SANKLAN

SANKLAN
SANKLAN

Thursday, 4 September 2014

સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
--- અમિત વ્યાસ

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
--- વિવેક મનહર ટેલર

ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
--- ‘અમર’ પાલનપુરી

આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
--- મહેશ દાવડકર

મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
--- ગની દહીંવાલા
Junk food kills appetite for healthy diet
Melbourne:
PTI


Junk food not only makes you pile on the pounds, it may also suppress your appetite for a balanced diet.
Australian researchers found that a diet of junk food in rats reduces their appetite for novel foods, a preference that normally drives them to seek a balanced diet. The findings help explain how excessive consumption of junk food can change behaviour, weaken self-control and lead to overeating and obesity .
The researchers, led by Professor Margaret Morris from the University of New South Wales, Australia, taught young male rats to associate each of two different sound cues with a particular flavour of sugar water -cherry and grape.
Healthy rats, raised on a healthy diet, stopped responding to cues linked to a flavour in which they have recently overindulged. This inborn mechanism, widespread in animals, protects against overeating and promotes a healthy , balanced diet.
But after two weeks on a diet that included daily access to cafeteria foods, including pie, dumplings, cookies, and cake -with 150% more calories -the rats' weight increased by 10% and their behaviour changed dramatically. They became indifferent in their food choices and no longer avoided the sound advertising the overfamiliar taste. This indicated that they had lost their natural preference for novelty . The change even lasted for some time after the rats returned to a healthy diet.
The researchers believe that a junk diet causes lasting changes in the reward circuit parts of the rats' brain.
મારા બગીચામાં ઉગેલી સુંદરતા..]

*****
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

- સુંદરમ
આભારસહ: યોગેશ કાણકીયા

"કર્મનો સિદ્ધાંત"--- લેખક:  હિરાભાઇ ઠક્કર


આ જરૂર વાંચશો અને બીજાઓને જરૂર મોકલજો

જેની સિદ્ધિનો આધાર બીજા ઉપર છે,
તેવું કર્મ કદી ન આરંભો.

પણ જેની સિદ્ધિનો આધાર પોતાની જાત પર જ છે તે
કર્મ અવશ્ય આરંભો.
- ભગવાન મનુ

પવિત્ર વિચારોનું સદા મનન કરવું જોઈએ અને
હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ.

- સ્વામી વિવેકાનંદ

ઘડપણનું ગીત

 

ભગવતીકુમાર પાઠક

 

પેટની ચરબી ઘટાડવા પીવો આ પાંચ પીણા



આ પાંચ ડ્રિંકનુ સેવન કરવાથી શરીરના ટોક્સિન્સ નીકળે છે. મેટાબોલિજ્મ સારા થાય છે અને ફેટ્સ જલ્દી બર્ન થાય છે. સાથે તેમાં કેલરી પણ ઓછી હોવાને કારણે  તેનું સેવન વજન ઘટાડવાની ઈચ્છા રાખતા લોકો માટે ખૂબ જ ફાયદાકારી છે.

લીંબુ પાણી 

લીંબુનો રસ શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને ફેટ્સ ઓગાળવામાં પણ મદદ કરે છે. સાથે જ શરીરને ઉર્જા પણ આપે છે જેનાથી તમે આખો દિવસ તરોતાજગી અનુભવશો.

એક ગ્લાસ પાણીમાં એક લીંબુ, એક ચપટી મીઠુ મિક્સ કરી રોજ સવારે પીવાથી પેટની ચરબીમાં ઘટાડો થાય છે.

