Wednesday, 10 September 2014


હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર…..
પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ….
ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ…..
તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર….. હરિ…..
– મુકેશ જોષી
શ્રી અનિલ ચાવડા
શ્રી અનિલ ચાવડા
દિલ્લી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવતો યુવાગૌરવ પુરસ્કાર આ વર્ષે શ્રી અનિલ ચાવડાને ‘સવાર લઈને’ પુસ્તક માટે મળી રહ્યો છે. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સાહિત્ય અકાદમીએ આ જાહેરાત કરી. વેબગુર્જરી આ નિમિત્તે આપણા આ યુવાન કવિને અભિનંદન આપે છે.
‘સવાર લઈને’
‘સવાર લઈને’
    પુસ્તક : સવાર લઈને || કિંમત : ૧૨૫/- રૂ.
    પ્રકાશક : નવભારત સહિત્ય મંદિર,
    ૨૦૨, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના કમ્પાઉંડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
અનિલ ચાવડાની રચનાઓ એક પ્રકારની આંતરિક ખોજ રહી છે. હાલમાં જ એમણે પ્રકાશિત કરેલી કાવ્યકૃતિમાં આ ભાવ બરાબર ઝિલાયો છેઃ
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.
નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા?
ધૂળ અને ઢેફાની માફક
પડ્યો હતો માટીમાં;
પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું;
છાતી અંદર રોકાયું ના
રોકાતું કૂંપળવું!
પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો.
જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના સાવ નાનકડા ગામ કારેલાના વતની છે. પિતા સાવ સાદા-સામાન્ય ખેડૂત. રોજનું કમાઈને રોજ ખાનારા કામદારનો આ છોકરો નાનપણથી શબ્દને ઘુંટતો રહ્યો.
અનિલ ચાવડા કહે છે કે “હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું…મારાથી જે કવિતા શ્વસાય એનો અહેવાલ માત્ર આપું છું આપને. આથી વિશેષ કંઈ પણ જાણવું હોય તો મારી કવિતાઓને પૂછો પ્લીઝ.”
[][][][]
અનિલભાઈ વિષે કેટલાંક મંતવ્યોઃ
    હું આ કવિને અવાર નવાર સાંભળતો રહ્યો – માણતો રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. ‘સવાર લઈને’ પાઠકને – વાચકને – ગાયકને અને શ્રાવકને ‘બાગ’ આારામ આપશે એવી શ્રદ્ધા અસ્થાને નથી.
    – મોરારિબાપુ

    ઉર્દૂના – હિન્દુસ્તાન-પાકિસ્તાનના ખૂબ જ મોટા નક્કાદ અર્થાત વિવેચક પ્રો. વારિસ અલવીએ જાહેરમાં એમ કહ્યું હતું કે આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. – ચિનુ મોદી

    ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. – હર્ષ બ્રહ્મભટ્ટ

    અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે.– સૌમ્ય જોશી

આ વિશેષ સન્માનના અધિકારી શ્રી અનિલની કવિતાઓમાં જે વિશેષતાઓ રહેલી છે તેને માણવા તો આપણે શ્રી જુગલભાઈ દ્વારા કરાવાયેલો “એમની વિવિધ કવિતાઓમાં જોવા મળતો વૃક્ષપ્રેમ !” જ નિહાળવો રહ્યો

