વિશ્વભરમાં ઘરનોકરોની કિંમત કોડીની છે-- Kanti Bhutt
કામવાળા પાંચ મિનિટ મોડા આવે ત્યાં શ્વાસ અધ્ધર ચઢે છે, પણ ૧લી તારીખે પગાર આપતાં ચૂંક આવે છે
ડો.થોમસ ફૂલર નામનાં સાહિત્યકાર જે ડોક્ટર હતા તે તેનાં ઘરકામ કરનારીને ટોણો મારવા કહેતા કે, હોશિયાર અને ચકોર ઘોડીને ડચકારવી પણ પડતી નથી. તો તને સોટી મારવાની વાત ક્યાં રહી? તો ઘરકામવાળીએ સામું ચોપડાવ્યું કે એ વાક્ય તમારે તમારી પત્ની ડોક્ટરાણી-શેઠાણીને કહો કે તે ઘરકામ કરતી નથી. ચરબી અને દવાનું બિલ જ વધારે છે. જર્મનોની એક કહેવત કહેતા કે, જે દેશમાં કામવાળાઓ ધનિક થાય અને શેઠાણીઓ કામ ન કરે તે દેશ ગરીબ જ ગણાય. તે દેશમાં રહેવા જેવું નથી. અમદાવાદ, વડોદરા અને હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની મધ્યમવર્ગની બહેનો સહિત દેશમાં કોઈ પણ ઘરમાં જો ઘરકામવાળી સવારે ૧૦-૧પ મિનિટ મોડી આવે ત્યાં તેનો શ્વાસ ઊડી જાય છે.
તમે કોઈ પણ પરા કે શહેરમાં જશો તો કામવાળા એક અવાજે ફરિયાદ કરશે કે તમારા મિત્ર નિયમીત પહેલી તારીખે પગાર આપતા નથી આ ફરિયાદ મુંબઈ, અમદાવાદ કે ગુજરાત સૌરાષ્ટ્રની નથી પણ સમગ્ર વિશ્વની છે. જો તમને કામવાળી પાંચ મિનિટ મોડી આવે ત્યાં શ્વાસ અદ્ધર ચઢે છે તો બીચારી કામ વાળીને ૧લી તારીખે નિયમીત પગાર આપોને હું લંડનમાં શિલ્પા ગાંધીને ત્યાં મહેમાન થયેલો ત્યારે તેમને ઘરે ગુજરાતથી આવેલી 'રમા’ રાઠોડ કામ કરતી. તેને દોઢ કલાક કામના રૂ. ૨૦,૦૦૦ આપતી અને 'રમા’ ચાર ઘરનું કામ કરતી. તેથી તેનાં ભાયડાને ગુજરાતમાં મહિને રૂ. ૬૦૦૦૦ મોકલતી.
તેઓ આજે ભારતના નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અગર કાચી રાષ્ટ્રીય આવકમાં જબ્બર ગુપચુપ વધારો કરે છે. પરંતુ આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક પેનલના સભ્ય નચીકેતભાઈએ ફરિયાદ કરી છે કે માત્ર કામવાળી જ નહીં, દરેક ૧૬ વર્ષના ભારતીય યુવાનનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. મુંબઈ કે અમદાવાદમાં ભાગ્યે જ એવો દિવસ હશે કે તેની 'શેઠાણી’ તેના વર ઘરે આવે ત્યારે કામવાળીની બળતરા ન કાઢે. દિલ્હીમાં એટલું 'સુખ’ છે કે મારી પત્ની કહે છે અમને તો કામવાળા જ મળતા નથી. ઝૂંપડપટ્ટીમાં રહેનારી કામવાળી અને 'ઠામ વાસીદાવાળી’ તેમ જ રસોઈયણો ન આવે તો મારે ત્યાં કામ કરનારી હેમા બોરીચા કહે છે કે તે દિવસે 'શેઠ-શેઠાણી’ રસોઈ જ કરતા નથી. રેસ્ટોરાંમાંથી ઈટલી-ઢોસા મંગાવીને ચલાવી લે છે.
