SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 12 July 2014

એક
મીઠી માટીની
ભીની ખુશ્બુ થી તરબર અલ્હાદાયક
ઉતેજીત સવાર ..
નવી ઉમંગો
નવા તરંગો
નવા વિચારો
સંગ એક નવો દિવસ મુબારક ...

મિત્રો
જીલો ...કરલો અપને ખ્વાબ પૂર્ણ .

આ કૂકડાનું કુકડે કૂક ને આ પક્ષીઓનો કલરવ
નક્કી આ સુર્યની સવારી લાગે છે ..

આ ઇન્દ્રધનુંષી રંગો રેલાયા છે આભમાં
આ સોનેરી પ્રભાતની રંગત મને સારી લાગે છે ..

આ રંગબેરંગી પતંગિયું આમ ઉડ્યા કરે છે ફૂલો પર
આ પતંગિયાની પ્રીત મને અનેરી લાગે છે…

પરોઢના એ સૂરજ ! હવે તપતો નહિ તું
ફૂલો પરની આ ‘શબનમ’ મને પ્યારી લાગે છે ..

આવે છે માટીની મીઠી સુગંધ ને આ લહેરાતો ઠંડો પવન
આ હવાની હેલી મને ન્યારી લાગે છે ..

ઉઠીને પ્રથમ આભાર માનું હું તારો ઓ ખુદા !
તારી બનાવેલી આ દુનિયા મને નિરાલી લાગે છે ..

હે ખુદા! આ બધી સુંદરતા તારી જ દેન છે
ને તને જ આ બધું આભારી લાગે છે…
તને જ આ બધું આભારી લાગે છે ….

---- દિલીપ સોમૈયા 

No comments:

Post a Comment