SANKLAN

SANKLAN
SANKLAN

Friday, 25 July 2014

સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી
પારકા ભાણામાં મોટો લાડુ' એ કહેવત જેણે રચી હશે એ મહાનુભાવનું મનુષ્ય સ્વભાવનું અવલોકન ઘણું ઊંડું અને વ્યાપક રહ્યું હશે. પોતાના ભાણામાં પીરસાયેલા લાડુ તરફ એક અછડતો દૃષ્ટિપાત કરી બાજુમાં બેઠેલાની થાળીમાંના લાડુ પર નજર નોંધવાની ટેવ માણસની પ્રકૃતિની એક અજબ ખાસિયત છે. કદાચ આવી તુલના કરવાની ટેવ માણસને એના માતા-પિતા પાસેથી જ મળતી હશે. દુનિયાના લગભગ તમામ મા-બાપને કોઇ વિરલ-અપવાદ બાદ કરતાં, પોતાના સંતાનની બીજાના દીકરા-દીકરી સાથે સરખામણી કરવાની ટેવ હોય છે. આવી ટેવ પાછળ પોતાના સંતાનોની નજર સમક્ષ વધુ ઊંચું રોલ મોડેલ રજૂ કરવાની માબાપોની શુભ દાનત ભલે હોય, પણ એના માઠાં પરિણામો તેમની નજર બહાર જ રહી જતાં હોય છે.
આવી સરખામણીથી પોતાના સંતાનના આત્મવિશ્વાસને ધક્કો પહોંચે છે. બીજાના છોકરાની જેટલી પ્રશંસા થાય એટલા પ્રમાણમાં પોતાના સંતાનના આત્મવિશ્વાસમાં કાપ મૂકાતો જાય છે. આના કરતાંય વધુ મોટું નુકસાન એ છે કે સાવ કાચી વયથી જ એ પોતાની પાસે હોય એની તુલના બીજાની ચીજો સાથે કરતું થઇ જાય છે. બાળપણમાં પડેલી આ ટેવ મોટપણે એને ઘણું મોટું નુકસાન કરે છે. પોતાને પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિ, વ્યક્તિ કે સ્થળ વિશેષથી થવો જોઇતો સંતોષ એને થતો નથી. આવા અસંતોષને સરખામણી કરવાની વારસામાં મળેલી આદત વધુ ઉગ્ર બનાવી મૂકે છે. જેમને આવી રીતે બીજા સાથે પોતાની સરખામણી કરવાની ટેવ પડી નથી તેઓ ખરેખર ભાગ્યશાળી છે પણ એવા ભાગ્યશાળીઓની સંખ્યા કોઇપણ સમાજમાં સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.
પ્રાપ્ત સ્થિતિમાં સંતોષનો અનુભવ કરવા વ્યક્તિને એની પ્રભુશ્રદ્ધા સૌથી વધુ સહાયક નીવડે છે. ઇશ્વરની શુભાશય પર આસ્થા પ્રવર્તતી હોય તો માણસનું મન બીજાની હવેલી જોઇ પોતાની ઝૂંપડી તોડી નાંખવા કંઇ પ્રેરાતું નથી. આવી શ્રદ્ધાની સાથોસાથ જે માણસમાં આપણા મહાન વારસા સમા કર્મસિદ્ધાંતની સમજ હોય તો તે તેની અસંતોષની ઉગ્રતા ઓછી કરે છે. ત્રીજી વાત વાસ્તવિકતાનું ભાન હોવું. પોતાની શક્તિની સાથોસાથ મર્યાદાઓનું પણ આકલન હોય તો એનું મન જે મળ્યું એમાં સંતોષ માની બીજાની સાથે સરખામણી કરવા તત્પર રહેતું નથી. છેલ્લે જે મળ્યું છે તે એક અકસ્માત છે તેથી એનો સહજતાથી, સ્વસ્થતાથી સ્વીકાર કરી લેવો એવી સાદી સમજ પણ સરખામણી કરવાની વૃત્તિ સામે રક્ષણ આપે છે.
સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી અને આ સરખામણીમાં અક્કલ-હોંશિયારીનું ચલણ પણ ઓછું જોવા મળે છે. કોઇપણ બાબતની સરખામણી કરી અસંતોષ ઊભો કરનારાઓને ઊંચા પદે પહોંચેલા, ઊંચી સમજદારી દાખવનારા કે સમાજજીવનને માટે વધુ ત્યાગ-બલિદાન કરનારાઓ સાથે પોતાની જાતની, પોતાની હેસિયતની તુલના કરવાનું કદી સૂઝતું નથી. પોતાની દક્ષતા, સજ્જતા કે ક્ષમતા પરત્વે બીજાઓને જોઇને, અન્ય સાથે તુલના કરીને,જો અસંતોષ પ્રગટે તો તે અંતે વ્યક્તિને તે જ્યાં ઊભો હોય ત્યાંથી ઊંચે લઇ જનારો નીવડે છે. નિરર્થક બળાપા કરતાં આવો વિધાયક અસંતોષ લાખ દરજ્જે સારો એ વાત, વાતે વાતે સરખામણીઓ કર્યા કરતા માણસને કોણ સમજાવે?

