SANKLAN
DINESH GOGARI'S BLOG
Saturday, 16 August 2014
આદુના ખાસ આયુર્વેદિક પ્રયોગ, અનેક બિમારીનો માત્ર 1 ઈલાજ
આદુ માત્ર ખાવામાં કે ચાનો સ્વાદ વધારવા પૂરતું જ ઉપયોગી છે એવું નથી પરંતુ આદુના અનેક અન્ય સ્વાસ્થ્ય ફાયદા પણ છે. આદુના અદભુત ગુણોને કારણે અનેક ઔષધીઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે અને આયુર્વેદમાં આદુના ફાયદા વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. આમ તો શિયાળામાં આદુનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઉનાળામાં પણ આદુ એટલું જ ગુણકારી હોય છે. તેના નાના-નાના અને સરળ ઉપયોની મદદથી અનેક બિમારીઓથી બચી શકાય છે અને આ ઉપચારોનો ઉપયોગ બારેમાસ કરી શકાય છે. જેથી આજે અમે તમને આદુના એવા જ કેટલાક ગુણો, ઉપયોગ વિધિ અને ફાયદા વિશે જણાવીશું જેનો ઉપયોગ કરીને તમારી અનેક સમસ્યાઓ સરળતાથી અને ઝડપથી દૂર થઈ જશે.
આદુ પાચન અને શ્વાસની બીમારીઓમાં ખૂબ જ લાભકારી છે. આદુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ, કોપર, ઝિંક વગેરે મિનરલ જોવા મળે છે.
આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે જ. પ્રત્યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે. ઘણી બધી તકલીફોમાં એ ઉપયોગી છે, પરંતુ આપણે એનો જોઇએ તેટલો લાભ લેતા નથી. એના ઉપયોગથી અનેક તકલીફોનું નિવારણ થઇ શકે છે. કેન્સરની શરૂઆતમાં પણ તેનો સામનો કરવા કેટલેક અંશે તે સમર્થ છે.
ગુણધર્મ :
આદુ પાચક, સારક, અગ્નિદીપક અને રુચિકર છે. તે ગળાને સ્વસ્થ રાખે છે.
તેમજ સોજો, કફ, વાયુ, ખાંસી, દમ, કબજિયાત, પેટનો વાયુ તેમજ શૂળની તકલીફ દૂર કરે છે.
- ગરમ તાસીર હોવાને કારણે આદુ હંમેશાથી શરદી-કફમાં સારામાં સારી દવા માનવામાં આવે છે. ચા
>
સાથે ઉકાળીને કે મધ સાથે આદુ લેવાથી શરદીમાં બહુ ફાયદો થાય છે.
- રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો ખાવાથી ખૂબસૂરતી વધે છે. સાથે જ
આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
- આદુનો એક ટુકડો આગમાં સેકી તેને ચૂસવાથી અંદર જમા કફ નીકળી જાય છે અને શરદી ઉધરસમાં રાહત રહે છે.
- બહુ ઓછા લોકો જાણે છે કે આદુ એક પ્રાકૃતિક પેઈન કિલર છે, આ માટે તેને આર્થરાઈટિસ અને બીજી બીમારીઓમાં ઉપચાર માટે વાપરવામાં આવે છે.
- આદુ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ખરેખર તે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. કેન્સરમાં પણ આદુ એક ઉપાય છે ખાસ તો ઓવેરિયન કેન્સરમાં આ વધારે અસરદાર છે.
- આદુ ખાવાથી મોંના હાનિકારક કીટાણુંઓ પણ મરી જાય છે. આ શરીરમાં જઈને આપણા ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. એક કપ આદુ, મધ અને તુલસીના પાનવાળી ચા બનાવીને પીવાથી શરદી દૂર ભાગે છે.
- સૂંઠ, હીંગ તથા કાળા મરીના ભૂક્કાને મિક્ષ કરી લેવાથી પેટમાં ગેસ દૂર થાય છે. સતત હેડકી આવતી હોય તો આદુના નાના-નાના ટુકડા ચુસવાથી હેડકી બંધ થાય છે.
- યુવાન અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ખાવ. આનાથી ચહેરા પરની કરચલી દૂર થાય છે.
- સૂકાવેલો આદુ અતવા તેનો પાવડરનું સેવન કરવાથી સાંધામાં થતા સોજા અને દુ:ખાવાથી મુક્તિ મળે છે.
- જો આદુને ભોજન પહેલા સંચળ સાથે મિક્ષ કરી ખાવામાં આવે તો ભૂખ વધી જાય છે. તેનાથી પેટમાં ગેસ બનતો નથી અને શૌચમાં શુદ્ધિ થાય છે.
- શ્વાસ અને દમની તકલીફ હોય તો દિવસમાં બે વખત એક-એક નાની ચમચી આદુનો રસ મધ નાખીને પીવો. લાંબો વખત આ પ્રયોગ ચાલુ રાખવાથી ચોક્કસ ફાયદો થાય છે.
- પાણી જેવા પાતળા દસ્તમાં અડધો કપ ઉકળતા પાણીમાં એક ચમચી આદુનો રસ નાખી એક-એક કલાકના અંતરે પીવથી દસ્તમાં રાહત મળે છે.
- આદુ તથા ડુંગળીનો રસ એક-એક તોલા મિક્ષ કરી પીવાથી ઊલટીમાં લાભ થાય છે. આ સિવાય ગળામાં ખરાશ થવા પર આદુના નાના-નાના ટુકડા ચૂસવાથી લાભ થાય છે.
- મોઢાની દુર્ગંધ દૂર કરવા એક ગ્લાસ સહન થાય તેટલા ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ નાખી કોગળા કરવાથી દુર્ગંધ દૂર થાય છે.
- આદુનો રસ હૃદયની કાર્યમક્ષમતાને વધારે છે. આદુનો રસ તથા પાણી સરખા ભાગે લઈ પીવાથી હૃદયની ધીમી ગતિમાં ફાયદો કરે છે.
__._,_.___
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment