Tuesday, 22 July 2014

માત્ર 1 કપ હળદરવાળું દૂધ, ભયંકર બિમારીઓ ને ચરબી રાખે દૂર

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. સાથે હળદરને પણ આયુર્વેદમાં એક ખાસ સ્થાન આપવામાં આવ્યો છે. આ બન્ને વસ્તુઓના પોતાના અદભુત ગુણો અને ફાયદા છે. જે મોટાભાગના લોકો જાણતા જ હશે. આપણા રોજિંદા જીવનમાં જો દૂધ અને હળદરનો સમાવેશ કરવામાં આવે તો આપણે અનેક બીમારીઓથી તો બચી શકીએ સાથે આપણા શરીરમાં જમા થતી વધારાની ચરબીને પણ દૂર કરી શકીએ છીએ.

જોકે દૂધ અને હળદરનો ઉપયોગ અને જરૂરિયાત પણ જુદી-જુદી હોય છે. પરંતુ આજે અમે તમને દૂધ અને હળદરના મિલનથી થતાં અદભુત ફાયદા વિશે જણાવવાના છે. જે તમે નહીં જાણતા હોવ. તો ચાલો જાણીએ.

અસ્થમાથી લઈને બ્રોંકાઈટિસ જેવા રોગ
હળદર એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી એક કપ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. આ બેક્ટેરિયલ અને વાઈરલ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. જેથી ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ કરીને રોજ એક કપ હળદરવાળું દૂદ પીવું જ જોઈએ.

વજન ઘટાડવા માટે
એક ગ્લાસ ગરમ દૂધ સાથે એક ચમચી હળદર નાખીને પીવાથી શરીરમાં જામેલા ચરબીના થર દૂર થવા લાગે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે.

સારી નીંદર માટે
હળદરમાં એમિનો એસિડ હોય છે. જેથી દૂધ સાથે હલદર નાંખીને પીવાથી સારી ઉંઘ આવે છે. જો તમને અનિદ્રાની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સૂવાના અડધા કલાક પહેલા ગરમ દૂધમાં હલદર નાખી દૂદ પીવાથી સારી ઉઘ આવશે.

દુખાવામાં રાહત
હળદરવાળા દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી લઈને કાનના દુખાવામાં આરામ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેથી દુખાવો ઝડપથી દૂર થાય છે.

લોહી અને લિવરની સફાઈ
આયુર્વેદમાં હળદરવાળા દૂધનો ઉપયોગ સંશોધન પ્રક્રિયામાં કરવામાં આવે છે. આ લોહીમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે અને લિવરને સાફ રાખે છે. હળદરવાળું દૂધ પીવાથી પેટ સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળ છે.

માસિક સ્ત્રાવમાં આરામ
માસિક સ્ત્રાવ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી ક્રેમ્પ્સ સામે રક્ષણ મળે છે અને સ્નાયુઓમાં થતાં દુખાવા પણ રાહત મળે છે.

મજબૂત હાડકાં
દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી દૂધમાં હળદર નાખીને સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.

આ રીતે દૂધ અને હળદરને મિક્ષ કરીને તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઠંડીમાં તો આ મિશ્રણનો લાભ બમણો થાય જાય છે. જો કે ગરમીમાં પણ હળદરવાળું દૂધ રોજ સવારે અથવા રાત્રે સૂતી વખતે પી શકાય છે. પરંતુ ગરમીની ઋતુમાં હળદરનો ઉપયોગ માપસર પ્રમાણમાં કરવો.
ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
--- અંકિત ત્રિવેદી

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
--- મરીઝ

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
--- મનોજ ખંડેરિયા

આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
--- વિવેક ટેલર

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
--- વિવેક મનહર ટેલર

સમય સાથે માણસે બદલાવું જ જોઈએ

સંતાનો પરિપક્વ ઉંમરના થાય પછી એમની જિંદગી એમની રીતે જીવવા સ્વતંત્ર છે, માબાપ એમના સંતાનોના માબાપ છે, માલિક નથી, સંતાનો એમના ગુલામ નથી. માબાપ એમની અપેક્ષા સંતાનોને જણાવે પરંતુ તેમની અપેક્ષા મુજબ જ થાય એવો આગ્રહ ન સેવાય, માબાપે પોતાના સંતાનને સમજવા પ્રયત્ન કરવો જોઈએ

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

કોઈપણ વ્યક્તિનું જીવન ઘર, કુટુંબ ક્યારેય સમસ્યામુક્ત નથી હોતું. સમય પસાર થાય તેમ સમસ્યા બદલાતી જાય છે પણ કોઈને કોઈ પ્રકારની સમસ્યા તો હોય જ છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી આપણા સમાજમાં ઊતરતી અવસ્થાવાળા વયોવૃદ્ધ માતાપિતા અને તેમના યુવાન સંતાનો વચ્ચે મતભેદ પડતા જ જાય છે અને એના કારણે યુવાન સંતાનો પોતાના માબાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અથવા તો પોતે માબાપનું ઘર છોડી પોતાનું સ્વતંત્ર ઘર વસાવે છે.

માબાપને તેમના સંતાનોએ તેમના તરફ દાખવેલી ઉપેક્ષા સહન નથી થતી અને તેઓ આક્રોશ વ્યક્ત કરે છે. ત્યારે ધીર- ગંભીર, સમજદાર વિચારશીલ

વડીલો માબાપને કહે છે તમે ધીરજ રાખો અને વાતચીતથી તમારા પ્રશ્ર્નોનો ઉકેલ લાવો. ઉદારતા દાખવો અને નાની નાની વાતોને બહુ પ્રાધાન્ય ન આપો. અને

તમારું કહેવું તમારા સંતાનો સાંભળે અને તમારા કહ્યા મુજબ જ વર્તે તેવો આગ્રહ ન રાખો.

