
૧. વેજિટેબલ ઉત્તપમ
* સામગ્રી: - ૩ કપ ચોખા - ૧ કપ અડદ દાળ - ૧ ટી સ્પૂન મેથી દાણા - મીઠું સ્વાદ અનુસાર - કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલા મરચા, કોથમીર આ બધુ જ ઝીણું સમારી લેવું * રીત:ચોખા, દાળ તથા મેથી દાણાને અલગ અલગ પાણીમાં ૭ થી ૮ કલાક પલાળી રાખો. ત્યારબાદ દાળ – ચોખાને અલગ અલગ એકદમ ઝીણુંક્રશ કરો. મેથી દાણાને પણ ક્રશ કરી એમાં ભેળવી દો. બધું મિક્સ કરી મીઠું નાખી ખીરાને ૭ થી ૮ કલાક આથો લાવવા રાખી મૂકો.આથો આવી જાય પછી બનાવતી વખતે ખીરામા પાણી ઉમેરી થોડું પાતળું કરો. અને એકાદ ચમચો તેલ ઉમેરો જેનાથી ઉત્તપમ પોચાબનશે.ત્યારબાદ નૉનસ્ટિક તવી પર ચમચા વડે ખીરુ પાથરી તેને ફેલાવી દો . ઉપરથી ઝીણા સમારેલા કાકડી, ટમેટા, કેપ્સિકમ, ડુંગળી, લીલામરચા, કોથમીર આ બધુ જ ભભરાવી સહેજ દબાવી દો. અને ફરતે અને ઉપર જરા જરા તેલ છાંટીને ધીમા તાપે ચડવા દો. બંને બાજુ સારીરીતે ચડી જાય એટલે ઉતારીને સાંભાર સાથે પીરસો…



૪. ટોમેટો ઉત્તપમ:
* સામગ્રી: - ઉત્તપમનો તૈયાર લોટ, - મગની દાળ પલાળીને તેને વાટીને બનાવેલ પેસ્ટ એક કપ, - લીલા મરચા 4-5, - જીરુ 1 ટી સ્પૂન, - હળદર 1/2 ટી સ્પૂન, - હિંગ, - મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, - ટામેટા 3-4, - લીલા ધાણા 2 ટેબલ સ્પૂન - તેલ ઉત્તપમ શેકવા * રીત: ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનુ પેસ્ટ મિક્સ કરો,પછી તેમા લીલા મરચા અને જીરુ વાટીને નાખી દો. ફૂલેલા ઉત્તપમના લોટમાંહળદર, હિંગ, મીઠુ અને ખાંડ મિક્સ કરી સારી રીતે હલાવી દો. હવે ટામેટાને પાતળી ગોળ સ્લાઈસમાં કાપી લો. પછી નોન સ્ટિક તવો ગરમકરીને તેના પર ટોમેટો ઉત્તપમનુ મિશ્રણ નાખીને ગોળ આકારમાં ફેલાવો. તેના ઉપર ટામેટાની સ્લઈસ મૂકીને લીલા ઘાણા ભભરાવી થોડુદબાવી દો. ઉત્તપમની ચારેબાજુથી તેલ નાખીને થોડુ ચડવા દો. એક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને શેકો.

|