Saturday, 16 August 2014
'આઝાદી’ શબ્દ નથી,અનુભૂતિ છે...
Kajal Ozah Vaidh
આપણે જેને ચાહીએ તે માત્ર આપણા જ બની રહે એ જીદ એક પ્રકારની ઇમોશનલ ગુલામી અથવા અહંકાર જ ગણી શકાય.
જેટલો સમય આપણે વોટ્સએપ, એસએમએસ, ફેસબુકઅને સોશિયલ નેટવર્કમાં વિતાવીએ છીએ, તેનાથી અડધો સમય પણ પરિવાર સાથે વિતાવવાનો વિચાર સુદ્ધાં આપણને આવે છે ખરો? શું ખરેખર આપણે 'આઝાદ’ છીએ? વિચારવા જેવો છે આ મુદ્દો...
સાત વર્ષ પહેલાં સિનિયર સિટિઝન બની ગયેલી આપણી આઝાદી ફરી એક વાર ૧પમી ઓગસ્ટના દિવસે વડા પ્રધાનના હાથે તિરંગો ફરકાવવા લાલ કિલ્લાની દીવાલો પર ચડશે. ત્યાંથી આઝાદીનું ભાષણ અને આઝાદીનું માહાત્મ્ય ગાતા શબ્દો કહેવાશે... અબ કી બાર, નઇ સરકારની વાત થોડીક જૂની થઇ છે. લોકોએ પણ પોતે આપેલા મતને ચકાસી લીધો છે. ઘણાં સત્યો સમજાયાં છે, થોડાં સમજાવાનાં બાકી છે... ત્યારે આઝાદી શબ્દની સાથે જોડાયેલાં તમામ સંવેદનોને ઝકઝોરીને જગાડવાનો સમય થઇ ગયો છે. આજકાલ સ્ત્રીઓની આઝાદી વિશે ઘણી ચર્ચા થાય છે. મહિલા મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં હજી ગયા મહિને જ રજૂ થયેલું બજેટ 'જેન્ડર બેઇઝ્ડ’ બજેટ છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. મહિલાઓને માટે પોલીસમાં ૩૩ ટકા અનામત ……… જેવા અનેક ફેરફારો આ રાજ્યમાં આવ્યા છે ત્યારે એક સવાલ ફેણ ઊંચકીને ઊભો છે, શું ખરેખર આપણે સૌ સ્વતંત્ર છીએ? સ્વતંત્ર ભારતના નાગરિક તરીકે જ્યારે આપણે આપણી ઓળખ આપીએ છીએ અને પાસપોર્ટ પર લખાયેલો શબ્દ 'રિપબ્લિક ઓફ ઇન્ડિયા’ વાંચીને આપણે ગમે એટલું ગૌરવ અનુભવીએ, પરંતુ શું ખરેખર આપણે મુક્ત - સ્વતંત્ર છીએ ખરા?
અંગ્રેજોના શાસનમાંથી આ દેશને મહાત્મા ગાંધીએ છોડાવ્યો - આઝાદી અપાવી. સરદાર વલ્લભભાઇ પટેલે દેશને અખંડ ભારત પ્રસ્થાપિત કર્યો, પરંતુ આપણે અખંડ ભારતના આઝાદ નાગરિક છીએ એવું સોગંદપૂર્વક કહી શકીએ ખરા? આપણે આપણા પગમાં કદાચ બેડીઓ જોઇ નથી શકતા - જ્યાં ફાવે ત્યાં જઇ શકીએ છીએ, જેમ ફાવે તેમ પૈસા ખર્ચી શકીએ છીએ અને ફાવે તેવો વાણીવિલાસ કરીને અભિપ્રાયથી શરૂ કરીને અનુમાનો સુધીનું કંઇ પણ બકી શકીએ છીએ. એનો અર્થ એવો તો નથી જ કે આપણે સ્વતંત્ર છીએ. આપણી આસપાસ કેટલી જંજીરો છે એ જોવાનો પ્રયત્ન કરીએ તો કદાચ આપણને આપણી 'ગુલામી’નો ખ્યાલ આવે. આ જંજીરો જોવા માટે પણ દૃષ્ટિને મુક્ત કરવી પડે એમ છે. ખુશખુશાલ લોકોના ચહેરાઓ હોડિગ્સ પર જોઇને આપણને લાગે છે કે આપણે પણ આવા જ એક ખુશખુશાલ સમાજનો ભાગ છીએ. વધુ ટોકટાઇમ, ઇન્વેસ્ટમેન્ટનું વધુ વ્યાજ, કશાક ઉપર કશુંક ફ્રી અને સેલના પાટિયાં આપણને આકર્ષે છે, એટલે આપણે લોભના ગુલામ નથી? આપણે જાણીએ છીએ કે આ બધું જ આપણને મૂર્ખ બનાવવા માટે ગોઠવાતું માર્કેટિંગ ગિમિક છે, તેમ છતાં આપણે એ રમતમાં અટવાઇને એ લોભની ગુલામી કરીએ છીએ, એ લાલસાના કેદી બનીએ છીએ.
