બહાર જમવાનાં બહાનાં હજાર! (ગુરુમંત્ર) - સોનલ મોદી
વખત-કવખત ખાવા ઉપરાંત આપણામાંના ઘણાં વ્યસનરૂપી ઝેર પણ,
શરીરમાં રેડે જાય છે.
કંપનીઓના ખર્ચે પ્રવાસ કરનારા બહારનું ગ્રેવીવાળુંફૂડ, ચટાકેદાર અથાણાં,
મેંદાની નાન તથા ક્યારેક ડ્રિંક્સ લઈને સતત શરીરની અવગણના કરે છે.
હમણાં લગ્નોની સીઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે 'ઝેર ખાય પણ ઘેર ન ખાય'
કહેવત વારંવાર સાંભળવા મળી. આ કહેવત આપણને સહુને લાગુ પડે છે.
લગ્નો, મિત્રોની પાર્ટી, એવોર્ડ ફંક્શન, સહકર્મચારીનું બોનસ કે પ્રમોશન,
બર્થડે, એનિવર્સરી, જનોઈ, વાસ્તુ, મેંદી, સંગીતસંધ્યા...ઓ હો હો...
બહાર જમવાનાં હજાર બહાનાં! "શું થાય ભાઈ! અમારે ને એમને તો સંબંધ જ એવો છે કે જવું જ પડે..." (અને જમવું જ પડે!)
પેલી કહેવત યાદ છેને! " માગ્યા વિના મા'ય ન પીરસે."
બુફે જમણવારોનુંય એવું જ છે.
તમારી ઇચ્છા વગર કોઈ તમને પરાણે જમાડી શકતું નથી.
આપણે જ ઝેર ખાઈએ છીએ પણ ઘેર નથી ખાતા.
યુવાવર્ગ માટે આ કહેવત ઔર સાચી સાબિત થાય છે.
બહાર ખાવાનું ખૂબ જ કોમન થઈ ગયું છે. દરેક શહેરની પાછી અમુક સ્પેશિયલ જગ્યાઓ હોય! જેમ કે, અમદાવાદમાં રાયપુરનાં ભજિયાં, નાગરની ચોળાફળી, ગુજરાતના દાળવળા... ઇત્યાદિ!
કો'કવાર આ ચટાકા કરી લેવામાં વાંધો નથી. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે,
આ જગ્યાઓની આદત પડે છે અને બહાર ખાવાનું વ્યસન ઘર કરી જાય છે.
ઉપવાસ, મિતાહાર કે ચોવિહારનું મહત્ત્વ આધુનિક સમયમાં સમજવું વધુ જરૂરી બની ગયું છે. યોગાસનોનો અભ્યાસ કરનારને સાત્ત્વિક ખોરાક, રાજસી ખોરાક અને તામસી ખોરાકની સમજણ હોય છે. આહારની સીધી અસર વ્યક્તિના મૂડ પર પડતી હોય છે.
પ્રાચીન ઋષિમુનિઓ મિતાહારી હતા. તમારા બાઇકમાં તમે કેરોસીન પૂરો છો ?
ઘરની મોંઘી ગાડીમાં સારામાં સારું પ્રીમિયમ પેટ્રોલ જ પુરાવો છોને?
તો આ શરીરરૂપી વાહનના ઇંધણ માટે આટલી બેદરકારી શાને ?
વખત-કવખત ખાવા ઉપરાંત આપણામાંના ઘણાં વ્યસનરૂપી ઝેર પણ શરીરમાં રેડે જાય છે. કંપનીઓના ખર્ચે પ્રવાસ કરનારા કર્મચારીઓ બહારનું ગ્રેવીવાળું ફૂડ, ચટાકેદાર અથાણાં, મેંદાની નાન તથા ક્યારેક ડ્રિંક્સ લઈને સતત,
શરીરની અવગણના કરે છે. કસરતનો સદંતર અભાવ, બેઠાડું જીવન તથા ઊંઘનો અભાવ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.
યુવાનો મોં મચકોડીને બોલશે, "અમારી 'લાઇફસ્ટાઈલ' જ એવી છે કે
બહાર ખાવું જ પડે! સવારે સાત વાગ્યામાં ઘરેથી નીકળીએ, ટયુશન, ત્યાંથી શાળા-કોલેજ, પાછાં ટયુશન, ફરી કોઈ ક્લાસીસ કે નોકરી કરી રાત્રે આઠ વાગ્યે ઘરે પહોંચીએ છીએ. એમાં ખાવાનું ઠેકાણું ક્યાં પડે?"
તમારી વાત સો ટકા સાચી, પરંતુ પહેલું સુખ તે જાતે નર્યા.
આજે દરેક ઓફિસમાં પચીસથી ત્રીસ ટકા સ્ટાફ પીઠના દુખાવાથી પીડાય છે.
દસ ટકાને માઇગ્રેન કે ર્વિટગોની કાયમી તકલીફ છે, અનેકને એસિડિટી સતાવે છે. કેટલાંયને શ્વાસના રોગ અને શરદી ઘર કરી ગયાં છે!
આહાર અને રહેણીકરણીમાં થોડાક પોઝિટિવ બદલાવથી ઘણાખરા, લાઇફસ્ટાઇલ ડિસીઝ મટી શકે છે અથવા કાબૂમાં રહે છે. 'ઓબેસિટી' નો પ્રશ્ન પણ મોટો છે.
હવે મૂળ પ્રશ્નનો જવાબ શોધીએ. બહાર ખાવું જ પડે તેવા સંજોગોમાં શું કરવું?
દા.ત. ખૂબ જ નાના ગ્રૂપની પાર્ટી હોય ત્યારે તમે ખાધું કે નહીં તેનું ધ્યાન રાખનારા
બે-ચાર સગાંસંબંધીઓ હોય જ હોય.
અમારી એક મિત્ર પાસે આનો ઉપાય છે. અઠવાડિયામાં જે વારે પાર્ટી હોય તે વાર તેમણે કરેલો જ હોય.
પાંચમ, આઠમ વગેરે પાળવાનાં. અગિયારસનું બહાનું પણ ચાલે.
વિદ્યાર્થીમિત્રો બહાર ખાવામાં યુ શુડ મેક સ્માર્ટ ચોઇસીસ.
દા.ત. ડાયટ સેન્ડવિચ, (મલ્ટિગ્રેન કે વ્હિટ બ્રેડમાં બનાવેલી) ફ્રૂટડિશ, સૂપ કે દાલ-રાઈસ. એક કોલ્ડ કોફીમાં હોટ કોફી કરતાં બેથી અઢી ગણી વધુ કેલરી હોય છે,
તે તો તમે જાણતા જ હશો.
જ્યૂસ પીવા કરતાં સીધાં ફ્રૂટસ ખાવા શરીર માટે વધુ સારાં છે તે પણ જાણીતું સત્ય છે.
ખાંડ કરતાં ગોળ, મેંદા કે ઘઉં કરતાં જવ કે બાજરી, એરેટેડ કોલ્ડડ્રીંક્સ કરતાં નારિયેળ પાણી,
છાશ, તળેલા નાસ્તા કરતાં ડ્રાયફ્રૂટસ...આ બધી 'સ્માર્ટ ચોઇસીસ' છે.
sonalmodi61@gmail.com

No comments:
Post a Comment