SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 19 August 2014

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી
ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી
કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’
દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી
ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?
- હરીન્દ્ર દવે
એ ટાલિયા!: આવા ટોણાથી બચવા પોષણયુક્ત ખોરાક ખાઓ ને સ્ટ્રેસને બાય-બાય કરો--અજય મોતીવાલા-- આરોગ્ય સુધા

દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે

હેર લૉસ કહો બાલ્ડનેસ અથવા બાલ્ડિંગ કહો કે પછી ઍલપીસિયા. સરળ ભાષામાં કહીએ તો વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યાથી ભાગ્યે જ કોઈ પુરુષ બચતો હોય છે. એક અંદાજ પ્રમાણે પચીસ ટકા પુરુષોના માથાના વાળ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતાં ખરવા માંડે છે અને બે-તૃત્યાંશ જેટલા લોકો ૬૦ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધીમાં તેમના માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.

મેલ પૅટર્ન થિનિંગમાં વ્યક્તિના માથામાં વાળ ફરી નથી ઊગતા, જ્યારે ઍલપીસિયામાં વાળ ફરી ઊગવાની સંભાવના હોય છે.

વારસાગત કારણસર અને બીમારીને લીધે ટાલ પડતી ટાળી ન શકાય, પરંતુ પૂરતા પોષક તત્ત્વોવાળો ખોરાક લેવામાં આવે કે માનસિક તાણથી બચવામાં આવે તો હેર ફૉલથી બચી શકાય.

નિષ્ણાતોના મતે હેર લૉસથી બચવા માટેની કેટલીક ગુરુચાવીઓ છે: (૧) ડાયટ ક્ધટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. (૨) પ્રોસેસ્ડ ફૂડ અને હોર્મોન ધરાવતી ફૂડ પ્રૉડક્ટ્સથી દૂર રહેવું. (૩) યુવાનોએ વાળને વધુ પડતા ખેંચતી હેર સ્ટાઇલ કરાવવાનું ટાળવું. (૪) માથામાં ખોડો ન થાય એની ખાસ તકેદારી રાખવી અને (૫) બ્લડ સરક્યુલેશન વધારતી દવા લેવી અને વાળની મજબૂતી વધારવા માથામાં હળવો મસાજ કરાવવો.

સંકેતો અને લક્ષણો

સામાન્ય રીતે પુરુષના માથામાં ૧,૦૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે. પ્રતિદિન સરેરાશ ૧૦૦ જેટલા વાળ ખરે છે, પરંતુ જો વાળનો ગ્રૉથ સારો હોય તો ગુમાયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગતા રહે છે.

ટાલની સમસ્યાની શરૂઆત નાના-નાના જથ્થામાં વાળ ખરવાથી થાય છે. ખરેલા વાળવાળો આ ભાગ નાના ગોળાકારમાં હોય છે. શરૂઆતના આ તબક્કામાં માથામાં ખોડો (ડૅન્ડ્રફ) પણ થાય છે, ચામડી પર નાના જખમ જોવા મળે છે અને ડાઘ પણ પડી જાય છે. ટાલ સામાન્ય રીતે માથા પર પાછળના ભાગમાં કે કપાળની નજીકના માથાના ભાગમાં કે કાનની ઉપરના ભાગમાં પડે છે. મોટા ભાગે વાળ ઓળાવતી વખતે કે શૅમ્પૂ લગાડ્યા પછી વાળ ખરે છે. ક્યારેક નવી હેર-સ્ટાઇલ આપતી વખતે વાળ પાતળા થઈ ગયા હોવાનો સંકેત મળે છે.

સમસ્યા એક, કારણ અનેક

* દર સાતમાંથી ચાર પુરુષની ટાલિયાપણાની સમસ્યા વારસાગત હોય છે અને એમાં માતા તથા પિતા બન્નેના જનિન તત્ત્વ જવાબદાર હોય છે.

* માથામાં થતો ખોડો પણ ટાલ પડવા માટે કારણરૂપ હોય છે. ખોડાની સમસ્યા બહુ સામાન્ય અને ચેપી છે અને એમાં વાળ ખરતા જતાં ટાલ પડી જાય છે.

* નિષ્ણાતોને અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અપૂરતા પોષણ, અપૂરતા ખોરાક કે ખોરાકમાં બાયોટીન, પ્રોટીન અને ઝિન્કના અભાવને કારણે પણ ટાલ પડી શકે છે.

* ક્યારેક ખોરાકી ઝેરને લીધે પણ વાળ ખરે છે.

* અમુક પ્રકારની ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરોઇડને કારણે પણ ટાલ પડી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કૉલેસ્ટરોલને લગતી દવાની જો આડઅસર થાય તો એમાં શરીરના હોર્મોનની સમતુલા જોખમાય છે અને મોટા પ્રમાણમાં વાળ ખરી શકે છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારીમાં કરાવવામાં આવતી કેમોથેરપીને લીધે પણ વાળ ખરવા માંડે છે.

* કોઈક કિસ્સામાં તીવ્ર આઘાત, મોટી સર્જરી અને અત્યંત સ્ટ્રેસને કારણે પણ વાળ ખરે છે.

* હવા કે પાણીના પ્રદૂષણને લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે પણ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અને ટાલ પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટેશન

હેર ટ્રાન્સપ્લાન્ટેશનની નવી મેથડ ડર્મા ફિલ્મ તરીકે ઓળખાય છે. એમાં હેર ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી લોકલ ઍનેસ્થેટિક હેઠળ થાય છે. સર્જન એમાં માથાના પાછળના અને આજુબાજુના ભાગના હેલ્ધી હેરને કાઢીને ટાલવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ પ્રક્રિયા ચારથી આઠ કલાક ચાલે છે અને વાળને વધુ જાડા બનાવવા થોડો વધારાનો સમય પણ લાગી શકે છે. ટ્રાન્સપ્લાન્ટેડ હેર થોડા અઠવાડિયામાં ખરી જાય છે, પરંતુ પછીથી થોડા મહિનાઓની અંદર નવા વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે.

હેર લૉસને છુપાવતી હેર-સ્ટાઇલ

વાળ ખરવાની સમસ્યાને છુપાવવા માટેની એક મેથડ છે ‘કૉમ્બ ઓવર’. એમાં વાળને એવી સ્ટાઇલ આપવામાં આવે છે જેનાથી ટાલવાળો ભાગ ઢંકાઈ જાય છે. જોકે, આ ઉકેલ કામચલાઉ હોય છે અને ખાસ કરીને ખરેલા વાળવાળો ભાગ નાનો હોય ત્યારે એ કારગત નીવડે છે. એ ભાગ વધતો જાય ત્યારે એ નવી હેર-સ્ટાઇલ નકામી સાબિત થતી જાય છે. બીજી મેથડ છે માથે કૅપ કે ટોપો પહેરવો કે પછી વિગ પહેરવી.

હેડ શેવિંગ, એક ફૅશન

કેટલાક પુરુષો વાળ ખરવાની સમસ્યાને છુપાવવા કરતાં એને સામે ચાલીને સ્વીકારી લે છે. બીજી રીતે કહીએ તો માથામાં ઠેકઠેકાણે ટાલ પડતી જાય તો માથે મુંડન કરાવી નાખવામાં આવે છે. અંગ્રેજીમાં એને હેડ શેવિંગ કહેવાય છે અને અત્યારે એની ફૅશન છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

ખરતા વાળની સમસ્યાનાં કારણો અને એના ઉકેલ વિશે પુષ્કળ જાણકારી ધરાવનાર નિષ્ણાત ટ્રાયકોલૉજિસ્ટ તરીકે ઓળખાય છે. મુંબઈના જાણીતા ટ્રાયકોલૉજિસ્ટ ડૉ. આનંદ જોશી કહે છે, ‘દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે. બી-કૉમ્પ્લેક્સનો અભાવ કે ઓછા પ્રોટીનને લીધે વાળ ખરવાની શરૂઆત થાય છે. સ્ટ્રેસ લેવલ વધતાં પણ હેર લૉસની સમસ્યા નડે છે. જોકે, આ સમસ્યાથી પણ બચવાનું વ્યક્તિના પોતાના હાથમાં હોય છે.’ મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિરલ દેસાઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે કહે છે, ‘ઘણી વાર લોકો લલચામણી જાહેરખબર વાંચીને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવતા હોય છે. એ પ્રક્રિયા જો બરાબર ન કરવામાં આવે તો ટાલની સમસ્યા ઉકેલાવાને બદલે બીજા ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એમાં વ્યક્તિના માથામાં કાયમી ડાઘ પડી જાય છે. ક્યારેક લોહી પણ નીકળે છે અને માથામાં ચેપ વધતો પણ જાય છે.’એ ટાલિયા!: આવા ટોણાથી બચવા પોષણયુક્ત ખોરાક ખાઓ ને સ્ટ્રેસને બાય-બાય કરો--અજય મોતીવાલા-- આરોગ્ય સુધા

દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે

હેર લૉસ કહો બાલ્ડનેસ અથવા બાલ્ડિંગ કહો કે પછી ઍલપીસિયા. સરળ ભાષામાં કહીએ તો વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યાથી ભાગ્યે જ કોઈ પુરુષ બચતો હોય છે. એક અંદાજ પ્રમાણે પચીસ ટકા પુરુષોના માથાના વાળ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતાં ખરવા માંડે છે અને બે-તૃત્યાંશ જેટલા લોકો ૬૦ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધીમાં તેમના માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.

