SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 2 August 2014

સેલ કેટલું સસ્તું, કેટલું છેતરામણું?
શ્રીલેખા યાજ્ઞિક
તહેવારો શરૂ થાય એટલે સૌથી આનંદિત મહિલાઓ જોવા મળે. હવે વિવિધ જાતના સેલની મોસમ શરૂ થયેલી જોવા મળશે. અખબાર હોય કે હોર્ડિંગ જ્યાં જોઈએ ત્યાં સેલની જાહેરાતો જોવા મળતી હોય છે. આ સેલની લોભામણી ઓફરો કેટલી ફાયદાકારક હોય છે, તે આપણે જોઈએ. હાલમાં એક બહેન સાડીના ‘અપ ટુ ૫૦ ટકા ’ સેલમાં પહોંચી ગયા. તેમનું માનવું હતું કે ઘરમાં લગ્નપ્રસંગ આવે છે, તો આપવા લેવાની બને તેટલી વધુ સાડીઓ ખરીદી લઉં. સેલમાં ગયા ત્યારે ખબર પડી જે સાડી તેમને ગમતી હતી તે ખોલીને જોઈ શકાય, પણ ઘરે જઈને ગમે નહીં તો બદલી ના શકાય. દુકાનમાં સાડીઓની વેરાયટી અને સ્ટોરનું ડેકોરેશન જોઈને તેઓ એટલા અંજાઈ ગયા કે જાણે બીજા કરતાં પહેલાં ખરીદી લેવાની ચિંતામાં સાડીની વધુ પડતી ખરીદી કરી લીધી. ભીડમાં ફટાફટ જોઈને ખરીદેલી સાડીઓ ઘરે આવીને જોઈ તો અમુક સાડીમાં ક્યાંક પ્રિન્ટમાં ખામી જોવા મળી. સાડી બદલાવવાની ચિંતામાં આખી રાત ઊંઘ આવી નહીં. સવારે ઘરનું કામ પતાવીને તેઓ સાડી બદલાવવા પહોંચી ગયા. દુકાનમાલિકે તે બદલી આપવાની સાફ ના પાડી. હવે ઘરના પ્રસંગમાં સગાને આવી ખામીવાળી સાડી તો અપાય નહીં. તેથી મન મનાવીને પણ સાડીઓ રાખવી પડી. કોઈપણ મૉલમાં જાવ તો દરેક શૉપમાં કંઈ ને કંઈ આઈટમ સેલમાં અચૂક જોવા મળશે. સસ્તી મળતી હોવાથી સામાન્ય માનસિક્તા એવી જોવા મળે છે કે વધુ ખરીદી કરવા મન લલચાઈ જતું હોય છે. તેમ કરતાં ઘરમાં એક ઉપર એક ફ્રીનો ભરાવો થઈ જાય છે. ક્યારેક તો ઘરમાં પડી પડી વસ્તુઓ બગડી જતી હોય તેવો અનુભવ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ર્ક્યો જ હોય છે. મોટે ભાગે આ ખરીદી ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવી હોય છે.

લાંબુંલચક બીલ ચૂકવવાની પણ તૈયારી રાખવી પડતી હોય છે. ક્રેડિટકાર્ડની ચુકવણીની રેટ રેસમાં વ્યક્તિ અજાણતાં જ ફસાઈ જતી જોવા મળે છે. બીલ ચુકવવાની તારીખો અને લટકામાં વ્યાજ ચૂકવવાની ચિંતામાં તેની રાતોની ઊંઘ હરામ થઈ જતી હોય છે. સરવાળે

સસ્તી વસ્તુ ખરીદવાની પળોજણમાં વધુ જ કિંમત ચૂકવાઈ જતી

હોય છે.

તે જ પ્રમાણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કાચના ગ્લાસ માનવામાં ના આવે તેટલી ઓછી કિંમતે મળતા હતા. આકર્ષક એટલા કે ખરીદવાનું મન રોકી શકાય તેમ ના હોવાથી ત્રણ ડઝન કાચના ગ્લાસ ખરીદી લીધા. મુંબઈમાં આમ પણ લોકોના ઘર નાના જોવા મળતા હોય છે. કાચની વસ્તુઓને સંભાળીને રાખવાની કડાકૂટ, વળી તૂટી જાય તો રૂપિયાનો વેડફાટ અને ઉપયોગ ર્ક્યા પહેલાં જ વસ્તુ તૂટી જાય ત્યારે અફસોસ ઘણી વખત મનદુ:ખનું પણ કારણ બનતું જોવા મળે છે. તેથી જ સેલમાંથી કે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી ખરીદી કરવા જવાનું વિચારો ત્યારે ઘરેથી જ એક લિસ્ટ બનાવીને લઈ જવું જોઈએ. જરૂરી વસ્તુની ખરીદી કરતી વખતે ખાવાપીવાની વસ્તુ જોતા હો તો તેની ઉપર લખાયેલી એક્સપાયરી ડેટ અચૂક તપાસી લેવી. કપડાંની ખરીદી બને ત્યાં સુધી બરાબર તપાસ્યા બાદ કરવાથી પાછળથી પસ્તાવાનો સમય આવતો નથી. દુકાનદાર માલ વેચીને નફો કમાવવા માટે જ દુકાન ચલાવતો હોય છે. તે વાતને ધ્યાનમાં રાખીને મન પરનો કાબૂ ખરીદી કરતી વખતે રાખવો અગત્યનો છે. આજુબાજુમાં ખરીદી કરતી વ્યક્તિઓ પોતાની ટ્રોલીમાં વધુ પડતો સામાન લેતી જોવા મળે એટલે તેનાથી આકર્ષાવું જોઈએ નહીં. બીજાની ઉપર સારી છાપ પડે તે માટે કેટલાક યુવા કપલ ખરીદી ભરપૂર કરતા જોવા મળે છે. જ્યારે પૈસા ચૂકવવા લાઈનમાં ઊભા રહેવાનો સમય આવે ત્યારે ત્યાં રાખેલી બાસ્કેટમાં અડધાથી પણ ઉપરનો સામાન તેઓ કાઢી નાખતા હોય છે. જે નજરે જોયેલું છે. વળી તેઓ આ કૃત્ય કરીને એકબીજા સામે હસતા જોવા મળ્યા હતા. તેથી આવા સ્ટોરમાં જાવ ત્યારે બીજાને ખરીદી કરતા જોઈને વધુ પડતો સામાન કે કપડાં ખરીદવાની ભૂલ કરવી જોઈએ નહીં. હવે આમ પણ ગ્રાહકોને આકર્ષવા વિવિધ પ્રકારના સેલ અને ડિસ્કાઉન્ટ વારંવાર આવતા જ હોય છે. સામાન્ય રીતે એવું પણ જોવા મળતું હોય છે કે જ્યારે તમે સેલમાંથી માલ ખરીદ્યો હોય તેની ઊંચી કિંમત ચૂકવી હોય. થોડા સમયને અંતરે બીજું જમ્બો સેલ આવે . જેમાં પહેલાં ખરીદેલ માલ કરતાં પણ વધુ સસ્તા દરે સામાન વેચવા મૂક્યો હોય તેવું પણ બને.

