SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 30 July 2014

__._,_.___
જીભ અને ગુસ્સા પરનો કંટ્રોલ ગુમાવીને સંબંધ નહીં ગુમાવતા, પ્લીઝ!

માણસની સહનશક્તિનું પણ આવું જ હોય છે,
એ જ્યાં સુધી સહી શકે છે,
ત્યાં સુધી સહેવાનો પ્રયાસ ચોક્કસ કરે છે.
જે ક્ષણે એની ધીરજનો બંધ તૂટી જાય છે,
એ ક્ષણે દરેક સંબંધ ફગાવીને નીકળી જવાની,
પુરુષની મનોવૃત્તિ સામાન્ય રીતે,
બધું જ બરબાદ કરી નાખે છે

બ્લુ બુક - કાજલ ઓઝા-વૈદ્ય
તમને કઈ વાતની ઇનસિક્યોરિટી લાગે છે?--- ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ

કૈંક સંબંધો સદા એમ જ અહીં સચવાય છે,
ફાવવા-ફવડાવવામાં ભેદ વરતાતો નથી,
કોઇ પણ ઘટના પરત્વે થઇ ગયો છું બેફિકર,
આજકાલ સાલું, પડીકે જીવ બંધાતો નથી.
-કિરણ ચૌહાણ

દરેક માણસ કોઈ ને કોઈ ઇનસિક્યોરિટી ફીલ કરે છે. એક અજાણ્યો ડર આપણા સહુની અંદર સળવળતો રહે છે. આમ થશે તો? તેમ થશે તો? એવા વિચારે માણસ ધ્રૂજી જાય છે. આખી દુનિયા જાણે છે કે કંઈ જ સલામત નથી છતાં બધાં લોકો 'સેઇફ ઝોન' રચવા મથતાં રહે છે. માણસને દરેક વાતની સેફ્ટી જોઈએ છે. ગેરંટી અને વોરંટી માટે માણસ તડપતો રહે છે. જે છે એ કોઈને ગુમાવવું મંજૂર નથી. આખી દુનિયાના લોકો એવું કહેતાં ફરે છે કે કાલની કોઈને ખબર નથી, છતાં લોકો વર્ષોનું પ્લાનિંગ કરતાં રહે છે. હા, પ્લાનિંગ કરવું જ જોઈએ, એમાં કશું જ ખોટું નથી. ઊલટું સારું છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે પ્લાનિંગ કર્યા પછીય ડર્યા રાખીએ છીએ કે બધું પ્લાનિંગ મુજબ નહીં ચાલે તો?