મેલ પૅટર્ન થિનિંગમાં વ્યક્તિના માથામાં વાળ ફરી નથી ઊગતા, જ્યારે ઍલપીસિયામાં વાળ ફરી ઊગવાની સંભાવના હોય છે.

વારસાગત કારણસર અને બીમારીને લીધે ટાલ પડતી ટાળી ન શકાય, પરંતુ પૂરતા પોષક તત્ત્વોવાળો ખોરાક લેવામાં આવે કે માનસિક તાણથી બચવામાં આવે તો હેર ફૉલથી બચી શકાય.

નિષ્ણાતોના મતે હેર લૉસથી બચવા માટેની કેટલીક ગુરુચાવીઓ છે: (૧) ડાયટ ક્ધટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. (૨) પ્રોસેસ્ડ ફૂડ અને હોર્મોન ધરાવતી ફૂડ પ્રૉડક્ટ્સથી દૂર રહેવું. (૩) યુવાનોએ વાળને વધુ પડતા ખેંચતી હેર સ્ટાઇલ કરાવવાનું ટાળવું. (૪) માથામાં ખોડો ન થાય એની ખાસ તકેદારી રાખવી અને (૫) બ્લડ સરક્યુલેશન વધારતી દવા લેવી અને વાળની મજબૂતી વધારવા માથામાં હળવો મસાજ કરાવવો.

સંકેતો અને લક્ષણો

સામાન્ય રીતે પુરુષના માથામાં ૧,૦૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે. પ્રતિદિન સરેરાશ ૧૦૦ જેટલા વાળ ખરે છે, પરંતુ જો વાળનો ગ્રૉથ સારો હોય તો ગુમાયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગતા રહે છે.

ટાલની સમસ્યાની શરૂઆત નાના-નાના જથ્થામાં વાળ ખરવાથી થાય છે. ખરેલા વાળવાળો આ ભાગ નાના ગોળાકારમાં હોય છે. શરૂઆતના આ તબક્કામાં માથામાં ખોડો (ડૅન્ડ્રફ) પણ થાય છે, ચામડી પર નાના જખમ જોવા મળે છે અને ડાઘ પણ પડી જાય છે. ટાલ સામાન્ય રીતે માથા પર પાછળના ભાગમાં કે કપાળની નજીકના માથાના ભાગમાં કે કાનની ઉપરના ભાગમાં પડે છે. મોટા ભાગે વાળ ઓળાવતી વખતે કે શૅમ્પૂ લગાડ્યા પછી વાળ ખરે છે. ક્યારેક નવી હેર-સ્ટાઇલ આપતી વખતે વાળ પાતળા થઈ ગયા હોવાનો સંકેત મળે છે.

સમસ્યા એક, કારણ અનેક

* દર સાતમાંથી ચાર પુરુષની ટાલિયાપણાની સમસ્યા વારસાગત હોય છે અને એમાં માતા તથા પિતા બન્નેના જનિન તત્ત્વ જવાબદાર હોય છે.

* માથામાં થતો ખોડો પણ ટાલ પડવા માટે કારણરૂપ હોય છે. ખોડાની સમસ્યા બહુ સામાન્ય અને ચેપી છે અને એમાં વાળ ખરતા જતાં ટાલ પડી જાય છે.

* નિષ્ણાતોને અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અપૂરતા પોષણ, અપૂરતા ખોરાક કે ખોરાકમાં બાયોટીન, પ્રોટીન અને ઝિન્કના અભાવને કારણે પણ ટાલ પડી શકે છે.

* ક્યારેક ખોરાકી ઝેરને લીધે પણ વાળ ખરે છે.

* અમુક પ્રકારની ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરોઇડને કારણે પણ ટાલ પડી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કૉલેસ્ટરોલને લગતી દવાની જો આડઅસર થાય તો એમાં શરીરના હોર્મોનની સમતુલા જોખમાય છે અને મોટા પ્રમાણમાં વાળ ખરી શકે છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારીમાં કરાવવામાં આવતી કેમોથેરપીને લીધે પણ વાળ ખરવા માંડે છે.

* કોઈક કિસ્સામાં તીવ્ર આઘાત, મોટી સર્જરી અને અત્યંત સ્ટ્રેસને કારણે પણ વાળ ખરે છે.

* હવા કે પાણીના પ્રદૂષણને લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે પણ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અને ટાલ પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટેશન

હેર ટ્રાન્સપ્લાન્ટેશનની નવી મેથડ ડર્મા ફિલ્મ તરીકે ઓળખાય છે. એમાં હેર ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી લોકલ ઍનેસ્થેટિક હેઠળ થાય છે. સર્જન એમાં માથાના પાછળના અને આજુબાજુના ભાગના હેલ્ધી હેરને કાઢીને ટાલવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ પ્રક્રિયા ચારથી આઠ કલાક ચાલે છે અને વાળને વધુ જાડા બનાવવા થોડો વધારાનો સમય પણ લાગી શકે છે. ટ્રાન્સપ્લાન્ટેડ હેર થોડા અઠવાડિયામાં ખરી જાય છે, પરંતુ પછીથી થોડા મહિનાઓની અંદર નવા વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે.

હેર લૉસને છુપાવતી હેર-સ્ટાઇલ

વાળ ખરવાની સમસ્યાને છુપાવવા માટેની એક મેથડ છે ‘કૉમ્બ ઓવર’. એમાં વાળને એવી સ્ટાઇલ આપવામાં આવે છે જેનાથી ટાલવાળો ભાગ ઢંકાઈ જાય છે. જોકે, આ ઉકેલ કામચલાઉ હોય છે અને ખાસ કરીને ખરેલા વાળવાળો ભાગ નાનો હોય ત્યારે એ કારગત નીવડે છે. એ ભાગ વધતો જાય ત્યારે એ નવી હેર-સ્ટાઇલ નકામી સાબિત થતી જાય છે. બીજી મેથડ છે માથે કૅપ કે ટોપો પહેરવો કે પછી વિગ પહેરવી.

હેડ શેવિંગ, એક ફૅશન

કેટલાક પુરુષો વાળ ખરવાની સમસ્યાને છુપાવવા કરતાં એને સામે ચાલીને સ્વીકારી લે છે. બીજી રીતે કહીએ તો માથામાં ઠેકઠેકાણે ટાલ પડતી જાય તો માથે મુંડન કરાવી નાખવામાં આવે છે. અંગ્રેજીમાં એને હેડ શેવિંગ કહેવાય છે અને અત્યારે એની ફૅશન છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

ખરતા વાળની સમસ્યાનાં કારણો અને એના ઉકેલ વિશે પુષ્કળ જાણકારી ધરાવનાર નિષ્ણાત ટ્રાયકોલૉજિસ્ટ તરીકે ઓળખાય છે. મુંબઈના જાણીતા ટ્રાયકોલૉજિસ્ટ ડૉ. આનંદ જોશી કહે છે, ‘દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે. બી-કૉમ્પ્લેક્સનો અભાવ કે ઓછા પ્રોટીનને લીધે વાળ ખરવાની શરૂઆત થાય છે. સ્ટ્રેસ લેવલ વધતાં પણ હેર લૉસની સમસ્યા નડે છે. જોકે, આ સમસ્યાથી પણ બચવાનું વ્યક્તિના પોતાના હાથમાં હોય છે.’ મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિરલ દેસાઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે કહે છે, ‘ઘણી વાર લોકો લલચામણી જાહેરખબર વાંચીને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવતા હોય છે. એ પ્રક્રિયા જો બરાબર ન કરવામાં આવે તો ટાલની સમસ્યા ઉકેલાવાને બદલે બીજા ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એમાં વ્યક્તિના માથામાં કાયમી ડાઘ પડી જાય છે. ક્યારેક લોહી પણ નીકળે છે અને માથામાં ચેપ વધતો પણ જાય છે.’
વંદન,  ચંદન કરતા શીતળ હોય છે
ચંદન કપાળ ને ઠંડુ કરશે,
વંદન, હ્રદય ને ઠંડુ કરશે. !

જરૂરિયાતો વધી એટલું દુ:ખ વધ્યું
જરૂરિયાતો ઘટી એટલે દુ:ખ ઘટ્યું !

સુખ ભાગ્યેજ ગેરહાજર હોય છે,
માત્ર આપણે તેની નોંધ લેતા નથી .!

જ્યાં જ્યાં નજર નાખીએ ત્યાં ત્યાં
નાની મોટી સેવાની તક હોય જ છે,
તેને ઝડપી લેવી જોઈએ !!

સેવાની તક આપવા માટે પ્રભુનો,
અને સેવા સ્વીકારનારનો  બનેનો,
ખરા હૃદય થી આભાર માનીએ .!!

સુખ નો માર્ગ,
બીજાને સુખી કરવાનો .!!

જ્યારે સેવાનો સુભ અવસર પ્રાપ્ત થાય છે ત્યારે,
ભગવાન તે કરવા માટે વિપુલ શક્તિ આપે છે .!!

બીજાને દુ:ખ દેવાનો વિચાર મનને કલુષિત કરે છે,
બીજાને સુખી કરવાનો સંકલ્પ મનને પુનીત બનાવે છે !!

પ્રાચીન દેશી દોહામાં બતાવ્યો છે અનેક રોગોનો રામબાણ ઈલાજ


પ્રાચીન દેશી દોહામાં બતાવ્યો છે અનેક રોગોનો રામબાણ ઈલાજ
 આપણા ઘરની રસોઈ ઔષધીઓનો ખજાનો છે. અનેક ઘરેલુ વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ કરીને આપણે મોટી-મોટી હેલ્થ સમસ્યાઓ આસાનીથી સારી કરી શકીએ છીએ. બસ જરૂરિયાત હોય તો કિચનમાં કે આપણી આસપાસ આ વસ્તુઓના ગુણો અને ઉપયોગની યોગ્ય જાણકારીની. 

આપણા પૂર્વજો પ્રાચીન કાળથી જ ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને ઈલાજ કરતા હતા. ચાલો આજે જાણીએ કેટલાક એવા જ પ્રાચીન સમયથી ચાલતા આવેલા નુસખા વિશે જે દોહાના રૂપમાં  પ્રસ્તુત કરવામાં આવ્યા છે.... 

लहसुन की दो टुकड़े, करिए खूब महीन।
श्वेत प्रदर जड़ से मिटे, करिए आप यकीन।।

दूध आक का लगा लो, खूब रगड़ के बाद।
चार-पांच दिन में खत्म, होय पुराना दाद।।

चना चून बिन नून के, जो चौसठ दिन खाए।
दाद, खाज और से हुआ, बवासीर मिट जाए।।

ખાજ અને ખુજલી માટેના દોહા-
 
दूध गधी का लगाइए मुंहासों पर रोज।
खत्म हमेशा के लिए, रहे न बिल्कुल खाज।।
 
सरसो तेल पकाइए, दूध आक का डाल।
मालिश करिए छानकर, समझ खाज का काल।।
 
બવાસીર અને કબજિયાત માટેના દોહાઃ- 

मूली रस में डालकर, लेओ जलेबी खाए।
एक सप्ताह तक खाइए, बवासीर मिट जाए।।
 
प्रात:काल जो नियम से, भ्रमण करे हर रोज।
बल-बुद्धि दोनों बढ़ें, मिटे कब्ज का खोज।।

બદહજમી માટેનો દોહામાં બતાવેલ ઈલાજઃ-
 
गाजर का पियो स्वरस नींंबू अदरक लाए।
भूख बढ़े आलस भागे, बदहजमी मिट जाए।।

जब भी लगती है तुम्हे भूख कड़ाकेदार।
भोजन खाने के लिए हो जाओ तैयार।।

सदा नाक से सांस लो, पियो न कॉफी चाय।
पाचन शक्ति  बिगाड़कर भूख विदा हो जाए।।

નાક બંધ થઈ જાય તો, ચક્કર આવે અને શરદી થઈ જાય તો તેને દૂર કરવાના દોહામાં બતાવેલ ઉપાયઃ-
 
रस अनार की कली का, नाक बूंद दो डाल।
खून बहे जो नाक से, बंद होय तत्काल।।

भून मुनक्का शुद्ध घी, सैंधा नमक मिलाए।
चक्कर आना बंद हों, जो भी इसको खाए।।

गरम नीर को कीजिए, उसमें शहद मिलाए।
तीन बार दिन लीजिए, तो जुकाम मिट जाए।।

લંડનનો આ બહુરૂપી કૂતરો ભંડોળ એકઠું કરે છે (અવનવું )


અવનવું : તેજસ વૈદ્ય
આજકાલ સિનેમાઘરોમાં 'એન્ટરટેઇનમેન્ટ' નામની ફિલ્મ ચાલી રહી છે. જેમાં એક શ્વાન ફિલ્મનો હીરો છે અને અક્ષયકુમાર સાઇડ હીરો છે. લંડનમાં પણ આવો જ એક કૂતરો એન્ટરટેઇનમેન્ટનું કેન્દ્ર બન્યો છે. કેવિન નામના કૂતરાએ વિવિધ સેલિબ્રિટીઝ તેમજ ફિલ્મી કલાકારો જેવાં ફેન્સી કપડાં પહેરીને ફોટા પડાવ્યા છે અને ચેરિટી માટે ભંડોળ ઊભું કરી રહ્યો છે. કૂતરાને તો બાપડાને કંઇ ફેન્સી ડ્રેસ કે ચેરિટી કે ભંડોળ એવું ખબર ન પડે એ સમજી શકાય એવી વાત છે.
વાત એમ છે કે કૂતરાની માલિકણ વેલ ટક નામની મહિલા છે, જે કોલેેજમાં વિદ્યાર્થીઓને સાઇકોલોજી ભણાવે છે. એ બહેનને પોતાના પાલતુ કૂતરા કેવિનને શણગારવાના ભારે કોડ છે. તેથી તે બહેને કૂતરાને વિવિધ સેલિબ્રિટીઝ કે ફિલ્મી કલાકારોનાં રૂપોમાં શણગારીને એના ફોટા પાડીને ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ માધ્યમો પર ચિપકાવ્યા. પછી એવું થયું કે લોકોની ડિમાન્ડ આવવા માંડી કે હવે તમે શ્વાનને અમેરિકન હાર્ડ રોક બેન્ડના ગિટારિસ્ટ અને સંગીતકાર સ્લેશ જેવાં કપડાં પહેરાવો. ફિલ્મ 'સાઉન્ડ ઓફ મ્યુઝિક'ની હિરોઇન જુલી એન્ડ્રુઝ જેવાં કપડાં પહેરાવો. એને પ્લે બોય એમ્બેસેડર બન્નીની જેમ શણગારો વગેરે વગેરે. વેલ ટક બહેન શણગારતાં ગયાં અને સોશિયલ માધ્યમો પર તેની તસવીરો ચઢાવતાં ગયાં અને વાહવાહી મેળવતાં ગયાં. દરમિયાન ત્યાંની જસ્ટ ગિવિંગ નામની એક ચેરિટી સંસ્થાનું તેમના પર ધ્યાન ગયું. એ લોકો ચેરિટી માટે અવનવાં ક્રિએટિવ કરતૂત કરતાં લોકોને પસંદ કરતા હોય છે. એના માધ્યમથી ભંડોળ ઊભું કરીને જનસેવાનાં કામો કરતાં હોય છે. તેમણે કૂતરાની માલિકણને કહીને કૂતરાને કેન્દ્રમાં રાખીને કેમ્પેન શરૂ કર્યું છે. જસ્ટ ગિવિંગ સંસ્થા આવા ક્રિએટિવ પ્રકારના લોકોને સાંકળીને નેશનલ ફંડ રેઝિંગ એવોર્ડ આપે છે. જેમાં કેવિન કૂતરા ઉપરાંત પણ કેટલાંક લોકો નોમિનેટ થયા હતા. રસપ્રદ વાત એ છે કે કેવિને તો ફાઇનલીસ્ટ થવા સુધીની સફર ખેડી હતી.
મધર-ઈન-લો – અલ્પેશ પી. પાઠક
હું કુંજન… નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજઠ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અર્ધી ખલાસ થઈ ગયેલી અગરબત્તી સળગતી હતી. આજ નવીનનું ઉઠમણું હતું.
એક પછી એક સ્ત્રીઓ ઊભી થઈ, મારી સામે હાથ જોડતી… અમુક સ્ત્રીઓ દિલસોજીના બે શબ્દો બોલતી પણ મને કશું સંભળાતું નહોતું. મારું ધ્યાન કશામાં નહોતું… હું તો બસ આ રિવાજોનું નાટક ક્યારે પૂરું થાય એની રાહ જોતી હતી.. મારે રૂમમાં દરવાજો બંધ કરી, અંદરથી સ્ટોપર મારી ખૂબ રડવું હતું… બધું મનમાંથી કાઢી નાખવું હતું… બધાં દુઃખ… બધા અભાવો… બધા રંજોગમ વહાવી દેવા હતા આંસુ સાથે… મારે હળવું થવું હતું… હું હવે આઝાદ હતી.
લાખ રોકવા છતાં એક ડૂસકું છૂટી ગયું… નજીકમાં જ બેઠેલી સપના તરત ઊભી થઈ.
‘પાણી આપું, મમ્મી…’
‘હા બેટા, લાવ અર્ધો ગ્લાસ…’ મેં સાસુ તરીકે અધિકાર જમાવ્યો.
ધીરે ધીરે બધાં વિખેરાયાં. સામે સીમાબહેન હજી બેઠાં હતાં. ધીરે રહીને નજીક આવ્યાં.
‘ભાભી… હું જાઉં છું. આવતી રહીશ. બે ત્રણ દિવસે…’
તે ઊભાં થયાં.સુધાકર સામે ખુરશી પર બેઠો હતો.
‘સુધાકર… દીકરા, ફઈબાને મૂકી આવ ને…’
સુધાકર તરત ઊભો થયો. એક આજ્ઞાંકિત પુત્રની જેમ… બંને ગયાં. સપના ઊભી થઈ.
‘મમ્મી… શું જમવાનું બનાવું ?’
‘અં… હં… ના… ના…’
મને ઊભા થવામાં ખાસ્સી તકલીફ થઈ. સતત ચાર કલાકથી બેઠાં બેઠાં પગ જકડાઈ ગયા હતા… હું હવે અડતાલીસની થઈ હતી.
‘મારે જમવું નથી… તું અને સુધાકર માટે ભાવે તે બનાવી લો.’
અચાનક હું ‘તમે’માંથી ‘તું’ પર આવી ગઈ. સપનાને ઝટકો લાગ્યો હશે… તેના ચહેરા પરથી દેખાતું હતું પણ કશું બોલી નહીં. હું સાસુ હતી તેની… અને મેં બેડરૂમ બંધ કરતાં પહેલાં ઉમેર્યું-
‘અને સપના… આજથી મને શું જમવાનું બનાવું એવું પૂછવું જ…. આ કાયદો રદ થાય છે.’
હું ખુશ થઈ, સપનાને તું કહેવાઈ ગયું. મારે તેને ક્યારેય તમે કહેવું જ નહોતું… મારે તેની મા થવું હતું.
મને સુધાકર-સપનાનાં લગ્નનો બીજો દિવસ યાદ આવી ગયો. સપના સવારમાં ઊઠીને તેને પગે લાગી… મેં કહ્યું-
‘ના, સપના… હવે તારે ક્યારેય મને પગે નથી લાગવાનું.’
‘… વહુ, બહુ વેવલી થાવ મા…’ નર્મદાબા… નવીનનાં પૂજ્ય માતુશ્રી… મારાં સાસુ સામે જ બેઠાં હતાં… તેમની જીભ ઝેરથી પણ વધુ કડવી હતી.
‘એ તમને નહીં, તમારા સાસુ તરીકેના પદને પગે લાગે છે. આશીર્વાદ અપો છાનાંમાનાં…’ નર્મદાબાએ આંખો કાઢી.
‘પણ બા… હું એને વહુ ગણતી જ નથી… એ મારી દીકરી છે.’
હું જાણતી હતી મારી દલીલ ઊડી જવાની છે. તોય કરી એ મારો વાંક…
‘બહુ આવ્યાં મોટાં દીકરાવાળાં… વહુને વહુની જેમ જ રાખવાની હોય. જો તમને પણ મેં દીકરી ગણીને માથે ચડાવ્યાં હોત તો તમારો સંસાર આજે એવો સુખરૂપ ન હોત…’
નર્મદાબાએ નવી વહુની સામે મને કોડીની કરી નાખી. હું તો’ય હસતી રહી… મને પચીસ વર્ષની ટેવ હતી. આમ દુઃખમાં પણ હસવાની…
અને તું… તું… શેના કરો છો… એ તમારી વહુ છે. એને તમે કહેવાનું હોય… સંસ્કાર નથી શીખ્યાં…?’
મને પસ્તાવો થયો કે કેમ દલીલ કરી. જો નવીનને ખબર પડશે તો પાછો તમાચો ખાવો પડશે… અને એ પણ નવી વહુની સામે… હું તમાચાથી નહોતી ડરતી. હું ડરતી હતી કંકાસથી… કંકાસ થતો પછી નવીન બે કે ત્રણ દિવસ સુધી મારી સાથે બોલતા નહીં, ઈમોશનલ બ્લૅકમેલના માસ્ટર હતા એ.
હું સપનાની સામે ફિક્કું હસી. તે પણ હસી. તેના હસવામાં સહાનુભૂતિ હતી મારા પ્રત્યે…