ન્યુરો ઈકોનોમિક્સ એક્સપર્ટના મત મુજબ માનવીનું મગજ એક એવી માનસિકતા ધરાવે છે કે ‘એટલું ખર્ચો કે જ્યાં સુધી તમે ખરીદી ર્ક્યાનો સંતોષ મેળવો નહીં’.

‘ફ્રી- મફત’ વસ્તુ મેળવવાનું મન મજબૂત મનોબળવાળી વ્યક્તિ પણ રોકી શકતી નથી. ઈન્ટરનેટ દ્વારા શોપિંગ કરવાની ઘેલછા આજકાલ વધી ગઈ છે. યુવાનો ફ્રિ શિપીંગનો લાભ ઉઠાવવા ફોટો જોઈને વસ્તુઓની લલચામણી ઓફરોની ખરીદી કરતા હોય છે. જેમાં વસ્તુઓની ગુણવત્તામાં તેમણે બાંધછોડ કરવી પડતી હોય છે. વસ્તુઓની કિંમતમાં ૧૫૦ની સરખામણીએ ૧૯૯ની કિંમત ગ્રાહકોને વધુ આકર્ષે છે. તેમાં પણ ખાસ કરીને યુવતીઓના કપડાં અને એક્સેસરીઝની કિંમત માટે આ કીમિયો વધારે કારગત નીવડ્યો છે. તેથી જ ૯૯ ગિફ્ટ શૉપનો વિચાર ભારતમાં સફળ થયો છે. મૉલમાં ૯૫૦ની કિંમત કરતાં ૯૯૯ માં વેચાતી વસ્તુનો ઉપાડ ૨૪ ટકા જેટલો વધુ જોવા મળે છે. હજારથી ઓછી કિંમત છે તેમ સમજીને ગ્રાહક ચપોચપ ઉપાડીને બાસ્કેટમાં લઈ લે છે.

કાઉન્ટર પર બીલ ચૂકવતી વખતે પાંચ જ આઈટમનાં પાંચ હજાર ચૂકવવાના હોય તે ભારે પડી જાય છે. દુકાનદાર સેલ ત્યારેજ રાખે છે જ્યારે તેની પાસે જુના માલનો ભરાવો વધી ગયો હોય. તેની ઉપર તેને નફો કમાવો હોય. દરેક ક્ષેત્રમાં હોય છે તેવી નીતિ, ભાવને વધારીને ઓછા કરવામાં આવે તેવું પણ બનતું હોય છે. ક્યારેક બ્રાન્ડેડ કપડાં સેલમાં સસ્તા મળી જતાં હોય છે.

જે આર ડી ટાટાનું માનવું હતું કે ‘સાધારણ લોકોની જિંદગી અને તેમની જરૂરિયાતોને સમજી તે મુજબનું પગલું દરેક ક્ષેત્ર ભરે તો ગરીબી સંગઠિત બનીને દૂર થઈ શકે.’ સામાન્ય આવક ધરાવતી વ્યક્તિને પણ તેની જરૂરિયાત મુજબની વસ્તુ સેલમાંથી સસ્તામાં મળી રહે ત્યારે જ મોટાં સેલ સફળ થયાં કહેવાય!
શું તમે વરસાદને ક્યારેય આ રીતે જોયો છે?--- Kalpesh yagnik

'થોડાક જ લોકો વરસાદમાં ચાલી શકે છે. બાકી બધા તો માત્ર ભીના થાય છે.’- રોજર મિલર
'તોફાન પસાર થવાની રાહ જોવી જીવન નથી. વરસાદમાં નાચી ઊઠવું, આ કળા શીખવી જ જીવન છે.’-અજ્ઞાત

વરસાદ બાળપણ છે. બાળકો જેવો નિર્દોષ. નવજાત જેવો નિશ્ચ‌લ. મૃગ જેવો ચંચલ. સિંહ-શાવક જેવો નર્ભિ‌કી.

વરસાદ યુવાવસ્થા છે. નવયુવાનો જેવી પરાક્રમી. નવયુવતીઓ જેવી નિપુણ. યુવાની જેવી ગતિશિલ. મુગ્ધાવસ્થા જેવી નિરંતર. રમણી જેવી રહસ્યમય. સિંહ જેવી ગર્જના કરતી. હરણી જેવી નિર્દોષ.
વરસતું પાણી પૌઢ છે. પિતા જેવુ ગાંર્ભીય. માતા જેવી વિદુષી. મોટાભાઇ જેવી સંરક્ષિત. મોટી બહેન જેવી નિ:સ્વાર્થ. મોટી વહુ જેવી સહનશીલ સુઘડ. કોયલ જેવી કોમળ. ગજરાજ જેવી વિરાટ.