મનુષ્યના સત્કર્મો જ મુક્તિનો માર્ગ બને

સંસારનો સનાતન સત્ય નિયમ છે કે આ જગતમાં જે જીવ જન્મ લે છે તે મૃત્યુ પામે છે. આ નિયમ મનુષ્ય, પશુપક્ષીઓ તથા તમામ જીવજંતુઓને પણ લાગુ પડે છે, પરંતુ આજે આપણે મનુષ્ય જન્મની વાતો કરવાની છે. દરેક મનુષ્ય આ સંસારમાં ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ પાછો ચાલ્યો જાય છે. લાખ કોશિશો કરીને એણે જે કાંઇ ધન, સંપત્તિ કે માલ મિલકત ભેગી કરી છે, તે અહીંથી છોડીને ખાલી હાથ જ પાછો જાય છે. કોઇપણ વ્યક્તિ ઇચ્છવા છતાંય પોતાની સાથે કશું જ લઇ જઇ શકતો નથી, ફક્ત એની સાથે સારાં કે ખરાબ કર્મો જ જાય છે. મનુષ્ય અવતાર આપણને સત્કાર્યો કરવા માટે તેમજ પ્રભુનું સ્મરણ કરવા માટે મળેલો છે, છતાં પણ આપણે પામર મનુષ્યો આપણા જન્મદાતા એવા પ્રભુને ભજવા માટે પાંચ મિનિટ પણ ફાળવી શકતાં નથી કે પ્રભુનું સ્મરણ કરતાં નથી. આપણી પાસે સમય હોય, નાણાકીય સ્થિતિ સારી હોય તો પણ આપણે કોઇ સત્કાર્ય કરતાં નથી કે પ્રભુુનું ભજન કરતાં નથી, પરંતુ આપણે તો દરરોજ દાદાગીરી, બળજબરી, ચોરીચપાટી, અનીતિ, બેઇમાની, જૂઠ વિગેરેમાં દિવસો પસાર કરીએ છીએ. આ બધાં બદકામ અને નઠારાં કૃત્યો છે. 
ખાલી હાથ આયા જગમેં,
જાના ખાલી હાથ હૈ,
દો દિનકી જિંદગી હૈ,
દો દિન કા મેલા હૈ

આ બધાં કૃત્યો કરવાથી સમાજ તો આપણને વિકારી મનુષ્ય ગણી તિરસ્કાર કરી દે છે, પરંતુ ભગવાન પણ આપણને નરકનાં દ્વાર દેખાડી દે છે. દરેક મનુષ્યે પોતાના વ્યસ્ત સમય પત્રકમાંથી પ્રભુની ભક્તિ કરવા માટે થોડો સમય ફાળવવો જોઇએ, પરોપકારના થોડા કાર્યો કરવા જોઇએ.
નીતિ અને નેકીની રાહ પર ચાલવું જોઇએ, કોઇ મુસીબતમાં ફસાયું હોય તો એને મદદ કરવી જોઇએ, પોતાની આવકમાંથી થોડું દાન કરવું જોઇએ, કોઇ ભૂખ્યાને ભોજન કરાવવું જોઇએ, અતિથિનો આદર સત્કાર તથા વડીલોને માન સન્માન આપવું જોઇએ, કોઇ વૃદ્ધ માણસનો સહારો બનવંુ જોઇએ. દરેક મનુષ્યે પ્રભુ ભક્તિમાં તથા સાદગીમાં પોતાનું જીવન વિતાવવું જોઇએ. કોઇને મદદ ના કરી શકીએ તો કાંઇ નહીં, પરંતુ કોઇનું બૂરું થાય એવું કદી ના કરવું જોઇએ.
ભલા કિસી કા કર ના સકો
તો બુરા કિસી કા મત કરના,
ફૂલ અગર તુમ બન ના સકો
તો કાંટે બનકર મત રહના.
કોઇને રોટલો ન આપી શકીએ તો વાંધો નહીં, પણ કોઇનો રોટલો છીનવી લેવાનું પાપ ન કરવું જોઇએ. આ ભવાટવીમાં ભટકવું ન પડે તેથી દરેક મનુષ્યે સત્કર્મો કરવા જોઇએ અને આ સત્કર્મો જ મનુષ્યની મુક્તિનો માર્ગ બતાવે છે.
-યોેગેશ જોશી
ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે ? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ એક એવી કૉંફરંસ હતી જેના માટે ડૉ. એહમદ ખૂબ જ ઉત્સુક હતા. એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો. છેલ્લા ઘણાં વરસોથી એમણે દિવસરાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું. એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળસ્વરૂપે તેઓ એ એવોર્ડના હકદાર બન્યા હતા. દૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો. ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતી હતી. પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા. થોડી થોડીવારે એમનું મન કૉંફરંસના વિચારોમાં જ લાગી જતું હતું. ‘બસ ! હવે ફક્ત બે જ કલાક ! અને પછી ત્યાં !’ એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો હતો.
પરંતુ એ જ વખતે અચાનક જ વિમાનના પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એંજિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈપણ એરપૉર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ! ડૉક્ટરના મનમાં ફાળ પડી. સમયસર કૉંફરંસમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી. પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાને ઉતરાણ કરવું જ પડે એમ હતું. ડૉ. એહમદ મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા. જેવું વિમાને નજીકના એક નાના એરપૉર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતાં હેલ્પડેસ્ક પર પહોંચ્યા. ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી. જેટલું બને તેટલું ઝડપથી પોતાને કૉંફરંસમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું. પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઈટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી. એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઈટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું. ‘માફ કરજો સર !’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઈટ નથી. પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું. એરપોર્ટની બહારથી જ કાર ભાડે મળે છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસંસ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો. ટેક્સી કરતા એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે !’
ડોક્ટર એહમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું. એમના માટે આમેય હવે બહુ વિકલ્પ બચ્યા જ નહોતા. એમણે એક કાર ભાડે કરી લીધી. આમ તો લૉંગ ડ્રાઇવનો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો. એમના મનમાં ફરીથી એક વખત કૉન્ફરંસના વિચારો શરૂ થઈ ગયા. થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંચ ફરીથી જાગૃત થઈ ગયો. લાંબા અંતરના ડ્રાઇવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી. પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠી હોય એવું લાગતું હતું. ડૉક્ટરે હજુ તો માંડ સોએક કિલોમિટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પલટો આવવાનું શરૂ થઈ ગયું. થોડીવારમાં જ અનરાધાર વરસાદ વરસ્વા માંડ્યો. એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા. ડૉક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી. આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી. આગળના કાચમાં જામતું પોતાના જ ઉચ્છવાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારો કરતું હતું. વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો. આટલો બધો ભયંકર વરસાદ, ધૂંધળો રસ્તો અને અજાણ્યો પ્રદેશ ! એ બધાને કારણે ડૉક્ટર એહમદ રસ્તો ભૂલી ગયા. એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટર્નનું સાઇન બોર્ડ એમને દેખાયું જ નહીં ! વળવાને બદલે એ આગળ નીકળી ગયા.
બીજા ત્રણેક કલાક ડ્રાઇવ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડૉક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે. પરંતુ હવે એ રસ્તે પાછા ફરતાં પહેલા થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી. એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરંટ પણ દેખાતાં નહોતા. કોઈ ગામ જો દેખાય જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવ્યે જતા હતા. ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં. હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો. હવે તો કૉંફરંસના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમની ઉત્સુકતા પણ મરી પરવારી હતી. બસ, હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો. અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું. દૂર ગામ પણ દેખાતું હતું. પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ. કારમાંથી ઊતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામથી આવે છે, એવું બધું પૂછ્યું. ડૉક્ટર એહમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું. ઘણા કલાકના ડ્રાઇવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું. ઘરમાં જો ટેલીફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું. પોતાના ઘરમાં ટેલીફોન નથી તેમજ છેલ્લા 24 કલાકથી લાઇટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો. પછી કહ્યું, ‘જો ભાઈ ! તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડુંક ખાઈને પછી આગળ વધજો ! તમારો ચહેરો જોતાં તમે ખૂબ જ થાક્યા હો એવું લાગે છે !’
ડૉક્ટર એહમદે બે ક્ષણ વિચાર કર્યો. થાક અને ભૂખ તો લાગ્યાં જ હતાં. ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું. એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. હાથ-મોં ધોઈને ડૉક્ટર ડાઇનિંગ ટબલ પર નાસ્તાને ન્યાય આપવા બેઠા. આટલા થાક પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું. ‘ભાઈ ! તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં ? મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે !’ પેલી સ્ત્રીએ કહ્યું. ડૉક્ટરે હકારમાં માથું હલાવ્યું. ચાની ચૂસકી લેતાં લેતાં મીણબત્તીના ઝાંખા અજવાળામાં ડૉક્ટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘોડિયાની બાજુમાં બેસીને પ્રાર્થના કરી રહી હતી. નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી. વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઈ લેતી હતી અને ક્યારેક તો પોતાનાં આંસુ પણ લૂછી લેતી હતી. ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઈક તકલીફમાં છે. એનાં આંસુ કહી રહ્યાં હતાં કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે. કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું, ‘બહેન ! જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુ:ખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું. હું જોઈ રહ્યો છું કે તમે કાંઈક મોટી તકલીફમાં લાગો છો.’
પેલી સ્ત્રીએ થોડીવાર ડૉક્ટર સામે જોયું. પછી કહ્યું, ‘ભાઈ ! ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે, પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે બસ, એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કે નથી કાંઈ રસ્તો બતાવતો. કદાચ મારી શ્રદ્ધામાં કાંઈક ખોટ હશે નહીંતર સાવ આવું તો ન જ બને !’ એટલું કહેતાં એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. ‘બહેન !’ ડૉ. એહમદે કહ્યું, ‘તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દે છે ? એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે ? શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું ખરો ?’ થોડી વાર એ સ્ત્રી ડૉ. એહમદ સામે જોઈ રહી. ડૉક્ટરના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી. એણે વાત શરૂ કરી, ‘ભાઈ ! આ ઘોડિયામાં સૂતો છે એ મારો પૌત્ર છે. એનાં મા-બાપ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે. આ બાળકને એક એવા પ્રકારનું કેંસર છે કે આજુબાજુનાં શહેરોના કોઈપણ ડૉક્ટર એની સારવાર કરી શકે તેમ નથી. નજીકના એક મોટા શહેરના ડૉક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંયા શક્ય જ નથી, પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેંસરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે. પરંતુ ભાઈ ! હું એકલી, ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા એટલે દૂર કઈ રીતે જાઉં ? એટલે હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે. પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે ?’ ફરી એકવાર એ સ્ત્રીની આંખો છલકાઈ ગઈ.
‘તમને એ ડૉક્ટરનું નામ, સરનામુ કે બાળકના કેંસરનો પ્રકાર એવું કાંઈ ખબર છે ?’ ડૉક્ટરે પૂછ્યું. ‘હા ભાઈ ! દીકરાની ફાઈલમાં એ ડૉક્ટરનું નામ તેમજ બીજી બધી વિગત લખી છે. ઊભા રહો, હું તમને એ જોઈને કહું.’ એ સ્ત્રીએ બાજુના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઇલ લઈને ખોલી. ‘શું નામ છે એ ડૉક્ટરનું ?’ ડૉક્ટરે પૂછ્યું. ‘ડૉક્ટર એહમદ ! એ ફલાણા શહેરમાં રહે છે !’ પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ડૉક્ટરની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. એણે રડતાં રડતાં જ કહ્યું, ‘બહેન ! ખરેખર ઉપરવાળો ખૂબ મહાન છે. એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો, વાવાઝોડું મોકલ્યું, અનરાધાર વરસાદ વરસાવ્યો, મને રસ્તો પણ ભુલાવી દીધો. આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા જુદી રીતે આપવા માંગતો હતો. એ તમને ડૉક્ટર એહમદ સુધી પહોંચાડવા રાજી નહોતો, કારણકે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો. એટલે જુઓ ! એ ડૉક્ટર એહમદને જ તમારી પાસે લઈ આવ્યો. બહેન ! હું જ છું એ દૉક્ટર એહમદ !’ પેલી સ્ત્રી રડતાં રડતાં બોલી, ‘હે ભગવાન ! તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે ! પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે ! ડૉક્ટર એહમદ પણ આંખમાં આંસુ સાથે એ જ શબ્દ મનમાં બોલતા હતા.
Magic.....Unbelievable