સંતાનો પરિપક્વ ઉંમરના થાય પછી એમની જિંદગી એમની રીતે જીવવા સ્વતંત્ર છે, માબાપ એમના સંતાનોના માબાપ છે, માલિક નથી, સંતાનો એમના ગુલામ નથી. માબાપ એમની અપેક્ષા સંતાનોને જણાવે પરંતુ તેમની અપેક્ષા મુજબ જ થાય એવો આગ્રહ ન સેવાય, માબાપે પોતાના સંતાનને સમજવા પ્રયત્ન કરવો જોઈએ અને સંતાનોએ પણ નિખાલસતા અને પ્રમાણિકતાથી પોતાના મનની વાત, ઈચ્છા,

આકાંક્ષા માબાપને જણાવવા જોઈએ તો કલેશ-કંકાસ ઓછા થશે.

છેલ્લા કેટલાક વરસોથી ભૌતિકવાદના પ્રચંડ ઝંઝાવાત ફૂંકાય છે, નાના-મોટા, શિક્ષિત અશિક્ષિત સૌ એની ઝપટમાં આવી ગયા છે. આપણે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને ભૂલી ગયા છીએ. આધુનિક ગણાવાની સ્પર્ધામાં આપણા પરંપરાગત સંસ્કાર ભૂલી ગયા છીએ. આપણા જીવનનો હેતુ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના ભૂલી ગયા છીએ અને ભૌતિક સંપત્તિ મેળવવાનો મોહ રાખીએ છીએ.

પેલા વિનુભાઈને ચાર દીકરાઓ છે. વિનુભાઈ અને એમના પત્ની નર્મદાબેન પોળના નાનકડા ઘરમાં રહેતાં હતાં, ત્યારથી એમને બંગલો બંધાવવાની હોંશ હતી. ખૂબ કરકસરથી તેઓ જીવ્યાં. પાઈ, પૈસો બચાવીને તેમણે રૂપિયા બચાવ્યા અને પ્લોટ લીધો. બંગલાનો નકશો દોરવા આપ્યો એ આર્કીટેકને કહ્યું, બંગલાનો નકશો એવો દોરજો કે ચારે દીકરાઓ ભેગાં જ રહે. હા, દરેક દીકરાને સ્વતંત્ર રૂમ હોય પણ રસોડું, ડાઈનિંગરૂમ અને લિવિંગરૂમ તથા દિવાનખાનું એક જ બનાવજો.

"અત્યારે તો દીકરાઓ કુંવારા છે, પણ પરણશે પછી અલગ રહેવા ઈચ્છશે, આર્કિટેકટે કહ્યું.

વિનુભાઈ રોષથી બોલ્યા, "મારા દીકરાઓ સંપથી એક થઈને રહેશે.

"પણ તમારી પુત્રવધૂઓ ભેગાં રહેવાનું પસંદ નહિ કરે તો?’

"જખ મારીને ભેગી રહેશે. બંગલાના ભાગ પડી શકે તેવું બાંધકામ કરવાનું જ નહિ અને દીકરાઓ બંગલાનો મોહ છોડી શકશે નહિ.

આર્કિટેકટે વિનુભાઈની જીદને માન આપ્યું ને એમના કહ્યા પ્રમાણે બંગલાનો નકશો તૈયાર કર્યો.

વિનુભાઈના મિત્રોએ કહ્યું, "બદલાતા સમયને ઓળખો. તમે દીકરાઓ ભેગાં રહે એવો આગ્રહ છોડી દો, નહિં તો બંગલામાં શાંતિને બદલે રોજ ઝઘડા, કંકાસ થશે.

વિનુભાઈ બોલ્યા, "મેં દીકરાઓને જુદા થવાના નહિ પણ પ્રેમથી ભેગાં રહેવાનાં સંસ્કાર આપ્યા છે.

મારા આપેલા સંસ્કાર એમના લોહીમાં છે. હુંય સંયુક્ત કુટુંબમાં રહ્યો છું, તેથી જ બચત કરીને મારો આલીશાન બંગલો બાંધું છું, દીકરાઓ ભેગા રહેશે તો ખર્ચો ઓછો થશે અને એમની મિલકત ઊભી થશે.’ વિનુભાઈ જુનવાણી વિચારો છોડી શક્યા નહિ. એમના પત્ની નર્મદાબેન તો પતિ કહે એ સાચું એવું માનનારાં હતાં. પતિ-પત્નીએ બદલાતા સમયને ઓળખ્યો નહિ.

એમણે ખૂબ હોંશથી એમના ચારે દીકરાઓને પરણાવ્યા. ચારે પુત્રવધૂઓ ભણેલી હતી પણ સ્વતંત્ર સંસાર રચવાની હિમાયતી હતી. તેઓના સ્વતંત્ર વિચાર હતા. સંયુક્ત કુટુંબપ્રથામાં તેઓ માનતી ન હતી. તેથી તેમની વચ્ચે હુંસાતુંસી, ઝઘડા થવા માંડ્યા. વહુઓ વચ્ચેના ઝઘડાથી નર્મદાબેન કંટાળ્યા. તેમણે વિનુભાઈને કહ્યું, "દીકરાઓને અલગ રહેવાની સગવડ કરી આપો.

"બંગલો મોટો છે, પણ એના ભાગ પડી શકે એમ નથી.

"તમને આર્કિટેકટ અને મિત્રો કહેતા હતાં પણ તમે કોઈનું સાંભળ્યું જ નહિ, દીકરાઓ કરતાં તમે મોટા છો પણ તમારામાં સમજદારી નથી, હું તો તમારા આ બંગલામાં નહિ રહી શકું.