શ્રી અનિલ ચાવડાનાં કાવ્યોમાં તીવ્ર વૃક્ષપ્રેમ.
– જુગલકિશોર વ્યાસ
વૃક્ષ વિષયક આ કાવ્યોમાં એની નજાકતોને કવિએ જુદીજુદી રીતે દર્શાવી છે. કહે છે –
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
પતંગિયાના ભારથી પણ ઝૂકી જતાં પાનની એ નાજુકાઈ હશે કે પછી પતંગિયાની કોમળતા અને એના રંગોથી અભિભૂત થઈને પાન નમી ગયાં હશે ? ! વળી એ જ પાંદડાં જેમ રંગોથી અભિભૂત થઈ શકે છે તેમ પ્રકૃતિદત્ત કેટલાક ધ્વનિઓનેય ઓળખી ને સમજી શકતાં જ હશે ને ? નહીંતર પંખી ઊડી ગયાં પછી પણ એનું ધ્વનિમાધુર્ય સાચવી જાણે શી રીતે ?! કહે છે – 
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
આટઆટલી નાજુકતાને ઓળખીને પ્રગટ કરી શકાતી હોય તો પછી વરસભર એક પછી એક આવતી–જતી રહેતી વિવિધ ઋતુઓની તો વાત જ શી કરવી ? એકએકથી ચડિયાતી ઋતુઓ કેટલી મોટી અસરો વૃક્ષ પર મૂકી જતી હોય છે તે વાત કવિ બે જ પંક્તિઓમાં કેવી સચોટ ને સ–રસ રીતે કરે છે…જુઓ, 
ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.
વૃક્ષને સ્પર્શી ગયેલી ઋતુઓ કેવી જબરી અસર કરી દેતી હોય છે કે આસપાસનાં સઘળાં જીવજંતુઓ ને માનવો સહિત સૌને તેની જાણ વહેંચી દે છે – જાણે ટપાલી !!
વૃક્ષો સાથે આપણે માનવો તો સદાય ને સતત જોડાયેલાં છીએ પણ માનવેતર જીવોને તો એમની સાથે શ્વાસોછ્વાસનો જાણે સંબંધ હોય છે. વૃક્ષો પર જ જેમનો વાસો હોય છે તે પક્ષીઓનું માહાત્મ્ય સર્જક સાવ જુદી જ ભાતથી સમજાવે છે – 
માંડ મૌનના ગુલમ્હોરોમાં થ્યો’તો મ્હોરું મ્હોરું
ત્યાં જ કરી ‘ચીં…’ ચકલીએ પાડ્યું એમાં બાકોરું
કવિ ગુલમહોરના રંગોથી અભિભૂત થઈને ‘અવાચક’ થયો હોય છે…મૌનના ગુલમહોરમાં તરબતર હતો… જાણે એક નાનકડી સમાધિનો અનુભવ કરતો હતો, તેવામાં જ કોઈ ચકલીનું ચીં એનો તપોભંગ કરી દે છે !!
જોકે ‘બાંકોરું’ કહીને કવી એક નવી બારી પણ ખોલી આપે છે : પહેલી નજરે તો ચકલી રંગમાં ભંગ પાડતી જણાય છે પણ બાંકોરું શબ્દ વડે જાણે સર્જકને તો એક નવું પરિમાણ પ્રાપ્ત થાય છે !! રંગો અને સુગંધમાં દર્શનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય એ બે ઇન્દ્રિયો તો રોકાઈ જ ગઈ હતી પણ ચકલીના ચીં વડે કર્ણેન્દ્રિયને પણ કામગીરી મળી જાય છે ! કવિ જાગી જવાને બદલે જાણે વધુ લીન થઈ જાય છે વૃક્ષધ્યાનમાં ! (“મૌનના ગુલમહોર” દ્વારા કવિ મૌનને જાણે શણગારે છે પણ એ ગુલમહોરને યાદ કરીને છેવટે તો તેઓ પ્રકૃતિના સાંનિધ્યમાં આપોઆપ પ્રગટતા મૌનને સમજાવે છે. મૌનનો ગુલમહોર કે ગુલમહોર દ્વારા પ્રગટતું મૌન ?!)
કેવળ એક ‘ચીં’ વડે વિંધાઈ જનારો આ સર્જક વનસ્પતિની આસપાસ તપાસ આદરે છે. ત્યાં ઉપસ્થિત, પછી તે મોટું વૃક્ષ હોય કે નાનકડો છોડ, કે કોમળ ને કમનીય વેલી હોય, પણ એ બધાંની આસપાસ પક્ષીઓના નિવાસની કોઈ ને કોઈ નિશાનીને શોધે છે. ક્યાંક ને ક્યાંક તો જરૂર એનાં સગડ હશે જ માનીને કહે છે,  
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ;
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.
પંખીનો એકાદ ટહુકો, કોઈ ખરી ગયેલું નાજુક પીંછું, અરે કોઈ પાંખનો સચવાઈ રહેલો ફફડાટ પણ વૃક્ષમાં હોય જ. ( ન હોય તે કેમ ચાલે, હોય જ.) પણ તો પછી એ કઈ જગ્યાએ સંતાયાં છે એની શોધ કરીને જે તે ભાગ્યશાળી ડાળખીને તેઓ શોધે છે !!
પરંતુ રે, ક્યારેક તો જીવનમાં એવા તબક્કાયે આવતા હોય છે જ્યારે આ બધી કોમળકોમળ લાગણીઓને વીંધી નાખનારાં પ્રસંગો ઊભા થઈ જાય છે. પાંદડુંય ક્યારેક તો છૂટું પડે જ છે; પીંછુંય ક્યારેક તો ખરે જ છે. શ્વાસ જેવા શ્વાસનું તૂટી જવું–ખૂટી જવું પણ જીવનનો જ એક ભાગ છે. ને એવે સમયે આ સર્જકજીવનમાં પડી જતી આ તિરાડને સાંધી ન શકાનારી વાસ્તવિકતાને દર્શાવીને એક નિરાશાનેય ઉપસાવી દે છે…આ પંક્તિઓમાં – 
ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને પછી તો વધુમાં ઉમેરીને સાવ નિરાશાની ભાષા બોલે છે :
કરમાઈ જે ગયું છે એ પુષ્પને ફરીથી,
એના જ મૂળ રૂપે ક્યાંથી લવાય પાછું ?
અહીં સુધી તો કવિ કુંપળ સાથે, કુંપળની અસરથી કોમળ હતા. (“અત્યારે હું કૂંપળમાં છું.”) 
પૂર્ણ વૃક્ષ છે મંજિલ મારી,
અત્યારે હું કૂંપળમાં છું.
પણ પૂર્ણ વૃક્ષની મંજિલ રાખનારા કવિને નિરાશ કરી મૂકનારી બાબતો એક પછી એક સામે આવીને ઝકઝોરી મૂકે તો શી નવાઈ ? એક સાવ જ નવી શૈલીમાં ને સાવ નવા અભિગમથી કહે છે – 
“પંખી વત્તા કલરવ વત્તા સુંદર તાજી અટકળ વત્તા…
પ્રભાત વત્તા પુષ્પો વત્તા મોતી જેવું ઝાકળ વત્તા…
અહીં સુધી તો બધું બરાબર હતું પણ પછી જે બનવા લાગ્યું તેનો પડઘો તરતની જ બીજી બે પંક્તિઓમાં તીવ્ર વિરોધાભાસથી પાડે છે – 
“વૃક્ષો વત્તા છેદન વત્તા બારી ને દરવાજા વત્તા,
ખુરશી વત્તા ટેબલ વત્તા શોભા વત્તા કાગળ વત્તા…”
જ્યાં કલરવો હતા, પુષ્પોનો મઘમઘાટ હતો, મોતી જેવાં ઝાકળબુંદો હતાં ત્યાં શહેરીજીવનને કારણે ઊભી થયેલી સ્થિતિનો નર્યો વાસ્તવિક ચિતાર આગળની જ પંક્તિઓના લયમાં ને એ જ શૈલીમાં કેવી સચોટતાથી અપાયો છે !! એક માત્ર ‘છેદન’ શબ્દ દ્વારા વૃક્ષોનાં કેટકેટલાં ને કેવાંકેવાં રુપાંતરો થઈ જાય છે તેનું નિદર્શન આ કાવ્યની નવતર શૈલીમાં કરાયું છે.
બધેથી નિરાશાને પામી ગયેલા કવિને હવે ક્યાંય, કોઈ અસર વૃક્ષોના વૈભવની કે એના ભૂતકાલીન અનુભવોની થતી નથી :
ન પુષ્પ કે સુગંધની ન ડાળ કે વસંતની,
હવે તો કોઇની થતી ન સહેજ પણ અસર-બસર.
વૃક્ષોના છેદનની વાત કવિજીવને તો પોતાની જ ચામડીને ઊતરડવાની વાત જેવી હોય છે. એની વેદનાને ન સમજી શકનાર કોઈ એને ઠાલો દિલાસો આપવા જાય તોય એને સહન ન થઈ શકે. વૃક્ષો અંગે વાત કરવા માટેય એક લાયકાતની જરૂર હોય છે. ગમે તે માણસ ગમે તેમ કરીને વૃક્ષોનું માહાત્મ્ય કરવા જાય તો કવિ તેની કૃત્રિમતાને પારખી શકે છે –
સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?
(પાંદડાની વાત કરે છે તું, પાંદડાની ?! તારો શુષ્ક ને કૃત્રિમ ચહેરો જ કહી દે છે કે, તારી એને માટેની લાયકાત જ નથી.) કહે છે, જ્યારે પણ તક મળી, જ્યારે પણ કોઈ વેલને પાન ફૂટ્યાના કે ફૂલ ખિલ્યાના સમાચાર આવ્યા ત્યારે મેં તો હોંશેહોંશે વધામણી મોકલી’તી…પરંતું હે માનવી ! તેં શું કર્યું ?! –
પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યા,
મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?
(યુગોથી ધરતીને બથ ભરીને ઊભેલાં વૃક્ષોનું તેં નિકંદન કાઢી નાખ્યું તેની વાતનો અણસારેય પણ આવવા દીધો ?! વૃક્ષોને કાપ્યાં, ત્યાં મકાનો ચણ્યાં, માનવોને વસવાટ આપ્યો ને પાછું એ જ માનવોને લોલિપોપ જેવા બગીચા કરી આપ્યા !! ને બગીચામાં પાછા બાંકડા મૂક્યા – વૃક્ષોનાં થડિયાંમાંથી જ બનાવીને ! – એવા બાંકડા ઉપર બેસીને લોકો જીવનની સંધ્યાએ પાછાં ફિલસૂફી ડોળશે પણ સામે ઊભેલાં વૃક્ષોને શું થતું હશે ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
શહેરી જીવનવ્યવહારોએ વૃક્ષોની જે દશા કરી છે તેનાથી વ્યથિત કવિ આ બધી વ્યથાઓને શબ્દદેહ આપીને આપણને ચીંટિયો ભરે છે. આજની પર્યાવરણીય પરિસ્થિતિનો સાચો બળાપો કાઢે છે.
ને છતાં આ સર્જકજીવને વનસ્પતિનું માહાત્મ્ય હૈયે છે. એના ગુણોના તે મરમી છે. ક્ષમા એ તો વૃક્ષોનું ભૂષણ છે. એનું કાઠું પણ કોઈ એવું તકલાદી નથી કે કવિનો વાચક પણ નિરાશામાં ગર્ત થઈ જાય અને નિરાશામાં જ રહે ! કવિ તો જતાં જતાં બે વાત વળી પાછી એવી પણ સંભળાવતા જાય છે જે વાચકને પ્રેરણા આપે –
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
તો સાથે સાથે ચંદન–વૃક્ષોની ખાસિયતો આપણને સમજાવીને કહે છે કે, વૃક્ષોનું માહાત્મ્ય જાણીને, સમજીને વૃક્ષોના ભલા માટે જે કોઈ મથશે, જે કોઈ ઘસાશે, તેઓની મહેંક આવનારા સમયમાં ચોક્કસ ફેલાવાની જ છે !!
એમણે ચંદન સમા અવસર ઘસ્યા છે,
એમની પણ જાત ચોકકસ મ્હેંકવાની.
શ્રી અનિલ ચાવડાનાં કાવ્યોમાં વૃક્ષજગતનો જે કાંઈ આછેરો પરિચય થયો છે તેને આજે આમ વહેંચવાનો અવસર મળ્યો છે. મારા પ્રિય વાચકોને એનો થોડોકેય સ્પર્શ થશે તો આ કાર્યની મહેંક પામીશ.
અસ્તુ.
[][][][]
અને હવે કવિના પોતાના અવાજમાં જ એક કાવ્ય સાંભળીએ