થોડું વધુ મળી જાય એ આશાએ કેટલીક કો-ઓપરેટિવ બેન્કમાં મુકાયેલી થાપણો સદંતર ડૂલ થયાની કથાઓ આપણને બરાબર ખબર છે, તેમ છતાં આપણે થોડાક ટકા વધુ વ્યાજની લાલચે આવા ફંદામાં હોંશેહોંશે પગ મૂકીએ છીએ... જાહેરાતોમાં દેખાડાતાં કોસ્મેટિક્સ વાળ કાળા કરે છે, ત્વચા સુંવાળી અને ચહેરા પરની કરચલીઓ દૂર કરે છે ચશ્માં પણ વ્યક્તિને સુંદર દેખાડી શકે અને પફ્યૂર્મથી આકર્ષાયેલી સ્ત્રી પોતાના કપડાં ઉતારી શકે... આ જાહેરાતો આપણને એક દૈહિક સમાજ તરફ દોરી રહી છે. સુંદર દેખાવું, ચિરયુવાન રહેવું, સંભોગની વધુ ક્ષણો માણવી કે ઉન્માદમાં સપડાયેલા રહેવું એ ગુલામી નથી?આપણને બધાને નશો કરવાની ટેવ પડી છે. સત્તા, સંપત્તિ, સંબંધોનો નશો છે આપણને... મારી પાસે જે છે તે બીજા પાસે નથી એ વાતનું સુખ છે અને બીજા પાસે જે છે એ મારી પાસે નથી એટલું જ દુ:ખ છે. સલામતી શબ્દ હવે બેન્ક બેલેન્સ સાથે જોડાયેલો છે. એને ઇમોશન, હૃદય, સ્નેહ કે કૌટુંબિક લાગણીઓ સાથે બહુ લાંબો સંબંધ નથી. વ્યક્તિના વ્યક્તિ સાથેના સંબંધો હવે પોઝિશન અને પાવર સાથે જોડાયેલા છે. માણસની માણસ સાથેની ચેતનાનો કે સ્નેહનો સંબંધ આપણને હવે બહુ આકર્ષતો નથી. ગુજરી ગયેલી વ્યક્તિ સાથે આપણે કેટલા અટેચ્ડ હતા એના કરતાં વધુ મહત્ત્વ પાછળ રહી ગયેલી વ્યક્તિ કેટલી ધનવાન કે કેટલી સત્તાશીલ છે એનું છે. બેસણાની સંખ્યાની ગણતરી ગુજરી ગયેલી વ્યક્તિ સાથેના સંબંધ કરતાં જે પાછળ રહી ગઇ છે એના પાવર અને પોઝિશન પર આધારિત છે. આ સ્વાર્થની ગુલામી નથી?
