SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 31 July 2014


peanut butter
 
પીનટ બટર  આરોગ્ય માટે ખૂબજ લાભકારી છે. આ મગફળી અને વેજિટેબલ આઈલ્સ મિક્સ કરી બને છે. પીનટ બટરમાં જે ફેટ હોય છે તે સેહત માટે લાભકારી છે. આ દિલને આરોગ્યકારીએ અને દિમાગ વધારે છે. પીનટ બટરના લાભ -

કબજિયાત - જો તમારા બાળકને કબજિયાત  છે તો તેને પીનટ બટર લગાડી સેંડવિંચ આપો. આથી તેને રાહત મળશે 
 
એનર્જી-  બાળકોને સવારે બ્રેકફાસ્ટમાં પીનટ બટર આપવાથી આખો  દિવસ એને એનર્જી મળે છે અને ભણતર અને રમવામાં સારુ પરફાર્મ કરે છે. 
 
આંખ માટે- વધારે ટીવી જોતા કે કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહેવાથી બાળકોને નાની વયે ચશ્મા લાગી જાય છે. તેનો ઈલાજ પીનટ બટર એક સારો ઉપાય છે. કારણ કે આથી તમારા બાળકને પ્રોટીન મળશે અને આંખની રોશની વધશે. 
 
વજન વધારવા હાડકા માટે સારા
 
જો તમારો બાળક નબળો છે અને તેનુ  વજન ઓછું છે તો પીનટ બટર ખવડાવો. એમાં સારી માત્રામાં વસા હોય છે. જે તમારા બાળકને વજન વધરવામા મદદ કરે છે. સાથે તેમાં રહેલો કેલ્શિયમથી બાળકોની હાડકા મજબૂત થાય છે. 
 
ભૂખ વધારે અને પોષણ આપવામાં સહાયક 
 
જો તમારું  બાળક ભોજન નથી કરતુ તો એને પીનટ બટર આપો. તેથી તેની ભૂખ વધશે અને તે ભોજન પણ લેશે. આ સિવાય પીનટ બટરમાં કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે ,જે તમારા બાળકમાં પોષણ ની અછત પૂરી પાડે છે. 
વિશ્વભરમાં ઘરનોકરોની કિંમત કોડીની છે-- Kanti Bhutt

કામવાળા પાંચ મિનિટ મોડા આવે ત્યાં શ્વાસ અધ્ધર ચઢે છે, પણ ૧લી તારીખે પગાર આપતાં ચૂંક આવે છે

ડો.થોમસ ફૂલર નામનાં સાહિ‌ત્યકાર જે ડોક્ટર હતા તે તેનાં ઘરકામ કરનારીને ટોણો મારવા કહેતા કે, હોશિયાર અને ચકોર ઘોડીને ડચકારવી પણ પડતી નથી. તો તને સોટી મારવાની વાત ક્યાં રહી? તો ઘરકામવાળીએ સામું ચોપડાવ્યું કે એ વાક્ય તમારે તમારી પત્ની ડોક્ટરાણી-શેઠાણીને કહો કે તે ઘરકામ કરતી નથી. ચરબી અને દવાનું બિલ જ વધારે છે. જર્મનોની એક કહેવત કહેતા કે, જે દેશમાં કામવાળાઓ ધનિક થાય અને શેઠાણીઓ કામ ન કરે તે દેશ ગરીબ જ ગણાય. તે દેશમાં રહેવા જેવું નથી. અમદાવાદ, વડોદરા અને હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની મધ્યમવર્ગની બહેનો સહિ‌ત દેશમાં કોઈ પણ ઘરમાં જો ઘરકામવાળી સવારે ૧૦-૧પ મિનિટ મોડી આવે ત્યાં તેનો શ્વાસ ઊડી જાય છે.

તમે કોઈ પણ પરા કે શહેરમાં જશો તો કામવાળા એક અવાજે ફરિયાદ કરશે કે તમારા મિત્ર નિયમીત પહેલી તારીખે પગાર આપતા નથી આ ફરિયાદ મુંબઈ, અમદાવાદ કે ગુજરાત સૌરાષ્ટ્રની નથી પણ સમગ્ર વિશ્વની છે. જો તમને કામવાળી પાંચ મિનિટ મોડી આવે ત્યાં શ્વાસ અદ્ધર ચઢે છે તો બીચારી કામ વાળીને ૧લી તારીખે નિયમીત પગાર આપોને હું લંડનમાં શિલ્પા ગાંધીને ત્યાં મહેમાન થયેલો ત્યારે તેમને ઘરે ગુજરાતથી આવેલી 'રમા’ રાઠોડ કામ કરતી. તેને દોઢ કલાક કામના રૂ. ૨૦,૦૦૦ આપતી અને 'રમા’ ચાર ઘરનું કામ કરતી. તેથી તેનાં ભાયડાને ગુજરાતમાં મહિ‌ને રૂ. ૬૦૦૦૦ મોકલતી.

તેઓ આજે ભારતના નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અગર કાચી રાષ્ટ્રીય આવકમાં જબ્બર ગુપચુપ વધારો કરે છે. પરંતુ આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક પેનલના સભ્ય નચીકેતભાઈએ ફરિયાદ કરી છે કે માત્ર કામવાળી જ નહીં, દરેક ૧૬ વર્ષના ભારતીય યુવાનનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. મુંબઈ કે અમદાવાદમાં ભાગ્યે જ એવો દિવસ હશે કે તેની 'શેઠાણી’ તેના વર ઘરે આવે ત્યારે કામવાળીની બળતરા ન કાઢે. દિલ્હીમાં એટલું 'સુખ’ છે કે મારી પત્ની કહે છે અમને તો કામવાળા જ મળતા નથી. ઝૂંપડપટ્ટીમાં રહેનારી કામવાળી અને 'ઠામ વાસીદાવાળી’ તેમ જ રસોઈયણો ન આવે તો મારે ત્યાં કામ કરનારી હેમા બોરીચા કહે છે કે તે દિવસે 'શેઠ-શેઠાણી’ રસોઈ જ કરતા નથી. રેસ્ટોરાંમાંથી ઈટલી-ઢોસા મંગાવીને ચલાવી લે છે.

અમારી બાજુના બિલ્ડિંગમાં એક ધનિક રહે છે. તહેવારો કે રવિવારે થેલા ભરી ભરીને કોલાના પીણા લાવે છે કે મીઠાઈ લાવે છે, પણ કામવાળાને આપતા નથી. ફ્રાંસમાં લેબર યુનિયનના નેતાને ઘરનો નોકર ફરિયાદ કરતો હતો કે તેની 'શેઠાણી’ ૩૬પ દિવસમાં ૩૬૦ દિ. બીમાર રહે છે તેનો કંઈક ઉપાય આપો. તો વળી લેબર યુનિયનના નેતાએ કહ્યું કે, એક ઈલાજ છે. 'શેઠાણી’ અને તમારી પત્નીના શરીરના પાર્ટની અદલાબદલી કરતા રહો. હું તેલઅવિવમાં (ઈઝરાયલ) આજથી ૧૩ વર્ષ પહેલાં હીરાબાળા કર્તિીભાઈને ઘરે મહેમાન થયો ત્યારે તેની ગૃહિ‌ણીને શિખામણ મળેલી કે 'વર્ક ઈઝ વર્કશીપ’. ત્યારે તેમને ત્યાં હોંગકોંગના ગુજરાતી વેપારીની પત્ની મહેમાન થયેલી તેણે સરસ ટમકો મુક્યો, 'અરે કર્તિીભાઈ અમારે હોંગકોંગમાં તો ઘરકામ કરનારાને અમારે મહિ‌ને રૂ. ૩૦૦૦૦ આપવા 'પડે છે’ મેં મારા પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં ઘરકામ કરનારા પ્રત્યે થતા 'અન્યાયો’ની વાત કરતી વખતે કહ્યું 'અરે કોઈ શેઠાણી ડોક્ટરને એક ઈન્જેકશનના રૂ. ૧૦૦ આપતા સંકોચાતા નથી.’