આજની ઘડી ને કાલનો દી’… ત્યાર પછી હું કે સપના નર્મદાબાને બોલવાનો કે ફરિયાદનો મોકો આપતાં નહીં… હું જાણતી હતી કે કશું બદલાવાનું નથી… પણ મને થયું કે મારા સાસુ થઈ જવાથી બદલાઈ ગયું. હું મૂર્ખ હતી.
હું આ ઘરમાં આવી તેના ત્રીજા જ દિવસે મેં નવીનના હાથના બે તમાચા ખાધા હતા.
લગ્નના ત્રીજા દિવસે હું તૈયાર થઈ. મારો ફેવરીટ બોટલ ગ્રીન કલરનો પંજાબી ડ્રેસ પહેરી બેડરૂમની બહાર આવી. નવીન હજી ઑફિસથી આવ્યા નહોતા. નર્મદાબાએ મોઢું બગાડ્યું-
‘વહુ… આ શું પહેર્યું છે ?…’
‘ડ્રેસ છે બા… નથી સરસ ?’ મેં સાવ સહજ સવાલ કર્યો.
‘સરસ તો છે… પણ લગ્ન પછી તમને આ બહુ નથી શોભતું. જાવ સાડી પહેરો.’
‘બા, આજે તો ડ્રેસ સાવ સહજ વસ્તુ ગણાય છે. જમાનો કેટલો આગળ વધી ગયો છે. આપણે જમાના સાથે ચાલવું જોઈએ ને ?’
મેં એક નિર્દોષ વાત કરી ને બા ગરમ થઈ ગયાં-
‘આપણે શું કરવું જોઈએ તે તમે મને ન સમજાવશો… તે હું આ પચાની થઈ એ પાણીમાં જ ને ?’ ત્યાં નવીન આવ્યા.
‘શું થયું બા… ? કેમ ગુસ્સે થાવ છો… ?’
‘આ તારી વહુ… લગ્નને ત્રીજે દિવસે મારે કેમ રહેવું એ શીખવે છે મને…’
‘બા સાચું કહે છે, કુંજન ?’ નવીન પણ જરા તપી ગયા.
‘ના… પણ હું તો એટલું કહેતી કે આજકાલ તો સારા ઘરની છોકરીઓ પણ ડ્રેસ પહેરે છે.. બાએ મને પહેરવા દેવો જોઈએ..’
સટાક.. સટાક..
ગાલ પર પડેલા બે તમાચાએ લગ્નના ત્રીજે જ દિવસે આ ઘરમાં મારું સ્થાન સમજાવી દીધું હતું. પછી તો હું પણ ટેવાઈ ગઈ હતી. તમાચાથી.. કંકાસથી.. દાળશાકમાં મીઠું વધારે પડે તો.. ઓછું પડે તો.. કપડામાં જરા ડાધ રહી ગયો તો.. હું કંઈ બોલું તો.. અરે, ચૂપ રહું તો પણ તમાચા ખાધા છે મેં… છુટાછેડા લેવાની હિંમત નહોતી.. મા-બાપના ઘરની પરિસ્થિતિ પણ એની પરવાનગી નહોતી આપતી.
… પછી તો હું પ્રેગનેન્ટ થઈ.. ત્યારેય મને તો બીક એ જ કે દીકરી આવશે તો બા મને કેટલું સંભળાવશે. મારે તો દીકરી જ જોઈતી હતી. પણ.. મારી ઈચ્છાનું ક્યાં કશું સ્થાન હતું આ ઘરમાં.. સુધાકર આવ્યો પછી મનમાં ઊંડે ઊંડે આશા હતી કે કંઈક બદલાશે.. તેનાં લગ્ન થયા પછી પણ આશા હતી.. અરે સુધાકરના લગ્ન પછીના છ મહિના બાદ નર્મદાબા ગયાં ત્યારે પણ આશા હતી… પણ નવીન આખરે તો નર્મદાબાનું જ લોહી હતા ને…?
પણ આજે લગ્નના સત્યાવીશ વર્ષ પછી હું આઝાદ હતી… સત્તાવીશ વર્ષ સુધી એક પણ અપવાદ વગર.. સવારે પાંચ વાગે ઊઠી છું.. આજે આઠ વાગે ઊઠી…
નાહીને સૌથી પહેલું કામ કરવું હતું પેલો પચીસ-સત્યાવીસ વર્ષ જૂનો બોટલ ગ્રીન કલરનો ડ્રેસ શોધવાનું.. પણ કબાટમાં કપડાંની નીચે રાખેલો ગલ્લો હાથમાં આવી ગયો.. છેલ્લાં સત્તાવીશ વર્ષથી તેમાં પાંચની અને દસની નોટ સરકાવવાની ટેવ હતી. ક્યારેક પિયર ગઈ હોઉં અને ભાઈએ પચાસ કે સોની નોટ આપી હોય તો પણ ગલ્લામાં જતી.. મોટો ડબ્બો હતો.. તોડ્યો રૂપિયા ગણ્યા. તેંતાલીસ હજાર સાતસો ચાલીસ.. થેન્ક ગોડ કે આ ગલ્લો નવીનની નજરથી બચી ગયો હતો. હું ખુશ થઈ.. હું જાણતી હતી કે આ રૂપિયાનું મારે શું કરવાનું છે.
સુધાકર ઑફિસે જવાની તૈયારી કરતો હતો મને કહે –
‘ગુડ મોર્નિંગ મા….. પપ્પાના વીમાના ત્રણેક લાખ એક બે મહિનામાં આવશે… શું કરીશું…?’
હું મારા ભોળા દીકરા સામે જોઈ રહી.
‘તારે કશી જરૂરિયાત છે…?’
‘ના. ખાસ તો કંઈ નહીં.. ભગવાનની દયાથી બિઝનેસ સારો છે.. તારે જોઈએ છે..?’
‘મારે નથી જોઈતા..’ હું સહેજ ખચકાઈ- એક સૂચન કરું સુધાકર…? ‘આપણે એ તારી સીમા ફઈને આપી દઈએ તો… તેનો દીકરો નાનો એવો બિઝનેસ કરી સેટલ થઈ જાય ને.. જો કે આ તો માત્ર સૂચન છે. તારા પર બંધન નથી..’ હું સહેજ હસી. મને એ વાત યાદ આવી ગઈ કે જ્યારે સીમાબહેન આંખમાં આંસુ સાથે નવીન પાસે હાથ ફેલાવ્યો હતો.. નવીન પાસે ઘરમાં બે લાખ જેવી કેશ હોવા છતાં પૉઇન્ટ બ્લેન્ક જુઠ્ઠું બોલ્યા હતા… મારે એ પાપનું પ્રાયશ્વિત્ત કરવું હતું.
‘હા.. મા.. એમ જ કરીશું…’ તે મને ભેટી પડ્યો… ‘યુ આર ગ્રેટ મા…’
‘અને સાંભળ.. સાંજે મારે અને સપનાએ બહાર જવું છે. સપના માટે સ્કૂટી ખરીદવા..’ સપના આશ્ચર્યથી મારી સામે જોઈ રહી.
‘તમને કેમ ખબર પડી મા… કે મને સ્કૂટી ચલાવવાની ઈચ્છા છે..’
‘કેમ ?’ મેં તેના ગાલ પર ટપલી મારી…. ‘તારાં લગ્ન થયાં પછી એક વાર નહોતી બોલી…?’
‘પણ..’ એની આંખ ભીની થઈ.. એ તો હું પણ ભૂલી ગઈ હતી..’
‘પણ હું ક્યારેય નહોતી ભૂલી.. મારી દીકરી…’
સપના પણ મને ભેટી પડી.. મેં એને રડવા દીધી..
‘અને સુધાકર.. એક રિકવેસ્ટ છે તને….’ એના જવાબની રાહ જોયા વિના મેં કહ્યું- ‘તારા પપ્પા જે રીતે બિઝનેસ કરતા એ રીતે બિઝનેસ ન કરતો દીકરા.. ઘરમાં થોડા ઓછા રૂપિયા આવે તે ચાલશે પણ એમાં કોઈનાં આંસુનો ડાઘ હશે કે અનીતિની છાપ હશે તે નહીં ચાલે…’
અમે ત્રણે એકબીજાને ભેટીને ખૂબ રોયાં.. મને લાગ્યું કે મારું મિશન ડેમેજ કન્ટ્રોલ સફળ થયું.
થોડા દિવસ પછીની વાત છે, હું રૂમમાં ‘સરસ્વતીચંદ્ર’ વાંચતી હતી.. ફોનની ઘંટડી વાગી.. હું બહાર આવી. ત્યાં તો સપનાએ ફોન ઉઠાવી લીધો હતો.
‘હલ્લો મામા.. કેમ છો ? અરે, હું તો મજામાં જ હોઉં ને ? આપણે ક્યાં કંઈ પ્રોબ્લેમ છે.’ હું સાંભળતી હતી- ‘બધાં મજામાં સુધાકર ઑફિસ ગયા છે. શું કહ્યું મધર ઈન લૉ..? ના મામા.. તમે ખોટો શબ્દપ્રયોગ કર્યો છે – એ મધર-ઇન-લૉ નથી. મારી મધર છે. ઓ.કે. ? શી ઈઝ માય મોમ…’
હું બધું સાંભળતી હતી. બધા અભાવો, બધા કંકાસો.. બધા તમાચાઓ ભુલાઈ રહ્યા હતા.. મને મારી જિંદગી આજે સફળ લાગતી હતી. હું મારી વહુની મધર ઈન લૉ નહીં પણ મધર હતી.
- અલ્પેશ પી. પાઠક
અદ્દ્ભુત ધીરજ, અસીમ ખંત – ડૉ. મોહનભાઈ પંચાલ   (સત્ય ઘટના)