શ્રી અનિલ ચાવડાનાં સંપર્ક સૂત્રો :

ગોસિપ કરો, લાંબું જીવો (સતરંગી)


સતરંગી : રશ્મિન શાહ
સાચી વાત તો એ છે કે કોઈની કૂથલી ન કરવી જોઈએ, પણ મોડર્ન સાયન્સ એવું કહે છે કે જો કોઈની પીઠ પાછળ ગોસિપ કરો, કોઈની ગેરહાજરીમાં નિંદા કરો તો હેલ્ધી અને લાંબું આયુષ્ય મળતું હોય છે. આ માટે મોડર્ન સાયન્સ પાસે અઢળક ટેક્નિકલ કારણો છે, પણ એ બધાં ટેક્નિકલ કારણોની પાછળ પડવાને બદલે જો સીધી અને સાદી ભાષામાં એ વાતને સમજાવવામાં આવે તો કહી શકાય કે ગોસિપ કરનારાઓને ક્યારેય કોઈ એન્ટરટેઇનમેન્ટની જરૂર પડતી નથી. સામાન્ય રીતે એન્ટરટેઇનમેન્ટ એટલે કે મનોરંજન લેવાનો પ્રયાસ થતો હોય, પણ કૂથલીબાજોને કોઈની કૂથલી કરવામાં સૌથી વધુ મજા આવતી હોય છે અને એની મજામાં કોઈ અને કોઈ જગ્યાએ બ્લડપ્રેશરમાં ઘટાડો થતો હોય છે. બ્લડપ્રેશરમાં થયેલા ઘટાડાને કારણે સ્ટ્રેસનું લેવલ પણ ઘટતું હોય છે અને સ્ટ્રેસ ઘટવાને કારણેે માનસિક તનાવ પણ ઘટી જતો હોય છે, જેને લીધે હાર્ટ પર દબાણ આવતું નથી અને મન પણ ઉદ્વેગમાં અટવાતું નથી. હાર્ટ અને મન બંને સ્વસ્થ રહેવાથી એના જે કોઈ ફંક્શન છે, એ બરાબર કામ કરે છે. આને લીધી શરીરની બાકીની કાર્યવાહીમાં કોઈ નવી ગડબડ ઊભી થતી નથી. આ ગડબડ ઊભી નહીં થવાને કારણે તંદુરસ્તી જળવાઈ રહે છે. 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં થયેલા સર્વે મુજબ, દરેક ચોથો અમેરિકન ગોસિપ કરે છે. અમેરિકા ગોસિપની બાબતમાં સૌથી આગળ છે તો માનવામાં નહીં આવે પણ ચીન એટલે કે ચાઇનીઝ લોકોને ગોસિપમાં બિલકુલ રસ નથી. પ્રત્યેક સત્તરમો ચાઇનીઝ ગોસિપ કે કૂથલી કરે છે. આ લિસ્ટમાં ભારતનો નંબર ત્રીજો છે. અમેરિકન સાયન્ટિસ્ટ અને અમેરિકન સર્જન દ્વારા થયેલા સર્વે મુજબ, દરેક સાતમા ભારતીય પાસે ગોસિપ કરવાનો પુષ્કળ સમય છે. પાકિસ્તાન ભલે આપણને ગમે નહીં પણ ગોસિપબાજીની બાબતમાં પાકિસ્તાન આપણાં કરતાં ઘણું સારું છે. ગોસિપની બાબતમાં પાકિસ્તાન ભારત કરતાં સાત નંબર પાછળ છે. દરેક અગિયારમો પાકિસ્તાની કૂથલી કરે છે અને એ કૂથલીમાંથી મનોરંજન મેળવે છે.
પહેલી નજરે મનોરંજક લાગતી કૂથલીઓમાં પણ પ્રકાર હોય છે અને એ પ્રકારનો પણ સર્વે કરવામાં આવ્યો છે. કયા પ્રકારની કૂથલી સૌથી વધારે થતી હોય છે એ જાણતા પહેલાં એ જાણવું જોઈએ કે કૂથલી જેવો સાવ સામાન્ય વિષય હોવા છતાં આ વિષયમાં કેટલા લોકોએ સર્વે કરીને કેટલી કૂથલી થઈ ગઈ છે.
વિશ્વભરમાં ગોસિપ પર દસ હજારથી વધુ સર્વે થયા છે. અલગ અલગ થયેલા આ દસ હજાર સર્વેમાંથી મોટાભાગના સર્વે પશ્ચિમી દેશોમાં થયા છે તો દોઢ હજાર જેટલા સર્વે એશિયામાં અને સાતસો જેટલા સર્વે આપણા દેશમાં પણ થયા છે. કૂથલી કરવા માટે કરવામાં આવેલા ખર્ચનો હિસાબ જો માંડવાનો હોય તો કહી શકાય કે દેશમાં થયેલા આ સર્વેમાં અત્યાર સુધીમાં અંદાજે એકસો કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે. ખર્ચી નાખવામાં આવેલા આ રૂપિયાની પણ ગોસિપ થઈ શકે એમ છે, પણ એ ગોસિપ કરતા દુનિયાભરના લોકોના ગોસિપના ફેવરિટ વિષયો છે એ જોવું જોઈએ.
ઓફિસ ગોસિપ છે નંબર વન
બોસને ફલાણા સાથે પ્રોબ્લેમ થયો. સિનિયરે જૂનિયરની ઓફિશિયલ કમ્પ્લેઇન કરવાથી લઈને રિસેપ્શનિસ્ટ પેજ ડિઝાઇનર સાથે ચાલુ છે, જેવી અનેક બાબતો ઓફિસમાં ચર્ચાતી હોય છે અને ચર્ચાયેલી આ તમામ વાતોને હવા આપવાનું કામ સ્ટાફ દ્વારા થાય છે. ફલાણો ડિવોર્સ લે છે અને ઢીકણી પણ ડિવોર્સ લેવાની વાત કરે છે. નક્કી કંઈક લફરું લાગે છે. આ લફરું હોય કે નહીં પણ એ લફરાંની વાતો ગોસિપબાજો એટલી મસ્ત રીતે આગળ વધારવાનું કામ કરે છે કે પેલા બંનેને ખબર પણ ન હોય અને એ બંનેનાં મેરેજની તારીખ પણ નક્કી થવા માંડે. ઓફિસ અને ઓફિસના સ્ટાફને લઈને થતી ગોસિપ એ હદે વિસ્તરી ગઈ છે કે દુનિયાભરની