SANKLAN

SANKLAN
SANKLAN

Friday, 31 August 2018

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે
હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની છે, તે ઝડપથી પચાવી જોઈએ અને વચ્ચે પચવા માં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજન માં ન ખાઓ.
પરિણામ ચોકાવનારું છે.
આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે.
રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું.
તેની જગ્યાએ શું ખઈએ. જવાબ-ગોળ ગોળ અને ખાંડમાં ફરક⁉ બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ)ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.
ગોળ થી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે.આ કાકવી ગોળ થી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી,૧ વર્ષ આરામ થી રાખી શકો છો. કાક્વી નો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે.હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.
આ કાકવી શી હોય છે⁉.. કાકવી મતલબ શેરડીના રસને જયારે આપણે ગરમ કરીએ છીએ તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડ ને કાકવી કહે છે. જ્યાં ગોળ બને ત્યાં કાકવી જરૂર મળશે.
ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. શુગર મિલ વાળાઓનું પણ બીપી હાઈ છે. જ્યાર થી ખાંડ બનાવવા નું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.
રસપ્રદ જાણકારી ભારત ને છોડી ને દુનિયા ના દેશો માં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે.કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે,તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.
તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે.જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારત ના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે.ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડ ની એક જ વાત યાદ રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી.જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે,કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.
ખાંડ ને પચાવવી પડે છે તેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આર્થરાઈટીસ,અસ્થમા,ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગી માં ક્યારેય નહિ આવે. તમે તમારી જીંદગી માં થી ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓ માંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તા માં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવા ની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો ગોળ ખાઓ કાકવી ખાઓ.
🙏🏻સૌજન્ય..
વેદ આર્યુવેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા ફાર્મસી સાવરકુંડલા-અમરેલી જિલ્લો, ગુજરાત.                                          ડૉ બલભદ્ર મહેતા. 9427888387
મંદિરની બહાર...

ભિખારી : 10 રૂપિયા આપો ભગવાન તમારી જોડી સલામત રાખે.

ભૂરો : વાંઢો છું.

ભિખારી : તારા ચંપલની વાત કરું છું.
😄😝🤪😂

Tuesday, 23 February 2016

Written by a young engineer from Hyderabad...

I'm an engineer working in the IT industry. I work 9 hours a day, 200 hours a month and roughly 2400 hours a year. Sometimes, I work during holidays like Holi and Diwali just to make that extra few rupees.
I can buy food and clothes just because some people in Canada use mobile phones and internet.
I pay my taxes dutifully and I never take subsidy. The LPG cylinder I use is from a private vendor and not the subsidized Government one. The rice, flour I buy isn't from a PDS shop, no subsidy. I pay taxes, high taxes on petrol that I use in my bike, VAT, Sales tax, this tax, that tax, but I never crib about that.
Coming to education, I was never the beneficiary of Govt. funded subsidized education. My school i.e. South Point School was a private one and my college GIMT was also a private engineering college. Belonging to a lower middle class family, I know the sacrifices my parents made to get me a good education. I never cribbed about the Government not opening an extra engineering college or waiving off my tuition fee.
Instead, I cursed my mediocrity and my inability to get into a govt. college and hence subsidize my education.
The city I live, Hyderabad has acute water problem and I pay Rs 700 every month on water. I don't expect the Govt. to provide free water to me nor free electricity. Unlike the freeloaders and beggars of Delhi, I would never vote for a crook who promises free electricity and water. I know, Socialism is not a viable experiment and cannot be sustained in the long run. It has to fail and it will fail.
In spite of all this i.e. the govt. not doing any thing for me, I never raised anti-India slogans and if needed would give the last drop of my blood to my country. How dare they shout slogans like "Hindustan teri barbaadi tak jung chalegi" - "We'll fight till the destruction of India". How dare they say "Bharat tere tukde honge, Insha Allah Insha Allah" - "India, you'd be divided, Allah willing Allah willing", when they're the beneficiaries of all that I didn't.
Free education, free food, free accommodation in an expensive city like Delhi and all they shout is shit and just for the sake of freedom of speech we should tolerate it.
Like a true believer in John F Kennedy's saying "Ask not what the country can do for you, ask what you can do for the country", there is a section of people like me who work day in and day out and glorify our country's name not only in India but across North America, Europe and Asia and here we have another section sucking out the life blood of India and chanting anti-India slogans.
Listen, you communists, leftists, pseudo-secularists, seccessionists, so long we Nationalists are alive you would never succeed in your diabolical designs of breaking India. The 21st century belongs to people like me, not Jhola Chaaps like you.
‪#‎JaiHind‬
‪#‎VandeMataram‬
‪#‎Proud‬ To Be An Indian
‪#‎LongLiveIndia‬.

