SANKLAN

SANKLAN
SANKLAN

Monday, 28 July 2014

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.
– ભગવતીકુમાર શર્મા
ટોન્સિલ-કાકડાનું સફળ ઔષધ (આયુર્વેદ)--- આયુર્વેદ : વૈદ્ય મનુભાઈ ગૌદાની

"મારા દીકરા સુનીલને છેલ્લાં ચાર વર્ષથી કાકડાની-ટોન્સિલની તકલીફ છે. દર ૧૫થી ૨૦ દિવસે તેના કાકડા પાકી જાય છે. જ્યારે કાકડા પાકે ત્યારે તાવ આવવો, ગળાની બંને બાજુ કાનની નીચે થોડો સોજો આવવો, કોઈ પણ ચીજ ખાવા-પીવાથી ગળામાં દુખાવો અને મોઢું લાલ રહે છે. અમારા ફેમિલી ડોક્ટર એકાદ અઠવાડિયું તેને એન્ટિબાયોટિક સહિતની દવાઓ આપે ત્યારે કાકડા શાંત થાય. ફેમિલી ડોક્ટરની સલાહ પ્રમાણે એક ઈએનટી સ્પેશ્યાલિસ્ટને બતાવ્યું અને તેમની તો સ્પષ્ટ સલાહ છે કે કાકડાનું ઓપરેશન કરાવી નાખો, પરંતુ એક મેગેઝિનમાં વાંચ્યું હતું કે બને ત્યાં સુધી કાકડા-ટોન્સિલ કપાવવા નહીં, કારણ કે તે બે અડીખમ ચોકીદાર છે.

મુખ માર્ગે શરીરની અંદર જતા ચેપી જંતુઓ સામે સૌ પ્રથમ આ બે ચોકીદાર-કાકડા સામનો કરે છે અને શરીરને અનેક રોગોથી બચાવે છે અને સાંભળ્યું તથા વાંચ્યું પણ છે કે, આયુર્વેદમાં કાકડાના સફળ ઉપચારો છે." એમ કહી અર્ચનાબહેને વાત પૂરી કરી.
જુઓ અર્ચનાબહેન, આયુર્વેદીય ઉપચારોથી કાકડા મટી જાય છે, પરંતુ એ ઉપચાર ચાલતો હોય ત્યારે કડક પરેજી પાળવી પડે છે.
જો આપ બેથી ત્રણ મહિના બાબાની પૂરતી કાળજી સાથે ઉપચાર કરાવશો તો સુનીલની કાકડાની તકલીફ સાવ મટી જશે. સુનીલના કાકડા મટી જાય એવો સાદો, સરળ અને સસ્તો ઉપચારક્રમ લખી આપું છું:

 એક કપ જેટલા પાણીમાં અડધી ચમચી જેટલું હળદરનું ચૂર્ણ નાખી તેમાં એટલી જ સાકર નાખી, ખૂબ મિશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે પીવડાવવું.
આ ઉપચારમાં મુખ્ય ઔષધ હળદર છે. આયુર્વેદમાં હળદરના ગુણકર્મો વિશે જણાવાયું છે કે, હળદર રસમાં કડવી, તીખી અને તૂરી છે. તે સ્વભાવે ઉષ્ણ, રૃક્ષ, દોષને ખોતરીને ફેંકનારી તથા કફના, ત્વચાના રોગો અને કોઢ, ખંજવાળ, ગૂમડાં વગેરે મટાડે છે તથા તે પ્રમેહ, પાંડુરોગ, અપચો, શરદી, સળેખમ, સૂકી ઉધરસ તથા સોજાનો નાશ કરે છે.

આધુનિક રીતે હળદરનું રાસાયણિક પૃથક્કરણ કર્યા પછી જાણી શકાયું છે કે, હળદરમાં એક પ્રકારનું ક્ષારીય દ્રવ્ય હોય છે અને તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોવાથી તે પરુ ઉત્પન્ન કરતા જંતુઓ સામે શરીરનું રક્ષણ કરે છે. તેમાં મિશ્ર થતું બીજું સહાયક ઔષધ સાકર પણ પૌષ્ટિક, શીતળ, ઉધરસનો નાશ કરે છે. તે થાક-શ્રમ હરનાર, સડાનો નાશ કરનાર, વ્રણ રૃઝવનાર અને ગળાના રોગોમાં હિતકારી છે.
આયુર્વેદમાં સોજાને 'શોથ' કહેવામાં આવે છે. હળદર શોથઘ્ન ગુણ ધરાવે છે. ટોન્સિલ-કાકડામાં ગળાની બંને બાજુ કાન નીચે થોડો સોજો આવે છે. હળદરના સેવન અને લેપથી તેના શોથઘ્ન ગુણ દ્વારા આ સોજો ઊતરી જાય છે.

કાકડા પાક્યા પછી ગળામાં થતો વ્રણ હળદરના એન્ટિસેપ્ટિક અને રોપણ ગુણથી રુઝાય છે. આમ, હળદર અને સાકરનું મિશ્રણ-કોમ્બિનેશન તેના વિભિન્ન ગુણધર્મો દ્વારા કાકડાના સોજાનો નાશ કરે છે.