ગોસિપમાં એ પહેલા નંબરે છે. સર્વે મુજબ ૩૭ ટકા લોકો ઓફિસમાં ચાલી રહેલી ગોસિપમાં ભાગ લેતા હોય છે અને આ ૩૭ ટકામાંથી ૮ ટકા લોકો ગોસિપ માટે જ ઓફિસમાં આવતા હોય છે અને ગોસિપને હવા આપવાનું કામ કરતા હોય છે. ઓફિસ ગોસિપમાં માત્ર સંબંધો વિશે જ વાત નથી થતી,પગારવધારાના આંકડાઓની ચર્ચાથી લઈને બોસને અને એની વાઇફને આજે ફોન પર ઝઘડો ચાલતો હોય એ સ્તરની પણ વાતો થતી હોય છે. આમ જોઈએ તો આ વિકૃત આનંદ છે, પણ એ આનંદ લેનારા ભારતમાં પણ ઓછા નથી. ભારતમાં ૧૪ ટકા લોકો ઓફિસ ગોસિપ કરે છે. મજાની વાત એ છે કે આ ચૌદ ટકા લોકોમાંથી નવ ટકા મહિલા છે!
ઓટલા પરિષદ નંબર બે
જે કોઈએ એવું ધાર્યું હશે કે ભારતની મહિલાઓ અને ઓટલા પરિષદ કેમ પાછળ રહે એમને હૈયે ધરપત થાય એવી વાત હવે આવે છે. પારિવારિક સ્તરે કે દોસ્તી-યારીમાં થતી ગોસિપ બીજા નંબરે છે. ભારતમાં એ ક્રમ પહેલા નંબરે છે એ તમારી જાણ માટે. પેલીની સાથે પેલાનું ચક્કર ચાલે છે અને પેલો પેલીની બહેનની માટે એના ઘરે ચક્કર મારે છે-થી લઈને નીચેવાળાં સુનીતાબહેનની દીકરી હમણાં રાતે બહુ મોડી આવે છે અને દીપકભાઈનો બીજા નંબરનો જમાઈ તો બે વખત કોઈ બીજાની સાથે જોવા મળ્યો... જેવી ગોસિપ કરવામાં સ્વાભાવિક રીતે એશિયા સૌથી આગળ છે,
એવું ધારતા હોય તો એ હકીકત છે. આ પ્રકારની ગોસિપ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં થતી નથી પણ હા, બ્રિટનમાં અમુક અંશે થાય છે, પણ અંશ બહુ નાનો છે. જોકે, એ માટે એવી ધારણા રાખવામાં આવે છે કે બ્રિટિશરને આ આદત પણ ઇન્ડિયન કે પછી એશિયને શીખવી હશે. ભારતમાં આ પ્રકારની ગોસિપનું સ્તર એ લેવલ પર હાઈ છે કે તમારી આંખો ફાટી જાય. ૪૮ ટકા. ભારતના સોમાંથી ૪૮ ટકા લોકોને આ પ્રકારની ગોસિપમાં રસ છે અને આ ગોસિપ કરતા ૪૮ ટકામાંથી પણ ૭૨ ટકા મહિલાઓ છે. શહેરનાં બૈરાંઓએ રડવું જોઈએ એવી વાત એ છે કે ગોસિપ કરવામાં ગામડાની મહિલાઓનો ક્રમ સૌથી ઓછો અને પાછળ છે. સિટીલાઇફમાં જીવતી, આખો દિવસ સિરિયલની સામે આંખો ફાડીને બેસી રહેતી અને ઇલેક્ટ્રોનિક ઉપરકણોના કારણે ઘરનાં કામોમાંથી ઝડપથી ફ્રી થઈ જતી શહેરની આ સ્ત્રીઓ પોતાના ફ્રી ટાઇમનો ઉપયોગ ગોસિપ કરવામાં અને કોની દીકરી કોની સાથે ચાલુ છે અને કોનો દીકરો ક્યાં લંગર ફિટ કરી રહ્યો છે, એ ચર્ચામાંથી નવરી નથી પડતી. જો એવું ધારતા હો કે મેટ્રો કે ર્વિંકગ વુમન આ કામ નહીં કરતી હોય તો એના માટે એટલું જ કહેવાનું કે એ પણ આ કરે છે. ફરક માત્ર એ હોય છે કે એની ઓટલા પરિષદ નહીં પણ એની ઓફિસ પરિષદ હોય છે.
સેલિબ્રિટી કોર્નર ત્રણ
માનવામાં નહીં આવે પણ ગોસિપ કરવામાં ત્રીજા નંબરે આ સેલિબ્રિટી છે. ખબર પડી અભિષેક બચ્ચનની દીકરી ડિટ્ટો સલમાન જેવી દેખાય છે અને ઇમરાન હાશ્મીને એના મામા મહેશ ભટ્ટે બે ફિલ્મમાંથી કાઢી મૂક્યો. આવા જે કોઈ ન્યૂઝ કે અફવા સાંભળવા મળતી હોય છે બધી સેલિબ્રિટી દ્વારા જ ફેલાવવામાં આવેલી ગોસિપ છે. અ નામના એક્ટરને બ નામની નવી બેબી સાથે બહુ બને છે એ વાત ફેલાવીને સ્ટાર્સ મજા લે છે તો બીજા ફિલ્ડના પણ એ જ રીતે મજા લઈ લેતા હોય છે. આ મજા ગોસિપ હોય છે પણ એ પછી કોઈ અને કોઈ ન્યૂઝપેપરમાં ન્યૂઝ બનીને ચમકે છે અને હકીકતમાં કોઈની પણ બેન્ડ મારવાનું શરૂ કરી દે છે.
બોક્સઃ
ગોસિપ કોણ નથી કરતું?
ગોસિપ નહીં કરવાની બાબતમાં આમ તો પુરુષો મહિલાઓ કરતાં અનેક ગણા આગળ છે, પણ હકીકત એ પણ છે કે જેની લાઇફ શુષ્ક હોય અને જેને મજા નામના શબ્દ સાથે ઓછો પનારો હોય છે, નીરસ રીતે જીવતા હોય છે કે પછી નાનો સરખો પણ આનંદ લેવાની ક્ષમતા નથી હોતી એ લોકો ગોસિપથી દૂર રહેતા હોય છે. ભારતમાં થયેલા એક સર્વે મુજબ ધર્મ ધુરંધર પણ ક્યારેક ગોસિપ કરી લેતા હોય છે પણ હા, એટલું ચોક્કસ છે કે એ ગોસિપમાં કોઈની આબરૂ ખરડાતી નથી હોતી.

