત્ર નથી લખતું મને! ક્યારેક વિચારું તો સમજાય છે કે વાત સાચી છે... જેલમાં રહેતી એક છોકરી સાથે કોઈ શું કામ સંબંધ રાખે? આ જેલમાં મારા જેવી કેટલીયે છોકરીઓ છે. એમનું શરીર કેદમાં છે, પણ મન નહીં. આ સળિયાઓને પેલે પાર એક જિંદગી જીવાય છે. એ જિંદગી ‘સામાન્ય’ લોકોની જિંદગી છે. બસ ચાલે છે, રસોઈ થાય છે, લોકો નોકરીએ જાય છે, સાંજે પાછા ફરે છે. પોતાનાં બાળકોને વહાલ કરે છે. છોકરીઓ અને છોકરાઓ એકબીજાના પ્રેમમાં પડે છે, કેટલાંકનાં લગ્ન થાય છે ને કેટલાંકનાં દિલ તૂટી જાય છે. અગ્નિની પવિત્ર સાક્ષીએ કેટલાંક લોકો લગ્ન કરે છે ને કેટલાંક મનોમન પરણે છે... અગ્નિની સાક્ષીએ ફરાયેલા પવિત્ર ફેરા ક્યારેક હોટેલ્સના રૂમ્સની ચાર દીવાલોના ઉફણાતા શ્ર્વાસની સાથે તૂટી જાય છે તો ક્યારેક નહીં અપાયેલાં વચન પણ કેટલાંક હૃદય પાળ્યા કરે છે. જેમ હું અને ‘એ’ પાળી રહ્યા છીએ એકબીજાને અપાયેલું વચન! જેલની બહાર નીકળશું કે તરત જ અમે વિધિવત્ લગ્ન કરીશું - ઓફિશિયલ લગ્ન. એ પછી અમને મળતાં કોઈ નહીં રોકી શકે! અત્યારે હું એને મળી નથી શકતી. ક્યારેક જોઈ લઉં છું, રક્ષાબંધન કે એવા બીજા પ્રસંગોએ - જ્યારે મહિલા અને પુરુષ જેલના કેદીઓને ભેગા કરવામાં આવે છે અથવા અદાલતમાં, જ્યારે અમારા કેસની સુનવાઈ હોય ત્યારે... આ જેલમાં મારી સાથે ‘એ’ પણ છે. અમે એક જ જેલમાં, એક જ દીવાલની આરપાર રહીએ છીએ એ વિચાર મને જીવતાં શીખવે છે. અમે હજી પણ એકબીજાને એટલો જ પ્રેમ કરીએ છીએ. મળી નથી શક્તાં - પણ જિંદગીની લડાઈમાં એકબીજાનો હાથ નથી છોડ્યો અમે. પાછું વળીને જોઉં છું તો લાગે છે કે હજી ગઈ કાલની જ વાત છે. હું એને મળી ત્યારે અમે કેટલા ઇનોસન્ટ, કેટલા સહજ અને કેટલા સિમ્પલ હતા. જિંદગી પાસેથી અમને કંઈ બહુ જોઇતું નહોતું... એનું નામ પ્રમોદ છે.

અમારો માળો અત્યારે વિખરાયેલો છે, પણ હું એક-એક કરીને સળીઓ સમેટ્યાં કરું છું. એ સળીઓ મારી કવિતાઓ છે જેમાં હું લખું છું...

સુબહ લિખતી હું, શામ લિખતી હું,

ઇસ ચાર દીવારી મેં બૈઠી બસ, તેરા નામ લિખતી હૂં...

ઇન ફાસલોં મેં જો ગમ કી જુદાઈ હૈ

ઉસી કો હર બાર લિખતી હૂં

યે મેરે શબ્દ નહીં, દિલ કી આવાજ હૈં

ખ્વાહિશ જિંદા હૈ જિસે હર રાત સોચતી હૂં

સુબહ કભી તો હોગી હી

ઇસી આસ મેં જીતી હૂં

સુબહ લિખતી હું, શામ લિખતી હું,

ઇસ ચાર દીવારી મેં બૈઠી બસ, તેરા નામ લિખતી હૂં...