તમે ઘરકામવાળાને તમારી માતા કે બહેનની જેમ સાચવો. તે ભાગ્યે જ બગડશે. હોંગકોંગની સરકારે તો ઘણા વર્ષ પહેલા મુંબઈની ગુજરાતી બહેનો પાસે મુંબઈના ઘરકામ કરનારી બાઈઓના જીવન ઉપર સંપૂર્ણ ફિલ્મ ઉતરાવીને ત્યારે ૩૦ મીનીટની ફિલ્મને માટે ૪.૩ લાખ હોંગકોંગ ડોલરની ગ્રાન્ટ મળી હતી. કઠણાઈ એ છે કે ઘરકામવાળીનું પાકું યુનિયન પણ નથી. આજે ભારતમાં ઘરકામ કરનારી બહેનોના સંગઠન રચાયાને ૪૦થી વધુ વર્ષ થયા છે. તેનો મોટો યશ મૂળ સુરતનાં ૮૨ વર્ષના ઈલાબહેન ભટ્ટને જાય છે. ઈલાબહેને મને કહેલુ કે ૬૦ ટકા કામવાળી મહારાષ્ટ્ર-ગુજરાતને-સૌરાષ્ટ્રને ગામડેથી આવે છે.

જો મુંબઈની શેઠાણીનો 'નમાલો’ થયો હોય તેની પત્નીઓ આ કામવાળા 'કાનીયા’ કે 'વિઠ્ઠલા’નો પતિ નંબર ટુ તરીકે 'ઉપયોગ’ પણ કરે છે આજે અમુક અમુક કામવાળી તો સારી સગવડોવાળી થઈ છે તેમની વેબસાઈટ ઉપર ડઝનબંધ જા.ખ. આવે છે. મારી કામવાળી જ તેના પુત્રીને ટોચની ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોકલે છે. તેની જેમ ઘણી બહેનો કહે છે કે 'અમારી દીકરીને મુંબઈ શહેરના એંઠવાડ ધોવા પેદા નથી કરી. તેને ભણાવીશું. અમારા શેઠ કે બેન્ક લોન આપશે તો પરદેશ પણ મોકલીશું’'ન્યુર્યોક ટાઈમ્સ’ જેવા અખબારમાં તો જાહેરખબર કે લેખ પણ લખાય છે. ૧૯-૧૨-૧૩ના ન્યુર્યોક ટાઈમ્સમાં ખબર છપાયેલા કે બ્રાઝિલ કે કોઈપણ ગરીબ દેશની મૂળ ઘરકામવાળી મેનહટ્ટન વિસ્તારમાં કામ માટે મળે છે.

તેને રાખવી હોય તો વર્ષે ૧.૮૦ લાખ ડોલર, પ્લસ ક્રીસમસ બોનસ, પ્લસ ૩૦૦૦ ડોલરના ભાડાવાળું સેન્ટ્રલ પાર્ક વેસ્ટ-વિસ્તારમાં એપાર્ટમેન્ટ રહેવા માટે આપવું પડે છે. ઈલાબહેન ભટ્ટે ૧૯૬૮માં અમદાવાદની કાપડ મિલોમાં કામદારોનું યુનિયન ઘડી પગાર અને રહેવાના પૈસા પ્રથમવાર નક્કી ક્ર્યું. તેમણે સેલ્ફ અમ્પ્લોયડ વીમેન્સ યુનિયન (સેવા) રચયું છે. તેની સભ્ય બહેનોના યુનિયનની સેવીગ્ઝ બેન્ક ઊભી કરી છે. તેવી બેન્કો આખા ભારતમાં હોવી જોઈએ.આજકાલ પરદેશ જ નહીં ભારતમાં કેટલાય ઘરોમાં ઘરકામે કરનારા છે. ઘરને સાફ કરવું, રસોઈ કરવી, શેઠાણીના બાળકોને સંભાળવા, બગીચાના છોડને સાચવવા. મારી કામવાળી હેમા બોરીચા મારી ગેલેરીના તુલસીના ૨૦ કુંડાને સંભાળે છે.

પુરાણા ગ્રીસ અને રોમમાં ઘરનું કામ કરનારા મોટા ભાગના ગરીબ દેશના લોકો હોય તેને ગુલામની જેમ રખાતા. આજે પણ ઘણી પત્નીઓ ત્રસ્ત થઈને બોલે છે 'મારો વર તો મને ગુલામડી તરીકે જ રાખે છે.’ આજે મુંબઈમાં મોટા ભાગના ધનિકના ઘરમાં બેથી ત્રણ ઘરકામવાળી હોય છે. મારા વૈદ મિત્રને ત્યા છ ઘરકામવાળા છે. અમેરિકામાં એક વાત મને ગમી કે ત્યાં મોટે ભાગે પતિ-પત્ની ભેગા મળીને પોતાના ઘરકામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ભારતના કામવાળાને ઈનવીઝીબલ વર્કર્સ કહે છે. એટલા માટે કે મહદઅંશે ઘરકામવાળા પોતાના યુનિયન કરતા નથી. તેના કામના કલાકો ફીક્સ નથી. ભારતમાં ડોમેસ્ટિક વર્કર્સનો પ્રશ્ન એટલો ગંભીર છે કે લંડનના 'ઈકોનોમિસ્ટે’ આ બાબતમાં લેખ લખેલો. સવારે જો દૈનિક છાપુ મોડું આવે તો કંઈ કરી શકતા નથી, પણ કામવાળી મોડી આવે ત્યાં શેઠાણીનો જીવ કાળજે ચોંટે છે.