તમને કઈ વાતની ઇનસિક્યોરિટી લાગે છે? મારી જોબ ચાલી જશે તો? મારો ધંધો પડી ભાંગશે તો? હું આર્િથક રીતે તૂટી જઈશ તો? ઓચિંતા જ કોઈ મોટો ખર્ચ આવી જશે તો? મારે જે એચિવ કરવું છે એ નહીં કરી શકું તો? આ બધી અસલામતી તો છે જ, પણ સૌથી મોટી ઇનસિક્યોરિટી હોય તો એ ઇમોશનલ ઇનસિક્યોરિટી છે. મારી વ્યક્તિ મારી નહીં રહે તો? એને બીજા કોઈની સાથે સંબંધ બંધાશે તો? એ મને છોડી દેશે તો?
સંબંધોનો વીમો ઊતરતો નથી. ઘર બળવાનો ડર લાગતો હોય તો ફાયર ઇન્સ્યોરન્સ લઈ શકાય. દિલ બળતું હોય તો? ચીજવસ્તુની ચોરી સામે પણ વીમો મળે છે, પણ આપણી વ્યક્તિ જ ચાલી જાય તો? આપણી વ્યક્તિ મજાકમાં પણ એમ બોલે કે 'આઈ હેટ યુ' તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. સંબંધોની અસલામતી માણસને શંકાશીલ બનાવી દે છે. એ પોતાની વ્યક્તિનો મોબાઇલ ચેક કરતા રહે છે. એણે કોને ફોન કર્યા? કોનો મેસેજ આવ્યો? ફોન ચેક કરી લીધા પણ શંકા સમાપ્ત તો થતી જ નથી. એ ફોન કર્યા પછી નંબર ડીલીટ કરી નાખતો હશે તો? શંકા માણસને કોરી ખાય છે. જે છીનવાઈ જવાનો ડર હોય એની સાથે પણ એ જીવી તો શકતો જ હોતો નથી.
એક માણસને એની પત્ની ઉપર શંકા જ રહેતી હતી. બન્યું હતું એવું કે લગ્ન વખતે બંનેએ એકબીજાને બધી સાચી વાત કરી દેવાનું કહ્યું. પતિએ કહ્યું કે મારે કોલેજમાં ગર્લફ્રેન્ડ હતી, પણ લવ-બવ જેવું કંઈ ન હતું. અમે એકબીજા સાથે હરતાં-ફરતાં પણ ક્યારેય બેમાંથી કોઈએ પ્રપોઝ કર્યું જ ન હતું. પત્નીએ પણ કહ્યું કે મારી સાથે પણ એક છોકરો ભણતો હતો. હું એને બહુ ગમતી હતી. એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું કે આઈ લવ યુ. ડુ યુ લવ મી? મેં તેને કહ્યું કે તારી લાગણીની કદર કરું છું. તું સારો માણસ છે, પણ હું તને પ્રેમ કરતી નથી. મારું ફેમિલી રૂઢિચુસ્ત છે. આપણી જ્ઞાાતિ પણ અલગ છે. આપણા વચ્ચે સંબંધ શક્ય બનવાના નથી. મારે મારા ઘરના લોકોનાં દિલને ઠેસ પહોંચાડવી નથી અને હું એવું પણ નથી ઇચ્છતી કે તને પણ ભવિષ્યમાં કોઈ તકલીફ થાય. એ પછી તેણે કહ્યું કે, ફાઇન પણ આપણે સારા દોસ્ત તો બની શકીએને? અમે હંમેશાં દોસ્ત રહ્યાં. બહુ જ સારા ફ્રેન્ડ્સ. એ એની બધી જ અંગત વાત કરતો અને હું મારી. એનાં લગ્ન થઈ ગયાં છે. એ છોકરી જોવા જતો ત્યારે પણ મને કહેતો. તેની પત્ની સારી છે. એ બંને ખુશ છે. તેનાં લગ્ન પછી મેં તેનાથી દૂરી વધારી દીધી. બસ, આ વાતે પતિના મનમાં શંકા ધરી ગઈ. મારી પત્ની હજુ એ વ્યક્તિના ટચમાં હશે તો?
ધીમે ધીમે એ શંકા એટલી તીવ્ર બની ગઈ કે એને ચેન પડતું ન હતું. આખરે તેણે એક ડિટેક્ટિવને કામ સોંપ્યું કે મારી પત્ની શું કરે છે તેના પર વોચ રાખો. ડિટેક્ટિવે એક મહિના સુધી વોચ રાખી. કંઈ જ ડાઉટફુલ ન મળ્યું. મહિના પછી તેના પતિને કહ્યું તો એ માનવા તૈયાર જ ન હતો. ઊલટું એ તો ડિટેક્ટિવ ઉપર શંકા કરવા લાગ્યો. આ માણસ સાચું જ બોલતો હોય એની શું ખાતરી? મારી પત્ની કે એના મિત્રએ તેને રૂપિયા ખવડાવીને મનાવી તો લીધો નહીં હોયને? ડિટેક્ટિવે અંતે કહ્યું કે પ્રોબ્લેમ તમારી પત્નીમાં નહીં,તમારામાં છે!
શંકા ઘૂૂસી જાય પછી કોઈ પણ ભરોસો કે ખાતરી પણ કામ કરતી નથી. એક સાઇકિયાટ્રિસ્ટ મિત્રએ કરેલી આ વાત છે. એક યુવતી તેની પાસે આવી. તેની સમસ્યા વિચિત્ર હતી. તેણે કહ્યું કે મારા હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે કે એમને સતત ભય રહે છે કે હું કંઈ આડુંતેડું કરીશ તો? એ મને મોબાઇલ રાખવા નથી દેતો. ઘરમાં લેન્ડલાઇન ફોન પણ નથી રાખ્યો. ઘણી વખત સંતાઈને મારા પર વોચ રાખે છે. હું પણ મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મને બીજા કોઈ સાથે કંઈ જ નથી. મને એટલું કહો કે હું શું કરું તો એને એવું ફીલ થાય કે હું તેની જ છું અને તેની જ રહેવાની છું. મારાથી તો એની પીડા પણ સહન નથી થતી. મેં એને કેટલીય વાર સમજાવ્યું છે કે તું કોઈ ચિંતા ન કર, જરાયે ન ડર, પણ એ ડરતો જ રહે છે. સાઇકિયાટ્રિસ્ટે કહ્યું કે તમારે એને બદલવો છે, પણ એને જ ન બદલવું હોય તો? તમે એને જ બદલી શકો જેને પોતાને બદલવું હોય!
એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે દુનિયામાં ડરવા જેવું કશું જ હોતું નથી, બધું માત્ર સમજવા જેવું હોય છે. સમજવાનું એટલું જ છે કે અસલામતિના ભયથી કંઈ જ સલામત થઈ જવાનું નથી. સંબંધની સિક્યોરિટી માત્ર ને માત્ર વિશ્વાસ અને શ્રદ્ધા જ છે. સંબંધ એવી વસ્તુ નથી કે તેના પર તાળું મારી શકાય. મુક્તિ જ તમને નજીક રાખે છે. જિંદગીમાં કોઈ વાતથી ડરો નહીં. ભય તમને નબળા બનાવશે, શંકાશીલ બનાવશે. જે ખેલાડી એવા ભયે મેદાનમાં ઊતરે કે હું હારી જઈશ તો? એ ભાગ્યે જ જીતે છે. જેને પોતાની જીત ઉપર જ ભરોસો નથી એ કેવી રીતે જીતવાનો છે? હું જીતવાનો જ છું એવું જે વિચારે છે એ જ જીતે છે.
તમારે શાંતિ અને સુખ જોઈએ છે? તો તમારા મનમાંથી તમામ પ્રકારના ડર દૂર કરી નાખો. જો કોઈ પણ પ્રકારનો ભય તમારા મનમાં હશે તો તમે કોઈ જ જોખમ ઉઠાવી શકશો નહીં. દુનિયાનું કોઈ તત્ત્વ આપણા કંટ્રોલમાં નથી, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. સવાલ એ છે કે તમે તમારા કંટ્રોલમાં છો ખરાં? તમારા જ ભય ઉપર તમારો કાબૂ નહીં હોય તો તમે સતત ડરતાં જ રહેવાના.
જિંદગીમાં શીખવા જેવી કોઈ ચીજ હોય તો એ અસલામતીને મેનેજ કરતા શીખવાનું છે. વાત કરિયરની, જોબની કે ધંધાની હોય ત્યારે જોખમ લેવામાં પણ ન ડરો. આપણે એક વખત 'સેઇફ ઝોન'માં આવી જઈએ પછી જોખમ સૌથી વધુ વધી જાય છે, કારણ કે આપણે જોખમ લેતાં જ ડરવા લાગીએ છીએ. બધું બરાબર તો ચાલે છે પછી શું કામ ઉપાધિ વહોરી લેવી? આવી નોકરી છોડીને થોડાક ફાયદા માટે શા માટે જોખમ લેવું? યાદ રાખો, જોખમ તો ગમે ત્યારે અને ગમે તેવું ઊભું થવાનું છે. આજના સમયમાં જોખમ ન લેવામાં સૌથી મોટું જોખમ છે. માણસની જેમ ઉંમર વધે એમ એ જોખમ લેવાનું ટાળે છે. જોખમ લેવા માટે કોઈ ઉંમર મોટી હોતી નથી. તમે કોઈ પણ વાતની અસલામતી અનુભવતા રહેશો ત્યાં સુધી એને હાંસલ નહીં કરી શકો અને એને એન્જોય પણ નહીં કરી શકો. ઇમોશનલી, મેન્ટલી, સોશિયલી અને ઈકોનોમિકલી સિક્યોર રહેવું છે? તો તમામ પ્રકારની ઇનસિક્યોરિટી હટાવી દો, કારણ કે ઇનસિક્યોરિટી હશે ત્યાં સુધી તમે કોઈ કામ કે કોઈ નિર્ણય સ્વસ્થતાથી નહીં કરી શકો. તમારા ડરને જીતી લો, બાકીનું બીજું બધું બહુ આસાન થઈ જશે.

