જીવનના પરિવર્તનને નિર્મળ હૃદયથી સ્વીકારવું રહ્યું--- આંગણની તુલસી - અવંતિકા ગુણવંત જ્યારે એ આકરી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે સંધર્ષની પળોમાં આશા, ઉત્સાહ, ઉમંગ ટકાવી રાખવા સહેલું નથી. આદર્શના રંગે રંગાઈને આપણે કઠિનમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જઈને પણ કસોટીમાંથી પાર ઊતરવું ખરેખર અઘરું છે
આશાબહેન કહે, ‘હું ગ્રેજ્યુએટ થઈ પછી મારા માતાપિતાએ મારા માટે મુરતિયાની શોધ આરંભી જોકે શોધ શરૂ કરતાં પહેલાં એમણે જોષીને મારા જન્માક્ષર બતાવ્યા ત્યારે જોષીએ બધા ગ્રહોનો અભ્યાસ કરીને મારી બાને કહ્યું, ‘તમે તમારા બરોબરિયું કુટુંબ શોધવા પ્રયત્ન ન કરશો. મુરતિયો પણ સામાન્ય જ મળશે, માટે મોટા મહેલ ચણ્યા વગર વાસ્તવવાદી બનજો. જોષીમહારાજનું કહેવું સાંભળીને મારી બાનો ચહેરો ઝંખવાઈ ગયો, કારણ કે અમારા ઘરમાં લખલૂટ સંપત્તિ હતી, આલીશાન બંગલામાં અમે રહેતા હતા. નોકર-ચાકર, ડ્રાઈવર, માળી વગેરેની સંખ્યા ગણો તો કુલ સાત જણ હતા. તેથી મારા ભાગે તો કોઈ કામ કદી આવતું જ નહીં. કોઈ કામ કરતાં મને આવડતું ન હતું. આખો દિવસ હું વાંચ્યા જ કરતી. ક્યારેક સ્કેચિંગ કરતી. ડ્રોઈંગ કરતી. સંગીત સાંભળતી. મારી બાને થયું ભલેને જોષીમહારાજ આવી અણગમતી ભાષા બોલે પણ મારી દીકરીને હું સામાન્ય ઘરે નહીં જ પરણાવું. જોષી મહારાજે બાનું મન વાંચી લીધું હોય એમ બોલ્યા, ‘બહેન તમે હતાશ ન થઈ જશો. ચિંતા ન કરો, તમારી દીકરી એના સ્વપ્રયત્ને પદ, પૈસો અને પ્રતિષ્ઠા મેળવશે, પણ અત્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તેથી તેણે દરિદ્રાવસ્થા તો ભોગવવી જ પડશે. આ હું નથી કહેતો. ગ્રહો કહે છે. જોષીમહારાજ એટલા વિશ્ર્વાસપૂર્વક કહેતા હતા કે બાને એમના કહેવામાં પૂરેપૂરી સચ્ચાઈ દેખાઈ. તેથી બા તો સાવ ઉદાસ થઈ ગયાં પણ મને ઉદાસીનતાએ જરાય સ્પર્શ ન હતો કર્યો. મેં પૂછ્યું, ‘કેમ ઉદાસીનતાએ તમને સ્પર્શ ન હતો કર્યો?’ ‘આજે હું વિચાર કરું છું તો મને લાગે છે કે જીવનમાં વળાંક તો આવે જ. લગ્ન એ તો મોટો વળાંક, મોટું પરિવર્તન બિંદુ. કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે હું તૈયાર જ હતી. પણ મારા મનમાં એક માન્યતા હતી કે જીવન તો આપણે બનાવીએ તેવું બને. જીવનના પરિવર્તનથી ગભરાવાનું ન હોય પણ નિર્મળ હૃદયથી પરિવર્તનને સ્વીકારી લેવાનું હોય. જોષીમહારાજ કહે જતા હતા, ‘બહેન, તમારી દીકરી પોતાના પુરુષાર્થથી પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ મેળવશે, એની વૃદ્ધાવસ્થા સમસ્યા વગરની હશે. મને થયું મારે આપકર્મી બનવું છે. તો ઈશ્ર્વર જ એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. આશાબહેન કહે ‘મેં જોયું કે જોષી મહારાજની વાણી એ મારી બાને આઘાત આપ્યો હતો, પણ એમાં જોષી મહારાજનો કોઈ વાંક ન હતો, મારા પોતાના ગ્રહો જ મને કસોટીના પથ પર લાવીને મૂકી દેવાના હતા. જોષી મહારાજે તો ગ્રહોનો અભ્યાસ કરીને ભવિષ્યકથન કર્યું હતું. આમ એ સમયે જોષી મહારાજની વાણીએ મને આઘાત ન હતો પહોંચાડ્યો
પણ જ્યારે એ આકરી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે સંધર્ષની પળોમાં આશા, ઉત્સાહ, ઉમંગ ટકાવી રાખવા સહેલું નથી. આદર્શના રંગે રંગાઈને આપણે કઠિનમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જઈને પણ કસોટીમાંથી પાર ઊતરવું ખરેખર અઘરું છે. પ્રેરણાત્મક લખાણોમાં આપણે વાંચીએ છીએ જીવંત રહો, પળેપળ ધબકતા રહો પણ ‘રામબાણ વાગ્યા હોય તે જાણે’ જેવી હકીકત છે. ‘પણ માણસને એની નિજતાનું ફૂલ ખીલે ત્યારે પરમ સંતોષ અનુભવે, તેવો સંતોષ તમે અત્યારે તો અનુભવી રહ્યા છો ને?’
આશાબહેન બોલ્યા, ‘હા, અને આ ક્ષણે તો મને લાગે છે કે દરેક વસ્તુનું મૂલ્ય ચુકવવું જ પડે છે. અને લગ્ન પછીની જિંદગીમાં હું ક્યાં એકલી હતી? આકાશ મારી સાથે જ હતા. એમના પ્રેમભર્યા સાથે મને અનેરો ઉત્સાહ આપ્યો. અમારી જિંદગી તકલીફથી ભરેલી હતી પણ શુષ્ક ન હતી, પ્રેમના લીધે એ મધુર, સુંદર હતી. આ ક્ષણે તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને પ્રેમાળ જીવનસાથી મળ્યો છે. પૈસા વગર સગાં-સ્નેહીઓની સાથે એમની અપેક્ષા મુજબનો વ્યવહાર થઈ શકે નહીં તેથી ક્યારેક અવગણના અને તિરસ્કાર સહન કરવાનો પણ આવતો હતો. આપણે જેને આપણા પોતાના માન્યા હોય એવાં સ્વજનો આપણને સમજવાના બદલે મહેણાં મારે એ બધું અસહ્ય લાગતું હતું.‘તોય તમારા સ્વભાવમાં કડવાશ નથી આવી.’ ‘હા, એનો યશ પણ સાત્ત્વિક વાચનને જાય. સાત્ત્વિક વાચનને કારણે આપણા મનની નેગેટિવિટી ગાયબ થઈ જાય છે. જેમ સત્સંગ અને ગુરુ માણસને દિશાસૂચન કરે છે. સાચા રસ્તે દોરી જાય છે તે પ્રમાણે વાચન માણસને હકારાત્મક અભિગમ ધરાવતો બનાવી દે છે.

No comments:
Post a Comment