SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 26 July 2014

ફળ અને ગાજરના રસ તમારા આયુષ્યમાં વધારો કરે છે

Kanti Bhatt
ફળ અને ગાજરના રસ તમારા આયુષ્યમાં વધારો કરે છે
- ફળ અને ગાજરના રસ તમારા આયુષ્યમાં વધારો કરે છે
- તંદુરસ્તીની ચાવી; ગાજરના રસને પચાવવામાં હોજરીને કસરત કરવી પડતી નથી અને તે ભૂખ લગાડનારો છે
 
તમારા પતિ વ્હિસ્કી કે વોડકા કે દારૂ છોડતા નથી? તેને વહાલા સોગંદ કે જે કોઈ સાઈબાબા કે રણછોડરાયજી ક બીજા દેવમાં માનતા હોય તેના સોગંદ આપીને કહો કે વ્હિસ્કીમા થોડોક સંતરા, મોસંબી કે દાડમનો રસ ભેળવીને ઘરે બેસી પીવે. નુકસાનને બદલે ફાયદો કરશે, ઉપરાંત વ્હિસ્કીની અવળી અસરને મારી નાખશે. લંડનમાં મેરીઓટ એડીસન હોટેલ્સ છે, તેના દરેક દારૂના બારમાં દારૂના બારના માલિકને હુકમ ક્ર્યો છે કે, ફ્રૂટની કોકટેલ સાથે દારૂ આપો. બ્રિટનમાં ઠેર ઠેર આવા 'જ્યુસ ટેઈલ્સ’ બાર ખુલી ગયા છે.
 
ત્યાં હવે નીત નવી ચીજો વ્હિસ્કીમાં ઉમેરે છે. મશરૂમ પણ ઉમેરે છે. ૬-૭-૧૪ના રોજ લંડનનું અંગ્રેજી અખબાર લખે છે કે 'દારૂના બારમાં લંડનમાં ૨૦૧૪ના જૂનમાં જે કોકટેલ ઓર્ડર કરાયેલી તેમા અડધોઅડધ ફળના રસવાળી વ્હિસ્કી હતી બ્રિટિશ સ્પેસ એન્જિનિયર અલાન બોન્ડ કહે છે કે અમે અવકાશ યાત્રામાં તો ક્રાંતિ આણી છે, પણ અવકાશ યાત્રીના ખાનપાનમાં પણ ક્રાંતિ લાવ્યા છીએ. તેમને જે પીણા અપાય છે તેમાં વ્હિસ્કી સાથે ફ્રૂટ જુઈસ આપવાના પ્રયોગ કરીએ છીએ.
 
જ્હોન ગ્લેન નામના અમેરિકાના પ્રથમ અવકાશ યાત્રીએ કહ્યું કે, મને તો ક્યુબ સ્વરૂપમાં કે પાવડર સ્વરૂપમાં ખાવાનું મળતું. હું કંટાળી જતો. એ પછી એપોલો યાનના યાત્રીને પ્રથમવાર ફ્રૂટ કોકટેલ પીવા મળી. ૭૨ જાતનાં ખાવાપીવાના પદાર્થો મળતા. અરે અવકાશ યાનમાં ફીઝર અને રેફ્રીજરેટર પણ હતા. અરે તમને નવાઈ લાગશે કે હવે ભારતીય અવકાશ યાત્રી માટે વેજીટેબલ મેનુ (વાનગી) પણ તૈયાર હોય છે. હવે તો રીતસર અવકાશ યાનમાં ડાઈનીંગ ટેબલ હોય છે, સલાડ-પત્તી અને ગાજર પણ મળે છે.
 
હવે ગુજરાતી પત્નીએ પતિને કહેવું જોઈએ કે, 'ઘરે બેસીને શાંતિથી પીઓ. સોમરસ કે દીવ્યરસ એકાંતમાં શાંતિથી પીવાતો. તમે ઘોંઘાટીયા દારૂના બારને બદલે શરદપૂર્ણિમા હોય ત્યારે ઘરની અગાશીમાં પત્ની સાથે બેસીને જ્યુસ-ટેઈલ પીઓ. હું તમે કહો તેવો ફ્રૂટનો જ્યુસ બનાવી દઈશ વ્હિસ્કી સાથે ભેળવીને.’ચાલો તમારામાંથી થોડાક જ વાચકો વ્હિસ્કીની ટેવવાળા હશે. તેને થોડા ખુશ કરવા ઉપરનું થોડુંક તેમને ગમે તેવું લખ્યું છે, પણ એટલીસ્ટ આપણા ગુજરાતીઓની હોજરી હરગીઝ વ્હિસ્કી નથી, જ નથી.
 
તેના બાપદાદા શાકભાજીના રસ પીતા. ગાંધીજી સ્થાપિત ઉરૂલીકાંચનના નિસર્ગોપચાર આશ્રમમાં ૧૯પ૬માં હું ગયો, ત્યારે સવારે સૌપ્રથમ અમને બધા જ 'દરદી’ને ગાજર કે પાલખ કે મેથીનો રસ પીવા અપાતો. ગાંધીજીએ તે માટે ખાસ મશીન-હાથે ચલાવવાનું મગાવેલું. જોકે હવે યાંત્રિક મશીનથી રસ નીકળે છે. હવે તો શહેરના માણસને પણ કહેવું પડતું નથી. રેંકડીમાં જ્યુસના સંચા હોય છે. હું પહેલો વહેલો જન્મભૂમિમાં પત્રકાર બન્યો ત્યારે મને લાગ્યું કે સવારે ફ્રૂટ જ્યુસ પીવાની ટેવને હું કેમ સંતોષીશ?
 