‘ફક્ત એક રૂપિયો, સાહેબ ! ઓન્લી વન રૂપી, સર !’ જેવી ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ છોડી ગતિમાં આવી તેવો જ એક અત્યંત મીઠો, મૃદુ અવાજ સૌના કાને પડ્યો. સૌ ઉતારુઓનું ધ્યાન તે તરફ ખેંચાયું. પુનઃ રણકાર ઊઠ્યો : ‘બાબાને માટે, બેબીને માટે ! આ એક રૂપિયાનું રમકડું, રૂપિયો કંઈ વધારે નથી.’ વાણી એની કેટલી મધુર અને અસરકારક હતી ! એની રજૂઆત પણ કેટલી વેધક અને કાવ્યમય હતી ! મારું ચિત્ત એ કાવ્યસમા નાદની શ્રવણપ્રક્રિયામાં રોકાઈ ગયું. એ તરફ દષ્ટિ કરતાં મારી આંખો સમક્ષ મેં એક અત્યંત કરુણ અને હૃદય હચમચાવી નાખે તેવું ચિત્ર જોયું. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તે કમ્પાર્ટમેન્ટની લગભગ સૌ વ્યક્તિઓની નજર તેના તરફ સ્થિર થઈ હતી. સૌની આંખોમાં આશ્ચર્ય, કરુણા ને કુતૂહલ રમતાં હતાં. એ વાણી ફરી ફરી ગુંજતી હતી, ‘ફક્ત એક રૂપિયો ભાઈ ! એક રૂપિયો, બહેન !’ એટલી જ મીઠાશ, એ જ અપીલ અને એ જ રજૂઆત.
એ હતો એક ફેરિયો. રમકડાં વેચનારો ફેરિયો. રમકડાં પણ કેવાં ! બધાં એક જ પ્રકારનાં. એની પાસે એક નાનું, સાદું છતાં બહુ જ કરામતવાળું રમકડું હતું. ચકરડી ફેરવવા માટે એની સાથે જ જોડેલી એક દાંતાવાળી પટ્ટી, જેને આગળપાછળ ખસેડવાથી ચકરડી ફરે, અને ફરે ત્યારે તેના પર ગોઠવેલી ફૂલની પાંખડીઓ ખૂલે, જાણે કમળ ખીલ્યું. તે કમળ પર એક નાની-શી, રૂપાળી પરી જેવી ઢીંગલી ! કેટલું સુંદર અને સજાવટભર્યું રમકડું હતું એ ! સૌને માટે આ એક નાવીન્ય હતું. મારું મન તે તરફ ખેંચાયું. પળવાર હું રમકડું જોતો, બીજી પળે એના ડેમોન્સ્ટ્રેશનની છટા જોતો, તો વળી એ ડેમોન્સ્ટ્રેટરની પ્રતિભાનું દર્શન કરતો ત્યારે હું ઊંડા ચિંતનમાં-દુઃખમાં ડૂબી જતો. વાચકોને પ્રશ્ન થશે કે મને એ જોઈ ચિંતન અને દુઃખની લાગણી કેમ થઈ આવી ?
એ રમકડાંવાળો ભાઈ અપંગ હતો. એનો એક હાથ અને એક પગ મૂળમાંથી કપાઈ ગયેલા, છતાં એ જે સ્થિરતા અને સ્વસ્થતાથી ગાડીમાં ઘોડીના ટેકે પ્રવેશ્યો, સ્થાન સ્થિર કરી એક હાથે એક ખભે લટકાવેલા બગલથેલામાંથી રમકડાં કાઢતો, બતાવતો, ચલાવતો, આગળપાછળ ચાલતો અને અસરકારક વાણી દ્વારા સૌનું ધ્યાન ખેંચતો, એટલું જ નહિ, સૌને એનાં રમકડાં પ્રત્યે અને ખુદ એના પ્રત્યે વિચારતા કરી મૂકતો, એ જોઈને મને આશ્ચર્ય અને વેદના ઊપજ્યાં. સૌની સ્થિતિ લગભગ મારા જેવી જ હતી, એમ મને લાગ્યું.
એ અપંગ ફેરિયાના મુખ પર જીવનઝંઝાવાતની ખુમારી હતી, તો એના શરીર-સ્વાસ્થ્ય પર પ્રાકૃતિક સંવાદિતાની સૌરભ હતી. એનાં એકલવયાં અંગો એક પગ અને એક હાથ કેટલી નિશ્ચલતાથી પ્રવૃત્ત બન્યાં હતાં ! વળી તેની રીતભાત, પોશાકની સભ્યતા, વાળની સુઘડતા-આ સૌ તેના વિશિષ્ટ વ્યક્તિત્વનાં દ્યોતક હતાં. અને એનું રમકડું ! જાણે એ એના વ્યક્તિત્વનું પૂરક ન હોય ! એની પ્રતિભાની પ્રતિમા ન હોય ! જીવનનું કાવ્ય ન હોય ! જીવનમથામણોને અંતે પ્રગટેલું કોઈ અદ્દભુત સ્વપ્ન ન હોય ! લાગણીના પ્રવાહમાં ખેંચાઈને અને રમકડાંના કસબથી પ્રભાવિત થઈને મેં એક રૂપિયો આપી એક રમકડું ખરીદ્યું. તે પછી એક વૃદ્ધાએ બે રમકડાં ખરીદ્યાં, ત્યાર બાદ લગભગ આઠ-દસ બીજા મુસાફરોએ પણ રમકડાં ખરીદ્યાં. આમ, રમકડાંનો વેપાર ઠીક થયો. આગલું સ્ટેશન આવવાને હજી દશેક મિનિટ બાકી હોવાથી એ ફેરિયો ઊભો રહ્યો. એના ફેરાનું ફળ આજે મળી ગયાનો એના મુખ પર પૂર્ણ સંતોષ હતો. સૌની નજર વારંવાર એના તરફ જતી. હું પણ વારંવાર તેને જોઈ રહેતો. એ ફેરિયો પણ મને ધારીધારીને જોતો, ત્યારે તેની આંખોમાં કંઈક અકથ્ય પરિવર્તન વર્તાયું.
પળવાર પછી એ ત્યાંથી ખસીને મારી નિકટ આવ્યો. સૌનું ધ્યાન ખેંચાયું. મારી પાસે ઊભા રહી એણે ખિસ્સામાંથી એક રૂપિયો કાઢ્યો ને મારા હાથમાં મૂકવા લાગ્યો. સૌને અને મને આશ્ચર્ય થયું. ‘અરે, ભાઈ ! પણ શેના ?’ મેં પૂછ્યું. ‘ના સાહેબ, એ રૂપિયો મારાથી ન લેવાય.’
‘પણ એનું કારણ કાંઈ ! એ તારો કસબ છે, મહેનત છે.’ ‘ના સાહેબ, એ કસબ અને મહેનત પાછળની પ્રેરણારૂપે તમે છો !’ એના છેલ્લા શબ્દો સાંભળીને હું અને અન્ય સૌ ઊંડા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. એની આંખો ભીની થઈ ગઈ. ગદગદ કંઠે બોલતાં એ મારે પગે નમી પડ્યો. આવું કરુણ દશ્ય જોઈ મારી આંખો સજળ બની. સૌને પણ લાગણી થઈ આવી. પાંચેક મિનિટ પછી મેં સ્વસ્થ થઈ પૂછ્યું :‘તમારું નામ કહેશો ?’
જવાબમાં એણે પેલો રૂપિયો અને બીજું એક રમકડું મને આપ્યાં અને કહ્યું : ‘ગોરધન !’
હું ‘ગોરધન’ શબ્દ પર વિચારવા લાગ્યો. એ નામના ઘણા છોકરાઓને યાદ કર્યા પણ કંઈ સ્મરણ ન થતાં મેં પુનઃ પૂછ્યું :‘ગોરધન…. કયો ?’
‘ક્રાફટનો મોનિટર સાહેબ. ગોરધન મોતીલાલ ભટ્ટ !’ ‘ઓહો…… ગોરધન.. અલ્યા ગોરધન… તું… તારી આ દશા શી રીતે થઈ ? અરરર…. તારા હાથપગ !’ કહેતાં મારી આંખો ભીની થઈ ગઈ. હું ગળગળો થઈ ગયો. પેલો ગોરધન પણ ત્યાં બેસી દ્રવી ઊઠ્યો. આજુબાજુના ઉતારુઓ આ એકાએક ઊભી થયેલી કરુણ દાસ્તાન સાંભળવામાં એકાગ્ર બની ગયા. મેં ગોરધનને અનેક પ્રશ્નો પૂછીને એના વિદ્યાર્થીજીવન પછીની આ હાલત વિષેનો ઈતિહાસ જાણી લીધો. એ જાણીને હું હર્ષ અને શોકની મિશ્રિત લાગણીઓમાં તરબોળ થઈ ગયો. પછીના સ્ટેશને ગોરધન એક હાથે સલામ કરીને અન્યત્ર રમકડાં વેચવા ચાલ્યો ગયો. એની વિદાય પછી હું સૌ ઉતારુઓની જિજ્ઞાસાવૃત્તિનું કેન્દ્ર બન્યો. સૌ કોઈ એના વિષે વધુ જાણવાને ઉત્સુક હતા. એમના સઘળા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તો હું ન આપી શક્યો, પણ ગોરધન વિષે મેં એમને એક કહાણી કહી :
