SANKLAN
DINESH GOGARI'S BLOG
SANKLAN
SANKLAN
Monday, 15 September 2014
માનવીને બાદ કરો તો પુસ્તક જેવી અદભુત વસ્તુ દુનિયામાં બીજી એકેય નથી
ચિંતન: વી.એમ.વાળંદ
કાકા સાહેબના પ્રવાસ વર્ણન અંગેનું પુસ્તક વાંચીએ તો આપણે જાણે વિશ્વનો પ્રવાસ ખેડતા હોઈએ તેવું લાગે છે. કુદરત સાથે એકરૂપ બની જતા હોઈએ તેવું લાગે છે.
Books are my best friends આ વાક્ય દર્શાવે છે કે, સારા વ્યક્તિત્વ માટે પુસ્તક વાંચન જરૂરી છે. તે પણ ઉચ્ચ જ્ઞાાનનાં પુસ્તક જ. આમ તો આપણું વાંચન જ આપણા જીવનનું પ્રતિબિંબ છે. પુસ્તક વાંચો તેને વિશે વિચારો, સમજો અને તમે અંદરથી બદલાતા જાઓ તમને ખબરે ય ન પડે કે આ ગુણ તમારામાં ક્યાંથી આવ્યો?
A good Book is Man's friend, Philosopher and guide. સારું પુસ્તક માનવીનો મિત્ર જ નહીં, પણ તત્ત્વચિંતક અને માર્ગદર્શક પણ બની શકે છે. આ ઉક્તિ એક અંગ્રેજ કવિની છે. ગાંધીજીને પણ પ્રેરણા આવી હોય તો તે 'in to the last' નામના પુસ્તકમાંથી સત્યાગ્રહની પ્રેરણા તેમને આ પુસ્તકમાંથી જ મળી અને એ માર્ગે આગળ વધી ગાંધીજીએ ભારત માતાને ગુલામીમાંથી મુક્તિ અપાવી. વળી ગીતા અને બાઈબલ જેવા ધર્મગ્રંથો પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તેઓ આપણને સુખ-દુઃખમાં સાથ આપે છે. સમભાવપૂર્વક રહેવાની પ્રેરણા આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને મુશ્કેલીમાં સહિષ્ણુતા રાખવાની પ્રેરણા મળે છે. સ્વામી વિવેકાનંદનું પુસ્તક આપણને સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે. તો વળી ગાંધીજીનું'સત્યના પ્રયોગો' વાંચીએ તો નિખાલસતા અને સત્ય પર જીવન ટકાવવાની પ્રેરણા મળે છે. કાકા સાહેબના પ્રવાસ વર્ણન અંગેનું પુસ્તક વાંચીએ તો આપણે જાણે વિશ્વનો પ્રવાસ ખેડતા હોઈએ તેવું લાગે છે. કુદરત સાથે એકરૂપ બની જતા હોઈએ તેવું લાગે છે. વિજ્ઞાાન વિષયક પુસ્તકના વાંચનથી અવનવી શોધોની માહિતી પ્રાપ્ત થાય છે. અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોમાં બહાર લાવવા પણ આવાં જ્ઞાાનસભર પુસ્તકો જ ભાગ ભજવે છે. સારાં પુસ્તકો આપણી અનેક સમસ્યાઓનું સમાધાન કરી આપતાં હોય છે. ગાંધીજી કહેતા હતા કે, "જ્યારે જ્યારે હું મૂંઝાતો ત્યારે દરેક વખતે મને ગીતાએ જ માર્ગ શોધી આપ્યો છે." સારાં પુસ્તકો આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. માનવીનાં સાચા સાથી પુસ્તકો જ છે. કેવાં પુસ્તકો તમે વાંચો છો? તે ઉપરથી તમારા વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. આ તો થઈ ઉત્તમ પુસ્તકોની વાત, પણ નીચલી હલકી કક્ષાનાં છીછરાં પુસ્તકોનું વાંચન માનવીને બરબાદીના માર્ગે લઈ જાય છે તેથી તેવાં પુસ્તકોને સ્પર્શ પણ ન કરવો જોઈએ. આજના વર્તમાન ટેલિવિઝનના યુગમાં પુસ્તકોનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે. લોકો પાસે પુસ્તકો વાંચવાનો કે લાઈબ્રેરીમાં જવાનો સમય રહ્યો નથી. લોકોની રુચિ પણ બદલાઈ છે. પરિણામે વાચકોની સંખ્યા ઘટતી ચાલી છે. આમ છતાં સારા ઉત્તમ પુસ્તકોનું જીવનમાં એટલું જ મહત્ત્વ છે. સંસ્કારી કુટુંબોમાં તેનું સ્થાન છે જ. ચાલો આપણે પણ આવા જીવન ઘડતર ઉત્તમ પુસ્તકો સાથે મૈત્રી કરીએ. તેમને આપણા જીવનમાં સ્થાન આપી તેની પાસેથી યોગ્ય સંસ્કાર અને માર્ગદર્શન મેળવીએ.
પુસ્તકો આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની એવી મહોબ્બત છે કે,
પુસ્તકની સાથે તે હસે છે, રોએ છે, ઉદાસ થઈ જાય છે,
આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાાન,
માહિતી કંઈ કેટલુંય સંયોજીત થઈને તેમાંથી પુસ્તક બને છે. દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તકો એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment