આપણું સૌથી મોટું સ્વજન એટલે ઘર....... કવિતાની કેડીએ... - નલિની માડગાંવકર
ગમે ત્યાં જઈએ તો પણ આપણાં પગલાં ઘર તરફ પાછાં વળવાનાં છે.
ઘરની વ્યક્તિઓ આપણને આવકારે એ પહેલાં બે બારણાંના
બાહુ ફેલાવીને ઘર જ આપણું સ્વાગત કરતું હોય છે
ઘર
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને
મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવી પડે
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી
ઉતારીને પગરખાં, ભાર-ટોપીનાય-માથેથી ઉતારીને,
અને આ હાથ બે પહોળા કરીને
‘હાશ’ કહો,
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સહેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી?
ને ઘર તમે કોને કહો છો?
--- નિરંજન ભગત

No comments:
Post a Comment