છેલ્લો સીન:
જેવી રીતે વરસાદ આવે તે પહેલાં છત્રી ખોલવાનો કોઇ અર્થ નથી, તેવી જ રીતે કાલ્પનિક અસલામતી માટે અગાઉથી ચિંતા કરવાનો કોઇ મતલબ નથી.
-એલિસ રાઇસ.
-ડૉ. સુબોધ નાણાવટી
clip_image002તમારી છાતી સામે ગોળી આવતી હોય તો એનાથી બચવાના ઘણા રસ્તા નથી. તમે બુલેટ પ્રૂફ જૅકેટ પહેર્યું હોય (જે બનવાજોગ નથી) અથવા તો ભગવાનનો હાથ વચ્ચેથી ગોળીને કૅચ કરી લે તે સિવાય બચવાનો કોઈ ઉપાય નથી.
પણ આવા હેબતાવી નાખે એવા દૃશ્ય સામે બીજા એક દૃશ્યની કલ્પના કરો. એમાં ગોળી તમારા હૃદય તરફ બહુ જ ધીમે ધીમે આવતી હોય અને તમે ધારો તો એને અટકાવી શકો. આનું બીજું સહાયક દૃશ્ય પણ છેઃ તમે આ સ્થિતિમાં બચવા માટે ૩૦ ઉપાયો કરી શકો. સાંભળ્યું? ૩૦ રસ્તા છે, આ ગોળીથી બચવાના ! ધીમે ધીમે આવતી ગોળી એટલે હૃદયરોગ. આ ૩૦ રસ્તા એવા સહેલા છે કે તમે પોતે પણ સમજી શકશો. આ બધા ઉપાય એકઈસાથે કરવાની પણ જરૂર નથી; પરંતુ દરેક ઉપાય અજમાવી જોજો, અને પછી નક્કી કરી લેજો કે કયો ઉપાય તમે લાંબા સમય સુધી કયો ઉપાય કરી શકો છો. કોણ જાણે કદાચ તમે પોતે જ તમારા તરફ આવતી ગોળીને અધવચ્ચે જ આંતરી લેવામાં સફળ થઇ જાઓ.
૧. અખરોટ ફાયદો કરશે
કૅલિફૉર્નિયાના ડિક બટ્કૂસ હાર્ટ સેન્ટરના મૅડિકલ ડાયરેક્ટર લૅરી સૅન્ટોરા કહે છે કે આલ્ફા-લીનોલેનિક ઍસિડની બાબતમાં અખરોટ અવ્વલ નંબરે છે. યેલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે દરરોજ અર્ધો કપ ભરાય એટલાં અખરોટનાં અડધિયાં ખાવાથી લોહીનો સંચાર સુધરે છે.
૨. તમારી નાડી તપાસો
ન કરે નારાયણ, અને કાલે સવારે ઊઠો ત્યારે તમારાં સ્લિપર પગમાં નાખવા માટે ફાંફાં મારો, તેના કરતાં આજે જ તમારી નાડી તપાસી લો. પછી દર મિનિટે ધબકારા કેટલા છે તેની નોંધ લો. (આને beat per minute એટલે કે bpm કહે છે). ગ્રાન્ડ રાઉંડ્ઝના મૅડિકલ બોર્ડના વાઇસ ચેરમૅન કાર્ડિયો-થોરૅસિક સર્જન પિયરે થિયોડૉર કહે છે કે તંદુરસ્ત લોકોનો bpm ૭૦ અથવા તેનાથી ઓછો હોવો જોઇએ. સતત એક અઠવડિયા સુધી આ આંક ૭૦ કે તેનાથી ઉપર રહેતો હોય તો તરત ડૉક્ટરને મળો.
૩.ગંદી હવાથી દૂર રહો
શ્વાસમાં અતિ સૂક્ષ્મ પ્રદૂષિત કણો મળતા હોય તો તમારી કૅરોટીડ રક્તવાહિનીની દીવાલો પર એ ચોંટી જાય છે અને તમારી સામે હૃદયરોગનું જોખમ વધી જાય છે. વૉશિંટન યુનિવર્સિટીના સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે કે શિયાળામાં વહેલી સવારે હવામાં પ્રદૂષિત કણોની માત્રા સૌથી વધારે હોય છે, એટલે શિયાળામાં વહેલી સવારે નહીં પણ બપોર પછી બહાર ફરવા કે દોડવા જવું જોઇએ.
૪. ફળી ખાઓ