જેને રામ રાખે – જયશ્રી

[સત્ય ઘટના. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત.]
સિદ્ધિ, મારી ભત્રીજી, મુંબઈના ઝેવિયર ઈન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્પ્યુનિકેશન [Xavier Institute of Communication ] માં બ્રોડકાસ્ટ અને ફોટો જર્નાલીઝમ [broadcast and photo journalism] નો કોર્સ કરી રહી છે. અમારું સંયુક્ત કુટુંબ હોઈ હું પણ ભાઈ-ભાભી સાથે જ રહું છું. ભાઈની દીકરીઓ રિદ્ધિ, સિદ્ધિ મારી દેખરેખમાં જ મોટી થઈ. ભાઈ, ભત્રીજીઓ સાથે તો મને ફાવે જ પણ મારી ભાભી સાથેય મને બહેનપણાં. કોઈ કહી જ ન શકે કે આ નણંદ-ભોજાઈ છે. બધાં જ અમારી બેલડીનાં વખાણ કરે અને ઉદાહરણ આપે કે નણંદ-ભોજાઈ હો તો આવાં હોજો. ભાઈ, ભાભી, બંને મારાથી નાના પણ અમારો ઉંમરભેદ બહુ વરતાય નહીં.
પાંચ વર્ષ પહેલાં રિદ્ધિ પરણીને મલાડમાં (મુંબઈ) સેટલ થઈ. સુખી સંસારમાં એના દિવસો આનંદથી પસાર થાય છે. ત્રણ વર્ષનો એનો દીકરો યશ, કે.જીમાં ભણે છે અને આખા ઘરને આનંદ-કિલ્લોલથી ભર્યું ભર્યું રાખે છે. સિદ્ધિને અહીંનું ભણવાનું પૂરું થયું અને હવે એણે મુંબઈની ઝેવિયર કૉલેજમાં એડમિશન લીધું. વળી ઈશ્વરકૃપાથી કૉલેજની પાસેના જ કોલાબા વિસ્તારમાં એને સ્ટુડન્ટ પેઈંગગેસ્ટ તરીકે રહેવાનું ઠેકાણું પણ મળી ગયું.
તે દિવસે, એટલે કે 11મી જુલાઈના દિવસે રાબેતા મુજબ સિદ્ધિ કૉલેજ ગઈ હતી. ત્યાંથી સાંજના એ રિદ્ધિને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાની હતી એ અમને ખબર હતી.
સાંજના સાડા સાતના સુમારે મેં સમાચાર સાંભળવા ટી.વી. ચાલુ કર્યું અને ‘આજ તક’ ની ચેનલ પર મુંબઈના ટ્રેનોમાં બૉમ્બ બ્લાસ્ટ થયા છે એ સાંભળ્યું. એમાં એક ટ્રેનમાં મલાડ સ્ટેશન પર બ્લાસ્ટ થયાનું સાંભળ્યું એટલે અમને ફાળ પડી. તરત જ રિદ્ધિને મલાડ ફોન જોડ્યો. એણે કહ્યું : ‘રિદ્ધિ મારે ત્યાં નહીં આવી શકે કારણકે ઘણી ટ્રેનોમાં બ્લાસ્ટ થયું છે. એક બ્લાસ્ટ મલાડ સ્ટેશન પર પણ થયું છે. મેં સિદ્ધિને થોડીવાર પહેલાં એના મોબાઈલ પર કૉન્ટેક્ટ કર્યો ત્યારે એ ટૅક્સીમાં બેસીને કોલાબા પાછી જઈ રહી હતી. ઈશ્વરકૃપાથી એ સહીસલામત છે, માટે તમે એની ચિંતા ના કરતાં.’ અમે કૃતજ્ઞતાપૂર્વક પ્રભુનો પાડ માન્યો. રાતના મોડેથી સિદ્ધિનો ફોન આવ્યો. બે-ત્રણ કલાક સુધી મોબાઈલની લાઈનો બંધ કરી દેવામાં આવી હતી એટલે એ અમને કોન્ટેક્ટ નહોતી કરી શકી. એણે કહ્યું, ‘ફોઈ, મમ્મી, પપ્પા, હું ‘ગાયત્રી’ કૃપાથી તદ્દન હેમખેમ છું. આજે શું શું બન્યું અને કેવી કેવી ઘટનાઓ ઘટી એ વિષે હું તમને સવિસ્તર પત્ર લખીને કાલે સવારે સ્પીડ પોસ્ટમાં મોકલી દઈશ.’ અમને હાશ થઈ.
ત્રીજે દિવસે સવારના, એટલે કે 13મી એ સ્પીડ પોસ્ટમાં એનો પત્ર આવ્યો જે અમે બધાંએ રોમાંચિત થઈને ફરી ફરી વાંચ્યો. આ રહ્યો એનો પત્ર :
પૂજ્ય ફોઈ તથા ડીયર મમ્મી, પપ્પા,
રાતના તમને કહ્યું તે પ્રમાણે હું તરત જ તમને પત્ર લખવા બેસી ગઈ.
આજે સવારે, એટલે કે 11મી જુલાઈના દિવસે હંમેશની જેમ હું બપોરના કૉલેજ ગઈ હતી. સાંજના દીદીને ત્યાં યશનો જન્મદિવસ ઊજવવા મલાડ જવાનું હતું એટલે જરા એકસાઈટેડ હતી. કૉલેજમાં પ્રોફેસરનું લૅકચર એટલું બોરિંગ હતું કે ન પૂછો વાત. નૉર્મલી અમારો કલાસ ઘણો જ એક્ટિવ અને પ્રશ્નો પૂછી પૂછીને પ્રોફેસરનો દમ કાઢી નાખે એવો છે. તે દિવસે બધા જ જાણે ઘેનમાં હતા. કોઈ સવાલ-જવાબ કરતું ન હતું અને પ્રોફેસરનો મોનોટોનસ અવાજ એકસરખો કાન પર અથડાયા કરતો હતો. મેં ઘડિયાળમાં જોયું-નાની સોય ચાર પર અને મોટી સોય ત્રણ પર જાણે સ્થિર થઈ ગઈ હતી. ત્રણ પરથી ખસતી જ ન હતી. અમારી કૉલેજ એની અંગ્રેજી ઢબની બાંધણી માટે પ્રચલિત છે. એની મોટી મોટી બારીઓમાંથી આસપાસની લીલોતરી દેખાય છે અને આંખોને અત્યંત રાહત આપે છે. મને દોડીને ખુલ્લા આકાશમાં, લીલાં લીલાં ઝાડોની વચ્ચે જઈને ખુલ્લામાં શ્વાસ લેવાની અદમ્ય ઈચ્છા થઈ આવી. છેવટે મારી સોય છ પર આવી અને સાડાચારનો બેલ વાગ્યો. હું કોઈની પણ રાહ જોયા વગર સડસડાટ બહાર નીકળી ગઈ. મોટે ભાગે લેકચર પછી અમે બહેનપણીઓ મળીને શું શું અસાઈમેન્ટ છે, કૉમ્પ્યુટર પર શું ટાઈપ કરવાનું છે, શું ફીડ કરવાનું છે, કેટલી પ્રિન્ટઆઉટ કાઢવાની છે એની ચર્ચા કરતાં બીજો અડધો પોણો કલાક કાઢી નાખતાં. પણ આજે મને કોઈની સાથે પણ વાત કરવાની ઈચ્છા ન થઈ.
હું તરત જ મારી કોલાબાની રૂમ તરફ ચાલવા માંડી. તમે તો જાણો છો કે મારું રહેઠાણ તાજ હોટલની પછવાડે છે. આમ તો હું કૉલેજથી રૂમ પર જાઉં ત્યારે આંખો અને કાન ખુલ્લા રાખીને જોઉં, જાતજાતના અવાજ સાંભળું, ભાતભાતના લોકોને જોઉં, અહીં નિરીક્ષણ કરું, ત્યાં કંઈ સારું દેખાય તો ઊભી રહું, કદી કદી નાની નાની દુકાનોમાંથી ઉપયોગી કે બિનઉપયોગી વસ્તુઓ પણ ખરીદું. ફૂટપાથ પર વેચવાવાળાઓની ભીડને ચીરતી આનંદથી ઘેર પહોંચું અને કૉફી બનાવીને પીઉં. પણ તે દિવસે મને કશું જ જોવાનું ગમતું ન હતું, જરાય મજા પડતી ન હતી. મારા આખા શરીરમાં એક જાતની અસ્વસ્થતા પ્રસરી રહી હતી. મને થયું કે આ પેલા કંટાળાજનક લેક્ચરની અસર હશે. ચાલ, જરા ગેટવે ઑફ ઈન્ડિયા પાસે જાઉં, ત્યાંની સમુદ્રની તાજી હવામાં મને સારું લાગશે. પણ ત્યાંય મને ચેન ન પડ્યું. જાણે કોઈ માથામાં હથોડાના ઘા કરી રહ્યું હતું, અકળામણ તો એવી થતી હતી કે જાણે હમણાં ઊલટી થઈ જશે.
આવા કપરા સંજોગોમાં આપણા ઘરમાં નાનપણથી ગાયત્રીમંત્ર નો જાપ કરવાનું શીખવવામાં આવ્યું છે. એટલે મેં આંખો મીંચી દીધી અને મંત્રજાપ કરવાનું શરૂ કરી દીધું.
‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’
દાદાજીએ આ મંત્રનો અર્થ મને સ્પષ્ટપણે સમજાવ્યો હતો. ‘ગાદેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ (જેનું ગાન કરવાથી રક્ષણ પ્રાપ્ત થાય છે તે ગાયત્રી.) મને જરા ઠીક લાગ્યું. વિચાર આવ્યો કે મને આટલું અસુખ લાગે છે તો ચાલને દીદીને ત્યાં મલાડ જલદી પહોંચી જાઉં. આજે યશનો જન્મદિવસ પણ છે. દીદીના આલીશાન બંગલામાં, એની પ્રેમભરી કાળજીથી તથા યશની નિર્દોષ કિલકિલાટીથી મને આનંદ મળશે. એટલે મેં એક સ્ટોરમાંથી યશને ભાવતી કીટકેટની ચૉકલેટનો ડબ્બો લીધો અને ચર્ચગેટ સ્ટેશન તરફ ચાલવા માંડી.