ખરેખર ! હું પ્રમોદનું નામ મારા રૂમની દીવાલો પર લખ્યા કરું છું ઈશ્ર્વરનું નામ લખીએ એમ! મારા બેરેકની દીવાલો પ્રમોદ... પ્રમોદ... પ્રમોદથી ભરાઈ ગઈ છે. મને એવું લાગે છે કે જાણે હું એને માટે જ જન્મી છું. બુંદેલખંડમાં મારો જન્મ. બે ભાઈ અને બે બહેન. એમાં સૌથી મોટી હું. સમય વીતતો ગયો અને મારા માથા પર પરિવારની જવાબદારી આવતી ગઈ. મને જવાબદારી સામે કોઈ વાંધો જ નહોતો. મારા પિતા બ્રિટિશ ઇન્ડિયા કોર્પોરેશનમાં કામ કરતા હતા. મેં મારા પિતાને કહેલું, "બાબુજી, હું તમારો દીકરો જ છું. તમારા દીકરા મોટા થઈને કમાતા થાય ત્યાં સુધી મને જ તમારો દીકરો માનજો. ને બાબુજી મને દીકરો જ માનતા. કોઈની સામે ખભો થાબડીને કહેતા, "મેરા તો બડા બેટા યહી હૈ! ગ્રેજ્યુએટ થઈને તરત જ મને ‘અમર ઉજાલા’ અખબારમાં નોકરી મળી ગઈ. ઘરના સૌ ખુશ થઈ ગયા. એ પછી મેં એચડીએફસીમાં નોકરી માટે એપ્લિકેશન કરી. એચડીએફસીમાં પણ મને આસાનીથી નોકરી મળી ગઈ. મારા પિતા રિટાયર્ડ થયા.

મારા ઘરના લોકોની જવાબદારીને કારણે હું લગ્ન કરી શકું એમ નહોતી એટલે પ્રમોદની સાથે મેં મંદિરમાં લગ્ન કરી લીધાં. લગ્ન વિના સંબંધ રાખવાના મારા સંસ્કાર નથી, એટલે પ્રમોદની સાથે અમે મંદિરમાં પરણ્યા તો ખરા, પણ લગ્ન રજિસ્ટર્ડ કરી ન શક્યા.

કહેવાય છે ને, કુંડળીમાં સુખ ન હોય તો માણસને ગમે તેટલું મળે એ ભોગવી નથી શક્તો. મારી બાબતમાં પણ કદાચ આવું જ છે. હું મારા સુખને મેળવવા માટે તરફડિયા મારતી રહી, પરંતુ એ તરફડિયા મારી કુંડળીનો ભાગ હતા - જેની મને ખબર પડી જ નહીં. પ્રમોદની સાથે અમે સારી જિંદગી જીવવાનાં સપનામાં એક ભૂલ કરી. મને આજે પણ ખબર નથી કે એને ભૂલ કહેવાય કે ગુનો - પણ, જે થવાનું હતું તે થઈ ચૂક્યું. આ દુનિયાનો દરેક માણસ ખોટું કામ તો કરતો જ હોય છે, પણ જે પકડાય છે એને સમાજ અને કાયદો ગુનેગાર ગણે છે. હું પણ પકડાઈ ને મારી સાથે પ્રમોદ પણ...