Tuesday, 4 November 2014

દિવાળી આવી ને જતી રહી

ને આ વખતેય એવો અહેસાસ કરાવતી ગઈ કે,
જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા,
થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની….
નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા,
બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું –
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો
એના જર્જરિત થઈ ગયેલા નાના
પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં
‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં

માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના
બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીની રાત્રે જાતે ધોઈને….
હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
ડ્રેસ બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,

તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી
ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે –

એ જ સમજાતું નથી.
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં….
અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

Monday, 3 November 2014

નવા વર્ષનું ટાર્ગેટ : સાઇઝ ઝીરો

November 3, 2014
- હિમાંશુ કિકાણી
clip_image002_thumb.jpg
હેપ્પી ન્યૂ યર!
નવા વર્ષે કોઈ નવો મક્કમ નિર્ધાર કર્યો? થોડા દિવસોમાં ભૂલી જવા માટે?
નવી શરૂઆતના નિર્ધાર આપણી પાળી ન શકીએ એનાં દેખીતાં કારણો હોય છે. આપણે રોજ સવારે ચાલવા જવાનો નિર્ધાર કરીએ તો એલાર્મ ઓટોમેટિક વાગે, પણ એ પછીનું બધું આપણે કરવું પડે, ભારે પોપચાં ખોલવાં પડે, ગોદડું ખસેડવું પડે… ટૂંકમાં, નિર્ધાર એવા જ ટકે જેમાં બધું આપોઆપ થાય.
જો નવા વર્ષમાં તમે સાઇઝ ઝીરોનો નિર્ધાર કરો તો એ ટકવાના ચાન્સ છે. આપણું ફોકસ હંમેશા ઇન્ટરનેટ રહેવાનું એટલે અહીં સાઇઝ ઝીરોની વાત આપણા ઇનબોક્સને લાગુ પડે છે!
સૌ કોઈની જેમ તમે પણ ઈ-મેઇલના સરેરાશ યુઝર હશો તો તમારું ઈનબોક્સ મોટા ભાગે બિનજરૂરી મેઇલ્સથી ભરચક રહેતું હશે. આપણે અલગ અલગ ઘણી બધી જગ્યાએ, જાણે-અજાણે આપણા ઈ-મેઇલ એડ્રેસની લ્હાણી કરતા હોઈએ છીએ એટલે અને એ સિવાય, આપણું એડ્રેસ યેનકેન પ્રકારેણ મેળવી લેતા લોકોના પ્રતાપે આપણે માટે જરૂરી ન હોય એવા ઈ-મેઇલ્સનો ખડકલો થતો જ રહે છે. પરિણામે, એ ગંજમાં આપણા માટે જરૂરી મેઇલ્સ દબાયેલા અને નજર બહાર રહી જાય એવું બની શકે છે. આમ તો જીમેઇલ હોય કે યાહૂ હોય કે ત્રીજી કોઈ કંપની, એમના એન્જિનીયર્સ આપણા ઈનબોક્સને ક્લિન રાખવા માટે યથાશક્તિ સતત પ્રયાસ કરે છે અને એમનાં ફિલ્ટર્સ ઘણાં કારગત પણ રહે છે. તેમ છતાં, સંખ્યાબંધ મેઇલ્સ આપણા ઈનબોક્સમાં ઘૂસી જવામાં સફળ પણ રહે છે.
આવું ન થાય, આપણા ઇનબોક્સની આપણા વતી કોઈ કડક ચોકી કરે અને માત્ર જરૂરી મેઈલ્સને જ અંદર પ્રવેશવા દે એવી પેઇડ અને ફ્રી એપ્લિકેશન્સ હોય છે, પણ મોટા ભાગે, સિક્યોરિટીનાં દેખીતાં કારણોસર લોકો પોતાના ઈ-મેઈલ સાથે એવી કોઈ થર્ડ પાર્ટી એપને કનેક્ટ કરવાનું પસંદ કરતા નથી.
