SANKLAN

SANKLAN
SANKLAN

Wednesday, 20 August 2014

Osho- Jo vyakti pratyek pal aise jeeta hay ki dusre pal jeevan ka ant sambhav hay, vahi jeevan ke paripurna AANAND ko, jeevan ke AMRUT ko uplabdh ho pata hay.                                                                                                                                                        
Osho- Eak-eak
pal aise jiyo,
is bhanti jiyo ki yah pal, yah ghadi antim hay. Kaun jane, kab mrutyu dwar par dastak degi.                                                                                                                                                                                              
Osho - Kisi ne gaali di aur tum prabhavit ho gaye, to samaz lena ki chor bhitar ghus gaya. Ab yah chor tumhe nuksan pahunchayega. Yah bade maze ki baat hay; gaali dene wala tumhe koi nuksan nahin pahuncha sakta tha. Uska koi samarthya nahin tha.
               Chor bahar tha. Kya karega? Lekin gaali se pareshan hokar tumne chor ko tumhare ghar ke bhitar bula liya. Tum krodhit ho gaye. Gaali denewala tumhara shatru nahin hay, kyonki uski gaali bahar padi rah jati, agar tum krodhit na hote. Tum prabhavit na hote to uski gali tumhare andar kaise pravesh karti?
               Kisi ne tumhara sanman kiya. Aur tum akkad gaye. Sanman main koi khatra nahin hay. Lekin tum akkad gaye, ahankar aa gaya. Aur chor tumhare bhitar ghus gaya.
              Dhyan rakna, koi gaali de, ya koi tumhari prashansha kare tab HOSH ka diya jalaye rakhna. Aur chor ko tumhare andar gusne mat dena. 
જીવનના પરિવર્તનને નિર્મળ હૃદયથી સ્વીકારવું રહ્યું---  આંગણની તુલસી - અવંતિકા ગુણવંત જ્યારે એ આકરી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે સંધર્ષની પળોમાં આશા, ઉત્સાહ, ઉમંગ ટકાવી રાખવા સહેલું નથી. આદર્શના રંગે રંગાઈને આપણે કઠિનમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જઈને પણ કસોટીમાંથી પાર ઊતરવું ખરેખર અઘરું છે
 આશાબહેન કહે, ‘હું ગ્રેજ્યુએટ થઈ પછી મારા માતાપિતાએ મારા માટે મુરતિયાની શોધ આરંભી જોકે શોધ શરૂ કરતાં પહેલાં એમણે જોષીને મારા જન્માક્ષર બતાવ્યા ત્યારે જોષીએ બધા ગ્રહોનો અભ્યાસ કરીને મારી બાને કહ્યું, ‘તમે તમારા બરોબરિયું કુટુંબ શોધવા પ્રયત્ન ન કરશો. મુરતિયો પણ સામાન્ય જ મળશે, માટે મોટા મહેલ ચણ્યા વગર વાસ્તવવાદી બનજો. જોષીમહારાજનું કહેવું સાંભળીને મારી બાનો ચહેરો ઝંખવાઈ ગયો, કારણ કે અમારા ઘરમાં લખલૂટ સંપત્તિ હતી, આલીશાન બંગલામાં અમે રહેતા હતા. નોકર-ચાકર, ડ્રાઈવર, માળી વગેરેની સંખ્યા ગણો તો કુલ સાત જણ હતા. તેથી મારા ભાગે તો કોઈ કામ કદી આવતું જ નહીં. કોઈ કામ કરતાં મને આવડતું ન હતું. આખો દિવસ હું વાંચ્યા જ કરતી. ક્યારેક સ્કેચિંગ કરતી. ડ્રોઈંગ કરતી. સંગીત સાંભળતી. મારી બાને થયું ભલેને જોષીમહારાજ આવી અણગમતી ભાષા બોલે પણ મારી દીકરીને હું સામાન્ય ઘરે નહીં જ પરણાવું. જોષી મહારાજે બાનું મન વાંચી