અમારી બાજુના બિલ્ડિંગમાં એક ધનિક રહે છે. તહેવારો કે રવિવારે થેલા ભરી ભરીને કોલાના પીણા લાવે છે કે મીઠાઈ લાવે છે, પણ કામવાળાને આપતા નથી. ફ્રાંસમાં લેબર યુનિયનના નેતાને ઘરનો નોકર ફરિયાદ કરતો હતો કે તેની 'શેઠાણી’ ૩૬પ દિવસમાં ૩૬૦ દિ. બીમાર રહે છે તેનો કંઈક ઉપાય આપો. તો વળી લેબર યુનિયનના નેતાએ કહ્યું કે, એક ઈલાજ છે. 'શેઠાણી’ અને તમારી પત્નીના શરીરના પાર્ટની અદલાબદલી કરતા રહો. હું તેલઅવિવમાં (ઈઝરાયલ) આજથી ૧૩ વર્ષ પહેલાં હીરાબાળા કર્તિીભાઈને ઘરે મહેમાન થયો ત્યારે તેની ગૃહિણીને શિખામણ મળેલી કે 'વર્ક ઈઝ વર્કશીપ’. ત્યારે તેમને ત્યાં હોંગકોંગના ગુજરાતી વેપારીની પત્ની મહેમાન થયેલી તેણે સરસ ટમકો મુક્યો, 'અરે કર્તિીભાઈ અમારે હોંગકોંગમાં તો ઘરકામ કરનારાને અમારે મહિને રૂ. ૩૦૦૦૦ આપવા 'પડે છે’ મેં મારા પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં ઘરકામ કરનારા પ્રત્યે થતા 'અન્યાયો’ની વાત કરતી વખતે કહ્યું 'અરે કોઈ શેઠાણી ડોક્ટરને એક ઈન્જેકશનના રૂ. ૧૦૦ આપતા સંકોચાતા નથી.’
તમે ઘરકામવાળાને તમારી માતા કે બહેનની જેમ સાચવો. તે ભાગ્યે જ બગડશે. હોંગકોંગની સરકારે તો ઘણા વર્ષ પહેલા મુંબઈની ગુજરાતી બહેનો પાસે મુંબઈના ઘરકામ કરનારી બાઈઓના જીવન ઉપર સંપૂર્ણ ફિલ્મ ઉતરાવીને ત્યારે ૩૦ મીનીટની ફિલ્મને માટે ૪.૩ લાખ હોંગકોંગ ડોલરની ગ્રાન્ટ મળી હતી. કઠણાઈ એ છે કે ઘરકામવાળીનું પાકું યુનિયન પણ નથી. આજે ભારતમાં ઘરકામ કરનારી બહેનોના સંગઠન રચાયાને ૪૦થી વધુ વર્ષ થયા છે. તેનો મોટો યશ મૂળ સુરતનાં ૮૨ વર્ષના ઈલાબહેન ભટ્ટને જાય છે. ઈલાબહેને મને કહેલુ કે ૬૦ ટકા કામવાળી મહારાષ્ટ્ર-ગુજરાતને-સૌરાષ્ટ્ રને ગામડેથી આવે છે.
જો મુંબઈની શેઠાણીનો 'નમાલો’ થયો હોય તેની પત્નીઓ આ કામવાળા 'કાનીયા’ કે 'વિઠ્ઠલા’નો પતિ નંબર ટુ તરીકે 'ઉપયોગ’ પણ કરે છે આજે અમુક અમુક કામવાળી તો સારી સગવડોવાળી થઈ છે તેમની વેબસાઈટ ઉપર ડઝનબંધ જા.ખ. આવે છે. મારી કામવાળી જ તેના પુત્રીને ટોચની ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોકલે છે. તેની જેમ ઘણી બહેનો કહે છે કે 'અમારી દીકરીને મુંબઈ શહેરના એંઠવાડ ધોવા પેદા નથી કરી. તેને ભણાવીશું. અમારા શેઠ કે બેન્ક લોન આપશે તો પરદેશ પણ મોકલીશું’'ન્યુર્યોક ટાઈમ્સ’ જેવા અખબારમાં તો જાહેરખબર કે લેખ પણ લખાય છે. ૧૯-૧૨-૧૩ના ન્યુર્યોક ટાઈમ્સમાં ખબર છપાયેલા કે બ્રાઝિલ કે કોઈપણ ગરીબ દેશની મૂળ ઘરકામવાળી મેનહટ્ટન વિસ્તારમાં કામ માટે મળે છે.