નર્મદાબેન તો પોતાની હૈયાવરાળ કાઢીને હળવા થાય પણ વિનુભાઈ કોને કહે. એક રાત્રે ઊંઘમાં જ તેમના પ્રાણ નીકળી ગયા. સવારે તેઓ ઊઠ્યા જ નહિ.

Bhupendra Jesrani

12:00 PM (3 hours ago)
to

સિફારીશ : યે સિલસિલા યૂં હી ચલતા રહે ! – ડૉ. શરદ ઠાકર

‘સર, તમારું કામ પડ્યું છે. મારે એક જગ્યાએ નોકરીનો ‘ઈન્ટરવ્યૂ’ આપવા જવાનું છે. એક જગ્યા માટે સિત્તેર ઉમેદવારોએ અરજી કરેલી છે. મારી પાસે યોગ્યતા છે, આવડત પણ છે, જો કંઈ નથી તો એ ઓળખાણ. મને લાગે છે કે આ નોકરી મને નહીં મળે.’ આજથી લગભગ દસ વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્રેવીસ-ચોવીસ વર્ષની દેખાતી એક યુવતી મને મળવા માટે આવી અને ઉપર મુજબની રજૂઆત કરી.
‘આમાં હું શું કરી શકું ?’ મેં પૂછ્યું.
‘તમારે મારા માટે ભલામણ-ચિઠ્ઠી લખી આપવાની છે કે આવનાર બહેનને નોકરીમાં રાખી લો.’ યુવતીની આંખોમાં ભોળપણ છલકાતું હતું. મને સહેજ ગુસ્સો આવતો હતો, સહેજ ચીડ ચડતી હતી, પણ વધુ તો આશ્ચર્ય થતું હતું. આ નવી પેઢીના યુવાનો અને યુવતીઓ કેટલા બધા આત્મવિશ્વાસથી સાવ અજાણ્યા માણસો પાસે ભલામણ-પત્ર માટે પહોંચી જઈ શકે છે ! મારા મનોભાવો છુપાવીને મેં પૂછ્યું :
‘ઈન્ટરવ્યુ કઈ કંપની તરફથી રાખવામાં આવ્યો છે ?’ જવાબમાં યુવતીએ એક જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીનું નામ આપ્યું.
‘જો બહેન, તું એક વાત સમજી લે, હું નથી તને ઓળખતો કે નથી ઓળખતો એ કંપનીના કોઈ અધિકારીને. મારાથી આ રીતે તારા માટે ભલામણ-પત્ર ન લખી શકાય.’
‘પણ હું તમને ઓળખું છું ને ! વરસોથી અખબારી પૂર્તિમાં આવતી તમારી ‘ડૉક્ટરની ડાયરી’ હું વાંચતી રહી છું. તમે ભલે એ કંપનીમાં કોઈને ન ઓળખતા હો, પણ એ લોકોએ તો તમારું નામ સાંભળ્યું જ હશે. તમે ચિઠ્ઠી લખી તો આપો, મને પૂરો વિશ્વાસ છે કે મારું કામ થઈ જશે.’ એની આંખોમાં વિનંતીને બદલે હવે જીદનો સુરમો અંજાઈ ગયો હતો.
મોટા ભાગના વાંચકો એવા ભ્રમમાં જીવતા હોય છે કે અખબારમાં કટાર લેખન કરતા લેખકોનું સમાજના તમામ ક્ષેત્રોમાં ‘રાજ’ ચાલતું હોય છે. એમનું નામ આપો એટલે ચપટી વગાડતાંમાં કામ થઈ જ જાય. વાસ્તવમાં આવું હોતું નથી. અમે માત્ર કાગળ પરના વાઘ હોઈએ છીએ. ઉપરાંત હું પોતે આવી ભલામણોનો સખત વિરોધી છું. મારા અંગત કામ સબબ મારે કોઈ ઑફિસમાં જવાનું થાય છે, ત્યારે પણ હું મારી અખબારી ઓળખ આપવાનું ટાળતો હોઉં છું. મેં દલીલની બાજીમાંથી બીજું પત્તું ઉતાર્યું,
‘બહેન, મને આ પ્રકારની સિફારીશ કરવાનું ગમતું નથી. તારા માટે ભલામણ કરું એનો સીધો અર્થ એ થયો કે બીજા કોઈ લાયક ઉમેદવારને અન્યાય કરવો.’
અચાનક એ યુવતીની આંખોમાં આંસુ તગતગી ઊઠ્યાં, ‘તમને ન ગમતું હોય તો ચિઠ્ઠી ન લખી આપશો, સર. પણ આવી સિદ્ધાંતની વાતો માત્ર એવા લોકો જ કરે છે જેમણે જિંદગીની હાડમારીઓ ક્યારેય જોઈ નથી. તમને એવી છોકરીની નિઃસહાયતા ક્યાંથી સમજાય, જેના ઘરમાં બાપ પૅરેલિસિસનો ભોગ બનીને પથારીમાં પડ્યા હોય, જ્યાં મા પારકા ઘરમાં કપડાં-વાસણ અને કચરા-પોતાં કરતી હોય, જ્યાં બે નાની બહેનો અને એક માસુમ ભાઈ એ પળની વાટ જોઈને બેસી રહ્યા હોય કે ક્યારે એમની દીદીને નોકરી મળી જાય, ક્યારે એ પગાર લઈને ઘરે આવે અને ક્યારે એમનાં દફતર-કંપાસ…… ?’
મારી જગ્યાએ કોઈ પણ ‘માણસ’ હોય તો એ દ્રવી જાય; હું પણ બચી ન શક્યો.
મેં કહ્યું : ‘બસ ! બસ ! હવે એક પણ શબ્દ બોલીશ નહીં, એક પણ આંસુ ખેરવીશ નહીં. હું પત્ર લખી આપું છું. પછી તારું કામ થાય કે ન થાય એની જવાબદારી ભગવાનના માથે.’ મેં ટેબલ ઉપર પડેલું લેટરપેડ હાથમાં લીધું અને પત્ર લખવાનું શરૂ કર્યું :
‘આદરણીય સાહેબશ્રી,
આપણે એકબીજાને ઓળખતા નથી, ક્યારેય મળ્યા નથી. તેમ છતાં આ પત્ર લખવાની ધૃષ્ટતા કરું છું. મારું નામ આપે કદાચ અખબારમાં વાંચ્યું હશે. હું નાનકડા રાજ્યની મોટી ભાષાનો નાનો લેખક છું. જો આટલા પરિચયનું કશું પણ વજન પડતું હોય તો આ પત્ર લઈને આવનાર યુવતી કુ. મેઘલ ત્રિવેદીને નોકરી માટે પસંદ કરવાની વિનંતી કરું છું. લિ….’ ચિઠ્ઠી પૂરી કર્યા પછી હું પોતે વાંચી ગયો. જે લખાયું હતું તે અલબત્ત, સાચું હતું, પણ વજનદાર લાગતું ન હતું. આટલી ભલામણથી ભાગ્યે જ મેઘલને નોકરી મળી જાય. હવે શું કરવું ? હું મૂંઝાયો. પછી મેં પત્રના અંત ભાગે ડાબા હાથ પર આવેલી ખાલી જગ્યામાં ‘તાજા કલમ’ના નામે ટાંક મારી, ‘આવનાર યુવતી મેઘલ ત્રિવેદી મારી સગ્ગી નાની બહેન છે. અંગત કારણોસર એને નોકરીની તાતી જરૂર છે. આ બાબતમાં વધુ સ્પષ્ટતા હું કરી શકું તેમ નથી.’ ડૉક્ટરની બહેનને આવી નોકરીની તાતી જરૂર શાની હોય ? માટે મેં એ વાતનો છેદ જ ઉડાડી દીધો. જે મહત્વનું હતું તે પેલું ‘સગ્ગી બહેન’વાળી વાતનું હતું. હવે મને ખાતરી થઈ ગઈ કે આ ગરીબ, જરૂરતમંદ છોકરીને ચોક્કસપણે આ નોકરી મળી જ જશે.