બટેટા છોડો અને ફળીઓ ખાવા પર જોર આપો. જે લોકો દરરોજ એક કપ દાળ લેતા હોય, ફળીઓ (મોગરી, ચોળા, ગુવાર, વાલોળ વગેરે) ખાતા હોય એમનું ઉપરનું (systolic) બ્લડ પ્રેશર ત્રણ મહિના પછી ૪ mm Hg જેટલું નીચે આવે છે. ઇંટરનલ મૅડિસીનના આર્કાઇવમાં એક સંશોધનપત્ર ઉપલબ્ધ છે તેમાં આ તારણ આપેલું છે. કચુંબરમાં પણ ફળીઓ વાપરવાનું રાખો.
૫. બી.પી.ને કાબુમાં લો
માત્ર ચાર અઠવાડિયા માટે ‘હૅન્ડગ્રિપ’ એક્સરસાઇઝ કરવાથી બ્લડ પ્રેશરમાં ૧૦ ટકાનો ઘટાડો થતો હોવાનું નોંધાયું છે. ‘જર્નલ ઑફ હાઇપર ટેન્શન’માં પ્રગટ થયેલા એક રિપોર્ટમાં આ બાબતે જણાવ્યું છે કે આ વ્યાયામથી “shear stress,” પેદા થાય છે એટલે કે લોહીના સંચાર સામે રક્તવાહિનીની દીવાલ દ્વાર પેદા થતો અવરોધ ઘટાડે છે. દર રોજ એક મિનિટના અંતરે ચાર વાર બે મિનિટ માટે આ વ્યાયામ કરવાથી બ્લડ પ્રેશરમાં ફાયદો થાય છે.
૬. ઈંડાનો આદર કરો
ઈંડાં ખાવાથી LDL (ખરાબ કૉલેસ્ટેરૉલ) વધે છે એમ માનો છો? એ સાચું નથી. સાચી વાત તો એ છે કે બ્રાઝિલમાં એક સંશોધન હાથ ધરાયું તેમાંથી એવો સંકેત મળ્યો છે કે ઈંડાં ખાવા અને રક્તવાહિનીઓ વધારે સાફ હોવા વચ્ચે સીધો સંબંધ છે. એક અનુમાન એવું છે કે ઈંડાની જરદીમાં વિટામીન E, B12 અને ફોલેટ જાણે ઠાંસીને ભર્યાં છે, એટલે ઈંડાંથી હૃદયને લાભ. થતો હશે. બસ, દિવસમાં ચારથી વધારે ન ખાશો, નહીંતર કૅલરી વધી જશે.
૭. દોડો અને આંકડા જુઓ
એક અઠવાડિક વ્યાયામ પસંદ કરી લો. દાખલા તરીકે, બે માઇલ દોડવું. દોડ્યા પછી તરત તમારા ધબકારા માપો. દોડવાથી ધબકારા વધી જાય અને સામાન્ય રીતે, ૧૬૫ bpm થાય, પણ જો ૧૮૫ સુધી પહોંચી જાય તો ડૉક્ટર પાસે પહોંચી જાઓ. ડૉ. થિયોડૉર કહે છે કે એ સંકેત આપે છે કે તમારી ધમની રૂંધાયેલી છે અથવા હૃદય નબળું પડી ગયું છે.
૮.ઊંડા શ્વાસ લો
લાંબા ઊંડા શ્વાસ ધીમે ધીમે લો. શક્ય હોય તો ૩૦ સેકંડમાં ૬ વાર શ્વાસ લો. હાઇપરટેન્શન રીસર્ચ’ના અભ્યાસ મુજબ આમ કરવાથી ગણતરીની મિનિટોમાં તમારું ઉપરનું (systolic) બ્લડ પ્રેશર ૪ mm Hg જેટલું નીચે આવી જશે. અમુક સંશોધનો એવું દર્શાવે છે કે તમે નિયમિત રીતે ઊંડા શ્વાસ લેવાનો વ્યાયામ કરો તો બ્લડપ્રેશર ઘટાડે તેવી અસરો લાંબા વખત સુધી ચાલે છે.
૯. થાકને થકવી દો
તમારું કામ તમારા માટે યમદૂત બની જાય તે તો ન ચાલે. કામને કારને થાકી જતા હો તો, ‘સાયકોસોમેટિક મૅડિસીન’ના એક અભ્યાસ પ્રમાણે, તમારી સામે હૃદયરોગનું જોખમ વધી જાય છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં કરાયેલી એક મોજણી પ્રમાણે કામને કારણે નંખાઇ ગયેલા લોકોએ અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ વાર હૃદયને મજબૂત બનાવતી એક્સરસાઇઝ કરી તેથી એમનાં ૫૭ ટકા લક્ષણો દૂર થઈ ગયાં.