જ્યારે એકાંતથી પ્રેમ થઈ જાય...


મનની વાત : અંકિતા વોરા
આજકાલ લોકો પોતાનામાં એટલા મગ્ન થઈ ગયા છે કે તેમની પાસે બીજા કોઈ માટે સમય જ નથી. મોટેભાગે આ વાત મહાનગરો માટે કહેવામાં આવતી હતી, પરંતુ હવે લગભગ બધાં જ શહેરોની તસવીર કંઈક આવી જ છે. લોકો પોતાની આ વ્યસ્તતાથી ભલે ખુશ હોય, પરંતુ વાસ્તવમાં આ વ્યસ્તતા તેમને એવું
એકાંત ભેટ કરી રહી છે કે જે તેમને પાછળથી ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે. શરૂઆતમાં તેનો અહેસાસ બહુ જ ઓછો થાય છે, પરંતુ જ્યારે આપણને સમસ્યાઓ ઘેરી લે છે અને આપણો સાથ આપવા માટે આજુબાજુમાં કોઈ નથી હોતું ત્યારે આ એકાંત ખૂલીને આપણી સામે આવે છે અને આપણને આપણી જિંદગી એક સજા જેવી લાગવા લાગે છે.
એકાંત બન્યું ફેશન : આજે એકાંત એક ફેશનની જેમ લોકોને પોતાની તરફ આર્કિષત કરે છે. લોકો પોતાની જાતને સૌથી અલગ દેખાડવા માટે વ્યસ્ત રહેવું પસંદ કરતા હોય છે. હવે તો એવું થઈ ગયું છે કે લોકો રજાના દિવસે પણ એકબીજાને મળવાની જગ્યાએ મોલમાં ફરવું વધુ પસંદ કરવા લાગ્યા છે. ત્યાં સુધી કે તેમની પાસે ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા કરવાનો પણ સમય નથી. એટલે જ કદાચ સામાજિક જીવનમાં લોકોની સક્રિયતા ઓછી થતી જાય છે. લોકો બીજાની જેમ જીવવા નથી માગતા, તેઓ આઝાદ રહેવા માગે છે. આ જ કારણ છે કે લોકો હવે ન્યુક્લિઅર ફેમિલીનો વધુ આગ્રહ કરવા લાગ્યા છે.
સ્વાસ્થ્ય માટે ખતરનાક : સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ એકાંત અમુક બાબતોમાં ખતરનાક સાબિત થાય છે. તેનાથી વ્યક્તિના વ્યવહાર ઉપર પ્રભાવ પડે છે અને સ્વાસ્થ્ય ઉપર પણ. એકાંત વ્યક્તિને દુઃખી માનસિકતાવાળી બનાવી દે છે અને તેના દિમાગની અન્ય ક્ષમતાઓ ઉપર પણ તેની આડઅસર થતી હોય છે. આટલું જ નહીં એકાંતમાં રહેવાવાળી વ્યક્તિને બીપી અને હાઇપર ટેન્શન જેવી બીમારીઓ પણ થઈ શકે છે.
યુવાનો થયા વધુ એકલા : યુવાનોમાં એકાંતની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. તકનીકની સાથે ચાલવાવાળી પેઢી એ સમજી જ નથી શકતી કે વાસ્તવિક દુનિયામાં તેની પાસે મિત્રોની કમી થતી જાય છે. ઓફિસમાં કામ ખતમ કરવા અને બાકીના સમયે ઈ-મેલ, સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ ઉપર વિતાવવાના ચક્કરમાં તેમને બીજું કંઈ વિચારવા માટે સમય જ નથી હોતો. વર્ચ્યુઅલ દુનિયા તેમને થોડા સમય માટે બધાની સાથે હોવાનો અહેસાસ તો કરાવે છે, પરંતુ તેની સરખામણી સાથે બેસીને કરવામાં આવતી વાતચીત અને મોજમસ્તીની સાથે ન કરી શકાય. એટલે જ કામમાં વ્યસ્ત રહેવા છતાં આજના યુવાનો પોતાને અંદરથી એકલા મહેસૂસ કરે છે, પરંતુ કોઈની સાથે તે શેર કરવામાં ભય અનુભવે છે, કારણ કે તેમને એવું લાગે છે કે જો તેઓ કોઈની સાથે તે શેર કરશે તો લોકો તેના ઉપર હસશે.
નવી શરૂઆત કરો : એકાંતને દૂર કરવા માટે તમારા મિત્રો અને ફેમિલીને ફરીથી તમારી વધુ નજીક લાવો, જેમને તમે પાછળ ક્યાંક છોડી ચૂક્યા છો. દુનિયાથી બેખબર એકલતાની પસંદગી કરવાથી સારું છે કે તમે લોકોને મળો. એકલા રહેવાથી જીવવાની ઇચ્છા ઓછી થઈ જાય છે, જ્યારે લોકોનો સાથ મેળવીને જિંદગી ખીલી ઊઠે છે.
તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …
તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …
તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …
તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …
તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …
– પંચમ શુક્લ

What is Wi-Fi Direct ? - Devil Shouts

 
alt
alt
alt
alt
alt
You can check what your router’s IP address is by holding the alt key and pressing “R” on your keyboard, and in the widow that will pop up, type “cmd” and click “OK”.
alt
alt
alt
alt
alt
alt
alt
alt

A NEEDLE CAN SAVE THE LIFE OF A STROKE PATIENT...... VeryInteresting

From a Chinese Professor

Keep a syringe or needle in your home to do this... It's amazing and an unconventional way of recovering from stroke, read it through it can help somebody one day.

This is amazing.
Please keep this very handy. Excellent tips.
Do take a minute to read this.
You'll never know, ones life may depend on you.

My father was paralysed and later died from the result of a stroke. I wish I knew about this first aid before.
When stroke strikes, the capillaries in the brain will gradually burst. (Irene Liu)
When a stroke occurs, stay calm.

No matter where the victim is, do not move him/her. Because, if moved, the capillaries will burst.

Help the victim to sit up where he/she is to prevent him/her from falling over again and then the blood letting can begin .

If you have in your home an injection syringe that would be the best.

Otherwise, a sewing needle or a straight pin will do.

1. Place the needle/pin over fire to sterilize it and then use it to prick the tip of all ......10 fingers.
2. There are no specific acupuncture points, just prick about an mm from the fingernail.
3. Prick till blood comes out.
4. If blood does not start to drip, then squeeze with your fingers.
5. When all 10 digits is bleeding, wait a few minutes then the victim will regain consciousness.

6. If the victim's mouth is crooked , then pull on his ears until they are red.
7. Then prick each earlobe twice until two drops of blood comes from each earlobe.
After a few minutes the victim should regain consciousness.

Wait till the victim regains his normal state without any abnormal symptoms then take him to the hospital.
Otherwise, if he was taken in the ambulance in a hurry to the hospital, the bumpy trip will cause all the capillaries in his brain to burst.

If he could save his life, barely managing to walk, then it is by the grace of his ancestors.
'I learned about letting blood to save life from Chinese traditional doctor, Ha Bu Ting, who lives in Sun Juke.

Furthermore, I had practical experience with it. Therefore, I can say this method is 100% effective.
In 1979, I was teaching in Fung Gaap College in Tai Chung.

One afternoon, I was teaching a class when another teacher came running to my classroom and said in panting,
'Ms Liu, come quick, our supervisor has had a stroke !'. I immediately went to the 3rd floor.
When I saw our supervisor, Mr. Chen Fu Tien, his colour was off, his speech was slurred , his mouth was crooked - all the symptoms of a stroke.

I immediately asked one of the practicum students to go to the pharmacy outside the school to buy a syringe, which I used to prick Mr. Chen's 10 fingers tips.

When all 10 fingers were bleeding (each with a pea-sized drop of blood), after a few minutes, Mr. Chen's face regained its colour and his eyes' spirit returned,

But his mouth was still crooked . So I pulled on his ears to fill them with blood .
When his ears became red ,
I pricked his right earlobe twice to let out two drops of blood .
When both earlobes had two drops of blood each , a miracle happened .
Within 3-5 minutes the shape of his mouth returned to normal and his speech became clear.

We let him rest for a while and have a cup of hot tea , then we helped him go down the stairs, drove him to Wei Wah Hospital . He rested one night and was released the next day to return to school to teach.. Everything worked normally.
There were no ill after effects.
On the other hand, the usual stroke victim usually suffers Irreparable bursting of the brain capillaries on the way to the hospital.
As a result, these victims never recover.' (Irene Liu)
Therefore, stroke is the second cause of death.
The lucky ones will stay alive but can remain paralysed for life.

It is such a horrible thing to happen in ones life.

If we can all remember this blood letting method and start the life saving process immediately, in a short time, the victim will be revived and regain 100% normality.

IF POSSIBLE PLEASE FORWARD THIS AFTER READING . YOU NEVER KNOW IT MAY HELP SAVE A LIFE FROM STROKE.

Keep a syringe or needle in your home to do this... It's amazing and an unconventional way of recovering from stroke, read it through it can help somebody one day.

This is amazing.
Please keep this very handy. Excellent tips.
Do take a minute to read this.
You'll never know, ones life may depend on you.

My father was 
paralysed and later diedfrom the result of a stroke. I wish I knew about this first aid before.
When stroke strikes, the capillaries in the brain will gradually burst. (Irene Liu)

When a stroke occurs, stay calm.

No matter where the victim is, do not move him/her. Because, if moved, the capillaries will burst.

Help the victim to sit up where he/she is to prevent him/her from falling over again and then the blood letting can begin .

If you have in your home an 
injection syringe that would be the best.

Otherwise, a 
sewing needle or astraight pin will do.

1. Place the needle/pin over fire to sterilize it and then use it to prick the tip of all ......10 fingers.
2. There are no specific acupuncture points, just prick about an mm from the fingernail.
3. Prick till blood comes out.
4. If blood does not start to drip, then squeeze with your fingers.
5. When all 10 digits is bleeding, wait a few minutes then the victim will regain consciousness.