‘1948ની સાલમાં મુંબઈ સરકારની અંગ્રેજી નાબૂદી નીતિના આધારે માધ્યમિક શાળાના પાંચમા ધોરણમાંથી અંગ્રેજી નાબૂદ કરવામાં આવ્યું. એ વિષયની જગ્યાએ મુંબઈ રાજ્યની માધ્યમિક શાળાઓમાં ઉદ્યોગ (Craftwork) નો વિષય શરૂ થયો. તે સમયે હું એક ગ્રામ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતો હતો. હું ચિત્ર અને ક્રાફટનો કંઈક જાણકાર હોઈ મને નવા શરૂ થતા ક્રાફટના શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી, જે મેં અનેરા ઉત્સાહ અને ભારે આત્મવિશ્વાસ સાથે સ્વીકારી લીધી. અમારી શાળામાં કાગળકોતરણી અને પૂંઠાકામનો ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો. પાંચમાં ધોરણના વિદ્યાર્થીઓએ એ વિષય શીખવામાં ભારે રસ દાખવ્યો. મેં એમનાં રસ-અભિરુચિ વધારવામાં પાછી પાની ન કરી. આ ગોરધન એ વર્ગનો વિદ્યાર્થી. ક્રાફટમાં એને ભારે રસ. એનો હાથ પણ એવો બેસી ગયો કે થોડા જ સમયમાં તે પાવરધો થઈ ગયો. પણ બીજી દિશામાં તે સાવ નબળો હતો. ભાષા, વિજ્ઞાન, ગણિત વગેરેમાં તે ઘણો કાચો હતો. મેં એની પરિસ્થિતિ જોઈ ક્રાફટમાં એને આગળ વધવા પ્રેર્યો. છ મહિનામાં તો એણે તૈયાર કરેલા નમૂના અને કૃતિઓનું એક પ્રદર્શન ભરાયું, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. ગોરધનને બે ઈનામો એનાયત થયાં. એનાં માતાપિતા રાજી થયાં. સમગ્ર શાળા પરિવારમાં ગોરધન જાણીતો થયો, પ્રકાશમાં આવ્યો.’
‘તો સાહેબ, ગોરધન જેવા બીજા વિદ્યાર્થીઓ ખરા કે નહિ ?’ એક ઉતારુએ પ્રશ્ન કર્યો.
‘હા, એની કક્ષાના બીજા ચાર વિદ્યાર્થીઓએ પણ આ વિષયમાં સારી પ્રગતિ કરી હતી. એ બધાની એક સુંદર ટુકડી હતી. ગોરધન એ ટુકડીનો નેતા હતો. ગોરધન ત્યારે પણ નવી નવી કૃતિઓ રચવામાં ને નવા નવા વિચારો રજૂ કરવામાં આગળ રહેતો. એનાં કલા અને કૌશલ્ય નોંધપાત્ર હતાં. ‘એ ભણવામાં કેવો હતો સાહેબ, પાસ થતો ખરો કે નહિ ?’ એક બહેને પ્રશ્ન કર્યો.
‘હા, ભણવામાં તો એ સાવ નબળો હતો. એને અન્ય વિષયો પ્રત્યે અભિરૂચિ નહિ. તેથી અભ્યાસ પ્રત્યે ધૃણા હતી. એનાં માબાપ એની ક્રાફટની પ્રગતિ જોઈ રાજી જરૂર થતાં પણ સાથે તેનું વાર્ષિક પરિણામ જોઈ તેઓ ચિડાતાં. હું એની ગમગીન મુખમુદ્રા જોઈને પૂછતો : ‘કેમ ગોરધન, બેચેન દેખાય છે ?’ ‘સાહેબ, હવે મારે ભણવું નથી.’ ગોરધન સ્પષ્ટ વાત કરી દેતો. ‘તો, તારે હવે શું કરવું છે ?’ ‘બસ, હવે હું રમકડાં બનાવીશ.’
‘પછી ?’ ‘વેચીશ…’ ‘એનાથી તારું જીવન ચાલશે, ગોરધન ?’ ‘ચાલશે થોડુંઘણું, ને સાથે મને મઝા તો પડશે ને ? મારા રમકડાં વડે રમીને બાળકો રાજી થશે એટલું બહુ છે, સાહેબ.’ ગોરધનના આ વિચારો જાણી હું ખરેખર ખુશ થયો. મેં એને કહ્યું : ‘ગોરધન, પણ તારા માબાપને દુઃખ નહિ થાય ?’ ‘સાહેબ, થશે, પણ હું શું કરું ? મને આ ભણવાનું મુદ્દલ ગમતું નથી. મને પરાણે ભણાવે છે, હવે તો હું ખૂબ કંટાળ્યો છું.’
ગોરધનને મેં સલાહ આપી : ‘ભલે ભણવાનું ન ગમે પણ તું અભ્યાસ ચાલુ રાખ. તારો શોખ, કલા અને કસબાનો વિકાસ કર. એક દિવસ તને એ ઉપયોગી થઈ પડશે. પણ જોજે ગોરધન, તું નકલ ન કરતો. હંમેશા ખૂબ વિચાર કરજે. નવા નવા વિચારોનો અમલ કરજે.’ ગોરધન દિનપ્રતિદિન પ્રગતિ સાધવા લાગ્યો. સાતમા ધોરણને અંતે એ મહામુસીબતે ઉત્તીર્ણ તો થયો, પણ પછી તો એણે નિશાળે આવવાનું જ બંધ કરી દીધું. એટલામાં એના પિતાજીની નોકરીનું સ્થળ બદલાઈ જવાથી, ગોરધન શાળા છોડી ગયો. મેં ગોરધનને ગુમાવ્યો. ગોરધનને જતાં જતાં મેં કહ્યું : ‘ગોરધન, તું આપકર્મી છે, સ્વતંત્ર પ્રકૃતિનો માણસ છે. તું કદી બેસી નહિ રહે.’ ‘હા સાહેબ, હું કંઈક તો કરીશ જ.’ એના ગયા પછી મને કોઈ સમાચાર ન મળ્યા. આજે એ વાતને ઓગણીસ વર્ષ થઈ ગયાં. છેલ્લાં બાર વર્ષથી તો ગોરધન ભુલાઈ પણ ગયેલો.
પણ આજે ટ્રેનમાં અકસ્માત એનો ભેટો થયો, એ તમે સૌ જાણો છો. ગોરધને મને આજે કહ્યું તે પ્રમાણે તે અભ્યાસ છોડીને અમદાવાદની એક મિલમાં શિખાઉ ઉમેદવાર તરીકે જોડાયો. ત્યાં શીખતાં એક ગોઝારા દિને તેનો એક પગ અને એક હાથ અકસ્માત યંત્રમાં આવી જતાં કપાઈ ગયા. ગોરધનની પાંખો જાણે કપાઈ ગઈ ! તાત્કાલિક દાકતરી સારવારને પરિણામે ગોરધનનું પ્રાણપંખેરું બચી ગયું. એ સાજો તો થયો. પણ બિચારો અપંગ બની ગયો. થોડા જ સમયમાં એના પિતા મૃત્યુ પામ્યા. માતા માંદી પડી. એણે પણ બિચારીએ પતિવિયોગ અને પુત્ર દુઃખે કલ્પાંત કરીને પ્રાણ છોડ્યા. ગોરધન નિરાધાર બની ગયો. પડોશીઓની સહાનુભૂતિ અને ઈશ્વરકૃપાથી એને ખાવાનું મળતું પણ ગોરધનનો સર્જનશીલ આત્મા શાંત ન રહી શક્યો. એણે પ્રયત્નો કર્યા. ઈશ્વરે એના એક હાથ-પગ લઈ લીધા તો એના બીજા હાથ-પગમાં બમણી શક્તિ આપી. ગોરધન ગડમથલ કરવા લાગ્યો. ઉત્તરોત્તર તે કંઈક રચવા લાગ્યો. એણે રમકડાં બનાવવાં શરૂ કર્યાં. એની ડિઝાઈન પ્રમાણે કામ કરે એવો એક નવયુવાન એને મળી ગયો. બંનેએ નવાં નવાં રમકડાં બનાવવા માંડ્યાં. આજે વેચવા લાવેલ ચકરડી એની જ સર્જનશક્તિનું પરિણામ હતું. ગોરધન જાતે જ એ વેચે છે અને ખાસ કરીને ટ્રેનમાં ફરી ફરીને.’ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સૌ સ્ત્રીપુરુષના હૃદયમાંથી જો કોઈ એકાદ લાગણીભર્યો ઉદ્દગાર ચૂંટી લઈએ તો તે આ પ્રમાણે હતો : ‘અદ્દભુત ધીરજ અને અસીમ ખંત !’
વૃદ્ધાશ્રમ જરૂરી છે?
આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