૧૦. ફ્લૂની રસી તમારી સાથી
ફ્લૂની રસી તમને માત્ર ફ્લૂથી નથી બચાવતી, એ તમારા સામેના હૃદયરોગના જોખમને પણ અર્ધું કરી નાખે છે. સામયિક ‘હાર્ટ’માં આ રસપ્રદ તારણ આપવામાં આવ્યું છે. આનું કારણ એ કે શરીર ઇન્ફ્લૂએન્ઝાનો આપમેળે પ્રતિકાર તો કરે છે પણ નસોમાં સોજો પણ પેદા કરે છે, જે રક્તવાહિનીને રૂંધી નાખે છે. રસી પોતે જ લડીને આવું થતાં બચાવે છે.
૧૧. પથારીમાં પડ્યા ભેગા…
નૉર્વેમાં કરાયેલા એક અભ્યાસ પ્રમાણે જે લોકોને બહુ સારી ઊંઘ આવતી હોય તેમની સરખામણીએ ઊંઘની બીમારીવાળા લોકો સામે હૃદયરોગનું જોખમ ૪૫ ટકા વધારે હોય છે.અઠવડિયામાં માત્ર ત્રણ વાર ૩૦ મિનિટ વ્યાયામ કરવાથી તમને સારી ઊંઘ આવશે. પરંતુ ધીરજ રાખવી પડશે. નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે પરિણામ આવતાં મહિનાઓ લાગી જાય છે.
૧૨. …પણ વધારે ઊંઘ પણ સારી નહીં
ઘણાને બહુ જ ઊંઘ આવતી હોય છે. પરંતુ ‘સ્લીપ’ મૅગેઝિન ચેતવણી આપે છે કે રોજ દસ કલાક કે તેથી વધારે સૂતા હોય તેમની સામે હૃદયરોગનું જોખમ વધી જાય છે. એક ખુલાસોઃ બહુ સૂવાથી વજન વધે છે અને માનસિક આરોગ્ય કથળે છે. સાત કે આઠ કલાક પછી પણ તમારી ઊંઘ પૂરી ન થતી હોય તો ડૉક્ટરની સલાહ લો.
૧૩. ફાસ્ટ ફૂડમાં તમારા દુશ્મન બેઠા છે !
કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો મત છે કે તમે એક વર્ષમાં માત્ર એક ટકો ટ્રાન્સ ફૅટ ઓછી કરી નાખો તો LDLનું પ્રમાણ સારુંએવું ઘટી જશે (ફાસ્ટ ફૂડ – નૂડલ્સ, પોટૅટો ચિપ્સ, વગેરેમાંથી ટ્રાન્સ ફૅટ મળે છે).
૧૪. પોટૅશિયમ વધારે લો
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે દરરોજ વધારાનું ૧,૦૦૦ મિલિગ્રામ પોટૅશિયમ લેવાથી ઉપરનું બ્લડ પ્રેશર ઘટી જાય છે. દરરોજ એક કેળું ખાઓ. એમાંથી ૪૨૦ મિલિગ્રામ પોટૅશિયમ મળશે. એક શક્કરકંદ (રતાળુ) ખાઓ. એમાંથી ૫૪૦ મિલિગ્રામ પોટૅશિયમ મળશે.
૧૫. તડકામાં તમારી બૅટરી ચાર્જ કરો !
સ્કૉટલૅન્ડના વૈજ્ઞાનિકો જણાવે છે કે દરરોજ ૨૦ મિનિટ સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો લેવાથી શરીરમાં નાઇટ્રિક ઍસિડ વધારે બને છે, પરિણામે બ્લડ પ્રેશર ઘટે છે. પરંતુ, ચામડીનું કૅન્સર પહેલાં થયું હોય તો આ ઉપાય ન કરવો.
महत्त्वपूर्ण बातें अंत में लिखी जाती हैं
महत्त्वपूर्ण घोषणाएँ भी अंत में की जाती हैं
और महत्त्वपूर्ण व्यक्ति भी अंत में आता है