ખરેખર એવી ખાસ જરૂર પણ હોતી નથી. નવા વર્ષનો ઉત્સાહ ઓસર્યો ન હોય ત્યાં સુધીમાં તાબડતોબ પગલાં લઈને તમે કેટલીક ઓટોમેટિક પ્રક્રિયાઓ સેટ કરી દો તો તમારું ઇનબોક્સ આખું વર્ષ નીયરલી સાઇઝ ઝીરો રહેવાની પૂરી શક્યતા છે. આ માટે, તમે જીમેઇલનો ઉપયોગ કરતા હશો એમ ધારીને, કંઈક આવાં પગલાં લઈ શકાય…
જીમેઇલમાં ઇનકમિંગ મેઇલ્સના ઓટોમેટિક પ્રાઇમરી સોર્ટિંગની વ્યવસ્થા તો છે જ. જીમેઇલ આપણા પર આવતા ઈમેઇલ્સને પોતાની રીતે ચેક કરીને પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ અને ફોરમ એમ પાંચ કેટેગરીમાં વહેંચી નાખે છે, જેમાંથી પ્રાઇમરી કેટેગરીમાં, સામાન્ય રીતે આપણા કામના ઈમેઇલ્સ જમા થતા હોય છે.
વાસ્તવમાં આપણે મેઇલ ઓપન કરીએ એ સાથે સૌથી પહેલાં આ પ્રાઇમરી ટેબમાંના મેઇલ્સ જ જોવા મળે છે એટલે તેમાં માત્ર સૌથી મહત્ત્વના મેઇલ્સ જ દેખાય તે જરૂરી છે.
એટલા માટે ઓટોમેટિક સોર્ટિંગ સુવિધાનો પૂરો લાભ લો. શરૂઆતમાં, પાંચેય કેટેગરીમાં આવતા મેઈલ્સ પર એક ઊડતી નજર નાખીને, કોઈ મેઈલને જીમેઇલે ખોટી કેટેગરીમાં નાખ્યો હોય તો તેને સુધારી શકાય છે. જેમ કે ફેસબુકનાં નોટિફિકેશન્સ આપણા પ્રાઇમરી ટેબમાં આવી પડતાં હોય તો આવા કોઈ એક મેઇલને ઓપન કરી, મેઇલ બોક્સના જમણા ઉપરના છેડે આપેલા ઓપ્શન્સના ડ્રોપડાઉન મેનુમાં જઈને ‘રીપોર્ટ મિસકેટેગરાઇઝેશન’ પર ક્લિક કરો. હવે જે બોક્સ ખૂલે તેમાં આ મેઇલ, તમારી દૃષ્ટિએ જે કેટેગરીમાં જવા જોઈએ (જેમ કે સોશિયલ) તે જણાવી દો. જોકે અહીં ગૂગલ કહે છે કે આ રીતે તમે ગૂગલના એન્જિનીયર્સને તમારો મેઇલ તપાસવાની મંજૂરી આપો છો, માટે તમને યોગ્ય લાગે તો જ આગળ વધશો.
બીજી વાત, જીમેઇલ ભલે એમ કહે કે તમને એટલી બધી સ્ટોરેજ કેપેસિટી મળે છે કે તમારે કોઈ મેઈલ ડિલીટ કરવાની જરૂર નથી, તમે ખચકાયા વિના મેઇલ ડિલીટ કરવાની ટેવ પાડો. એ માટે કીબોર્ડ શોર્ટકટ યાદ રાખી લેશો તો વાત વધુ સહેલી બનશે. કેટલાક સંજોગોમાં આ પ્રક્રિયા પણ ઓટોમેટ કરી શકાય છે.
તમારે માટે ચોક્કસ નકામા, કાયમ માટે નકામા મેઇલ્સ, તે ઈનબોક્સમાં દાખલ થાય તે પહેલાં જ ઓટોમેટિકલી ડિલીટ કરવા માટે ફરી ઓપ્શન્સમાં જાઓ અને ‘ફિલ્ટર મેસેજીસ લાઇક ધીસ’ પર ક્લિક કરી યોગ્ય સેટિંગ કરી દો.
ફિલ્ટર સુવિધા અને લેબલની સગવડનો વધુમાં વધુ લાભ લઈને પણ ઓટોમેટિકલી ઇનબોક્સને ક્લિન રાખી શકાય છે. જેમ કે તમારા પર દર મહિને મોબાઇલ કંપનીનું બિલ આવતું હોય અને તેનું પેમેન્ટ ઓટોમેટિકલી થાય એ માટે તમે ડાયરેક્ટ બેન્ક ખાતામાંથી પેમેન્ટની ગોઠવણ કરી હોય તો બિલને ઈનબોક્સમાં એન્ટ્રી આપવાની જરૂર જ નથી, આવા મેઇલ્સ માટે યોગ્ય લેબલ્સ સેટ કરીને તેને ફિલ્ટર કરી દેશો એટલે ઇનબોક્સ બાયપાસ કરીને તમારું બિલ યોગ્ય લેબલ સાથે આર્કાઇવ થઈ જશે. કોઈ ક્લાયન્ટ તરફથી આવતા મેઇલ્સને આપોઆપ ચોક્કસ લેબલ લાગે અને તેને સ્ટાર પણ લાગુ થઈ જાય એવું ફિલ્ટરિંગ પણ કરી શકાય છે.
લેબલિંગ અને ફિલ્ટરનો સ્માર્ટ ઉપયોગ કરો તો તમારા મહત્ત્વના ઈ-મેઇલ્સ હંમેશા યોગ્ય રીતે ફાઇલ થતા રહેશે અને ઇનબોક્સને ચોખ્ખુંચણાક રાખીને તમને ક્યારેય સ્ટ્રેસનો અનુભવ પણ નહીં થાય. ટ્રાય કરી જુઓ, પહેલા જ અઠવાડિયામાં!

શ્રી હિમાંશુ કીકાણીનાં સંપર્કસૂત્રઃ
· ઇ-પત્રવ્યવહાર : himanshu@cybersafar.com