વાદળમાંથી મુશળધાર વૃદ્ધાવસ્થા છે. ગુરુત્તર દાયિત્વ. દાદાજી જેવી અનુશાસિત. દાદી જેવી અભિભૂત. નાનાજી જેવી ત્યાગી. નાની જેવી સંઘર્ષશીલ. ગરુડ જેવી દિવ્ય. શ્વાન જેવી મિત્ર. આ ગુણો વધારે હોય ત્યારે વિનાશ થઇ શકે છે. આ લક્ષણો ઓછા હોય તો વિકાર.
આ સમસ્તના સંયોજનથી જીવન છે.વર્ષા જીવન છે. પરંતુ મૃત્યુ બની-બનીને ઉભરે છે.
મુંબઇનો મહાજલપ્રલયને કોણ ભૂલી શકે છે? આજની જ તારીખ હતી: ૨૬ જુલાઇ. વર્ષ હતું ૨૦૦પ. 'ડીલ્યુઝ’ કહેવામાં આવ્યું. ડીલ્યુઝ શબ્દ બાઇબલથી લેવાયો છે. ઇશ્વરને જ્યારે વિશ્વમાં પાપ હાવી થતું દેખાયું- તો તેમણે પ્રલયકારી વરસાદથી બધું નષ્ટ કરી નાંખ્યુ. મહાજલપ્રલયની વચ્ચે દૂત નોહાને જવાબદારી પણ સોપી કે તમામ પ્રાણીઓમાંથી એક-એકને બચાવી લે. એક જહાજ બનાવવામાં આવ્યું. જહાજને નોહા’જ આર્ક કહેવામાં આવ્યું. જેમાં મનુષ્ય, પશુ અને પક્ષી બચાવવામાં આવ્યાં. અર્થાત્ મૃત્યુની સાથે જ જીવન.
આવું જ બાઇબલથી આશરે ત્રણ હજાર વર્ષ પૂર્વ પુરાણમાં કહેવાયુ છે. ધરતી માતાએ પણ પાપ હાવી થયા બાદ બ્રહ્માને રક્ષણની પ્રાર્થના કરી હતી. તે અનુસાર કૃષ્ણનો જન્મ થયો. મથુરાની જેલમાંથી કૃષ્ણના ગોકુલ જવાના માર્ગમાં યમુનામાં પૂર પણ ભીષણ વર્ષાના કારણે આવ્યું હતું. આ પહેલા કંસ તો દેવકી સંતાનોની એક પછી એક હત્યા કરતો ગયો હતો. અર્થાત્ તેજ- મૃત્યુની સાથે જ જીવન.

શું તમે વરસાદને ક્યારેય આ રીતે જોયો છે? વરસાદ, આરંભ છે. નવી ઋતુનો. નવી તિથિનો.
ચારેય દિશાઓમાં જામેલી ધૂળ ઉપર પ્રકૃતિનો પ્રહાર છે. કર્કશ કોલાહલને પરાજિત કરીને ગુંજતી મધુર પુકાર છે. શુષ્ક વાતાવરણને પલાળીને શીતલ ઉપવન બનાવતી શિલ્પ છે. ધરતી હોય કે મનુષ્ય, બધાની તરસ છિપાવવા આવેલો દેવદૂત છે.
સમગ્ર જગતના અંધારાને દૈદીપ્યમાન કરવા માટે વીજળી સ્વરૂપે ચમકતી આશા છે. આકાશથી ધરતી સુધીની યાત્રા કરનારી આ વીજળી ઉપર મહાકવિ કાલિદાસે 'કુમારસંભવમ્’માં મનમોહક શૈલીમાં લખ્યું છે. હિંદી અનુવાદ વાંચો તો: 'વર્ષા સે પૂર્વ બિજલી રહ-રહ કર ચમક રહી થી. માનો ઘની-કાલી રાત, આંખે ખોલ-ખોલ કર પાર્વતી કે તપ કો દેખ રહી હો’

ખરેખર, વીજળી સાક્ષી જ તો છે. ખેડૂતોના કષ્ટોની. દુલ્હનના નારાજ થવાની.
આથી વિશ્વ કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે 'ગીતાંજલિ’માં કહ્યું છે: 'આજે અનાજના ખેતરોમાં આંખ-મિચોલી ચાલી રહી છે, આસમાની આકાશમાં શ્વેત મેઘોની નાવ કોણે ખોલી દીધી છે? ઓ રે આજે હું ઘરે નહીં પાછી ફરુ.
રવીન્દ્રએ જ વિરોધાભાસી લખ્યું છે:
'આ ચોમાસાના વાદળોમાં ઉન્માદ ભરી દીધો. આજે ઘરની બહાર કોણ જશે?’
વરસાદ, ન ઘરની બહાર જવા દે છે. ન ઘરે પરત ફરવા દે છે. વર્ષા ઉન્મુક્ત છે. વર્ષા બંધન છે. કારણ કે, વરસાદ જીવન છે.
પ્રત્યેક ઋતુ જીવનના ભિન્ન સ્વરૂપનું દર્પણ છે. વર્ષા પરંતુ તે દર્પણને પણ ચમકાવી દે છે. એટલ સક્ષમ છે. વર્ષા વિચાર છે.
જૂની દરેક વાતને વહેવડાવી દેવાનો વિચાર. તમારી પાસેથી જ કશુંક લઇને, ઘણુ બધુ પાછુ આપી દેવાનો વિચાર.
દુ:ખ ભલે જે હોય, ભૂલીને, ઉત્સાહ ભરી દેવાનો વિચાર. વર્ષા કર્મ છે. તપતી ધરતી ઉપર વારંવાર આવવાનું તપ.
પોતાના આકાર લેવાના કારણોને ઓછા થઇ જવા ઉપર પણ સાકાર થવાનો કર્મ. જલ-થલ-નભમાં સામંજસ્ય સ્થાપિત કરવાનું કર્મ.
વર્ષા વાણી છે. ઇશ્વરની.

આથી જ તો વિશ્વમાં કળા-સાહિ‌ત્ય-સંસ્કૃતમાં સર્વાધિક મહત્ત્વ વરસાદને જ પ્રાપ્ત થયું છે.
વર્ષાને આ રીતે જોઇને જીવનમાં ઉતારવી અસંભવ છે. પરંતુ ઉતારવી જ પડશે. કારણ કે આવું ન થવાના કારણે જ હૃદયદ્રાવક આપત્તિઓ આવી રહી છે. મુંબઇ મહાજળપ્રલય હોય અથવા કેદારનાથનું મહાભૂસ્ખલન- તમામના મૂળમાં પ્રકૃતિ ઉપર હિંસા કરવાની આપણી સામૂહિ‌ક પ્રવૃત્તિ જ તો છે.
વરસાદને મોટી વહુ જેવી સહનશીલ સુઘડ કેમ લખી છે? ખબર નહીં કેટલા લોકો ધ્યાન રાખે છે:
ધરતીથી પાણીની દસ લાખ ટીપાં જ્યારે આકાશ સુધી તપ કરીને પહોંચશે- ત્યારે વરસાદનું એક ટપું બનશે અનંત સંઘર્ષ.
આવો, આજે સવારથી જ કેટલીક 'વર્ષા’ને શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરીએ. બહાર પાણી પડી રહ્યું છે? કોઇ વાંધો નહીં, ધ વર્લ્ડ વોન્ટ સ્ટોપ બિકોઝ ઇટ્સ રેનિંગ - (લેખક દૈનિક ભાસ્કરના ગ્રૂપ એડિટર છે. આ તેમના વ્યક્તિગત વિચાર છે.)