અર્ચનાબહેન, આ ઉપચાર વખતે તમે સુનીલ પાસે આ પ્રમાણે ચરી પળાવજો. બાળક છે, એટલે કદાચ તમારે પરેજી માટે ખૂબ સાવચેતી રાખવી પડશે. દહીં, છાશ, શિખંડ, આઇસક્રીમ, ફ્રૂટસલાડ, ઠંડાં પીણાં, મેંદાની અને માવાની બનાવટો, ફ્રીઝનું પાણી, ચોકલેટ, બોર, જામફળ, તીખી ચીજો, અથાણાં, પાપડ વગેરે ચારથી છ મહિના બંધ કરવી. પાણી પણ ઉકાળેલું જ આપવું.
આ પ્રમાણે ત્રણ મહિનાના ઉપચારક્રમ દરમિયાન અર્ચનાબહેન સુનીલને કુલ છ વખત બતાવી ગયાં, પરંતુ તેને ફરીથી કાકડા પાક્યા નથી. આ ઉપચાર દરમિયાન તેનું ત્રણ કિલો વજન વધ્યું હતું.

જિંદગીની થેલીમાં અફસોસ


મનની મોસમ : અનિલ ચાવડા
જે પળમાં તમે જીવતા હશો તે પળનું મૂલ્ય કદાચ તમને ક્યારેય નહીં સમજાય. એ સમયે તમને બધું જ નોર્મલ લાગશે, પણ આ નોર્મલપણું કેટલું બધું એબનોર્મલ હતું તે અમુક સમય પછી કે અમુક વર્ષો પછી જ સમજાશે. ઝાડ પરનું લીલું પાંદડું વહેતા પવનની સંગત કરી ડાળને છોડી દે છે, ત્યારે તે ઘટના તેને સાવ નોર્મલ લાગે છે, પછી ટૂંક જ સમયમાં તે પોતાની લીલાશ ગુમાવવા માંડે છે, ત્યારે તેને પોતાના એબનોર્મલપણાનું ભાન થાય છે. ડાળ પર હોય ત્યારે પાંદડાને ઝાડનું મૂલ્ય નથી સમજાતું, ઝાડથી દૂર ગયા પછી જ તેને સમજાય છે. ઝાડથી કાયમ માટે છૂટી ગયા પછી તેની પાસે કશું જ નથી હોતું, સિવાય કે અફસોસ! તમારા જીવનમાં પણ ઘણી વાર આવું બન્યું હશે. શક્ય છે કે અમુક ઘટનાની ડાળ પરથી પાંદડાની જેમ છૂટી ગયા પછી તમારી પાસે પણ અફસોસ સિવાય કશું જ ન બચ્યું હોય!
આપણે બધા સમયના એક વિશાળ ઝાડ પર ચોંટેલાં પાંદડાંઓ છીએ. જીવનના અંતે જ્યારે આપણને ખબર પડે કે હવે ખરવાની પળ નજીક આવી ગઈ છે,ત્યારે જિંદગીના છૂટી ગયેલા તમામ વસવસાઓ અધૂરપો, અફસોસ અને ધ્રાસકાઓનાં વસ્ત્રો પહેરી સડસડાટ આંખ સામેથી પસાર થવા લાગે છે. ક્યાંક બાળપણમાં છૂટી ગયેલાં વતનનો અફસોસ હોય છે, તો ક્યાંક યુવાનીમાં તૂટી ગયેલા પ્રેમનો, ક્યાંક વ્યવસાયમાં ખાધેલી થાપની પીડા, તો ક્યાંક વળી પરિવારમાંથી જ મળેલા ઘાવનું દરદ. છૂટી ગયેલા તમામ વસવસાઓ જ્યારે સાંભરે છે ત્યારે થાય છે કે એ વખતે એ છોકરીને પૂછી લીધું હોત તો સારું હતું,એ વખતે મેં નોકરીનું ફોર્મ ભરી દીધું હોત તો સારું હતું, એ વખતે ઘર લઈ લીધું હોત તો સારું હતું, એ વખતે પપ્પાનું કીધું માન્યો હોત તો સારું હતું, એ વખતે સરખું ભણ્યો હોત તો સારું હતું, એ વખતે નોકરી ન છોડી હોત તો સારું હતું, એ વખતે બિઝનેસમાં સાહસ કરી નાખ્યું હોત તો સારું હતું. પણ આ 'એ વખત' એટલે કયો વખત એ કોઈને સમજાતું નથી. ગઝલનો એક શેર છે-
'આમ કરતાં આમ કર્યું હોત તો એ બધું વીત્યાં પછી સમજાય છે.
ઘણું બધું વીત્યાં પછી જ સમજાતું હોય છે. પરણ્યા વિના સંસારનું જ્ઞાાન લાધતું નથી. માત્ર આંખ બંધ કરી દેવાથી અંધાપાના દુઃખની સાચી અનુભૂતિ ન થઈ શકે. કોઈને લોહી નીકળતું જોઈ ધ્રૂજી જવું અને સ્વયં લોહીલોહાણ હોવું એમાં જમીન આસમાનનો ફેર હોય છે. સૌ પોતપોતાના વસવસાના વહાણમાં બેસીને જિંદગીનો પ્રવાસ કરે છે. બધાં જ પોતપોતાનાં અફસોસનાં છોગાં પહેરીને ફરતાં હોય છે. જે સમયે તમે જે દુઃખમાં હોવ છો, તે સમયે તે દુઃખ સૌથી વધારે પીડાકારક લાગતું હોય છે. આંગળીને નખ નીકળી જાય તેની પીડા થતાં તમે એમ કહેવા લાગો છો કે આના કરતાં તો આંગળી કપાઈ ગઈ હોત તો સારું હતું, પણ ખરેખર જ્યારે આંગળી કપાવાની નોબત આવે ત્યારે વળી પાછું એમ થાય કે આના કરતાં તો ખાલી નખ ઊખડી ગયો હોત તો સારું હતું!
એક વાર્તા કહું. કદાચ તમે વાંચી પણ હોય. એક માણસ દરિયાકિનારે માછલીઓ પકડતો હતો. સવારથી સાંજ સુધી પ્રયત્નો કર્યા, પણ કશું હાથમાં ન આવ્યું,પણ તે સતત મથતો રહ્યો. રાત પડી, પણ તે હિંમત હાર્યો નહીં. જાળ નાખતો રહ્યો. અચાનક તેની જાળમાં કશુંક આવ્યું. એને લાગ્યું કે કોઈ માછલી લાગે છે, જોયું તો એક મોટી થેલી હતી, જેમાં માત્ર પથ્થરો ભર્યા હતા. તે સાવ હતાશ થઈ ગયો. ત્યાં જ બેસી ગયો. રાત વધી ગઈ હતી. થાકી પણ ગયો હતો,પણ થાય શું? નવરા પડયા તેણે પેલી થેલીમાંથી એક-એક પથ્થર કાઢી દરિયામાં ફેંકવાનું શરૂ કર્યું. આખી રાતમાં ધીમે ધીમે બધા જ પથ્થરો ફેંકી દીધા. સવાર પડવા આવી હતી. છેલ્લો પથ્થર હાથમાં હતો, તેણે દરિયામાં ફેંક્યો એ જ વખતે સૂર્ય ઊગ્યો અને ફેંકાયેલો પથ્થર ચમક્યો. અચાનક માછીમારને જાણ થઈ કે આખી રાત તેણે જે પથ્થરો ફેંક્યા હતા એ તો સાચા હીરા હતા. ત્યારે તેના અફસોસનો પાર ન રહ્યો. પછી જિંદગીભર તેને આ વાતનો અફસોસ રહ્યો કે એક આખી થેલી ભરીને સાચા હીરા તેણે પથ્થર સમજીને દરિયામાં ફેંકી દીધા. 
દરેકના જીવનમાં આવા થેલી ભરીને સારા પ્રસંગો આવતા હોય છે, પણ આપણે આપણી અંધારી રાતમાં તેને પથ્થર સમજીને ફેંક્યા કરીએ છીએ અને છેક સવારે ખબર પડે છે કે આપણે જે ફેંક્યા હતા એ સાચા હીરા હતા, ત્યારે આપણી જિંદગીની થેલીમાં અફસોસ સિવાય કશું હોતું નથી. આવા અનેક વસવસાઓ મનમાં ઉજ્જડ મોસમની જેમ રઝળ્યા કરતા હોય છે. અત્યારે પણ તમારી જિંદગીની થેલીમાં આવા ઘણા બધા સાચા હીરા હશે. અંધારી રાતમાં તેને પથ્થર સમજીને ફેંકી દેતા પહેલાં ખાલી એક વાર તેની તરફ સરખી નજર કરજો.              
                                     