તો મને આજના તંત્રી કુદન વ્યાસ હતા તેમણે કહ્યું 'અરે આપણી ઓફિસ નીચે જ ફ્રૂટ જ્યુસની દુકાન એક મુસ્લિમ ચલાવે છે, ત્યાં જે કહો તે ફ્રૂટના રસ મળશે. આજે તો કાંદિવલી નામના પરામાં એક રેંકડીમાં ગાજરના રસનો સંચો મુકીને એક મુસ્લિમ સૌને ફળ, શાકભાજીના રસ પીવરાવે છે. છેલ્લા ઘણાં વર્ષોથી સતત સતત ત્રીજું વિશ્વયુદ્ધ થશે તેવો ડર બતાવાય છે પણ યુદ્ધ થતું નથી. કેમ? અરે યુરોપ-અમેરિકા જ નહીં પણ મુસ્લિમ દેશોમાંય ફ્રૂટના જ્યુસ ખુબ પીવાય છે (રમઝાનમાં ખાસ) આ જ્યુસ પણ એક કારણ હોય. અફઘાનિસ્તાનના ત્રાસવાદી દળના સૈનિકોને ફ્રૂટ જુઈસ જ પીવરાવવા જોઈએ
 

બ્રાઝિલના વર્લ્ડકપ ફૂટબોલમાંથી ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડને તો ક્યારનું 'નાળિયેર પકડાવી’ દેવાયેલું. (બાકીની મેચોમાંથી આઉટ) પણ, પણ બ્રાઝિલના ત્રણેક સ્ટેડીયમમાં નાળિયેરનું પાણી, ગાજર-કાકડીનું કચુંબર સાથે બ્રેડ, લીંબુનો રસ અને ફ્રૂટના જ્યૂસ મળતા હતા. તે પીવા માટે ઓસ્ટ્રેલિયનો અને અંગ્રેજ ખેલાડી રોકાઈ ગયેલા. હવે તો ફ્રૂટ જ્યુસ ભેળવેલો વોડકા કે વ્હિસ્કીની કેમ જ્યુસ-ટેબ બનાવવી તેની રીતો છપાઈને બ્રાઝિલમાં બહાર પડે છે, પણ સૌથી લોકપ્રિય રસ હોય તો ગાજરનો રસ છે.
 

આજે મુંબઈમા શેરીએ શેરીએ ગાજરના રસ મળતા થયા છે. જોકે આપણા સૌરાષ્ટ્રના દેશી ગાજર મળતા નથી. ચીનના ગાજર મળે છે. પણ નહીં 'મામા કરતાં કાણો મામો સારો’. હું તો ૪૮ વર્ષ પહેલાં આખો મહિ‌નો ગાજર અને સંતરાના રસ ઉપર જ ઉરૂલીકાંચનમાં રહ્યો હતો. આજે તમામ શહેરોમાં મુંબઈથી માંડી રાજકોટ સુધી ૪૦થી ૬૦ ટકા બહેનો અદોદળી (ભંભા જેવી) હોય છે. તેને તમે તળેલું ખાવાનું છોડવાનું કહો અને સવારે માત્ર ગાજરનો રસ પીવે તો તેણે કોલેસ્ટરલ ઘટાડવાની દવા લેવી નહીં પડે.
 
ભારતીય ડો. રાહુલ પોતલુરી જે બર્મીગહામ (ઈગ્લેંડ) યુનિ.ના કાર્ડિઓલોજીસ્ટ કહે છે, તે કહે છે કે બ્રેસ્ટ કેન્સરને વકરાવવામાં વધુ પડતી ચરબી અને કોલેસ્ટરોલ છે. તેને માટે ગાજરનો રસ દવા બને છે.
હવે આપણે માત્ર ગાજરનો રસ જે સહેલાઈથી હાથવગો છે તેનો એક ગુણ તો જાણી લઈએ. તમે જમતાં પહેલાં ૨પથી ૩૦ મીનીટે ગાજરનો રસ પીઓ તો તે 'એપીટાઈઝર’ ભૂખ લગાડનારો બને છે. ગાજરનો રસને પચાવવામાં હોજરીને કસરત કરવી પડતી નથી. યુરોપમાં મેયોકલીનીકમાં પણ ઉરૂલીકાંચનની જેમ ગાજરનો રસ દરદીને અપાય છે.
 
હવે મેયોકલીનીકના ડોક્ટર કહે છે કે હું પોતે ગાજરનો રસ પીઉં છું કે કચુંબર ખાઉં છું તે પછી ૧૨ વર્ષથી મારે ચશ્મા બદલવા પડયા નથી. આંખો સારી રહી છે. વાળ ખરતા નથી. ગાજરમાં ગળપણ છે, તેથી ડાયાબીટીસવાળાએ ડરવું નહીં. તેની જ સ્યુગર (શર્કરા) હોય છે તે શર્કરા સારી રીતે બ્લડ સ્યુગરનું નિયંત્રણ છે. ગાજરની 'શર્કરા’ જલદી પચી જાય છે. તેથી જ ગાજરને પ‌શ્ચિ‌મના વિજ્ઞાનીઓ એપીટાઈઝર કહે છે

No comments:

Post a Comment