‘તેં કપડાં બાફી લીધાં?’ જયેશભાઈએ એમના પત્ની સ્મિતાબેનને પૂછયું. રોજ ઘરનાં બધાં નાહી લે પછી જે કપડાં ધોવાના હોય એ સાબુના પાણીમાં બફાતાં હતા.

સ્મિતાબેને કહ્યું, ‘ના, આજે મેં નહીં પણ રમ્યાએ કપડાં બાફયાં છે.’

‘રમ્યાએ કપડાં બાફ્યાં પહેલાં ખિસાં તપાસ્યાં હતાં?’ જયેશભાઈએ સહેજ અધ્ધરજીવે પૂછયું.

‘રમ્યાએ મને કંઈ કહ્યું નથી કે આપ્યું નથી, પણ તમારા લેંઘાના ખિસામાં કંઈ મહત્ત્વનું હતું?’

‘હા, થોડાં સરનામાં હતા.’ ઉચાટભર્યા અવાજે જયેશભાઈ બોલ્યા.

‘સરનામાં? કોનાં સરનામાં?’ સ્મિતાબેને પૂછયું.

‘વૃદ્ધાશ્રમનાં સરનામાં હતાં.’ જયેશભાઈએ જવાબ આપ્યો. એમના અવાજમાં ચિંતા હતી. સસરાનો ચિંતાભર્યો અવાજ સાંભળીને પુત્રવધૂ રમ્યાએ જયેશભાઈને પૂછયું:

‘પપ્પાજી, વૃદ્ધાશ્રમના સરનામાં કેમ?’

‘કોઈવાર ખપ લાગે.’ જયેશભાઈ બોલ્યા.

‘પણ તમારે શું ખપ લાગે? તમારે વૃદ્ધાશ્રમનાં એડ્રેસની ક્યારેય જરૂર પડવાની?’ નવાઈ પામતા રમ્યાએ પૂછયું.

જયેશભાઈ બોલ્યા નહિ, સહેજ હસ્યા, પરંતુ રમ્યાએ સસરાજીના ટેબલ પર વૃદ્ધાવસ્થાને લગતું એક પુસ્તક જોયું હતું એ યાદ આવ્યું.

રમ્યાએ એના પતિ સમકિતને વૃદ્ધાવસ્થાના પુસ્તક વિશે કહ્યું અને ઉમેર્યું કે પપ્પાજીએ વૃદ્ધાશ્રમનાં સરનામાંનું લિસ્ટ કેમ બનાવ્યું છે? આપણી સાથે આટલો મનમેળ છે, છતાં તેમને આપણા માટે કોઈ ફરિયાદ છે? તો આપણને કહેતા કેમ નથી?

સમકિતે જયેશભાઈને પૂછયું, ‘પપ્પા આપણો સંબંધ એકદમ નિખાલસ અને ખુલ્લા હૃદયનો છે તો પછી વૃદ્ધાશ્રમના. સરનામાં તમે કેમ એકઠા કરો છો? અમારાથી કોઈ ભૂલ થતી હોય તો અમને કહો.’

જયેશભાઈ બોલ્યા, ‘બેટા અમને તારા તથા રમ્યા પર પૂરેપૂરો વિશ્ર્વાસ છે, પરંતુ આપણા સમાજમાં ચારેબાજુ જે વાતો સંભળાય છે તેથી કયારેક મન ઢીલું પડી જાય છે. અમને ડર લાગે છે કે કદાચ સ્વમાન માટે અથવા તો સલામતી માટે અમારેય આ ઘર છોડવું પડે, એવા વખતે વૃદ્ધાશ્રમની યાદી કદાચ ખપ લાગે. અમને નહીં તો કોઈ મિત્રને ખપ લાગે માટે તમારા મનમાં ખોટી ગેરસમજ ઊભી ન કરો.’

જયેશભાઈને સમકિતને પોતાના મનની વાત કરી પણ સમકિતના ચહેરા પરથી દેખાઈ આવતું હતું કે એના મનનું સમાધાન નથી થયું તેથી જયેશભાઈએ દીકરાને સમજાવવા પ્રેમાળ સૂરમાં કહ્યું, ‘બેટા, આજે અમે બે - હું અને તારી મમ્મી છીએ તેથી અમને એકબીજાની કંપની મળી રહે છે, પરંતુ જયારે અમે બેમાંથી એક થઈશું ત્યારે કંપની વગ
 શું કરીશું? વૃદ્ધાશ્રમમાં સરખેસરખી ઉંમરનાની કંપની મળે તેથી મન પ્રસન્ન રહે, સ્વસ્થ રહે, નિરોગી રહે.’

‘પપ્પા, એવી ખોટી ચિંતા શું કામ કરો છો? અમે તમને સાચવીશું ને!’ પપ્પા અમે કદી તમને એકલા નહિ પડવા દઈએ, તમને ઉદાસ નહિ થવા દઈએ માટે તમે ખોટી ખોટી શંકા-કુશંકા ન કરો.

પપ્પા તમને કદાચ મારી અને રમ્યા પર વિશ્ર્વાસ ન આવે પણ તમારી જાતમાં તો વિશ્ર્વાસ છેને! આજ સુધી તો તમે કહેતા હો છો કે ભલે ઉંમર વધે પણ હું ઘરડો નહિ થાઉં, અને મમ્મી તો આ ઉંમરેય નવાં નવાં ગીતો કેટલાં ઉમંગ અને ઉત્સાહથી શીખે છે અને ગાય છે. પપ્પા તમારા અને મારી મમ્મીના લીધે ઘરનું વાતાવરણ જીવંત લાગે છે.’

‘બેટા, તારી વાત તદ્દન સાચી છે પણ જ્યારે અમારામાંથી એકની બાદબાકી થઈ જાય અને એક જ રહેશે ત્યારે અમનેય એકલતા લાગશે અને હતાશાના લીધે અલ્ઝાઈમર થવાની શકયતા ઊભી થાય છે, એકલતાની તીવ્રતા બહુ ભયંકર અને ગંભીર હોય છે. બેટા ત્યારે જ્ઞાનતંતુના કોષ મરી જાય છે અને એ મરી ગયેલા કોષ ફરી જીવતા નથી થતા.

આવા બધા રોગથી બચવા, એકાકી વૃદ્ધ સરખી ઉંમરનાની સોબત માટે વૃદ્ધાશ્રમમાં જાય એમાં કશું ખોટું નથી.

બેટા, તું સમજવા પ્રયત્ન કર કે નાના બાળકનેય પોતાને ભેરુ મળે તો મઝા પડે છે, માણસ દરેક ઉંમરે પોતાના ભેરુને શોધે જ. માણસનો સ્વભાવ જ એવો છે એટલે તો મનોચિકિત્સક કહે છે કે એકલતા માણસને કોરી ખાય એ પહેલા એને કોઈની કંપની મળે તો એને કોઈ દવાની જરૂર જ નથી. આપણામાં એક કહેવત છે કે વનવગડામાં એકલું ઝાડ ન હશો બેટા, વૃક્ષમાં પણ જીવ છે એને સમૂહમાં રહેવું જ ગમે, તો આપણે તો માણસ છીએ. અને તું તથા તારી પત્ની અમારો ખ્યાલ રાખશો એની ખાતરી છે પણ અમને તમારી પર હેત છે, અમે તમારા પર બોજ બનવા નથી માંગતા.

અને એક વાતનો તું ખ્યાલ રાખ કે આપણી વચ્ચે જનરેશન ગેપ છે, એ ગેપ ભલે નડે નહિ પણ છે તો ખરો જ. આપણે સાથે બેસીએ છીએ ત્યારે એ ગેપનો ખ્યાલ રાખીએ જ છીએ. જો તમારામાં ઉત્સાહ હોય, જોમ હોય, જુસ્સો હોય, તમને ઝટ થાક ન લાગે તેથી તમને બહાર ફરવાનું ગમે. અમને પણ બહાર ગમે પણ આપણાં ઓટલા, આંગણાથી દૂર નથી જઈ શકતાં. ઉંમર વધે એમ ઘરના ઓટલે કે હીંચકે બેસીને વાતો કરવાની ગમે. વૃદ્ધાશ્રમમાં સરખેસરખી ઉંમરનાની સાથે જીવનના અનુભવો શેર કરવાની મઝા પડે, અમે લગભગ એકસરખા અનુભવોમાંથી પસાર થયા હોઈએ તેથી અન્યોન્યને સમજી શકીએ માટે વૃદ્ધાશ્રમ તો વૃદ્ધો માટે નિરાંતનો આશીર્વાદ છે.

એક ગ્લાસ હળદરવાળું દૂધ આપશે 15 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

એક ગ્લાસ હળદરવાળું દૂધ આપશે 15 સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હળદર અને દૂધના પ્રાકૃતિક પ્રતિજૈવિક ગુણ હોય છે. આ બંને પ્રાકૃતિક અવયવોને તમારાં દૈનિક આહારમાં સામેલ કરીને તમે અનેક બિમારીઓ અને ઇન્ફેક્શનથી બચી શકો છો. હળદરને જ્યારે દૂધની સાથે મિશ્રિત કરવામાં આવે છે તો તે અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. આ ખતરનાક પર્યાવરણીય ઝેરીલાં પદાર્થો અને નુકસાનકારક સુક્ષ્મજીવો સામે લડવામાં એક પ્રભાવશાળી ઉપાય છે. 
 ત્વચાનું લાલ થવું 



The diameter of the Sun is 108 times the diameter of the Earth.

The distance from the Sun to the Earth is 108 times the diameter of the Sun.
__._,_.___