Osho - Eak dhanpati bhagwan ko 10 hazar swarna mudraen arpan karne gaya. Vah dhanpati un mudraon ko bhagwan ki murti ke samax eak-eak gin-gin kar rakhne laga. Vah jor se theliyon main se swaran mudraen nikalta aur khoob khankhanahat hoti. Khankhanahat ki aawaz sunkar mandir main bhid ho gayi.
              Jaise jaise bhid badhhti gayi, uske tyag ka aanand bhi badhhta gaya. Vah aur jor se aawaz karta gaya. Jab vah sari mudraen gin chuka, tab pujari ne us se kaha: "bandhu, yah mudraen vapas le jao. Bhagwan aisi bhent kabhi nahin swikarenge."
              Dhanpati ne puchha: "kyon maharaj?" pujari ne kaha: "Prem kya is tarah vyakt kiya ja sakta hay? Prarthna kya vyakt karne ki vastu hay? Tumhare man main to vigyapan karne ki vasna hay. Tum logon ko dikhana chahte ho ki tum kitne bade tyagi ho. Aisi vasna samarpan karne main asamarth hay. Aur is liye main yah dhan swikar nahin kar sakta.                                                     

10 Natural Ways to Treat Sunburns

alt
alt
alt
alt

 
तुम्हारे और मेरे बीच अगर कुछ होगा तो वो सिर्फ प्रेम होगा
हमारी हथेलियों पर हर पल अंकुरित होता प्रेम
स्पर्श की ऊष्मा से...

और हमारे इर्द गिर्द फ़ैली होंगी बेचैनियाँ,
हमें एक दूसरे की ओर धकेलती हुई!
किसी और को करीब आने की नहीं होगी इजाज़त
बस एक दो जुगनू और कुछ तितलियाँ
सच मानो बड़ी ज़िद्द की है उन्होंने...
हाँ! एक महीन अदृश्य पर्दा होगा
तुम्हारे और मेरे बीच, कि छिपे रहें मेरे गम
कि तुम्हारी खुशियों को नज़र न लगे उनकी|
तो फिर ये तय हुआ कि हमारे बीच अगर कुछ होगा तो वो सिर्फ प्रेम होगा

આંસુ ભરી હૈ એ જીવન કી રાહેં....

કોઈ ઉનસે કહેદો હંમે ભૂલ જાયે....

REMEMBERING LEGENDARY SINGER MUKESH 

ON HIS 91ST BIRTH ANNIVERSARY (22.07.1923-27.08.1976)

A singer in a class of his own, Mukesh was ranked, along with Mohammad Rafi and Kishore Kumar, as one of the greatest male playback singers in Bollywood history.

However, his position was unique, mukesh was that man in a bar who would pour you a drink and would sing you a song for friendships' sake. His voice held a haunting, melancholic quality that could reach into your soul and move you to tears.

He was born Mukesh Chand Mathur on 22 July 1923, into a small middle-class family living in Delhi. He was first heard noticed by an actor and distant relative, Motilal, when he sang a song at his sister's wedding. Deeply impressed, Motilal brought him to his own house in Bombay and had him groomed by the noted singer Pandit Jaganath Prasad. During this time Mukesh tried his hand at acting, but his first acting film, Nirdosh(1941/I), was a flop.

However, he got his big break as a singer with Pahali Nazar (1945) - picturised on Motilal, the song became a success.

Initially, his voice did seem to be imitating K.L. Saigal, but he acquired his own style in Andaz (1949). The film, a passionate love triangle, became a runaway hit and so did all of its songs, especially the Mukesh solos. As well as launching Mukesh's career, it created an association with the renowned Raj Kapoor that would last throughout their lives. Starting with Aag (1948) all the way through to Dharam Karam (1975), Mukesh sang for Raj Kapoor and together they produced some of the greatest film songs in Bollywood history, most notably in Awaara (1951),Shree 420 (1955), _Anadi (1959)_, _Sangam (1964)_ and Mera Naam Joker (1972).

તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
--- વિવેક મનહર ટેલર

છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
--- ગની દહીંવાલા

ચીતરું છું એનું નામ હથેળી ઉપર ‘મરીઝ’,
વિશ્વાસ મુજને મારા મુકદ્દર ઉપર નથી
--- મરીઝ

ફૂલો તો શું છે, વધુ કામિયાબ કાંટા છે,
અમારી તો પળેપળનો હિસાબ કાંટા છે.
--- વિવેક ટેલર

રસ્તામાં કોઈ ફૂલ શા માણસ મળ્યા હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં.
--- અનિલ જોશી

ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
--- નયન દેસાઈ


મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
--- ઓજસ પાલનપુરી

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
--- ‘આસીમ’ રાંદેરી

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
--- રમેશ પારેખ

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
--- કુતુબ આઝાદ

સૂમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે,
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
--- ભગવતીકુમાર શર્મા

જઈને વતનમાં એટલું જોયું અમે 'મરીઝ',
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
--- મરીઝ

હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ભીના અજવાળાને ઓરડામાં રાખીએ
તો વરસે તે સમણાના ઝાંપે,
ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે,
તો જાગેલા દીવાથી કાંપે, -
દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો-
હવે ખુદ તમે પ્રગટો તો કેવું ?
બારી ઉઘાડીએ તો આવે અજવાળું
હવે, બારણું ઉઘાડો તો કેવું ?
ધારો કે ફૂલ નામે ઊગે સરનામું
અને પીળી સુવાસ નામે શેરી,
ગામ એનું ધોધમાર વરસાદી ઝાપટું
ને સૂકવેલી લાગણીઓ કોરી,
ચોમાસે લાગણીઓ કેમે સુકાય નહીં,
હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો
હવે ધોધમાર વરસો તો કેવું ?
– ભાગ્યેશ જહા

 

શરીરની સાચવણી કર્યા કરવાની વાતો જરા વધુ પડતી હોય એવું નથી લાગતું?--- સન્ડે મોર્નિંગ - સૌરભ શાહ

આરોગ્ય, હેલ્થ અથવા ફિઝિકલ ફિટનેસ યાને કિ શારીરિક ચુસ્તી ઈન્ટરેસ્ટિંગ વિષયો છે એના કરતાં વધારે ઈન્ટરેસ્ટિંગ ધંધાઓ છે, મલાઈદાર બિઝનેસ છે. માર્કેટ શોધવા નથી જવું પડતું. ક્ધસેપ્ટ પહેલેથી જ વેચાઈ ચૂકી છે, પહેલું સુખ તે જાતે નર્યાવાળા સ્લોગન દ્વારા. શરીર સાચવજે હં, ભાઈ. માતા દીકરાની કાળજી કરતાં કહે છે. નખમાંય રોગ ન હોવો એનું ગૌરવ દિલ્હીના સમ્રાટની ગાદી પર બેસવા જેટલું ગણાયું. સાઠ, સિત્તેર કે એંશી વર્ષની ઉંમરે જોગિંગ કરવા જતાં કાકાઓને અને કાકીઓને લોકો આદરથી જુએ છે. નેવું વર્ષે પહોંચેલા ડોસાજી ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે ક્ધયાઓ વિસ્ફારિત નયને એમને નિહાળતી રહે છે. રાતી રાયણ અને લાલ ટમાટર જેવી ઉપમાઓ વડે એમના શારીરિક સ્વાસ્થ્યને વખાણવામાં આવે છે. સારું છે.

પણ ક્યારેય વિચાર્યું ખરું કે એમનું માનસિક આરોગ્ય પણ સાથોસાથ જળવાયું છે ખરું. માનસિક આરોગ્ય મતલબ આપણે એમ નથી કહેતા કે તેઓ પાગલબાગલ થઈ ગયા છે કે નહીં એ તપાસ્યું કે નહીં? એમની સામાન્ય મનદુરસ્તી જળવાઈ ખરી? કે પછી આ ઉંમરેય એમણે લોકોની કૂથલી કરવાનું, પુત્રવધૂને સતત ધાકમાં રાખવાનું, નવા વિચારોને મગજમાં પ્રવેશતા રોકવાનું અને બાબા આદમના જમાનાના વિચારોમાં રાચ્યા કરવાનું છોડ્યું નથી? પહેલું સુખ તે જાતે નર્યા એવું શાણપણ સ્વીકાર્યું પણ જાતને નરવી રાખવી એટલે શું માત્ર શારીરિક રીતે જ નરવી રાખવી?

આરોગ્યની અર્થાત્ શારીરિક આરોગ્યની અગત્યતાને જરા વધુ પડતી ચગાવવામાં આવી છે, ઓવરરેટેડ છે એ. જુઓ, ઉંમર વધવાની સાથે શરીર અને કુદરત વચ્ચે જે કંઈ લિખાપટ્ટી થઈ ચૂકી છે તે મુજબ શરીર ડિજનરેટ થતું જવાનું જ, એને ઘસારો લાગતો જવાનો. તમે ઘણી વાર કહો છો એમ, ઉંમર ઉંમરનું કામ કરે.

આપણે બહુ બહુ તો એટલું કહીએ કે શરીરની શક્તિઓ કુદરતી રીતે ક્ષીણ થઈ રહી હોય ત્યારે એમાં કુદરતને સાથ ન આપીએ. ઉંમર વધવાની સાથે પાચનતંત્ર સ્વાભાવિક રીતે ઓછું ક્રિયાશીલ બનતું જવાનું. આવા સંજોગોમાં ઉજાગરા, તીખો તળેલો ખોરાક, મીઠાઈ ઈત્યાદિ પર થોડોક સંયમ રાખીએ. દરેક રીતે શરીરને સાચવ્યા પછી પણ ૮૬મા વર્ષે બાથરૂમમાં પડી જશો અને હાડકું ભાંગશે તો સીધું થતાં મહિનાઓ નીકળી જશે, કદાચ સરખું ના પણ થાય.

ઉંમર વધવાની સાથે હાડકાં બરડ થવાનાં જ. શરીરના દરેકે દરેક અંગ, કોષની શક્તિઓ ક્ષીણ, શિથિલ થતી જવાની. એમાં તમે બીજું કંઈ નથી કરી શકવાના.

આરોગ્ય પ્રત્યેની સભાનતા માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતી જ સીમિત થઈ ગઈ છે, એ કહેવું છે તમને. પંચોતેરમે વર્ષે દોડીને બસ પકડી લેતા ચુસ્તી-સ્ફૂર્તિવાળા કાકાને લપ બનીને કોઈના ગળે પડી જવાની ટેવ હોય કે કોઈ સાંભળવા ના માગતું હોય તોય પોતાની જુવાનીનાં પરાક્રમો દોહરાવ્યા કરવાની આદત હોય કે માણસ સેનાઈલ થઈ ગયો હોય તો એના શારીરિક સ્વાસ્થ્યનું શું મૂલ્ય? હું તો કહું છું કે બળ્યું એવું આરોગ્ય. આના કરતાં તો એંશીમા વર્ષે ભલે થોડો દમનો વ્યાધિ હોય, પગે વા પણ હોય, બ્લડપ્રેશરની ગોળીઓ રોજ ગળવી પડતી હોય, ડાયાબિટીસને કારણે રોડનો આઈસક્રીમ બંધ થઈ ગયો હોય ને આંખે-કાને જરા કાચું હોય છતાં જો તમારી બુદ્ધિ ટકોરાબંધ હોય, તમારી પ્રજ્ઞા સતેજ અને જિજ્ઞાસા અકબંધ હોય અને જીવવાની ઉત્સુકતા પચાસ વર્ષ પહેલાં હતી એટલી ઉત્કટ હોય તો તમે ખરેખર પહેલું સુખ તે જાતે નર્યાની કહેવતનું પાલન કર્યું કહેવાય.

ઉંમર વધવાની સાથે દૂધભાખરીનો સાદો ખોરાક અપનાવીને શારીરિક આરોગ્ય ટકાવી રાખવું અને આજુબાજુના જગતમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જઈ ભગવાનનું નામ લેવામાં જ સમય વિતાવવો એવું કોણે કહ્યું? સામાજિક વહેવારો ઓછા કરી નાખો, એ ઉંમરે, તો એ સારું જ છે. એવું તો ઘણાં વર્ષો પહેલાં જ કરી દેવાનું હતું. ફાલતુ વાતોને ચૂંથ્યા કરવાની ટેવ પાછલી ઉંમરે છોડી દો તે સારું જ છે, આગલી ઉંમરે જ છોડી દેવાની હતી. પણ જીવવામાંથી રસ શું કામ ઓછો થવો જોઈએ? બુદ્ધિની ધાર શા માટે બુઠ્ઠી થઈ જવી જોઈએ એ ઉંમરે?