લીધું હોય એમ બોલ્યા, ‘બહેન તમે હતાશ ન થઈ જશો. ચિંતા ન કરો, તમારી દીકરી એના સ્વપ્રયત્ને પદ, પૈસો અને પ્રતિષ્ઠા મેળવશે, પણ અત્યારે એનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તેથી તેણે દરિદ્રાવસ્થા તો ભોગવવી જ પડશે. આ હું નથી કહેતો. ગ્રહો કહે છે. જોષીમહારાજ એટલા વિશ્ર્વાસપૂર્વક કહેતા હતા કે બાને એમના કહેવામાં પૂરેપૂરી સચ્ચાઈ દેખાઈ. તેથી બા તો સાવ ઉદાસ થઈ ગયાં પણ મને ઉદાસીનતાએ જરાય સ્પર્શ ન હતો કર્યો. મેં પૂછ્યું, ‘કેમ ઉદાસીનતાએ તમને સ્પર્શ ન હતો કર્યો?’ ‘આજે હું વિચાર કરું છું તો મને લાગે છે કે જીવનમાં વળાંક તો આવે જ. લગ્ન એ તો મોટો વળાંક, મોટું પરિવર્તન બિંદુ. કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે હું તૈયાર જ હતી. પણ મારા મનમાં એક માન્યતા હતી કે જીવન તો આપણે બનાવીએ તેવું બને. જીવનના પરિવર્તનથી ગભરાવાનું ન હોય પણ નિર્મળ હૃદયથી પરિવર્તનને સ્વીકારી લેવાનું હોય.  જોષીમહારાજ કહે જતા હતા, ‘બહેન, તમારી દીકરી પોતાના પુરુષાર્થથી પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ મેળવશે, એની વૃદ્ધાવસ્થા સમસ્યા વગરની હશે. મને થયું મારે આપકર્મી બનવું છે. તો ઈશ્ર્વર જ એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે. આશાબહેન કહે ‘મેં જોયું કે જોષી મહારાજની વાણી એ મારી બાને આઘાત આપ્યો હતો, પણ એમાં જોષી મહારાજનો કોઈ વાંક ન હતો, મારા પોતાના ગ્રહો જ મને કસોટીના પથ પર લાવીને મૂકી દેવાના હતા. જોષી મહારાજે તો ગ્રહોનો અભ્યાસ કરીને ભવિષ્યકથન કર્યું હતું. આમ એ સમયે જોષી મહારાજની વાણીએ મને આઘાત ન હતો પહોંચાડ્યો
પણ જ્યારે એ આકરી વાસ્તવિકતાનો સામનો કરવાનો આવ્યો ત્યારે સમજાયું કે સંધર્ષની પળોમાં આશા, ઉત્સાહ, ઉમંગ ટકાવી રાખવા સહેલું નથી. આદર્શના રંગે રંગાઈને આપણે કઠિનમાં કઠિન પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર થઈ જઈને પણ કસોટીમાંથી પાર ઊતરવું ખરેખર અઘરું છે. પ્રેરણાત્મક લખાણોમાં આપણે વાંચીએ છીએ જીવંત રહો, પળેપળ ધબકતા રહો પણ ‘રામબાણ વાગ્યા હોય તે જાણે’ જેવી હકીકત છે. ‘પણ માણસને એની નિજતાનું ફૂલ ખીલે ત્યારે પરમ સંતોષ અનુભવે, તેવો સંતોષ તમે અત્યારે તો અનુભવી રહ્યા છો ને?’
આશાબહેન બોલ્યા, ‘હા, અને આ ક્ષણે તો મને લાગે છે કે દરેક વસ્તુનું મૂલ્ય ચુકવવું જ પડે છે. અને લગ્ન પછીની જિંદગીમાં હું ક્યાં એકલી હતી? આકાશ મારી સાથે જ હતા. એમના પ્રેમભર્યા સાથે મને અનેરો ઉત્સાહ આપ્યો.  અમારી જિંદગી તકલીફથી ભરેલી હતી પણ શુષ્ક ન હતી, પ્રેમના લીધે એ મધુર, સુંદર હતી. આ ક્ષણે તો હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને પ્રેમાળ જીવનસાથી મળ્યો છે. પૈસા વગર સગાં-સ્નેહીઓની સાથે એમની અપેક્ષા મુજબનો વ્યવહાર થઈ શકે નહીં તેથી ક્યારેક અવગણના અને તિરસ્કાર સહન કરવાનો પણ આવતો હતો. આપણે જેને આપણા પોતાના માન્યા હોય એવાં સ્વજનો આપણને સમજવાના બદલે મહેણાં મારે એ બધું અસહ્ય લાગતું હતું.‘તોય તમારા સ્વભાવમાં કડવાશ નથી આવી.’ ‘હા, એનો યશ પણ સાત્ત્વિક વાચનને જાય. સાત્ત્વિક વાચનને કારણે આપણા મનની નેગેટિવિટી ગાયબ થઈ જાય છે. જેમ સત્સંગ અને ગુરુ માણસને દિશાસૂચન કરે છે. સાચા રસ્તે દોરી જાય છે તે પ્રમાણે વાચન માણસને હકારાત્મક અભિગમ ધરાવતો બનાવી દે છે.