K.V.O.JAIN MAHAJAN 
MEDICLAIM SCHEME


પ્રભુના લાડકવાયા – ગુણવંત શાહ
[1] કર્મનું વિરાટ નેટવર્ક
મારા ગામ રાંદેરથી સાતેક કિલોમીટર દૂર તાપી નદીના ભાઠામાં વરિયાવ ગામ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં ડૉક્ટર કુમારકાંત દિવાનજીનું દવાખાનું ગરીબો માટે સેવાધામ બની ગયું હતું. સફેદ ખાદીના પેન્ટ સાથે સફેદ ખમીસ (ઈન્સર્ટ)માં સજ્જ એવા કુમારકાંતભાઈ સંસારમાં એકલા હતા. આસપાસનાં ગામોમાં એમની સેવાસુગંધ પ્રસરેલી હતી. તેમને ત્યાં નટવર નામનો કમ્પાઉન્ડર પણ હતો અને રસોઈયો પણ એ જ ! હું અને રમણ 1957માં ભૂદાન-પદયાત્રામાં ડૉક્ટરને ત્યાં રહીને આસપાસનાં ગામોમાં પ્રચાર માટે જતા. ડૉક્ટરની સારવાર પામેલા કેટલાય લોકો આજે પણ એ ગામોમાં જીવતા હશે. દાંડી પાસે આવેલા કરાડી ગામે સેવાની ધૂણી ધખાવીને બેઠેલા જાણીતા લોકસેવક સદગત દિલખુશભાઈ દિવાનજીના તેઓ નાના ભાઈ થાય. ડૉ. કુમારકાંત લોકસેવકના ગણવેશ વિનાના ગાંધીજન હતા. સેવાભિમાન વિનાની સેવા અને સહજને કિનારે ચાલતું જીવન !
ગામના તળાવમાં જ્યારે નાનું ઢેફું ફેંકવામાં આવે ત્યારે પાણીની સપાટી પર કૂંડાળાં સર્જાય છે. ધીરે ધીરે એ કૂંડાળાં મોટાં ને મોટાં થતાં જાય છે અને આખા તળાવમાં વ્યાપી વળે છે. મોટાં કૂંડાળાં દેખાતાં નથી, પરંતુ એમનું પ્રસારણ અટકતું નથી. આપણા દ્વારા થતું નાનકડું કર્મ પણ લગભગ એ જ રીતે જે વલયો સર્જે એ પ્રસરે છે. બધું દેખાતું નથી, પરંતુ જે ન દેખાય એ નથી, એમ કહેવાનું યોગ્ય નથી. કહેવું હોય તો કહી શકાય કે સમગ્ર વિશ્વ સતત થતાં રહેતાં કર્મોનું વિરાટ નેટવર્ક છે. કરોળિયાના જાળા જેવા એ નેટવર્કમાં વ્યવસ્થા છે, ગોટાળો નથી. It is cosmos and not chaos. લોકો વાતવાતમાં જેને નિયતિ (destiny) કહે છે એ રામને પણ છોડતી નથી. જે દિવસે એમનો રાજ્યાભિષેક થવાનો હતો એ જ દિવસે એમણે ચૌદ વર્ષ માટે વનની વાટ પકડી હતી. કોઈ પણ કર્મ પરિણામ વિનાનું (ઈનકૉન્સિક્વેન્શિયલ) હોય છે ખરું ? કર્મનો કાયદો એમ કહે છે કે જ્યાં કર્મ હોય ત્યાં એનું પરિણામ હોવાનું જ. આ સૃષ્ટિમાં કારણ (cause) અને અસર (effect)ની અતૂટ સાંકળ (ચેઈન રીએકશન) સતત ચાલ્યા જ કરે છે. જેવું કર્મ એવું એનું પરિણામ !
નાના હતા ત્યારે એક કથા સાંભળી હતી. એક વાર યમરાજા ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠમાં ગયા. પ્રવેશદ્વારની જમણી બાજુએ ગરુડ પર એમની નજર પડી. ગરુડ વિષ્ણુ ભગવાનનું વાહન ગણાય છે. એ પ્રવેશદ્વારની ડાબી બાજુએ યમરાજે એક ચકલીને જોઈ ત્યારે એમને ભારે આશ્ચર્ય થયું. યમરાજ તો અંદર ગયા, પરંતુ ચકલી ભયથી ફફડી ઊઠી. ચકલીને થયું કે યમરાજે જે રીતે આશ્ચર્ય પ્રગટ કર્યું એ જોતાં હવે મૃત્યુ દૂર નથી. પાસે ઊભેલા ગરુડે ચકલીને ભયથી ધ્રૂજતી જોઈ. ગરુડે ચકલીને આશ્વાસન આપ્યું અને કહ્યું : ‘તું ચિંતા ન કર. હું પવનની ઝડપે ઊડીને તને આ જ ક્ષણે મારી પીઠ પર બેસાડીને દૂર દૂર આવેલા ગંધમાદન પર્વત પર મૂકી દઉં છું.’ ચકલીબહેન તો ગંદમાદન પર્વત પર પહોંચી ગયાં અને એમને પહોંચાડીને ગરુડ તો તરત પાછું વૈકુંઠ આવી પણ ગયું ! ગરુડે પોતે જે કર્યું એ બદલ અંદરથી બહુ ખુશ હતું. યમરાજ જ્યારે વિષ્ણુ ભગવાનને મળીને પાછા ફર્યા ત્યારે એમણે ગરુડને પૂછ્યું : ‘પેલી ચકલી ક્યાં છે ?’ ગરુડે કહ્યું કે ચકલી તો ખૂબ દૂર પહોંચી ગઈ છે.’ યમરાજ વિચારમાં પડી ગયા. વિષ્ણુ ભગવાનની લીલા કેવી રહસ્યમય છે ! એમણે ગરુડને કહ્યું : ‘અંદર જતી વખતે મેં ચકલીને અહીં જોઈ ત્યારે મને ભારે આશ્ચર્ય થયેલું કે આ ચકલી તો ગંધમાદન પર્વત પર સમડીને હાથે મરવાની છે. એ ત્યાં આટલી ઝડપથી શી રીતે પહોંચશે ? નિયતિ જ એને ગંધમાદન પર્વત પર લઈ ગઈ !’
ઘોડાની પાછળ ગાડી હોય તો જ ઘોડાગાડી ચાલે. પુરુષાર્થ કર્યા પછી નિયતિ પ્રમાણે જે થવાનું હોય તે થાય, પરંતુ કર્મ કરવામાં કરકસર ન ચાલે. ઘોડાની આગળ ગાડી મૂકવાથી કશુંય ન વળે. ખરો રસ્તો એક જ છે : ‘નેકી કર ઔર દરિયા મેં ડાલ.’
જીવન આનંદપૂર્વક અને પ્રસન્નતાપૂર્વક જીવવાનું છે. કોઈ અકળ મહાસત્તા તરફથી મળેલી મૂલ્યવાન ભેટનું નામ જીવન છે. દુઃખ અને સુખ ઓચિંતાં આવી પહોંચે છે. સુખ અને દુઃખ બંનેનો જીવનમાં સ્વીકાર છે, પરંતુ એથી સુખી થવાનો પ્રયત્ન છોડવા જેવો નથી. સુખી થવું એ પ્રત્યેક મનુષ્યનો અધિકાર છે. જીવનમાં મનુષ્યને સૌથી વધારે આનંદ ક્યારે મળે ? જ્યારે જ્યારે માણસ બીજા માટે ઘસાઈ છૂટે ત્યારે તે સુખની ટોચ પર હોય છે. કર્મના કાયદામાં આપણી ચાંચ ભલે ન ડૂબે, પરંતુ પરાયા મનુષ્ય માટે કશુંક કરી છૂટવામાં જે પરિતોષ પ્રાપ્ત થાય એમાં જ આપણો ખરો સ્વાર્થ રહેલો છે. સ્વાર્થ એટલે શું ? ‘સ્વ’નો અર્થ સમજાય એ જ ખરો સ્વાર્થ !
[2] ખરી પડેલા પુષ્પની સુગંધ
