SANKLAN
DINESH GOGARI'S BLOG
SANKLAN
SANKLAN
Wednesday, 20 August 2014
અમિતાભ બચ્ચન, એક સમજવા જેવા માનવ દેહ
Kanti Bhatt
- અમિતાભ બચ્ચન, એક સમજવા જેવા માનવ દેહ
- વન મેન ઈન્ડસ્ટ્રી; તેઓ કદી નવરા બેસી શકતા નથી, તેમને તો મરતાં સુધી ''યુદ્ધ’’ લડવું છે, લડે છે
૧૯૪૨માં જન્મ થયો એટલે ભારતે આઝાદી માટે ક્રાંતિ શરૂ કરી ત્યારથી તેમણે જિંદગીનું 'યુદ્ધ’ શરૂ પણ કર્યું છે. ૧૮૦થી વધુ ફિલ્મોમાં અથાક કામ કરનારા અમિતાભને ફિલ્મી દુનિયાવાળા એંગ્રીયંગમેન કહે છે, પણ તેમને રૂબરૂ મળો તો તદ્દન શાંત માણસ છે. હું એમને પાર્લાના બેઠા ઘાટના મકાને મળ્યો તો મહાત્મા દેહ લાગ્યા. ૧૯૭૦ના દાયકાથી ૧૯૮૦ના દોઢ બે દાયકા સુધી ફિલ્મોમાં ડિરેક્ટર ફ્રેન્કોઈઝ ટ% ફોટ અમિતાભને ''વન મેન ઈન્ડસ્ટ્રી’’ કહેતા.
અલ્હાબાદમાં ૧૧ ઓક્ટોબર ૧૯૪૨ના તેજી બચ્ચનને પેટે જન્મેલા અમિતાભ ભારત નહીં દુનિયા ઉપર આજે ૭૨-૭૨ વર્ષથી છવાયેલા છે... ફિલ્મી એવોર્ડની તેમને કાંઈ પડી નથી. તેમનો જુહુનો આખો બંગલો ભરાઈ જાય ''એટલા’’ છે. મેં તેમને મળવાની ઈચ્છા બતાવી તો જે ટાઈમ આપેલો તે ટાઈમે જ મળ્યા. હું ઉતાવળે ટિકિટ વગર કાંદિવલીથી વિલેપાર્લે જતી ટ્રેનમાં બેઠો. ટિકિટ ચેકર આવ્યો. મેં મારી ઓળખાણ આપી અને અમિતાભને મળવા જાઉં છું, તેમ કહ્યું તો ટિકિટ ચેકર ઓછો ઓછો થઈ ગયો.
૧૯૪૨માં જન્મ થયો એટલે અમિતાભનું નામ તેજી બચ્ચન- હરિવંશરાય બચ્ચને ''ઈન્કીલાબ’’ પાડેલું. આજે તેમની ટી.વી. સિરિયલનું નામ ક્રાંતિ નથી પણ ''યુદ્ધ’’ છે .હરિવંશરાય બચ્ચનને હિન્દી કવિ સુમિત્રાનંદન પંતે કહ્યું કે દીકરાનું આવું નામ ન રાખો. પંત સાહેબે તેમનું નામ 'અમિતાભ’ રાખેલું. તેમની અટક સરનેઈમ)કોઈ ભાગ્યે જ જાણે છે. અમિતાભ - હરિવંશનરાયની અટક શ્રીવાસ્તવ છે. પણ પિતાએ અમિતાભ બાળક જેવો નિર્દોષ દેખાતો હતો એટલે 'બચ્ચન’ અટક રાખી. આજે અમિતાભ માતા-પિતા વિહોણા છે.
આ ૭૨ની ઉંમરે પણ માતા તેજી યાદ આવે છે. (પિતા મરણ ૨૦૦૩-માતા મરણ ૨૦૦૭) તેજી બચ્ચનને પોતાને બચપણથી જ અભિનય-નાટકનો શોખ હતો. તેજીને ફિલ્મમાં રોલ પણ મળ્યો. તેજી બચ્ચને જ અમિતાભની ભાવિ કારકિર્દીનો નિર્ણય કરીને તેમને અભિનયમાં પાંગર્યો છે. અમિતાભ ભાગ્યે જ જિંદગીમાં નિષ્ફળ ગયા છે, પણ તેમણે તેમની હીટ ગયેલી ફિલ્મ 'શોલે’ની રીમેક (રામ ગોપાલવર્માની)માં કામ કર્યું અને મીઝરેબલી ફિલ્મ ફેઈલ ગઈ.બીજી એક ''શાંતારામ’’ નામની તેમની વિદેશી ફિલ્મ મીરા નાયરે ડાયરેક્ટ કરેલી, બબ્બે વખત રિલીઝ થઈ, પણ કોઈ 'જોવા જ’ ન ગયું આજે ફિલ્મ અભરાઈ ઉપર છે. ૨૦૦૦માં નવી કારકિર્દી ટી.વી.માં શરૂ કરી તેનું નામ તમે જાણો છો.
''હૂ વોન્ટસ ટુ બી મિલિયોનેર.’’ આ સિરીયલ અમિતાભ સહન ન કરી શકે એવી હીટ ગઈ.આરબ દેશોમાં અને અમારી યુવાનીમાં તો અમિતાભ લાડીલા થઈ ગયા. તો જયા બચ્ચન કહે છે કે અમિતાભને ફિલ્મમાં લાવનાર સ્વ. ઈન્દિરા ગાંધી છે. જોકે એક વખત તો ફિલ્મ જગતે તેમના ઉપર ૧પ વર્ષનો પ્રતિબંધ નિષ્ફળ રીતે લગાવેલો. 'ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકનો રિપોર્ટ લખે છે કે (૧૧-૧૨-૧૨) કે અમિતાભ ૭૦ના થયા છે, તો પણ તે ફિલ્મમાં કામ કરે છે. તો ઘણાં કાંતિ ભટ્ટ ૮પ વર્ષે લખે તો હજી અમિતાભ તો જુવાન છે.