****
મેઘલને નોકરી મળી ગઈ. એનો ફોન આવ્યો. એના અવાજમાં ઉત્સાહ અને આનંદનાં મોજાં ઘૂઘવતાં હતાં, ‘સર, તમે માનશો ? ઈન્ટરવ્યૂમાં મારી ડિગ્રી કે અનુભવ વિષે એમણે એક પણ પ્રશ્ન ન પૂછ્યો. માત્ર એટલું જ પૂછ્યું કે હું ખરેખર તમારી સગ્ગી બહેન થાઉં છું ? થૅન્ક યુ સર !’ થોડી વાર પછી ફાર્મા કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટના અધિકારીનો ફોન આવ્યો,
‘શરદભાઈ, આપણે ક્યારેય મળ્યા નથી, પણ તમને છાપામાં વાંચીએ છીએ. તમારું કામ થઈ ગયું છે. પણ એક સવાલ મને મૂંઝવે છે. તમારી અટક ઠાકર છે, તો પછી તમારી સગ્ગી બહેન મેઘલની અટક ત્રિવેદી શી રીતે….?’
એક ક્ષણ પૂરતો હું ડઘાઈ ગયો, પછી તરત જ હોઠો પર જવાબ ઊભરી આવ્યો, ‘અમે ત્રિવેદી બ્રાહ્મણ છીએ. મેં અમારા ફૅમિલીની અટક રાખેલી છે, મેઘલ જ્ઞાતિની અટક ધારણ કરે છે. સૌરાષ્ટ્ર બાજુના પટેલોમાં બબ્બે અટક નથી હોતી ?’
માણસ ભલો અને સરળ હતો, મારી જુઠ્ઠી વાત માની ગયો. હું તો પછી થોડાંક સમયમાં જ આખી ઘટના ભૂલી ગયો. બે વરસ પછી અચાનક મેઘલ મને મળવા માટે આવી. કમાણીની ચમક એના ચહેરા ઉપર ‘મૅક અપ’ બનીને પ્રસરી ગઈ હતી. એની સાથે એક હૅન્ડસમ યુવાન હતો. મેઘલે મારા હાથમાં કાર્ડ મૂક્યું : ‘સર, અમારું મૅરેજ છે. અનમોલ મારી સાથે સાથે જ નોકરી કરતા હતા. અમે પ્રેમમાં પડ્યાં અને હવે….’
‘હવે લગ્નમાં પડશો, ખરું ને ! બસ, તમને વાગે નહીં એવા આશીર્વાદ અત્યારે જ આપું છું. મૅરેજમાં તો મોટા ભાગે હું આવી નહીં શકું.’ કહીને મેં ચાંલ્લાના રૂપિયા કાઢ્યા. મેઘલે મને અટકાવ્યો :
‘હમણાં નહીં, સર ! અમે નવી ફૅક્ટરી શરૂ કરવાનાં છીએ. અનમોલ ડ્રગ મૅન્યુફેકચરિંગનો એક્ષપર્ટ છે. અમે જૉબમાંથી રાજીનામું મૂકી દીધું છે. એક મહિનાનો નોટીસ પિરિયડ સમાપ્ત થાય એ પછી ફૅક્ટરીનું ઉદ્દઘાટન કરવાના છીએ, ત્યારે તો તમારે આવવાનું જ છે. આ કવર ત્યારે જ….’
ઊછળતાં ને કૂદતાં બંને ગયાં. એક મહિના પછી એમની નાનકડી ફૅક્ટરીના ઉદ્દઘાટનમાં પણ હું જઈ આવ્યો. જિંદગી નામના નાટકનો બીજો અંક સમાપ્ત થયો. ફરી પાછો હું મારી વ્યસ્ત ઘટમાળમાં ખોવાઈ ગયો.
****
ત્રણેક વર્ષ પહેલાંની ઘટના. એક શ્યામ રંગનો, ગરીબ યુવાન મારી સામે ઊભો હતો.
‘સાહેબ, મારું એક કામ તમારે કરી આપવાનું છે. હું શિક્ષિત બેકાર છું. રાજપીપળાથી આવું છું. જંગલમાં આવેલ ગામડાંનો આદિવાસી છું. મેં ડિપ્લોમા ઈન ફાર્મસી કરેલું છે, પણ ક્યાંય નોકરી મળતી નથી. તમે ગમે તે જગ્યાએ કામ અપાવી દો ! પગાર ઓછો હશે તો પણ ચાલશે.’
‘પણ તું તો આદિવાસી છે. તને તો સરકારી નોકરી….’
‘હા, પણ હમણાં ભરતી ચાલુ નથી અને ખાનગી કંપનીવાળા મારી ચામડીનો રંગ જોઈને દરવાજો બતાવી દે છે. સાહેબ, મારું આઠ જણનું કુટુંબ છે. નોકરી નહીં મળે તો ઝાડનો ગુંદર અને વડના ટેટા ખાઈને….’
મારા દિમાગમાં ઝબકારો થયો. તરત જ ચિઠ્ઠી ઘસડી મારી :
‘પ્રિય અનમોલ અને મેઘલ, આવનાર ભાઈ હેમસિંહ રામસિંહ તડવીને તમારે ત્યાં નોકરીમાં રાખી લેશો. કામમાં પાછી પાની નહીં કરે.’ વધારે શું લખવું ? પણ મને આટલેથી સંતોષ ન થયો. ‘તાજા કલમ’માં ઉમેરી દીધું : ‘આ યુવાન મારો સગ્ગો નાનો ભાઈ છે. માટે આ કામ કરવું જ રહ્યું.’ હેમસિંહને નોકરી મળી ગઈ. એનો આનંદથી છલકાતો ફોન આવી ગયો. કલાકેક પછી મેઘલનો ફોન આવ્યો :
‘સર, એક સવાલ પૂછું ? આ આદિવાસી છોકરો એક બ્રાહ્મણ ડૉક્ટરનો સગ્ગો ભાઈ કેવી રીતે થયો ? તમે ઠાકર અને એ તડવી…..? તમે આટલી નાની વાતમાં આટલું મોટું અસત્ય આટલી આસાનીથી કેવી રીતે બોલી શકો છો ?’
‘મને આવું અસત્ય બોલવું ગમે છે. સત્યની જેમ અસત્ય પણ સાપેક્ષ હોય છે. જે અસત્યથી જગતને નુકશાન પહોંચાડ્યા વગર જો કોઈ ત્રાહિત માણસનું ભલું થઈ શકતું હોય તો એને હું સાત્વિક અસત્ય ગણું છું. આવાં જૂઠ્ઠાણાંઓ જીવનભર બોલવાની સજારૂપે જો મને નરકમાં લઈ જવા માટે ભગવાન વિમાન મોકલશે તો પણ મને મંજૂર છે. હવે આપું તારા સવાલનો જવાબ : જો ‘ત્રિવેદી’ અટકધારી એક મજબૂર છોકરી મારી બહેન બની શકતી હોય તો ‘તડવી’ અટકધારી ગરીબ આદિવાસી મારો ભાઈ કેમ ન બની શકે ?’
‘મોટાભાઈ, તમે ક્યારેય નહીં સુધરવાના !’ આટલું કહીને મેઘલ હસી પડી.

