વડોદરાનુ અક્ષર રસોડુ
વડોદરાનુ સૌથી મોટુ રસોડુ...જયાં રોજ બને છે 2 લાખ રોટલીઓ
એક લાખ બાળકો માટે તૈયાર થાય છે ભોજન
વાંચો મેગા કીચનની રસપ્રદ વિગતો..એક ક્લીક પર
કોઈ વિભક્ત પરિવારના ઘરના રસોડામાં દરરોજ એક સમયે ત્રણથી ચાર વ્યક્તિઓનું ભોજન બનતુ હશે, સંયુક્ત કુટુંબમાં દસેક જણાંની રસોઈ બનતી હશે, કોઈ પૈસાદાર વ્યક્તિના ઘરે માંગલિક પ્રસંગ હોય તો બે હજાર કે, પાંચ હજાર લોકોનો જમણવાર થતો હશે અને કોઈ મંદિરનો ભંડારો હોય તો કદાચ વીસ હજારથી પચ્ચીસ હજાર લોકોની રસોઈ તૈયાર થતી હશે પરંતુ, તમને જાણીને આશ્ચર્ય થશે કે, વડોદરામાં એક એવુ રસોડુ છે જ્યાં દરરોજ એક લાખ વિદ્યાર્થીઓ માટે રસોઈ બની રહી છે. શહેરના ગોત્રી રોડ પરની હરિનગર પાણીની ટાંકી પાસેની અક્ષય ફાઉન્ડેશન સંસ્થામાં વડોદરાનુ સૌથી મોટુ રસોડુ ધમધમી રહ્યુ છે.
600 સ્કૂલોનુ ભોજન તૈયાર થાય છે
જ્યાં વડોદરા કોર્પોરેશનની તમામ સ્કૂલો તથા વડોદરા ગ્રામ્ય,વાઘોડિયા અને પાદરાની લગભગ ૬૦૦ સ્કૂલોનું મધ્યાહન ભોજન તૈયાર કરવામાં આવે છે. એક લાખ વિદ્યાર્થીઓ માટે દરરોજ નિયમીત ભોજન તૈયાર કરતી આ મેગા ફુડ ફેક્ટરીના ઓપરેશન મેનેજર તુષાર ડાંગે કહે છે કે, અમારે ત્યાં રસોડાનો કારભાર સંભાળવા માટે કોર્પોરેટ સિસ્ટમનો અમલ થાય છે. અહીં પરચેઝ,પ્રોડક્શન, સ્ટોર, ડિસ્ટ્રીબ્યુશન, મેઈન્ટેનન્સ, એકાઉન્ટ્સ અને એચઆર જેવા વિભાગોમાં કુલ ૨૫૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે અને તેઓની દિવસ-રાતની મહેનતને પરિણામે અમે દરરોજ સરેરાશ એક લાખ જેટલા વિદ્યાર્થીઓને રિસેસના સમયેભાવતા ભોજન પિરસવામાં સફળતા હાંસલ કરી શક્યા છીએ.
રસોડામાં તૈયાર થતું મેન્યુ
રસોડામાં તૈયાર થતું મેન્યુ
એક લાખ બાળકોને સમયસર ભોજન પૂરૃ પાડતી મેગા ફુડફેક્ટરીના સંચાલનની આખેઆખી સિસ્ટમ ઈન્ટરેસ્ટિંગ છે. અહીં અઠવાડિયાના અલગ-અલગ વારે જુદુજુદુ મેન્યૂ તૈયાર કરવામાં આવે છે. જેમાં દાળ-ભાત, રોટલી-શાક, ખીચડી અને દાળ-ઢોકળી સહિતના વ્યંજનોનો સમાવેશ થાય છે. ઉપરાંત, સપ્તાહના એક દિવસે વિદ્યાર્થીઓને સ્વીટ તરીકે સુખડી પણ પિરસવામાં આવે છે.

એક લાખ વિદ્યાર્થી માટે દાળ-ભાત કેવી રીતે બનાવવા?
એક લાખ વિદ્યાર્થી માટે દાળ-ભાત કેવી રીતે બનાવવા?