Please remove the sender's name and account number before forwarding 
And with BCC BCC: Forward to protect your friends

 

One Of The Oldest In The World, This Dam Exemplifies The Amazing Engineering Marvels Of India

 
  July 23, 2014
  

Built around 2,000 years ago across the Cauveri River in Tiruchirapalli District of Tamil Nadu, the Kallanai Dam is still in excellent condition and used as a major irrigation dam even now. The dam has been inspiration to many modern day dams too due to amazing engineering. Read more to know about this unique example of the amazing architecture and engineering of ancient India.
When I was a kid, water always amused me. I would wonder where it came from, where it went and how did it first come into existence and found its way to our house taps.
Kallanai Dam, also known as the Grand Anicut, is one of the oldest water-regulator structures in the world which is still in use.
Kallanai Dam
Kallanai Dam
Built around 2,000 years ago across the Kaveri River in Tiruchirapalli District, Tamil Nadu, by Karikala Chola, the dam was constructed to divert the river to the delta districts thereby boosting irrigation and avoiding loss of crops due to floods.
The dam though very old has a strong foundation and a solid structure. It is still in excellent condition and is used as a major irrigation dam in Tamil Nadu. The dam has also been an inspiration for many recent modern day dams due to its amazing engineering. Due to its impressive architecture, the dam attracts a lot of tourists every year.
The unique structure of the Kallanai dam involves large stones sunk in the Cauvery river to divert the water flow to the fertile delta. The main function of the dam was to retain the water supply in the Cauvery and flow the surplus into Coleroon through the Ullar river. The dam was re-modeled by the British during the 19th century.
In 1804, Captain Caldwell, a military engineer was appointed to promote the irrigation in the delta region. After some study he found out that only a small amount of water was left for irrigation as the maximum water went to Kollidam. Caldwell proposed a solution by raising the dam. Hence, the dam stones were raised to a height of 0.69 meter, which increased the capacity of the dam.
It is believed that floods to an extent of about 5260 cumecs (1,86,000 cusecs) have been discharged through this anicut with minimal or no damage. (Source)
Cauvery
Cauvery River
The dam is made of unhewn stone and is 1,080 feet long and 60 feet wide, across the main stream of the Cauvery.  The area is irrigated by the ancient irrigation network of which the dam was the centrepiece, covering about 69,000 acres. By the early 20th century, the irrigated area had increased to about 1,000,000 acres. (Source)
The Lower Anicut built by Sir Arthur Cotton in 19th century AD across Coleroon, the major tributary of Cauvery, is said to be a replicated structure of Kallanai.

How to reach there?

Kallanai dam is located 19 kms. from Tiruchirappalli, and the nearest airport is the Tiruchirapalli airport, about 13 kms. away from thedam site. The nearest railway station to Kallanai Dam is Lalgudi railway station Junction which is 4 kms. away from the Kallanai Dam.


About the Author: Born with a hobby to travel, talk, express and write, Shreya gets to do all of that and is even paid for it! Interested in rural development and social issues, she dreams of actually bringing a change in society and writing a book of her own one day. When she is not preaching others about a better India she is busy watching movies and playing video games. Follow her on twitter: @shreya08
બચાવી લે!

વર્ષોના વર્ષોથી વટ સાથે કિનારે
ઉભેલા તરુના પર્ણ પરથી
એક પક્ષી ઉડે છે અને
શૂન્યમનસ્ક સમયના નીરમાં
વમળો સર્જાય છે.

અંદરની ધરીથી બહારની ધરી સુધી વિસ્તરતા વર્તુળાકાર વમળો,
ગોળ ગોળ ગોળ..
અને એમાં હું અસહાય બનીને ડૂબું છું.
ખેંચાતી જાઉં છું,

ગોળ પ્રવાહી વલયમાં અથડાઈને ફીણ ફીણ થઈ જાઉં છું.
આજુબાજુ કશું જ દેખાતું નથી,
જાણું છું કે દેખાવાનું પણ નથી!
અંદર અંદર- ઊંડે ઊંડે સુધી

અવિરત
ભીષણ વેગથી ખેંચાવાનું જ નસીબમાં છે.
ચોતરફ કંઈ જ નથી

ના દીવાલ
ના તળિયું
ના ધરતી ના આકાશ
દિશાહીન..!

સાંજનો સૂર્ય પાણીની ઉપલી સપાટી પર
એના અનેરા લાલઘૂમ રંગ સાથે સાથ આપવાનો યત્ન કરે છે
પણ બધું ય વિફળ!

એ પણ લાચાર થઈને મને જોયા કરે છે.
હવે મરણતોલ ડચકાં ખાઉં છું.

મારી જીવાદોરી  તારે હાથ
બચાવી લે,

હે વમળ
હે મારા કમળ!

-સ્નેહા પટેલ
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
4
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
7
30 יום של טיפים
30 יום של טיפים
9
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים
30 יום של טיפים