ના. ઉંમર વધવાની સાથે મગજની તેજસ્વિતા ઝાંખી પડે જ એવું જરૂરી નથી. ચાળીસ વર્ષના લેખકો કરતાં ચાર ચાસણી ચડે એવું ખુશવંત સિંહ એંશીમા વર્ષે લખતા. મોરારજી દેસાઈ સાથે એમના નેવુંમા વર્ષેય વાતો કરવાની મઝા આવતી હતી એવું કહેનારા કેટલાય લોકો બતાવું તમને. નિરદ ચૌધરી અંગ્રેજીમાં લખતા ઉત્તમ ભારતીય લેખક છે. ગુજરી ગયા. ઈંન્ગલેન્ડ રહેતા, વર્ષોથી. એ ૯૯ વર્ષના હતા ત્યારે

એમનો એક ઈન્ટરવ્યુ વાંચેલો. સાહેબ, તમને નવાઈ લાગે, ઈર્ષ્યા આવે, એટલા બધા તાજા, ક્ધટેમ્પરરી અને અદ્ભુત વિચારો એમના. શરીરથી જુઓ તો સાવ પાતળું, નાનકડું કદ. મુઠ્ઠીમાં સમાઈ જાય જાણે. પણ એમની બુદ્ધિને તમે બાથ ન ભરી શકો. કે. કા. શાસ્ત્રી પણ સેન્ચ્યુરી વટાવી ગયા પછીય એવા જ હતા.

ઉંમર વધતાં શરીરને સાચવ સાચવ કરવામાં ક્યાંક મનને પણ સાચવવું જોઈએ એ વાત જ ભુલાઈ ગઈ. શારીરિક સ્વાસ્થ્ય ઓવરરેટેડ થયું એમાં માનસિક આરોગ્યની મહત્તા ગૌણ બની ગઈ.

પાછલી ઉંમરે દાંતનાં ચોકઠાં અને ચૂરણની ફાકીઓ દ્વારા માત્ર શરીર સચવાશે કદાચ, મન નહીં. અને છેક એ ઉંમરે મનની દરકાર રાખવાની સભાનતા આવશે તો ઘણું મોડું કહેવાશે. શરૂઆત અત્યારથી થઈ જવી જોઈએ. દિમાગની બારીઓ ખુલ્લી રાખીને નવા વિચારોને, નવી ઘટનાઓને, નવા પ્રવાહોને ને નવી દુનિયાઓને સમજવાની, સ્વીકારવાની શરૂઆત અત્યારથી જ કરવી પડે. કૂવામાંથી બહાર નીકળ્યા વિના વિશ્ર્વ તરફ જોયા કરવાની ટેવ પાછલી ઉંમરે તમને હાર્ટ ઍટેક કે સ્ટ્રોક કરતાંય વધુ તકલીફ આપવાની એટલું લખી રાખજો તમે. લાગણીની સ્થિતિસ્થાપકતા, ફ્લેક્સિબિલિટી, અત્યારે સિદ્ધ નહીં કરી શકીએ તો તે વખતે સર્જાનારા જક્કી સ્વભાવને કારણે તમામ સંબંધો બરડ બનવાના અને પાછલી ઉંમર વિતાવવી કષ્ટદાયક બની જવાની. બીજાને ખલેલ પહોંચાડ્યા વિના પોતાના સ્વભાવનું આનંદીપણું, મોજીલાપણું સાચવવું વધારે અગત્યનું છે, એ ઉંમરે. રોજ પેટ સાફ આવે એની જેટલી ચિંતા હોય એના કરતાં વધારે કાળજી દિમાગમાં દસ્ત ભરાઈ ન રહે એની રાખવી સારી, એ વખતે. શારીરિક કબજિયાતો તો દવાઓથી, આહાર નિયમનથી કે કુદરતી ઉપચારોથી દૂર કરી શકશે તમારા દાક્તરો. મનનું શું? નહીં તમે સાઈકીએટ્રિસ્ટ પાસે જઈ શકો કારણ કે તકલીફ એ હદ સુધીની નહીં હોય, છતાં તમારા સ્વભાવ, તમારા વિચારો, તમારા વર્તનને કારણે તમારી આસપાસનાઓ અને તમે પોતે પણ અસુખ અનુભવ્યા કરો એવી જિંદગી શું કામની? પછી ભલે ને એ ઉંમરે તમે રોજનાં પચાસ દોરડાં કૂદી શકતા હો. માનસિક આરોગ્ય વિનાના શારીરિક સ્વાસ્થ્યનો કોઈ અર્થ નથી. શહેરમાં હેલ્થ ક્લબોની જેટલી જરૂર છે આજે એથી વધુ જરૂર છે મેન્ટલ હેલ્થ ક્લબોની.
------------
કાગળ પરના દીવા;-- એ નહીં તો એની આહટ આવશે, જળને બદલે જળની વાંછટ આવશે. - ભગવતીકુમાર શર્મા
------------- સન્ડે હ્યુમર
બે બચ્ચાની મા ત્રીજી વાર શાદી કરી રહી હતી. ફેરા ફરતી વખતે એક બચ્ચું રડવા લાગ્યું.
માનો જવાબ સાંભળીને દુલ્હો બેહોશ થઈ ગયો. મા બોલી હતી:-  ‘પાપુ, ચૂપ થઈ જા, નહીં તો નેક્સ્ટ ટાઈમ તને નહીં લાવું!’ .

