વિશ્ર્વ સાક્ષરતા દિવસ
અક્ષરજ્ઞાનથી વ્યક્તિનો વિકાસ સાધવાની નેમ
શ્રીલેખા યાજ્ઞિક
જીવનમાં નાની નાની ખુશી બહુ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તેમાં પણ જ્યારે અજાણી વ્યક્તિ તમારા માટે ખુશી લઈને આવે ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. બેંગલોરમાં બનેલી એક સત્ય વાત આપને જણાવવી છે. ઘરકામ કરવાવાળી ‘લક્ષ્મી અમ્મા’ની દીકરી માતા જે ઘરમાં કામ કરતી હતી, તેવા એક ‘મૅડમ’ માટે કાંજીવરમની સાડી લઈને આવી. કાંજીવરમની સાડીને વસાવવી એ દરેક નારીનું સ્વપ્ન હોય છે. આવી સાડી જોઈને ઘરમાલિકને આશ્ર્ચર્ય થયું. જેમને બે ટંક નસીબમાં ‘રાગી-ચોખા’ની રાબ પીવાનું આકરી મહેનત બાદ મળે છે તેવા કુટુંબમાંથી આવતી અમ્માની દીકરી શા માટે સાડી લઈને આવી? આંખમાં બે આંસુ સાથે મા-દીકરી મૌન ઊભા રહ્યા. હવે મૂળ વાત પર આવીએ. ‘લક્ષ્મી અમ્મા’ જ્યાં કામ કરતા હતા તેવા ઘરની માલિકનું હૃદય થોડું કોમળ હતું. બીજી વ્યક્તિની મુશ્કેલીનો તેમને ખ્યાલ હતો. લક્ષ્મી અમ્માને સંતાનમાં છ દીકરી છે. અચાનક ઘરની બધી જવાબદારી આવી પડી. હવે દીકરીને ભણાવવાનું છોડાવવાની વાત આવી. પોતાનું નામ જાહેર ન કરવાની ઈચ્છા ધરાવનાર આ ‘મૅડમે’ ફક્ત એટલું જણાવ્યું કે અમ્મા તમારી દીકરીને ભણવાનું છોડાવતા નહીં. તેનો બધો ખર્ચ અમે આપીશું. અમ્માએ કહ્યું, ‘ત્રણ દીકરીઓ તો બ્યૂટી પાર્લરનો કોર્સ કરીને ઘર ખર્ચમાં મદદ કરવા લાગી છે. બીજી બે દીકરીઓને જે ભણવું છે તેનો ખર્ચ મારી તાકાતની બહાર છે. ‘મૅડમ’ના આગ્રહને કારણે બંને દીકરીઓને ભણાવવાનું સ્વપ્ન સાકાર થશે, તેમ માનીને અમ્માએ તેમને કૉલેજમાં જઈને ફી સંબંધી તપાસ કરી આવવા કહ્યું. બીજા, એક ઘરે અમ્મા કામ કરતા હતા. તે ભાઈ પોતે પાયલટ તરીકે એક વિદેશી કંપનીમાં સેવા બજાવતા હતા. તેમણે પણ જણાવ્યું દીકરીઓને ભણાવશો તો જ ભવિષ્યમાં તમે આગળ આવશો. તેથી ખચકાટ અનુભવ્યા સિવાય તેમની ફી અમારી પાસેથી માગી જ લેવાની. આમ તેમને મદદ કરવાવાળાની સંખ્યા વધી ગઈ. પાયલટ કુટુંબે મદદ કરી હતી. હવે અમ્માને જોઈતા હતા તેટલાં જ રૂપિયાની મદદની માગણી તેમણે આવીને ‘મૅડમ’ની પાસે કરી. જીવનમાં પહેલી વખત નાનું કામ કરવાવાળી બાઈની ઈમાનદારી જોઈને આનંદ થાય તે સામાન્ય વાત તો ના જ કહેવાય ને! આજે આ બંને દીકરીઓમાંથી એકે તો ફાઈનાન્સમાં એમબીએની ડિગ્રી મેળવી છે. બીજી બહેને ગ્રેજ્યુએશન ક્યુર્ં. હવે બંને બહેનોને સારી કંપનીમાં નોકરી પણ સાથે જ મળી. તેથી બંને બહેનોએ સાથે મળીને પોતાના પગારમાંથી ‘મૅડમ’ માટે કાંજીવરમની સાડી ભેટ આપવાનું નક્કી ક્યુર્ં. એક કવર પણ સાથે આપ્યું. તમે કરેલી મદદ અને પ્રોત્સાહનને કારણે જ અમે આજે ભણીને ગર્વથી સમાજમાં ઊભા રહી શકીએ છીએ. ‘મૅડમે’ કવર પાછું આપતાં એટલું જ જણાવ્યું કે આ કવર તો હું રાખીશ નહીં. તમે પણ કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને ભણવા માટે ફીની જરૂર હોય તો મદદ જરૂર કરજો. આમ એક વ્યક્તિની સમયસરની મદદને કારણે બે દીકરીઓ સાક્ષર બની.