ધુલામન્દિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ

ભજન,પૂજન,સાધના,આરાધના – આ બધું પડ્યું રહેવા દે.
તું શું કરવા બારણાં કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ?

અંધકારમાં છુપાઈને
તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ?

આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહીં !

તે તો
ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,

અને તડકામાં ને વરસાદમાં
બારેમાસ
તેમની સાથે મહેનત મજૂરી કરે છે,

તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.

મુક્તિ?
અરે મુક્તિ ક્યાં મળવાની હતી, મુક્તિ છે જ ક્યાં?

પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારું ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.

વસ્ત્ર ફાટે તો ભલે ફાટતાં,
ધૂળ-માટી લાગે તો ભલે લગતી.

તું તારે કર્મયોગમાં તેમની સાથે થઈ જા,
અને માથાનો પસીનો પગે ઊતરવા દે.

-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ. નગીનદાસ પારેખ
વિજય અને પરાજયને સરખી રીતે પચાવો --- Kanti Bhatt
 
- રમત-ગમતની ફિલેસૂફી ;

જીતનારા જેટલા જ હારનારા મહત્ત્વના છે.

જો હારનારા ન હોય તો જીતનારા ક્યાંથી હોય?
Sculptures made with pencil Federico Uribe
Pai
Pai - detalhe
Mãe
Mãe - detalhe
Cachorro
Garoto
Garoto - detalhe
Filha
Filha - detalhe
Bola de futebol
Castor
Na esquina
Sentado
O abraço
O abraço - detalhe
De cabeça para baixo
Zebra

તાજી છાશ …
 આરોગ્ય વિજ્ઞાન - ડૉ. મલ્લિકા ચં. ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં કન્સલ્ટન્ટ)

આપણા શરીરના યોગ્ય પોષણ માટે જે જે આહાર દ્રવ્યોની જરૂર પડે છે તેમાં છાશનું વિશેષ મહત્ત્વ છે. અમે વૈદ્યો આયુર્વેદિક પરિભાષામાં છાશને ‘તક્ર’ કહીએ છીએ.  ગુણોની દૃષ્ટિએ છાશ એ ખરેખર મનુષ્ય લોકનું ‘અમૃત’ છે.  છાશના ગુણોને ધ્યાનમાં રાખીને એક કવિએ સંસ્કૃતમાં શ્લોક લખ્યો છે. તેનું ભાષાંતર આ પ્રમાણેછે :
 