6. 
If the victim's mouth is crooked , then pull on his ears until they are red.
7. Then prick each earlobe twice until two drops of blood comes from each earlobe.
After a few minutes the victim should regain consciousness.
 

Wait till the victim regains his normal state without any abnormal symptoms then take him to the hospital.
Otherwise, if he was taken in the ambulance in a hurry to the hospital, the bumpy trip will cause all the capillaries in his brain to burst.

If he could save his life, barely managing to walk, then it is by the grace of his ancestors.
'I learned about letting blood to save life from Chinese traditional doctor, Ha Bu Ting, who lives in Sun Juke.

Furthermore, I had practical experience with it. Therefore, I can say this method is 100% effective.
In 1979, I was teaching in Fung Gaap College in Tai Chung.

One afternoon, I was teaching a class when another teacher came running to my classroom and said in panting,
'Ms Liu, come quick, our supervisor has had a 
stroke !'. I immediately went to the 3rd floor.
When I saw our supervisor, Mr. Chen Fu Tien, his colour was off, his 
speech was slurred , his mouth was crooked - all the symptoms of a stroke.

I immediately asked one of the practicum students to go to the pharmacy outside the school to buy a syringe, which I used to prick Mr. Chen's 10 fingers tips.

When all 
10 fingers were bleeding (each with a pea-sized drop of blood), after a few minutes, Mr. Chen's face regained its colour and his eyes' spirit returned

But his mouth was still crooked . So Ipulled on his ears to fill them with blood .
When his ears became red ,
pricked his right earlobe twice to let outtwo drops of blood .
When 
both earlobes had two drops of blood each a miracle happened .
Within 3-5 minutes the shape of his mouth returned to normal and hisspeech became clear.

We let him rest for a while and have a cup of hot tea , then we helped him go down the stairs, drove him to Wei Wah Hospital . He rested one night and was released the next day to return to school to teach.. Everything worked normally. 
There were no ill after effects.
On the other hand, the usual stroke victim usually suffers Irreparable bursting of the brain capillaries on the way to the hospital. 
As a result, these victims never recover.' (Irene Liu)
Therefore, stroke is the second cause of death.
 
The lucky ones will stay alive but can remain paralysed for life.

It is such a horrible thing to happen in ones life.


If we can all remember this blood letting method and start the life saving process immediately, in a short time, thevictim will be revived and regain 100% normality.

IF POSSIBLE PLEASE FORWARD THIS AFTER READING . YOU NEVER KNOW IT MAY HELP SAVE A LIFE FROM STROKE
__._,_.___

કર્મ હો કાળાં કબીરા! શું કરે માળા કબીરા!

-------------------------------------------------

એક સાથે કેટલાય રોગોનો સફાયો કરવા માટે બેસ્ટ છે તુલસી, જાણો તેના ફાયદા


અમદાવાદ, 7 સપ્ટેમ્બર

ભારતમાં આવેલી લિલિધ ઔષધીઓના ઘણાં ફાયદા હોય છે. થોડા દિવસ પહેલાં આપેણે ફુદીનાના વિવિધ ફાયદા જાણ્યા હતા. ફુદીનાની જેમ તુલસી પણ વિવિધ રોગોના ઉપાય માટે ખૂબ જરૂરી છે. તુલસી લોહીમાં ચરબીના પ્રમાણને નિયંત્રિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેમજ શરીરના વજનને નિયંત્રણ હેઠળ રાખવા માટે પણ તે અત્યંત લાભદાયક તેમજ ગુણકારી ઔષધ છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી ખૂબ જ મેદસ્વી, વજન ધરાવનાર વ્યક્તિનું વજન ઘટી જાય છે તેમજ જો વ્યક્તિ પાતળી હોય તો તેનું વજન વધે છે. મતલબ કે તુલસી શરીરનું વજન આનુપાતિક રૂપથી નિયંત્રણ કરે છે.

તુલસીના વિવિધ ઉપાયો

  • તુલસીના રસમાં થોડા પ્રમાણમાં મીઠું ભેળવીને બેભાન વ્યક્તિના નાકમાં રેડવાથી તે તરત જ ભાનમાં આવી જાય છે.
  • ચા બનાવતી વેળા, ચામાં તુલસીના થોડા પાન નાંખીને ઉકાળવામાં આવે તો તેનાથી શરદી, તાવ અને માંસપેશીઓનો દુઃખાવો દૂર થાય છે.
  • ૧૦ ગ્રામ તુલસીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી હેડકી તથા અસ્થમાના રોગીને સાજો કરી શકાય છે.
  • તુલસીના કવાથમાં થોડું સીંધવ મીઠું તથા પીસાયેલી સૂંઠને મેળવીને સેવન કરવાથી કબજિયાત દૂર થઈ જાય છે
  • બપોરે ભોજન સાથે તુલસીના થોડા પાન ચાવવાથી પાચનશક્તિ સુધરે છે.
  • ૧૦ ગ્રામ તુલસીના રસમાં પ ગ્રામ મધ તથા પ ગ્રામ પીસેલી કાળીમરીનું સેવન કરવાથી પાચનશક્તિની નબળાઈ દૂર થાય છે
  • અશુદ્ધ કે દૂષિત પાણીમાં તુલસીના થોડાક પાન નાંખવાથી પાણીનું શુદ્ધિકરણ કરી શકાય છે.
  • રોજ સવારે તુલસીના પાંચ પાન ચાવીને ખાવાથી બધા પ્રકારની ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
  • તુલસીના રસમાં ખાંડેલી મોરસ મેળવીને પીવાથી છાતીના દુઃખાવામાં તેમજ ખાંસીથી આઝાદી મેળવી શકાય છે.
  • તુલસીના રસને શરીરના ચામડીના રોગથી પ્રભાવિત થયેલ અંગો-ઉપાંગો ઉપર હળવા હાથે માલિશ કરવાથી દાગ, એકિજમા તથા અન્ય ચામડીના રોગોમાંથી આઝાદી મેળવી શકાય છે.
  • તુલસીના પાનને લીંબુના રસની સાથે પીસીને પેસ્ટ (મલમ) બનાવીને લગાવવાથી એકિજમા તથા ધાધરના રોગોથી આઝાદી કે છૂટકારો મેળવી શકાય છે.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી,
દુંદાળા તારી મૂર્તિમાં એ જ તત્વ કાં બાકી ?
થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ
જળચર મરવાનાં છે કેમિકલને ચાખી ચાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
આતશબાજી, ધૂળ-ધુમાડા, શ્વાસ ગયો રૂંધાઈ,
ઢોલ, નગારાં, ડી.જે. ગર્જે કાન ગયા ગભરાઈ
આંખ હવાએ ચોળી રાતી, કાળી ખાંસી ખાધી
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
સરઘસ ટાણે ટોળું આવી ક્યાંક પલીતો ચાંપે,
અગ્નિ નામે તત્વ ભરાઈ બેઠું બોમ ધડાકે,
આગ હવે જોવા ટેવાયા, આંખે પાણી રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
મારા મનનું પંખી માંગે એક જ ટુકડો આભ,
એય પચાવી બેઠા તારી મૂર્તિઓના પ્હાડ,
આભ બની લાચાર જુએ છે, મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
બોલ શરમ રાખું કે માણસ-ધરમ હવે નિભાવું?
બોલ ગજાનન આ વર્ષે પણ તને ફરી બોલાવું?
તું સમજીને ના આવે એવી ઇચ્છા મેં રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…
– મકરંદ મુસળે
વિશ્ર્વ સાક્ષરતા દિવસ
અક્ષરજ્ઞાનથી વ્યક્તિનો વિકાસ સાધવાની નેમ
શ્રીલેખા યાજ્ઞિક