हम बहुत कुछ शुरूआत भी अंत में करते हैं
अंत से हमारा रिश्ता आरम्भ से ही होता है
जैसे कोई परिणाम या पका फल हमें अंत में मिलता है
प्रेम में भी हम अंत पर पहुँचने को उतावले होते हैं

निर्णायक संघर्ष और अंतिम विजय चाहता है खंदक में छिपा
चौकन्ना सैनिक अंतिम गोली बचाए रखता है
अपराधी और पुलिस भी कई तरह के अंतिम अस्त्र
छिपाए रखता है

10 જીવલેણ રોગો ચોમાસામાં કરે છે પગપેસારો, બચવા કરજો ઉપાય!


લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સામાન્ય રીતે ચોમાસાનો અર્થ ગરમ ચા અને ગરમાગરમ નાસ્તો, બેકગ્રાઉન્ડમાં વાગતું રેટ્રો મ્યુઝિક અને બારીના કાચ પર વરસાદની બૂંદો એવો કરવામાં આવે છે. પરંતુ ઘરની બહાર નિકળતા જ કોઇ કોઇ તસવીર જેવી આ સ્થિતિ જાણે બારીમાંથી બહાર નિકળી જાય છે. વરસાદનું વાતાવરણ સરસ તો હોય છે પણ તે બિમારીનો પ્રકોપ પણ લાવે છે. તમારે વરસાદમાં થતા 10 એવા રોગો વિશે જાણવાની જરૂર છે જે આ ચોમાસામાં થઇ શકે છે. કેટલાંક રોગો એવા છે જેનો ઇલાજ શક્ય છે અને બાકી તમારાં જીવને જોખમ પેદા કરી શકે છે. 
 
મેલેરિયા 
ચોમાસામાં સૌથી વધારે જે બિમારી થવાની શક્યતા છે તેમાં મેલેરિયા પહેલા નંબરે છે. માદા એનોફેલિઝ મચ્છર મલેરિયાના કારણે બને છે, તે સામાન્ય રીતે પાણી ભરાતા હોય તેવા ક્ષેત્રોમાં પ્રજનન કરે છે. તેથી મેલેરિયાથી બચવા માટે તમારી પાણીની ટાંકીને સાફ કરતા રહો. મેલેરિયાના સામાન્ય લક્ષણો છે - તાવ, કંપન, માંસપેશીઓમાં દર્દ અને કમજોરી છે. 
 
ડાયરિયા 
આ ચોમાસામાં થતો સૌથી સામાન્ય રોગ છે, જે અસ્વચ્છ ભોજન અથવા પીણાંથી થાય છે. ડાયરિયાના બે મુખ્ય પ્રકાર છે - તીવ્ર ડાયરિયા અને ક્રોનિક ડાયરિયા. આ બંનેને રોકી શકાય છે અને તેમના ઇલાજ પણ સંભવ છે. આંતરડાંની સમસ્યા રોકવા માટે યોગ્ય સ્વચ્છતા જાળવો, ભોજન લેતા પહેલા હાથ ધૂઓ અને પાણી ઉકાળીને પીવો.

ડેન્ગ્યુ 
ડેન્ગ્યુનો તાવ મચ્છરોના કારણે થતો એક રોગ છે, જેના સામાન્ય લક્ષણ તાવ, શરીરમાં દર્દ, સાંધાનો દુઃખાવો અને શરીરમાં દાણા થવા છે. આ મચ્છરથી બચવા માટે ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો અને પોતાને કપડાંથી ઢાંકેલા રાખો. 
 