અક્ષરની આકાશગંગા

દિનકર જોષી

ચંદ્રવદન ચીમનલાલ મહેતા – એટલે કે ચં.ચી. તરીકે ઓળખાતા આ મહાનુભાવ અલગારી જીવ હતા. ખરું કહીએ તો એ આ દુનિયા બહારના માણસ હતા. એમના લગ્ન વિલાસ નામની કન્યા જોડે થયા હતા. ચંચીને આ લગ્ન પછી જામ્યું નહીં. ઊલટું ચંચીનો જ એક મિત્ર ચંચીની પત્ની વિલાસના પ્રેમમાં પડી ગયો. વિલાસ પણ આ મિત્રનાં પ્રેમમાં પડી ગઈ. ચંચીને આની ખબર પડી. એણે પત્નીદ્રોહનાં કોઈ કાવ્યો ન લખ્યા, મિત્રદ્રોહ સામે તલવાર ન વીંઝીં. ઊલટું પત્નીને લઈને ચંચી વડોદરા ગયા. મિત્રને મળ્યા. બેયની સંમતિ મેળવીને પોતે વિલાસ જોડે છૂટાછેડા લીધા અને વિલાસને પોતે સુખી ન કરી શક્યા તો કંઈ નહીં, હવે આ રીતે એને સુખી કરવામાં પોતે નિમિત્ત તો બન્યા એનો સંતોષ લીધો.
આ પછી વરસો વીતી ગયાં. ચંચી વિદેશ જતા રહ્યા. વરસો પછી વિદેશથી પાછા આવ્યા ત્યારે પૂર્વજીવનની પત્ની વિલાસ હૉસ્પિટલના બિછાના પર છેલ્લા શ્વાસ લઈ રહી હતી. ચંચી ત્યાં પહોંચી ગયા. ચંચીનો પેલો મિત્ર અને વિલાસનો વર્તમાન પતિ પણ ત્યાં ઢગલો થઈને બેઠો હતો. વિલાસ ભાનમાં હતી. એણે ચંચીને જોયા. એક હાથ એણે ચંચીના હાથમાં મૂક્યો અને બીજો હાથ પેલા વર્તમાન પતિના હાથમાં મૂક્યો અને પછી પ્રાણ છોડી દીધો. આ મૃત્યુ વિલાસનો પતિ સહી ન શક્યો. એ છૂટ્ટા મોઢે રડી પડ્યો અને બાજુમાં જ બેઠેલા ચંચીના ખભા પર એણે માથું ઢાળી દીધું. જરાય અસ્વસ્થ થયા વિના ચંચીએ એનો ખભો થપથપાવ્યો અને શાંતિથી કહ્યું – ‘રડ નહિ દોસ્ત ! તારા માટે હું બીજીવાર પરણીશ.’
ઈ.સ. 1960માં વિલૅપાર્લામાં એક વાર્તાકાર સંમેલન યોજાયેલું. શ્રી ઉમાશંકર જોશી એમાં અધ્યક્ષસ્થાને હતા. સવારની બેઠક રંગેચંગે પૂરી થઈ. બીજી બેઠક સાંજે ચાર વાગે શરૂ થઈ. ઉમાશંકરભાઈ સમયસર આવ્યા નહીં. અર્ધો કલાક રાહ જોયા પછી આ બેઠક, એમની અવેજીમાં દર્શકે કામ સંભાળ્યું અને શરૂ થઈ. પાંચ વાગે ઉમાશંકરભાઈ આવ્યા. હકડેઠઠ્ઠ ભરાયેલા સભાખંડની એમણે ક્ષમા માગી અને ખુલાસો કર્યો કે એમની આંખે હમણાં તકલીફ થતી હતી. એટલે બપોરના સમયે આંખની તપાસ માટે ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટરે નિર્ધારિત સમયે તપાસ્યા નહીં. ત્યાં અણધાર્યું રોકાણ થયું. પોતે સમય ચૂકી ગયા એ માટે એમણે દિલગીરી વ્યક્ત કરી.
પણ શ્રોતાઓ પૈકી એક જણ – ઘણું ખરું ભાઈ શ્રી શંકર પંડ્યાએ ઉમાશંકરભાઈની ક્ષમાનો સ્વીકાર ન કર્યો. એમણે આગ્રહ કર્યો કે જે સંસ્થા અને જે શ્રોતાઓએ એમને અહીં નોતર્યા હતા, એમના પ્રતિ ઉમાશંકરભાઈની પ્રથમ ફરજ હતી. આંખની સારવાર એ એમનો અંગત પ્રશ્ન હતો અને આ અંગત પ્રશ્નના ઉકેલ માટે એમણે શ્રોતાઓના સમયનો ભોગ લેવો ન જોઈએ ! આ દલીલમાં તર્ક હતો એટલે ઉમાશંકરભાઈએ એનો સ્વીકાર કર્યો અને પુનઃ ક્ષમા માંગતા કહ્યું કે એમનો ઉદ્દેશ તો વચલા સમયનો ઉપયોગ કરવાનો જ હતો. પણ એકવાર ડૉક્ટર પાસે ઉપસ્થિત થયા પછી એમની તપાસ ચાલતી હોય ત્યારે એને અધવચ્ચે છોડી શકાય નહીં. એટલે અણધાર્યું મોડું થઈ ગયું ! આમ છતાં શ્રી શંકરભાઈને સંતોષ ન થયો. એમણે ઉમાશંકરભાઈનો ખુલાસો સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. હવે ઉમાશંકરભાઈના ધૈર્યનો અંત આવી ગયો. એમણે પોતાની આગવી ઉમાશંકરસાઈ રીતે સૌમ્યતાથી પણ મક્કમતાથી કહ્યું – ‘જુઓ ભાઈ ! હું ક્ષમા માગું છું. તમે ક્ષમા આપી શકો તો સારી વાત છે ! ન આપી શકો તોય કંઈ વાંધો નહીં ! તમને રુદ્રરૂપ ધરવાનો અધિકાર છે કેમકે તમારું નામ શંકર છે…. પણ ભૂલશો નહીં કે તમે તો માત્ર શંકર છો…. હું તો ઉમા અને શંકર બેય છું. એટલે જો માફી ન જ આપી શકો તો પછી તમારાથી જે થાય એ કરી લો !’
અમદાવાદની એક હૉટેલમાં સર્વ શ્રી ગુણવંતરાય આચાર્ય, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ જોધાણી, અનંતરાય રાવળ અને અન્ય સાહિત્યિક મિત્રો દર રવિવારે સવારે ગપસપ કરવા એકઠા થાય. મેઘાણી તો બોટાદ રહે પણ રવિવારની આ ચા-ઘરની બેઠકમાં હાજરી આપવા બોટાદથી આવે. એકવાર આ બેઠકમાં ગુણવંતરાય આચાર્યે એમના એક સંબંધી પરિવારની કન્યાના વેવિશાળની વાત કરી. વેવિશાળ બાળપણમાં થયેલું પણ પછી કન્યા પક્ષની આર્થિક સ્થિતિ બહુ સુધરી ગઈ અને વર પક્ષ નબળો જ રહ્યો એટલે કન્યાના વડીલોએ આ સંબંધ તોડી નાખવાનું વિચાર્યું પણ કન્યાએ જ સામે ચાલીને પોતાના વડીલોના આ નિર્ણય સામે અણગમો વ્યક્ત કર્યો.
આટલીક અમથી સામાજિક વહેવારની વાતની તે દિવસે ચા-ઘરમાં ચર્ચા થઈ. ચર્ચામાં રંગ ભળ્યો. સહુએ આગ્રહ કર્યો- આટલીક અમથી આ વાત ઉપર ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ અને મેઘાણી ત્રણેય જણ એક એક કૃતિ લખે. ત્રણેય જણે આ વાત સ્વીકારી. આ સ્વીકારનું પરિણામ એટલે ગુણવંતરાયની નવલકથા ‘પુત્ર જન્મ’ ધૂમકેતુની લાંબી વાર્તા ‘બિન્દુ’ અને મેઘાણીભાઈની કીર્તિદા કૃતિ ‘વેવિશાળ’ ! આજે લગભગ પોણોસો વરસ પછીય એવી ને એવી તરોતાજા લાગતી નવલકથા ‘વેવિશાળ’નું બીજારોપણ આમ ચા-ઘરમાં અને એય બીજા કોઈકની વાતમાંથી થયેલું એવું આ કૃતિ વાંચતા માની શકાય એવું છે ? લેખક માટે અનુભવથી વિશેષ સર્જકબળ અનુભૂતિ છે !
ઘણું ખરું 1967ની સાલમાં દિલ્હીમાં સાહિત્ય પરિષદનું અધિવેશન થયેલું. પન્નાલાલ પટેલ સાથે ત્યારે પહેલીવાર પ્રત્યક્ષ પરિચય થયો. આ અગાઉ અમે અછડતા પત્ર-વહેવારથી જ માત્ર મળેલા. દિલ્હી પરિષદ ટાંકણે પન્નાભાઈના કાને બહેરાશ આવી ગઈ હતી. ઓછું સાંભળે એટલે આપણને વારંવાર મોટેથી બોલવાનું કહે અને પોતેય મોટેથી બોલે ! એ પછી 1970માં જૂનાગઢમાં સાહિત્ય પરિષદ યોજાઈ ત્યારે ફરીવાર પન્નાભાઈને મળવાનું થયું. આ વખતે કાને સાવ બહેરાશ આવી ગઈ હતી. થેલીમાં એક પ્લાસ્ટીક કે રબ્બરની ભૂંગળી રાખીને ફરે અને કોઈની જોડે વાત કરવી હોય ત્યારે આ ભૂંગળીનો એક છેડો પોતાના કાને રાખીને બીજો છેડો તમારી સામે ધરે એ રીતે વાતચીત થાય ! હું જ્યારે એમને મળ્યો અને ખબરઅંતર પૂછ્યા કે તરત જ એમણે પેલી ભૂંગળી કાઢીને મારા મોં સામે ધરી દીધી – ‘લ્યો, હવે બોલો.’
‘પન્નાભાઈ ! કાન તો સાવ ગયા ! બહુ તકલીફ પડતી હશે !’ મેં સમભાવથી કહ્યું.
‘તકલીફ ? તકલીફ મને તો કંઈયે પડતી નથી, મારે તો જ્યાં સુધી જે સાંભળવું હોય એ સાંભળું અને પછી ભૂંગળી કાઢી નાખું એટલે છુટ્ટો ! તકલીફ તો તમને પડતી હશે !’ એમણે સાવ તટસ્થભાવે કહ્યું અને પછી ઉમેર્યું : ‘જુઓ ભાઈ ! આ કાન, દાંત, આંખ આ બધું આપણી પાસે તો ઈશ્વરની થાપણ છે. મૂળ ધણી એની થાપણ પાછી માગે ત્યારે એને પાછી તો આપવી જ પડે ને ! મારી પાસેથી એણે આ થાપણો પાછી માંગવાની શરૂઆત કાનથી કરી એટલે મેં એ પાછી વાળી દીધી ! એમાં વળી તકલીફ શાની ?’
મારી પાસે આનો કોઈ જવાબ નહોતો.
સુરતમાં કોઈ સાહિત્ય મંડળનો કશોક સમારંભ હતો. મંડળના બે મંત્રીઓ વચ્ચે કંઈક ગેરસમજ થઈ ગઈ અને એક મંત્રીએ આ સમારંભનું અધ્યક્ષસ્થાન લેવાનું ચંદ્રવદન ચીમનલાલ મહેતાને આમંત્રણ આપી દીધું અને બીજા મંત્રીએ આ જ સ્થાન માટે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપી દીધું. આ બેય મંત્રીઓ વચ્ચે સભાના દિવસ અને સમય સુધી કોઈ સ્પષ્ટતા પણ ન થઈ. પરિણામે ચં.ચી. મહેતા અને જ્યોતીન્દ્ર દવે બેય સભાસ્થળે પ્રમુખસ્થાન લેવા આવી પહોંચ્યા. હવે જ થયેલા ગોટાળાની સહુને ખબર પડી ! બધાને ધ્રાસકો પડ્યો. હવે શું થશે ? ના કોને પાડી શકાય ? પણ ચંચી અને જ્યોતીન્દ્રે વહેવારુ ઉકેલ કાઢ્યો. બેય જણ એકી સાથે પ્રમુખસ્થળે બેઠા અને ચંચીએ જાહેર કર્યું – ‘તમારી મંત્રી બેલડીએ અમને બન્નેને પ્રમુખસ્થાને નોતર્યા છે, એટલે અમે બન્ને જોડિયા પ્રમુખ તરીકે કામગીરી બજાવીશું.’ બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે અધ્યક્ષીય પ્રવચન, બેય જણ શી રીતે કરશે ? પણ બન્નેએ કર્યું. એક વાક્ય ચંચી બોલે અને એક વાક્ય જ્યોતીન્દ્ર બોલે. એ પછી અર્ધું વાક્ય ચંચી બોલે અને બાકીનું અર્ધું વાક્ય બોલીને જ્યોતીન્દ્ર એને પૂરું કરે. આમ છેલ્લે એકએક શબ્દ અને એકએક અક્ષર બોલ્યા અને છતાં પ્રવચનનું સાતત્ય ક્યાંય તૂટ્યું નહીં. પ્રેક્ષકો ચાળીશ મિનિટ સુધી આ ધન્યતા અનુભવી રહ્યા અને તાળીઓના ગડગડાટથી સાંભળતા રહ્યા.
શરદચન્દ્ર ચટ્ટોપાધ્યાય ભલે બંગાળી લેખક રહ્યા પણ ગુજરાતના આ શરદબાબુ, રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઝવેરચંદ મેઘાણી જેટલા જ ગુજરાતી વાચકો માટે પોતીકા છે. શરદબાબુના ગ્રંથોના કુલ 138 અનુવાદો ગુજરાતીમાં થયા છે. આમાં એકનું એક પુસ્તક બે કે ત્રણ જુદા જુદા અનુવાદોએ કર્યું હોય એવું ય બન્યું છે ! (જો કે એવું કહેવાય છે કે આ 138 અનુવાદો પ્રગટ થયા પછી એકેય પ્રકાશકે કે અનુવાદકે શરદબાબુને એક પૈસોય રોયલ્ટી આપી નથી.)
આ શરદબાબુ એક વાર રવીન્દ્ર સાહિત્ય ઉપર વ્યાખ્યાન આપવા ગયા. રવીન્દ્રનાથની નવલકથાઓને એમણે ઉત્તમ નવલકથાઓ તરીકે વર્ણવી. વ્યાખ્યાનને અંતે એક શ્રોતાએ શરદબાબુને કહ્યું – ‘તમે રવીન્દ્રનાથની નવલકથાઓ વિષે આટલો ઊંચો અભિપ્રાય ધરાવો છો એ તો જાણે સમજ્યા, પણ અમને તો રવીન્દ્રનાથ કરતા તમારી નવલકથાઓ વધુ પસંદ છે !’
‘સ્વાભાવિક છે.’ શરદબાબુએ શાંતિથી જવાબ આપ્યો.
‘પણ એવું શા માટે છે ?’ પ્રશ્નકર્તાએ પ્રશ્ન લંબાવ્યો.
‘એનું કારણ એ છે કે હું મારી નવલકથાઓ તમારા જેવા વાચકો માટે લખું છું અને રવીન્દ્રનાથ એમની નવલકથાઓ મારા જેવા વાચકો માટે લખે છે.’ શરદબાબુએ સ્પષ્ટતા કરી.
__._,_.___

અમિતાભ બચ્ચન, એક સમજવા જેવા માનવ દેહ

 
અમિતાભ બચ્ચન, એક સમજવા જેવા માનવ દેહ
 
 
 
૧૯૪૨માં જન્મ થયો એટલે ભારતે આઝાદી માટે ક્રાંતિ શરૂ કરી ત્યારથી તેમણે જિંદગીનું 'યુદ્ધ’ શરૂ પણ કર્યું છે. ૧૮૦થી વધુ ફિલ્મોમાં અથાક કામ કરનારા અમિતાભને ફિલ્મી દુનિયાવાળા એંગ્રીયંગમેન કહે છે, પણ તેમને રૂબરૂ મળો તો તદ્દન શાંત માણસ છે. હું એમને પાર્લાના બેઠા ઘાટના મકાને મળ્યો તો મહાત્મા દેહ લાગ્યા. ૧૯૭૦ના દાયકાથી ૧૯૮૦ના દોઢ બે દાયકા સુધી ફિલ્મોમાં ડિરેક્ટર ફ્રેન્કોઈઝ ટ% ફોટ અમિતાભને ''વન મેન ઈન્ડસ્ટ્રી’’ કહેતા.

અલ્હાબાદમાં ૧૧ ઓક્ટોબર ૧૯૪૨ના તેજી બચ્ચનને પેટે જન્મેલા અમિતાભ ભારત નહીં દુનિયા ઉપર આજે ૭૨-૭૨ વર્ષથી છવાયેલા છે... ફિલ્મી એવોર્ડની તેમને કાંઈ પડી નથી. તેમનો જુહુનો આખો બંગલો ભરાઈ જાય ''એટલા’’ છે. મેં તેમને મળવાની ઈચ્છા બતાવી તો જે ટાઈમ આપેલો તે ટાઈમે જ મળ્યા. હું ઉતાવળે ટિકિટ વગર કાંદિવલીથી વિલેપાર્લે જતી ટ્રેનમાં બેઠો. ટિકિટ ચેકર આવ્યો. મેં મારી ઓળખાણ આપી અને અમિતાભને મળવા જાઉં છું, તેમ કહ્યું તો ટિકિટ ચેકર ઓછો ઓછો થઈ ગયો.
૧૯૪૨માં જન્મ થયો એટલે અમિતાભનું નામ તેજી બચ્ચન- હરિવંશરાય બચ્ચને ''ઈન્કીલાબ’’ પાડેલું. આજે તેમની ટી.વી. સિરિયલનું નામ ક્રાંતિ નથી પણ ''યુદ્ધ’’ છે .હરિવંશરાય બચ્ચનને હિ‌ન્દી કવિ સુમિત્રાનંદન પંતે કહ્યું કે દીકરાનું આવું નામ ન રાખો. પંત સાહેબે તેમનું નામ 'અમિતાભ’ રાખેલું. તેમની અટક સરનેઈમ)કોઈ ભાગ્યે જ જાણે છે. અમિતાભ - હરિવંશનરાયની અટક શ્રીવાસ્તવ છે. પણ પિતાએ અમિતાભ બાળક જેવો નિર્દોષ દેખાતો હતો એટલે 'બચ્ચન’ અટક રાખી. આજે અમિતાભ માતા-પિતા વિહોણા છે.
આ ૭૨ની ઉંમરે પણ માતા તેજી યાદ આવે છે. (પિતા મરણ ૨૦૦૩-માતા મરણ ૨૦૦૭) તેજી બચ્ચનને પોતાને બચપણથી જ અભિનય-નાટકનો શોખ હતો. તેજીને ફિલ્મમાં રોલ પણ મળ્યો. તેજી બચ્ચને જ અમિતાભની ભાવિ કારકિર્દીનો નિર્ણય કરીને તેમને અભિનયમાં પાંગર્યો છે. અમિતાભ ભાગ્યે જ જિંદગીમાં નિષ્ફળ ગયા છે, પણ તેમણે તેમની હીટ ગયેલી ફિલ્મ 'શોલે’ની રીમેક (રામ ગોપાલવર્માની)માં કામ કર્યું અને મીઝરેબલી ફિલ્મ ફેઈલ ગઈ.બીજી એક ''શાંતારામ’’ નામની તેમની વિદેશી ફિલ્મ મીરા નાયરે ડાયરેક્ટ કરેલી, બબ્બે વખત રિલીઝ થઈ, પણ કોઈ 'જોવા જ’ ન ગયું આજે ફિલ્મ અભરાઈ ઉપર છે. ૨૦૦૦માં નવી કારકિર્દી‍ ટી.વી.માં શરૂ કરી તેનું નામ તમે જાણો છો.
 ''હૂ વોન્ટસ ટુ બી મિલિયોનેર.’’ આ સિરીયલ અમિતાભ સહન ન કરી શકે એવી હીટ ગઈ.આરબ દેશોમાં અને અમારી યુવાનીમાં તો અમિતાભ લાડીલા થઈ ગયા. તો જયા બચ્ચન કહે છે કે અમિતાભને ફિલ્મમાં લાવનાર સ્વ. ઈન્દિરા ગાંધી છે. જોકે એક વખત તો ફિલ્મ જગતે તેમના ઉપર ૧પ વર્ષનો પ્રતિબંધ નિષ્ફળ રીતે લગાવેલો. 'ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકનો રિપોર્ટ લખે છે કે (૧૧-૧૨-૧૨) કે અમિતાભ ૭૦ના થયા છે, તો પણ તે ફિલ્મમાં કામ કરે છે. તો ઘણાં કાંતિ ભટ્ટ ૮પ વર્ષે લખે તો હજી અમિતાભ તો જુવાન છે.
હજીય અમિતાભને દિલીપકુમારનું આકર્ષણ છે. દિલીપકુમારે અમિતાભને પત્ર લખ્યો ત્યાં તો અમિતાભ અભિભૂત થઈ ગયા. ઓછા ઓછા થઈ ગયા. દિલીપકુમારે સૂચન કર્યું છે કે અમિતાભને ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ. આવો કાગળ વાંચી અમિતાભે કહેલું કે આવા કાગળથી મને 'પ્રેરણા’ મળી છે. દિલીપકુમાર આજે ૮૯ના થયા છે અને લોકો ઈચ્છે છે કે દિલીપ ૧૦૦ વર્ષથી વધુ જીવે. અમારે મન તો હજી દિલીપ જ શ્રેષ્ઠ હીરો છે. જોકે રાજ કપૂરના ચાહકોને ખોટું લાગશે.
એની-વે તમે રાજેશ ખન્ના, દિલીપકુમાર, રાજકુમાર, અમિતાભ બચ્ચન કેટલાનાં નામો લખશો? એક્ટરો સાથે ડિરેક્ટરો અને પ્રોડયુસરોને પણ યશ છે. હોંગકોંગમાં 'મેડમ તુસાદ’ના મ્યુઝિયમમાં અમિતાભનું મીણનું પૂતળું છે. એવા ભારતના ફિલ્મનાં કલાકારોનાં પૂતળા રાખવા જાય તો ડઝનથી વધુ થાય. જોધપુર યુનિવર્સિ‌ટીએ અમિતાભને માનદ ડોક્ટોરેટની ડિગ્રી આપીને ડો. અમિતાભ બનાવ્યા છે, પણ અમિતાભ માટે તો સુમિત્રાનંદ પંતનું અમિતાભ નામ શ્રેષ્ઠ છે. ઓસ્ટ્રેલિયાની લા-ટ્રોબ યુનિવર્સિ‌ટીએ અમિતાભના નામની સ્કોલરશીપ જાહેર કરી છે.
અરે ભાઈ તેમના માનદ એવોર્ડ લખવા જાઉં તો ઘણા બધા દૈનિકો જોઈએ. દિવ્ય ભાસ્કરના બે અંકો તો અમિતાભને વર્ણવવા જોઈએ જ. ''ઈન્ડિયા-ટુ-ડેએ અમિતાભની’’ લાઈફ જર્ની લખી છે તે તો સાવ અધૂરી અને અમિતાભને અન્યાય કરનારી છે. (૧) અમિતાભે હોલીવૂડની અમેરિકન ફિલ્મમાં ૨૦૧૩માં શ્રીગણેશ કર્યા. તેનું નામ હતું 'ધ ગ્રેટ ગેટ્સબે.’’ તેમાં અમિતાભ બિનયહૂદી ભારતીય રોલ ભજવે છે. 'બિનયહૂદી’ એટલે લખ્યું છે કે યહૂદી બને તો પેલેસ્ટાઈનીઓ જેમના તેઓ મોસ્ટ ફેવરિટ છે તેમને ખોટું લાગે.

(૨) અમિતાભ ફિલ્મમાં કામ ન કરે તો શું કરે? તેમને તો અભિવ્યક્ત -પ્રગટ થવું એ જિંદગીભરનો પ્રોબ્લેમ છે. પોતાની જાતને પેશ ન કરે તો તેઓ મૂંઝાઈને મરી જાય. તેમના પિતા હરિવંશરાય કવિ તરીકે વિખ્યાત હતા ત્યારે અલ્હાબાદમાં કદી ફિલ્મ જોવા ગયા નહોતા. હરિવંશરાય કહે છે કે અમિતાભને નૈનિતાલની ''શેરવૂડ કોલેજમાં ભણવા મોકલ્યો ત્યાં અભિનયનો ચસકો લાગ્યો. એ માત્ર ફિલ્મોનો જ માસ્ટર નથી. દિલ્હી યુનિવર્સિ‌ટીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. અમિતાભ બચ્ચન કહે છે કે તેમની માતા તેજી બચ્ચને અમિતાભની ઊજળી કારકિર્દી માટે અભિનયનો ભોગ આપી ગૃહિ‌ણી થવાનું રાખ્યું.
બાળકોને ઉર્છેયા. નહીંતર બોલીવૂડમાં તેજી બચ્ચનના ઘણા ચાહકો હતા. કહેવાની જરૂર નથી કે અમિતાભે ફિલ્મસ્ટાર જયા ભાદૂડી સાથે લગ્ન કરી તેને બચ્ચન બનાવી છે. તેમને શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન નામના બે બાળકો છે. શ્વેતા દિલ્હીનાં બિઝનેસમેનને પરણી છે. (૩) એક જમાનો રાજેશ ખન્નાનો હતો. વારંવાર લખ્યું છે પણ ત્યારે અમિતાભે તેમની સાથે ફિલ્મ 'આનંદ’માં ડોક્ટરનો સપોર્ટિંગ રોલ ભજવેલો. આવું અનેક વખત લખીએ તો પણ ખોટું નથી. અમારી છેક ત્રીજી કે ચોથી પેઢી મારા જીવતા જાણશે. ઘણું જીવો અમિતાભ અને મારા વાચકો




Homeopathic Remedies for Depression

What are the signs of depression?

What are the causes of depression?

Homeopathic Remedies For Depression

The first question that comes to one mind is that can homeopathy cure depression ? Clinical depression is very much treatable withNatural homeopathic Medicines. Early treatment is more effective and helps prevent the likelihood of serious recurrences. Homoeopathic medicine Ignatia Amara, leads the homeopathic medicines in treating depression. For patients requiring Ignatia, the key indications are Persistent dull mood, inability to enjoy, tearful, non communicative and withdrawn. It is very useful in depressions arising after grief and mental shocks. Aurum Metallicum is indicated in cases where suicidal thoughts and tendency is present. Natrum Mur and Carcinocin are often employed to treat chronic and serious forms of depression.

Homeopathy for Anxiety and Depression

Homeopathic medicine Aconite is one of the leading homeopathic medicine for treating acute anxiety problem . Suddenness of anxiety calls for the use of this medicine.The symptoms appear very suddenly and may give the patient a feeling of impending doom. This is one of the best medicine for use in acute panic attacks

Which is the Best Homeopathic remedy for  depression due to Stress ?

Homeopathic medicine Kali Phos is one of the Best Homeopathic medicine for treating stress. It is very helpful in treating that results from overworked minds.

Homeopathic remedies for Depression in Teenagers

Homeopathic Remedies for Treating depression Major

Homeopathic Medicines for Insomnia due to Depression

Homeopathic Remedies for Depression – Seasonal Affective Disorder

Homeopathic Solution for Depression caused by Menopause.

Homeopathy for Menopause - Menopause can be a major turning event in the life of a woman. It is very common for women passing through menopause to go through depression during this phase. Homeopathic medicine Sepia and Lachesis are the best homeopathic remedies for depression during menopause.

Homeopathic Remedies are Natural medicines for Depression