કોઇ એક વ્યક્તિ સાથેનો સ્નેહ સંબંધ હવે સુખ ઓછું અને અસલામતી વધારે આપે છે. એ વ્યક્તિ બીજા કોઇને નહીં ચાહે ને... એ વિચાર માત્ર બેચેન કરી મૂકે છે, આપણને સૌને. આપણે જેને ચાહીએ છીએ એ ફક્ત અને ફક્ત આપણું જ બની રહે, જીવનભર આપણને જ ચાહે, આપણા સિવાય બીજા કોઇનો વિચાર પણ ન કરે એવી જીદ, અહંકાર કે દુરાગ્રહ ઇમોશનલ ગુલામી છે ને? કોઇ પણ સ્થિતિમાં આપણને બધું જ સ્ટેટસ-કો જોઇએ છે. કશું જ બદલાવું ન જોઇએ. આપણને બદલાવાની છૂટ છે. આપણા મૂડસ્વિંગ્સ અને મિજાજના મોસમ જેવા પલટા સામેની વ્યક્તિએ ચલાવી લેવાના. એણે આપણો ગુસ્સો સહન કરવાનો, આપણી અસલામતીને સતત પંપાળી પંપાળીને સલામતીમાં ફેરવ્યા કરવાની, આપણા ગમે તેવા શબ્દો સાંભળી લેવાના અને આગ્રહો-દુરાગ્રહો, હઠાગ્રહો પોષવાના. આપણા પૂર્વગ્રહો સાથે એણે પણ હા-જી-હા કરવાની. તો જ એ વ્યક્તિ આપણને ચાહે છે એવું સાબિત થાય. જો આપણે જેને ચાહીએ છીએ એ આ બધી શરતો માન્ય ન રાખે તો આપણો પ્રેમ એને માટે નથી. આપણે બીજી વ્યક્તિને ચાહી શકીએ, આપણે પલટાઇ શકીએ - આપણે પાછા વળી શકીએ - આગળ વધી જઇ શકીએ, પણ એણે ત્યાં જ ઊભા રહીને આપણી પ્રતીક્ષા કરવાની. જો ન કરે તો એને પ્રેમ નથી - ક્યારેય નહોતો એવું આપણે નક્કી કરી લઇએ. આ આપણી માનસિક મંતવ્યોની ગુલામી નથી? ધારણાઓની ગુલામી નથી? આગ્રહો - પૂર્વાગ્રહોની ગુલામી નથી?
દિવસના કેટલા કલાકો આપણે વોટ્સએપ, ફેસબુક, એસએમએસ અને સોશિયલ નેટવર્કમાં વિતાવીએ છીએ? આપણા કુટુંબ સાથે એટલો સમય પસાર કરી શકીએ છીએ ખરા? કમ્યુનિકેશનનાં સાધનો આપણને આકર્ષે છે. વીડિયો ગેમ્સ અને યુ ટયૂબ આપણા કલાકો ખાય છે. ટેલિવિઝન ચેનલ્સ આપણને ઘણીબધી મહત્ત્વની પ્રવૃત્તિઓ કરતા રોકે છે. તેમ છતાં આપણે આ ઓડિયો-વિઝ્યુઅલ અને સોશિયલ નેટવકિગની ગુલામીમાંથી મુક્ત થઇ શકતા નથી. થોડી મિનિટો માટે જો મોબાઇલની બેટરી ડ્રેઇન થઇ જાય કે સિગ્નલ ન આવે તો બેબાકળા થઇ જઇએ છીએ, પરંતુ એકાદ દિવસ જો જાત સાથે સમય ન ગાળી શકાય કે ઇશ્વરસ્મરણ ન થઇ શકે તો એને 'બિઝી’ હોવાના બહાના હેઠળ ટાળી શકાય છે ખાવાનો સમય નથી, એટલું બધું કમાવામાં પડયા છીએ. પચાસ વર્ષ સુધી કમાઇએ ને પછી કમાયેલું બધું આ સમય દરમિયાન ગુમાવેલા સ્વાસ્થ્યને પાછું મેળવવામાં ખર્ચી નાખીએ. આને કેવી ગુલામી કહીશું?આપણું બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે.
એનું મન, મગજ અલગ છે. એનાં આગવાં સપનાં છે એવી ખબર છે આપણને. છતાં એ બાળક પાસે આપણાં સપનાં પૂરાં કરાવવાની જીદ છે આપણી. એને ડોક્ટર બનાવવા માટે પદ, પ્રતિષ્ઠા, પરિશ્રમ અને પૈસા કામે લાગે છે... પણ એને તો કલાકાર બનવું છે આપણું બાળક સાચું બોલે એવો આગ્રહ છે, પણ એની સામે જૂઠું બોલતાં અચકાતા નથી આપણે. બાળક આપણું સન્માન કરે એ આપણી મિનિમમ જરૂરિયાત છે, પણ આપણા જીવનસાથીને (જે એને માટે એની મા કે પિતા છે) ઉતારી પાડતા, અપમાન કરતા કે એની સાથે ઝઘડતા પહેલાં આપણે બાળકની લાગણીનો વિચાર નથી કરતા. આઝાદ હોવું એટલે સ્વયં સાથેના સંબંધથી સમન્વિત હોવું. જાતને ઓળખીને, પોતાની મર્યાદાઓને સ્વીકારીને, પોતાની ભૂલો સુધારતા રહેવાની પ્રક્રિયા આઝાદીની પક્રિયા છે. કમાવાથી કે ઇન્વેસ્ટમેન્ટથી આઝાદી નથી આવતી એવું સ્ત્રીઓએ પણ સમજવાની જરૂર છે પોતાની જાત સાથે એકલા સમય ગાળી શકે એવા તમામ લોકો આઝાદ છે. જે સેલફોન વગર થોડો સમય વિતાવી શકે છે એ સ્વતંત્ર છે. જેને સંબંધો ખરીદવા માટે પાવર કે પોઝિશન બાર્ટર નથી કરવા પડતા એ મુક્ત છે. જે પોતાનો હાથ પોતાના જ હાથમાં પકડીને સ્નેહની અનુભૂતિ કરી શકે છે એ સ્વાધીન છે.
