SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 24 July 2014

તારા હોઠે જે અજબ મુસ્કાન છે,
મારા માટે એ જ તો ભયસ્થાન છે.
આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.
જેઓ તારા નામની રચના કરે.
એ બધા અક્ષર ખરા ધનવાન છે.
ઓરડો ભરચક છે તારી યાદથી,
એ જ મારો કિંમતી સામાન છે.
પ્રેમથી તુંના નિહાળે કોઈને,
એમાં તો તારું ફકત નુક્શાન છે.
સાવ છેલ્લી પંક્તિમાં બેસું ભલે,
કેટલાંના દિલમાં મારું સ્થાન છે.
- રાકેશ હાંસલિયા

No comments:

Post a Comment