સાંજના પાંચ વાગીને પાંચ મિનિટ થઈ હતી. તે તો ઑફિસો અને સ્કૂલો છૂટવાનો સમય. ભીડનું તો પૂછવું જ શું ? એ માનવમહેરામણમાંથી જેમતેમ કરીને ટિકિટબારીએ પહોંચી અને મલાડની ફર્સ્ટ કલાસની ટિકિટ લઈને પ્લૅટફોર્મ પર આવી. દૂરથી મને ઈન્ડિકેટર વંચાતું ન હતું એટલે મેં કોઈને પૂછ્યું, ‘બોરીવલી સ્લો ક્યા પ્લેટફોર્મ પરથી જશે ?’ જવાબ મળ્યો : ‘પ્લેટફોર્મ નંબર ત્રણ.’ હું ત્યાં પહોંચી. મારા હાથમાં બહુ સમય ન હતો. ટ્રેન ભરચક હતી. આમેય આ સમયે ટ્રેનો એટલી ચિક્કાર હોય છે કે લોકો બારણાંના સળિયા પકડીને ફૂટબોર્ડ પર લટકતા લટકતા મુસાફરી કરતા હોય છે. હું લેડિઝ કમ્પાર્ટમેન્ટના ફર્સ્ટકલાસના ડબ્બા પાસે આવી. આખો ડબ્બો ચિક્કાર ભરાયેલો હતો. કેટલીય બહેનો ઊભી ઊભી સફર કરવાની તૈયારીમાં હતી. – ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં પણ ! હું જરા આગળ વધી. બાજુનો જેન્ટસ કમ્પાર્ટમેન્ટ પ્રમાણમાં ઘણો ખાલી હતો. હું એમાં ચઢી ગઈ અને બારી પાસેની એક સીટ પર ગોઠવાઈ ગઈ. ત્યાં તો મોટી ઉંમરના એક ભાઈ આવ્યા અને કહ્યું, ‘દીકરી, અત્યારે આ કમ્પાર્ટમેન્ટમાં ભલે તને જગ્યા મળી ગઈ પણ આગળ જતાં આ ડબ્બો પુરુષોથી એટલો ચિક્કાર ભરાઈ જશે કે તને ઈચ્છિત સ્ટેશને ઊતરવા માટે ધક્કામુક્કી કરીને બારણા સુધી પહોંચવું પડશે. કદી કદી તો લોકો પોતાને જ્યાં ઊતરવાનું હોય છે ત્યાં ઊતરી જ શકતા નથી. માટે મારું માન અને બાજુના લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં જા. એટલીસ્ટ તને પુરુષોના હડદોલા નહીં ખાવા પડે.’ એક તો મને આમેય સારું નહોતું લાગતું ત્યાં વળી આ સજ્જનની કાળજીભરી સલાહ સાંભળીને મને અંદરથી ગુસ્સો આવ્યો છતાંય કમને ઊઠીને જલદી જલદી બાજુવાળા લેડીઝ કંપાર્ટમેન્ટમાં જઈને જેમ તેમ કરીને એક ખૂણામાં ઊભી રહી.
સવા પાંચ થયા અને ટ્રેન ઊપડી. મેં મનમાં ગણતરી કરવા માંડી કે મલાડ પહોંચતાં મને કેટલો સમય લાગશે. એક પછી એક સ્ટેશનો પસાર થવા લાગ્યાં. લોકલ ટ્રેન હતી એટલે દરેક સ્ટેશને લોકો ઊતરતા હતા અને એનાથી બમણા લોકો ટ્રેનમાં ચઢવાની કોશિશ કરતા હતા. દાદર સ્ટેશન ગયું અને મારા માથામાં જાણે શૂળ ઊપડ્યું. મેં પાછો ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દીધો. મોબાઈલ ફોન પર દીદી સાથે વાત કરવાની કોશિશ કરી પણ ‘નેટવર્ક બીઝી’ જોઈને ફોન મૂકી દીધો. લગભગ પોણા છ થયા હતા. મારા મનમાં દ્વિવિધા થવા લાગી, ‘હું શું કરું, આગળના સ્ટેશને ઊતરી જાઉં ? મલાડ પહોંચવાને હજુ બીજો અડધો કલાક લાગશે. ત્યાં જવાથી મને કેટલું સારું લાગશે. યશનો જન્મદિવસ પણ છે. બીજે દિવસે કૉલેજ પણ મોડી છે, વળી મારે દીદી પાસેથી પૈસા પણ લેવાના છે. ભગવાન મને માર્ગદર્શન આપ અને મેં પાછો મંત્ર-જાપ શરૂ કર્યો. આમને આમ બીજાં બે-ત્રણ સ્ટેશનો પસાર થઈ ગયાં. ટ્રેન બાંદ્રા સ્ટેશન પસાર કરી ચૂકી હતી અને ખાર સ્ટેશનના પ્લેટફોર્મ પહોંચવાની તૈયારીમાં હતી. મને પોતાના પર ચીઢ ચઢી. આમ તો હું મક્કમ સ્વભાવની અને જે ધાર્યું હોય તે કરીને જ જંપવાવાળી, મને સમજ ન પડી કે આવું કેમ થાય છે ? મંત્રજાપથી પણ મને કેમ શાંતિ મળતી નથી ? આવી ડામકડોળ સ્થિતિમાં કેમ આવી પડી છું ? ત્યાં તો ખાર સ્ટેશન આવ્યું અને ટ્રેન થોભતાં જ હું એમાંથી કૂદી પડી, જાણે કોઈ ભૂત પાછળ ન પડ્યું હોય ! મને પોતાને જ પોતાના આવા વર્તન માટે નવાઈ લાગી. આવી અસ્વસ્થ હાલતમાં હું કેટલીય વાર દીદીને ત્યાં મલાડ ગઈ હતી અને સાજી થઈને પાછી આવી હતી. આજે કેમ આમ ? મને કોઈ કારણ જડતું ન હતું પણ અંદરથી એવી સ્ફુરણા થતી હતી કે પાછી ઘર ભેગી થઈ જા. હું સ્ટેશનેથી બહાર નીકળી અને પસાર થતી એક ખાલી ટૅક્સીમાં બેસી ગઈ.
સાંજના 6.25 થયા હતા. ટૅક્સીમાં મારો મોબાઈલ રણકવા લાગ્યો. દીદીને ખબર હતી કે હું એને ત્યાં જવાની હતી અને તે પણ ટ્રેનમાં જ. મેં મોબાઈલ કાને માંડ્યો ત્યાં તો દીદીનો ચિંતાતુર અવાજ સાંભળ્યો, ‘સિદ્ધિ, તું ક્યાં છો ? ટ્રેનમાં તો નથી ને ?’ એના અવાજમાં ભય અને ચિંતા ભારોભાર ભર્યાં હતાં. મેં તરત જ જવાબ આપ્યો, ‘ના દીદી, હું ટૅક્સીમાં છું. કોલાબા પાછી જઈ રહી છું.’
‘સારું થયું, હમણાં જ સમાચાર સાંભળ્યા કે મલાડ સ્ટેશન પર ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટ થયો છે.’ એનો અવાજ તરડાઈ ગયો અને સંભળાતો બંધ થઈ ગયો. હું ડઘાઈ ગઈ. મારી આંખે અંધારાં આવ્યાં. મને કંઈ જ સમજ નહોતી પડતી. એક ઠેકાણે સિગ્નલ આગળ ટૅક્સી ઊભી રહી અને મેં કોઈને જોરજોરથી કહેતાં સાંભળ્યો, ‘બોરીવલી લોકલના ફર્સ્ટકલાસના કંપાર્ટમેન્ટમાં મલાડ સ્ટેશન પર બૉમ્બ બ્લાસ્ટ થયો.’ તે વખતે સાંજના 6.40 થયા હતા. હું હતપ્રભ થઈ ગઈ. મેં તમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ લાઈન જ મળતી નહોતી. બધા મોબાઈલ રુટ્સ બંધ કરી દેવામાં આવ્યા હતા. બધે અંધાધૂંધીનું વાતાવરણ છાઈ ગયું હતું.
મારા મનમાં વિચાર આવ્યો કે ઈશ્વરની મારા પર કેટલી કૃપા ! જે ફર્સ્ટકલાસના ડબ્બામાં હું બેસવાની હતી તેમાંથી પેલા સજ્જને મને બીજે મોકલી અને તે છતાં મને એટલો અજંપો અને અકળામણ આપ્યાં કે મને ટ્રેન છોડીને ઊતરી જ જવું પડ્યું ! અને એ જ ટ્રેનમાં ફર્સ્ટકલાસના ડબ્બામાં બૉમ્બ વિસ્ફોટ થયો. મને પેલા સજ્જનનો વિચાર આવ્યો. શું થયું હશે એમનું ? હૃદયમાંથી એક પ્રાર્થના એમના માટે ફૂટી નીકળી. ‘હે ઈશ્વર, તેઓ જ્યાં હોય ત્યાં એમને સલામત રાખજે.’ બીજો વિચાર એય આવ્યો કે સજ્જનના રૂપમાં સાક્ષાત ભગવાન પોતે પધાર્યા હતા કે શું ? એ જે હોય તે. મારું હૃદય કૃતજ્ઞતાથી ગદગદિત થઈ ઊઠ્યું.
ફોઈ, હું રૂમ પર પહોંચી અને પહેલું કામ અગરબત્તીઓ સળગાવીને ઈશ્વરનો ઉપકાર માનવાનું કર્યું. કેવી અદ્દભુત એમની લીલા ! ગાયત્રીમંત્રનું કવચ મારી સતત રક્ષા કરી રહ્યું હતું તે મને હવે સમજાયું.
આ અનુભવે મને અંદરથી હચમચાવી મૂકી છતાં એક જાતની શક્તિ અને સમજણ આપ્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે ગાયત્રી જાપમાં કેટલી શક્તિ છે ! માટે જ તો કહ્યું છે ‘ગાયેન ત્રાયતે ઈતિ ગાયત્રી’ અને કૃતજ્ઞતાપૂર્વક મેં પાછો મંત્ર જાપ શરૂ કર્યો : ‘ૐ ભૂર્ભુવ: સ્વ: | તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ | ધિયો યો ન: પ્રચોદયાત્ |’
તા. ક. : આ પત્ર છેક રાતના બાર વાગે પૂરો કર્યો. સવારે તમને સ્પીડ પોસ્ટથી મોકલી આપીશ. જેથી તમને સત્વરે બીજે દિવસે મળી જાય. અસ્તુ સૌને ખૂબ ખૂબ વ્હાલ.
તમારી સિદ્ધિનાં
વંદન.
जब अंगुलीमाल मर गया तो, 
और भिक्षुओं ने पूछा बुद्ध को, 
भंते! अंगुलीमाल मरकर कहां उत्पन्न हुए? 
बुद्ध ने कहा, भिक्षुओ, 
मेरा वह पुत्र परिनिवृत्त हो गया, 
परिनिर्वाण को उपलब्ध हो गया है। 
अब उसका जन्म नहीं होगा। 
वह जन्म-मरण के पार हो गया है। 
अब वह वापस नहीं लौटेगा। 
भंते, भिक्षुओं ने कहा, 
इतने मनुष्यों को मार कर ? 
भिक्षुओं को भरोसा न आया। 
ऐसा पापी परिनिर्वाण को उपलब्ध हो गया! 
हां भिक्षुओ, बुद्ध ने कहा, 
सोए-सोए उसने बहुत पाप किए, 
लेकिन जागकर पुण्यों से उसने उन्हें काट डाला। 
ऐसे वह शून्यभाव में डूबकर, 
निर्वाण को उपलब्ध हो गया है। 

लेकिन भिक्षुओं ने फिर पूछा, 
भगवान! 
उसे तो ज्यादा समय भिक्षु हुए भी नहीं हुआ, 
उसने पुण्य किए कहां? 
बुद्ध ने कहा, 
कभी-कभी एक पुण्य का छोटा सा कृत्य भी अगर, समग्रता से किया जाए तो, 
सारे पापों को काट डालता है। 
नहीं उसे ज्यादा दिन लगे, 
नहीं ज्यादा दिन वह जीआ, 
लेकिन जब लोग उसे पत्थर मार रहे थे तब, 
वह साक्षी बना रहा, 
यह सबसे बड़ा पुण्य-कृत्य है। 
कर्ता होने में पाप है, 
साक्षी होने में पुण्य है; 
ऐसी अपूर्व बात बुद्ध ने कही। 
ओशो  जय भगवान !! 
Main tumhe niyam nahin deta,
taki tum niyam palkar muje dhokha na de sako.
Main tumhe shashtra nahin deta.
Main tumhe sirf eak hi sutra deta hun: HOSH.
Mahavir se kisi ne puchha:
Sadhu kaun? Aasadhu kaun?
To Mahavir ne yah nahin kaha
jo jain-muni kah rahe hain -
ki jo din ko bhojan kare vah sadhu,
jo raat ko bhojan kare vah aasadhu,
jo pani chhan kar piye vah sadhu,
jo pani chhankar na piye vah aasadhu Nahin.
Mahavir ne vistar ki baten nahin kin.
Mahavir ne kaha,
Aasutta muni: suta aamuni:
jo soya soya jee raha hay - sutta - vah aamuni, vah aasadhu aur
jo jaga jaga jee raha hay - aasutta - vah sadhu, vah muni.
Yahi main tumse kahta hun.
Jagkar, hoshpurvak jiyo.
Mera sutra sidha saral hay:
Behoshi main tum jo bhi karoge vah paap aur
hoshpurvak tum jo bhi karoge vah punya. Osho

Real happiness is not an external stimulation by watching an action movie or eating out or buying a new dress; it is not the result of acquiring something - whether it be a new car or a position, or of receiving some good news. True happiness is not relief from suffering - whether from an illness or a difficult situation, nor is it the achievement of a goal - whether personal or professional. All these are externally dependent, where happiness is confused with stimulation, excitement, achievement, acquisition or reliefHappiness is not all of these. You also know that happiness is not a future promise. It can only be experienced now.

So what is spiritual happiness - perhaps a better way to describespiritual happiness is contentment. This comes from a complete awareness and acceptance of the self as we are now at an internal level, and an acceptance of 'what is' at an external level. Sounds difficult? The highest happiness is bliss which can be experienced only when the soul/self is totally free of all attachment and dependency. Sounds even more difficult? But this is a spiritual understanding and definition of happiness, which is not difficult to accept and make a part of our life, once there is a deep understanding and absorption of spiritual knowledge, but spiritual knowledge which is accurate and complete in all aspects. Spiritual happiness is a direct result of spiritual knowledge. Without complete knowledge of the self, one cannot remain ever and truly happy (happy as per the definition above).
Adding A Spiritual Vibration To My Actions 

My quality of yoga or meditation is reflected through the karmas or actions that I perform. If I add meditation in my daily routine,whatever actions I perform, start carrying a different quality or vibration to them. Work itself (whether at home or in the office), far from being a routine affair and just a medium of survival, becomes the basis of real transformation or change. After all, it was through actions that the soul came down from its original, pure, positive state. It is through actions that it can return back to the same state.

It's not just action for the self but action or karma becomes the means through which I can share the experience I have in meditation, with others – be it family members, my colleagues in the office, at the city mall, in the vegetable market, on the street etc. - just about anywhere and everywhere. My meditation isn't an incognito (invisible) process but a very visible one. I can see the results of yoga through my karmas. If my actions are filled with irritation and anger, or are motivated by emotions such as ego, greed, attachment, jealousy, hatred, etc, or if I do not experience constant happiness or my mind still has a high percentage of waste thoughts, these are indicators that my meditation is inaccurate or insufficient. If there is the experience of a link with the Supreme, his peace, purity, love, joy and power will manifest themselves and be visible to others through my actions.

 


આ બધાં કાંચનમૃગો!