kaajalozavaidya@gmail.com
__._,_.___
ગુણવત્તા-સંસ્કૃતિ- ૮ || શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ સંદર્ભોચિત હોય છે.....- તન્મય વોરા
– યથોચિત સંદર્ભમાં કોઈ બીજાં માટે તે બહુ જ સારી રીતે કામમાં આવેલ હોઈ શકે છે.
પણ, આપણે તેમનો ઉપયોગ યોગ્ય સંદર્ભમાં કરી રહ્યાં છીએ ખરાં ?
ધારો કે કોઈ દાકતર દર્દનાં ચિહ્નો અને ઈતિહાસની વિગતો બરાબર તપાસ્યા વગર જ દર્દીને કોઈ દવા લખી આપે તો ? એ વાત ખરી કે એ દાક્તરને એ દવાની ઉપયોગિતા વિષે તો સારી એવી જાણકારી હશે, પણ એ દર્દીની તાસીર, તેનાં દર્દનાં ચિહ્નો અને ઈતિહાસના સંદર્ભને બરાબર તપાસ કર્યા વગર આપેલી પેલી ‘શ્રેષ્ઠ દવા’ ખરેખર દર્દીને ઉપકારક નીવડશે જ એવી ખાત્રી બંધાઈ શકે ખરી?
પ્રક્રિયા સંચાલકો સંસ્થા માટે એવા દાક્તરોની ભૂમિકા ભજવે છે. તેમણે બધી જ શકય અસરો અને તેની પાછળનાં કારણો – દર્દનાં ચિહ્નો-નાં વિશ્લેષણની મદદથી ખરી સમસ્યા ખોળી કાઢ્યા પછી જ નિવારણ – દવા- સૂચવવી જોઈએ. અલગ અલગ દર્દની ‘શ્રેષ્ઠ દવાઓ’ને મૅનેજમૅન્ટની ભાષામાં આપણે ‘શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ’ તરીકે ઓળખીએ છીએ.
શ્રેષ્ઠ કાર્યપધ્ધતિઓ એ એવી પ્રક્રિયાઓ છે જે એક ચોક્કસ સંદર્ભમાં ઉત્પાદન કે સેવા જેવાં ગુણવત્તાનાં ઉત્તમ પરિણામો આપી શકવાની બધી જ શકયતાઓ ધરાવે છે. સંદર્ભ નિશ્ચિત કરવા માટેનાં સમીકરણમાં:
સંસ્થાગત ધ્યેય
બજારનાં કયાં ક્ષેત્રમાં આપણે કાર્યરત છીએ
કયાં ગ્રાહકો વિષે આપણે પ્રવૃત્ત છીએ
આપણાં ઉત્પાદન કે સેવાઓની આ બાબતે પ્રસ્તુત વિશિષ્ટતાઓ
કયાં ગ્રાહકોને આપણે હાલ ઉત્પાદન કે સેવાઓ પૂરી પાડી રહ્યાં છીએ
હાલની કે ભવિષ્યમાં ગઠિત થનારી ટીમની ક્ષમતાઓ અને આંતરિક જોડાણ કડીઓ
સુધારા પરિયોજના માટે મૅનેજમૅન્ટનો અભિગમ અને પ્રતિબદ્ધતા
બજારનાં બાહ્ય પરિબળો (જેવાં કે મંદી, હરીફ સંસ્થાની ક્રિયાશીલતા, કાયદાકીય નિયમનો વગેરે)
જેવાં ચલ ધટકો મહત્ત્વનો ફાળો ભજવે છે.