“જો સ્વર્ગમાં છાશ હોત તો મહાદેવ એટલે કે શંકરનું ગળું વિષપાનને લીધે કાળું ન પડત કુબેરને કોઢ ન થાત. ગણપતિને મોટું પેટ ન હોત અને ચંદ્રને ક્ષય ન થાત. છાશ વિશે ભલે આ અતિશયોક્તિ લાગે, પરંતુ છાશમાં જે અનેક ગુણો રહેલા છે એ બાબતમાં ના કહી શકાય તેમ નથી.
 
આપણે જાણીએ છીએ કે, છાશ દહીંમાંથી બને છે અને તે દહીંનું જ એક રૂપાંતર છે.  આધુનિક વૈજ્ઞાનિકો અને ડોક્ટરો છાશ અને દહીંના ગુણધર્મો સરખા જણાવે છે.  જ્યારે આયુર્વેદના ગ્રંથોમાં તેના ગુણધર્મોની ભિન્નતા દર્શાવી છે.  દહીંમાંથી છાશ બનાવવાની જે પ્રક્રિયા છે તેને આયુર્વેદમાં ‘મંથન’  કહેવામાં આવે છે.  લોકવ્યવહારમાં તેને ‘ઘોળવું’ કહેવામાં આવે છે. આમ તો દહીં અને ઘોળવામાં કંઈ જ ફેર જણાતો નથી, પરંતુ દહીં ઉપર જે વલોવવાની ક્રિયા કરવામાં આવી તેને આયુર્વેદમાં ‘સંસ્કાર’  આપ્યો કહેવાય છે.  દહીં પચવામાં ભારે ગણાય અને ઘોળવું પચવામાં હલકું ગણાય.  આમ સંસ્કાર અથવા તો વલોવવાથી ગુણોમાં ફેર પડી જાય છે. સંસ્કારનું મહત્ત્વ કેટલું છે ?  તે બતાવવા માટે આ ઉદાહરણ પર્યાપ્ત છે.  દહીંમાં ચોથા ભાગનું પાણી નાખીને વલોવવાથી જે દ્રવ બને તેને તક્ર-છાશ કહેવામાં આવે છે.  હોટેલોમાં જે ‘લસ્સી’  મળે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. દહીંથી અડધા ભાગનું પાણી નાખી વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને વૈદ્યકીય ભાષામાં ‘ઉદ્શ્ચિત’  કહેવામાં આવે છે.  છાશના આ બધા સસ્નેહ પ્રકારો છે.  એટલે કે તેમાંથી સ્નેહી અંશ (માખણ) કાઢી લેવામાં આવેલ નથી.  છાશમાંથી જો માખણ એટલે કે સ્નેહી અંશ કાઢી લેવામાં આવે તો તે પચવામાં અત્યંત હલકી બની જાય છે. દહીંમાં પાણી અમુક અમુક પ્રમાણમાં નાખીને વલોવવાથી થતી છાશના અનેક પ્રકારો પાડી શકાય છે, પરંતુ છાશના આ બધા પ્રકારો દહીંને વલોવીને જ થતાં હોવાથી છાશ એટલે કે વલોવાયેલું દહીં, એવી ટૂંકી વ્યાખ્યા આપી છે.  મંથન એટલે કે વલોવવાની ક્રિયા વડે છાશમાંથી જે સ્નેહ ભાગ કાઢી નાખ્યો હોય અને જેમાં અડધો અડધ પાણી નાખવામાં આવ્યું હોય અને જે અતિઘટ્ટ કે અતિ પાતળું પણ ન હોય અને જે સ્વાદમાં મધુરામ્લ અને થોડું તૂરું હોય તથા સ્વભાવે શીતળ હોય તે દ્રવને તક્ર એટલે કે છાશ કહેવામાં આવે છે.
 
છાશનાં ગુણધર્મો …

છાશ મીઠી, ખાટી અને તૂરી એમ ત્રણ પ્રકારના સ્વાદવાળી છે.  છાશ પચવામાં લઘુ એટલે કે સહેલાઈથી પચી જાય એવી, તથા આહારનું પાચન કરાવીને ભૂખ લગાડનાર અને રુક્ષ છે.  તે કફ અને વાયુના રોગોમાં ઉત્તમ છે.  છાશને ઘણા લોકો ઠંડી માને છે, પરંતુ છાશ સ્વભાવે ઉષ્ણ છે.  તે લીવરની વૃદ્ધિ, સોજા, અતિસ્રાવ, સંગ્રહણી, પાઈલ્સ, ઉદર રોગો, કબજિયાત, પાંડુરોગ, અરુચિ, તૃષ્ણા, ઉનવા, શૂળ અને મેદ માટે ઉત્તમ છે.  મધુર એટલે મીઠી છાશ કફને ઉત્પન્ન કરે છે તથા પિત્તને શાંત કરે છે.  જ્યારે અતિ ખાટી છાશ વાયુનો નાશ કરે છે અને પિત્તને વધારે છે.  હિંગ, જીરું અને સિંધાલુણ નાખેલી છાશ અતિ વાતઘ્ન એટલે વાયુને એકદમ મટાડે છે.  તે અર્શ એટલે મસા અને અતિસાર એટલે પાતળા ઝાડા માટે અતિ ઉત્તમ છે.  મૂત્રપ્રવૃત્તિમાં તકલીફ હોય અને તે ટીપે ટીપે આવતું હોય ત્યારે છાશનો ગોળ સાથે અને પાંડુરોગમાં ચિત્રકમૂળ સાથે ઉપયોગ હિતાવહ છે. 
પુરુષને સમસ્યામાં નહીં, સોલ્યુશનમાં રસ હોય છે
સ્ત્રી જ્યારે પ્રોબ્લેમની ચર્ચા કરે છે ત્યારે ભૂતકાળના પ્રોબ્લેમ,
ભવિષ્યના પ્રોબ્લેમ, જે આવી શકે તેવા પ્રોબ્લેમ સહિત,
એવા પ્રોબ્લેમ જેનું કોઈ સોલ્યુશન નથી,
એને વિશે ચર્ચા કરવામાં એ રાહત અનુભવે છે.
આમાં ‘સારું’ કે ‘ખરાબ’ નથી, આ પ્રકૃતિ છે,
જ્યારે પુરુષ માટે પોતાના પ્રોબ્લેમની ચર્ચા કરવી,
એ બહુ કમ્ફર્ટેબલ બાબત નથી હોતી...!!
બ્લુ બુક - કાજલ ઓઝા-વૈદ્ય
વિકલ્પો માણસના સ્વાતંત્ર્યને વિસ્તારે છે....... ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