બહુ સ્વાભાવિક છે કે, જે નાનકડા ગુના કરીને પકડાય છે એની સજા બહુ મોટી હોય છે! દુનિયાની દરેક સ્ત્રી ક્યારેક ને ક્યારેક એવા સમયખંડમાંથી પસાર થાય છે, જ્યારે એણે પોતાના મૌન અને શબ્દોની વચ્ચે એકની પસંદગી કરવાની હોય છે. અદાલતો સરક્યા કરે છે, સત્તા વિચાર્યા કરે છે, સંસ્થાઓ દાવા કરે છે, પણ એ બધાની વચ્ચે મન સપનાં જોવાનું છોડતું નથી. શર્મ અને ધર્મની વચ્ચે પીસાતી સ્ત્રીઓ હાથ ખોલીને - મન ઉઘાડીને જીવવા માગે છે, પણ એ એનો ગુનો ગણાય છે. એની હિંમત એની ભૂલ છે, એની ઝંખના એનો અપરાધ... એની ઇચ્છાઓ એની દુશ્મન છે અને એની માગણી માટે નિશ્ર્ચિત સજાઓ છે! જગતની દરેક સ્ત્રી એક વાક્ય પોતાના હૃદયમાં કોતરીને જીવે છે, ‘હું હતી, છું ને રહીશ...’ આ વાક્ય એ પોતાના શરીરમાંથી જાંઘ ફાડીને જન્મ લેતી પોતાની દીકરીની હથેળીમાં લખી આપે છે, પછીની પેઢી... એના પછીની અને એના પછીની પેઢી પણ પોતાની કુંડળીમાં આ વાક્ય લખાવીને જન્મ લે છે.

અહીંના દરેક દિવસો એક જેવા છે. ગઈ કાલ, આજ અને આવતી કાલમાં કોઈ ફેર નથી. સમયની ગતિ મંથર છે. શ્ર્વાસ એક સરખી ગતિએ ચાલે છે અને હૃદય નિષ્ઠુર થઈને ધબક્યા કરે છે. અમારા નામ નથી અહીં, નંબર છે. અમે પોતે પણ અમારા નામ ભૂલી જઈએ એટલી વાર અમારા નંબરથી અમને બોલાવવામાં આવે છે. સ્ત્રીના મનને વાંચવાની આવડત કદાચ બીજી સ્ત્રી સિવાય કોઈ પાસે નથી. મારી સાથે અહીં બીજી કેટલીય સ્ત્રીઓ છે. આંસુમાં છાતીનો ટુકડો ઝબોળીને લખાતી આ લોહીભીની કવિતાઓ અમારા જીવનનું સત્ય છે, જ્યાં સુધી જેલ જીવશે ત્યાં સુધી ગુના જીવશે...

આપણો દેશ ગુનેગારને સજા કરે છે - પણ સજા એના પરિવારને, એની સારાઇને, એના હૃદયમાં રહેલી માણસાઈને પણ થાય છે એ વાત જો કદાચ આ સમાજ, આ દેશ અને આ કાયદો સમજી શકે તો જેલમાં વધતા જતા ‘નંબર’ની સંખ્યા કદાચ ઘટાડી શકાય.

રહને દો મુઝે ઇન પનાહોં મેં

શિકવા નહીં ક્સિી સે અપને કર્મોં કી

મૈં ખુદ હું અપની ગલતિયોં કી શિકાયત બતાને કો

નહીં રુઠી જિંદગી મુઝસે તુઝે પાકર

બસ ઠહર ગયી હૂં મૈં તેરે પ્યાર કો પાને કો...

-----------------

ફૂટનોટ

આ સત્યકથા છે. સીમા રઘુવંશી હજુ તિહાડ જેલમાં છે. આ બંને કવિતાઓ સીમા રઘુવંશીએ લખેલી છે. એ મહિલા કેદીઓને ભણાવવાનું, એમની અરજીઓ લખવાનું અને એમના પરિવારને પત્રો લખવાનું કામ કરે છે.



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.


ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ

સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં ઢોસા અને ઇડલી સંભાર તો બધુ ખાધાંપરંતુ ઉત્તપમને થોડા અળખા કરાયતેતો બનાવવામાં પણ બહુસહેલા છે અને સમયનો પણ બહુ બચાવ થાય છે.
આજકાલ ગુજરાતમાં પણ ઉત્તપમની લોકપ્રિયતા બહુ વધી રહી છેએટલે  તો આજ હું લઈને આવ્યો છું , નવ જાતના અવનવાઉત્તપમની રેસિપીજે ઘરને બનાવી દેશે સાઉથ ઇન્ડિયા.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
વેજિટેબલ ઉત્તપમ

 * સામગ્રી:
 કપ ચોખા
 કપ અડદ દાળ
 ટી સ્પૂન મેથી દાણા
મીઠું સ્વાદ અનુસાર
કાકડીટમેટાકેપ્સિકમડુંગળીલીલા મરચાકોથમીર  બધુ  ઝીણું સમારી લેવું
રીત:ચોખાદાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં  થી  કલાક પલાળી રાખોત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એકદમ ઝીણુંક્રશ કરોમેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દોબધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને  થી  કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરોઅને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચાબનશે.ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડીટમેટાકેપ્સિકમડુંગળીલીલામરચાકોથમીર  બધુ  ભભરાવી સહેજ દબાવી દોઅને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દોબંને બાજુ સારીરીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
.  ઉત્તપમ:

સામગ્રી:
- 1 
કપ અડદની દાળ
- 3 
કપ ચોખા
- 1 
ચમચી આદુની પેસ્ટ
- 3 
ડુંગળી (સમારેલા)
- 2 
ટમેટુ
- 2 
ટેબલસ્પૂન લીલા ધાણા
- 1
થી 2 લીલા મરચા
સ્વાદ અનુસાર મીઠું
-
તેલ
રીત:બધી  વસ્તુના નાના ટુકડા કરી લોપહેલાઅડદની દાળ અને ચોખાને ધોઈને બે અલગ અલગ વાડકામાં 3 કલાક સુધી પાણીમાં પલાળીરાખોખીરામાં  બધુ  ભેળવી દો અને થોડુ મીઠુ પણ ઉમેરોબધી  વસ્તુઓને પાણી સાથે બરાબર ભેળવીને આખી રાત રહેવા દો.લીલા મરચાંડુંગળીલીલા ધાણા અને આદુની પેસ્ટ મિક્સ કરોનોનસ્ટિક પેન અથવા તવાને ગેસ પર મૂકી મઘ્યમ આંચ પર ગરમ કરો.ખીરાને પાથરવા માટે ચમચીનો ઉપયોગ કરો અને તેની આસપાસ તેલ ઉમેરો પેનને થોડી વાર ઢાંકી દોઆંચ મઘ્યમથી ઓછાની વચ્ચેહોવી જોઈએજ્યારે ઉત્તપમ બ્રાઉન રંગનો થઈ જાય ત્યારે તેને પેનમાં  બીજી બાજુ પર ફેરવી દોબીજી બાજુ પણ આવી  રીતે શેકો.તેને નાળિયેરની ચટણી કે સાંભાર સાથે પીરસો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ફરાળી ઉત્તપમ:

સામગ્રી:
- 250 
ગ્રામ સિંગોડાનો લોટ,
- 250 
ગ્રામ બાફેલા બટાકા,
એક વાડકી મગફળીનો ભૂકો,
અડધી વાડકી સેકેલા તલ,
મીઠુ સ્વાદ મુજબ,
એક ચમચી આદુ-લીલા મરચાંનુ પેસ્ટ,
- 2 
ચમચી લીંબૂનો રસ,
ખાંડ સ્વાદમુજબ.
રીત:
 
બટાકાને મસળીને તેમાં લોટ અને ઉપર જણાવેલ બધી  સામગ્રી મિક્સ કરી દોપછી તેમાં થોડું દૂધ ભેળવી બરાબર મિક્સ કરી દોહવેતેમાંથી ઉત્તપમ ઉતારી લીલી ચટણી સાથે મજા માણો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ટોમેટો ઉત્તપમ:

