SANKLAN

SANKLAN
SANKLAN

Tuesday, 19 August 2014

એ ટાલિયા!: આવા ટોણાથી બચવા પોષણયુક્ત ખોરાક ખાઓ ને સ્ટ્રેસને બાય-બાય કરો--અજય મોતીવાલા-- આરોગ્ય સુધા

દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે

હેર લૉસ કહો બાલ્ડનેસ અથવા બાલ્ડિંગ કહો કે પછી ઍલપીસિયા. સરળ ભાષામાં કહીએ તો વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યાથી ભાગ્યે જ કોઈ પુરુષ બચતો હોય છે. એક અંદાજ પ્રમાણે પચીસ ટકા પુરુષોના માથાના વાળ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતાં ખરવા માંડે છે અને બે-તૃત્યાંશ જેટલા લોકો ૬૦ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધીમાં તેમના માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.

મેલ પૅટર્ન થિનિંગમાં વ્યક્તિના માથામાં વાળ ફરી નથી ઊગતા, જ્યારે ઍલપીસિયામાં વાળ ફરી ઊગવાની સંભાવના હોય છે.

વારસાગત કારણસર અને બીમારીને લીધે ટાલ પડતી ટાળી ન શકાય, પરંતુ પૂરતા પોષક તત્ત્વોવાળો ખોરાક લેવામાં આવે કે માનસિક તાણથી બચવામાં આવે તો હેર ફૉલથી બચી શકાય.

નિષ્ણાતોના મતે હેર લૉસથી બચવા માટેની કેટલીક ગુરુચાવીઓ છે: (૧) ડાયટ ક્ધટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. (૨) પ્રોસેસ્ડ ફૂડ અને હોર્મોન ધરાવતી ફૂડ પ્રૉડક્ટ્સથી દૂર રહેવું. (૩) યુવાનોએ વાળને વધુ પડતા ખેંચતી હેર સ્ટાઇલ કરાવવાનું ટાળવું. (૪) માથામાં ખોડો ન થાય એની ખાસ તકેદારી રાખવી અને (૫) બ્લડ સરક્યુલેશન વધારતી દવા લેવી અને વાળની મજબૂતી વધારવા માથામાં હળવો મસાજ કરાવવો.

સંકેતો અને લક્ષણો

સામાન્ય રીતે પુરુષના માથામાં ૧,૦૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે. પ્રતિદિન સરેરાશ ૧૦૦ જેટલા વાળ ખરે છે, પરંતુ જો વાળનો ગ્રૉથ સારો હોય તો ગુમાયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગતા રહે છે.

ટાલની સમસ્યાની શરૂઆત નાના-નાના જથ્થામાં વાળ ખરવાથી થાય છે. ખરેલા વાળવાળો આ ભાગ નાના ગોળાકારમાં હોય છે. શરૂઆતના આ તબક્કામાં માથામાં ખોડો (ડૅન્ડ્રફ) પણ થાય છે, ચામડી પર નાના જખમ જોવા મળે છે અને ડાઘ પણ પડી જાય છે. ટાલ સામાન્ય રીતે માથા પર પાછળના ભાગમાં કે કપાળની નજીકના માથાના ભાગમાં કે કાનની ઉપરના ભાગમાં પડે છે. મોટા ભાગે વાળ ઓળાવતી વખતે કે શૅમ્પૂ લગાડ્યા પછી વાળ ખરે છે. ક્યારેક નવી હેર-સ્ટાઇલ આપતી વખતે વાળ પાતળા થઈ ગયા હોવાનો સંકેત મળે છે.

સમસ્યા એક, કારણ અનેક

* દર સાતમાંથી ચાર પુરુષની ટાલિયાપણાની સમસ્યા વારસાગત હોય છે અને એમાં માતા તથા પિતા બન્નેના જનિન તત્ત્વ જવાબદાર હોય છે.

* માથામાં થતો ખોડો પણ ટાલ પડવા માટે કારણરૂપ હોય છે. ખોડાની સમસ્યા બહુ સામાન્ય અને ચેપી છે અને એમાં વાળ ખરતા જતાં ટાલ પડી જાય છે.

* નિષ્ણાતોને અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અપૂરતા પોષણ, અપૂરતા ખોરાક કે ખોરાકમાં બાયોટીન, પ્રોટીન અને ઝિન્કના અભાવને કારણે પણ ટાલ પડી શકે છે.

* ક્યારેક ખોરાકી ઝેરને લીધે પણ વાળ ખરે છે.

* અમુક પ્રકારની ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરોઇડને કારણે પણ ટાલ પડી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કૉલેસ્ટરોલને લગતી દવાની જો આડઅસર થાય તો એમાં શરીરના હોર્મોનની સમતુલા જોખમાય છે અને મોટા પ્રમાણમાં વાળ ખરી શકે છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારીમાં કરાવવામાં આવતી કેમોથેરપીને લીધે પણ વાળ ખરવા માંડે છે.

* કોઈક કિસ્સામાં તીવ્ર આઘાત, મોટી સર્જરી અને અત્યંત સ્ટ્રેસને કારણે પણ વાળ ખરે છે.

* હવા કે પાણીના પ્રદૂષણને લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે પણ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અને ટાલ પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટેશન

હેર ટ્રાન્સપ્લાન્ટેશનની નવી મેથડ ડર્મા ફિલ્મ તરીકે ઓળખાય છે. એમાં હેર ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી લોકલ ઍનેસ્થેટિક હેઠળ થાય છે. સર્જન એમાં માથાના પાછળના અને આજુબાજુના ભાગના હેલ્ધી હેરને કાઢીને ટાલવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ પ્રક્રિયા ચારથી આઠ કલાક ચાલે છે અને વાળને વધુ જાડા બનાવવા થોડો વધારાનો સમય પણ લાગી શકે છે. ટ્રાન્સપ્લાન્ટેડ હેર થોડા અઠવાડિયામાં ખરી જાય છે, પરંતુ પછીથી થોડા મહિનાઓની અંદર નવા વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે.

હેર લૉસને છુપાવતી હેર-સ્ટાઇલ

વાળ ખરવાની સમસ્યાને છુપાવવા માટેની એક મેથડ છે ‘કૉમ્બ ઓવર’. એમાં વાળને એવી સ્ટાઇલ આપવામાં આવે છે જેનાથી ટાલવાળો ભાગ ઢંકાઈ જાય છે. જોકે, આ ઉકેલ કામચલાઉ હોય છે અને ખાસ કરીને ખરેલા વાળવાળો ભાગ નાનો હોય ત્યારે એ કારગત નીવડે છે. એ ભાગ વધતો જાય ત્યારે એ નવી હેર-સ્ટાઇલ નકામી સાબિત થતી જાય છે. બીજી મેથડ છે માથે કૅપ કે ટોપો પહેરવો કે પછી વિગ પહેરવી.

હેડ શેવિંગ, એક ફૅશન

કેટલાક પુરુષો વાળ ખરવાની સમસ્યાને છુપાવવા કરતાં એને સામે ચાલીને સ્વીકારી લે છે. બીજી રીતે કહીએ તો માથામાં ઠેકઠેકાણે ટાલ પડતી જાય તો માથે મુંડન કરાવી નાખવામાં આવે છે. અંગ્રેજીમાં એને હેડ શેવિંગ કહેવાય છે અને અત્યારે એની ફૅશન છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

ખરતા વાળની સમસ્યાનાં કારણો અને એના ઉકેલ વિશે પુષ્કળ જાણકારી ધરાવનાર નિષ્ણાત ટ્રાયકોલૉજિસ્ટ તરીકે ઓળખાય છે. મુંબઈના જાણીતા ટ્રાયકોલૉજિસ્ટ ડૉ. આનંદ જોશી કહે છે, ‘દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે. બી-કૉમ્પ્લેક્સનો અભાવ કે ઓછા પ્રોટીનને લીધે વાળ ખરવાની શરૂઆત થાય છે. સ્ટ્રેસ લેવલ વધતાં પણ હેર લૉસની સમસ્યા નડે છે. જોકે, આ સમસ્યાથી પણ બચવાનું વ્યક્તિના પોતાના હાથમાં હોય છે.’ મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિરલ દેસાઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે કહે છે, ‘ઘણી વાર લોકો લલચામણી જાહેરખબર વાંચીને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવતા હોય છે. એ પ્રક્રિયા જો બરાબર ન કરવામાં આવે તો ટાલની સમસ્યા ઉકેલાવાને બદલે બીજા ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એમાં વ્યક્તિના માથામાં કાયમી ડાઘ પડી જાય છે. ક્યારેક લોહી પણ નીકળે છે અને માથામાં ચેપ વધતો પણ જાય છે.’એ ટાલિયા!: આવા ટોણાથી બચવા પોષણયુક્ત ખોરાક ખાઓ ને સ્ટ્રેસને બાય-બાય કરો--અજય મોતીવાલા-- આરોગ્ય સુધા

દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે

હેર લૉસ કહો બાલ્ડનેસ અથવા બાલ્ડિંગ કહો કે પછી ઍલપીસિયા. સરળ ભાષામાં કહીએ તો વાળ ખરવાની કે ટાલ પડવાની સમસ્યાથી ભાગ્યે જ કોઈ પુરુષ બચતો હોય છે. એક અંદાજ પ્રમાણે પચીસ ટકા પુરુષોના માથાના વાળ ૩૦ વર્ષની ઉંમરે પહોંચતાં ખરવા માંડે છે અને બે-તૃત્યાંશ જેટલા લોકો ૬૦ વર્ષની ઉંમરના થાય ત્યાં સુધીમાં તેમના માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ ચૂકી હોય છે.