આ યાદીમાં આવી ઘણી બાબતો સમાવી શકાય. પણ આજની ચર્ચા માટે તો એટલું જ નોંધવાનું છે કે ઘણીવાર શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓની ભૂતકાળમાં થયેલી સફળતામાં આ ઘટક પરિબળોના ફાળાની પૂરતી સમીક્ષા નથી થતી. એવું પણ બને કે દેખીતી રીતે પરિબળ એ જ હોય , પણ આ પરિબળો ક્યારે પણ અગતિક ન હોવાને કારણે તેનો સમયોચિત સંદર્ભ બદલી જતો હોય છે. ટુંકમાં, સંસ્થાના સંદર્ભને ધ્યાનમાં લીધા સિવાયનો શ્રેષ્ઠ કાર્યપદ્ધતિનો અમલ, દર્દીની પૂરેપૂરો તપાસ્યા વગર ‘ઉત્તમ દવા’ લખી આપવા બરાબર છે. બંને કિસ્સાઓમાં પરિણામો ખતરનાક નીવડી શકે છે !
તો પછી શ્રેશ્ઠ કાર્યપદ્ધતિઓ કેમ કરીને ઉપયોગી નીવડે ?
શ્રેષ્ઠ પદ્ધતિઓનું જ્ઞાન અને અભ્યાસ કોઈ પણ પડકાર માટેના શક્ય ઉપાયો માટેના નકશાનું રેખાચિત્ર બનાવવામાં મદદરૂપ બને છે. જુદી જૂદી કાર્યપદ્ધતિઓ, અને તેમના સંદર્ભો, જોખમોને પહોંચી વળવા માટેનાં વૈકલ્પિક દૃષ્ટિકોણની રજૂઆત તરીકે પણ ઉપયોગી નીવડે છે.
પ્રક્રિયા સુધારણાના નિષ્ણાતો માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ બહુ સબળ અસ્કમાયત બની રહે છે. પણ તેમના સફળ અને અસરકારક અમલ માટે એ કાર્યપદ્ધતિઓ માટે સંસ્થાના સંદર્ભનાં ઔચિત્યને સમજવાની તેમની ક્ષમતા બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. દરેક પરિસ્થિતિ માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ હાથવગી હોય, પણ તે એ સ્થિતિને અનુરૂપ નીવડીને ઉત્તમ ઉપાય સાબિત થશે કે કેમ એ ન સમજી શકે તો એવી નિપુણતા તેટલે અંશે કાચી પડે ખરી!
સંસ્થાની સમક્ષ રહેલા આગવા પડકારો માટેનાં ઔચિત્યના સંદર્ભમાં, શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓને ખૂબ ધ્યાનપૂર્વક સમજીને પછીથી તેમનો અમલ કરવાથી તેનો મહત્તમ ફાયદો લઈ શકાય છે. આમ કરી શકવા માટે સુધારણા સંચાલકોને સંસ્થાની પ્રવૃત્તિઓની ગલીગુંચીઓના ખાડા ટેકરાઓની પૂરેપૂરી ખબર હોવી જરૂરી છે. એક વાર સંદર્ભ સ્પષ્ટ બની જાય, તો તે પછી શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ આપણું ઉત્તમ રાહબર બની રહી શકે છે, જેને કારણે વારંવાર એકડો ઘૂંટવાની જરૂર નથી રહેતી. સંદર્ભ અનુસાર, એ શ્રેષ્ઠ કાયપદ્ધતિ આખેઆખી અપનાવી શકાય. પણ જો તેમ શકય ન જણાય, તો તેના સંદર્ભોચિત અંશને કામે લગાડી શકાય.
યાદ રહે કે –
કોઈ બીજાંને ભૂતકાળમાં કોઈ શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ ફળી છે, એટલે આપણને પણ ફળશે જ એમ માનીને આંખો બંધ કરીને અમલ કરવાથી તે ઉપયોગી થવા કરતાં વધારે નુકસાન પણ થઈ શકે છે.
વાસ્તવિક દુનિયામાં સોનાની તાસકમાં ગુલાબની પાંખડીઓથી હંમેશાં સ્વાગત નથી થતું. યોગ્ય સંદર્ભ વિના નવીનીકરણ કે સુધારણા જેવા ખ્યાલો હવાઈ કિલ્લા જ બની રહી શકે છે.
ડિલ્બર્ટનાં એક કૉમીકમાં કહ્યું છે ને કે “જો બધાં જ શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અખત્યાર કરી શકતાં હોય , તો તે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ અતિ સામાન્ય કક્ષાની હોવી જોઈએ.”

Subscribe to:
Posts (Atom)