૮મી સપ્ટેમ્બરે ‘(યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)’ ‘યુનેસ્કો’ દ્વારા દર વર્ષે ‘વિશ્ર્વ સાક્ષરતા દિવસ’ ઊજવવામાં આવે છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ પણ અક્ષરજ્ઞાન દ્વારા ગરીબાઈ દૂર કરી વિશ્ર્વમાં શાંતિ સ્થાપવી. અક્ષરજ્ઞાન એ દરેક વ્યક્તિનો અધિકાર છે, કારણકે ભણતર બાદ વ્યક્તિગત વિચારવાની શક્તિમાં વધારો થાય છે. જેને કારણે વ્યક્તિનો માનસિક, સામાજિક અને આર્થિક વિકાસ સહેલાઈથી થઈ શકે છે. અક્ષરજ્ઞાન એ એવા તાળાની ચાવી છે જેના દ્વારા વ્યક્તિ વિકાસમાં ઉપયોગી તેવા ત્રણ સ્તંભ આર્થિક, સામાજિક અને પર્યાવરણની રખેવાળી કરવી સરળ બને છે. વિશ્ર્વકક્ષાએ સહકાર અને શાંતિની સ્થાપના કરવા માટે એકપછી એક પગથિયાં ચડવામાં સરળતા પડે છે. આ વર્ષે ‘વિશ્ર્વ સાક્ષરતા દિવસ’ની ઊજવણી બાંગલાદેશના ઢાકા શહેરમાં કરવામાં આવનાર છે. મુખ્ય હેતુ બાંગલાદેશના નાનામાં નાના શહેરમાં પણ છોકરીઓ અને સ્ત્રીઓ ભણતર મેળવી દેશની પ્રગતિમાં સાથ આપે. મિત્રો, અન્નદાનથી પણ મોટું વિદ્યાદાન માનવામાં આવે છે. તેથી જ કહેવાયું છે કે તમે કોઈને જમાડશો તો તે એક દિવસ માટે યાદ રહેશે. જ્યારે તમે કોઈને ભણાવશો તો તે તમને જિંદગીભર યાદ રાખશે. તેથી જ દરેક વ્યક્તિએ બની શકે તેટલું વિદ્યાદાન કરવું જોઈએ. આશા છે કે આપ પણ જરૂર નાનું તો નાનું પગલું વિદ્યાદાન માટે ભરશો. કોઈપણ દેશની સાક્ષરતાનાં ટકાની ગણતરી તે દેશની વસ્તીને દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીને આધારે કરવામાં આવે છે. જેમાં સાત વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતી કોઈપણ વ્યક્તિ જે લખી-વાંચી અને તેને સમજી શકવાને સમર્થ હોય તેને ભણેલી ગણવામાં આવે છે. ૨૦૧૩માં ભારતમાં સાક્ષરતાની દ્રષ્ટિએ પહેલું રાજ્ય મિઝોરમ અને ત્રિપુરા આવે છે, જેની ટકાવારી ૯૪.૬૫ થઈ ગઈ છે. જ્યારે ૨૦૧૧માં ભારતના વિવિધ રાજ્યનો ‘લિટરસી રેટ’ નીચે પ્રમાણે છે :
૨૦૧૧ ના વર્ષનો લિટરસી રેટ
કુલ પુરુષ સ્ત્રી
ટકાવારી ટકાવારી ટકાવારી

ભારત ૭૪.૦૪ ૮૨.૧૪ ૬૫.૪૬
કેરળ ૯૩.૯૧ ૯૬.૦૨ ૯૧.૯૮
લક્ષદીપ ૯૨.૨૮ ૯૬.૧૧ ૮૮.૨૫
મહારાષ્ટ્ર ૮૨.૯૧ ૮૯.૮૨ ૭૫.૪૮
ગુજરાત ૭૯.૩૧ ૮૭.૨૩ ૭૦.૭૩
બિહાર ૬૩.૮૨ ૭૩.૩૯ ૫૩.૩૩
No comments:
Post a Comment