 

દિનકર જોષી

 
મારીચ રાક્ષસ હતો પણ માયાવી રૂપો ધરી શકતો હતો. આ કથા બહુ જાણીતી છે. એણે કાંચનમૃગનું સ્વરૂપ ધારણ કરીને સીતાના મનમાં મોહ પેદા કર્યો. સીતા વિદુષી સ્ત્રી હતાં, શું એ નહોતાં સમજતાં કે હરણ ક્યારેય સુવર્ણમઢ્યું હોઈ શકે નહિ ? રામ સુધ્ધાં સીતાના એ મોહને વશ થયા. શું રામ નહોતા સમજતા કે અરણ્યમાં આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ ? કાંચનમૃગે પેદા કરેલી માયાજાળમાં આ પછી જે બન્યું એ સર્વવિદિત છે. પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક સમાજના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવાં કાંચનમૃગો આવે છે. આવાં કાંચનમૃગો ને પારખવાં દુષ્કર નથી હોતાં. આવું કાંચનમૃગ કદી હોઈ શકે નહિ એ જાણવા સમજવા છતાં રામ અને સીતા ફસાયાં. લક્ષ્મણે એમને ચેતવ્યાં પણ હતાં કે આ મોહ પેદા કરતું કાંચનમૃગ દુઃખદાયક જ હોવું જોઈએ. લક્ષ્મણ જેવા આત્મજનોની ચેતવણી છતાં રામ અને સીતા એ મોહને વશ થયાં. જો રામ અને સીતા પણ આ માયાવી સૃષ્ટિથી સમજવા છતાં મુક્ત થઈ શક્યાં નહિ તો પછી સામાન્ય માણસો પાસેથી આપણે શી રીતે એવી અપેક્ષા રાખી શકીએ ? અને છતાં કોઈકે લક્ષ્મણનું કામ કરવું પડશે. ભલે રોકી ન શકાય તોય કોઈક લક્ષ્મણે કહેવું તો પડશે કે રુક જાઓ, આ જે દેખાય છે, તમે જેના મોહમાં વિવેકભાન ભૂલી રહ્યા છો એ કાંચનમૃગ ભારે માયાવી છે. તમે છેતરાઈ રહ્યા છો.
પૈસે ટકે ઠીક ઠીક સંપન્ન કહેવાય એવા પરિવારમાં હમણાં જવાનું થયું. આ પરિવારમાં લગભગ સાઠેકની વયે પહોંચી ગયેલાં પતિ-પત્ની બે એકલાં જ હતાં. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બંને સાવ નંખાઈ ગયેલાં. બેઉ ટંકના ભોજન માટે ટિફિનની વ્યવસ્થા અને ઘરના રોજિંદા કામકાજ માટે નોકરની વ્યવસ્થા. રાત્રે શયનકક્ષમાં જરૂર પડ્યે પરસ્પર સહાય ન કરી શકે એવી અવસ્થામાં બેઉ જણ એકલાં. એકનો એક દીકરો એના કુટુંબ સાથે વિદેશમાં વસે. વાપરતાં વધી પડે એટલા પૈસા ત્યાંથી મોકલે. વીડિયો કૉન્ફરન્સથી પરસ્પરને હળે મળે ને વાતો કરે. પૌત્ર પૌત્રી પણ હલ્લો હાય કરે- પપ્પા, મમ્મીએ શીખવ્યું હોય એટલું. દાદા કે દાદીના ખોળામાં બેસીને એમના ગાલ પર ચીંટિયા ભરવા એ તો કદાચ આ બાળકોને ડર્ટી પણ લાગે !
માણસે પરિવારની રચના કોઈ ચોક્કસ આયોજનપૂર્વક નહિ કરી હોય પણ કેટલીક પાયાની જરૂરિયાતોને કારણે આવી રચના આપોઆપ થઈ ગઈ હોવી જોઈએ. પરિવાર એ પ્રાકૃતિક ઉત્ક્રાંતિ છે. સેંકડો વરસો પછી પણ માણસની આ મૂળભૂત જરૂરિયાતો એવી ને એવી જ રહી છે એટલે પરિવાર આજ સુધી ટકી રહ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધ પછી આમાં ભારે પરિવર્તન આવ્યું છે. માણસની પ્રાથમિક જરૂરિયાતો બદલાઈ છે એવું નથી. એટલું જ નહિ પણ જે પરિવારો સાથે રહે છે એમાં સુખ-શાંતિ છલોછલ ભર્યાં છે એવુંય નથી. જરૂરિયાતોમાં ખાલીપો વધ્યો છે અને આ ખાલીપા વિશે પૂરી સભાનતા હોવા છતાં પરિવારો તૂટતાં જાય છે અને એનાં અનેક કારણો પૈકી, સામેથી નીતરેલું સહુથી અગત્યનું કારણ કેરિયર નામનું આ ‘માયાવી મૃગ’ છે.
વધુ અભ્યાસ અર્થે કર્ણ પરશુરામ પાસે ગયો હતો. અર્જુન કૈલાસમાં ભગવાન શંકર પાસે ગયો હતો. શિક્ષણ પ્રાપ્તિની પિપાસા પ્રશંસાપાત્ર છે અને પ્રગતિકારક પણ છે. પણ સાંપ્રત કાળમાં જે માતાપિતાઓ પોતાનાં સંતાનોને વિદેશમાં અભ્યાસાર્થે મોકલી રહ્યાં છે તે પૈકી કોઈનો ઉદ્દેશ અભ્યાસ કે શિક્ષણ નથી. જે અભ્યાસ માટે તેઓ જાય છે તે પૈકી ઘણાખરા તો ભારતમાં પણ થઈ શકે એવા હોય છે. આમ છતાં આપણામાં વિકસેલી લઘુતાગ્રંથિને કારણે વિદેશમાં કરેલા અભ્યાસને આપણે ઊંચો દરજ્જો આપીએ છીએ. વિદેશમાં અભ્યાસ અર્થે જનારાઓ પણ વિદેશમાં સ્થાયી થઈને વધુ કમાણી કરવા માટે જ જતા હોય છે. વિદેશોમાં વસતા સરેરાશ ભારતીયો ખરેખર તો કાળી મજૂરી કરતા હોય છે. આ કાળી મજૂરી પછી તેઓ જે બચત કરે છે એ પાઉન્ડ કે ડોલર ખરેખર તો સ્થાનિક રૂપિયો જ હોય છે પણ આપણા દેશની નિર્બળ આર્થિક લેવડદેવડને કારણે પેલો પાઉન્ડ કે ડૉલર રૂપિયા કરતાં ઘણો મોટો લાગે છે.
આ કહેવાતી કૅરિયર જન્મભૂમિ સાથેનાં મૂળિયાં ઉખેડી નાખે છે, સાંસ્કૃતિક ચેતનાનું હનન કરે છે અને જે સંતાનોને જન્મ આપતી વખતે માતાપિતાએ ખુશખુશાલ થઈને પેંડા વહેંચ્યા હોય છે એ જ માતાપિતા એકલવાયી અવસ્થામાં ઊંડા ખાલીપા સાથે ભાડૂતી શબવાહિનીમાં ગોઠવાઈને સ્મશાને પહોંચે છે. આ પછી માત્ર પાઉન્ડ કે ડૉલરના વિનિમય દરના કારણે લાખ બે લાખને મોટી રકમ મનાવીને પેલાં વિદેશી સંતાનો અહીં કુળદેવીએ કે જ્ઞાતિ સંસ્થામાં સદ્દગતના સ્મરણાર્થે દાન કરે છે.
નિષેધ અભ્યાસનો નથી, નિષેધ વધુ શિક્ષણ મેળવવાનો નથી. નિષેધ આ કાંચનમૃગને સમજવાનો છે. કૅરિયર એટલે મૃગના શરીર ઉપર ચમકતો સુવર્ણનો રંગ નથી. કૅરિયર એટલે સમર્થ અને સમૃધ્ધ જીવન, એવું જીવન કે જેમાં શિક્ષણ અને અધ્યયન તો હોય જ પણ આપણો પોતાનો પરિવાર, સમાજ, સંસ્કૃતિ આ બધાંના ઊર્ધ્વીકરણમાં આપણું પણ કંઈક યોગદાન હોય જ. જે સાંસ્કૃતિક વારસો જન્મતાંવેંત આપણને મળ્યો છે એ વારસામાં મુઠ્ઠીભર ઉમેરો કરીને જે જાય છે એણે જ કૅરિયર બનાવી છે.
કૅરિયર જેવો જ બીજો છેતરામણો શબ્દ ડેવલપમેન્ટ છે. આમ તો કોઈપણ વિકાસને આપણે પ્રચલિત અંગ્રેજી ભાષાના આ શબ્દથી ઓળખીએ છીએ. મુંબઈનો બહુ વિકાસ થયો છે આવો શબ્દ જ્યારે હું સાંભળું છું ત્યારે મારા મનમાં વિકાસની વ્યાખ્યા વિશે અવઢવ થવા માંડે છે. છેલ્લાં પચીસ પચાસ વરસમાં વસતિ ચાર ગણી થઈ ગઈ, વેપાર ઉદ્યોગ દશ વીસ ગણો વધ્યો. છૂટાછવાયા વિશાળ બંગલાઓમાં બંગલાના માલિકો અને ભાડૂઆતો પણ કોઈપણ પ્રકારના ડર કે ચિંતા વિના વસતા હતા. હવે આ વિકસિત થયેલા શહેરમાં પાંચ ટકા વસતિ પાસે અપાર સંપત્તિ છે. લાખોની સંખ્યામાં વસતા લોકો પાસે જાજરૂ નથી, ખાવા ધાન નથી. સવારે ઘરની બહાર ગયેલી વ્યક્તિ સાંજે સુરક્ષિત પાછી ફરે ત્યારે જ હાશ થાય એવો ભય સામાન્ય પ્રજામાં ફેલાયેલો છે. અહીં ઉલ્લેખ ભલે મુંબઈનો કર્યો હોય પણ આ પરિસ્થિતિ બધાં જ મહાનગરોને લાગુ પડે છે. સરકારી ચોપડે મોટરોની સંખ્યા, વધેલી વસતિ, નવાં બંધાયેલાં મકાનો, વ્યાપારી ધોરણે થતી લેવડદેવડો, બેંકોના મોટા મોટા આંકડા આ બધાને ડૅવલેપમેન્ટ કહે છે. ડૅવલેપમેન્ટની આ વ્યાખ્યાનો સ્વીકાર કરતાં પહેલાં સમજી લેવું જોઈએ કે જેમ અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધાર સ્ત્રીઓના વનિતા વિશ્રામો આ બધું સમાજમાં ઉપયોગી હોવા છતાં એને વિકાસ ન કહેવાય. શાળાઓની તથા અન્ય શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધી છે, શેરીએ શેરીએ મહાલય જેવાં એરકંડિશન્ડ કોચિંગ ક્લાસો ફાલ્યા કૂલ્યા છે પણ એ શિક્ષણધામો નથી પરંતુ, શિક્ષણ ઈન્ડસ્ટ્રી છે. શિક્ષણના નામે અર્થહીન પાઠ્યપુસ્તકો ગોખાવતી હાટડીઓ છે. અહીં નવી પેઢી કેળવાતી નથી. માત્ર ‘રટ્ટો’ કરીને સર્ટિફિકેટોની લૂંટફાટ કરે છે. આ લૂંટફાટ સહુથી મોટા પ્રમાણમાં તો આ શિક્ષણ સંસ્થાના માલિકો કરતા હોય છે. શિક્ષણના નામે લગભગ ઘણાખરા રાજકારણીઓ પોતાના પરિવારની શાળા કે કૉલેજો ખોલીને ધમધોકાર ‘વિકાસ’ સાધી રહ્યા છે.
ડૅવલેપમેન્ટ ઉપરાંત આજકાલ ‘રિડેવલેપમેટ’ શબ્દ ખાસ્સો પ્રચલિત બન્યો છે. આનો અર્થ એવો થાય છે કે ડેવલેપમેન્ટ તો પૂરેપૂરું થઈ ચૂક્યું છે અને હવે જે ‘ડેવલપ્ડ’ જ છે એને વધુ વિકસિત કરવું. જે સમાજમાં લાખો નહિ બલકે કરોડો સ્ત્રી પુરુષો અને બાળકો ભૂખ્યાં સૂતાં હોય, જેમને અંગ ઢાંકવા પૂરતાં વસ્ત્રોય ન હોય, શિક્ષણ કે તબીબી સારવાર ન હોય, ઠંડીગાર કે ધોધમાર વરસતા વરસાદની રાત્રિએ માથે છાપરું ન હોય અને છતાં બધું ‘ડેવલપ્ડ’ થઈ ચૂક્યું છે એમ માનીને આપણે ‘રિડેવલપ-મેન્ટ’ કરી છીએ. વરસોવરસ વિકાસના નામે છેતરામણા આંકડા આપીને આપણે આપણી જાતને છેતરી રહ્યાં છીએ. આ છેતરપિંડી એટલી હદે આગળ વધેલી છે કે એને સમજવા માટે એક નાનકડું ઉદાહરણ જોઈએ.
આંકડાશાસ્ત્રના એક વિદ્વાન પ્રાધ્યાપક એક વાર પોતાના પરિવાર સાથે પિકનિક માટે ગયા. પિકનિકના ચોક્કસ સ્થાને પહોંચવા માટે રસ્તામાં એક નદી ઓળંગવી પડતી હતી. નદી કંઈ ખાસ મોટી નહોતી. પ્રોફેસરે નદીના એક કાંઠે ઊભા રહીને જોયું કે નદી ખાસ ઊંડી પણ લાગતી નથી. એક લાંબું બાંબુ હાથમાં લઈને નદીની ઊંડાઈ માપવા માંડી. નદી કાંઠા ઉપર એક ફૂટ ઊંડી હતી. સહેજ આગળ જતાં એની ઊંડાઈ અઢી ફૂટ હતી. એનાથી સહેજ આગળ જતા આ ઊંડાઈ છ ફૂટ થઈ જતી હતી અને ફરીવાર સામા કાંઠે પહોંચતાં એની ઊંડાઈ એક કે બે ફૂટ થઈ જતી હતી. પ્રોફેસરે આ બધા માપની સરેરાશ કાઢી તો એ ત્રણ ફૂટ આવતી હતી. પ્રોફેસર પોતે, એમનાં પત્ની અને પરિવારના બીજા સભ્યોની ઊંચાઈ ત્રણ ફૂટથી તો વધારે હતી જ. પ્રોફેસરે પોતે આગળ ચાલીને સહુને કહ્યું – ‘આ નદીની ઊંડાઈ ત્રણ ફૂટથી વધુ નથી એટલે આપણે સહુ સુખરૂપ સામે પહોંચી જઈશું.’ પ્રોફેસરનું આંકડાશાસ્ત્ર સાચું હતું પણ પરિણામ સાવ વિપરિત આવ્યું. ત્રણ ફૂટની સરેરાશ ઊંડાઈવાળી નદીમાં છ ફૂટની ઊંડાઈવાળા પ્રવાહમાં વચ્ચે સહુ ડૂબી ગયા.
આપણા દેશમાં વિદ્વાનો કહેવાતા આ આંકડાશાસ્ત્રીઓ વિકાસના નામે આવી જ ગમ્મત કરી રહ્યા છે. દેશના પ્રત્યેક નાગરિકની સરેરાશ માસિક આવક પાંચ કે છ હજાર રૂપિયા છે અને એક ટંક ભોજન ત્રણ કે ચાર રૂપિયામાં થઈ શકે છે એવા સરકારી આંકડા આપણે થોડા મહિનાઓ પહેલાં જ વાંચ્યા હતા. દુર્ભાગ્યે આ આંકડાશાસ્ત્રીઓ પોતે ડૂબતા નથી પણ બીજાને ડુબાડે છે.
કૅરિયર અને ડૅવલેપમેન્ટ જેવો જ એક માયાવી શબ્દ પ્રગતિ પણ છે. એક માણસ ચોક્કસ દિશામાં હેતુપૂર્વક દશ વીસ માઈલ ચાલે તો એણે પ્રગતિ કરી કહેવાય, પણ એને કોઈ ચોક્કસ દિશાનું ભાન જ ન હોય, ક્યાં અને શા માટે જવું છે એની ગતાગમ પણ ન હોય અને છતાં કોઈક કેડી ઉપર દશ વીસ માઈલ ચાલી નાખે તો એને પ્રગતિ કહેવાય ખરી ?માત્ર ચાલવું એ પ્રગતિ – progress નથી. તાડના ઝાડ ઉપર કોઈ માણસ અત્યંત કષ્ટપૂર્વક ચડી જાય પણ ઝાડ ઉપરથી કશું પણ ઉતારવાનું ન હોય તો એ ચડવાથી એણે પ્રગતિ કરી છે એમ ન કહેવાય. સ્ત્રીભ્રૂણની ગર્ભાવસ્થામાં જ હત્યા કરીને જો આપણે દેશની વસતિ ઘટાડીએ તો એને કુટુંબનિયોજનમાં પ્રગતિ કરી છે એમ ન કહેવાય, એણે સામાજિક સંતુલનને હાનિ કરી છે એમ જ કહેવાય. માત્ર કશુંક કરવું એ પ્રગતિનો હેતુ નથી. કર્યા પછી કશુંક સામાજિક સ્તરે સિધ્ધ થાય એ વધુ મહત્વનું છે.
છેલ્લા દશકામાં ક્મ્પ્યૂટરો અને મોબાઈલ ફોનની સંખ્યા કરોડોમાં વધી છે. ટૅલિવિઝન માત્ર ઘરે ઘરે જ નહિ, ઝૂંપડે ઝૂંપડે પહોંચ્યાં છે. જે ઝૂંપડાંઓ કે ઘરોમાં કુદરતી હાજતે જવા માટે શૌચાલયો પણ નથી ત્યાં ટી.વી., મોબાઈલ કે કમ્પ્યૂટરે પોતાની જગ્યા કરી લીધી છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ્યાં પીવાનું ચોખ્ખું પાણી પણ ઉપલબ્ધ થતું નથી ત્યાં મોબાઈલ કે ટી.વી. એ પોતાની જગ્યા કરી લીધી છે. ગ્લોબલાઈઝેશન કે લિબરલાઈઝેશનના નામે જે વિદેશી ચીજવસ્તુઓ આપણને દશ રૂપિયામાં ઘરે બેઠા મળે છે એનું જ સ્વદેશી ઉત્પાદન આપણને બમણું કે ત્રણ ગણું મોંઘું પડે છે, આઈ.પી.એલ. ક્રિકેટના નામે ઊભી બજારે ક્રિકેટરો કહેવાતા કાળા માથાના માણસો સરેઆમ વેચાય છે. આ બધું પ્રગતિ કહેવાય ખરું ? સવા અબજની વસતિવાળા આપણા દેશમાં સિત્તેર કરોડ મોબાઈલ ફોનધારકો છે. આની સામે લગભગ પચાસ કરોડ માણસો પાસે શૌચાલાય નથી. હાથમાં મોબાઈલ ધારણ કરીને કોઈ પુરુષ કે સ્ત્રી ક્યાંક ખૂણે ખાંચરે જાહેરમાં શૌચ ક્રિયા માટે બેઠો હોય એ દ્રશ્ય કેવું વરવું લાગે છે ! અહીં મોબાઈલ એ પ્રગતિ કહેવાય કે ગંદકી કહેવાય ?
થોડા વરસો પહેલાં એક બૅંક સ્ટાફની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ તરીકે હું સેવારત હતો. બૅંકના નાના મોટા કર્મચારીઓ અહીં સમાંતરે જુદા જુદા બૅંકિંગ વિષયો ઉપર તાલીમ મેળવવા આવતા. એક જુવાન અને પ્રશિક્ષિત માણસની અધ્યાપક તરીકે વરણી થઈ. આ અધ્યાપક સાવ નવોસવો હતો એટલે વર્ગમાં હું એને મુશ્કેલી ન પડે એ માટે વિશેષ કાળજી લેતો હતો. પ્રત્યેક વર્ગને અંતે હું એને પૂછતો કે વર્ગમાં પ્રતિભાગીઓ કેવો પ્રતિભાવ આપે છે ? જવાબમાં એ હંમેશાં કહેતો – ‘ભારે ઉમળકાભેર પ્રતિભાવ સાંપડે છે.’ એક વાર મેં એની જાણ બહાર એના વર્ગનો પ્રતિભાવ જાણવા ખંડની દીવાલ પાસે ઊભો રહ્યો. વર્ગના પચીસેક જેટલા પ્રતિભાગીઓ પૈકી કોઈ એની વાત સાંભળતા નહોતા. બધા જ અશિસ્તથી શોરબકોર કરતા હતા. પેલો અધ્યાપક આ શોરબકોરને ઉવેખીને પોતાની વાત કર્યે રાખતો હતો અને વર્ગમાં જાણે શાકપીઠ હોય એવું વાતાવરણ હતું.
જંગલોનો નાશ કરીને ત્યાં ઈમારતો ખડકી દેવી અથવા સિમેન્ટની સડકો બનાવી દેવી એને માત્ર પ્રગતિ ન કહેવાય. અરણ્યોનો વિસ્તાર વધે એ પણ જરૂરી છે અને એટલે ક્યારેક ક્યાંક જંગલોનો વિકાસ થાય તો એ પણ પ્રગતિ જ છે. માણસે માત્ર પોતાની ભૌતિક સગડોના વધારાને પ્રગતિ કહી છે પણ પ્રકૃતિ પાસે એના પોતાના માપદંડો માણસ સહિત જીવમાત્ર માટે ઘડાયેલા છે.
થોડા દશકાઓ પહેલાં શાળાના અભ્યાસક્રમોમાં પર્યાવરણ શબ્દ પ્રચલિત નહોતો આમ છતાં એનું આડકતરું શિક્ષણ ભૂગોળના વિષયમાં સમાવિષ્ટ થઈ જતું હતું. પ્રાથમિક શાળામાં જ આપણને ઋતુઓ વિશે શિખવાડાતું, શિયાળો, ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુઓ ઠંડી, ગરમી અને વરસાદ સાથે સંકળાયેલી છે અને ભારત જ એક એવો દેશ છે કે જ્યાં આ ત્રણેય ઋતુઓ ચોક્કસ સમયસર આવે છે અને જાય છે એવું કહેવામાં આવતું. ઋતુ શબ્દ જ સંસ્કૃતના ઋત એટલે શબ્દ પરથી બન્યો છે. ઋત એટલે પરમ સત્ય. પ્રાકૃતિક ધોરણે ઠંડી, ગરમી અને વરસાદનું આવવું જવું ત્યારે પરમ સત્ય મનાતું હતું એટલે આના માટે ઋતુ શબ્દ બન્યો. પણ હવે આજે એવું નથી રહ્યું. શિયાળામાં ગરમી, ઉનાળામાં વરસાદ કે ચોમાસામાં પણ બધું કોરું ધાકોર હોય એ સહજ થઈ ગયું છે. હજારો વરસોથી જે પરમ સત્ય હતું એને કોણે ઊલટાવ્યું ? પ્રકૃતિ માણસના અટકચાળા લાંબો વખત સહન કરી શકતી નથી. અન્યથા દુનિયાની સાત અબજની વર્તમાન વસતિને તો શું આવનારી પેઢીઓને સુધ્ધાં, પ્રત્યેકને ઘર, વસ્ત્ર અને આહાર પ્રાપ્ત થાય એટલી સમૃદ્ધિ એની પાસે છે જ. માણસે પોતે જ આ અસંતુલનો સર્જ્યાં છે અને હવે આ બધાને એ પ્રગતિ કે વિકાસ જેવાં છેતરામણાં કાંચનમૃગથી ઓળખાવે છે.