લીંબુ સાથે ગ્રીન ટી 

અનેક શોધોમાં પ્રમાણિત થઈ ચુક્યુ છે કે ગ્રીન ટી માં ભરપૂર એન્ટીઓક્સીડેંટ્સ અને કૈટેચસ છે. જે મેટાબોલિજ્મ ઠીક રાખવા અને વજન ઘટાડવામાં મદદરૂપ છે. બીજી બાજુ લીંબુ શરીરના ટોક્સિન દૂર કરે છે. જેનાથી ફેટ્સ બર્ન થાય છે. રોજ સવારે ગ્રીન ટી માં લીંબૂનો રસ મિક્સ કરીને પીવાથી પેટ પર જમા ચરબી ઓછી થશે.

નિયમિત રૂપે તેનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા કાયમ રહેશે. વજન ઓછુ થશે અને પેટની ચરબી ઘટશે.

તરબૂચનો જ્યુસ 

તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેંટ્સ હોય છે તેમાં કેલરી ઓછી છે અને પાણી વધુ છે જે શરીરના ટોક્સિન હટાવવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તરબૂચમાં લાઈકોપીન પણ હોય છે. જે દિલના રોગોને દૂર કરે છે અને લાંબા સમય સુધી તમને જવાન બનાવી રાખે છે. દિવસમાં એકથી બે વાર તરબૂચનું જ્યુસ પીવાથી ફેટ્સ ઘટાડવા સહેલા થઈ જાય છે.

ડાર્ક ચોકલેટ્સ શેક 

ડાર્ક ચોકલેટનુ સેવન કરવાથી ફેટ્સ ઘટાડવા સરળ રહે છે. તેમા ઓલેઈક નામનુ તત્વ હોય છે જે ફેટ્સને બર્ન કરવામાં મદદરૂપ છે. ધ્યાન રાખો કે ડાર્ક ચોકલેટ શેક બનાવતી વખતે તેમા લો ફૈટ દૂધ કે સોયા દૂધનો જ ઉપયોગ કરો જેનાથી શરીરમાં કેલરી વધુ ન હોય. ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરો અને સવારના નાસ્તામાં તેનો સમાવેશ કરો.

અનાનસ અને આદુનો જ્યુસ 

અનાનાસ અને આદુ શરીરના મેટાબોલિજ્મને ઠીક રાખે છે અને ફેટ્સ બર્ન કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે. તમે ઇચ્છો તો તેમાં સંતરા કે ઋતુ પ્રમાણેના ફળ પણ મિક્સ કરી શકો છો જેનાથી આ વધુ લાભકારી રહેશે.

અડધો ટુકડો અનાનસ, એક નાનકડો ટુકડો આદુ, એક સંતરા અથવા મોસંબી સાથે બ્લેંડ કરો. રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસનું સેવન કરો.
ભીતરે એકલા જવું પડશે,
બ્હાર બીજે અનેક લૈ જાશે !
--- સુધીર પટેલ

દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
--- રઈશ મનીઆર

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
--- વિવેક મનહર ટેલર

સૂમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે,
કોઈ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
--- ભગવતીકુમાર શર્મા 
નાનકડું ખોરડું ને ખેતર કૂવો ને પાદર.
નાનું કુટુંબ સૂતું, ઓઢીને સુખની ચાદર;
સઘળું લણી વળ્યાં છે રેતી-સિમેન્ટ-કપચી !
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
--- કલાપી
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
--- કલાપી
મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
--- રઈશ મનીઆર
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
--- ચિનુ મોદી ‘ઈર્શાદ’
- ડૉ. સુબોધ નાણાવટી
clip_image002
પાંચ નિર્દોષ જણાતાં કારણો તમારા જીવન માટે જોખમ રૂપ છે.
જીવન છે તો મૃત્યુ પણ છે. એને ટાળી ન શકાય. પરંતુ અકાળે મોત તો કોઈને ન ગમે. અને એને અવશ્ય ટાળી શકાય છે. “ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકોનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)ના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં અમેરિકામાં સરેરાશ આયુષ્ય ૭૮.૭ વર્ષનું હતું. એનાથી પહેલાં મૃત્યુ થાય તેને અકાળ કે વહેલું મૃત્યુ ગણી શકાય. કેટલાંય એવાં મહત્ત્વનાં કારણો છે, જેમાંથી લાંબી માંદગી થઈ જાય છે અને અકાળે મૃત્યુ થતું હોય છે. તમાકુ, દારૂનું સેવન વધુપડતું મીઠું ખાવું અને હાઈ બ્લડ પ્રેશર અકાળ મૃત્યુનાં કારણ મનાય છે. તમાકુ કે દારૂની નુકસાનજનક અસર થાય, એ તો સમજી શકાય છે પરંતુ કેટલાંયે કારણો એવાં છે કે જે નિર્દોષ જણાય પણ એને કારણેય જલદી રામ રમી જતા હોય છે.
૧. બહુ ઘણો વખત ટીવી જોવું
આખા દિવસના કામ પછી ઘર આવીને પલંગ પર પડ્યે પડ્યે ટીવી ન જોવાની સલાહ આપવી તો સહેલી છે, પણ એનો અમલ કરવાનું સહેલું નથી. આમ છતાં, આવું પ્રમાદી વર્તન જીવન માટે ખતરારૂપ બની જાય છે. નવાર્રાની યુનિવર્સિટીના જાહેર આરોગ્ય વિભાગે એક અભ્યાસ હાથ ધર્યો, તેમાં કૉલેજનું ભણતર પૂરું કરી ચૂકેલા ૧૩,૨૮૪ યુવાનોની જીવનશૈલી પર ૮ વર્ષ અને ૨ મહિના સુધી નજર રાખવામાં આવી. (ક્લિક કરોઃstudy).
સંશોધકો જોવા માગતા હતા કે પ્રમાદી જીવનના ત્રણ દૃષ્ટાંતોને અકાળ મૃત્યુ સાથે સંબંધ છે કે નહીં. એમણે
(૧) લાંબા વખત સુધી ટીવી સામે બેસી રહેવાની ટેવ
(૨) કારની અંદર કેટલો સમય પસાર થાય છે, અને
(૩) ઇંટરનેટ પર વિતાવેલો સમય
– એ ત્રણ બાબતો લીધી. (ક્લિક કરોઃ examples).
અભ્યાસને અંતે જણાયું કે અભ્યાસ હેઠળની ૯૭ વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં હતાં; ૧૯ જણ હૃદયને લગતી કોઈ તકલીફને કારણે, ૪૬ કૅન્સરમાં અને બીજા ૩૨ બીજી કોઈ બીમારીમાં મૃત્યુ પામ્યા હતા. જે લોકો એક કલાક કે તેનાથી ઓછો સમયટીવી જોતા હતા, તેમની સરખામણીએ ત્રણ કલાક કે તેથી વધારે સમય માટે ટીવી જોનારા સામે અકાળ મૃત્યુનું જોખમ વધારે હતું. બીજી બાજુ, ઇંટરનેટ પર કે કારમાં વધારે સમય ગાળવાથી અકાળ મૃત્યુનું જોખમ વધતું હોય એમ ન જણાયું.
૨. એકલતા
માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ તો, એકલતાના કેટલાક દેખીતા ગેરલાભ તો છે જ. પરંતુ શું એની કંઈ શારીરિક અસરો પણ છે? ‘અમેરિકન એસોસિએશન ફોર ઍડવાન્સમેન્ટ ઑફ સાયન્સ’ની વાર્ષિક બેઠકમાં રજુ થયેલા એક સંશોધન પત્રમાં દર્શાવ્યા પ્રમાણે અત્યંત એકલતાનાં જુદાં જુદાં પાસાંને કારણે અકાળ મૃત્યુની શક્યતા વધી જતી હોય છે. એકલવાયા વૃદ્ધો સ્ટ્રેસમાંથી ઊગરી જાય કે વળી જીવન પ્રત્યે આશાવાદી નજરે જોતા થાય એવી શક્યતાઓ ઓછી હોય છે. એકલતાને કારણે બ્લડ પ્રેશર ઊંચું રહે છે, ડિપ્રેશનના હૉર્મોન, કોર્ટીસોલની માત્રા વધી જાય છે અને ઊંઘ બહુ અનિયમિત થઈ જાય છે. સંશોધન ટીમને જોવા મળ્યું કે વૃદ્ધો એકલવાયાપણું અનુભવતા હોય તો અકાળ મૃત્યુ થવાનું જોખમ ૧૪ ટકા વધી જાય છે. (ક્લિક કરોઃResearch).