કલ્પના તો કરી જુઓ ! એક યુવાન ભણવામાં અત્યંત તેજસ્વી હોય તોય વિનમ્ર અને વિનયી હોય. એ યુવાન હોનહાર વિજ્ઞાની હોય તોય કૃષ્ણભક્તિમાં તરબોળ હોય. એ યુવાન અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોય તોય એને ગુજરાતી ભાષામાં લખવા-વાંચવા-બોલવાની સારી ફાવટ હોય. એ યુવાન ઉચ્ચ શિક્ષણમાં પરદેશી સંસ્થામાં વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરવામાં પરોવાયો હોય તોય વારંવાર માતા-પિતાને, મિત્રોને અને સ્વજનોને એવા સુંદર પત્ર લખતો હોય, જેમાં એનાં વાચન-મનનનો નિચોડ હોય. એ હોનહાર યુવાન કાર અકસ્માતમાં ઈટલીમાં મૃત્યુ પામે ત્યારે એનાં માતા-પિતા પર શું વીતે ?
નામ એનું ડૉ. જાતુષ શેઠ, પરંતુ પ્રેમથી સ્વજનો એને જિગર કહીને સંબોધતા. એણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફિઝિક્સ વિષયમાં એમ.એસ.સી. કર્યું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ત્યાર પછી જિગરે પુણેના ‘ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ માં પી.એચ.ડી. કર્યું. પુણેમાં અભ્યાસ કરતી વખતે એ પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. જયંત નારળીકરના સંપર્કમાં પણ આવ્યો હતો. પુણેથી જિગર જર્મની ખાતે ‘મૅક્સ પ્લેન્ક ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઍસ્ટ્રૉફિઝિક્સ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ત્રણ વર્ષની ફેલોશિપ મેળવીને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા પહોંચી જાય છે. માત્ર દોઢ જ મહિનો વીતે ત્યાં મ્યુનિકથી ઈટલી ફરવા માટે સરૈયા નામના મિત્રને સાથે જાય છે અને રોમથી થોડે દૂર કાર અકસ્માતમાં મૃત્યુ પામે છે. એક ઊંચેરો જીવ અવકાશયાત્રાએ નીકળી પડે છે !
જિગર (સંસ્કારી પરિવારમાં : માતા વીણાબહેન, પિતા વિપિનભાઈ અને બંધુ હૃદયરોગના નિષ્ણાત ડૉ. ચિરાગ શેઠ – ફોન : 0261-3535894) મગજ અને મનથી વિજ્ઞાની હતો, પરંતુ હૃદયથી ભીનો કૃષ્ણભક્ત હતો. એને ક.મા. મુનશીએ લખેલ ગ્રંથ ‘કૃષ્ણાવતાર’ પ્રિય હતો અને ત્યાર પછીના ક્રમે મારો ગ્રંથ ‘કૃષ્ણનું જીવનસંગીત’ પણ એટલો જ પ્રિય હતો. એ સ્વજનોને અને મિત્રોને પત્ર લખતો ત્યારે અંતે કાયમ લખતો : ‘કૃષ્ણાર્પણમસ્તુ.’ એક પત્રમાં એ લખે છે :
અંધકાર આપણો વર્તમાન છે
અને પ્રકાશ આપણું શમણું !
આ તો ક્ષણનું તપ છે.
દુઃખી હો ત્યારે બીજાનાં
દુઃખના ટોપલા થોડા ઊંચકો
તો તમને આનંદ થાય.
કોઈ પુષ્પ પૂરેપૂરું ખીલતાં પહેલાં જ ખરી પડે ત્યારે માળીને પ્રશ્ન થાય છે : ‘આ પુષ્પ અકાળે ખરી પડ્યું એનું કારણ શું ?’ લૅન્સેલોટ એલિફન્ટે એક બાળકની કબર પર લખાયેલા મૃત્યુલેખ (એપિટાફ)ના શબ્દો ટાંક્યા છે :
‘આ પુષ્પને કોણે ચૂંટ્યું ?’ માળીએ પૂછ્યું.
‘મેં એને મારા માટે ચૂંટ્યું છે.’ માલિકે કહ્યું.
અને માળીએ મૌન સેવ્યું !
જિગરનું મૃત્યુ એવા સમયે થયું, જ્યારે એ પોતાનામાં પડેલી શક્યતાને વાસ્તવિકતામાં ફેરવવાની સાધના કરી રહ્યો હતો. એનામાં અવકાશવિજ્ઞાનના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરવાની બધી જ સામગ્રી હતી. જર્મનીની સંસ્થામાં આ વિષયમાં સંશોધન કરનારો એ એકમાત્ર એશિયન હતો. જો જિગર બીજાં દસ વર્ષ સુધી જીવ્યો હોત તો એણે કદાચ પોતાના વિષયમાં નૉબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું હોત ! ખરી પડેલા પુષ્પની સુગંધનો પરચો એ પુષ્પની સમીપ પહોંચેલા મનુષ્યોને મળતો રહે છે. મને મારા પ્રિય વાચકને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત ન થયું. હું જિગરને કદી પણ મળ્યો ન હતો. અત્યારે મારા હાથમાં ‘ડૂબેલા સૂરજનું અજવાળું’ પુસ્તક છે. એમાં જિગરે લખેલા પત્રોના એવા અંશો પ્રગટ થયા છે, જે વાંચીને હૈયું રડી ઊઠે છે. એ પત્રોમાં બ્રહ્માંડના રહસ્યને સમજવા મથનારા એક વિજ્ઞાનીની અધ્યાત્મદષ્ટિ પણ પ્રગટ થતી દીસે છે. આ પુસ્તક વાંચ્યું ત્યારે એક એવા સહૃદય વાચકને ગુમાવી બેઠાનું દુઃખ થયું, જે હવે ક્યારેય મળવાનો નથી. લેખકને અંદરથી ગૌરવનો અનુભવ થાય એવા સુજ્ઞ વાચકો કેટલા ? વિજ્ઞાનના અભ્યાસ સાથે ઉપનિષદ, ગીતા અને કૃષ્ણના પ્રેમમાં પડે એવા વિજ્ઞાની કેટલા ?
પ્રભુને કદાચ બધાં જ સંતાનો ગમે છે, પરંતુ કેટલાંક સંતાન પ્રભુનાં ખાસ લાડકાં હોય એમ બને. માણસે જીવનમાં બીજું કશું નથી કરવાનું. એણે કશીક એવી ધાડ મારવી જોઈએ, જેથી પોતે પ્રભુના લાડ પામે. આઈન્સ્ટાઈન મહાન વિજ્ઞાની હતો, પરંતુ અંદરથી ઈશ્વરનો ભક્ત હતો. આવું જ ન્યુટન માટે પણ કહી શકાય. આવું જ નારળીકર અને પંકજ જોશી માટે પણ કહી શકાય. બ્રહ્માંડ એક વિરાટ રહસ્ય છે. વિજ્ઞાનને બ્રહ્માંડની વિગતોમાં રસ છે. અધ્યાત્મને સૃષ્ટિમાં સર્વત્ર સંતાયેલા સર્જનહારને સમજવામાં રસ છે. આપણને બંનેની જરૂર છે.
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt
alt

ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે!

 
 
‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો.
વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી.
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?
એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો.
ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં.
અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’
બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’
દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય.
જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં.
સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું.
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.
‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું.
થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….
- ડૉ. જગદીશ જોશી
“ઓરા આવો તો કહું કાનમાં વાતડી…..”
આમ ‘ઓરા’ આવવાની વાત પણ કહેવી પડે છે. એનો અર્થ એમ કે, વાત કરી શકાય એટલા ‘ઓરા નથી કે ‘કાનમાં’ કહી શકાય એવી (અંગત) ‘વાતડી’ એટલા ‘ઓરા’નથી ! એટલે જ મારે પણ કહેવું પડ્યું – ‘પતિ-પત્ની નજીક આવો’?
વિવિધ સંબંધોમાં અગત્યનો અને અન્ય સંબંધોને સીધો કે આડકતરી રીતે અસરકરતા પતિ-પત્નીના આ સંબંધની વાત કંઈક નિરાલી જ છે.
……. અને તમે પણ લખાણનું ટાઈટલ વાંચી, આ સંબંધની અગત્યતા અને આંટીઘુંટીની જાણકારીની કુતુહલતાથી જ ક્લીક કર્યું હશે.
પરીણિત મિત્રોને પહેલો સવાલ તો ઉઠ્યો જ હશે કે “શું અમે નજીક નથી ? કામકાજના સમય સિવાયનો સોનેરી સમય સાથે જ વિતાવીએ છીએને ! ”.      (….કે એક્બીજાને સહન કરીએ છીએ ? આ સહન કરવાની વાતમાં કંઇ કરી શકાય કે કેમ ? )
જો આપણે પતિ-પત્નીને ‘નજીક’ જ જોતાં હોઈએ તો લગ્નજીવનમાં પ્રવર્તતા લડાઈ-ઝગડા, અસંતોષ, અંજંપો ક્યાંથી હોય ? પણ આ નજીકતામાં ક્યાંક કંઈક ખૂટે છે. નજરે દેખાતી ‘નિકટતા’ એ ભૌતિક છે, આપણી વાત ‘માનસિક નિકટતા’ની છે, મનમેળની છે.
પત્નીને અમુક રંગની સાડી કે ડ્રેસ પસંદ નથી જ્યારે પતિ તેને એવા જ રંગની સાડી ભેટ આપે અને પાછી એવી અપેક્ષા રાખે કે પત્ની પોતાની ભેટની કદર કરે. પત્નીને ઘરકામમાં કોઇ ટોકે એ ગમતુ નથી, પતિ પોતાનો અહમ સંતોષવા કે જ્ઞાનનું પ્રદર્શન કરવા ઘરકામમાં માથુ મારે. પત્ની ઇચ્છે કે પતિ વ્યવસાયમાંથી પરવારી સાંજનો સમય ઘરમાં વિતાવે, જ્યારે પતિને, પત્ની કે ઘર કરતાં મિત્રોમાં વધુ રસ હોય.
સામે પક્ષે પણ પરસ્થિતિ સરખી જ છે. પતિને હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી પણ રજાના દિવસે રસોડામાં પણ રજા જ પડી હોય. વ્યવસાયમાંથી થાકેલો પતિ ઘરમાં પગ મૂકે ને ઘરપારાયણ શરુ થઈ જાય. બહેનપણીનો પતિ અમુક પ્રકારના કપડા પહેરે એટલે પોતાના પતિને પણ એવા જ કપડા પહેરવા જોઈએ એવો દુરાગ્રહ સેવાય.
બહુ સામાન્ય દેખાતા, આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકાય પણ આવા જ ‘એડજસ્ટમેન્ટ’ ધીમે ધીમે ‘મનમેળ’ ઘટાડે અને પછી, લગ્નજીવનનું ‘રગશીયું’ ગાડું આગળને આગળ ખેંચાતું ચાલે. આમ ખરેખર તો ભૌતિક રીતે નજીક દેખાતા પતિ-પત્ની માનસિક રીતે જોજનો દૂર ઉભા હોય છે.
તમે પણ થોડી જાત તપાસ કરી જુઓ ને !
હૈંયા પર હાથ મુકી જાતને પુ્છો ને ‘તમે તમારા સાથીદારથી નજીક છો ?’
જવાબ સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’ માં ન પણ મળે, પણ ‘હા’ કે ‘ના’ માંથી કોઈ એક તરફ તો ઢળતો હોય શકે. જો ‘હા’ તરફ ઢળતો હોય તો જીવન જીવવા જેવું લાગતું હોય, જો ‘ના’ તરફ હોય તો …….(મારે લખવાની જરુર નથી, જવાબ તમારો જ છે, ખાનગી છે અને ખાનગી રહેશે.).
મને તો માનવીય લાગણીઓમાં શ્રધ્ધા છે અને તેથી હું તો માનું છું કે પતિ-પત્નીના સંબંધો એ અમદાવાદના ઝુલતા મીનારા જેવા છે, બન્ને દુન્યવી રીતે એકબીજાથી સ્વતંત્ર દેખાય છે, પણ એક્ને ઢંઢોળો તો બીજો તુરંત જ આંદોલીત થાય. જો આવું ન થતું હોય તો ? એમાં ફેરફાર થઈ શકે ? જરુર થઈ શકે. ફક્ત એકબીજાના લાગણીતંત્રને જોડતી કડીઓને તપાસવી પડે, લાગણીના કંપનો આડેથી અવરોધો દૂર કરવા પડે. આ માટે પ્રયત્ન કરવો પડે, જેઓને અવરોધ દેખાય છે તેમણે અવરોધ દૂર કરવા માટે અને જેમને કોઈ અવરોધ નથી તેમણે જીવનને વધુ મધુર બનાવવા માટે.
તમને ધીરજપૂર્વક પ્રયત્ન કરવાની ઇચ્છા છે ? તો આત્મ નિરીક્ષણ કરવું પડશે. આત્મનિરીક્ષણની વાત સાંભળી આધ્યામિકતામાં સરી પડવાની જરુર નથી, એવી કોઈ વાત જ નથી. પણ માનસશાસ્ત્રના સાદા નિયમોને ધ્યાનમાં લઈ થોડાક જવાબ આપવાના છે.
વસંત ઋતુની વહેલી સવારે તમારી ઊંઘ ઉડી જાય, પંખીઓનો મીઠો કલરવ સંભાળાતો હોય, અધખુલ્લી બારીમાંથી વસંત વાયરાઓની લહેરખીઓ આલ્હાદકતાની અનુભૂતિ કરાવે અને તમે પણ આ પ્રવાહમાં તણાયને આનંદની લાગણી અનુભવો છો. (આ વસંતની વાતને તો કવિઓ માટે રાખી મૂકો, પણ તમારા આનંદને યાદ રાખો)
