શું તમે વરસાદને ક્યારેય આ રીતે જોયો છે?--- Kalpesh yagnik
'થોડાક જ લોકો વરસાદમાં ચાલી શકે છે. બાકી બધા તો માત્ર ભીના થાય છે.’- રોજર મિલર
'તોફાન પસાર થવાની રાહ જોવી જીવન નથી. વરસાદમાં નાચી ઊઠવું, આ કળા શીખવી જ જીવન છે.’-અજ્ઞાત
વરસાદ બાળપણ છે. બાળકો જેવો નિર્દોષ. નવજાત જેવો નિશ્ચલ. મૃગ જેવો ચંચલ. સિંહ-શાવક જેવો નર્ભિકી.
વરસાદ યુવાવસ્થા છે. નવયુવાનો જેવી પરાક્રમી. નવયુવતીઓ જેવી નિપુણ. યુવાની જેવી ગતિશિલ. મુગ્ધાવસ્થા જેવી નિરંતર. રમણી જેવી રહસ્યમય. સિંહ જેવી ગર્જના કરતી. હરણી જેવી નિર્દોષ.
વરસતું પાણી પૌઢ છે. પિતા જેવુ ગાંર્ભીય. માતા જેવી વિદુષી. મોટાભાઇ જેવી સંરક્ષિત. મોટી બહેન જેવી નિ:સ્વાર્થ. મોટી વહુ જેવી સહનશીલ સુઘડ. કોયલ જેવી કોમળ. ગજરાજ જેવી વિરાટ.
વાદળમાંથી મુશળધાર વૃદ્ધાવસ્થા છે. ગુરુત્તર દાયિત્વ. દાદાજી જેવી અનુશાસિત. દાદી જેવી અભિભૂત. નાનાજી જેવી ત્યાગી. નાની જેવી સંઘર્ષશીલ. ગરુડ જેવી દિવ્ય. શ્વાન જેવી મિત્ર. આ ગુણો વધારે હોય ત્યારે વિનાશ થઇ શકે છે. આ લક્ષણો ઓછા હોય તો વિકાર.
આ સમસ્તના સંયોજનથી જીવન છે.વર્ષા જીવન છે. પરંતુ મૃત્યુ બની-બનીને ઉભરે છે.
મુંબઇનો મહાજલપ્રલયને કોણ ભૂલી શકે છે? આજની જ તારીખ હતી: ૨૬ જુલાઇ. વર્ષ હતું ૨૦૦પ. 'ડીલ્યુઝ’ કહેવામાં આવ્યું. ડીલ્યુઝ શબ્દ બાઇબલથી લેવાયો છે. ઇશ્વરને જ્યારે વિશ્વમાં પાપ હાવી થતું દેખાયું- તો તેમણે પ્રલયકારી વરસાદથી બધું નષ્ટ કરી નાંખ્યુ. મહાજલપ્રલયની વચ્ચે દૂત નોહાને જવાબદારી પણ સોપી કે તમામ પ્રાણીઓમાંથી એક-એકને બચાવી લે. એક જહાજ બનાવવામાં આવ્યું. જહાજને નોહા’જ આર્ક કહેવામાં આવ્યું. જેમાં મનુષ્ય, પશુ અને પક્ષી બચાવવામાં આવ્યાં. અર્થાત્ મૃત્યુની સાથે જ જીવન.
આવું જ બાઇબલથી આશરે ત્રણ હજાર વર્ષ પૂર્વ પુરાણમાં કહેવાયુ છે. ધરતી માતાએ પણ પાપ હાવી થયા બાદ બ્રહ્માને રક્ષણની પ્રાર્થના કરી હતી. તે અનુસાર કૃષ્ણનો જન્મ થયો. મથુરાની જેલમાંથી કૃષ્ણના ગોકુલ જવાના માર્ગમાં યમુનામાં પૂર પણ ભીષણ વર્ષાના કારણે આવ્યું હતું. આ પહેલા કંસ તો દેવકી સંતાનોની એક પછી એક હત્યા કરતો ગયો હતો. અર્થાત્ તેજ- મૃત્યુની સાથે જ જીવન.
શું તમે વરસાદને ક્યારેય આ રીતે જોયો છે? વરસાદ, આરંભ છે. નવી ઋતુનો. નવી તિથિનો.
ચારેય દિશાઓમાં જામેલી ધૂળ ઉપર પ્રકૃતિનો પ્રહાર છે. કર્કશ કોલાહલને પરાજિત કરીને ગુંજતી મધુર પુકાર છે. શુષ્ક વાતાવરણને પલાળીને શીતલ ઉપવન બનાવતી શિલ્પ છે. ધરતી હોય કે મનુષ્ય, બધાની તરસ છિપાવવા આવેલો દેવદૂત છે.
સમગ્ર જગતના અંધારાને દૈદીપ્યમાન કરવા માટે વીજળી સ્વરૂપે ચમકતી આશા છે. આકાશથી ધરતી સુધીની યાત્રા કરનારી આ વીજળી ઉપર મહાકવિ કાલિદાસે 'કુમારસંભવમ્’માં મનમોહક શૈલીમાં લખ્યું છે. હિંદી અનુવાદ વાંચો તો: 'વર્ષા સે પૂર્વ બિજલી રહ-રહ કર ચમક રહી થી. માનો ઘની-કાલી રાત, આંખે ખોલ-ખોલ કર પાર્વતી કે તપ કો દેખ રહી હો’
ખરેખર, વીજળી સાક્ષી જ તો છે. ખેડૂતોના કષ્ટોની. દુલ્હનના નારાજ થવાની.
આથી વિશ્વ કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરે 'ગીતાંજલિ’માં કહ્યું છે: 'આજે અનાજના ખેતરોમાં આંખ-મિચોલી ચાલી રહી છે, આસમાની આકાશમાં શ્વેત મેઘોની નાવ કોણે ખોલી દીધી છે? ઓ રે આજે હું ઘરે નહીં પાછી ફરુ.
રવીન્દ્રએ જ વિરોધાભાસી લખ્યું છે:
'આ ચોમાસાના વાદળોમાં ઉન્માદ ભરી દીધો. આજે ઘરની બહાર કોણ જશે?’
વરસાદ, ન ઘરની બહાર જવા દે છે. ન ઘરે પરત ફરવા દે છે. વર્ષા ઉન્મુક્ત છે. વર્ષા બંધન છે. કારણ કે, વરસાદ જીવન છે.
પ્રત્યેક ઋતુ જીવનના ભિન્ન સ્વરૂપનું દર્પણ છે. વર્ષા પરંતુ તે દર્પણને પણ ચમકાવી દે છે. એટલ સક્ષમ છે. વર્ષા વિચાર છે.
જૂની દરેક વાતને વહેવડાવી દેવાનો વિચાર. તમારી પાસેથી જ કશુંક લઇને, ઘણુ બધુ પાછુ આપી દેવાનો વિચાર.
દુ:ખ ભલે જે હોય, ભૂલીને, ઉત્સાહ ભરી દેવાનો વિચાર. વર્ષા કર્મ છે. તપતી ધરતી ઉપર વારંવાર આવવાનું તપ.
પોતાના આકાર લેવાના કારણોને ઓછા થઇ જવા ઉપર પણ સાકાર થવાનો કર્મ. જલ-થલ-નભમાં સામંજસ્ય સ્થાપિત કરવાનું કર્મ.
વર્ષા વાણી છે. ઇશ્વરની.
આથી જ તો વિશ્વમાં કળા-સાહિત્ય-સંસ્કૃતમાં સર્વાધિક મહત્ત્વ વરસાદને જ પ્રાપ્ત થયું છે.
વર્ષાને આ રીતે જોઇને જીવનમાં ઉતારવી અસંભવ છે. પરંતુ ઉતારવી જ પડશે. કારણ કે આવું ન થવાના કારણે જ હૃદયદ્રાવક આપત્તિઓ આવી રહી છે. મુંબઇ મહાજળપ્રલય હોય અથવા કેદારનાથનું મહાભૂસ્ખલન- તમામના મૂળમાં પ્રકૃતિ ઉપર હિંસા કરવાની આપણી સામૂહિક પ્રવૃત્તિ જ તો છે.
વરસાદને મોટી વહુ જેવી સહનશીલ સુઘડ કેમ લખી છે? ખબર નહીં કેટલા લોકો ધ્યાન રાખે છે:
ધરતીથી પાણીની દસ લાખ ટીપાં જ્યારે આકાશ સુધી તપ કરીને પહોંચશે- ત્યારે વરસાદનું એક ટપું બનશે અનંત સંઘર્ષ.
આવો, આજે સવારથી જ કેટલીક 'વર્ષા’ને શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરીએ. બહાર પાણી પડી રહ્યું છે? કોઇ વાંધો નહીં, ધ વર્લ્ડ વોન્ટ સ્ટોપ બિકોઝ ઇટ્સ રેનિંગ - (લેખક દૈનિક ભાસ્કરના ગ્રૂપ એડિટર છે. આ તેમના વ્યક્તિગત વિચાર છે.)


No comments:
Post a Comment