રાજગરામાંથી મળતા પોષણ વિશે વિચારીએ તો તેમાં પ્રોટિન્સ, એમિનો એસિડ્સ, મિનરલ્સ, વિટામિન 'સી', ફોલિક એસિડ, લોહતત્ત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશ્યમ, કેરોટિન અને ઊર્જા અન્ય ધાન્યોની તુલનાએ વધુ માત્રામાં હોય છે. તેમાં ૧૪થી ૧૬ ટકા પ્રોટિન હોય છે જે શરીરમાં સરળતાથી શોષાય છે. તેમાં 'લાયસિન' નામનું એમિનો એસિડ ઘણું હોય છે જે કુદરતી ખાદ્યોમાં ખાસ જોવા નથી મળતું. આ તત્ત્વ ઘઉંની તુલનાએ બેગણું, મકાઈ અને ચોખાની તુલાએ ત્રણગણું અને દૂધની તુલનાએ તો ઘણું વધારે છે.
|
No comments:
Post a Comment