જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો,
ધરતીને કિરણો અડકે એમ જ્યારે તમને અડ્યો.
નાનકડો એક રજકણ હું તો
ક્યાં ઓળંગું સીમા? ધૂળ અને ઢેફાની માફક પડ્યો હતો માટીમાં; પીંડ તમે બાંધ્યો મારો તો હું ય ચાકડે ચડ્યો. જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
એક સવારે આમ તમારું
સવાર જેવું મળવું; છાતી અંદર રોકાયું ના રોકાતું કૂંપળવું! પવન વગર પણ પાન ઉપરથી ઝાકળ જેવું દડ્યો. જડ્યો જડ્યો હું જડ્યો છેવટે મને ખરેખર જડ્યો.
- અનિલ ચાવડા
|
No comments:
Post a Comment