જીંદગીની કેટલીક ક્ષણોએ, વસંત વગર પણ, તમે આવી જ જીવન વસંતનો અનુભવ કર્યો જ હશે. પણ આવો અનુભવ વસંતના વાયરાની લહેરખીઓ સમાન હશે. સામાન્ય અનુભવ તો, વિવિધ ટેન્સન, મજબૂરી અને દુઃખની લાગણીઓને ઉભરાવે એવા થતા હશે. પણ ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન પ્રસંગોએ મન પ્રફુલ્લિત કર્યું હશે.
ક્યારેક તંગ અને કંટાળાભરેલ આપણી માનસિક સ્થિતિ દરમ્યાન, અન્ય લોકોની પ્રફુલ્લિતતા જોઈ, આપણને ઇર્ષા થાય છે કે બીજા લોકો કેટલા સુખી છે, મારા જીવનમાં તો બસ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે, મારા નસીબમાં સુખનો છાંટોય નથી. (જો કે તમને દેખાતા સુખીઓને પણ આવી જ લાગણી થતી હોય છે.)
પણ મિત્રો ! ‘મારા નસીબમાં સુખ નથી’ એ વાક્યની યથાર્થતા ચકાસવાનો પ્રયત્ન ક્યારેય કર્યો છે ? સુખ, આનંદ, પ્રફુલ્લિતતા પામવાને આડે આવતા અવરોધો અંગે ક્યારેય વિચાર્યું છે ?
કે પછી ….
ઝખમ દેનારાઓની યાદીમાં પ્રથમ પાને જ અંગત નામો જોઈને ડાયરી બંધ કરી દેનારા શાયરની જેમ સુખ મેળવવાના અવરોધોમાં પહેલું જ નામ તમારુ જોઈને આગળ જોવાનો પ્રયત્ન જ છોડી દીધો ? પ્રાથમિક પ્રયત્નમાં તો તમને તમારું નામ અવરોધરુપે નહી દેખાય, પણ સચ્ચાઈપૂર્વક પ્રયત્ન કરશો તો કદાચ એ સ્પષ્ટ દેખાશે, જેમ અન્ય તરફ એક આંગળી ચીંધતી વખતે ત્રણ આંગળીઓ તમારા તરફ જ હોય છે.
પણ આપણે વાત કરતા હતા બેડરુમની અધખુલ્લી બારીની. જેમ આ અધખુલ્લી બારી વસંતની આલ્હાદકતાને સંપૂર્ણપણે માણવામાં અવરોધરુપ થાય છે, તેમ જીવન વસંતને માણવા આપણા ‘મનની બારી’ અવરોધરુપ થાય છે.
આ મનની બારી કેવી હશે ?
આવો, આપણે એને જાણવા અને ખોલવાનો પ્રયત્ન કરીએ.
“જોહરી વિન્ડો” (Johari Window*) તરીકે ઓળખાતી આ માનસિક બારી, ‘સ્વ’ (પોતાના) વિશેની આપણી જાણાકારી અને અન્ય લોકો આપણા વિશે શું વિચારે/જાણે છે તે બે બાબતોના આધારે રચાયેલ છે. (આ તબક્કે માનસશાસ્ત્રના જાણકારોને એટલું જણાવી દઊં કે આ ચર્ચા સામાન્યજન માટેની છે એથી જોહરી વિન્ડોની સમજુતીમાં છુટછાટ લીધેલી લાગશે. પણ જેઓને શાસ્ત્રીય જાણકારીનો આગ્રહ હોય તેમને માટે ગુગલ સર્ચ હાજર જ છે.)
બીજી પણ એક સ્પષ્ટતા જરુરી છે. જેઓ ઇન્ટરનેટ પર ફેઈસબુક જેવા સંબંધોમાં રસ ધરાવે છે તેમને માટે સંબંધોની આ બારી ઉપયોગી નથી.
મનની બારીની કલ્પના કદાચ વિચિત્ર લાગે, પણ આપણું શરીર જેમ આંખો દ્વારા ભૌતિક દુનિયા સાથે જોડાયેલું છે તેમ મનને પણ અન્યના મન સાથે જોડવા ‘કંઈક’ જોઈએ, અને આ ‘કંઈક’, એ આપણી ‘મનની બારી’ છે એમ કલ્પના કરી લો. અહીં તમે અને અન્ય (સામેની વ્યક્તિ), જેમકે ‘હું’ અને ‘તમે’, બન્ને એકબીજાની સામસામે અલગ અલગ રુમમાં (અલગ અલગ મન સાથે) છીએ. બન્નેને એકબીજા વિશે જાણવું હોય તો રુમની દિવાલમાં ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ, જેમ તમને કુદરતનો નજારો જોવા બેડરુમની બારીની જરુર છે બસ એજ રીતે. તો બે વ્યક્તિને એકબીજા વિશે જાણવું હોય તો બન્નેના મનમાં પણ ખુલ્લી જગ્યા – ‘બારી’ જોઈએ. જોહરી વિન્ડો આવી જ બારીની સમજૂતિ આપે છે.
હવે આ વિન્ડો આજના જમાનાની સ્લાઈડીંગ ડોરવાળી નથી, પણ જુની ડિઝાઈનની ચાર સ્ક્વેરવાળી છે. (જુઓ ચિત્ર). વિન્ડોને સમજવા તમારે ગણિતને પણ યાદ કરવું પડશે. નાનપણમાં આપણે ગ્રાફ દોરતા ત્યારે ‘x’ અને ‘y’, axis દોરી બન્ને axis પર જુદા જુદા પરિબળો મૂકતા, અહીં આપણે ‘હું’ અને ‘અન્ય’, કે પતિ-પત્નીની જ વાત કરવી હોય તો ‘પતિ’ અને ‘પત્ની’ ને મૂકી શકાય.
જોહરી વિન્ડો’
જોહરી વિન્ડો’
ચિત્રમાં આપણે ‘x’ ના સ્થાને ‘પતિ’ અને ‘y’ ના સ્થાને ‘પત્ની’ મૂકીએ. હવે આપણે ‘ઓપન’ ના ચોકઠાને ધ્યાનમાં લઈએ તો કેટલીક બાબતો પતિ જાણે છે અને એ જ બાબતો પત્ની પણ જાણે છે. દા.ત. પતિને કારેલાનું શાક ભાવતું નથી, એ બાબત બન્ને જાણે (open) છે, ઘરમાં કારેલા બનતા જ નથી અને જમતી વખતે વાસણ ખખડતા નથી. આજે પતિને ઓફીસમાં ખૂબ કામ હોય છે, લંચટાઈમ મળ્યો નથી, સાંજે પતિ મહાશય માથું દુઃખવાની ફરીયાદ સાથે ઘરે આવે છે. પત્ની સાંજની ચા સાથે નાસ્તો પણ હાજર કરી દે છે, કારણ કે પતિનું ઓફીસમાંથી પરત આવેલું લંચ બોક્સ ભરેલું જોતા તેને તરત જ ખ્યાલ આવે છે કે માથુ ભુખના લીધે દુઃખે છે, પતિ મહાશયને એ જાણ નથી (blind) કે માથુ શેના લીધે દુઃખે છે. સાંજે પતિ ઓફીસેથી આવી, પત્નીને બેગ આપતાં કહે ‘આમાંથી ફાઈલો જરા કબાટમાં મૂકી દે ને’ પત્ની બેગ ખોલે અને ફાઈલોના બદલે પત્ની માટેનું સુંદર ગીફ્ટપેક હોય, જે બાબત પતિ જાણે છે, પણ પત્ની અજાણ (closed) છે. આ ઉપરાંત કેટલીક બાબત એવી પણ હોય કે જેનાથી બન્ને અજાણ (unknown) હોય છે.