મેલ પૅટર્ન થિનિંગમાં વ્યક્તિના માથામાં વાળ ફરી નથી ઊગતા, જ્યારે ઍલપીસિયામાં વાળ ફરી ઊગવાની સંભાવના હોય છે.

વારસાગત કારણસર અને બીમારીને લીધે ટાલ પડતી ટાળી ન શકાય, પરંતુ પૂરતા પોષક તત્ત્વોવાળો ખોરાક લેવામાં આવે કે માનસિક તાણથી બચવામાં આવે તો હેર ફૉલથી બચી શકાય.

નિષ્ણાતોના મતે હેર લૉસથી બચવા માટેની કેટલીક ગુરુચાવીઓ છે: (૧) ડાયટ ક્ધટ્રોલ હોવો અત્યંત જરૂરી છે. (૨) પ્રોસેસ્ડ ફૂડ અને હોર્મોન ધરાવતી ફૂડ પ્રૉડક્ટ્સથી દૂર રહેવું. (૩) યુવાનોએ વાળને વધુ પડતા ખેંચતી હેર સ્ટાઇલ કરાવવાનું ટાળવું. (૪) માથામાં ખોડો ન થાય એની ખાસ તકેદારી રાખવી અને (૫) બ્લડ સરક્યુલેશન વધારતી દવા લેવી અને વાળની મજબૂતી વધારવા માથામાં હળવો મસાજ કરાવવો.

સંકેતો અને લક્ષણો

સામાન્ય રીતે પુરુષના માથામાં ૧,૦૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ વાળ હોય છે. પ્રતિદિન સરેરાશ ૧૦૦ જેટલા વાળ ખરે છે, પરંતુ જો વાળનો ગ્રૉથ સારો હોય તો ગુમાયેલા વાળની જગ્યાએ નવા વાળ ઊગતા રહે છે.

ટાલની સમસ્યાની શરૂઆત નાના-નાના જથ્થામાં વાળ ખરવાથી થાય છે. ખરેલા વાળવાળો આ ભાગ નાના ગોળાકારમાં હોય છે. શરૂઆતના આ તબક્કામાં માથામાં ખોડો (ડૅન્ડ્રફ) પણ થાય છે, ચામડી પર નાના જખમ જોવા મળે છે અને ડાઘ પણ પડી જાય છે. ટાલ સામાન્ય રીતે માથા પર પાછળના ભાગમાં કે કપાળની નજીકના માથાના ભાગમાં કે કાનની ઉપરના ભાગમાં પડે છે. મોટા ભાગે વાળ ઓળાવતી વખતે કે શૅમ્પૂ લગાડ્યા પછી વાળ ખરે છે. ક્યારેક નવી હેર-સ્ટાઇલ આપતી વખતે વાળ પાતળા થઈ ગયા હોવાનો સંકેત મળે છે.

સમસ્યા એક, કારણ અનેક

* દર સાતમાંથી ચાર પુરુષની ટાલિયાપણાની સમસ્યા વારસાગત હોય છે અને એમાં માતા તથા પિતા બન્નેના જનિન તત્ત્વ જવાબદાર હોય છે.

* માથામાં થતો ખોડો પણ ટાલ પડવા માટે કારણરૂપ હોય છે. ખોડાની સમસ્યા બહુ સામાન્ય અને ચેપી છે અને એમાં વાળ ખરતા જતાં ટાલ પડી જાય છે.

* નિષ્ણાતોને અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે અપૂરતા પોષણ, અપૂરતા ખોરાક કે ખોરાકમાં બાયોટીન, પ્રોટીન અને ઝિન્કના અભાવને કારણે પણ ટાલ પડી શકે છે.

* ક્યારેક ખોરાકી ઝેરને લીધે પણ વાળ ખરે છે.

* અમુક પ્રકારની ઍન્ટિ-બાયોટિક્સ કે સ્ટેરોઇડને કારણે પણ ટાલ પડી શકે છે. ખાસ કરીને બ્લડ પ્રેશરની સમસ્યા, ડાયાબિટીસ અને કૉલેસ્ટરોલને લગતી દવાની જો આડઅસર થાય તો એમાં શરીરના હોર્મોનની સમતુલા જોખમાય છે અને મોટા પ્રમાણમાં વાળ ખરી શકે છે.

* કૅન્સર જેવી ગંભીર બીમારીમાં કરાવવામાં આવતી કેમોથેરપીને લીધે પણ વાળ ખરવા માંડે છે.

* કોઈક કિસ્સામાં તીવ્ર આઘાત, મોટી સર્જરી અને અત્યંત સ્ટ્રેસને કારણે પણ વાળ ખરે છે.

* હવા કે પાણીના પ્રદૂષણને લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશને કારણે પણ વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અને ટાલ પડી શકે છે.

હેર ટ્રાન્સપ્લાન્ટેશન

હેર ટ્રાન્સપ્લાન્ટેશનની નવી મેથડ ડર્મા ફિલ્મ તરીકે ઓળખાય છે. એમાં હેર ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરી લોકલ ઍનેસ્થેટિક હેઠળ થાય છે. સર્જન એમાં માથાના પાછળના અને આજુબાજુના ભાગના હેલ્ધી હેરને કાઢીને ટાલવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. આ પ્રક્રિયા ચારથી આઠ કલાક ચાલે છે અને વાળને વધુ જાડા બનાવવા થોડો વધારાનો સમય પણ લાગી શકે છે. ટ્રાન્સપ્લાન્ટેડ હેર થોડા અઠવાડિયામાં ખરી જાય છે, પરંતુ પછીથી થોડા મહિનાઓની અંદર નવા વાળ ઊગવાની શરૂઆત થઈ જાય છે.

હેર લૉસને છુપાવતી હેર-સ્ટાઇલ

વાળ ખરવાની સમસ્યાને છુપાવવા માટેની એક મેથડ છે ‘કૉમ્બ ઓવર’. એમાં વાળને એવી સ્ટાઇલ આપવામાં આવે છે જેનાથી ટાલવાળો ભાગ ઢંકાઈ જાય છે. જોકે, આ ઉકેલ કામચલાઉ હોય છે અને ખાસ કરીને ખરેલા વાળવાળો ભાગ નાનો હોય ત્યારે એ કારગત નીવડે છે. એ ભાગ વધતો જાય ત્યારે એ નવી હેર-સ્ટાઇલ નકામી સાબિત થતી જાય છે. બીજી મેથડ છે માથે કૅપ કે ટોપો પહેરવો કે પછી વિગ પહેરવી.

હેડ શેવિંગ, એક ફૅશન

કેટલાક પુરુષો વાળ ખરવાની સમસ્યાને છુપાવવા કરતાં એને સામે ચાલીને સ્વીકારી લે છે. બીજી રીતે કહીએ તો માથામાં ઠેકઠેકાણે ટાલ પડતી જાય તો માથે મુંડન કરાવી નાખવામાં આવે છે. અંગ્રેજીમાં એને હેડ શેવિંગ કહેવાય છે અને અત્યારે એની ફૅશન છે.

એક્સપર્ટ્સ શું કહે છે?

ખરતા વાળની સમસ્યાનાં કારણો અને એના ઉકેલ વિશે પુષ્કળ જાણકારી ધરાવનાર નિષ્ણાત ટ્રાયકોલૉજિસ્ટ તરીકે ઓળખાય છે. મુંબઈના જાણીતા ટ્રાયકોલૉજિસ્ટ ડૉ. આનંદ જોશી કહે છે, ‘દરેક વ્યક્તિના વાળ ખરતા હોય છે. કોઈના ઓછા તો કોઈના પુષ્કળ પ્રમાણમાં. નાનપણથી જ વાળની માવજત ન રાખવામાં આવે તો યુવાન વયથી જ આ સમસ્યા નડે છે. વારસાગતને કારણે કે કોઈ બીમારીને લીધે વાળ ખરતા રોકવા વ્યક્તિના પોતાના હાથની વાત નથી, પરંતુ ખાવા-પીવામાં કોઈક પ્રકારની ઊણપ હોય તો દૂર કરી શકાય છે. બી-કૉમ્પ્લેક્સનો અભાવ કે ઓછા પ્રોટીનને લીધે વાળ ખરવાની શરૂઆત થાય છે. સ્ટ્રેસ લેવલ વધતાં પણ હેર લૉસની સમસ્યા નડે છે. જોકે, આ સમસ્યાથી પણ બચવાનું વ્યક્તિના પોતાના હાથમાં હોય છે.’ મુંબઈના જાણીતા કૉસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉ. વિરલ દેસાઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે કહે છે, ‘ઘણી વાર લોકો લલચામણી જાહેરખબર વાંચીને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવતા હોય છે. એ પ્રક્રિયા જો બરાબર ન કરવામાં આવે તો ટાલની સમસ્યા ઉકેલાવાને બદલે બીજા ઘણા પ્રૉબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એમાં વ્યક્તિના માથામાં કાયમી ડાઘ પડી જાય છે. ક્યારેક લોહી પણ નીકળે છે અને માથામાં ચેપ વધતો પણ જાય છે.’

No comments:

Post a Comment