The Amazing Cucumber – 13 Reasons Why Cucumbers Should Be In Every Garden

1. Cucumbers contain most of the vitamins you need every day, just one
cucumber contains Vitamin B1, Vitamin B2, Vitamin B3, Vitamin B5, Vitamin B6, Folic Acid, Vitamin C, Calcium, Iron, Magnesium, Phosphorus, Potassium and Zinc.

2. Feeling tired in the afternoon, put down the caffeinated soda and pick
up a cucumber. Cucumbers are a good source of B Vitamins and
Carbohydrates that can provide that quick pick-me-up that can last for
hours.

3. Tired of your bathroom mirror fogging up after a shower? Try rubbing a cucumber slice along the mirror, it will eliminate the fog and provide a
soothing, spa-like fragrance.

4. Are grubs and slugs ruining your planting beds? Place a few slices in
a small pie tin and your garden will be free of pests all season long.
The chemicals in the cucumber react with the aluminum to give off a scent undetectable to humans but drive garden pests crazy and make them flee the area.

5. Looking for a fast and easy way to remove cellulite before going out or to the pool? Try rubbing a slice or two of cucumbers along your problem
area for a few minutes, the phytochemicals in the cucumber cause the
collagen in your skin to tighten, firming up the outer layer and reducing
the visibility of cellulite. Works great on wrinkles too!!!

6. Want to avoid a hangover or terrible headache? Eat a few cucumber
slices before going to bed and wake up refreshed and headache free.
Cucumbers contain enough sugar, B vitamins and electrolytes to replenish essential nutrients the body lost, keeping everything in equilibrium, avoiding both a hangover and headache!!

7. Looking to fight off that afternoon or evening snacking binge?
Cucumbers have been used for centuries and often used by European
trappers, traders and explores for quick meals to thwart off starvation.

8. Have an important meeting or job interview and you realize that you
don’t have enough time to polish your shoes? Rub a freshly cut cucumber over the shoe, its chemicals will provide a quick and durable shine that not only looks great but also repels water.

9. Out of WD 40 and need to fix a squeaky hinge? Take a cucumber slice and rub it along the problematic hinge, and voila, the squeak is gone!

10. Stressed out and don’t have time for massage, facial or visit to the
spa? 
Cut up an entire cucumber and place it in a boiling pot of water,
the chemicals and nutrients from the cucumber with react with the boiling water and be released in the steam, creating a soothing, relaxing aroma that has been shown the reduce stress in new mothers and college students during final exams.

11. Just finish a business lunch and realize you don’t have gum or mints? Take a slice of cucumber and press it to the roof of your mouth with your tongue for 30 seconds to eliminate bad breath, the phytochemcials will kill the bacteria in your mouth responsible for causing bad breath.

12. Looking for a ‘green’ way to clean your faucets, sinks or stainless
steel? Take a slice of cucumber and rub it on the surface you want to
clean, not only will it remove years of tarnish and bring back the shine,
but is won’t leave streaks and won’t harm you fingers or fingernails while you clean.

13. Using a pen and made a mistake? Take the outside of the cucumber and slowly use it to erase the pen writing, also works great on crayons and
markers that the kids have used to decorate the walls!!

This information was in The New York Times recently as part of their
“Spotlight on the Home” series that highlighted creative and fanciful ways to solve common problems.
આજનો વિચાર

આવતી કાલ ક્યારેય નહીં આવે,

જે છે તે આજનો જ દિવસ છે. -ઓશો
-------------------------------------------

વ્યક્તિના પોતાના દુખના પાયામાં,

એણે  જાણ્યે - અજાણ્યે

અન્ય લોકોના જીવનમાંથી

છીનવી લીધેલું સુખ હોય છે

ગુડ મોર્નિંગ - સૌરભ શાહ
શબ્દ પેલે પારને તું જોઇ લે,
ને પરમના સારને તું જોઇ લે.
પર્ણ, ડાળી, ફૂલ, ફળ આકાર છે
વૃક્ષના આધારને તું જોઇ લે.
જે સ્વયં તો પર રહ્યો આ તંત્રથી
એ તણા વિસ્તારને તું જોઇ લે.
ભવ્યથી પણ ભવ્ય લે લયલીન છે
ઇશ્વરી દરબારને તું જોઇ લે.
સૂક્ષ્મથી પ્ણ સૂક્ષ્મ ખુદ તારા મહી
પુર્ણતાના દ્વાર ને તું જોઇ લે.
બહાર ડોકું કાઢતાં દેખાય જે
એ અકળ સંસારને તું જોઇ લે.
- સંધ્યા ભટ્ટ

ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.
મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.
‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.
કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.
અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.
એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.
પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’
વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.
બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’
કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..
સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી

પારકા ભાણામાં મોટો લાડુ' એ કહેવત જેણે રચી હશે એ મહાનુભાવનું મનુષ્ય સ્વભાવનું અવલોકન ઘણું ઊંડું અને વ્યાપક રહ્યું હશે. પોતાના ભાણામાં પીરસાયેલા લાડુ તરફ એક અછડતો દૃષ્ટિપાત કરી બાજુમાં બેઠેલાની થાળીમાંના લાડુ પર નજર નોંધવાની ટેવ માણસની પ્રકૃતિની એક અજબ ખાસિયત છે. કદાચ આવી તુલના કરવાની ટેવ માણસને એના માતા-પિતા પાસેથી જ મળતી હશે. દુનિયાના લગભગ તમામ મા-બાપને કોઇ વિરલ-અપવાદ બાદ કરતાં, પોતાના સંતાનની બીજાના દીકરા-દીકરી સાથે સરખામણી કરવાની ટેવ હોય છે. આવી ટેવ પાછળ પોતાના સંતાનોની નજર સમક્ષ વધુ ઊંચું રોલ મોડેલ રજૂ કરવાની માબાપોની શુભ દાનત ભલે હોય, પણ એના માઠાં પરિણામો તેમની નજર બહાર જ રહી જતાં હોય છે.
આવી સરખામણીથી પોતાના સંતાનના આત્મવિશ્વાસને ધક્કો પહોંચે છે. બીજાના છોકરાની જેટલી પ્રશંસા થાય એટલા પ્રમાણમાં પોતાના સંતાનના આત્મવિશ્વાસમાં કાપ મૂકાતો જાય છે. આના કરતાંય વધુ મોટું નુકસાન એ છે કે સાવ કાચી વયથી જ એ પોતાની પાસે હોય એની તુલના બીજાની ચીજો સાથે કરતું થઇ જાય છે. બાળપણમાં પડેલી આ ટેવ મોટપણે એને ઘણું મોટું નુકસાન કરે છે. પોતાને પ્રાપ્ત વસ્તુ પરિસ્થિતિ, વ્યક્તિ કે સ્થળ વિશેષથી થવો જોઇતો સંતોષ એને થતો નથી. આવા અસંતોષને સરખામણી કરવાની વારસામાં મળેલી આદત વધુ ઉગ્ર બનાવી મૂકે છે. જેમને આવી રીતે બીજા સાથે પોતાની સરખામણી કરવાની ટેવ પડી નથી તેઓ ખરેખર ભાગ્યશાળી છે પણ એવા ભાગ્યશાળીઓની સંખ્યા કોઇપણ સમાજમાં સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.

પ્રાપ્ત સ્થિતિમાં સંતોષનો અનુભવ કરવા વ્યક્તિને એની પ્રભુશ્રદ્ધા સૌથી વધુ સહાયક નીવડે છે. ઇશ્વરની શુભાશય પર આસ્થા પ્રવર્તતી હોય તો માણસનું મન બીજાની હવેલી જોઇ પોતાની ઝૂંપડી તોડી નાંખવા કંઇ પ્રેરાતું નથી. આવી શ્રદ્ધાની સાથોસાથ જે માણસમાં આપણા મહાન વારસા સમા કર્મસિદ્ધાંતની સમજ હોય તો તે તેની અસંતોષની ઉગ્રતા ઓછી કરે છે. ત્રીજી વાત વાસ્તવિકતાનું ભાન હોવું. પોતાની શક્તિની સાથોસાથ મર્યાદાઓનું પણ આકલન હોય તો એનું મન જે મળ્યું એમાં સંતોષ માની બીજાની સાથે સરખામણી કરવા તત્પર રહેતું નથી. છેલ્લે જે મળ્યું છે તે એક અકસ્માત છે તેથી એનો સહજતાથી, સ્વસ્થતાથી સ્વીકાર કરી લેવો એવી સાદી સમજ પણ સરખામણી કરવાની વૃત્તિ સામે રક્ષણ આપે છે.

સંતોષનો છેદ ઉડાડે છે સરખામણી અને આ સરખામણીમાં અક્કલ-હોંશિયારીનું ચલણ પણ ઓછું જોવા મળે છે. કોઇપણ બાબતની સરખામણી કરી અસંતોષ ઊભો કરનારાઓને ઊંચા પદે પહોંચેલા, ઊંચી સમજદારી દાખવનારા કે સમાજજીવનને માટે વધુ ત્યાગ-બલિદાન કરનારાઓ સાથે પોતાની જાતની, પોતાની હેસિયતની તુલના કરવાનું કદી સૂઝતું નથી. પોતાની દક્ષતા, સજ્જતા કે ક્ષમતા પરત્વે બીજાઓને જોઇને, અન્ય સાથે તુલના કરીને,જો અસંતોષ પ્રગટે તો તે અંતે વ્યક્તિને તે જ્યાં ઊભો હોય ત્યાંથી ઊંચે લઇ જનારો નીવડે છે. નિરર્થક બળાપા કરતાં આવો વિધાયક અસંતોષ લાખ દરજ્જે સારો એ વાત, વાતે વાતે સરખામણીઓ કર્યા કરતા માણસને કોણ સમજાવે?


Microwave Popcorn

Non-organic Fruits

Canned Tomatoes

Potato Chips

Hydrogenated Oils

Foods with High Salt or Pickled or Smoked

Highly Processed White Flours

GMOs

Refined sugar

Diet Food

Soda Pop