સ્વૈચ્છિક મૃત્યુની વિરુદ્ધમાં થતી દલીલો તપાસવા જેવી છે. વિરોધીઓનું કહેવું છે કે મૃત્યુની સમીપ પહોંચી ગયેલી વ્યક્તિઓની, દાકતરોએ તથા સગાંસંબંધીઓએ, દર્દીના છેલ્લા શ્ર્વાસ સુધી એની સેવા ચાકરી કરવી જોઈએ. ઑક્સિજન માસ્ક કે રેસ્પાયરેટર વડે કૃત્રિમ શ્ર્વાસોચ્છ્વાસ આપીને કે મોઘાં લાઈફ સેવિંગ ઈન્જેક્શન્સ ઠોકીને દર્દીની આવરદા વધતી હોય તો કશું ખોટું નથી એવું વિરોધીઓનું કહેવું છે. સામે પક્ષે, સ્વૈચ્છિક મૃત્યુના વિરોધીઓનો વિરોધ કરનારાઓ કહે છે કે જે દર્દીએ જીવવાની ઈચ્છા જ છોડી દીધી હોય એના પર આવાં સાધનો કે દવા-ઇન્જેક્શનો વાપરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિને રિબાવી રિબાવીને જીવાડવામાં આવતી હોય છે.

સ્વૈચ્છિક મૃત્યુના વિરોધીઓ વૈજ્ઞાનિક શોધખોળોની વાત કરે છે: આજે અસાધ્ય લાગતા રોગની દવા આવતી કાલે શોધાઈ શકે છે એવું તેઓ કહે છે. સાચું કહે છે. હૃદયના ધબકારા ફરી ચાલુ કરવા ડિફાયબ્રિલેટરની શોધ થોડાક દાયકા પહેલાં જ થઈ. વિજ્ઞાન હજુ એવા અંતિમ તબક્કે પહોંચ્યું નથી કે દર્દીને લાગે કે આ રોગની દવા મળવી હવે શક્ય નથી એટલે મારે મૃત્યુ પામવું જોઈએ. એવા કોઈ અંતિમ તબક્કે વિજ્ઞાન ક્યારેય પહોંચવાનું પણ નથી.

પરંતુ અહીં સવાલ માત્ર વિજ્ઞાનનો નથી. જીવન અને મૃત્યુનો આધાર માત્ર વિજ્ઞાન પર ન હોઈ શકે. માણસના વિચારો, માણસની લાગણીઓ અને માણસની ઈચ્છાઓનું માણસના જીવનમાં સ્થાન ખરું કે નહીં? અસાધ્ય રોગથી પીડાતા માણસને જીવનમાંથી રસ ઊડી જાય ત્યારે એને પોતાની ઈચ્છા મુજબનું મૃત્યુ માગવાનો હક્ક ખરો કે નહીં? માણસ ચારેકોરથી હતાશ થઈ જાય, માંદગીની પરિસ્થિતિ સામે લડવાની શારીરિક-માનસિક તાકાત કે ઈચ્છા પણ ગુમાવી દે ત્યારે એને સ્વૈચ્છિક મૃત્યુ મેળવવાનો હક્ક ખરો કે નહીં? હા, હા, હા.

સ્વૈચ્છાએ મૃત્યુ પામવાનો હક્ક માગતી વિશ્ર્વની તમામ સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદનું પ્રમુખપદ એક જમાનામાં એડમન્ડ હિલેરીએ સંભાળ્યું હતું. પ્રથમ એવરેસ્ટ આરોહણ જેવી મસમોટી સિદ્ધિ જીવનમાં હાંસલ કરનારી વ્યક્તિ પણ સ્વૈચ્છિક મૃત્યુની તરફેણ શું કામ કરતી હશે એ વાત વિચારવા જેવી છે.

માણસને વિકલ્પો જોઈએ છે કારણ કે માણસને સ્વતંત્રતા જોઈએ છે. વિકલ્પો માણસના સ્વાતંત્ર્યને વિસ્તારે છે. દરિયાકિનારે રહેવું કે પહાડીઓ પર રહેવું, ગંભીર સાહિત્યનું વાંચન કરવું કે છાપાં-મૅગેઝિનોમાં પડ્યાપાથર્યા રહેવું, કમાવા માટે જિંદગી ખર્ચી કાઢવી કે જિંદગી ખૂબસૂરત બનાવવા જેટલી કમાણી કરીને અટકી જવું, કોની સાથે સંબંધો રાખવા અને કોની સાથે નહીં, કુદરતી મૃત્યુ સુધી ભરપૂર જીવી લેવું કે પછી મૃત્યુ નથી આવતું એટલે પરાણે જીવ્યા કરવું કે પછી સંથારો લઈ લેવો.