ચિકનગુનિયા 
ચિકનગુનિયા સંક્રમિત એડીઝ એલબોપિક્ટસ મચ્છરોને કરડવાથી થાય છે. આ મચ્છર રોકાયેલા પાણીમાં પ્રજનન કરે છે અને દિવસના અજવાળામાં કરડે છે. ચિકનગુનિયાના સામાન્ય લક્ષણોમાં અચાનક થતો તાવ છે જેના કારણે સાંધાનો દુઃખાવો થાય છે. ચોમાસાની આ બિમારીથી બચવા માટે પાણીના કન્ટેનરને નિયમિત રીતે સાફ કરો અને ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરો.

ટાઇફોઇડ 
ટાઇફોઇડ એક પાણીથી થતો રોગ છે જે ચોમાસા દરમિયાન વધારે થાય છે. ટાયફી બેક્ટેરિયા ટાઇફોઇડ ફેલાય છે. જે દૂષિત પાણી અથવા ભોજનના માધ્યમથી ફેલાય છે. અસ્વચ્છતા પણ આ બિમારીને ફેલાવવાનું કામ કરે છે. ટાઇફોઇડના સામાન્ય લક્ષણ છે - તાવ, માથાનો દુઃખાવો, દર્દ અને ગળામાં દુઃખાવો. આ બિમારીને બચવા માટે નિયમિત રીતે પોતાના હાથ ધોયા અને સડકના કિનારે ભોજન અથવા પાણી પીવાથી બચો અને વધારે માત્રામાં સ્વસ્થ તરલ પદાર્થ પીવો. 
 
વાઇરલ 
તાવ જો કે વાઇરલ છે જે દરેક સિઝનમાં થાય છે, પરંતુ ચોમાસા દરમિયાન તે વધારે થાય છે. વાઇરલ તાવના સામાન્ય લક્ષણ હળવા તાવથી લઇને ગંભીર તાવ સુધી થાય છે. જે શરદી અને ખાંસીની સાથે 3થી 7 દિવસો સુધી રહે છે.

કોલેરા 
કોલેરા ચોમાસાની એક ઘાતક બિમારી છે. જે સામાન્ય રીતે દૂષિત ભોજન અને પાણીના કારણે થાય છે. કોલેરાના કારણે ગંભીર ડાયરિયા કોલેરાના સામાન્ય લક્ષણ છે. સાફ પાણી પીને અને સ્વસ્છતા રાખીને તમે કોલેરાથી બચાવી કરી શકો છો. 
 
લેપ્ટોસ્પાઇરોસિસ 
લેપ્ટોસ્પાઇરોસિસ વેલ સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. જે ગંદા પાણી અથવા ગંદા પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. લેપ્ટોસ્પાઇરોરસિસના સામાન્ય લક્ષણ છે - માથાનો દુઃખાવો, માંસપેશીઓનો દુઃખાવો, તાવ, કંપન અને સોજા. ચોમાસામાં આ બિમારીથી બચવા માટે બહાર ફરતી વખતે તમારાં પગને ઢાંકીને રાખો અને દરેક પ્રકારના ઘાને યોગ્ય રીતે સાફ કરો.

કમળો 
કમળો વાઇરલ સામાન્ય રીતે દૂષિત પાણી અને ભોજનના કારણે ફેલાય છે. કમળોના લક્ષણ કમજોરી, પીળું મૂત્ર, ઉલટી અને યકૃત રોગ છે. આ મોનસૂન પીલિયા રોગથી દૂર રહેવા માટે ઉકાળેલું પાણી અને સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચો. 
 
પેટનું ઇન્ફેક્શન 
ચોમાસું પોતાની સાથે ગંભીર પેટનું ઇન્ફેક્શ જેમ કે ગેસની સમસ્યા પણ લાવે છે. જેના કારણે ઉલટી, ઝાડા, ડાયરિયા અને પેટમાં દર્દ થઇ શકે છે. પેટની સમસ્યાથી બચવા માટે રોડ સાઇડ ફૂડ ખાવાથી બચો, ઉકાળેલું પાણી પીવો અને વધારે માત્રામાં તરલ પદાર્થ પીવો.