૩. જલદી નિવૃત્તિ
બહુ ઘણું કામ કરવાથી ‘વર્કૅહૉલિક સ્ટ્રેસ’ (કામના બંધાણીને થતો સ્ટ્રેસ)અને ચિંતાના ઉછાળાની સ્થિતિ આવે છે, તો બીજી બાજુ, માણસ તદ્દન નવરો હોય તો એને ડિપ્રેશન અને હૃદયરોગો થાય છે, પરિણામે,અકાળ મૃત્યુ થતું હોય છે. એવું લાગે કે, જલદી નિવૃત્તિ આરામની તક જેવી છે, બસ, જિંદગીની મઝા લો. પરંતુ, એને કારણે તમારી આવરદા ટૂંકાતી હોય એવું પણ બની શકે.
ઑસ્ટ્રેલિયામાં ઝ્યૂરિખ યુનિવર્સિટીના સંશોધકો અભ્યાસ કરીને જણાવે છે કે બેઠાડુ નોકરી કરનારા સામે અકાળ મૃત્યુનો ભય વધારે હોય છે.જેમણે વહેલી નિવૃત્તિ લીધી હોય એવા લોકો સમય પહેલાં જ, ૬૭ વર્ષની ઉંમરે મૃત્યુ પામતા હોય છે. ખરું પૂછો તો, વહેલી નિવૃત્તિનું દરેક વધારાનું વર્ષ એટલે અકાળ મૃત્યુના જોખમમાં ૧૩.૪ ટકાનો વધારો. (ક્લિક કરોઃ Researchers)
૪. પ્રદૂષિત હવાનો કુપ્રભાવ
દુનિયાના કેટલાક ભાગોમાં, ઘરની અંદર કે બહાર, હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે આની ખરાબ અસર બાબતમાં લોકો સાવચેત રહેવાનું પણ ભૂલી ગયા છે. હવાનું પ્રદૂષણ આજે દુનિયામાં સૌથી મોટું પર્યાવરણી જોખમ છે. આપણા આરોગ્ય પર એ સતત લટકતી તલવાર છે. લાંબો વખત પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાતી રહે તો સ્ટ્રોક, ઇસ્કૅમિક હાર્ટ ડિસીઝ (હૃદયને લોહી ઓછું મળે), શ્વસનતંત્રમાં ગંભીર પ્રકારનો ચેપ અને Chronic Obstructive Pulmonary Disease (COPD) એટલે કે ફેફસાંની નળીઓમાં કાયમી અવરોધ જેવી બીમારીઓ થાય છે. તે ઉપરાંત અમુક જાતનાં કૅન્સર થવાનો પણ ભય રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ૨૦૧૨માં આખી દુનિયામાં સિત્તેર લાખ મરણોની નોંધ લીધી અને તે પછી રિપોર્ટ આપ્યો કે દર આઠ માંથી એક મરણ માટે ઘરની અંદર કે બહારનું હવાનું પ્રદૂષણ જવાબદાર હતું.
WHOના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટનાં ડાયરેક્ટર ડૉ. મારિયા નીઇરા કહે છે કે “આપણે પહેલાં માનતાં કે સમજતાં હતાં તેના કરતાં પણ હવાના પ્રદૂષણનાં જોખમો હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક માટે વધારે છે. હવાનું પ્રદૂષણ આજે આરોગ્ય સામેનાં જોખમોમાં સૌથી વધારે ગંભીર છે. એટલે આપણા શ્વાસમાં જતી હવા શુદ્ધ થાય તેવાં પગલાં લેવાની બહુ જરૂર છે”.
૫. દાંત સાફ ન કરવા
તમને એમ લાગતું હોય કે અકાળ મૃત્યુ અને મોઢાના સ્વાસ્થ્ય (oral hygiene) વચ્ચે કંઈ સંબંધ નથી, તો સ્વીડનના આ સંશોધકો શું કહે છે તે જાણવું તમારા માટે જરૂરી છે. એમણે અભ્યાસ કરીને નિષ્કર્ષ આપ્યો છે કે દાંત પર છારીનું સખત પડ બની ગયું હોય તો એમાંથી કેન્સર થાય છે અને એ અકાળ મૃત્યુનું કારણ બની શકે છે. આ અભ્યાસ ૧૯૮૫થી ૨૦૦૯ સુધી ચાલ્યો અને એમાં ૧,૩૯૦ વ્યક્તિઓનું નિરીક્ષણ કરાયું. સંશોધકોએ આ લોકોની જીવન શૈલી અને દાંતની સ્થિતિ વિશે અભ્યાસની શરૂઆતમાં નોંધ લીધી. ૨૪ વર્ષ અધ્યયન ચાલ્યા પછી એમણે નોંધ્યું કે ૫૮ વ્યક્તિનાં મૃત્યુ થઈ ગયાં, એમાંથી ૩૫ને કૅન્સર ભરખી ગયું હતું. જે લોકો બચી ગયા તેમની સરખામણીએ એ લોકોના દાંતની હાલત બહુ ખરાબ હતી. દાંત પર છારીનું પડ બાઝેલું હતું. કદાચ આ છારીમાં બનતાં બૅક્ટેરિયા ચેપ ફેલાવતાં હોય, જે આગળ જતાં કૅન્સર બની જાય એવું એમણે તારણ કાઢ્યું છે.
૦-૦-૦
clip_image004

ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ
· વેબ પેજઃ www.happysapiensdental.com
· ઇ-પત્રવ્યવહારનાં સરનામાં:

વિખ્યાત અંગ્રેજી ફિલ્મ 'મેટ્રિક્સ’માં એક યાદગાર ડાયલોગ હતો: 'સારા માણસોને ખરાબ સમાચાર આપવાનું મને ગમતું નથી.’ ખેર, આપવા ન ગમે એવા એક માઠા સમાચાર એ છે કે આવતા થોડા જ દાયકામાં વિશ્વની આધુનિક સંસ્કૃતિ પડી ભાંગી શકે તેમ છે. આમ તો, પ્રલયને લગતાં અનેક સમાચારો અવારનવાર પ્રગટ થતા હોય છે, પણ આ મામલો જરા ગંભીરતાથી લેવા જેવો છે. જગપ્રસિદ્ધ સંશોધનસંસ્થા નાસાએ કરાવેલા એક સંશોધનમાં આ વાત બહાર આવી છે. નાસા પ્રત્યે આપણને એટલું બધું માન છે કે અનેક ભારતીય શોધ અને સિદ્ધિ નાસા દ્વારા પ્રમાણિત થઈ હોવા વિશેની સાચી-ખોટી ખબર અવારનવાર આપણને મળતી રહે છે.