સામગ્રી:
ઉત્તપમનો તૈયાર લોટ,
મગની દાળ પલાળીને તેને વાટીને બનાવેલ પેસ્ટ એક કપ,
લીલા મરચા 4-5,
જીરુ 1 ટી સ્પૂન,
હળદર 1/2 ટી સ્પૂન,
હિંગ,
મીઠુ અને ખાંડ સ્વાદમુજબ,
ટામેટા 3-4,
લીલા ધાણા 2 ટેબલ સ્પૂન
તેલ  ઉત્તપમ શેકવા
રીત:
 
ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનુ પેસ્ટ મિક્સ કરો,પછી તેમા લીલા મરચા અને જીરુ વાટીને નાખી દોફૂલેલા ઉત્તપમના લોટમાંહળદરહિંગમીઠુ અને ખાંડ મિક્સ કરી સારી રીતે હલાવી દોહવે ટામેટાને પાતળી ગોળ સ્લાઈસમાં કાપી લોપછી નોન સ્ટિક તવો ગરમકરીને તેના પર ટોમેટો ઉત્તપમનુ મિશ્રણ નાખીને ગોળ આકારમાં ફેલાવોતેના ઉપર ટામેટાની સ્લઈસ મૂકીને લીલા ઘાણા ભભરાવી થોડુદબાવી દોઉત્તપમની ચારેબાજુથી તેલ નાખીને થોડુ ચડવા દોએક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને શેકો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ચાઈનીઝ રવા ઉત્તપમ:

સામગ્રી:
રવો-250,
અડધી વાડકી દહીં,
ગાજર-શિમલા મરચું,
કોબીજ,
લીલી ડુંગળી,
મીઠું સ્વાદ મુજબ,
ચિલી સોસ,
સોયા સોસ
શેકવા માટે તેલ
રીત:દહીંમાં મીઠું અને રવો નાખીને એક રસ કરી લો ખીરું પાતળું રાખવું હોય તો થોડું પાણી નાખી દોપછી બે કલાક માટે આને મૂકી રાખો.જેથી રવો ફૂલી જશેબધી શાકભાજીને ઝીણી સમારી લોઅને તેમાં મીઠું અને ચાટ મસાલો નાખી દોજ્યારે લાગે કે રવો સારી રીતે ફુલીગયો છે,ત્યારે નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી એક પળી રવો ફેલાવી દોત્યારબાદ ઝીણી સમારેલી શાકભાજીને ઉપર ફેલાવી દોએકબાજુ શેક્યા પછી ઉત્તપમ પલટાવી દોપછી બરાબર શેકી ચીલી સોસ અને સોયા સોસ સાથે ગરમાગરમ  મજા માણો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
ઓટ્સ ઉત્તપમ:

સામગ્રી:
- 1 
કપ ઓટ્સ
- 1 
કપ ઢોંસાનું ખીરું
- ½ 
કપ ફણગાવેલાં કઠોળ
- 1 
ડુંગળી ઝીણી સમારેલી
- 3 
મરચાં ઝીણાં સમારેલાં
- 2 
ટે.સ્પૂન ફુદીનાની ચટણી
જરૂર મુજબ ઓલિવ ઓઇલ
કાળા તલ જરૂરિયાત મુજબ
- 2 
ટામેટાં ઝીણાં સમારેલાં
- 4 -5 
પાન લેટયૂસકે કોબીના
- ½  
લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે
રીત:ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળીલીલાં મરચાંમીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લેવુંબીજા બાઉલમાં ઓટ્સનાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને  મિશ્રણ બરાબર હલાવી લેવુંતેમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવુંહવે નોન સ્ટિક તવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવીનોન સ્ટિક તવીમાં થોડું ઓલિવઓઇલ લઇને કડછીમાં થોડું ખીરું લઇને ગોળ પાથરી દેવુંતેની ઉપર ફણગાવેલાં કઠોળકાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાં અનેથોડીવાર ઉત્તપમને શેકાવા દેવાએકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને બીજી બાજુ પણ કરકરા શેકી લેવાંબધા  ઉત્તપમ તૈયાર થઈજાય એટલે કોબી કે લેટ્યૂસનાં પાનને ઝીણાં સમારી તેમાં ઓલિવ ઓઇલમીઠું તથા લીંબું મિક્સ કરીને સલાડ જેવું બનાવી લેવુંસર્વ કરતીવખતે સલાડને ઉત્તપમ ઉપર સજાવી લેવું.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
કાજુ ઉત્તપમ:

