SANKLAN

SANKLAN
SANKLAN

Friday, 15 August 2014

- ઉમાશંકર જોશી
clip_image001_thumb.jpg
દેશ તો આઝાદ થાતો થઇ ગયો,
તેં શું કર્યું ?

દેશ જો બરબાદ થાતાં રહી ગયો
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
દેશ તો આઝાદ થાતાં થઇ ગયો, તેં શું કર્યું ?

‘લાંચ-રુશવત, ઢીલ, સત્તાદોર, મામા-માસીના,
કાળા બજારો, મોંધવારી : ના સીમા !’
-રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિરે ન આવે ન, જો ! તેં શું કર્યું ?

આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવી હરપળે ;
સ્વાતંત્ર્યના ગઢકાંકરા : કરવત ગળે
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુલભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે.

હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી
હો હિંદ સુરભિત ફૂલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી
Print Friendly

No comments:

Post a Comment