જીવનમાં નાની નાની ખુશી બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તેમાં પણ જ્યારે અજાણી વ્યક્તિ તમારા માટે ખુશી લઈને આવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. બેંગલોરમાં બનેલી એક સત્ય વાત આપને જણાવવી છે. ઘરકામ કરવાવાળી ‘લક્ષ્મી અમ્મા’ની દીકરી માતા જે ઘરમાં કામ કરતી હતી, તેવા એક ‘મૅડમ’ માટે કાંજીવરમની સાડી લઈને આવી. કાંજીવરમની સાડીને વસાવવી એ દરેક નારીનું સ્વપ્ન હોય છે. આવી સાડી જોઈને ઘરમાલિકને આશ્ર્ચર્ય થયું. જેમને બે ટંક નસીબમાં ‘રાગી-ચોખા’ની રાબ પીવાનું આકરી મહેનત બાદ મળે છે તેવા કુટુંબમાંથી આવતી અમ્માની દીકરી શા માટે સાડી લઈને આવી? આંખમાં બે આંસુ સાથે મા-દીકરી મૌન ઊભા રહ્યા. હવે મૂળ વાત પર આવીએ. ‘લક્ષ્મી અમ્મા’ જ્યાં કામ કરતા હતા તેવા ઘરની માલિકનું હૃદય થોડું કોમળ હતું. બીજી વ્યક્તિની મુશ્કેલીનો તેમને ખ્યાલ હતો. લક્ષ્મી અમ્માને સંતાનમાં છ દીકરી છે. અચાનક ઘરની બધી જવાબદારી આવી પડી. હવે દીકરીને ભણાવવાનું છોડાવવાની વાત આવી. પોતાનું નામ જાહેર ન કરવાની ઈચ્છા ધરાવનાર આ ‘મૅડમે’ ફક્ત એટલું જણાવ્યું કે અમ્મા તમારી દીકરીને ભણવાનું છોડાવતા નહીં. તેનો બધો ખર્ચ અમે આપીશું. અમ્માએ કહ્યું, ‘ત્રણ દીકરીઓ તો બ્યૂટી પાર્લરનો કોર્સ કરીને ઘર ખર્ચમાં મદદ કરવા લાગી છે. બીજી બે દીકરીઓને જે ભણવું છે તેનો ખર્ચ મારી તાકાતની બહાર છે. ‘મૅડમ’ના આગ્રહને કારણે બંને દીકરીઓને ભણાવવાનું સ્વપ્ન સાકાર થશે, તેમ માનીને અમ્માએ તેમને કૉલેજમાં જઈને ફી સંબંધી તપાસ કરી આવવા કહ્યું. બીજા, એક ઘરે અમ્મા કામ કરતા હતા. તે ભાઈ પોતે પાયલટ તરીકે એક વિદેશી કંપનીમાં સેવા બજાવતા હતા. તેમણે પણ જણાવ્યું દીકરીઓને ભણાવશો તો જ ભવિષ્યમાં તમે આગળ આવશો. તેથી ખચકાટ અનુભવ્યા સિવાય તેમની ફી અમારી પાસેથી માગી જ લેવાની. આમ તેમને મદદ કરવાવાળાની સંખ્યા વધી ગઈ. પાયલટ કુટુંબે મદદ કરી હતી. હવે અમ્માને જોઈતા હતા તેટલાં જ રૂપિયાની મદદની માગણી તેમણે આવીને ‘મૅડમ’ની પાસે કરી. જીવનમાં પહેલી વખત નાનું કામ કરવાવાળી બાઈની ઈમાનદારી જોઈને આનંદ થાય તે સામાન્ય વાત તો ના જ કહેવાય ને! આજે આ બંને દીકરીઓમાંથી એકે તો ફાઈનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી છે. બીજી બહેને ગ્રેજ્યુએશન ક્યુર્ં. હવે બંને બહેનોને સારી કંપનીમાં નોકરી પણ સાથે જ મળી. તેથી બંને બહેનોએ સાથે મળીને પોતાના પગારમાંથી ‘મૅડમ’ માટે કાંજીવરમની સાડી ભેટ આપવાનું નક્કી ક્યુર્ં. એક કવર પણ સાથે આપ્યું. તમે કરેલી મદદ અને પ્રોત્સાહનને કારણે જ અમે આજે ભણીને ગર્વથી સમાજમાં ઊભા રહી શકીએ છીએ. ‘મૅડમે’ કવર પાછું આપતાં એટલું જ જણાવ્યું કે આ કવર તો હું રાખીશ નહીં. તમે પણ કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને ભણવા માટે ફીની જરૂર હોય તો મદદ જરૂર કરજો. આમ એક વ્યક્તિની સમયસરની મદદને કારણે બે દીકરીઓ સાક્ષર બની.

૮મી સપ્ટેમ્બરે ‘(યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)’ ‘યુનેસ્કો’ દ્વારા દર વર્ષે ‘વિશ્ર્વ સાક્ષરતા દિવસ’ ઊજવવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ પણ અક્ષરજ્ઞાન દ્વારા ગરીબાઈ દૂર કરી વિશ્ર્વમાં શાંતિ સ્થાપવી. અક્ષરજ્ઞાન એ દરેક વ્યક્તિનો અધિકાર છે, કારણકે ભણતર બાદ વ્યક્તિગત વિચારવાની શક્તિમાં વધારો થાય છે. જેને કારણે વ્યક્તિનો માનસિક, સામાજિક અને આર્થિક વિકાસ સહેલાઈથી થઈ શકે છે. અક્ષરજ્ઞાન એ એવા તાળાની ચાવી છે જેના દ્વારા વ્યક્તિ વિકાસમાં ઉપયોગી તેવા ત્રણ સ્તંભ આર્થિક, સામાજિક અને પર્યાવરણની રખેવાળી કરવી સરળ બને છે. વિશ્ર્વકક્ષાએ સહકાર અને શાંતિની સ્થાપના કરવા માટે એકપછી એક પગથિયાં ચડવામાં સરળતા પડે છે. આ વર્ષે ‘વિશ્ર્વ સાક્ષરતા દિવસ’ની ઊજવણી બાંગલાદેશના ઢાકા શહેરમાં કરવામાં આવનાર છે. મુખ્ય હેતુ બાંગલાદેશના નાનામાં નાના શહેરમાં પણ છોકરીઓ અને સ્ત્રીઓ ભણતર મેળવી દેશની પ્રગતિમાં સાથ આપે. મિત્રો, અન્નદાનથી પણ મોટું વિદ્યાદાન માનવામાં આવે છે. તેથી જ કહેવાયું છે કે તમે કોઈને જમાડશો તો તે એક દિવસ માટે યાદ રહેશે. જ્યારે તમે કોઈને ભણાવશો તો તે તમને જિંદગીભર યાદ રાખશે. તેથી જ દરેક વ્યક્તિએ બની શકે તેટલું વિદ્યાદાન કરવું જોઈએ. આશા છે કે આપ પણ જરૂર નાનું તો નાનું પગલું વિદ્યાદાન માટે ભરશો. કોઈપણ દેશની સાક્ષરતાનાં ટકાની ગણતરી તે દેશની વસ્તીને દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીને આધારે કરવામાં આવે છે. જેમાં સાત વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ જે લખી-વાંચી અને તેને સમજી શકવાને સમર્થ હોય તેને ભણેલી ગણવામાં આવે છે. ૨૦૧૩માં ભારતમાં સાક્ષરતાની દ્રષ્ટિએ પહેલું રાજ્ય મિઝોરમ અને ત્રિપુરા આવે છે, જેની ટકાવારી ૯૪.૬૫ થઈ ગઈ છે. જ્યારે ૨૦૧૧માં ભારતના વિવિધ રાજ્યનો ‘લિટરસી રેટ’ નીચે પ્રમાણે છે :

૨૦૧૧ ના વર્ષનો લિટરસી રેટ

           કુલ           પુરુષ                  સ્ત્રી

          ટકાવારી      ટકાવારી            ટકાવારી

ભારત  ૭૪.૦૪       ૮૨.૧૪            ૬૫.૪૬

કેરળ   ૯૩.૯૧       ૯૬.૦૨            ૯૧.૯૮

લક્ષદીપ ૯૨.૨૮      ૯૬.૧૧           ૮૮.૨૫

મહારાષ્ટ્ર ૮૨.૯૧     ૮૯.૮૨            ૭૫.૪૮

ગુજરાત ૭૯.૩૧    ૮૭.૨૩             ૭૦.૭૩

બિહાર  ૬૩.૮૨   ૭૩.૩૯            ૫૩.૩૩
બહાર જમવાનાં બહાનાં હજાર! (ગુરુમંત્ર)  - સોનલ મોદી

વખત-કવખત ખાવા ઉપરાંત આપણામાંના ઘણાં વ્યસનરૂપી ઝેર પણ,
શરીરમાં રેડે જાય છે.