પણ આ ખબર સાચી છે. 'ધ ગાર્ડિયન’ અને 'ધ ઇન્ડિપેન્ડન્ટ’થી માંડીને અનેક અખબારોએ આ અહેવાલની વિગતો પ્રગટ કરી છે. વાત એમ છે કે કેટલાક ગણિતશાસ્ત્રીઓએ મળીને અગાઉનાં પ્રાચીન રોમન તથા ભારતીય ગુપ્તવંશ જેવા કેટલાક મહાન સામ્રાજ્યોના ઉદય-અસ્તથી માંડીને હાલની આધુનિક ઔદ્યોગિક માનવસંસ્કૃતિના ડેટા (આંકડા-માહિ‌તી)નું શુદ્ધ ગણિતના આધારે વિશ્લેષણ કર્યું તો તારણ એવું નીકળ્યું કે આપણે ધારીએ છીએ તેના કરતાં ઘણી ઝડપથી હાલની સંસ્કૃતિનું પતન થઈ શકે તેમ છે. પ્રાચીન સભ્યતાઓના પતન વિશે આ ગણિતશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે સંસ્કૃતિ સામેના જોખમો પ્રત્યે બહુ મોડે સુધી સમાજના ઉચ્ચ વર્ગે આંખ આડા કાન કર્યા અને આ 'સુખી લોકો’ સબ સલામત હૈ એવી ભાવનામાં રાચતા રહ્યા, તેને લીધે છેવટે ઝડપી પતનની નોબત આવી પડી.

આવું અત્યારે પણ બની શકે તેમ છે. આ સંશોધન અહેવાલ તૈયાર કરનાર મુખ્ય સંશોધક સાફા મોતેશારી પોતે એપ્લાય્ડ મેથેમેટિશિયન છે, ગણિતશાસ્ત્રી છે. એમણે વસતિના વધારાને પર્યાવરણના ફેરફારો સાથે સાંકળીને પેચીદી ગણતરીઓ માંડીને જે તારણ કાઢયું તે સાદી ભાષામાં એવું હતું કે છેવટે સામગ્રીઓ ખૂટવાથી અને ઉચ્ચ વર્ગ તથા નીચલા વર્ગ સાવ નોખા પડી જવાથી સંસ્કૃતિનું પતન થઈ શકે છે. સાફા મોતેશારી અને એમના સાથી સંશોધકોએ માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધના અભ્યાસ માટેના હેન્ડી (હ્યુમન એન્ડ નેચર ડાયનેમિકલ) મોડેલના આધારે હાલની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો.

આ પ્રકારના વિશ્લેષણમાં એમણે જોયું કે આમ તો હાલની સંસ્કૃતિને લાંબા સમય સુધી વાંધો નહીં આવે એવું લાગી શકે, પણ કુદરતી સંસાધનોનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ઉચ્ચ વર્ગમાં બહુ ઓછા સભ્યો હોય એવું સ્વીકારીને ગણતરી કરવામાં આવી તો પણ તારણ એવું નીકળ્યું કે એક તબક્કે બહુ ઝડપથી ઉચ્ચ વર્ગનો ઉપભોગ અત્યંત વધી જવાથી નીચલા વર્ગે 'દુકાળ’ વેઠવો પડે અને છેવટે સંસ્કૃતિ પડી ભાંગે એવી શક્યતા છે

આ સંશોધન માટે નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરે ભંડોળ પૂરું પાડયું હતું. મૂળ તો ઔદ્યોગિક જગતની હવે પછીની સદી કેવી હશે એ સમજવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિક આંકડા અને હકીકતોનું થિયોરિટિકલ મોડેલ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે સદી તો બહુ દૂરની વાત છે, પરિસ્થિતિ વણસવાનું શરૂ થાય તો થોડા જ દાયકામાં ઔદ્યોગિક સંસ્કૃતિ વેરવિખેર થઈ શકે તેમ છે.

આમ તો ગાંધીએ પણ આધુનિક સંસ્કૃતિ સામે માનવજાતને ચેતવેલી અને અનેક પર્યાવરણપ્રેમીઓ પણ બેફામ ઉપભોગ સામે જગતને ચેતવી રહ્યા છે. પરંતુ આમાંના ઘણા ખરા ચેતવણીકારો આંકડા-વિગતો-વિશ્લેષણ વિના ફક્ત અંત:સ્ફૂરણાથી ચેતવણી આપતા હોવાને લીધે એમને બહુ ગંભીરતાથી લેવામાં આવતા નથી. પરંતુ આવી ચેતવણીને હવે વિજ્ઞાન, ખાસ તો ગણિત, પણ ટેકો આપે છે ત્યારે એની ગંભીરતા વધી જાય છે.

વાત બહુ સાદી છે. તમે જ કહો, આપણા શહેરો વિકસતાં જ રહે, વિકસતાં જ રહે એ શક્ય છે ખરું? એક શહેરમાં વાહનોની સંખ્યા ખૂબ વધી જાય તો પછી રસ્તા પહોળા કરી કરીને કેટલા પહોળા કરવાના આપણે? એક ઉપર બીજા ઉપર ત્રીજો એવા કેટલા ફ્લાયઓવર્સ બાંધવાના આપણે? છેવટે પાઘડીનો વળ છેડે આવવાનો જ અને યાતાયાતનું આખું માળખું પડી ભાંગે એવું બનવાનું જ. આ તો ફક્ત વાહનવ્યવહારની વાત થઈ.

કુદરતી સંપત્તિનું વિચારો. વિશ્વમાં કેટલું અનાજ પાકી શકે, પાણી કેટલું વાપરી શકાય, પૃથ્વીના પેટાળમાં ઓઇલ અને ખનીજનું પ્રમાણ કેટલું છે એ બધા વિશે વિચારીએ તો પેચીદા વિશ્લેષણ વિના સામાન્ય માનવી પણ કહી શકે કે કુબેરનો ભંડાર ખૂટી શકે તો પૃથ્વીની કુદરતી સંપત્તિ પણ ખૂટી જ શકે.

તો કરવાનું શું? મોતેશારીના અહેવાલનું તારણ એવું છે કે જગતનું આર્થિ‌ક સંતુલન બહુ ડામાડોળ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તો સંસ્કૃતિનું પતન રોકી શકાય. મોતેશારી જણાવે છે: 'જો કુદરતી સંપત્તિ ખુટાડવાનો માથાદીઠ દર ઘટાડવામાં આવે અને (સમગ્ર માનવસતિમાં) કુદરતી સંપત્તિના વપરાશને ઠીક ઠીક હદે સરખા ભાગે વહેંચવામાં આવે તો સંસ્કૃતિનું પતન અટકી શકે તેમ છે.’

સાદા શબ્દોમાં કહીએ તો થોડા જ લોકો ઝાઝું બધું ઓહિ‌યા કરી જાય એ ન ચાલે અને બધા જ લોકો ઝાઝું ઓહિ‌યા કરવા લાગે એ પણ ના ચાલે. અમીરોએ પોતે વપરાશ ઘટાડવો પડે અને અમીર-ગરીબના વપરાશ વચ્ચે બહુ ઝાઝું અંતર ન રહે એનું ખાસ ધ્યાન રાખવું પડે. આ બધું કહેવું જેટલું સહેલું છે એટલું જ કરવું અઘરું છે. શક્ય છે કે છેવટે ઠોકર ખાઈને માનવસમાજે પાઠ શીખવો પડે. ગુજરાતીમાં તો કહેવત છે જ: વાર્યા ન વળે એ હાર્યા વળે.

બીજી પણ એક પંક્તિ છે: એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી. મોતેશારીએ પોતાના અહેવાલમાં નોંધ્યું છે: 'સંસ્કૃતિનું ઉદય અને પતન ખરેખર તો સમગ્ર ઇતિહાસમાં વારંવાર જોવા મળતી ઘટના છે.’ તો શું ઔદ્યોગિક સંસ્કૃતિનું ચક્ર ઉદયથી અસ્ત તરફ દોડી રહ્યું છે? ખબર નથી, પણ શક્યતા ખરી.