તેને રાખવી હોય તો વર્ષે ૧.૮૦ લાખ ડોલર, પ્લસ ક્રીસમસ બોનસ, પ્લસ ૩૦૦૦ ડોલરના ભાડાવાળું સેન્ટ્રલ પાર્ક વેસ્ટ-વિસ્તારમાં એપાર્ટમેન્ટ રહેવા માટે આપવું પડે છે. ઈલાબહેન ભટ્ટે ૧૯૬૮માં અમદાવાદની કાપડ મિલોમાં કામદારોનું યુનિયન ઘડી પગાર અને રહેવાના પૈસા પ્રથમવાર નક્કી ક્ર્યું. તેમણે સેલ્ફ અમ્પ્લોયડ વીમેન્સ યુનિયન (સેવા) રચયું છે. તેની સભ્ય બહેનોના યુનિયનની સેવીગ્ઝ બેન્ક ઊભી કરી છે. તેવી બેન્કો આખા ભારતમાં હોવી જોઈએ.આજકાલ પરદેશ જ નહીં ભારતમાં કેટલાય ઘરોમાં ઘરકામે કરનારા છે. ઘરને સાફ કરવું, રસોઈ કરવી, શેઠાણીના બાળકોને સંભાળવા, બગીચાના છોડને સાચવવા. મારી કામવાળી હેમા બોરીચા મારી ગેલેરીના તુલસીના ૨૦ કુંડાને સંભાળે છે.
પુરાણા ગ્રીસ અને રોમમાં ઘરનું કામ કરનારા મોટા ભાગના ગરીબ દેશના લોકો હોય તેને ગુલામની જેમ રખાતા. આજે પણ ઘણી પત્નીઓ ત્રસ્ત થઈને બોલે છે 'મારો વર તો મને ગુલામડી તરીકે જ રાખે છે.’ આજે મુંબઈમાં મોટા ભાગના ધનિકના ઘરમાં બેથી ત્રણ ઘરકામવાળી હોય છે. મારા વૈદ મિત્રને ત્યા છ ઘરકામવાળા છે. અમેરિકામાં એક વાત મને ગમી કે ત્યાં મોટે ભાગે પતિ-પત્ની ભેગા મળીને પોતાના ઘરકામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ભારતના કામવાળાને ઈનવીઝીબલ વર્કર્સ કહે છે. એટલા માટે કે મહદઅંશે ઘરકામવાળા પોતાના યુનિયન કરતા નથી. તેના કામના કલાકો ફીક્સ નથી. ભારતમાં ડોમેસ્ટિક વર્કર્સનો પ્રશ્ન એટલો ગંભીર છે કે લંડનના 'ઈકોનોમિસ્ટે’ આ બાબતમાં લેખ લખેલો. સવારે જો દૈનિક છાપુ મોડું આવે તો કંઈ કરી શકતા નથી, પણ કામવાળી મોડી આવે ત્યાં શેઠાણીનો જીવ કાળજે ચોંટે છે.
ડો.થોમસ ફૂલર નામનાં સાહિત્યકાર જે ડોક્ટર હતા તે તેનાં ઘરકામ કરનારીને ટોણો મારવા કહેતા કે, હોશિયાર અને ચકોર ઘોડીને ડચકારવી પણ પડતી નથી. તો તને સોટી મારવાની વાત ક્યાં રહી? તો ઘરકામવાળીએ સામું ચોપડાવ્યું કે એ વાક્ય તમારે તમારી પત્ની ડોક્ટરાણી-શેઠાણીને કહો કે તે ઘરકામ કરતી નથી. ચરબી અને દવાનું બિલ જ વધારે છે. જર્મનોની એક કહેવત કહેતા કે, જે દેશમાં કામવાળાઓ ધનિક થાય અને શેઠાણીઓ કામ ન કરે તે દેશ ગરીબ જ ગણાય. તે દેશમાં રહેવા જેવું નથી. અમદાવાદ, વડોદરા અને હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રની મધ્યમવર્ગની બહેનો સહિત દેશમાં કોઈ પણ ઘરમાં જો ઘરકામવાળી સવારે ૧૦-૧પ મિનિટ મોડી આવે ત્યાં તેનો શ્વાસ ઊડી જાય છે.
તમે કોઈ પણ પરા કે શહેરમાં જશો તો કામવાળા એક અવાજે ફરિયાદ કરશે કે તમારા મિત્ર નિયમીત પહેલી તારીખે પગાર આપતા નથી આ ફરિયાદ મુંબઈ, અમદાવાદ કે ગુજરાત સૌરાષ્ટ્રની નથી પણ સમગ્ર વિશ્વની છે. જો તમને કામવાળી પાંચ મિનિટ મોડી આવે ત્યાં શ્વાસ અદ્ધર ચઢે છે તો બીચારી કામ વાળીને ૧લી તારીખે નિયમીત પગાર આપોને હું લંડનમાં શિલ્પા ગાંધીને ત્યાં મહેમાન થયેલો ત્યારે તેમને ઘરે ગુજરાતથી આવેલી 'રમા’ રાઠોડ કામ કરતી. તેને દોઢ કલાક કામના રૂ. ૨૦,૦૦૦ આપતી અને 'રમા’ ચાર ઘરનું કામ કરતી. તેથી તેનાં ભાયડાને ગુજરાતમાં મહિને રૂ. ૬૦૦૦૦ મોકલતી.
તેઓ આજે ભારતના નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અગર કાચી રાષ્ટ્રીય આવકમાં જબ્બર ગુપચુપ વધારો કરે છે. પરંતુ આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની એક પેનલના સભ્ય નચીકેતભાઈએ ફરિયાદ કરી છે કે માત્ર કામવાળી જ નહીં, દરેક ૧૬ વર્ષના ભારતીય યુવાનનું બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ. મુંબઈ કે અમદાવાદમાં ભાગ્યે જ એવો દિવસ હશે કે તેની 'શેઠાણી’ તેના વર ઘરે આવે ત્યારે કામવાળીની બળતરા ન કાઢે. દિલ્હીમાં એટલું 'સુખ’ છે કે મારી પત્ની કહે છે અમને તો કામવાળા જ મળતા નથી. ઝૂંપડપટ્ટીમાં રહેનારી કામવાળી અને 'ઠામ વાસીદાવાળી’ તેમ જ રસોઈયણો ન આવે તો મારે ત્યાં કામ કરનારી હેમા બોરીચા કહે છે કે તે દિવસે 'શેઠ-શેઠાણી’ રસોઈ જ કરતા નથી. રેસ્ટોરાંમાંથી ઈટલી-ઢોસા મંગાવીને ચલાવી લે છે.
અમારી બાજુના બિલ્ડિંગમાં એક ધનિક રહે છે. તહેવારો કે રવિવારે થેલા ભરી ભરીને કોલાના પીણા લાવે છે કે મીઠાઈ લાવે છે, પણ કામવાળાને આપતા નથી. ફ્રાંસમાં લેબર યુનિયનના નેતાને ઘરનો નોકર ફરિયાદ કરતો હતો કે તેની 'શેઠાણી’ ૩૬પ દિવસમાં ૩૬૦ દિ. બીમાર રહે છે તેનો કંઈક ઉપાય આપો. તો વળી લેબર યુનિયનના નેતાએ કહ્યું કે, એક ઈલાજ છે. 'શેઠાણી’ અને તમારી પત્નીના શરીરના પાર્ટની અદલાબદલી કરતા રહો. હું તેલઅવિવમાં (ઈઝરાયલ) આજથી ૧૩ વર્ષ પહેલાં હીરાબાળા કર્તિીભાઈને ઘરે મહેમાન થયો ત્યારે તેની ગૃહિણીને શિખામણ મળેલી કે 'વર્ક ઈઝ વર્કશીપ’. ત્યારે તેમને ત્યાં હોંગકોંગના ગુજરાતી વેપારીની પત્ની મહેમાન થયેલી તેણે સરસ ટમકો મુક્યો, 'અરે કર્તિીભાઈ અમારે હોંગકોંગમાં તો ઘરકામ કરનારાને અમારે મહિને રૂ. ૩૦૦૦૦ આપવા 'પડે છે’ મેં મારા પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં ઘરકામ કરનારા પ્રત્યે થતા 'અન્યાયો’ની વાત કરતી વખતે કહ્યું 'અરે કોઈ શેઠાણી ડોક્ટરને એક ઈન્જેકશનના રૂ. ૧૦૦ આપતા સંકોચાતા નથી.’
તમે ઘરકામવાળાને તમારી માતા કે બહેનની જેમ સાચવો. તે ભાગ્યે જ બગડશે. હોંગકોંગની સરકારે તો ઘણા વર્ષ પહેલા મુંબઈની ગુજરાતી બહેનો પાસે મુંબઈના ઘરકામ કરનારી બાઈઓના જીવન ઉપર સંપૂર્ણ ફિલ્મ ઉતરાવીને ત્યારે ૩૦ મીનીટની ફિલ્મને માટે ૪.૩ લાખ હોંગકોંગ ડોલરની ગ્રાન્ટ મળી હતી. કઠણાઈ એ છે કે ઘરકામવાળીનું પાકું યુનિયન પણ નથી. આજે ભારતમાં ઘરકામ કરનારી બહેનોના સંગઠન રચાયાને ૪૦થી વધુ વર્ષ થયા છે. તેનો મોટો યશ મૂળ સુરતનાં ૮૨ વર્ષના ઈલાબહેન ભટ્ટને જાય છે. ઈલાબહેને મને કહેલુ કે ૬૦ ટકા કામવાળી મહારાષ્ટ્ર-ગુજરાતને-સૌરાષ્ટ્
જો મુંબઈની શેઠાણીનો 'નમાલો’ થયો હોય તેની પત્નીઓ આ કામવાળા 'કાનીયા’ કે 'વિઠ્ઠલા’નો પતિ નંબર ટુ તરીકે 'ઉપયોગ’ પણ કરે છે આજે અમુક અમુક કામવાળી તો સારી સગવડોવાળી થઈ છે તેમની વેબસાઈટ ઉપર ડઝનબંધ જા.ખ. આવે છે. મારી કામવાળી જ તેના પુત્રીને ટોચની ઈન્ટરનેશનલ સ્કૂલમાં મોકલે છે. તેની જેમ ઘણી બહેનો કહે છે કે 'અમારી દીકરીને મુંબઈ શહેરના એંઠવાડ ધોવા પેદા નથી કરી. તેને ભણાવીશું. અમારા શેઠ કે બેન્ક લોન આપશે તો પરદેશ પણ મોકલીશું’'ન્યુર્યોક ટાઈમ્સ’ જેવા અખબારમાં તો જાહેરખબર કે લેખ પણ લખાય છે. ૧૯-૧૨-૧૩ના ન્યુર્યોક ટાઈમ્સમાં ખબર છપાયેલા કે બ્રાઝિલ કે કોઈપણ ગરીબ દેશની મૂળ ઘરકામવાળી મેનહટ્ટન વિસ્તારમાં કામ માટે મળે છે.
તેને રાખવી હોય તો વર્ષે ૧.૮૦ લાખ ડોલર, પ્લસ ક્રીસમસ બોનસ, પ્લસ ૩૦૦૦ ડોલરના ભાડાવાળું સેન્ટ્રલ પાર્ક વેસ્ટ-વિસ્તારમાં એપાર્ટમેન્ટ રહેવા માટે આપવું પડે છે. ઈલાબહેન ભટ્ટે ૧૯૬૮માં અમદાવાદની કાપડ મિલોમાં કામદારોનું યુનિયન ઘડી પગાર અને રહેવાના પૈસા પ્રથમવાર નક્કી ક્ર્યું. તેમણે સેલ્ફ અમ્પ્લોયડ વીમેન્સ યુનિયન (સેવા) રચયું છે. તેની સભ્ય બહેનોના યુનિયનની સેવીગ્ઝ બેન્ક ઊભી કરી છે. તેવી બેન્કો આખા ભારતમાં હોવી જોઈએ.આજકાલ પરદેશ જ નહીં ભારતમાં કેટલાય ઘરોમાં ઘરકામે કરનારા છે. ઘરને સાફ કરવું, રસોઈ કરવી, શેઠાણીના બાળકોને સંભાળવા, બગીચાના છોડને સાચવવા. મારી કામવાળી હેમા બોરીચા મારી ગેલેરીના તુલસીના ૨૦ કુંડાને સંભાળે છે.
પુરાણા ગ્રીસ અને રોમમાં ઘરનું કામ કરનારા મોટા ભાગના ગરીબ દેશના લોકો હોય તેને ગુલામની જેમ રખાતા. આજે પણ ઘણી પત્નીઓ ત્રસ્ત થઈને બોલે છે 'મારો વર તો મને ગુલામડી તરીકે જ રાખે છે.’ આજે મુંબઈમાં મોટા ભાગના ધનિકના ઘરમાં બેથી ત્રણ ઘરકામવાળી હોય છે. મારા વૈદ મિત્રને ત્યા છ ઘરકામવાળા છે. અમેરિકામાં એક વાત મને ગમી કે ત્યાં મોટે ભાગે પતિ-પત્ની ભેગા મળીને પોતાના ઘરકામ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ભારતના કામવાળાને ઈનવીઝીબલ વર્કર્સ કહે છે. એટલા માટે કે મહદઅંશે ઘરકામવાળા પોતાના યુનિયન કરતા નથી. તેના કામના કલાકો ફીક્સ નથી. ભારતમાં ડોમેસ્ટિક વર્કર્સનો પ્રશ્ન એટલો ગંભીર છે કે લંડનના 'ઈકોનોમિસ્ટે’ આ બાબતમાં લેખ લખેલો. સવારે જો દૈનિક છાપુ મોડું આવે તો કંઈ કરી શકતા નથી, પણ કામવાળી મોડી આવે ત્યાં શેઠાણીનો જીવ કાળજે ચોંટે છે.
No comments:
Post a Comment