SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 21 August 2014

દિવસના અંતે બહુ થાકી જાઓ છો? તો ઘરે બેઠા જ આ ઉપચાર કરીને થઈ જાઓ રીલેક્સ


અમદાવાદ, 18 ઓગસ્ટ

તમને ઘણી વખત વીચાર આવતો હશે કે બોલિવૂડ સ્ટાર્સ અને સ્પોર્ટ સેલેબ્સ આટલી મહેનત કર્યા પછી ખૂબ થાકી જતા હશા ત્યારે રીલેક્સ થવા માટે શુ ઉપચાર કરતાં હશે. આમ તો આ સેલેબ્સ માટે તેમના ઈસ્ટ્રંક્ટર ઘણી મહેનત કરતાં હોય છે પરંતુ તમારે તેવા કોઈ ઈંસ્ટ્રકટરની જરૂર નથી. કારણકે અમે આજે અમે તેમને એવી ઘરગથ્થુ ટીપ્સ આપવાના છીએ કે જેનાથી તમે આખા દિવસના કામ પછી ઘરે જ રિલેક્સ થઈને થાકને બાય બાય કહી શકો છો.

  • જો તમારી ઓફિસમાં રેસ્ટ રૂમ હોય તો કામ દરમિયાન કમરમાં દુખાવો થાય તો સુવિધા પ્રમાણે ચિંતા મુક્ત થઈને સુઈ જાઓ. આંખો બંધ કરી દો અને શરીરને ઢીલુ મુકી દો. પરિણામે થોડા સમયમાં જ તમે ઘણું સારુ ફીલ કરશો. આ પદ્ધતિ તમે ઘરે આવીને પણ 10-15 મીનિટ માટે કરી શકો છો.
  • સતત કામની વચ્ચે થોડો સમય કાઢીને વાતાવરણ પ્રમાણેનું અથવા તમારુ મનગમતુ પીણું લો જેથી તમને ફ્રેશ ફિલીંગ્સ આવશે
  • થાકના કારણે થતાં માથાના દુખાવાને દૂર કરવા માટે ડિફ્રીજમાંથી થોડા ફ્રોઝન વટાણા લઈને અથવા જો આઈસ બેગ ઘરમાં રાખતા હોવ તો તેને થોડી 5-10 મીનિટ આંખો પર મુકો. અહીં તમે ઠંડા બટાકા અથવા કાકડીની ચીપ્સ પણ ઉપયોગ કરી શકો છો. આંખોને ઠંડક મળશે તો માથાની રક્ત વાહિનીઓ ખુલશે અને માથાનો દુખાવો દૂર થશે.
  • વધારે સમય સુધી ઊભા રહેવાથી અથવા ચાલવાના કારણે પગમાં કે એડીમાં દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને પગ બોળી રાખો. પગની પીડા ઘણી બધી ઓછી થઈ જશે.
  • કામની વચ્ચે બ્રેક ના મળતો હોય તો તમારી સીટ પર જ આંખો બંધ કરીને તેના પર હથેળી ઢાંકીને પણ 5-10 મીનિટ બેસવાથી તમને ઘણી રાહત મળશે
  • હંમેશા સ્ટ્રેસ ફ્રિ થઈને કામ કરો જેથી દિવસના અંતે તમને ઘણો ઓછો થાક લાગશે.
  • બહુ થાક લાગ્યો હોય ત્યારે ગરમ પાણીને બોટલમાં અથવા હોટ વોટરબેગમાં ભરીને જ્યાં પીડા થતી હોય ત્યાં શેક કરવો જેથી દર્દ પણ દૂર થશે અને ઘણું રિલેક્સ લાગશે
  • દરેક સમસ્યાને બાય-બાય કહેવાનો સૌથી સારો રસ્તો છે કે ખુશ રહો

No comments:

Post a Comment