સામગ્રી:
ચોખા પલાળેલા -  કપ
અડદની દાળ -  કપ
સમારેલી ડુંગળી -  નંગ
સમારેલાં ટામેટાં -  નંગ
સમારેલાં લીલાં મરચાં -  નંગ
આદું - એક ટુકડો
સમારેલી કોથમીર ટીસ્પૂન
કાજુ - ૧૫થી ૧૬ નંગ
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - શેકવા માટે
રીત:ચોખા અને અડદની દાળને જુદી-જુદી ક્રશ્ડ કરી એક બાઉલમાં મિક્સ કરી દોહવે તેમાં સમારેલી કોથમીર અને મીઠું નાખી આથો આવે ત્યાંસુધી રહેવા દોત્યારપછી બાકીની સામગ્રીને સમારી મિક્સ કરી એક સાઈડ રાખી દોહવે નોનસ્ટિક તવાને ગરમ કરી તેમાં સહેજ તેલ મૂકીઉત્તપાનું ખીરું પાથરી તેના ઉપર મિક્સ કરેલાં વેજિટેબલ્સ અને કાજુ નાખી સહેજ તેલ મૂકી બંને બાજુ શેકી લો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
મગની દાળના ઉત્તપમ:

સામગ્રી:
- 1 
કપ મગની ફોતરાવાળી દાળ
- 2 
લીલા મરચાં
- 2 
ટામેટાં
- 2 
ડુંગળી
- 2 
કેપ્સિકમ
- 1/2 
ટીસ્પૂન હળદર
સ્વાદ અનુસાર મીઠું
જરૂર પ્રમાણે તેલ
રીત:મગની દાળને પાંચ- કલાક પલાળી રાખોતેના ફોતરાં કાઢીને મિકસરમાં લીલા મરચાં સાથે ક્રશ કરી લો ખીરામાં હળદરમીઠું મિકસકરોહવે કેપ્સિકમડુંગળી અને ટામેટાંને ઝીણા સમારી લોનોનસ્ટિક પેન ગરમ કરી ચમચાથી ખીરું પાથરો અને તેના ઉપર કેપ્સિકમ,ડુંગળી અને ટામેટાંના ટુકડા મૂકોનીચેની બાજુને ગરમ થઇ જાય એટલે તેલ લગાવીને બીજી તરફ ફેરવોતેલ લગાવી બ્રાઉન રંગ થાયએટલે સોસ સાથે સર્વ કરો.
ઘરને બનાવશે ચેન્નાઇ એક્સપ્રેસ, આ 9 જાતના ટેસ્ટી ઉત્તપમ
સોયા ઉત્તપમ:

સામગ્રી:
સોયા મિલ્ક -  કપ
સોજી -  કપ
લીલાં મરચાં -  નંગ
ટામેટાં -  નંગ
ડુંગળી -  નંગ
ધાણા -  ટેબલસ્પૂન
ફ્રૂટ સોલ્ટ - / ટીસ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - ઉત્તપા શેકવા
રીત:
 
સોયા મિલ્ક અને સોજીને એક બાઉલમાં મિક્સ કરી ૧૦ મિનિટ રહેવા દોત્યારબાદ તેમાં લીલાં મરચાંટામેટાંડુંગળીધાણાફ્રૂટ સોલ્ટ અનેમીઠું નાખી મિક્સ કરોહવે એક તવાને ગરમ કરી તેમાં ખીરું પાથરી થોડું તેલ મૂકી બન્ને બાજુ શેકોઉત્તપા બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉનશેકાઈ જાય એટલે મજા માણો ગ્રીન ચટણી અને સાંભાર સાથે.

__._,_.___