કંપનીઓના ખર્ચે પ્રવાસ કરનારા બહારનું ગ્રેવીવાળુંફૂડ, ચટાકેદાર અથાણાં,
મેંદાની નાન તથા ક્યારેક ડ્રિંક્સ લઈને સતત શરીરની અવગણના કરે છે.

હમણાં લગ્નોની સીઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે 'ઝેર ખાય પણ ઘેર ન ખાય'
કહેવત વારંવાર સાંભળવા મળી. આ કહેવત આપણને સહુને લાગુ પડે છે.

લગ્નો, મિત્રોની પાર્ટી, એવોર્ડ ફંક્શન, સહકર્મચારીનું બોનસ કે પ્રમોશન,
બર્થડે, એનિવર્સરી, જનોઈ, વાસ્તુ, મેંદી, સંગીતસંધ્યા...ઓ હો હો...
બહાર જમવાનાં હજાર બહાનાં!  "શું થાય ભાઈ! અમારે ને એમને તો સંબંધ જ એવો છે કે જવું જ પડે..." (અને જમવું જ પડે!)

પેલી કહેવત યાદ છેને! " માગ્યા વિના મા'ય ન પીરસે."
બુફે જમણવારોનુંય એવું જ છે.
તમારી ઇચ્છા વગર કોઈ તમને પરાણે જમાડી શકતું નથી.
આપણે જ ઝેર ખાઈએ છીએ પણ ઘેર નથી ખાતા.

યુવાવર્ગ માટે આ કહેવત ઔર સાચી સાબિત થાય છે.
બહાર ખાવાનું ખૂબ જ કોમન થઈ ગયું છે. દરેક શહેરની પાછી અમુક સ્પેશિયલ જગ્યાઓ હોય! જેમ કે, અમદાવાદમાં રાયપુરનાં ભજિયાં, નાગરની ચોળાફળી, ગુજરાતના દાળવળા... ઇત્યાદિ!
કો'કવાર આ ચટાકા કરી લેવામાં વાંધો નથી. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે,
આ જગ્યાઓની આદત પડે છે અને બહાર ખાવાનું વ્યસન ઘર કરી જાય છે.

ઉપવાસ, મિતાહાર કે ચોવિહારનું મહત્ત્વ આધુનિક સમયમાં સમજવું વધુ જરૂરી બની ગયું છે.  યોગાસનોનો અભ્યાસ કરનારને સાત્ત્વિક ખોરાક, રાજસી ખોરાક અને તામસી ખોરાકની સમજણ હોય છે. આહારની સીધી અસર વ્યક્તિના મૂડ પર પડતી હોય છે.
પ્રાચીન ઋષિમુનિઓ મિતાહારી હતા. તમારા બાઇકમાં તમે કેરોસીન પૂરો છો ?
ઘરની મોંઘી ગાડીમાં સારામાં સારું પ્રીમિયમ પેટ્રોલ જ પુરાવો છોને?
તો આ શરીરરૂપી વાહનના ઇંધણ માટે આટલી બેદરકારી શાને ?

વખત-કવખત ખાવા ઉપરાંત આપણામાંના ઘણાં વ્યસનરૂપી ઝેર પણ શરીરમાં રેડે જાય છે.  કંપનીઓના ખર્ચે પ્રવાસ કરનારા કર્મચારીઓ બહારનું  ગ્રેવીવાળું ફૂડ, ચટાકેદાર અથાણાં, મેંદાની નાન તથા ક્યારેક ડ્રિંક્સ લઈને સતત,
શરીરની અવગણના કરે છે.  કસરતનો સદંતર અભાવ, બેઠાડું જીવન તથા ઊંઘનો અભાવ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.

યુવાનો મોં મચકોડીને બોલશે,  "અમારી 'લાઇફસ્ટાઈલ' જ એવી છે કે
બહાર ખાવું જ પડે!  સવારે સાત વાગ્યામાં ઘરેથી નીકળીએ, ટયુશન, ત્યાંથી શાળા-કોલેજ, પાછાં ટયુશન, ફરી કોઈ ક્લાસીસ કે નોકરી કરી રાત્રે આઠ વાગ્યે ઘરે પહોંચીએ છીએ. એમાં ખાવાનું ઠેકાણું ક્યાં પડે?"

તમારી વાત સો ટકા સાચી, પરંતુ પહેલું સુખ તે જાતે નર્યા.
આજે દરેક ઓફિસમાં પચીસથી ત્રીસ ટકા સ્ટાફ પીઠના દુખાવાથી પીડાય છે.
દસ ટકાને માઇગ્રેન કે ર્વિટગોની કાયમી તકલીફ છે,  અનેકને એસિડિટી સતાવે છે. કેટલાંયને શ્વાસના રોગ અને શરદી ઘર કરી ગયાં છે!
આહાર અને રહેણીકરણીમાં થોડાક પોઝિટિવ બદલાવથી ઘણાખરા,  લાઇફસ્ટાઇલ ડિસીઝ મટી શકે છે અથવા કાબૂમાં રહે છે. 'ઓબેસિટી' નો પ્રશ્ન પણ મોટો છે.

હવે મૂળ પ્રશ્નનો જવાબ શોધીએ. બહાર ખાવું જ પડે તેવા સંજોગોમાં શું કરવું?
દા.ત. ખૂબ જ નાના ગ્રૂપની પાર્ટી હોય ત્યારે તમે ખાધું કે નહીં તેનું ધ્યાન રાખનારા
બે-ચાર સગાંસંબંધીઓ હોય જ હોય.
અમારી એક મિત્ર પાસે આનો ઉપાય છે. અઠવાડિયામાં જે વારે પાર્ટી હોય તે વાર તેમણે કરેલો જ હોય.
પાંચમ, આઠમ વગેરે પાળવાનાં. અગિયારસનું બહાનું પણ ચાલે.
વિદ્યાર્થીમિત્રો બહાર ખાવામાં યુ શુડ મેક સ્માર્ટ ચોઇસીસ.

દા.ત. ડાયટ સેન્ડવિચ, (મલ્ટિગ્રેન કે વ્હિટ બ્રેડમાં બનાવેલી) ફ્રૂટડિશ,  સૂપ કે દાલ-રાઈસ. એક કોલ્ડ કોફીમાં હોટ કોફી કરતાં બેથી અઢી ગણી વધુ કેલરી હોય છે,
તે તો તમે જાણતા જ હશો.

જ્યૂસ પીવા કરતાં સીધાં ફ્રૂટસ ખાવા શરીર માટે વધુ સારાં છે તે પણ જાણીતું સત્ય છે.
ખાંડ કરતાં ગોળ, મેંદા કે ઘઉં કરતાં જવ કે બાજરી, એરેટેડ કોલ્ડડ્રીંક્સ કરતાં નારિયેળ પાણી,
છાશ, તળેલા નાસ્તા કરતાં ડ્રાયફ્રૂટસ...આ બધી 'સ્માર્ટ ચોઇસીસ' છે.

sonalmodi61@gmail.com