વડોદરાના સૌથી વિશાળ રસોડામાં એક લાખ વિદ્યાર્થીઓ માટેદાળ-ભાત બનાવવામાં ગણતરીના કલાકો જ લાગે છે. અહીં,કુલડ્રોન નામની મહાકાય કઢાઈઓ મૌજુદ છે. એક લાખવિદ્યાર્થીઓ માટે ભાત તૈયાર કરવા માટે સાતેક કઢાઈમાં ચોખા અને જરૃરિયાત મુજબ પાણી ભરવામાં આવે છે અને ત્યારપછી બોઈલરથી તેમાં સ્ટિમ આપીને ભાત તૈયાર કરવામાં આવે છે.તેવી જ રીતે ૨૪૦૦ કિલોગ્રામ, ૧૨૦૦ કિલોગ્રામ અને ૩૦૦કિલોગ્રામની કેપેસિટી વાળા દાળના કુલડ્રોન પણ છે. જેમાં દાળબનાવવમાં આવે છે. પરંતુ, તેમાં મસાલો મેન્યુઅલી જ કરાય છે.
રાત્રે અઢી વાગ્યાથી રસોઈ બનાવવાની કવાયત
શાળામાં સવાર પાળીમાં સાડા નવ વાગ્યે અને બપોરની પાળીમાં દોઢ વાગ્યે રિસેસ પડે છે. જેથી વિદ્યાર્થીઓને રિસેસના સમયે ભોજન મળે તે માટે નિયમીતતા અત્યંત જરૃરી છે. જેથી રસોડામાં એક લાખ વિદ્યાર્થીઓ માટે સમયસર ભોજન પૂરૃ પાડવા માટે રાત્રેઅઢી વાગ્યાથી કવાયત શરૃ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે,હાઈજેનિક ફુડ તૈયાર કરવા સાથે રસોડાની સ્વચ્છતા પણએટલી જ જરૃરી છે. રસોડાના સંચાલકો માટે ગર્વની વાત એ છે કે,રસોઈના પ્રોડક્શનથી માંડીને તેની સ્વચ્છતા સુધીના તમામપ્રોસેસમાં રખાયેલી ચોકસાઈને કારણે તેને આઈએસઓ ૨૨૦૦૦નુંસર્ટિફિકેટ મળ્યુ છે.
રસોડાને આઈએસઓનું સર્ટીફિકેટ
રસોડાને આઈએસઓનું સર્ટીફિકેટ
દિવસ દરમિયાન એક લાખ વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર કરતી આફુડ ફેક્ટરીમાં વાસણ ખખડવાનો એટલો અવાજ થતો હતો કે, તેના લીધે જબરદસ્ત નોઈઝ પોલ્યુશન થતુ હતુ. જેને કંટ્રોલમાં રાખવા માટે અહીં નોઈઝ પ્રુફ શેડ બનાવવામાં આવ્યો છે. ઉપરાંત,રસોડામાંથી નીકળતા ધૂમાડાને કારણે વાતાવરણમાં કાર્બનનુ પ્રમાણ વધતુ અટકાવવા માટે ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અહીં, રસોઈ બનાવવા માટે આરઓથી પ્રોસેસ કરેલુ પાણી ઉપયોગમાં લેવાય છે. આરઓ સિસ્ટમમાંથી બિનઉપયોગી નીકળતા પાણીને ગાર્ડનમાં છાંટી દેવાય છે.
દરરોજ ૨ લાખ રોટલી બને છે
કલ્પના કરો કે, તમારે ગણતરી ના સમયમાં બે લાખ રોટલીબનાવવી હોય તો તમે શુ કરશો..? આ સવાલ વાંચીને તમે પહેલા તો માથુ ખંજવાળઅક્ષર શો અને ત્યારપછી વિચારોના ઘોડા દોડતામૂકશો. પરંતુ, મધ્યાહન ભોજન તૈયાર કરતી મેગા ફુડ ફેક્ટરીમાં રોજની બે લાખ રોટલી બનાવવી રમત વાત છે. અહીં, રોટલીબનાવવા માટેની ઓટોમેટિક અને જાયન્ટ મશીનરી છે. જેના દ્વારા લોટ બાંધવાથી માંડીને રોટલી શેકવા સુધીના તમામ પ્રોસેસ એકસાથે થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે, આ મશીન ઉપર એકકલાકની ૪૦ હજાર રોટલી તૈયાર થાય છે.
No comments:
Post a Comment