હજીય અમિતાભને દિલીપકુમારનું આકર્ષણ છે. દિલીપકુમારે અમિતાભને પત્ર લખ્યો ત્યાં તો અમિતાભ અભિભૂત થઈ ગયા. ઓછા ઓછા થઈ ગયા. દિલીપકુમારે સૂચન કર્યું છે કે અમિતાભને ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ. આવો કાગળ વાંચી અમિતાભે કહેલું કે આવા કાગળથી મને 'પ્રેરણા’ મળી છે. દિલીપકુમાર આજે ૮૯ના થયા છે અને લોકો ઈચ્છે છે કે દિલીપ ૧૦૦ વર્ષથી વધુ જીવે. અમારે મન તો હજી દિલીપ જ શ્રેષ્ઠ હીરો છે. જોકે રાજ કપૂરના ચાહકોને ખોટું લાગશે.
એની-વે તમે રાજેશ ખન્ના, દિલીપકુમાર, રાજકુમાર, અમિતાભ બચ્ચન કેટલાનાં નામો લખશો? એક્ટરો સાથે ડિરેક્ટરો અને પ્રોડયુસરોને પણ યશ છે. હોંગકોંગમાં 'મેડમ તુસાદ’ના મ્યુઝિયમમાં અમિતાભનું મીણનું પૂતળું છે. એવા ભારતના ફિલ્મનાં કલાકારોનાં પૂતળા રાખવા જાય તો ડઝનથી વધુ થાય. જોધપુર યુનિવર્સિટીએ અમિતાભને માનદ ડોક્ટોરેટની ડિગ્રી આપીને ડો. અમિતાભ બનાવ્યા છે, પણ અમિતાભ માટે તો સુમિત્રાનંદ પંતનું અમિતાભ નામ શ્રેષ્ઠ છે. ઓસ્ટ્રેલિયાની લા-ટ્રોબ યુનિવર્સિટીએ અમિતાભના નામની સ્કોલરશીપ જાહેર કરી છે.
અરે ભાઈ તેમના માનદ એવોર્ડ લખવા જાઉં તો ઘણા બધા દૈનિકો જોઈએ. દિવ્ય ભાસ્કરના બે અંકો તો અમિતાભને વર્ણવવા જોઈએ જ. ''ઈન્ડિયા-ટુ-ડેએ અમિતાભની’’ લાઈફ જર્ની લખી છે તે તો સાવ અધૂરી અને અમિતાભને અન્યાય કરનારી છે. (૧) અમિતાભે હોલીવૂડની અમેરિકન ફિલ્મમાં ૨૦૧૩માં શ્રીગણેશ કર્યા. તેનું નામ હતું 'ધ ગ્રેટ ગેટ્સબે.’’ તેમાં અમિતાભ બિનયહૂદી ભારતીય રોલ ભજવે છે. 'બિનયહૂદી’ એટલે લખ્યું છે કે યહૂદી બને તો પેલેસ્ટાઈનીઓ જેમના તેઓ મોસ્ટ ફેવરિટ છે તેમને ખોટું લાગે.
(૨) અમિતાભ ફિલ્મમાં કામ ન કરે તો શું કરે? તેમને તો અભિવ્યક્ત -પ્રગટ થવું એ જિંદગીભરનો પ્રોબ્લેમ છે. પોતાની જાતને પેશ ન કરે તો તેઓ મૂંઝાઈને મરી જાય. તેમના પિતા હરિવંશરાય કવિ તરીકે વિખ્યાત હતા ત્યારે અલ્હાબાદમાં કદી ફિલ્મ જોવા ગયા નહોતા. હરિવંશરાય કહે છે કે અમિતાભને નૈનિતાલની ''શેરવૂડ કોલેજમાં ભણવા મોકલ્યો ત્યાં અભિનયનો ચસકો લાગ્યો. એ માત્ર ફિલ્મોનો જ માસ્ટર નથી. દિલ્હી યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. અમિતાભ બચ્ચન કહે છે કે તેમની માતા તેજી બચ્ચને અમિતાભની ઊજળી કારકિર્દી માટે અભિનયનો ભોગ આપી ગૃહિણી થવાનું રાખ્યું.
બાળકોને ઉર્છેયા. નહીંતર બોલીવૂડમાં તેજી બચ્ચનના ઘણા ચાહકો હતા. કહેવાની જરૂર નથી કે અમિતાભે ફિલ્મસ્ટાર જયા ભાદૂડી સાથે લગ્ન કરી તેને બચ્ચન બનાવી છે. તેમને શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન નામના બે બાળકો છે. શ્વેતા દિલ્હીનાં બિઝનેસમેનને પરણી છે. (૩) એક જમાનો રાજેશ ખન્નાનો હતો. વારંવાર લખ્યું છે પણ ત્યારે અમિતાભે તેમની સાથે ફિલ્મ 'આનંદ’માં ડોક્ટરનો સપોર્ટિંગ રોલ ભજવેલો. આવું અનેક વખત લખીએ તો પણ ખોટું નથી. અમારી છેક ત્રીજી કે ચોથી પેઢી મારા જીવતા જાણશે. ઘણું જીવો અમિતાભ અને મારા વાચકો
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment