SANKLAN

SANKLAN
SANKLAN

Saturday, 13 September 2014


નારિયેલ ડે
 
 
 
 
તમને જો કોઈ એમ કહે કે ચાલો તમને નારિયેળનો જામ ખવડાવું , નારિયેળનું મધ ખવડાવું, નારિયેળનું સ્પ્રેડ બ્રેડ ઉપર લગાવીને આપું. નારિયેળના લોટમાંથી રોટી બનાવી આપું, નારિયેળના સ્વાદવાળી ખાંડની ‘ચા’ બનાવી આપું. તો તમને આશ્ર્ચર્ય થવાનું જ તે વ્યાજબી છે. નારિયેળને નામે જાણીતા ફળનું સંસ્કૃત નામ ‘નારિકેલ’છે. એવું માનવામાં આવે છે કે વિશ્ર્વામિત્રઋષિએ નિર્દોષ પ્રાણીની હત્યા રોકવા માટે નારિયેળના વૃક્ષનું સર્જન ક્યુર્ં હતું. નારિયેળના વૃક્ષની ખાસિયત એટલે દરિયાકિનારે ઊગતા આ વૃક્ષને ખારા પાણીનું સિચંન કરવામાં આવે છે. તેમ છતાં જ્યારે વૃક્ષ ફળ આપે છે ત્યારે તેનું પાણી અત્યંત મીઠું અને લહેજતદાર હોય છે. ભક્તો નારિયેળનો ઉપયોગ દેવનાં ચરણોમાં તેને વધેરીને કરે છે. ભારતમાં એકાદશી, પૂનમ, વાસ્તુપૂજા, કે કુટુંબમાં કોઈ સારા પ્રસંગે તથા દર શનિવારે હનુમાનજીના મંદિરમાં વધેરવામાં આવે છે. સ્વયંમાં છુપાયેલ સદ્ગુણ અને દુર્ગુણ સહિત સર્વસ્વ તમારાં ચરણોમાં અર્પણ કરું છું. તેવો સંદેશ છુપાયેલો છે. હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભક્તો આશરે દસથી બાર કલાકની લાઈનમાં ઊભા રહીને પણ મુંબઈસ્થિત લાલબાગના રાજાને ફક્ત દસ દિવસમાં ત્રણ લાખથી પણ વધુ માનતાના નારિયેળ ધરાવે છે. 

આપને થશે આ બધી વાતો શા માટે કરી રહ્યા છે? 

તો તેનું કારણ છે ૨જી સપ્ટેમ્બરેના રોજ ‘ઈન્ટરનેશનલ નારિયેળ દિન’ ઊજવવામા આવે છે. ૨૦૦૯ની સાલથી ‘વર્લ્ડ કૉકોનટ ડે’ ઉજવવાનું નારિયેળના ચાહકો તથા નારિયેળની ખેતી કરતા દેશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. વિશ્ર્વમાં હજી ઘણા લોકો એવા છે જેમને નારિયેળ નામના ફળની ઉપયોગિતા તથા ગુણો વિશે માહિતી જ નથી. ઈન્ડોનિેશયાની રાજધાની જાકાર્તામાં એશિયેન ઍન્ડ પેસિફિક કૉકોનટ કૉમ્યુનિટી(એપીસીસી)નો સ્થાપના દિવસ પણ ૨જી સપ્ટેમ્બરના રોજ 

આવતો હોવાથી આ દિવસની ઊજવણી વિશ્ર્વ કક્ષાએ થાય તેમ નક્કી કરવામાં આવ્યું છે. ભારત પણ એપીસીસીનું સભ્ય છે. આ દિવસની ઊજવણી પાછળનો હેતુ નારિયેળની વિશેષતા જાણીને લોકો તેની ખેતીમાં રોકાણ કરીને કંઈક અંશે ગરીબાઈ દૂર કરવામાં મદદરૂપ બને તે છે. 

ભારતમાં નારિયેળની ખેતી તામિલનાડુ, કોઈમ્બતુર, કેરાલા, આસામમાં મોટે પાયે કરવામાં આવે છે. કૉકોનટ ડેવેલપમેન્ટ બોર્ડના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં કુલ ૩૩,૪૯૩ હેક્ટરમાં નારિયેળની ખેતીની કરવામાં આવે છે. ફક્ત આસામમાં જ ૨૦,૩૬૮ હેક્ટર જમીનમાં નારિયેળનો પાક લેવામાં આવે છે. 

‘ઈન્ટરનેશનલ કૉકોનટ ડે’ની ઊજવણી કેનેડામાં પ્રથમ વખત ટોરેન્ટો શહેરમાં ધામધૂમથી કરવામાં આવનાર છે. આશરે ૭૦થી વધુ વેપારીઓ, ૧૮ ખાણપીણીના સ્ટૉલ, નારિયેળની વાનગી બનાવવામાં પારંગત તેવા શૅફ, ફક્ત નારિયેળમાંથી બનતી વિવિધ વસ્તુઓને વેચનાર વિક્રેતા તથા નિષ્ણાતો દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. 

જેમાં નારિયેળમાંથી બનતી વિવિધ વાનગીઓ જેવી કે નારિયેળ મધ, નારિયેળ જામ, નારિયેળનું તેલ, ગ્લુટેન પ્રી નારિયેળનો લોટ, નારિયેળનું સ્પ્રેડ, નારિયેળમાંથી બનાવેલ વિનેગર, નારિયેળ સૉસ અને નારિયેળના સ્વાદવાળી ખાંડ પ્રથમ વખત ઉજવાતા આ ફેસ્ટિવલમાં તમને આરામથી મળશે. તો નારિયેળના વૃક્ષની છાલમાંથી બનાવેલ આસન, કાર્પેટ જેવી વસ્તુઓ તમને આસાનીથી મળશે. ફક્ત પાંચ ડૉલરની ફી ચૂકવીને આ ફિેસ્ટવલમાં એન્ટ્રી આપવામાં આવનાર છે. નારિયેળના જેટલા ફાયદા છે, તેટલાંજ ફાયદા આ ફેસ્ટિવલમાં ભાગ લેનાર મેળવી શકશે. 
----------------
 
જાણી લો નારિયેળના ફાયદા

નારિયેળનું વૃક્ષ હોય કે તેનું ફળ બધું જ માનવજાતને એક યા બીજી રીતે ઉપયોગી છે. 

નારિયેળનું પાણી જ એટલું લહેજતદાર છે કે તેને પીવાથી શરીરમાં એનર્જી આવી જાય છે. કારણકે તેમાં ફાઈબર, વિટામિન્સ્ અને મિનરલ્સ્નો ખજાનો છે. શરીરને સ્ફૂર્તિલું બનાવે છે. નારિયેળનું સેવન કરનારના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધી જવાથી સામાન્ય માંદગી દૂર ભાગે છે. ઈન્સ્યુલિન સિક્રેશન વધે છે. બ્લડ ગ્લુકોઝના ઉપયોગમાં વધારો થતા ડાયાબિટીશના દર્દીઓને પણ રોગમાં રાહત આપે છે. બેડોળ કાયા ધરાવતી વ્યક્તિ જો નિયમિત નારિયેળ પાણીનું સેવન કરે તો વજન ઘટતું જાય છે. જેનું વજન સપ્રમાણ હોય તેને જાળવવામાં મદદરૂપ બને છે. 

લોહીનું પરિભ્રમણ વધતાં હાર્ટના દર્દીઓને નારિયેળ પાણીનું સેવન કરવાનું જણાવવામાં આવે છે. નારિયેળનું સેવન કરવાથી ચામડીની રોનક વધે છે. તો તેનું તેલ વાળમાં નાખવાથી વાળ ભરાવદાર, અને કાળા બને છે. નારિયેળનું તેલ નિયમિત નાખવાથી વાળ ઊતરવાનું પણ બંધ થઈ જાય છે. તેલની માલિશ શરીરે કરવાથી લોહીનું પરિભ્રમણ વધતાં સૂકી ત્વચા દૂર થાય છે. મોઢાં ઉપર દેખાતાં કાળા ડાઘા પણ નિયમિત માલિશ દૂર કરે છે. ચામડીના રોગ જેવા કે સોરાયસીસ તથા વાળમાં ખોડાની તકલીફ હોય તેમને જરૂર રાહત મળે છે. 

નારિયેળ ગ્લુટેન ફ્રી હોવાથી વિટામિન્સની ઊણપને કારણે થતા નાના આંતરડાના રોગમાં પણ ફાયદાકારક છે. વળી અલ્ઝાઈમરના રોગની સામે પણ રાહત મળે છે. 

ખારું પાણી પીને મોટું થતું આ નારિયેળનું વૃક્ષની છાલ, પાંદડાં, ફળ અને તેનું પાણી માનવજીવન માટે વરદાન રૂપ છે.

No comments:

Post a Comment