માંદગીમાં બધી જ બાજુએથી ઘેરાઈ ચૂકેલા માણસને અન્ય કોઈ વ્યક્તિ જીવનનો અંત લાવવાની સલાહ ન આપી શકે. એની સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરે, એને સાંત્વન આપે, એની હતાશા દૂર થાય એ રીતે પ્રોત્સાહન આપે ત્યાં સુધી ઠીક છે. પણ જેણે મનોમન નિશ્ર્ચય કરી લીધો હોય કે બસ હવે બહુ થયું, એ વ્યક્તિને મરવાનો અધિકાર હોવો જોઈએ.

વાત માત્ર અસાધ્ય રોગની નથી. જેને નખમાંય રોગ ન હોય એવી વ્યક્તિને પણ જીવનમાંથી રસ ઊડી જઈ શકે છે. જે નથી કોઈ અંડરવર્લ્ડના ચક્કરમાં ફસાઈ, જે નથી કોઈ દેવામાં ડૂબી ગઈ, જે નથી કોઈ સંબંધોથી તૂટી ગઈ એવી વ્યક્તિને પણ વિચાર આવી શકે છે કે હવે મારે પૂર્ણવિરામ લાવી દેવું છે આ આયખાનું.

જરાક અમથું ખોટું લાગી જાય એટલે માથે ઘાસલેટનું ટિન રેડીને જાતને દિવાસળી ચાંપી દેવાની કે સ્લિપિંગ પિલ્સની આખી બોટલને ગળી જવાની હિમાયત અહીં નથી થતી. તમામ આપત્તિઓ, તમામ મજબૂરીઓનો સામનો માણસે કરવો જોઈએ, કારણ કે બળીને રાખ થઈ ગયેલું લાગતું અસ્તિત્ત્વ પણ, આવતી કાલે કંઈક એવું બને જેને કારણે, ચેતનવંતી પાંખો લઈને ફરી બેઠું થઈ જાય. અંગતપણે એવી દૃઢ માન્યતા છે કે કુદરતી મોત થવાનું હોય તો ભલે, આજે અબ ઘડીએ થઈ જાય પણ આપઘાત તો ક્યારેય ન થઈ શકે. પણ અહીં બધી વાત પોતાના ફાયદા માટે નથી થતી. મીનુ મસાણી જેવા વિદ્વાન પુરુષે જે જમાનામાં સ્વેચ્છાએ મૃત્યુ પામવાના હક્ક માટે સરકાર સામે લડત ચલાવી ત્યારે એનું કારણ એ નહોતું કે વૃદ્ધાવસ્થામાં એમને જીવવાનો મોહ ઓછો થઈ ગયો હતો. તેઓ અંગત સ્વાર્થ માટે નહીં, સમાજની તંદુરસ્તી માટે સ્વમાનભેર મૃત્યુ પામવાનો હક્ક માગતા હતા. મસાણીસાહેબનું મોત કુદરતી રીતે થયું.

જીવવાનો મૂડ ન હોય ત્યારે તરત જ આપઘાત કરી નાખવો જરૂરી નથી. પણ માણસ સતત એવા જ મૂડમાં રહેતો હોય, મહિનાઓ અને વર્ષો સુધી દિશાહીન બનીને ભટક્યા કરવું પડશે એવી ખાતરી થયા કરતી હોય, પોતે કોઈના માટે ઉપયોગી નથી અને કોઈ પોતાના માટે ઉપયોગી નથી એવો વિશાળ ખાલીપો હૃદયમાં ફેલાતો હોય ત્યારે એ શું કરે? જીવનને ઉપયોગી થાય એવું વાંચે, સાંભળે કે પછી સાઈકીએટ્રિસ્ટ પાસે જઈને મગજનાં રસાયણોને ઓછા વત્તાં કરી નાખનારી ટિકડીઓ લઈને આપઘાત કરવાની વૃત્તિ નાબૂદ કરી નાખે.

સ્વૈચ્છિક મૃત્યુનો હક્ક માત્ર માંદગીથી ત્રાસેલાઓને જ નહીં, તમામ બાબતોમાં જીવનથી સંતુષ્ટ થઈ ચૂકેલી વ્યક્તિને પણ મળવો જોઈએ. આત્મહત્યા ગેરકાનૂની છે પણ આમરણ ઉપવાસો થતા રહે છે. સંથારાને પણ અવૈધ ગણવામાં આવ્યો નથી. માણસને પૂરેપૂરો સંતોષ થઈ જાય કે જેટલું જીવવું હતું એટલું જીવી લીધું છે ત્યારે એ સંતોષનો ઓડકાર ખાઈને ભાણા પરથી ઊભો થઈ જાય, દુનિયા છોડીને જતો રહે, તો તે એની અંગત પસંદગી છે.

જીવનનો હક્ક માણસનો મૂળભૂત અધિકાર છે. દરેક અધિકારમાં એ હક્કના નકારાત્મક પાસાનો પણ સમાવેશ થતો હોય છે. વાણી સ્વાતંત્ર્યના અધિકારમાં મૌન રહેવાનો હક્ક છુપાયેલો છે. લગ્ન કરવાના અધિકારમાં અપરિણીત રહેવાના હક્કનો પણ સમાવેશ થઈ જાય છે. માણસને જીવવાનો મૂળભૂત અધિકાર હોય ત્યારે એને મૃત્યુ પામવાનો અધિકાર પણ મળવો જોઈએ.

જેને ભરપુર જીવવું છે એને તમે જીવવા ન દો એ જો ગુનો કહેવાય તો જેને મરવું છે એને મરવા ન દઈએ તો એ પણ એટલો જ ગંભીર ગુનો છે.